મશનવી મૌલાના રૂમી - ભાગ-૬
- વાર્તા - ૧
- એક પૂછપરછ કરનારે, એક પંખી કે જે ધારી લ્યો કે શહેરની દિવાલ ઉપર ગોઠવાયું છે તે વિષે (ઉપદેશકને) પૂછયું
- ચોર આવ્યો અને તેની બાજુમાં બેસી ગયો. જ્યારે જ્યારે પ્રવાહી પદાર્થ અગ્નિ પકડતો ત્યારે તે બુજાવી નાખતો.
- બાદશાહ (મહમુદ)નું અમીરોને રહસ્ય છતું કરવું અને તેઓ કે જેઓ અયાઝની વિરૂદ્ધ કાવતરા કરતા હતા, દરજજો અને સદભાવ અને પગારમાં તેમનાથી તેનું ચડીયાતાપણાનું કારણ, એવી રીતમાં સમજાવવું કે તેઓને માટે (તેના સમક્ષ મુકવાની)કોઈ પણ દલીલ અથવા વાંધો બાકી ન રહ્યો.
- માણસ કે જેનો ઘેટો કેટલાક ચોરોથી ચોરાણો હતો તેની કહાણી. એટલાથી સંતોષ ન પામતા, તેઓ એક યુક્તિ થકી તેના કપડા પણ ચોરી ગયા.
- પ્રેમીની કહાણી કે જે (તેને) તેની પ્રિયતમાએ આપેલા મિલનના સંકેત પ્રમાણેની આશામાં, તેણે બતાવેલ હતું તે પ્રમાણે ઘરે રાત્રીના આવ્યો, રાત્રીના અમુક વખત તેણે રાહ જોઈ (પછી) ઉંઘે તેનો કબજો લીધો, (જ્યારે) તેની દોસ્ત પોતાનું વચન પુરૂં કરવા આવી અને તેને તે ઉંઘતો માલુમ પડ્યો ત્યારે તેણીએ તેનો ખોળો અખરોટોથી ભર્યો અને તેને સુતેલો છોડી દીધો અને (ઘરે) પાછી ફરી.
- વાર્તા - ૨
- કવિ કે જેણે ટર્કીશ અમીરના સમારંભમાં આ પદ ગાવું શરૂ કર્યું. “તું એક ગુલાબ છે કે કમળ અથવા શરુનું ઝાડ અથવા એક માણસ હું જાણતો નથી” “તું આ નશાબાજ કે જેણે પોતાનું દિલ ગુમાવ્યું છે તેની પાસેથી શાની ઈચ્છા ધરાવે છે ? હું જાણતો નથી અને તુર્કનું તેને બૂમ પાડી કહેવું, તું જે જાણે છે તે જ કહે, અને કવિનો અમીરને જવાબ આપવો.
- હ, પયગમ્બર સાહેબની હદીસ ઉપર વિવરણ, મૃત્યુ પહેલા તમે મરી જાઓ: “ઓ દોસ્તો જો તમો જીવનની ઈચ્છા ધરાવતા હો તો તમારા મૃત્યુ પહેલા મરી જાઓ” કારણ તે આમ મરણ પામતા તેઓ હ. ઈદ્રિસ (અ.સ.) જીવંત દશામાં બહિશ્તના નિવાસી બન્યા હતા.
- મધ્યરાત્રીએ અમુક મહેલના દરવાજે સહુર માટે એક માણસ ઢોલ પીટતો હતો.
- વાર્તા - ૩
- બપોર બાદ પોતાના હ. મુસ્તફા (૨. સ અ.) માટેના પ્રેમમાં હિજાઝની ગરમીમાં હ. બિલાલ “એક એક”ની બૂમ પાડતા હતા. જ્યારે તેનો યહુદી શેઠ ફટકારતો હતો, અને દરેક ફટકાથી બીલાલની કાયામાંથી લોહી નીકળતું હતું અને (તેમના હોઠમાંથી) મરજી વિરૂદ્ધ એક એકનો શબ્દ છટકતો હતો,
- હિલાલની કહાણી કે જે ખુદાનો એક ભાવિક દાસ હતો, તે રૂહાનીયત દ્રષ્ટિ ધરાવતો (હતો) અને (પોતાના દીનમાં) માત્ર (બીજાનું) અનુકરણ કરનાર ન હતો, (ખુદાના) સજીવ જીવો તરફ એક ગુલામ બનવામાં (વેશ પલટો કરવામાં) તેણે પોતાને સંતાડેલ હતો,
- વાર્તા - ૪
- એક ઘરડી સ્ત્રીની કહાણી કે જેણે પોતાના કદરૂપા ચહેરા ઉપરથી વાળ કાઢી લાલ પાઉડર લગાડતી. જો કે તેનાથી તે સુંદર કે ખુશ કારક બનતી ન હતી.
- વાર્તા - ૫
- ગરીબ (માંદા) માણસના બોચી ઉપરના તમાચાથી કાજીનું ઉશ્કેરાવું અને સુફીનું કાજીને મહેણું મારવું,
- સુલતાન મહમુદ અને હિન્દુ છોકરાની કહાણી.
- વાર્તા - ૬
- એક બોધદાયક કહાણી તરીકે એક તુર્ક અને દરજીની કહાણી દ્રષ્ટાંત તરીકે રજુ કરવી.
એક તુર્કની બડાઈ મારવી અને શરત લગાડવી કે તેની પાસેથી પેલો દરજી કોઈપણ ચોરી કરવા શક્તિમાન બનશે નહિ. - એક વાર્તા રજુ કરવી કે દુન્યવી તકલીફો સહન કરવામાં ધીરજ ધરવી એ પ્રિયતમથી જુદાઈ સહન કરવાની ધીરજ ધરવાથી વધુ સહેલી છે.
- વાર્તા - ૭
- ખજાનાના દફતરની વાર્તા કે જેમાં લખેલું હતું : “અમુક ઘુમ્મટવાળા મકાનની બાજુમાં તારો ચહેરો કિબ્લા (મક્કા) તરફ ફેરવજે અને પણછ ઉપર તીર મુકજે અને છોડજે, જ્યાં તે પડે તે જગ્યાએ ખજાનો દાટેલ છે."ખજાનાના શોધનારે, ખૂબ જ શોધખોળ કર્યા બાદ અને આધારહિન અને નિરાશામાં પડતા, મહાન ખુદા તરફ પાછો ફર્યો, કહે, “ઓ તું કે જે જાહેર કરવાનું જાણે છે, તું જરૂર આ સંતાએલી વસ્તું જાહેર બનાવ.”
- વાર્તા - ૮
- શેખ (અબુ) હસન ખરકાનીના મુરીદની કહાણી.
ગર્જના કરતો સિંહ તેના લાકડાના ભારા ઉઠાવેલો જ્યારે આશીર્વાદીત તેના મથાળા ઉપર બેઠો હતો.
- વાર્તા - ૯
- ત્રણ મુસાફરો, એક મુસ્લિમ, એક ક્રિશ્ચિયન અને એક યહુદીની વાર્તા કે જેઓએ મુસાફરખાનામાંથી કેટલોક ખોરાક (ભેટ તરીકે) મેળવ્યો. કિશ્ચિયન અને યહુદીએ પોતાનું ખાણું ખાઈ લીધુ હતું. તેથી તેઓએ કહ્યું “ચાલો આ ખોરાક આપણે કાલે ખાઈએ. મુસ્લિમે રોજો રાખ્યો હતો અને તે ભૂખ્યો રહ્યો. કારણ કે તે તેના સાથીઓથી દબાયો હતો.
- ઉંટ અને બળદ અને ઘેટાની વાર્તા કે તેઓને રસ્તા ઉપર એક ઘાસનો ભારો માલમ પડયો અને દરેકે કહ્યું “હું તેને ખાઈશ.”
- વાર્તા - ૧૦
- ઉંદર અને દેડકા વચ્ચેના અતિ સ્નેહની વાર્તા એક લાંબી દોરીથી તેઓ બન્ને કેમ બંધાયા અને એક જંગલી કાગડો ઉંદરને કેમ ઉઠાવી ગયો અને દેડકાનું (હવામાં) લટકવું અને રૂદન કરવું અને પોતાની જાતવાળાથી ભળવાને બદલે જુદી જાતના જનાવર સાથે પોતાને જોડવા પશ્ચાતાપ કરવા વિષે.
- વાર્તા - ૧૧
- રાત્રીના ચોરો કે જેમની સાથે સુલતાન મહમુદ રાત્રી દરમ્યાન (જોડાયો) કહીને “હું પણ તમારામાનો એક છું” અને તેમની હકીકતોથી કેમ મળતીયો થયો તે વિષે.
- દરિયાઈ ગાયની વાત, તે કેવી રીતે બાદશાહી મોતીને સમૃદ્રના ઉંડાણમાંથી બહાર લાવે છે, અને રાત્રીના તેને દરિયાના કિનારે મુકે છે અને તેની તેજસ્વિતા અને ચમકમાં પોષાય છે, અને એક વેપારી સંતાવાની જગ્યાએથી આવે છે અને જ્યારે ગાય મોતીથી થોડે છેટે ગએલ છે ત્યારે ગુંદેલી કાળી માટીથી મોતીને ઢાંકે છે અને દોડી જાય છે અને ઝાડ ઉપર ચડે છે અને આવી જ રીતે વાર્તાના છેવટ સુધી અને (તેના) વિવરણ વિષે.
- અબ્દુલ ગવ્યની કહાણી અને તેમને ફિરસ્તાઓનું ઉઠાવી જવું અને તેમની સાથે વર્ષો સુધી રહ્યા અને (ઘણા) વર્ષો બાદ તેઓ પોતાના અસલ ગામ અને બચ્ચાઓ તરફ પાછા ફર્યા પણ ફિરસ્તાઓથી જુદાઈ સહન કરી શક્યા નહિ, કારણ કે તેઓ ખરેખરા તેઓના મળતિયા હતા અને રૂહાની રીતે એક હતા.
- વાર્તા - ૧૨
- એક માણસ કે જેને તબ્રીઝના પોલીસ અમલદાર પાસેથી મંજુર થએલી રકમ મળતી હતી અને પેલી મળતી રકમની આશામાં મોટું કરજ કર્યું હતું. જ્યારે કે તે તેના (અમલદારના) મૃત્યુથી સજાગ ન હતો. (વાર્તાનો) સાર એ છે કે તેનું કરજ કોઈ હૈયાત પુરૂષથી ચુકાવાયું ન હતું પણ મરી ગએલા અમલદારથી. કારણ કે જેમ કહેવાયું છે “તે કે જે મરી ગયો અને શાંતી મેળવી તે મરેલો નથી." (ખરેખર) મરેલો માણસ તે છે કે જે પાર્થીવ રીતે જીવંત છે પણ રૂહાનીયત રીતે મરેલ (અજ્ઞાન) છે.
- હ. જાફર (ર.સ.) એક કિલ્લો કબજે કરવા એકલા આગળ વધ્યા અને કિલ્લાના બાદશાહે તેને પાછો વાળવા પોતાના વઝીર સાથે મસલત કરી અને વઝીર બાદશાહને કહ્યું. ' ખબરદાર' તેને તાબે થઈ જાઓ, અને તેની સામે થવાની મુર્ખાઈ કરતા નહિ, કારણ કે આ માણસ (દૈવી) મદદ પામેલો છે અને તેના આત્મામાં ખુદામાંથી મેળવેલ એક મોટી શક્તિ છે. વગેરે.
- માણસ કે જે બેવડું જુએ છે તેની બોધવાર્તા, તે કાશ શહેરમાં એક અજાણ્યા જેવો છે, કે જેનું નામ ઉમર હતું. આ(નામના) કારણે તેને (વસ્તુની ના પાડી અને) એક દુકાનથી બીજી દુકાને ધકેલ્યો. તેણે પારખ્યું નહિ કે બધી દુકાનો આ બાબતમાં એક હતી કે તેઓ (દુકાનદારો) ‘ઉમર' ના નામે રોટી વેચશે નહિ.
- વાર્તા - ૧૩
- આનંદ મેળવવા સવારીએ જતાં ખ્વાહીઝમશાહે તેના ઘોડાના જૂથમા વધુ પડતો સરસ ઘોડો જોયો. અને બાદશાહનું દિલ તેની ખુબસુરતી અને સુઘડતામાં મુગ્ધ થવું અને ઈમાદુલ મુલ્કનું તે ઘોડો બાદશાહને લાયક ન હેવાના દેખાવ કરવા ઈમાદુલ મુલ્ક ઈલાહીનામામાં હકીમ સનાઈએ કહ્યું છે તેમ પોતાની દ્રષ્ટિમાં તેના શબ્દો પસંદ કર્યા.
- બુખારાના સદરે જહાનની કહાણી, (તેનો રિવાજ હતો કે) કોઈપણ ભિખારી પોતાની જીભથી ભીખ માંગે તેને પોતાની સર્વમય અને સરળ સખાવતમાંથી બાકાત રાખતો.
તેણે (સદ્રે) જવાબ આપ્યો, (હા), પણ ઓ ઉધ્ધત, જ્યાં સુધી તું મરી ન ગયો ત્યાં સુધી મારી પાસેથી દાન મેળવ્યું ન હતું.’ - બે ભાઈઓની કહાણી, જેઓમાંના એકને હડપચી ઉપર થોડા વાળ હતા, જ્યારે બીજો દાઢી વગરનો છોકરો હતો. તેઓ પરિણિતોના ગૃહમાં સુવા ગયા, એક રાત્રીના એવું બન્યું કે છોકરો જાગ્યો અને કજીયો કરવો શરૂ કર્યો, કહીને, “આ ઈંટો ક્યાં છે ? તમો તેને ક્યાં ઉઠાવી ગયા છો ? તમોએ તે શા માટે લીધી ? તેણે જવાબ આપ્યો. તમોએ અહીંઆ ઈંટો શા માટે મુકી હતી ?”
- વાર્તા - ૧૪
- બાદશાહની કહાણી કે જેણે પોતાના ત્રણેય દીકરાઓને આદેશ આપ્યો. કહે, “મારી શહેનશાહતમાંની આ મુસાફરીમાં ફલાણી જગ્યાએ અમુક બંદોબસ્ત સ્થાપિત કરો અને ફલાણી જગ્યાએ અમુક હાકેમોની નિમણુંક કરો પણ ખુદાની ખાતર, ખુદાની ખાતર ફલાણા કિલ્લા પાસે જતા નહિ, અને તેની આજુબાજુ ચકરાવો લેતા નહિ.
- વાર્તા - ૧૫
- એક બાદશાહની વાર્ત કે જે એક હુશિયાર ધારાશાસ્ત્રીને પોતાના ભોજન સમારંભમાં પરાણે લાવ્યો અને તેને બેસાડ્યો, (જ્યારે) સાકીએ તેની આગળ શરાબની રજુઆત કરી અને તેની પાસે કટોરો ધરી રાખ્યો, ત્યારે ધારાશાસ્ત્રીએ પોતાનો ચહેરો ફેરવ્યો અને ચીડાયેલો દેખાયો અને ઉદ્ધતાઈથી વર્ત્યો. બાદશાહે સાકીને કહ્યું, ”આપ તેને ખુશ મિજાજમાં લાવ.” સાકીએ કેટલીય વખત તેના માથામાં ફટકાર્યું અને તેને શરાબ પીતો બનાવ્યો.
- ઈમરા-ઉલ-ક્યઝ જે અરબોનો રાજા હતો અને વધુ પડતો ખુબસુરત હતો તેની કહાણી, તે તેના ઝમાનાનો યુસુફ હતો અને અરબ સ્ત્રીઓ ઝુલેખાની માફક તેના માટે મરી પડતી. તેની પાસે કાવ્યાત્મક પ્રતિભા હતી. ઉર્મિકાવ્યની પંકતી શરૂ થતી. ઉભા રહો, પ્રિયતમ અને રહેણાકની યાદીમાં અમોને રૂદન કરવા દયો, 'જ્યારે કે બધી સ્ત્રીઓ ખરા દિલથી તેની ઈચ્છા કરતી, ત્યારે કોઈને અજાયબી થતી કે તેના પ્રેમગીતો અને રુદનનું કારણ શું છે.
- એક પુરૂષની કહાણી કે જેણે સ્વપ્નું જોયું કે ધનસંપત્તિની તેની ઈચ્છા કેરોમાં પુરી થશે, અને કે તે શહેરના અમુક સ્થાનમાં એક ખજાનો (દાટેલો) હતો. જ્યારે તે કેરો આવ્યો ત્યારે કોઈએ તેને કહ્યું, “મેં બગદાદમાં આવા એક રહેઠાણ અને આવા ઘરમાં ખજાનાનું સ્વપ્નું જોયું છે.” અને તેણે સ્થળનું નામ આપ્યું અને ઘર કે જેમાં એ આ માણસ રહેતો હતો તેનું નામ આપ્યું, પાછલાએ જાણ્યું કે (સ્વપ્નામાં) તેને અપાએલ કેરોમાં ખજાનો હોવા સબંધીની માહિતી એટલા માટે હતી કે તેણે બીજે ક્યાંય શોધવાને બદલે પોતાના ઘરમાંજ શોધવું જોઈએ, આ ખજાનો ખરેખર અને સત્ય રીતે કેરોમાંજ મેળવેલ બનવો જોઈએ.
- ૪ - સાચા ઈમાનદારોની પ્રાર્થનાના જવાબમાં વિલંબ કેમ થાય છે તેનું કારણ.
તેને કહેશે, થોડીવાર બેસો, તેનાથી તમોને અડચણ થશે નહિ, કારણ કે તાજી ડબલરોટી ઘરમાં પાકે છે.
- વાર્તા - ૧૬
- જુહીની ઘરવાળીથી એક કાજી આસક્ત બન્યો હતો અને એક મજબુત પેટીમાં (સંતાએલો) રહ્યો, અને કાજીના પ્રતિનિધિએ પેટી ખરીદી અને જ્યારે બીજે વરસે જ્યારે જુહીની ઘરવાળી તેજ ઢોંગ (જે) છેલ્લા વરસે (ફતેહમંદ કર્યો હતો) તે ઢોંગ રમવાની આશામાં ફરીવાર આવી, ત્યારે કાજીએ તેને કહ્યું “મને સ્વતંત્ર કર અને બીજા કોઈને શોધ” અને તેવીજ રીતે કહાણીના અંત સુધી.
- વાર્તા - ૧૭
- ખુદાનું હ. અઝરાયલને સંબોધન. કહે, “આ બધા જીવોમાંથી તેઓના આત્માઓને તેં કબજે કર્યાં, સૌથી વધારે દયા તને કોના ઉપર આવી ?” અને માલિકને અઝરાયલ તરફથી અપાએલો જવાબ.
માતા અને તેમના હસ્તક્ષેપ વગર મહાન ખુદાનું નમરૂદને બચપણમાંથી મોટો કરવાની કહાણી ફરીથી લેવી. - શયબાન રાઈ (૨. અ.)ના ચમત્કારો.
- અમુક માણસે સૂચનાઓ આપી કે તેના મરણ બાદ તેની માલમિલ્કત પોતાના ત્રણેય દિકરાઓમાંથી સૌથી વધારે આળસુ હોય તેને વારસામાં આપવામાં આવે.