મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૧૨
વાર્તા - ૧૨
એક માણસ કે જેને તબ્રીઝના પોલીસ અમલદાર પાસેથી મંજુર થએલી રકમ મળતી હતી અને પેલી મળતી રકમની આશામાં મોટું કરજ કર્યું હતું. જ્યારે કે તે તેના (અમલદારના) મૃત્યુથી સજાગ ન હતો. (વાર્તાનો) સાર એ છે કે તેનું કરજ કોઈ હૈયાત પુરૂષથી ચુકાવાયું ન હતું પણ મરી ગએલા અમલદારથી. કારણ કે જેમ કહેવાયું છે “તે કે જે મરી ગયો અને શાંતી મેળવી તે મરેલો નથી." (ખરેખર) મરેલો માણસ તે છે કે જે પાર્થીવ રીતે જીવંત છે પણ રૂહાનીયત રીતે મરેલ (અજ્ઞાન) છે.
૩૦૧૪ અમુક દરવીશ કે જે કરજમાં ડુબેલો હતો. દુરદુરના મુલકથી તબ્રીઝ આવ્યો.
૩૦૧૫ તેનું કરજ નવ હજાર સોનાના સિક્કાનું હતું. એવું બન્યું કે તબ્રીઝમાં બદરૂદીન ઉમર નામનો એક માણસ હતો.
૩૦૧૬ તે પોલીસ અમલદાર હતો (પણ) દિલમાં તે (સખાવતનો) સમુદ્ર હતો. તેનો દરેક વાળેવાળ હાતીમના રહેવાની જગ્યાને (લાયક) હતો.
૩૦૧૭ હાતીમ જો તે (હૈયાત) હોત તો તેનો એક ભિખારી બન્યો હોત અને (તેની સમક્ષ) માથું મૂક્યું હોત અને પોતાને તેના પગની ધૂળ બનાવી હોત.
૩૦૧૮ જો તેણે એક તરસ્યાને ચોક્ખા પાણીનો એક સમુદ્ર પણ આપ્યો હોત તો પણ તેની ઉદારતા એવી હતી કે તે ઈનામ ઈનાયત કરવામાં તે શરમાએલો બન્યો હોત,
૩૦૧૯ અને જો તેણે એક રજકણને સુર્યના ઉગવાની જગ્યાએ પ્રકાશથી ભરપુર ભરેલ જેવું બનાવ્યું હોત તો પણ તે તેની મહાન ઈચ્છાને અયોગ્ય કાર્ય લાગ્યું હોત.
૩૦૨૦ પેલો ગરીબ અજાણ્યો તેની આશામાં (તબ્રીઝ) આવ્યો કારણ કે ગરીબ અજાણ્યા તરફ તે (હંમેશાં) એક સગા અને કુટુંબી (જેવો) હતો.
૩૦૨૧ પેલો ગરીબ અજાણ્યો તેના દરવાજાથી જાણીતો હતો અને તેના દાનમાંથી અગણીત કરજ ચુકવ્યું હતું.
૩૦૨૨ પેલા દયાળુ ઉપર આધારિત, તે કરજમાં ડૂબ્યો, કારણ કે (ગરીબ) માણસ તેનું (દાન) મેળવવામાં વિશ્વાસુ હતો.
૩૦૨૩ તે તેનાથી અવિચારી બન્યો હતો. પેલા ઉદાર સમુદ્ર (પાસેથી) દોલતમંદ થવાની આશામાં દેવું કરવામાં આતુર બન્યો હતો.
૩૦૨૪ તેના લેણદારો ખિજાએલા દેખાતા, જ્યારે તે આનંદપુર્વક ગુલાબની માફક હસતો (પેલા) તબ્રીઝના બગીચાના કારણે (ખીલતો.)
૩૦૨૫ (જ્યારે) તેની (મુસ્લિમની) પીઠ અરબોના સુર્યથી ગરમ છે, (ત્યારે) ગુલાબની મુછ માટે (વૃથા મશ્કરી) માટે તેને કઈ પરવા છે ?
૩૦૨૬ જ્યારે તેને વરસાદના વાદળાથી કરાર અને જોડાણ છે, ત્યારે પાણી લઈ જનારા તરફ પાણી માટે તેને શી ગરજ હોય ?
૩૦૨૭ જ્યારે જાદુગરો ખુદાના હાથથી જાણીતા બન્યા હતા ત્યારે આ હાથ અને પગોની શું કિંમત હોય છે.
૩૦૨૮ લોંકડી કે જેને પેલા સિંહોનું પીઠબળ છે તે તેની મુઠીથી ચીત્તાની ખોપરીઓ ભાંગી નાખશે.
હ. જાફર (ર.સ.) એક કિલ્લો કબજે કરવા એકલા આગળ વધ્યા અને કિલ્લાના બાદશાહે તેને પાછો વાળવા પોતાના વઝીર સાથે મસલત કરી અને વઝીર બાદશાહને કહ્યું. 'ખબરદાર' તેને તાબે થઈ જાઓ, અને તેની સામે થવાની મુર્ખાઈ કરતા નહિ, કારણ કે આ માણસ (દૈવી) મદદ પામેલો છે અને તેના આત્મામાં ખુદામાંથી મેળવેલ એક મોટી શક્તિ છે. વગેરે.
૩૦૨૯ જ્યારે હ. જાફર એક કિલ્લા સામે આગળ વધ્યા ત્યારે કિલ્લો તેમના સખત તાળવાને એક કોળીઓ દેખાણો.
૩૦૩૦ એકલા સવાર થઈ, તેમણે કિલ્લા સુધી હુમલો કર્યો કે જેથી રખેવાળ ફોજે બીકમાં કિલ્લાનો દરવાજો બંધ કર્યો.
૩૦૩૧ લડાઈમાં તેમની સામે જવાની કોઈએ હિંમત કરી નહિ. મહાકાય દરિયાઈ પ્રાણીથી અથડાવા વહાણના ખલાસીને કઈ હોજરી છે ?
૩૦૩૨ બાદશાહ પોતાના વઝીર તરફ ફર્યો, “ઓ સલાહ આપનાર, આ કટોકટીમાં શું કરવું જોઈએ ?"
૩૦૩૩ તેણે જવાબ આપ્યો, (એક માત્ર ઈલાજ છે) કે તમારે ગર્વ અને લુચ્ચાઈને છોડી દેવી જોઈએ અને તમારા પોતાને તેની દયા ઉપર છોડી દેવો જોઈએ.
૩૦૩૪ બાદશાહે કહ્યું “શા માટે ? શું તે એક જ માણસ અને એકલો નથી ?” તેણે (વઝીરે) જવાબ આપ્યો, “માણસની એકલતા ઉપર ધિક્કારપૂર્વક જુઓ નહિ.”
૩૦૩૫ તમારી આંખ ખોલો,કિલ્લા તરફ સારી રીતે જુઓ, તે તેની આગળ પારાની માફક ધ્રુજે છે
૩૦૩૬ તે પલાણ ઉપર એકલો બેસે છે (પણ) તેના અવયવ પૂર્વ અને પશ્ચિમના એક (લશ્કરની) ટુકડી તેનો સાથ કરતી હોઈ તેની માફક અચળ છે.”
૩૦૩૭ ‘ફિદાઈઓ’ની માફક કેટલાય માણસો આગળ ધસ્યા અને તેનો સામનો કરવા આવ્યા.
૩૦૩૮ તેણે પોતાની ગદાના ઘાથી તેમનામાંના દરેકને પછાડ્યા, (કે જેથી તેઓ) તેના ઘોડાના પગ આગળ મથાભર પડયા.
૩૦૩૯ ખુદાના (ગતિમાન) કાર્યે એવી એક શક્તિ તેમને આપી હતી કે (આખી) એક પ્રજાને એકલે હાથે ફટકારતો હતો.
૩૦૪૦ જ્યારે મારી આંખે પેલા (રૂહાનીયત) શહેનશાહનો ચહેરો નિહાળ્યો, ત્યારે (બધી) અનેકતા મારી દ્રષ્ટિમાંથી અદ્રષ્ય થઈ.
૩૦૭૨ “હું આસમાનોમાં અથવા શુન્યાવકાશમાં અથવા માનવંત સમજણો અને આત્માઓમાં સમાતો નથી.
૩૦૭૩ (પણ) એક સાચા ઈમાનદારના દિલમાં એક મહેમાન તરીકે પાત્રતા અથવા વ્યાખ્યા અથવા વર્ણન વગર હું સમાઈ જાઉં છું.
૩૦૭૪ અંતે કે બીજા બધા ઉપર અને નીચે પેલા દિલની દરમ્યાનગીરીથી મારી પાસેથી બાદશાહીઓ અને સદકિસ્મતો જીતી શકે.
૩૦૭૫ આવી એક આરસી (દિલ) વગર જમીન કે ઝમાનો મારી ખુબસુરતીના “દિદાર"ની લાયકાત મેળવી શકે નહિ.
૩૦૭૬ મેં મારી દયાના ઘોડાને બંને દુનિયા ઉપર છલંગ મારતો બનાવ્યો. મેં એક ઘણી વિશાળ આરસી બનાવી.
૩૦૭૭ આ આરસીમાં દરેક પળે પચાસ (રૂહાનીયત) શાદી સમારંભો (દેખાય છે). આરસી તરફ ધ્યાન દે, પણ તેનું વર્ણન કરવાનું (મને) પૂછતો નહિ,
૩૦૯૬ પ્રેમનું કામકાજ (દિલમાં) પેલી બારી બનાવવાનું છે. કારણ કે દિલ પેલા પ્રિયતમની ખુબસુરતીથી શણગારાય છે.
૩૦૯૭ તેથી પ્રિયતમના ચહેરા ઉપર સતત નજર નાખ્યા કર, ઓ બાપ, સાંભળ, આ તારી શક્તિમાં છે.
૩૦૯૮ આંતરિક ભાગોમાં એક રસ્તો તારા માટે તૈયાર કર, (ખુદા) સિવાય બીજાથી સંબંધીત જે નિરખવાનું છે તે છોડી દે.
માણસ કે જે (મોટા) કરજમાં ઉતરી ગયો અને પોલીસ અમલદારનો સદ્દભાવ મેળવવાની આશામાં તબ્રીઝ આવ્યો તેની બાકી રહેલી કહાણી.
૩૧૦૬ ગરીબ અજાણ્યો, તેના કરજના કારણે બીકમાં ડુબેલો હતો, શાંતીના ઘર તરફ રવાના થયો.
૩૧૦૭ તે તબ્રીઝ અને ગુલાબના બગીચાના વિભાગ તરફ ગયો, તે તેની આશા સહેલાઈથી પુરી થવાની ઉમેદ ધરાવતો હતો.
૩૧૦૮ તબ્રીઝના ભવ્ય બાદશાહી શહેરમાંથી તેની આશા ઉપર પ્રકાશના કિરણો અથડાતા હતા.
૩૧૦૯ તેનો આત્મા મિસરના મિલન અને યુસુફમાંથી સુવાસિત (ફુંકાતી) હુંફ અને (અમીર) માણસની પેલી ફળવાડીમાં આનંદથી હસતો હતો.
૩૧૧૦ તેણે બુમ પાડી, ઉંટના દળરક્ષક, મને (ઉતરવા માટે) મારા ઉંટને ઘુંટણીએ પડવા દે, મારી મદદ આવી પહોંચી છે અને મારી જરૂરીયાત ઉડી ગઈ છે.
૩૧૧૧ ઓ મારા ઉંટ, ઘુંટણીએ પડ, મારી બાબતો વધી ગઈ છે, ખરેખર, તબ્રીઝ એવી જગ્યા છે. કે જ્યાં બાદશાહો ઉતરે છે (અને વસવાટ કરે છે).
૩૧૧૨ ઓ મારા ઉંટ, ચરાણની આજુબાજુ ચર. તબ્રીઝ આપણા માટે સર્વોતમ દાનનું મૂળ છે.
૩૧૧૩ ઓ ઉંટ સવાર, ઉંટો ઉપરથી ભાર ઉતારો, તે તબ્રીઝ શહેર છે. અને ગુલાબના બગીચાનો વિભાગ છે.
૩૧૧૪ આ બગીચાને બહિશ્તની ખુબસુરતી છે. આ તબ્રીઝને બહિશ્તની ચમક છે.
૩૧૧૫ વખતની દરેક પળે આત્માથી પ્રસારીત થએલ આનંદ સુવાસો પ્રગટાવતો, અવકાશ ઉપરથી તરતો તરતો તબ્રીઝના લોકો ઉપર ઉડતો હતો.
૩૧૧૬ જ્યારે ગરીબ અજાણ્યાએ અમલદારનું ઘર શોધ્યું, લોકોએ તેને કહ્યું કે પ્રેમાળ ચાલ્યો ગયો છે.
૩૧૧૭ તેઓએ કહ્યું “ગઈ પરમ દિવસે તેને આ દુનિયાથી હટાવાયો છે, તેના ઉપર પડેલા સંતાપ માટે (દરેક) સ્ત્રી અને પુરૂષ (દિલગીરીથી) ફિક્કા થયા છે.
૩૧૧૮ તે અવકાશી મોર બહિશ્તમાં ગયો છે. જ્યારે કે બહિશ્તના સુચનથી સુગંધ અદ્રષ્ય સંદેશવાહકોમાંથી તેને પહોંચી.
૩૧૧૯ અલબત (રક્ષણ શોધતા) લોકો માટે તેનો પડછાયો પનાહ હતી, સુર્ય તેની ઉપર જલ્દીથી ફરી વળ્યો.
૩૧૨૦ તેણે ગઈ પરમ દિવસે આ કિનારા ઉપરથી પોતાની હોડી હડસેલી મેલી, શેઠ આ દિલગીરીના ઘરથી ધરાઈ ગયો હતો.
૩૧૨૧ ગરીબ માણસ ચીસ પાડી ઊઠયો અને બેભાન બની પડ્યો. તમો કહેશો કે તેણે પણ (પોતાના દોસ્તના) પગલે પ્રેતને છોડી દીધું હતું.
૩૧૨૨ પછી તેઓએ દ્રાક્ષાસવ અને પાણી તેના ચહેરા ઉપર છાંટ્યા. તેના સાથી મુસાફરો રોયા અને તેની હાલત ઉપર વિલાપ કર્યો.
૩૧૨૩ તે રાત્રી પડતાં સુધી બેભાન રહ્યો અને પછી તેનો આત્મા અર્ધ મરેલો અદ્રષ્યમાંથી પાછો ફર્યો.
અમલદારના મૃત્યુની ગરીબ અજાણ્યાને ખબર આપવી અને એક પેદા કરાએલા જીવ ઉપર આધાર રાખવા માટે ખુદાની માફી માગવી અને પેદા કરાએલા જીવના દાન ઉપર પોતાની ઉમેદો રાખવા (પસ્તાવું). તેણે ખુદા પાસેથી મેળવેલા આશીર્વાદો યાદ કરવા અને ખુદા તરફ પાછા ફરવું અને પોતાના પાપનો પશ્ચાતાપ કરવો. “પછી પેલાઓ કે જેઓ તેને બીજાઓ સાથે સરખો માનતા નથી.”
૩૧૨૪ જ્યારે તે પોતાના ભાનમાં આવ્યો, તેણે કહ્યું “ઓ પેદા કરનાર, હું મારી આશાઓ તારા પેદા કરેલા જીવ ઉપર મુકતો હતો.
૩૧૭૦ ત્યારે (જનાવરી) આત્મા શું છે કે તેના ઉપર તમારે આધાર રાખવો જોઈએ ? ખુદા તેના પ્રેમથી તમને જીવતા રાખશે.
૩૧૭૧ તેની પાસેથી પ્રેમનું જીવન માર્ગો અને (જનાવરી) આત્મા માટે માગણી કરતા નહિ. તેની પાસેથી (રૂહાનીયત) ખોરાક માગો અને રોટલા માટે માગણી કરતા નહિ.
૩૧૮૩ ચિત્રોના રૂપોનો આખો સરવાળો (માત્ર) નદીના પાણીમાંનો એક પડછાયો છે. જ્યારે તમો તમારી આંખ ઘસશો (તમો નિરખશો કે) તેમનામાંના બધા ખરેખર 'તે' છે,
૩૧૮૪ ફરીવાર તેની (કરજદારની) સમજણે (તેને) કહ્યું. “આ બેવડું જોવું મુકી દે, સુરકો દ્રાક્ષાસવ છે, અને દ્રાક્ષાસવ સુરકો છે.
૩૧૮૫ જ્યારે કે (દ્રષ્ટિના) ખામીપણા અંગે, તમોએ શેઠને (ખુદા સિવાય) બીજો બોલાવ્યો છે, ઓ બેવડી નજરવાળા અદેખા, બાદશાહ આગળ શરમ રાખ.
૩૧૮૬ શેઠ કે જે અવકાશની પાર પસાર થઈ ગયો છે તેને આ અંધારામાં ઉંદરો સાથે મળતીઓ બનેલો ધારતો નહિ.
૩૧૮૭ શેઠને એક આત્મા માફક નિરખ, એક હલકી કાયા જેવો તેને જો નહિ, તેને એક મજજા માફક નિહાળ, તેને એક હાડકાં માફક જો નહિ.
૩૧૮૮ શ્રાપિત ઈબ્લીસની આંખથી શેઠ તરફ જો નહિ. અને તેને માટી સાથે ન જોડો (તેના મૂળનો ઉલ્લેખ કરો).
૩૧૯૦ આ (શેઠ) (બીજા) પ્રતિબિંબોને મળતો છે, પણ હકીકતમાં) તે એક પ્રતિબિંબ નથી. તે પ્રતિબિંબના દેખાવમાં ખુદાનો બાહ્યાકાર છે.
૩૧૯૪ જ્યારે એક માણસ નદીમાં સફરજનનું પ્રતિબિંબ જુએ છે અને તેમને નિરખતા પોતાનું પહેરણ (ખરા) સફરજનથી ભરે છે.
૩૨૦૪ તેના (સંપૂર્ણ માનવ)ના વખાણ કરવા અને સ્તુતિ કરવી એ ખુદાના વખાણ છે, સંપૂર્ણ માનવના આત્મામાં આ રહેમત ઊગે છે.
૩૨૦૫ સફરજનો આ ટોપલીમાંથી સુંદર જાતિમાં ઉગે છે, તેમાં કાંઈ નુકસાન નથી કે જેને તમો તેના ઉપર ‘ઝાડ'નું નામ ઈનાયત કરો.
૩૨૧૨ તે (શેઠ) નહિવત બન્યો છે, ઓ ગર્વિષ્ઠ આદમી, તેને અસ્તિત્વવાળો કહી બોલાવ નહિ, આના જેવી નદીમાં ઢેફું સુકું કેમ રહે ?
૩૨૧૫ 'બે' કહે નહિ, 'બે' જાણ નહિ, 'બે' બોલાવ નહિ, ગુલામને તેના શેઠમાં ભુંસાએલ બનેલો નિહાળ.
૩૨૧૬ શેઠ તેવી જ રીતે નહિવત અને મરેલો અને હરાવેલો અને શેઠ પેદા કરનારમાં દટાએલો છે.
૩૨૧૯ જ્યારે તમો બે જોશો ત્યારે તમે બન્ને બાજુના વંચિત રહેશો, જ્યારે ખુદા પોતેજ પોતાની કિર્તી જાહેર કરે છે ત્યારે ખુદીનો આભાસ અદ્રષ્ય થાય છે.
માણસ કે જે બેવડું જુએ છે તેની બોધવાર્તા, તે કાશ શહેરમાં એક અજાણ્યા જેવો છે, કે જેનું નામ ઉમર હતું. આ(નામના) કારણે તેને (વસ્તુની ના પાડી અને) એક દુકાનથી બીજી દુકાને ધકેલ્યો. તેણે પારખ્યું નહિ કે બધી દુકાનો આ બાબતમાં એક હતી કે તેઓ (દુકાનદારો ‘ઉમર'ના નામે રોટી વેચશે નહિ. (તેથી તેણે પોતાને કહ્યું નહિ) અહીં (અને અત્યારે જ) હું મારી ભુલ સુધારીશ (અને કહે) મેં એક ભુલ કરી છે. મારૂં નામ ઉમર નથી. જ્યારે હું મત બદલીશ અને આ દુકાનમાં મારી ભુલ સુધારીશ, ત્યારે હું શહેરની બધી દુકાનોમાંથી રોટી મેળવીશ, ૫ણ જો, મારી ભુલ સુધાર્યા વગર હું મારું નામ રાખીશ અને આ દુકાનેથી (બીજી) તરફ ભટકીશ, તો (પછી) હું 'બ્રેડથી વંચિત બનીશ અને બેવડું જોઈશ, કારણકે મેં આ બધી દુકાનો એકબીજીથી જુદી નિહાળી છે.
૩૨૨૧ જો તમારૂં નામ ઉમર છે તો કાશ શહેરમાં કોઈપણ તમને એક પણ પાંઉ રોટી એકસો સિક્કાથી પણ વેચશે નહિ.
૩૨૨૨ જ્યારે તમો એક દુકાને કહેશો, “હું ઉમર છું, મહેરબાની કરી આ ઉમરને એક પાંઉરોટી વેચાતી આપો.”
૩૨૨૩ તે (ભઠિયારો) કહેશે, પેલી બીજી દુકાને જાઓ, પેલી (દુકાનની) એક પાંઉરોટી અહીંની પચાસ કરતાં વધુ સારી છે.
૪૨૨૪ અને પછી બેવડું ન જોવાથી પેદા થયેલ પ્રકાશે, કાશના તેના (ભઠિયારાના) દિલ ઉપર કિરણો ફેંક્યા હોત અને ઉમર અલી બન્યો હોત.
૩૨૨૫ આ (ભઠિયારો) કહે છે. આ જગ્યાએથી (દુકાનેથી) પેલો બીજા ભઠિયારાને કહે છે. ઓ ભઠિયારા, આ ‘ઉમરને પાંઉરોટી વેચજે.’
૩૨૨૬ અને તે પણ ઉમરનું (નામ) સાંભળતાં (તમારાથી) પાંઉને અટકાવશે અને (તમને) દુરની બીજી દુકાન તરફ મોકલશે.
૩૨૨૭ કહે છે, “ઓ મારા ભાગીદાર, આ ઉમરને પાંઉરોટી આપજે. એટલે કે મારા કહેવાના (અવાજમાંથી) (મારો ખરો અર્થ) તારવી લેજે.”
૩૨૨૮ તે પણ (બીજા ભઠિયારામાંથી) તમને આગળ ધકેલશે. (તેને કહેશે) સાંભળ, થોડી પાંઉરોટી મેળવવા ઉમર આવ્યો છે.
૩૨૨૯ જ્યારે કે તમો એક દુકાનમાં ઉમર બન્યા છો તો તમારે રસ્તે જાઓ અને કાશાનમાંથી પાંઉરોટી મેળવવાની આશા રાખતા નહિ.
૩૨૩૦ પણ જો તમો એક દુકાનમાં કહ્યું હોત, (હું) અલી (છુ) (તો પછી તમોએ) કાંઈપણ તકલીફ વગર અને એક દુકાનેથી બીજી દુકાને પસાર થયા વગર આ દુકાનેથી પાંઉરોટી મેળવી હોત.
૩૨૪૭ આ ચર્ચા અંત વગરની છે, ગરીબ અજાણ્યો ખૂબજ રોયો. શેઠના (મરણના) કારણે તે હૃદયભગ્ન બન્યો હતો.
તબ્રીઝ શહેરના બધા ભાગોમાંથી (અમલદારના) બેલીફે ફંડ ઉઘરાવ્યું અને એક નાની રકમ ભેગી કરવામાં આવી. અને ગરીબ અજાણ્યાનું અમલદારની કબરની મુલાકાતે જવું અને (તેની મદદ માટે) બંદગી રૂપે ધ્યાન એકઠું કરવાની રીતે તેની કબર ઉપર તેની દયાજનક હાલત રજુ કરવી.
૩૨૪૮ તેના દેવાનું દુ:ખ નામીચું બન્યું અને બેલીફ તેના દુઃખથી મુંઝાયો હતો.
૩૨૪૯ તે (બેલીફ) ફંડ એકઠું કરવા શહેરની આજુબાજુ અને દરેક જગ્યાએ (લાગણી આકર્ષવા) ગયો. જે બન્યું હતું તે બધું તેણે કહી બતાવ્યું.
૩૨૫૦ (પણ) પેલા ભાવીક ભિખારીને ભીખ માગવામાં એક સો દિનાર કરતાં વધુ મળ્યા નહિ.
૩૨૫૧ (પછી) બેલીફ તેની પાસે આવ્યો અને તેનો હાથ પકડયો અને પેલા ખૂબજ ઉદાર માણસની કબરની મુલાકાતે તેને લઈ ગયો.
૩૨૯૯ (ઓ શેઠ) મેં બેધ્યાનપણે નવ હજાર સોનાના સિક્કાઓનું કરજ કર્યું છે, તું ક્યાં છે કે આ બધો કચરો સાફ બને ?
૩૩૦૦ તું ક્યાં છો કે લીલા બગીચાની માફક હસતો તું કહેત, “પેલી (રકમ) અને તેનાથી વધુ દસ ગણી મારી પાસેથી લઈ જા.”
૩૩૦૧ તું ક્યાં છો કે મને હસતો બનાવે અને સદભાવ બતાવે અને માલીકોની માફક લાભદાયી બને ?
૩૩૦૨ તું ક્યાં છો કે તું મને તારા ખજાનામાં લઈ જાય અને મારા કરજ અને ગરીબાઈમાંથી મને મુક્ત બનાવે ?
૩૩૦૩ (જ્યારે કે) હું ચાલુ રીતે 'બસ' કહું છું અને તું મારો દાનશીલ દોસ્ત, જવાબ આપે છે “મારા દિલની ખાતર આ પણ કબુલ કર.”
૩૩૦૪ (કાયાની) માટી નીચે આ દુનિયાનો સમાવેશ કેમ થાય ? બહિશ્તનો સમાવેશ દુનિયામાં કેમ બને ?
૩૩૦૫ ખુદા બચાવે ! તું અત્યારે અને તારા જીવન દરમ્યાન આ બંન્ને દુનિયાથી પર હતો.
૩૩૦૬ એક પંખી અદ્રષ્યના વાતાવરણમાં ઉડે છે, તેનો પડછાયો જમીનના એક ટુકડા ઉપર પડે છે
૩૩૦૭ કાયા દિલના પડછાયાના પડછાયાનો પડછાયો છે, દિલના ઉંચા દરજ્જાને લાયક કાયા કેમ હોય ?
૩૩૦૮ એક માણસ ઉંઘમાં પડેલો છે, તેનો આત્મા સુર્યની માફક આકાશમાં પ્રકાશે છે જ્યારે તેની કાયા પથારીમાં પડેલી છે,
૩૩૦૯ તેનો આત્મા ખાલી સ્થાનમાં (એક કપડામાં અંદર સીવેલી) કોરની માફક સંતાએલ છે, તેની કાયા એક ચાદરની નીચે આમતેમ ફરતી હોય છે.
૩૩૨૪ હું નવ હજાર (દિનારના) કરજમાં છું અને સહારો નથી (માત્ર) એક આ ફાળામાંથી એક સો દિનાર છે.
૩૩૨૪ ખુદાએ તને (આ દુનિયામાંથી) ઉપાડી લીધો છે અને હું તકલીફમાં રહી ગયો છું.
૩૩૨૫ (અહીંથી) નિરાશ જાઉં છું. ઓ તું કે જેની માટી મીઠી છે !
બેલીફ (પ્રતિનિધી) અને ગરીબ કરજવાળાની કહાણી. તેઓ ખ્વાજાની કબરમાંથી પાછા ફર્યા અને બેલીફનું ખ્વાજાને સ્વપ્નામાં જોવું, વિગેરે.
૩૫૧૮ આ સુંદર ઉપકથા છેડા વગરની છે, જ્યારે ગરીબ અજાણ્યો ખ્વાજાની કબરેથી પાછો ફર્યો.
૩૫૧૯ બેલીફ તેને પોતાને ઘરે લઈ ગયો અને એકસો દિનારની થેલી તેણે તેને હવાલે કરી.
૩૫૨૦ તે તેને માટે મિઠાઈ લાવ્યો અને તેને વાર્તાઓ કહી કે જેથી આશાની લાગણીમાંથી તેના દિલમાં એક સો ગુલાબો ખીલી ઉઠ્યા.
૩૫૨૧ તેણે (બેલીફે) પોતાના હોઠો આબાદ હાલત કે જે સખત મહેનત ભોગવ્યા બાદ મેળવી હતી તે જણાવવા પોતાના હોઠો ખોલ્યા.
૩૫૨૨ મધ્યરાત્રી પસાર થઈ ગઈ, અને (તે) ફરી ફરી વાત વર્ણવતો હતો. (પછી) ઉંઘ તેઓને ઉઠાવી ગઈ કે જ્યાં આત્માઓને રોજી આપવામાં આવે છે.
૩૫૨૩ તે રાત્રીએ બેલીફે સ્વપ્નું જોયું કે (સ્વર્ગીય) મહેલમાં ઉંચા આસને આશીર્વાદીત ખ્વાજા બેઠેલો હતો.
૩૫૨૪ ખ્વાજાએ કહ્યું, ‘ઓ ઉત્તમ બેલીફ. તેં જે કહ્યું છે તેનો દરેકે દરેક મુદ્દો મેં સાંભળ્યો છે.
૩૫૨૫ પણ મને જવાબ દેવાનો હુકમ હતો નહિ. માર્ગદર્શન મળ્યા વગર હું મારા હોઠ ખોલવા હિંમત કરી શકું નહિ.
દોસ્ત કે જે તેને (મળવા) આવ્યો હતો કે જેનું કરજ ચુકવવાના સાધનો ખ્વાજાએ સ્વપ્નામાં બેલીફને જાહેર કર્યાં અને તેણે જગ્યા કે જ્યાં નાણું દાટેલું હતું તે સમજાવ્યું.
૩૫૩૩ હવે મારા નવા મહેમાન માટે દાન (કે જે મેં અનામત રાખ્યું છે) તેની વાત સાંભળો. મેં અગાઉથી જાણી લીધું હતું કે તે આવી પહોંચશે.
૩૫૩૪ અને મેં તેના કરજના સમાચાર સાંભળ્યા હતા (તેથી) મેં બે કે ત્રણ હીરાઓ બાંધી રાખ્યા હતા.
૩૫૩૫ કે જે તેનું દેવું ભરવા માટે પુરતા અને વધારે છે, (મેં આમ કર્યું) કારણ કે મારા મહેમાનનું દિલ ઝખમી થવું ન જોઈએ.
૩૫૩૬ તેને નવ હજાર સોનાના સિક્કાનું કરજ છે, આમાંના કેટલાક (હીરાઓ)માંથી તેનું કરજ ભરપાઈ કરવા દયો.
૩૫૩૭ તેમનામાના ઘણા રાખી મુકવામાં આવ્યા છે. (આ વધારો) ભલે મોટો બને અને એક આશીર્વાદમાં મને પણ ઉમેરો.
૩૫૩૮ હું તેને તે મારા પોતાના હાથથી આપવાની ઇચ્છા રાખતો હતો. આ (બધી) બાબતનો દસ્તાવેજ ફલાણી યાદી બુકમાં લખેલ છે.
૩૫૩૯ તેમ છતાં, મૃત્યુએ મને ગુપ્ત રીતે એડનના મોતીઓ તેને હવાલે કરવાની રજા આપી નહિ.
૩૫૪૦ તેનું કરજ (ભરપાઈ કરવા) માટે માણેકો અને ઝવાહીરો એક ચોકકસ વાસણમાં (રાખેલા છે) કે જેના ઉપર તેનું નામ લખેલું છે.
૩૫૪૧ મેં તેને અમુક ખામણામા દાટેલ છે. મેં મારા જુના દોસ્ત માટે કાળજી રાખી છે.
૩૫૫૮ તે (બેલીફ) ઉંઘમાંથી સફાળો ઉભો થયો (ખુશાલીમાં) આંગળીઓ કરડતા, ક્યારેક પ્રેમના ગીતો ગાતો અને ક્યારેક રૂદન કરતો.
૩૫૫૯ મહેમાને (કરજદારે) કહ્યું “કઈ ગાંડી લાગણીમાં તમો ફસાયા છો ? ઓ બેલીફ, તમો મદહોશી અને ખુશીયાલીમા જાગૃત થયા છો.
૩૫૬૦ ઓ માનવંતા, તમોએ ગઈ રાત્રીના કેવું સ્વપ્નું જોયું તેની મને નવાઈ લાગે છે કે જેથી તમો શહેર કે મેદાનમાં સમાઈ શકતા નથી.
૩૫૬૧ તમારા હાથીએ હિન્દનું સ્વપ્નું જોયું છે, કારણ કે તમો તમારા દોસ્તના વાતાવરણમાંથી ભાગી છુટયા છો.
૩૫૬૨ તેણે જવાબ આપ્યો “મેં એક ગાંડું સ્વપ્નું નિહાળ્યું છે, મેં મારા દિલમાં એક સૂરજ જોયો છે.
૩૫૬૩ મેં મારા સ્વપ્નામાં જાગૃત ખ્વાજાને જોયો કે જેણે (ખુદાના) ‘દીદાર' માટે પોતાની જિંદગી છોડી દીધી.
૩૫૬૪ મેં મારા સ્વપ્નામાં ખ્વાજા, ઈચ્છિત વસ્તું દાનમાં દેનારને જોયો કે જે જો કાંઈ (ભયંકર) બનાવ બને તો એકલો એક હજાર જેવો હતો.
૩૫૬૫ નશામાં અને બેખુદીમાં તેણે આવી રીતની યાદી ચાલુ રાખી, ત્યાં સુધી કે બેખુદીમાંથી સમજણ અને ભાનમાં આવ્યો.
૩૫૬૬ તે પડયો અને ઓરડાના મધ્ય ભાગમાં સારા એવા વખત માટે આરામ કર્યો. લોકોનું એક ટોળું તેની આજુબાજુ જમા થયું.
૩૫૬૭ (જયારે) તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે કહ્યું “ઓ આશીર્વાદના સમુદ્ર, ઓ તું કે જેણે ભાનના રૂપો બેભાનીના સ્ટોકમાં સંઘર્યા છે.
૩૫૬૮ તેં ઉંઘમાં એક જાગૃતી ભરી રાખી છે, તે એક કે જેનું દિલ ગુમાવાયું છે તેવી હાલતવાળા ઉપર એક સત્તા જોડી રાખી છે.
૩૫૬૯ તેં ગરીબાઈની નમ્રતામાં દૌલત સંતાડી છે, તેં ગરીબાઈની લોઢાની સાંકળને દૌલતનો હાર પહેરાવ્યો છે.
૩૫૮૧ ગાય જેવી કાયામાં એક શાહજાદો હોય છે, એક ખજાનાને ખંડેરમાં રાખવામાં આવે છે.
૩૫૮૨ અંતમાં કે એક ઘરડો ગધેડો, અક્કલનો ઈબ્લીસ, કદાચ પેલા ખજાનામાંથી ભાગી છૂટે અને (માત્ર) ગાયજ જુએ અને બાદશાહ જુએ નહિ.
યા અલી મદદ