Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૧૧

વાર્તા - ૧૧

0:000:00

રાત્રીના ચોરો કે જેમની સાથે સુલતાન મહમુદ રાત્રી દરમ્યાન (જોડાયો) કહીને “હું પણ તમારામાનો એક છું” અને તેમની હકીકતોથી કેમ મળતીયો થયો તે વિષે.

૨૮૧૬ જ્યારે બાદશાહ મહમુદ રાત્રીના એકલો ભટકતો હતો, ત્યારે તેને ચોરોના એક ટોળાનો અચાનક ભેટો થઈ ગયો.

૨૮૧૭ આથી તેઓએ તેને કહ્યું “ઓ પ્રમાણિક આદમી, તમે કોણ છો ?” બાદશાહે જવાબ આપ્યો, “હું પણ તમારામાંનો એક છું.”

૨૮૧૮ (ચોરોમાના) એકે કહ્યું, ઓ લુચ્ચાઈના કાબેલ સમુહ, આપણામાના દરેકને તેની (ખાસ) પ્રકૃતિ (talent)ને જાહેર કરવા દો.

૨૮૧૯ તેના સાથીદારોને રાત્રીની વાતમાં કઈ (પ્રખ્યાત) કળા પોતાની પ્રકૃતિમાં ધરાવે છે તે તેને કહેવા દો.

૨૮૨૦ એકે કહ્યું. “ઓ તમો સાથીદારો કે જેઓ (તમારી) હુશીયારીનું પ્રદર્શન કરો છો, મારી વિશિષ્ટતા મારા કાનોમાં રહેલી છે.

૨૮૨૧ (તે આ છે) એક કુતરો જ્યારે ભસે છે ત્યારે તે શું કહે છે તે હું જાણું છું. બાકીના સમુહે કહ્યું “તારી હુશીયારી નજીવી છે.”

૨૮૨૨ બીજા (ચોરે) કહ્યું “ઓ સોનાના પુજારીઓ, મારી વિશિષ્ઠતા સંપૂર્ણપણે મારી આંખમાં રહેલી છે.

૨૮૨૩ જો હું કોઈને પણ દુનિયામાં રાત્રીના જોઉં તો કાંઈપણ શંકા વગર દિવસના તેને ઓળખી કાઢું."

૨૮૨૪ બીજાએ કહ્યુ “મારી વિશિષ્ઠતા મારા હાથમાં રહેલી છે. હું (દિવાલોમાં) મારા હાથમાં રહેલા જોરથી બાકોરૂં પાડી શકું છું.”

૨૮૨૫ બીજાએ કહ્યું “મારી વિશિષ્ઠતા મારા નાકમાં રહેલી છે, મારૂં કામ (જુદી જુદી) જમીનમાં લાક્ષણિક સુગંધ શોધી કાઢવાનું છે.

૨૮૨૬ “માણસો ખાણો છે”ની ગુપ્તતા પોતે જ (મને) ઉપજાવે છે, કે જેથી શા માટે નબી સાહેબે તેમ કહ્યું છે. (તે હું જાણું છું.)

૨૮૨૭ કાયાની માટીમાં સુંઘવાથી હું તેમાં કેટલી સારી ધાતુ (સંતાએલ છે) અને તેમાં કેવી જાતની (ખાણ) છે તે હું જાણું છું.

૨૮૨૮ એક ખાણમાં અમાપ સોનું સમાએલ છે જ્યારે બીજીની (બાબતમાં) મળતા નફા કરતાં વધુ ખર્ચા થાય (તેવી હોય છે).

૨૮૨૯ મજનુનની માફક હું માટી સુંઘું છું. અને લયલાનું રહેઠાણ કાંઈ પણ ભુલ વગર (માટી) બતાવે છે.

૨૮૩૦ હું સુંઘુ છું અને દરેક પહેરણની વાસ ઉપરથી જાણું છું કે તે હ. યુસુફ (અ.સ.)નું છે કે સેતાનનું છે ?”

૨૮૩૧ હ. મુહમ્મદ (ર.સ.અ)ની માફક કે જેઓ યમનથી સુવાસ પકડી શકતા હતા, મારા આ નાકે પેલા (રૂહાની વૃત્તિ)નો થોડો ભાગ મેળવ્યો છે.

૨૮૩૨ (કે જેથી હું સુંઘું છું કે) કઈ માટી સોનાની ભરેલી છે અથવા કઈ ખાલી છે કે કંગાળ.

૨૮૩૩ બીજાએ કહ્યું “અહીં જો, મારી વિશિષ્ટતા મારી મુઠીમાં છે, હું એક ફાંસલાને પર્વત જેટલી ઉંચાઈએ ફેંકી શકું છું.

૨૮૩૪ હ. મુહમ્મદ (ર.સ.અ)ની માફક કે જેઓના આત્માએ એક ફાંસલો એટલે ઉંચે ફેંક્યો કે તેમનો ફાંસલો તેઓને બહિશ્તમાં લઈ ગયો,”

૨૮૩૫ અને ખુદાએ તેને કહ્યું “ઓ અવકાશી ઘર તરફ ફાંસલો ફેંકનાર, ફેંકવાનું કાર્ય મારાથી બનેલું નિહાળ, “જ્યારે તેં ફેંકી ત્યારે તેં ફેંકી ન હતી.”

૨૮૩૬ ૫છી તેએાએ (ચોરોએ) બાદશાહને પૂછયું “કહે, ઓ સત્તાના આદમી તારી ખાસ હુશિયારી કઈ ચીજમાં છે ?

૨૮૩૭ તેણે જવાબ આપ્યો, “મારી વિશિષ્ઠતા મારી દાઢીમાં રહેલી છે, હું ગુનેહગારોને સજામાંથી બચાવી શકુ છું.

૨૮૩૮ જ્યારે ગુનેહગારોને સજા કરનારાને સુપ્રદ કરવામાં આવે છે ત્યારે જેવી મારી દાઢી હાલે છે તેવાજ તેઓ બચાવાય છે.

૨૮૩૯ જ્યારે હું દયામાં મારી દાઢી હલાવું છું, તેઓ (સજાનો અમલ કરનારા) કતલ કરવું અને (બધી) તકલીફો મુકીદે છે.”

૨૮૪૦ સમુહે તેને કહ્યું “તું અમારો ચાંદ છો” કારણ કે તમો તકલીફના દિવસે મુક્તિના સાધન બનશો.

૨૮૪૧ ત્યારબાદ તેઓ બધા એક સાથે બહાર પડ્યા, અને સદ્કિસ્મતના બાદશાહના મહેલ તરફ ગયા.

૨૮૪૨ જ્યારે એક કુતરો જમણી તરફ ભસ્યો (તેમનામાંના એકે) કહ્યું “તે કહે છે બાદશાહ તમારી સાથે છે.”

૨૮૪૩ ટેકરીના મથાળેથી બીજાએ જમીન સુંઘી અને કહ્યું “આ એક વિધવાની માલિકીનું ઘર છે”

૨૮૪૪ પછી ફાંસલો ફેંકવાના નિપુણે પોતાનો ફાંસલો ફેંક્યો કે જેથી તેઓ ઉંચી દીવાલ ઉપર પહોંચ્યા,

૨૮૪૫ જ્યારે પેલા (ચોરે) બીજી જગ્યાએ માટી સૂંધી. તેણે કહ્યું “તે એક અજોડ બાદશાહના ખજાનાની જમીન છે.

૨૮૪૬ બાંકોરૂ પાડનારે બાંકોરૂ પાડ્યું અને ખજાનાના ઘરમાં પહોંચ્યા. દરેક જણે ખજાનામાંથી કેટલોક સામાન ઉઠાવી લીધો.

૨૮૪૭ ટોળું ઘણું સોનું અને સોનેરી ભરત ભરેલ કાપડ અને મોટા મોતીઓ ઉઠાવી ગયું અને જલદીથી તેમને સંતાડી દીધું.

૨૮૪૮ બાદશાહે સ્પષ્ટ રીતે તેઓના રહેવાની જગ્યા અને તેઓના રૂપરંગ અને નામો અને ક્યાં તેઓએ આસરો લીધો અને કયા રસ્તે ગયા તે બધું જાણી લીધું.

૨૮૪૯ તે તેઓથી જુદો પડ્યો અને મહેલે પાછો ફર્યો અને બીજા દિવસે સભાગૃહમાં તેના સાહસની વાત કરી.

૨૮૫૦ આથી ઝનુની અમલદારો પકડવા દોડ્યા અને તેમના હાથ શરીર સાથે બાંધી લીધા.

૨૮૫૧ તેઓ (ચોરો) સભાગૃહમાં હાથકડી પહેરેલા મળ્યા, અને તેઓ પોતાની જિંદગીની બીકે ધ્રુજતા હતા.

૨૮૫૨ જ્યારે તેઓ બાદશાહના તખત સમક્ષ ઉભા રહ્યા, પેલો ચાંદ સમ બાદશાહ (ગઈ રાત્રીના) તેઓનો સાથીદાર હતો.

૨૮૫૩ તે (ચોર) કે જે રાત્રીના પોતાની આંખ જેના પર નાખી હોય તેને દિવસના કાંઈ પણ ઢીલ વગર ઓળખી શકતો હતો તેણે,

૨૮૫૪ બાદશાહને ગાદી ઉપર બેઠેલો જોયો, અને કહ્યું “આ માણસ ગઈ રાત્રીના આપણી સાથે હતો અને આપણો સાથીદાર હતો.

૨૮૫૫ તે કે જેને આવી એક ખુબી દાઢીમાં છે, આપણું પકડાવું તેની તપાસના પરિણામે છે.”

૨૮૫૬ તેની (ચોરની) આંખ બાદશાહને જાણનાર હતી અનિવાર્યપણે તેણે પોતાના અનુયાયીઓને આ જ્ઞાન કહેવા પોતાના હોઠ ઉઘાડ્યા.

૨૮૫૭ તેણે કહ્યું. “આ બાદશાહ, તે આપણો સાથી છે. તે આપણા કૃત્યો નિહાળતો હતો અને આપણી ગુપ્તતાઓ સાંભળતો હતો.

૨૮૫૮ મારી આંખે તેની તરફ જોયું હતું. રાત્રીના બાદશાહને ઓળખી કાઢયો હતો. અને આખી રાત્રી સુધી તેના ચાંદ સમ ચહેરાથી પ્રેમની રમત રમી હતી.

૨૮૫૯ હું તેની પાસેથી મારા લોકો માટે (માફી) માગીશ, કારણકે તે તેના જાણનારથી પોતાનો ચહેરો કદી પણ ફેરવતો નથી.

૨૮૬૦ જાણનારની આંખને બન્ને દુનિયાને મુક્તિ આપતી નિહાળ, કે જેનાથી દરેક બહેરામે (બાદશાહે) મદદ મેળવી.

૨૮૬૧ હ. મુહમ્મદ (ર.સ.અ.) દરેક જાત માટે મધ્યસ્થી હતા. કારણ કે તેમની આંખ ખુદા સિવાય બીજી ઉપર લાગતી ન હતી.,

૨૮૬૨ આ દુનિયાની રાત્રીમાં કે જ્યાં (વાસ્તવિકતાનો) સૂર્ય પડદે છે, તેઓ ખુદાને જોતા હતા અને તેમની (બધી) આશાઓ તેમનામાં હતી.

૨૮૬૩ તેમની આંખો તેમાંથી આંજણ મેળવતી હતી. “શું અમોએ તારૂં દિલ વિસ્તારેલ નથી ?”

૨૮૬૪ અનાથ કે જેની આંખોમાં ખુદા આંજણ આંજે છે, અનાથ (દેવી) દોરવણીથી વિભુશીત (અજોડ) મોતી બને છે.

૨૮૬૫ તેનો પ્રકાશ બીજા બધા મોતીઓથી ચડે છે કારણ કે તે આવી એક મહાન ચીજની ઈચ્છા કરે છે.

૨૮૬૬ ખુદાના દાસોના (બધા) રૂહાનીયત રહેઠાણો તેને દ્રષ્યમાન બને છે.

૨૮૮૪ (તે) આ કારણે હતું. પછી મએરાજની રાત્રીના પયગમ્બર સાથેની મુલાકાતમાં આપણો માલિક કે જે અડપલાનો શોખીન છે.  કહ્યું “તારા માટે જ.”

૨૯૦૬ તેણે પોતાનો ચહેરો એક તરસ્યો માણસ વાદળ તરફ ફેરવે તેમ બાદશાહ તરફ ફેરવ્યો. તે કે જે શક્તિની રાત્રી હતી તેજ પોતાનો પૂર્ણિમાનો ચાંદ હતો.

૨૯૦૭ જ્યારે કે તેની જીભ અને તેનો આત્મા તેના (બાદશાહના) હતા (તે ડર્યો નહિ કારણ કે) તે કે જે તેનો છે, તેના તરફ બહાદુરીપુર્વક વાતચીત કરે.

૨૯૦૮ તેણે કહ્યું “આપણને માટીની કેદમાં આત્માની માફક બેડીઓમાં બાંધવામાં આવેલ છે. કયામતના દિવસે આત્માનો સૂર્ય તું જ છો.”

૨૯૦૯ ઓ બાદશાહ જેનો રસ્તો (દ્રષ્ટિ)થી છુપાએલ છે, તારા માટે વખત આવ્યો છે કે દયામા તારી દાઢીની હીલચાલ (સંકેત) દયાપુર્વક હલાવે.

૨૯૧૦ (આપણામાના) દરેકે પોતાની વિશિષ્ઠતા બતાવી છે, પેલી બધી હુશિયારીઓએ (અમારા) બદકિસ્મતને વધારેલ છે.

૨૯૧૧ પેલી હુશિયારીઓએ અમારી ગરદનો બાંધી છે, પેલા ઉંચા આકારોએ અમને માથાભર પછાડયા છે અને નીચે રખડાવ્યા છે.

૨૯૧૨ (અમારી) હુશિયારી અમારા ગરદન ઉપર ખજુરીના પાનનું દોરડું છે, મૃત્યુના દિવસે પેલી સિદ્ધીઓમાંથી કાંઈ મદદ મળશે નહિ.

૨૯૧૩ (તેમાંની કોઈ મદદ રૂપ નથી) સિવાય માત્ર પેલા એકની વિશિષ્ઠતા, ભલી સમજણોથી વિભુશીત જેની આંખ રાત્રીના (અંધકારમાં) સુલતાનને ઓળખતી હતી.

૨૯૧૪ આ બધી હુશિયારીઓ રસ્તા ઉપરના (મુસાફરોને) લુંટતા પ્રેતો માફક છે, શિવાય પેલી એક આંખ કે જે બાદશાહથી સજાગ હતી.

૨૯૧૫ મુલાકાતના દિવસે (તેઓ માટેની દયાના નકાર કરવાથી) બાદશાહ શરમાતો હતો કે જેઓની દ્રષ્ટિ રાત્રીના બાદશાહના ચહેરા ઉપર લાગેલી હતી.

૨૯૧૬ અને કુતરો કે જે પ્રેમાળ બાદશાહથી જાણીતો હતો, તેને પણ તમો 'ગુફાના કુતરા’નો લકબ લગાવી શકો.

૨૯૧૭ કાનમાં રહેલી વિશિષ્ઠતા પણ અદભૂત છે, કારણ કે તે (કે જે તેને ધરાવે છે) એક કુતરાનું ભસવું સાંભળી સિંહથી (બાદશાહથી) સજાગ બનાવ્યો.

૨૯૧૮ જ્યારે કુતરો ચોકીદારની માફક રાત્રી દરમ્યાન સજાગ છે, તે (રૂહાની) બાદશાહના રાત્રીના જાગરણનો અજ્ઞાન નથી.

૨૯૧૯ સાંભળ, એક હલકા નામો અંગે તેમનો તિરસ્કાર કરતો નહિ, તમારે તમારૂં ધ્યાન તેઓના આંતરિક ભાગો (રૂહાનીયત સદ્ગુણો) ઉપર આપવું જોઈએ.

૨૯૨૦ જેણે એક વખત ખરાબ નામ મેળવ્યું, તેણે સારી નામના મેળવવા અને (તેથી) અધકચરો બનવાનું શોધવું ન જોઈએ.

૨૯૨૧ અરે, ઘણાએક સોનાના (કટકા) પોલીશ કરેલા લોઢા જેવા કાળા બનાવાય છે, એટલા માટે કે તેને લુંટાતા અને વિનાશમાંથી બચાવાય.

દરિયાઈ ગાયની વાત, તે કેવી રીતે બાદશાહી મોતીને સમૃદ્રના ઉંડાણમાંથી બહાર લાવે છે, અને રાત્રીના તેને દરિયાના કિનારે મુકે છે અને તેની તેજસ્વિતા અને ચમકમાં પોષાય છે, અને એક વેપારી સંતાવાની જગ્યાએથી આવે છે અને જ્યારે ગાય મોતીથી થોડે છેટે ગએલ છે ત્યારે ગુંદેલી કાળી માટીથી મોતીને ઢાંકે છે અને દોડી જાય છે અને ઝાડ ઉપર ચડે છે અને આવી જ રીતે વાર્તાના છેવટ સુધી અને (તેના) વિવરણ વિષે.

૨૯૨૨ દરિયાઈ ગાય સમુદ્રની બહાર એક મોતી લઈ આવે છે, તેને ચરાણ ઉપર રાખે છે અને તેની આજુબાજુ ચારો ચરે છે.

૨૯૨૩ મોતીના પ્રકાશના અજવાળામાં દરિયાઈ ગાય ઉતાવળે ઘંટાકાર ફુલો અને કમળો ખાઈને નિર્વાહ કરે છે.

૨૯૨૪ દરિયાઈ ગાયનું મળમુત્ર કસ્તુરી છે કારણ કે તેનો ખોરાક નરગિસી ફુલ અને નેનુફર છે.

૨૯૨૫ હરકોઈ જેનો ખોરાક શહેનશાહી “નૂર” છે, તેના હોઠોમાંથી કાયદાસરનો ચમત્કાર કેમ બહાર ન આવે ?

૨૯૨૬ હરકોઈ જેને મધમાખીની માફક ઈનામ તરીકે (દૈવી) પ્રેરણા આપવામાં આવી છે, તેનું ઘર મધથી ભરેલું કેમ ન હોય ?

૨૯૨૭ ગાય મોતીના પ્રકાશમાં ચરે છે (પછી) ઓચીંતી મોતીથી થોડે દુર હરેફરે છે.

૨૯૨૮ એક વેપારી મોતી ઉપર ગુંદેલી કાળી માટી મુકી (મોતીને) ઢાંકે છે, જેથી પેલું ચરાણ અને હરીયાળી જમીન કાળી બને છે.

૨૯૨૯ પછી વેપારી ઝાડ ઉપર આસરો લ્યે છે, જ્યારે ગાય પોતાના સખત શીંગડા સાથે માણસને શોધે છે.

૨૯૩૦ ગાય ચરાણમાં વીસ વખત દોડે છે એટલા માટે કે તેના શીંગડા ઉપર પોતાના દુશ્મનને ઉપાડે.

૨૯૩૧ જ્યારે ઝનુની ગાય તેને (શોધવામાં) નિરાશ થાય છે ત્યારે તે જ્યાં મોતી રાખ્યું હતું તે જગ્યાએ પાછી ફરે છે.

૨૯૩૨ અને બાદશાહી મોતી ઉપર ગુંદેલી માટી છે. પછી તે ઈબ્લીસની માફક માટી પાસેથી દોડી જાય છે.

૨૯૩૩ જ્યારે કે ઈબ્લીસ (હ. આદમ અ.સ.ની) માટીમાં (રૂહાની વસ્તું)ના તાત્પર્યથી આંધળો અને બહેરો છે, તો પછી ગાય કેવી રીતે જાણે કે માટીમાં એક મોતી છે.

૨૯૩૪ (દૈવી હુકમ) “તમો પડો” હલકી જગ્યામાં આત્માને લઈ ગયો, આ રજોદર્શને તેને પ્રાર્થનામાંથી બાકાત રખાવ્યો.

૨૯૩૫ ઓ ભાઈઓ, આ આરામની જગ્યા અને પેલી નકામી વાતથી ખબરદાર રહેજે, ખરેખર, વિષયવાસના એ માણસોનું રજોદર્શન છે.

૨૯૩૬ (દૈવી હુકમ) “તમો નીચે ઉતરો” આત્માને કાયામાં નાખ્યો કે જેથી એડનનું મોતી માટીમાં સંતાએલું બને.

૨૯૩૭ વેપારી તે જાણે છે, પણ ગાય જાણતી નથી, આત્મજ્ઞાની જાણે છે પણ માટી ખોદનાર કોઈ જાણતો નથી.

૨૯૩૮ દરેક માટીનો ટુકડો, જેના દિલમાં એક મોતી છે, તેનું મોતી બીજા માટીના (ટુકડા)ની ગુપ્તતા કહી શકે.

૨૯૩૯ જ્યારે માટી કે જેને ખુદાના (નૂર)થી છંટકાઈ પ્રકાશિત બનાવાઈ નથી તે માટીનો ટુકડો કે જે મોતીઓથી ભરપુર છે તેની મિત્રતા ધારણ કરી શકશે નહિ.

અબ્દુલ ગવ્યની કહાણી અને તેમને ફિરસ્તાઓનું ઉઠાવી જવું અને તેમની સાથે વર્ષો સુધી રહ્યા અને (ઘણા) વર્ષો બાદ તેઓ પોતાના અસલ ગામ અને બચ્ચાઓ તરફ પાછા ફર્યા પણ ફિરસ્તાઓથી જુદાઈ સહન કરી શક્યા નહિ, કારણ કે તેઓ ખરેખરા તેઓના મળતિયા હતા અને રૂહાની રીતે એક હતા.

૨૯૭૪ અબ્દુલ ગવ્ય ફિરસ્તાને મળતિયો હતો. નવ વરસ સુધી તે હુરાંની માફક અદ્રષ્યમાં ઉડતો હતો.

૨૯૭૫ તેની ઘરવાળી બીજા ધણીથી સંતતિ કરતી હતી અને તેના અનાથો તેના મૃત્યુની વાત કરતા હતા.

૨૯૭૬ કહે, એક વરૂ અથવા લુંટારાએ તેમને માર્યા (હોવા જોઈએ) અથવા (કદાચ) ખાડા કે સંકજામાં આવી ગયા હશે.

૨૯૭૭ તેમના બધા બચ્ચાં તામસીપણામાં (દુન્યવી) કામધંધામાં લાગી પડ્યા હતા. તેઓએ કદીપણ વિચાર્યું નહિ કે તેઓને એક બાપ હતો (કે જે કદાચ જીવતો હોય).

૨૯૭૮ નવ વર્ષો બાદ તત્પુરતો તે (પાછો) આવ્યો, તે દેખાણો અને (પછી) ફરીવાર અદ્રષ્ય થયો.

૨૯૭૯ તે પોતાના બચ્ચાનો એક મહિના સુધી મહેમાન થયો અને ત્યારબાદ તેને ફરીવાર કોઈએ કદી જોયો નહિ.

૨૯૮૦ ફિરસ્તાઓ સાથેની (આંતરિક) સમાનતા તેમને ઉઠાવી ગયું. જેમ એક ભાલાના ઘા (કાયામાંથી) આત્માને ઉઠાવી જાય છે.

૨૯૮૧ જ્યારે કે એક કે જે બહિશ્ત માટે નિર્ધારીત છે, આંતરિક રીતે બહિશ્તના પ્રકારનો છે. સમાનતાના કારણે પણ તે ખુદાની બંદગી કરનાર બને છે.

૨૯૮૨ હ. પયગમ્બર સાહેબે કહ્યું નથી ? જાણ કે સ્વતંત્રતા અને સદગુણ બહિશ્તમાંના ઝાડોની ઝુકતી ડાળીઓ છે, (અને) આ દુનિયામાં (નીચે) ઉતરી છે.”

૨૯૮૩ બધા પ્રેમો (દૈવી) પ્રેમથી સમાન બનેલા જાહેર કરો, બધા કોપો (કોપથી મળતીયા) બનેલા નિહાળો.

૨૯૯૭ જ્યારે તે હ. જીબ્રીઈલના સદ્ગુણો તમારામા વાવે છે, ત્યારે તમે એક જવાન પંખી માફક હવામાં ઉડવાનો રસ્તો શોધશો.

૨૯૯૮ અભિલાષાપુર્વક નિહાળતા, તમારી આંખ હવામાં ચોંટેલી, જમીનમાંથી છુટી કરેલી, આકાશ તરફ મોહિત કરેલી.

૩૦૦૭ આંતરિક પ્રકૃતિની શોધમા હંમેશાં રહેજે અને જેની પ્રકૃતિ ભલી છે તેની સાથે હળતો મળતો રહેજે. ગુલાબનું તેલ, ગુલાબની પ્રકૃતિ કેવી રીતે મેળવી છે, તે તપાસતો રહેજે.

૩૦૧૦ તો પછી તમો પણ કહેશો, (પહેલો) પડોશી (આત્મા), પછી ઘર (માટી), જો તમને એક દિલ છે તો જાઓ, અને એક પ્રેયસી શોધ.

યા અલી મદદ