મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૧૦
વાર્તા - ૧૦
૨૫૯૪ (જો) તમો બાદશાહને ‘કેસલ'ની જગ્યાએ મુકશો તો (રમતનો) નાશ છે તેવી જ રીતે (જો તમો) ઘોડાને બાદશાહની જગ્યાએ મુકશો તો તે એક અજ્ઞાનનું કાર્ય છે.
૨૫૯૫ દયા અને કડકાઈ બન્ને દીનના કાયદામાં બતાવાયા છે. તખ્ત ઉપર બેસવું તે બાદશાહનું કામ છે, ઘોડાનું કામ દરવાજા ઉપર ઉભા રહેવાનું છે.
૨૫૯૬ ઈન્સાફ શું છે ? એક વસ્તુંને તેની યોગ્ય જગ્યાએ મુકવી, અન્યાય શું છે ? તેને અયોગ્ય જગ્યાએ મૂકવી.
૨૬૧૬ તેણે કહ્યું છે, “મુસાફરી કરો” હંમેશાં દુનિયામાં શોધતો બન, અને તારા સદકિસ્મતની કોશીષ કર અને ખૂબ (મેળવવાની ઉમેદ રાખ).
૨૬૧૭ (બધા) સભાગૃહોમાં, હમેશાં બુદ્ધિવાનો વચ્ચે એવી વિવેકબુદ્ધિ શોધ કે જેવી હ. પયગમ્બર સાહેબમાં (માલમ પડી).
૨૬૧૯ (આંતરિક) આંખો વચ્ચે પણ હંમેશાં પેલી (આંતરિક) આંખ શોધતો બનજે કે જે આ મશનવીને વર્ણન કરવાની શક્તિ નથી.
૨૬૨૧ એટલા માટે કે આ જાતની (રૂહાની રાહબરથી) મુલાકાત ગુમાવાય નહિ, કારણકે (આપણા) ઉપર તેમની દ્રષ્ટિ એ ખુશનશીબ અને દુરાચરણનો સર્વશ્રેષ્ઠ ઈલાજ છે.
૨૬૨૨ સદાચારીઓ વચ્ચે એક (એવો) છે જે સૌથી વધારે સદાચારણી છે, સુલતાનના હાથથી તેની સનદ ઉપર ‘શાહ' શબ્દ અંક્તિ થયેલ છે.
૨૬૨૮ જો તમો આ 'કિબ્લો' એક પળ માટે પણ ભુલશો તો તમો દરેક નકામા ‘કિબ્લા' તરફ ગુલામીમાં ગરકાવ થશો.
૨૬૩૦ જો તમો આ ભંડારમાંથી ફાયદો અને (રૂહાનીયત) ઘઉં ઈચ્છો તો (તેનાથી) એક અર્ધા કલાક માટે પણ જુદા પડો નહિ, કે જેને તમારા તરફ સહાનુભુતિ છે.
૨૬૩૧ કારણકે જે પળે તમો આ ‘મદદગાર'થી છુટા પડશો, તમો એક હલકટ સાથીથી પીડિત બનશો.
ઉંદર અને દેડકા વચ્ચેના અતિ સ્નેહની વાર્તા એક લાંબી દોરીથી તેઓ બન્ને કેમ બંધાયા અને એક જંગલી કાગડો ઉંદરને કેમ ઉઠાવી ગયો અને દેડકાનું (હવામાં) લટકવું અને રૂદન કરવું અને પોતાની જાતવાળાથી ભળવાને બદલે જુદી જાતના જનાવર સાથે પોતાને જોડવા પશ્ચાતાપ કરવા વિષે.
૨૬૩૨ એવું બન્યું કે, એક ઉંદર અને એક વિશ્વાસુ દેડકો એક નદીના કિનારે દોસ્ત બન્યા.
૨૬૩૩ તેઓ બન્ને મિલનનો સમય સાચવવા બંધાયા હતા, દરેક સવારે તેઓ એક એકાંતિક સ્થળે આવતા.
૨૬૩૪ (જ્યાં) તેઓ એક બીજાથી દિલ બહેલાવતા અને પોતાના દિલોમાંથી હલકા (શંકાશિલ) વિચારો ખાલી કરતા.
૨૬૩૫ બન્ને દિલો મુલાકાત અંગે હર્ષથી ઉભરાતા, તેઓ કહાણીઓ કહેતા અને એક બીજાને સાંભળતા.
૨૬૩૬ જીભ અને જીભ વગર ગુપ્ત વાતો કહેતા, (હદીસનો) અર્થ બેસાડવાનું જાણતા. “એક સંયુક્ત સમુહ એક (દૈવી) કૃપા છે.”
૨૬૩૭ જ્યારે જ્યારે પ્રસન્ન ચિત્ત (ઉંદર) હસમુખા દેડકાથી સંગત કરતો ત્યારે એક પાંચ વર્ષની કહાણી તેના દિલમાં ઉત્પન્ન થતી.
૨૬૩૮ દિલમાંનો વાણીનો ધોધ સાચી દોસ્તીની નિશાની છે, વાણીને અટકાવ મૈત્રિની ખામીમાંથી ઉત્પન્ન થાય છે.
૨૬૩૯ દિલ કે જેણે પ્રિયતમને જોએલ છે, તે કડવું કેમ રહેશે ? (જ્યારે) એક બુલબુલે ગુલાબ જોએલ છે ત્યારે તે ચુપ કેમ રહેશે ?
૨૬૪૦ હ. ખિઝરના અડકવાથી રાંધેલી મચ્છી જીવતી બની અને તેણે પોતાનું રહેઠાણ સમુદ્રમાં કર્યું.
૨૬૪૧ એક દોસ્તને, જ્યારે તે તેના દોસ્તની બાજુમાં બેઠેલો છે ત્યારે એક લાખ ગુઢાર્થની તખ્તીઓ જાણીતી બને છે.
૨૬૪૨ દોસ્તનું કપાળ એક રક્ષાએલ તખ્તી છે, તેને (તેનો દોસ્ત) બન્ને દુનિયાની ગુપ્તતાઓ ખુલ્લી રીતે જાહેર કરે છે.
૨૬૪૫ તેના ચહેરા (માંથી જુદી ન પડે તેવી રીતે) તારી આંખ ચોંટાડ, ચર્ચા અને વાદ વિવાદના રસ્તાથી ધુળ ઉડાડતો નહિ.
૨૬૪૭ (ચુપ રહેજે) એટલા માટે કે તે બોલે કે જેનો આંતરિક ચાંદ (દૈવી) પ્રેરણા છે, કે જે ધુળ ઘટાડે છે અને તકલીફ ઉભી થવા દેતો નથી.
૨૬૪૮ જ્યારે હ. આદમ (અ.સ.) (દૈવી) પ્રેરણા અને પ્રેમના રંગમંચ બન્યા, ત્યારે તેના બુદ્ધિશાળી આત્માએ (તેને) નામોનું જ્ઞાન જાહેર કર્યું.
૨૬૪૯ તેમની જીભ, દિલના પાનામાંથી (વાંચતાં), દરેક ચીજોના નામો જેમ (ખરેખર) હતા તે જાહેર કર્યા.
૨૬૫૦ તેમની આંતરિક દ્રષ્ટિમાંથી તેમની જીભ બધી ચીજોની કિંમત અને સારતત્વોનું રહસ્ય ખુલ્લું કરતી હતી.
૨૬૫૧ (તે) ચીજોનાં યોગ્ય (નામો) ઈનાયત કરતી હતી, નહિ કે એક બાયલાને સિંહ કહેતો હતો.
૨૬૫૨ હ. નુહ (અ.સ.) નવસો વર્ષો સુધી સીધા રાહમાં (ચાલ્યા), અને દરરોજ એક નવી શીખામણ સદબોધ આપતા હતા.
૨૬૫૩ તેમનો માણેકમય (હોઠ) (પયગમ્બરોના) જવાહિરમય દિલમાંથી તેમની વાક્યચાતુરી બોલતો હતો, તેમણે ‘રીસાલા' અથવા 'કુતુલ કલાબ' વાંચી ન હતી.
૨૬૫૬ અને એક નવું જન્મેલ બચ્યું હ. ઈસા (અ.સ.) છટાદાર દૈવત્વ મેળવે છે, (અને) વિકસિત ડહાપણના (શબ્દો) ઉચ્ચારે છે.
ઉંદરની દેડકા સાથે વ્યવસ્થા કરવી: “જ્યારે મારી ઈચ્છા તમને મળવાની થાય છે ત્યારે હું પાણીમાં આવી શક્તો નથી, આપણી વચ્ચે માહિતીના કોઈ સાધનો હોવા જોઈએ કે જેથી જ્યારે હું નદીના કાંઠે આવું ત્યારે હું તમને જાણ કરવા શક્તિમાન હોઉં અને જ્યારે તમે દર પાસે આવો ત્યારે તમે જાણ કરવા શક્તિમાન હો. વિગેરે.
૨૬૬૫ આ મુદ્દો અંત વગરનો છે, એક દિવસે ઉંદરે દેડકાને કહ્યું. “ઓ બુદ્ધિની બત્તી."
૨૬૬૬ વખતો વખત જ્યારે તમારી સાથે ખાનગીમા વાત કરવી હોય ત્યારે તમો પાણીમા આમ તેમ ઠેકડા મારતા હો છો.
૨૬૬૭ હું નદીના કાંઠે તમારા માટે જોરથી બુમો પાડતો હોઉં છું, (પણ) તમે પાણીમા પ્રેમીઓના વિલાપો સાંભળતા નથી.
૨૬૬૮ ઓ બહાદુર દેડકા, (જ્યારે આપણે) આ નિયુક્ત કરેલા વખતે મળીએ છીએ ત્યારે તમારી સાથેની વાતચીતમાં હું કદીપણ કંટાળતો નથી..
૨૬૬૯ (રોજની) નિયમિત બંદગી પાંચ વખત છે, પણ પ્રેમીઓને દોરવણી આપતી (આયાત) છે, “(તેઓ કે જેઓ) ચાલું બંદગીમાં છે.”
૨૬૭૦ પેલાઓના માથામા જે શરાબનો દુખાવો છે તે પાંચ (વખત) અથવા પાંચ લાખ વખતથી પણ હટાવાતો નથી.
૨૬૭૧ “અઠવાડીયામાં એક વખત મુલાકાત કરો” પ્રેમીઓનો ખોરાક નથી. વિશ્વાસુ (પ્રેમીઓનો) આત્મા સતત પીવાની માગણી કરતો હોય છે.
૨૬૭૩ પ્રેમીઓને એક પળ જુદાઈ એક વરસ જેવડી છે, તેને એક આખા વર્ષનું અતુટ મિલન, નાશી જતી કલ્પના માફક છે.
ઉંદરની વિનંતી અને નમ્ર આજીજીના, રૂપમાં સખત પ્રવાસ કરવો અને (હરકોઈ વખતે) મળવાની છુટ આપવાની પાણીના દેડકા પાસે કબુલાત કરાવવી.
૨૬૮૬ તેણે (ઊંદરે) કહ્યું ‘ઓ વહાલા અને પ્રેમાળ દોસ્ત, તારો ચહેરો જોયા વગર મને એક પળનો પણ આરામ નથી.
૨૬૮૭ દિવસના તું જ મારો પ્રકાશ અને પ્રાપ્તીની (શક્તિ) અને જોર છે, રાત્રીના તુંજ મારો આરામ અને શાંતી અને ઉંઘ છે.
૨૬૮૮ તે એક ઉત્તમ કાર્ય બનશે જો તું મને સુખી, બનાવશે અને મહેરબાની કરી ચાલુ યાદ કર્યા કરીશ.
ઉંદરની નમ્રતાપૂર્વક દેડકાને અરજ કરવી, કહે, “ખોટા બહાના વિચારતા નહિ, આ મારી વિનંતીને પુરી કરવામાં પાછી પાની કરતા નહિ, કારણ કે “ઢીલ કરવામાં જોખમો છે” અને સુફી પળનો પુત્ર છે, ઓ પુત્ર (બચ્ચું) તેના બાપના પહેરણમાંથી હાથ ખેંચી લેતું નથી. અને સુફીને માયાળુ બાપ કે જે પળ છે, તેને જરૂરિયાત અંગે મજ્જા તરફ નજર કરતો હલકાઈમાં ઉતારી મૂકતો નથી (પણ) તેના બાપનું જલદી ધ્યાન દોરવાના બાગના સામાન્ય જનતા માફક અનાદરયુક્ત નહિ પણ બધો વખત તેના ધ્યાનમાં નિમગ્ન રાખે છે. તે (સુફી) ભવિષ્ય માટે રાહ જોતો નથી. તે વખતનો નહિ પણ વખત વગરની નદીનો છે. કારણ કે “ખુદા સાથે સવાર કે સાંજ નથી. ત્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ અને શરૂઆત વગરનો વખત અને અંત વગરનો વખત હસ્તિ ધરાવે છે. આદમ પહેલાનો નથી અને નથી દજ્જાલ પાછળનો, આ (બધી) અવધિઓ વ્યક્તિગત સમજણ અને જનાવરી આત્માના ક્ષેત્રને લાગુ પડે છે. તેઓ પાર્થિવ અને વગર અવકાશી દુનિયાને (લાગુ પડતી નથી), તેથી તે, તે પળનો પુત્ર છે કે જેનાથી માત્ર વખતના ભાગલાને અસ્વીકારવાનું સમજાય છે, જેમકે “ખુદા એક છે એ દ્વૈતપણાનું નકારાત્મક સમજાવે છે, નહિ કે ખરેખરી એક્યતાની પ્રકૃતિ (વર્ણવે છે).
૨૭૧૪ અમુક શેઠને રૂપાના (કટકાઓ) વેરવાની ટેવ હતી, તેણે એક સુફીને કહ્યું “ઓ તમો કે જેના માટે મારા પગો એક શેત્રંજી બને.
૨૭૧૫ મારા બાદશાહ, તમને આજે એક દિરહમ ગમે, કે આવતી કાલે નાસ્તાના વખતે ત્રણ દિરહમ ?
૨૭૧૬ તેણે જવાબ આપ્યો, આ એક દિરહમ આજે અને આવતી કાલના એકસો દિરહમ કરતા, ગઈ કાલે અર્ધો દિરહમ કબજામાં હોય તે મને વધુ ખુશ કરે છે.
૨૭૧૭ (ઉંદરે) કહ્યું, તુર્તમાં જ અપાએલો એક તમાચો, હવે પછી રોકડમાં અપાનાર એક દાન કરતાં વધુ ઉત્તમ છે, અને હું મારી ગરદનની બોચી તારી આગળ ધરૂં છું. (મને) રોકડ આપો.
૨૭૨૬ (ઉંદરે કહ્યુ) ઓ ભાઈ, હું જમીન ઉપરનો છું. તું પાણીનો છો, પણ તું દયા અને દાનનો બાદશાહ છો,
૨૭૨૭ કૃપા કરવા અને (મદદ) આપવાના રસ્તા ઉપર એવી રીતે વર્તો કે હું વહેલા યા મોડા સેવા કરવા હાજર થઈ શકું.
૨૭૨૮ હું મારા ખરા અંતઃકરણપુર્વક નદીના કાંઠે તને હંમેશાં બોલાવું છું. (પણ) બદલીમાં કદી દયાનો અનુભવ કરતો નથી.
૨૭૨૯ પાણીમાં દાખલ થવું મારા માટે અટકાવેલું છે કારણ કે મારી કાયાનું માળખું જમીનના એક ટુકડામાંથી મોટું થયું છે.
૨૭૩૦ કાંતો એક સંદેશવાહકની મદદનો ઉપયોગ કરો કે કાંતો મારી દયાજનક બુમથી જાગૃત થવા એક પ્રતિક બનાવો.
૨૭૩૧ બન્ને દોસ્તોએ આ (બાબતની) ચર્ચા કરી, ચર્ચાના અંતે સમજુતી પર આવ્યા.
૨૭૩૨ કે તેઓએ એક લાંબી દોરી પ્રાપ્ત કરવી એટલા માટે કે દોરી ખેંચાતા ગુપ્તતા જાહેર થાય.
૨૭૩૩ (ઉંદરે કહ્યું) એક છેડો આ ગુલામ કે જે બેવડ (વળેલો છે) તેના પગે બાંધવો જોઈએ અને બીજો છેડો તારા પગે.
૨૭૩૪ આ ચતુરાઈથી આપણે બન્ને પુરૂષો ભેગા થઈએ અને કાયા સાથે આત્માની જેમ મળીએ.
૨૭૩૫ કાયા જાણ કે આત્માના પગ ઉપર બાંધેલી દોરી છે, આકાશમાંથી પૃથ્વી ઉપર નીચે તેને ખેંચતી.
૨૭૩૬ જ્યારે દેડકા જેવો આત્મા ઉંદર જેવી કાયામાંથી પાણીમાં નાસે છે, (કે જે) બેભાનપણાની ઊંઘ છે ત્યારે તે સુખી હાલતમાં પ્રવેશે છે.
૨૭૩૭ (પણ) ઉંદર જેવી કાયા પેલી દોરીથી તેને પાછો ખેંચે છે. આ ખેંચાણમાંથી કેટલી બધી કડવાશ આત્માએ અનુભવી છે.
૨૭૩૮ જો ગંધાતા મગજવાળા ઉંદરનું ખેંચાણ ન હોત તો દેડકો પાણીમાં આનંદ કરતો હોત.
૨૭૩૯ જ્યારે તમો (કયામતના) દિવસની ઘસઘસાટ ઉંઘમાંથી જાગૃત થશો ત્યારે સુર્યના પ્રકાશ પાથરતા અજવાળામાંથી બાકીનું તમો સાંભળશો.
૨૭૪૦ ઉંદરે કહ્યું “મારા ઉપર દોરાના છેડાની ગાંઠ વાળો અને બીજે છેડે (તારી) ગાંઠ.
૨૭૪૧ કે જેથી હું તને સુકી જમીન ઉપર ખેંચવા શક્તિમાન થાઉં, અને દોરીને છેડે (તારા માટેની) મારી યોજના હવે ખુલ્લી દેખાય છે.
૨૭૪૨ આ સમાચાર (દરખાસ્ત) દેડકાના દિલમાં કબુલ હતી નહિ. (કે જેણે પોતાના દિલમાં વિચાર્યું) “આ દુષ્ટ, મને વિષમ સમસ્યામાં ખેંચશે.”
૨૭૪૩ જ્યારે જ્યારે સખત અણગમાની લાગણીઓ ભલા માણસના દિલમાં આવે છે ત્યારે તે કાંઈક ઉપયોગી જ્ઞાનથી વંચિત હોતી નથી.
૨૭૪૪ તે (અંતરજ્ઞાનથી અનુભવેલું) ડહાપણ દૈવી ગુણ બનવાનું નિહાળ, નહિ કે એક (વૃથા) કલ્પના. દિલના પ્રકાશે સર્વમય તખ્તીમાંથી ગ્રહણ કરેલ છે.
૨૭૮૬ દેવી ભાવી આગળ હું મદદ વગરનો છું. ઓ મારા બાદશાહ, રાજકર્તા મારો ગ્રહ ભવ્ય બનાવો અને એક વાર (મારા તરફ) ફેરવો.
૨૭૮૭ મારા આત્માને ચંદ્રમાની રોશનીથી પ્રકાશીત કરો, કારણ કે મારો આત્મા ખરાબ સંગતથી કાળો બન્યો છે.
૨૭૮૮ તેને કલ્પના અને નકામા વિચારો અને અભિપ્રાયમાંથી મુક્ત કરો, કુવામાંથી મુક્ત કરો અને દોરડાના જુલમથી (છોડાવો).
૨૭૮૯ એટલા માટે કે તમારા ભલા માયાળુપણા થકી (મારા જેવું એક) દિલ તેની પાંખો ઉઘાડે અને માટી અને પાણીની કાયામાંથી ઉપર ચડે !
૨૭૯૦ ઓ મિસરના બાદશાહ અને તારૂં વચન વિશ્વાસપુર્વક પાળનાર, અન્યાયથી યુસુફ તારા કેદખાનામાં છે.
૨૭૯૧ જલ્દીથી તેની મુક્તિનું સ્વપ્નું સેવ, કારણ કે “ખુદા હિતકારીને ચાહે છે.”
૨૭૯૨ સાત ખરાબ પાતળી ગાયો, તેની (આત્માની) સાત જાડી ગાયોને હડપ કરે છે.
૨૭૯૩ સાત સુકા, કદ્રુપા અને ધાન્યના અપકવ કણસલા, તેના તાજા કસણલાને ખાય રહ્યા છે.
૨૭૯૪ ઓ શક્તિશાળી રાજવી, મિસરમાં દુકાળ ઉઠયો છે. ઓ રાજા, સાંભળ. આની પરવાનગી ચાલું રાખતો નહિ.
૨૭૯૫ મારા યુસુફને તારા કેદમાં બેસવા દો, તેથી, ઓ રાજા, આવો, સ્ત્રીઓની બુરાઈઓમાંથી મને મુક્ત કરો.
ઉંદરની વાર્તા તરફ પાછુ ફરવું (કે જે) દેડકાને નદીના કાંઠા ઉપર ગોતતો અને દોરી ખેંચતો એટલા માટે કે પાણીનો દેડકો તેનાથી ખબરદાર બને.
૨૯૪૧ પેલો પ્રેમથી ઘેરાએલો, ભલા દેડકાથી મિલાપ કરવાની આશામાં દોરી ખેંચે છે.
૨૯૪૨ તે સતત દિલની દોરી ઉપર વાત કર્યા કરે છે. કહે છે, મને મારા પંજામાં દોરીનો એક છેડો મળ્યો છે.
૨૯૪૩ મારૂં દિલ અને આત્મા ચિંતનમાં એક દોરા જેવો દુર્બળ બન્યો છે, જ્યારથી દોરાના છોડાએ પોતાનો ચહેરો બતાવ્યો છે.
૨૯૪૪ પણ ઓચિંતાના જુદાઈનો એક જંગલી કાગડો ઉંદરને ઉઠાવવા આવ્યો અને પેલી જગ્યાએથી તેને ઉઠાવી ગયો.
૨૯૪૫ જ્યારે જંગલી કાગડો ઉંદરને હવામાં ઉપર ઉઠાવી ગયો, દેડકો પણ પાણીના તળીયામાંથી ખેંચાયો હતો.
૨૪૪૬ ઉંદર જંગલી કાગડાની ચાંચમાં હતો અને દેડકો તેવી જ રીતે બંધાએલ હવામાં ઉછળતો હતો.
૨૯૪૭ લોકો કહેતા હતા, જંગલી કાગડાએ પોતાની કળા અને લુચ્ચાઈથી દેડકાને પોતાનો શિકાર બનાવ્યો ?
૨૯૪૮ "તે પાણીમાં કેવી રીતે જઈ શકે, અને તેને કેવી રીતે ઉપાડી શકે ? પાણીનો દેડકો (ક્યારેય) કાગડાનો શિકાર બન્યો છે ?"
૨૯૪૯ દેડકાએ કહ્યું “આ તેને માટે લાયક સજા છે કે જે બદમાસ સાથે, માનથી વંચિત લોકોની માફક દોસ્તી કરે છે.
૨૯૫૦ અરે, અફસોસ, હલકટ દોસ્તથી ઉતરેલી દિલગીરી માટે અફસોસ, ઓ માનવંતા સાહેબો તમો એક ભલા દોસ્તને શોધો.
૨૯૫૧ વિવેકબુદ્ધિ હલકટ દુષ્ટ મનની સખતપણે ફરિયાદ કરે છે (તેઓ એક એવા બેસુરા છે) જેમ એક ખુબસુરત ઉપર કદરૂપું નાક હોય,
૨૯૫ર વિવેકબુદ્ધિ તેને કહેતી હતી “તે ચોક્કસ છે કે તે સૌહાર્દ એ રૂહાની પ્રકૃતિનો રસ્તો છે અને તે પાણી અથવા માટીથી (ઉતરેલ નથી).
૨૯૫૩ ધ્યાન રાખજે, રૂપનો પુજક બનતો નહી અને આમ કહેતો નહિ, અનુકૂળતાની ગુપ્તતા (બહારના) રૂપથી શોધતો નહિ.
૨૯૫૪ રૂપ ખનીજ અને પથ્થરને મળતું છે, નિરિન્દ્રિય વસ્તુને અનુકૂળતાનું જ્ઞાન હોતું નથી.
૨૯૫૫ આત્મા એક કીડી માફક છે અને કાયા જાણે એક ઘઉંનો દાણો કે જે તે (કીડી) ચાલું રીતે આમ તેમ ઉઠાવી જાય છે.
૨૯૫૬ કીડી જાણે છે કે જે દાણો તેણી ઉઠાવી જાય છે તે બદલાએલ બનશે તેનો સજાતીય બનશે.
૨૯૫૭ એક કીડી રસ્તા ઉપર એક જવનો દાણો ઉઠાવી લેશે, બીજી કીડી ઘઉંનો દાણો ઉપાડી અને દોડી જાય છે.
૨૯૫૮ ઘઉં જવ તરફ ઉતાવળે જતો નથી. પણ કીડી કીડી પાસે આવે છે. હા. (તે આવે છે.)
૨૯૫૯ જવનું ઘઉં તરફ જવું એ (માત્ર) પરિણામ રૂપ છે. તમે ધ્યાન દેજો કે તે કીડી છે કે જે પોતાના મળતીયા પાસે પાછી ફરે છે.
૨૯૬૦ એમ કહો નહિ, શા માટે ઘઉં જવ પાસે ગયો ? તમારી આંખો પકડનાર ઉપર લગાડો નહિ કે જે પ્યાદું છે તેના ઉપર.
૨૯૬૧ (જેમ જયારે) એક કાળી કીડી એક કાળા રંગના કપડા ઉપર ચાલે છે ત્યારે (દ્રષ્ટિમાંથી) કીડી સંતાએલ છે (માત્ર) દાણો પોતાના રસ્તે દ્રષ્યમાન છે.
૨૯૬૨ (પણ) વિવેકબુદ્ધિ કહે છે, તારી આંખો બરાબર છે ? એક દાણો દાણા ઉપાડનાર વગર ક્યારે ચાલ્યો છે ?
૨૯૬૩ (તે) આના કારણે હતું (કે) કુતરો (ગુફાના) સાથીઓ તરફ આવ્યો. (બહારના) રૂપો દાણા (માફક) છે, જ્યારે દિલ (આત્મા) કીડી માફક છે.
૨૯૭ર મારૂં તમારા જેવું બનવું એ (બહારના) રૂપની રીતમાં નથી. હ. ઈસા (અ.સ.) માણસના રૂપમાં ખરેખર ફિરસ્તાઓથી મળતીયા હતા.
૨૯૭૩ અવકાશી પંખી, કાગડો દેડકાને ઉઠાવી ગયો તેમ આકાશી પંખી (જીબ્રાઈલ) આ વાદળી(blue) કિલ્લા ઉપરથી તેમને ઉઠાવી ગયું.
યા અલી મદદ