Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૧૩

વાર્તા - ૧૩

0:000:00

૩૩૪૪ કોઈપણ સત્તાનું આંધળું પાલન કર્યા વિના (તમારી જાતે) જોવાની આદત પાડો. તમારી પોતાની સમજણની દ્રષ્ટિએ નિહાળવું વિચારો.

આનંદ મેળવવા સવારીએ જતાં ખ્વાહીઝમશાહે તેના ઘોડાના જૂથમા વધુ પડતો સરસ ઘોડો જોયો. અને બાદશાહનું દિલ તેની ખુબસુરતી અને સુઘડતામાં મુગ્ધ થવું અને ઈમાદુલ મુલ્કનું તે ઘોડો બાદશાહને લાયક ન હેવાના દેખાવ કરવા ઈમાદુલ મુલ્ક ઈલાહીનામામાં હકીમ સનાઈએ કહ્યું છે તેમ પોતાની દ્રષ્ટિમાં તેના શબ્દો પસંદ કર્યા. “જ્યારે અદેખાઈની જીભ ગુલામના વેપારીને ફેરવે છે ત્યારે તમો એક યુસુફને એક ઈંચ રેશમની બદલીમાં મેળવી શકો. (તેને વેચવામાં) તેના દલાલો તરીકે હ. યુસુફ (અ.સ.)ના ભાઈઓની અદેખાઈ ભરેલી લાગણી અંગે જ્યારે તેઓ વર્ત્યાં, ત્યારે આવી એક મહાન ખુબસુરતી ખરીદનારાના દિલોમાંથી પડદે હતી, અને તે (તેઓને) કદરૂપો દેખાવ શરૂ થયો, કારણ કે (તેના ભાઈઓ) તેની જુજ કીંમત ઠરાવતા હતા.

૩૩૪૫ અમુક અમીર પાસે એક સુંદર ઘોડો હતો. તેની બરાબરીઓ સુલતાનના તબેલામાં હતો નહિ.

૩૩૪૬ એક સવારે તે ઘોડાના જૂથમાં બહાર સવારી ઉપર ગયો. ઓચિન્તાના ખ્વારીઝમ શાહે ઘોડો નિહાળ્યો.

૩૩૪૭ તેની ખુબસુરતી અને રંગ ઉપર તે ખુશ થઈ ગયો, તેના પાછા ફરવા સુધી બાદશાહની આંખ ઘોડા ઉપર લાગેલી હતી.

૩૩૪૮ જે જે અવયવો ઉપર તેની કલ્પના ફરી વળી, તે દરેક એકબીજાથી વધુ પસંદ પડતા હતા.

૩૩૪૯ સુઘડતા અને ખુબસુરતી અને ચેતનવંતાની સાથે સાથે, ખુદાએ તેના ઉપર (બીજા) મનોહર ગુણો બક્ષ્યા હતા.

૩૩૫૦ પછી બાદશાહનું અંતઃકરણ પોતાની સમજણ (ઉપર સરસાઈ મેળવવા) અને તેને અટકાવવાના માટે શું કરી શકાય, તે શોધવામા લાગી ગયું.

૩૩૫૧ કહે, મારી આંખ ભરેલી અને સંતોષાયેલી અને બીજા કશામાં નથી. તે બસો સુંદર (ઘોડાઓથી) પ્રકાશિત બની છે.

૩૩૫૨ અરે, (બીજા) બાદશાહોનું હાથીનું મહોરૂં મારી દ્રષ્ટિમાં એક ગીરવી મુકાયા સિવાય બીજું કંઈ નથી (અને છતાં) ઘોડાનો એક માંસનો ટુકડો કંઈપણ વ્યાજબીપણા વગર મને ખુશ કરે છે.

૩૩૫૩ જાદુના પેદા કરનારે મારા ઉપર જાદુ કર્યું છે. તે (મારા ઉપર લદાએલ) દૈવી આકર્ષણ છે, નહિ કે આ (ઘોડા)નો ખાસ સદ્ગુણ,

૩૩૫૪ તે સુરે ફાતેહા પડ્યો અને ઘણી વખતે “લાહોલ” ઉચ્ચાર્યું” (પણ) સુરે ફાતેહાએ (માત્ર) તેના અંતઃકરણમાં લાલસા વધારી.

૩૩૫૫ કારણ કે સુરે ફાતેહા પોતેજ પેલા તરફ ખેંચાણ કરતું હતું. સુરે ફાતેહા હલકાઈ દુર કરવામાં અને ભલાઈ ખેંચવામાં અદભુત છે.

૩૩૬૨ જ્યારે ખ્વારીઝમશાહ સવારીમાંથી પાછો આવ્યો, તેણે પોતાના રાજ્યના અમીરો સાથે મસલત કરી.

૩૩૬૩ પછી તેણે તુર્તજ પેલા અમીરના ઘરેથી ઘોડાને લઈ આવવા અમલદારને હુકમ કર્યો.

૩૩૬૪ અગ્નિની ઝડપે (અમલદારોનો) સમુહ (ત્યાં) આવી પહોંચ્યો. પેલો અમીર કે જે (ગર્વ અને જીદમાં) પર્વત જેવો હતો તે લાકડાના એક કટકા જેવો (નબળો અને નરમ) બન્યો.

૩૩૬૫ તેનો આત્મા તેના તાળવે પહોંચ્યો, તેણે ‘ઈમાદુલ મુલ્ક સિવાય રક્ષણનું બીજું (સાધન) જોયું નહિ.

૩૩૬૬ કારણ કે ઈમાદુલ મુલ્ક વાવટાનું મુળ હતો કે જે અન્યાયના ભોગ બનેલા દરેક અને મુશ્કિલીમાં અથડાતો દરેક તેની પનાહ માટે દોડતો.

૩૩૬૭ વાસ્તવમાં તેના કરતાં વધુ માનવંત અમીર બીજો ન હતો, તે સુલતાનની આંખોમાં એક નબી જેવો હતો.

૩૩૬૮ તેને મોટાઈ ન હતી. મજબુત મનનો, ઈમાનદાર સંત, એક સાવચેતીઓ ધરાવતો અને ઉદારતામા હાતિમ (માફક) હતો.

૩૩૬૯ ઈન્સાફમા પૂરેપૂરો નિપૂણ, દીર્ઘદ્રષ્ટિથી વિભુશીત, અને મહાત્મા, તેને ઈન્સાફમા દરેકે દરેક કે જેમાં તેણે હાજરી આપી તેમાં પ્રતિત થયો હતો.

૩૩૭૨ તે તકલીફમાં દરેક જણ માટે એક પિતા સમાન હતો. સુલતાનની આગળ તે એક મધ્યસ્થી અને તકલીફમાંથી ઉગારનાર સાધન હતો.

૩૩૭૬ તે (પેલો અમીર) ઉદાર ઈમાદુલ મુલ્ક પાસે ગયો. તેણે પોતાનું માથું ખુલ્લું કર્યું અને જમીન ઉપર પડ્યો.

૩૩૭૭ કહે, મારા સહિત હું જે પણ ધરાવું છું, તેને (સુલતાન) ભલે લઈ જાય ! મારી તમામે તમામ દોલત ભલે હુમલો કરનાર લઈ જાય !

૩૩૭૮ (પણ) આ એક ઘોડો જ, મારો આત્મા તેનો ભાવિક છે, ઓ ખુદાના પ્રેમી, જો તે તેને લઈ જશે તો હું ચોક્કસ મરણ પામીશ.

૩૩૭૯ જો તે મારા હાથોમાંથી આ ઘોડો લઈ જશે તો મને ચોક્કસ જાણ છે કે હું લાંબુ જીવીશ નહિ.

૩૩૮૦ જયારે કે ખુદાએ (તમારા ઉપર) (પોતાની સાથેનો) એક રૂહાની સંબંધ ઈનાયત કર્યો છે, ઓ મસિયાહ, મારા માથા ઉપર તમારો એક હાથ અડાડો.

૩૩૮૧ હું મારી સ્ત્રીઓ અને સોનું અને દોલતની નુકશાની સહન કરી શકીશ. આ ઢાંગ અથવા ઠગબાજી નથી.

૩૩૮૨ જો તમો આ બાબત માનો નહિ તો મારી ચોકસી કરી જુઓ, શબ્દ અને કાર્યથી મારી ચોકસી કરો.

૩૩૮૩ ઈમાદુલ મુલ્ક રોતો અને પોતાની આંખો લુછતો, સુલતાનની હજુરમાં વ્યગ્ર ચહેરે દોડ્યો.

૩૩૮૪ તેણે પોતાના હોઠો બંધ કર્યા અને સુલતાનની સમક્ષ ઉભો, ખુદા તેના બધા ગુલામોના માલિક સાથે ઐક્યતા સાધતો.

૩૩૮૫ તે ઉભો અને સુલતાનની આંતરિક વાતો સાંભળી, જ્યારે આંતરિક રીતે તેનો ખ્યાલ આ (પ્રાર્થના સાથે) વણાતો હતો.

૩૪૩૩ આ યુવાન (અમીર) આ પાપ આચરવામાં આડો ગયો છે અને રસ્તો ચુક્યો છે, કારણ કે તે (મદદ માટે) મારી પાસે આવ્યો છે, છતાં પણ તેને સજા કરતો નહિ.

૩૪૩૪ ઈમાદુલ મુલ્કની અંદર આ વિચારો જંગલમાંના એક સિંહના પ્રકોપની માફક ઉછળતા હતા.

૩૪૩૫ તેનો જાહેરી દેખાવ સુલતાન સમક્ષ ઉભો હતો. (પણ) તેનો ઉંચે ચડતો આત્મા અદ્રષ્યના હરિયાળા મેદાનોમાં હતો.

૩૪૩૬ તે ફિરસ્તાઓની માફક 'અલસ્ત’ના અધિકારમાં (રૂહાની શરાબના) તાજા ઘુંટડાઓથી તે પળે મદહોશ બનેલો હતો.

૩૪૩૯ તે પળે જ અમલદારો પેલા ઘોડાને ખવારીઝમશાહની હજુરમાં લઈ આવ્યા.

૩૪૪૦ ખરેખર આ આસમાની રંગના અવકાશ નીચે આના જેવી આકૃતિ અને યોગ્ય વછેરો બીજો હતો જ નહિ.

૩૪૪૧ તેનો રંગ આંખને આંજી દેતો (બધા કહેતા), “વિજળી અને ચંદ્રમામાંથી જન્મેલા ઘોડાને જુઓ.”

૩૪૪૨ તે ચંદ્રમા અને બુધગ્રહ જેવી ઝડપથી પસાર થતો. તમો કદાચ કહેશો કે તેનો ખોરાક જવ નહિ પણ ‘સરસર’ પવન હતો.

૩૪૪૩ ચંદ્રમા એક માત્ર મુસાફરી અને પંથ અવકાશમાં એક રાત્રીમાં પુરો કરે છે

૩૪૪૪ જ્યારે કે ચંદ્રમા એક રાત્રીમાં સૂર્યચક્રની નિશાનીઓમાં ભ્રમણ કરે છે ત્યારે શા કારણે તમો 'મએરાજ'માં માનતા નથી.

૩૪૪૫ પેલું અદ્દભૂત અનાથ મોતી એક સો ચંદ્રમા માફક છે. કારણ કે તેમનામાંથી એક મસ્તક ધૂનનના કારણે ચંદ્રમા બે અર્ધામાં (ભાંગેલો) બન્યો.

૩૪૪૬ ચમત્કાર (પણ) જે તેઓએ ચંદ્રમાના ટુકડાઓ કરવામાં બતાવ્યો તે (સામાન્ય) લોકો ધરાવતી સમજણની નબળાઈના માપસરનો જ હતો.

૩૪૪૭ પયગમ્બરો અને (દૈવી) સંદેશવાહકોનું કામ અને કાર્યશક્તિ આકાશો અને ગ્રહોથી પર છે.

૩૪૫૦ (પયગમ્બર સાહેબના) મોઝીજાઓ અહીં કહી શકાય નહિ. ઘોડા વિષે અને ખ્વારીઝમશાહ અને શું બન્યું તેની વિગત કહે,

૩૪૫૫ એક પળ માટે ત્યારબાદ બાદશાહ તેના (ઘોડા વિષેની) ધારણામાં ઠંડો બની ગયો, તેણે પોતાનો ચહેરો ઈમાદુલ મુલ્ક તરફ ફેરવ્યો.

૩૪૫૬ કહે, ઓ વઝીર, “શું આ એક અતિ ખૂબસુરત ઘોડો નથી ? ખરેખર તે આ પૃથ્વી પરનો નથી પણ સ્વર્ગીય છે,”

૩૪૫૭ ત્યારબાદ ઈમાદુલ મુલ્કે તેને કહ્યું “ઓ શહેનશાહ, શેતાને તારી વૃથા કલ્પનાથી તેને સ્વર્ગીય બનાવ્યો છે.

૩૪૫૮ કે જેના ઉપર તમો અજ્ઞાનપણે જુઓ છો તેથી (તમને) સુંદર (દેખાય છે). આ ઘોડો ઘણો સુંદર અને આકર્ષક છે. છતાં,

૩૪૫૯ તેનું માથું તેના ઘાટમાં ખોડવાળું છે, તમે કદાચ કહી શકો કે તેનું માથું બળદના માથા જેવું છે.”

૩૪૬૦ આ શબ્દોએ ખ્વારીઝમશાહના દિલ ઉપર અસર કરી. અને બાદશાહની દ્રષ્ટિમાં ઘોડાને સસ્તો બનાવ્યો.

૩૪૭૨ બાદશાહે ઘોડાને હાજરીની દ્રષ્ટિએ જોયો, જ્યારે ઈમાદુલ મુલ્કે ભવિષ્યની દ્રષ્ટિએ (જોયો).

૩૪૭૩ બાદશાહની આંખે, તેની વિકૃતિ અંગે (માત્ર) બે ઈંચ જોયું. (પણ) તેની આંખ કે જે અંત જુએ છે તેણે પચાસ ઈંચ જોયા.

૩૪૭૪ એક કેવું અજાયબ આંજણ છે કે જે (રૂહાનીયત આંખને) આંજે છે, કે જેથી આત્મા એકસો પડદાઓ પાછળ પણ સત્યને જુએ છે.

૩૪૭૫ જ્યારે કે સરદાર (હ. પયગમ્બર)ની આંખ અંત પર ટકેલ હતી. ત્યારે પેલી આંખથી હકીક્તને જોતાં તેઓએ દુનિયાને 'હાડપિંજર' તરીકે બોલાવેલ છે.

૩૪૭૬ તેની પાસેથી દોષ ચડાવવાનો આ એક માત્ર (શબ્દ) સાંભળતાં, બાદશાહના દિલમાં ઘોડા માટેનો જે પ્રેમ (હતો) ઠંડોગાર બન્યો.

૩૪૭૭ તેણે પોતાની દ્રષ્ટિ છોડી દીધી અને તેની (ઈમાદુલ મુલ્કની) દ્રષ્ટિ પસંદ કરી. તેણે પોતાની સમજણ છોડી દીધી અને તેણે (બીજાના) શબ્દો સાંભળ્યા.

૩૪૭૮ આ (ઈમાદુલ મુલ્કની વાણી માત્ર) ઢોંગ હતી અને (વાસ્તવમાં) તેની આજીજીએ અપૂર્વ ન્યાયાધીશે તેને બાદશાહના દિલમાં ઠંડી બનાવી.

३४७८ તેણે (ખુદાએ) (બાદશાહની) આંખને તેની ખુબસુરતી તરફનો દરવાજો બંધ કર્યો. પેલા (ઈમાદુલ મુલ્કના) શબ્દોએ દરવાજાના અવાજની માફક દખલગીરી કરી.

૩૪૮૦ તેણે (ખુદાએ) પેલા ઢોંગી કહેણને બાદશાહની આંખ ઉપર એક પડદો બનાવ્યો. એક પડદો કે જેનામાંથી ચંદ્રમા કાળો બનેલો દેખાય છે.

૩૪૮૨ જાણ કે વાણી ગુઢાર્થના મહેલમાંથી (આવતા) દરવાજાનો અવાજ છે. અવાજ ઉઘડવાનો છે કે બંધ થવાનો તેની ગણત્રી કરજે.

૩૫૦૩ આપખુદીને તાબે અને સુકા ઘાસની માફક (આધીન) ન થતો. વાસ્તવમાં “ખુદાઈ તખ્ત”નો છાંયો (દુનિયાના) ઉનાળાના ઘર કરતાં વધુ ઉત્તમ છે.

૩૫૦૪ બાદશાહે કહ્યું: “ઘોડાને પાછો અમીરને ત્યાં (લઈ જાઓ અને આ ખોટું કાર્ય આચરવામાંથી મને તુર્તજ મુક્ત કરો.

૩૫૦૫ બાદશાહે પોતાના દિલમાં કહ્યું નહિ. “બળદના માથાના કારણે આવી ખોટી રીતે સિંહને છેતર નહિ.”

૩૫૦૬ તમો (ઈમાદુલ મુલ્ક) મને છેતરવા માટે બળદને અંદર ખેંચ્યો, લઈ જાઓ, ખુદા એક બળદના શીંગડા ઘોડા ઉપર લગાડતો નથી.

૩૫૧૩ આના જ કારણે હ. મુસ્તુફા (૨. સ. અ.)એ ખુદાને આજીજી કરી, કહીને “ખોટું ખોટા તરીકે અને સાચું સાચા માફક દેખાવા દે."

૩૫૧૪ આથી આખરે જ્યારે તમો પાંદડું ફેરવો છો ત્યારે હું દિલગીર નહિ થાઉં (અને) ઉશ્કેરાટમાં નહિ પડું.

૩૫૧૫ (તે) બાદશાહીનો માલિક જ હતો કે જેણે ઈમાદુલ મુલ્કને કપટ જે તેણે આચર્યું. તેમાં દોરવણી આપી.

એક કાર્ય તારા આત્માની અંદરથી કરેલું હોવું જરૂરી છે, કારણ કે કોઈપણ દરવાજો તને ધીરધાર ઉપર આપેલી ચીજથી ખુલેલો બનશે નહિ, ઘરમાંનો એક પાણીનો ઝરો, બહારની એક નહેર કરતાં વધુ ઉત્તમ છે.

૩૫૯૬ પેલી નહેર કેવી ભલી છે કે જે (બધી) ચીજોનું મૂળ છે, તે આ (બીજી બધી) નહેરોથી તમને સ્વતંત્ર બનાવે છે.

૩૫૯૭ તમો એક સો ઝરામાંથી પીણું ગટગટાવશો. જ્યારે જ્યારે પેલા એકસોમાંનો કોઈ ઓછું ઉપજાવે, તમારી ખુશી અદ્રષ્ય થાય છે.

૩૫૯૮ (પણ) જ્યારે ઉચ્ચતમ ઝરો (તમારા) અંદરમાંથી ધસે છે, બીજા ઝરાઓમાંથી ચોરવાની તમને જરા પણ જરૂર રહેશે નહિ.

૩૫૯૯ જ્યારે કે તમારી આંખ પાણી અને જમીનથી આનંદિત બની છે, દિલની દિલગીરી આ ખુશી માટેની ચુકવણી છે.

૩૬૦૦ જ્યારે પાણીનો (જથ્થો) બહારથી કિલ્લા તરફ આવે છે, ત્યારે તે સુલેહના વખતમાં જરૂર કરતાં વધુ છે.

૩૬૦૧ (પણ) જ્યારે દુશ્મન (કિલ્લાની) આજુબાજુ ચકરાવો લ્યે છે, એટલા માટે કે તે તમને લોહીમાં ડુબાવે.

૩૬૦૨ ત્યારે વિરોધી લશ્કર બહારનું પાણી કાપી નાખે છે, કે કિલ્લાના (રક્ષકો)ને તેમના તરફથી કાંઈ પણ રાહત મળે નહિ.

૩૬૦૩ તે વખતે કિલ્લાની અંદરનો એક ખારો કુવો બહારની એક સો મીઠા પાણીની નદીઓ કરતાં વધુ ઉત્તમ છે.

૩૭૯૭ ઓ અમીર, તારી પોતાની હુશીયારી છોડી દે, (દૈવી) સદભાવ સમક્ષ તારું પગલું પાછું ભર અને ખુશીથી મરી જા.

૩૭૯૮ અમુક હોશિયારીના કારણે આ મેળવી શકાતું નથી. કંઈપણ મદદગાર થશે નહિ, સિવાય કે જ્યાં સુધી તમો આ (બધી) યુક્તિઓ તરફથી હટી જશો. 

બુખારાના સદરે જહાનની કહાણી, (તેનો રિવાજ હતો કે) કોઈપણ ભિખારી પોતાની જીભથી ભીખ માંગે તેને પોતાની સર્વમય અને સરળ સખાવતમાંથી બાકાત રાખતો. અમુક ગરીબ નોકરે (આ નિયમને) ભૂલી જતાં અને વધુ પડતો આતુર અને ઉતાવળમાં (સદરે જહાન) જ્યારે પોતાના ઘોડેસ્વારો સાથે પસાર થતો હતો ત્યારે પોતાની જીભથી ભીખ માગી. સદરે જહાને પોતાનો ચહેરો તેનાથી ફેરવી લીધો. અને (જો કે) તેણે દરરોજ એક નવી યુક્તિ અજમાવી અને પોતાને જુદો એાળખાવ્યો, ક્યારેક બુરખો ઓઢેલ ઔરત અને ક્યારેક ચહેરા અને આંખો ઉપર પાટા બાંધેલ આંધળા તરીકે, (પણ) તે (સદર) તેને ઓળખી લેવાની હમેશાં પૂરતી સમજ ધરાવતો હતો. વિગેરે વિગેરે.

૩૭૯૯ ખૂબ જ માનવંતા અમીરની બુખારામાં ભિખારીઓ સાથે માયાળુપણે વર્તવાની ટેવ હતી.

૩૮૦૦ તેની મહાન દયા અને અમાપ દાનશીલતા હંમેશાં રાત્રી પડતાં સુધી સોનું વેરતી હતી.

૩૮૦૧ સોનું કાગળના કટકાઓમાં વીંટેલું હતું. તે જીવ્યો ત્યાં સુધી તેણે છુટે હાથે દાન આપવું ચાલું રાખ્યું.

૩૮૦૨ તે સૂર્ય અને પ્રકાશિત ચંદ્રમા જેવો હતો (કારણ કે) તે (બધા) પ્રકાશો પાછા આપે છે કે જે તેઓ (ખુદામાંથી) મેળવે છે.

૩૮૦૩ જમીન ઉપર સોનું કોણ ઈનાયત કરે છે ? સૂર્ય. તેના થકીજ સોનું ખાણમાં છે અને ખજાનો ખંડેરમાં છે.

૩૮૦૪ દરેક સવારે એક મંજૂર કરેલી નાણાની રકમ એક (જુદા જુદા) પ્રકારના લોકોને (વહેંચી આપવામાં આવતી હતી), એટલા માટે કે તેનાથી નિરાશ થએલ કોઈ વર્ગ બાકી રહે નહિ.

૩૮૦૫ એક દિવસ તેનું ઇનામ (દર્દથી) પીડાતા પેલાઓ માટે રાખવામાં આવતું હતું. બીજે દિવસે તેવી જ ઉદારતા વિધવાઓ તરફ બતાવવામાં આવતી હતી.

૩૮૦૬ બીજે દિવસે મૌલા અલીના વંશવારસોના સાથે અને ગરીબ વકીલાત શીખતા ન્યાયાધીશો માટે.

૩૮૦૭ બીજે દિવસે ખાલી હાથવાળા સામાન્ય લોકો, બીજે દિવસે કરજમાં ડુબેલા લોકોને માટે.

૩૮૦૮ (સખાવત આપવામાં) તેનો રિવાજ એવો હતો કે કોઈએ પણ સોના માટે પોતાની જીભથી ભીખ માગવી કે પોતાના જરા જેટલા પણ હોઠ ખોલવા જોઈએ નહિ.

૩૮૦૯ પણ મુફલિસોએ એક દિવાલની માફક તેના રસ્તા ઉપરના ભાગોમાં ચુપકીદીથી ઉભા રહેવું.

૩૮૧૦ અને કોઈ પણ જે ઓચીંતાના પોતાના હોઠોથી ભીખ માગે તો આ ગુનાહ માટે તેને એક અધેલી પણ ન આપવાની સજા કરવામાં આવતી.

૩૮૧૧ તેનું જીવન સૂત્ર હતું, "તમારામાં તેઓ કે જેઓ ચુપ રહે, બચાવવામાં આવ્યા છે, તેની થેલીઓ અને (ખોરાકના) કટોરા ચૂપ રહેવા માટે અનામત રાખવામાં આવતા."

૩૮૧૨ એક દિવસે (એવું બન્યું કે) અસાધારણ રીતે એક ઘરડા માણસે કહ્યું, 'મને ખેરાત આપો, કારણ કે હું ભુખથી પીડાઉં છું.'

૩૮૧૩ તેણે પેલા વૃદ્ધને (ખેરાત) આપવાની મના કરી, પણ પેલા વૃધ્ધે તેને આગ્રહભરી વિનંતી કરવી ચાલું રાખી, લોકો આ ઘરડા માણસની વિનંતીથી અજાયબ થયા.

૩૮૧૪ તેણે (સદ્રે) કહ્યું, 'ઓ મારા બાપ, તમો એક ખૂબ જ બેશરમ આદમી છો,'  પેલા વૃધ્ધે જવાબ આપ્યો, "તમો મારા કરતાં વધુ બેશરમ માણસ છો.”

૩૮૧૫ કારણ કે તમોએ આ દુનિયાનો આનંદ માણ્યો છે, અને તારી કંજૂસાઈમાં તું તારી ચાલુ વિપુલતાને તારા ભવિષ્યનો આનંદ નક્કી કરવાનું નિમિત્ત બનાવે છે.

૩૮૧૬ તે (સદ્ર) હસ્યો અને પેલા વૃદ્ધને થોડા પૈસા આપ્યા, વૃધ્ધે એકલાએ દાન મેળવ્યું. 

૩૮૧૭ પેલા વૃદ્ધ સિવાય કોઈ પણ જેણે (અવાજ કરી) માગ્યું, કદી તેના પૈસામાંથી એક સિક્કો પણ જોયો નહિ.

३८१८ એક દિવસે કે જ્યારે તે ધારાશાસ્ત્રીઓનો વારો હતો, અમુક ધારાશાસ્ત્રીએ કંજુસાઈ (પ્રેરિત) ઓચિંતાના કૃતિમ રુદન શરૂ કર્યું.

૩૮૧૯ તેણે ઘણી દયાજનક આજીજીઓ કરી, પણ કાંઈ કામ આવી નહિ. તેણે આજીજીઓ ઉચ્ચારી પણ તે કાંઈ મદદગાર નીવડી નહિ.

૩૮૨૦ બીજે દિવસે તેણે પોતાનો પગ ચિરાઓથી લપેટ્યો, (અને બિમારી) ભોગવતાઓની હારમાં, પોતાનું માથું હલાવતો ઊભો.

૩૮૨૧ તેણે ડાબી અને જમણી બાજુએ ઢીંચણથી ઘુંટી સુધીનો પગ લાકડાની ચીપાઈથી બાંધ્યો, એટલા માટે કે એવું ધારી લેવામાં આવે કે તેનો પગ ભાંગી ગયો છે.

૩૮૨૨ તેણે (સદ્રે) જોયું અને તેને ઓળખી ગયો, અને કાંઈ આપ્યું નહિ, બીજે દિવસે તેણે પોતાનો ચહેરો વરસાદના ડગલાથી ઢાંકયો.

૩૮૨૩ (પણ) ઉમદા માલિક તેમ છતાં તેને ઓળખી ગયો અને તેના બોલવાથી (આચરેલા) ગુન્હા) માટે કાંઈ પણ આપ્યું નહિ.

૩૮૨૪ જ્યારે તે એકસો જાતની યુક્તિઓમાં નાશીપાસ થયો ત્યારે તેણે પોતાના માથા ઉપર સ્ત્રીઓની માફક બુરખો ઓઢયો.

૩૮૨૫ અને ગયો અને વિધવાઓ વચ્ચે બેઠો અને પોતાનું માથું નીચું નમાવ્યું અને પોતાના હાથો છુપાવ્યા.

૩૮૨૬ છતાં પણ તે (સદ્ર) તેને ઓળખી ગયો અને તેને કાંઈ સદકો આપ્યો નહિ. આ નિરાશાના કારણે તેના દિલમાં એક દિલગીરીની જ્વાળા ભભુકી ઉઠી.

૩૮૨૭ તે વહેલી સવારમાં કફન પુરું પાડનારની પાસે ગયો, કહે, મને કફનમાં વિંટાળ, અને રસ્તા ઉપર બહાર મને મુક.

૩૮૨૮ તારા હોઠો પુરેપુરા બંધ રાખજે. (પણ) બેસી જજે. અને સદ્રે જહાન અહીંની પસાર થાય ત્યાં સુધી નજર રાખજે.

૩૮૨૯ કદાચ તે મને જુએ, મને મરેલો ધારે અને કફનની કિંમત ચુકવવા થોડા પૈસા ફેંકે.

૩૮૩૦ તે જે પણ કાંઈ આપશે તેમાંથી હું તને અર્ધા આપીશ, પેલા ગરીબ માણસે, ધારેલ બક્ષિસની ઈચ્છામાં તેણે જેમ કહ્યું હતું તેમ કર્યું.

૩૮૩૧ તેણે તેને કપડામાં વિંટ્યો અને તેને રસ્તા ઉપર મુક્યો, સદ્રે જહાનનું ત્યાંથી પસાર થવાનું બન્યું.

૩૮૩૨ અને કફન ઉપર થોડું સોનું ફેંક્યું, તેણે (ધારાશાસ્ત્રીએ) પોતાની ઉતાવળ અને બીકમાં પોતાનો હાથ લંબાવ્યો.

૩૮૩૩ રખેને કફન પુરૂં પાડનાર નાણાની બક્ષિશ ઉઠાવી લ્યે અને રખેને વિશ્વાસઘાતી બદમાશ પોતાથી તેને સંતાડી દે.

૩૮૩૪ મરેલા માણસે કફન નીચેથી પોતાનો હાથ ઉંચો કર્યો અને તેના હાથની પાછળ તેનું માથું (પણ) નીચેથી બહાર આવ્યું.

૩૮૩૫ તેણે સદ્રે જહાનને કહ્યું ‘જુઓ મેં તે કેવું મેળવ્યું ? ઓ તમો કે જેણે મારી વિરુદ્ધ ઉદારતાના દરવાજા બંધ કર્યા હતા.

૩૮૩૬ તેણે (સદ્રે) જવાબ આપ્યો, (હા), પણ ઓ ઉધ્ધત, જ્યાં સુધી તું મરી ન ગયો ત્યાં સુધી મારી પાસેથી દાન મેળવ્યું ન હતું.’

૩૮૬૭ “મૃત્યુ પહેલાં મરણ પામો'નું ગુઢાર્થ આ છે, કે બક્ષિશો મરણ બાદ આવે છે (અને પહેલા નહિ).

૩૮૩૮ મર્યા સિવાય, ઓ યુક્તિબાજ પ્રપંચી આદમી, ખુદા સાથે બીજી કોઈ હુશિયારી મદદ કરતી નથી.

૩૮૪૦ અને (દૈવી) સદભાવ મોત ઉપર આધાર રાખે છે, વિશ્વાસુ (અધિકારીઓએ) આ રસ્તાના (સિદ્ધાંતને) ચકાસણીમાં મુક્યો છે.

૩૮૪૧ નહિ, તેનું (ત્યાગીનું) મરણ પણ (દૈવી) સદભાવ વગર શક્ય નથી. સાંભળ, સાંભળ, (દૈવી) સદભાવ વગર કોઈપણ જગ્યાએ ઉતાવળે દોડ નહિ.

બે ભાઈઓની કહાણી, જેઓમાંના એકને હડપચી ઉપર થોડા વાળ હતા, જ્યારે બીજો દાઢી વગરનો છોકરો હતો. તેઓ પરિણિતોના ગૃહમાં સુવા ગયા, એક રાત્રીના એવું બન્યું કે છોકરો જાગ્યો અને કજીયો કરવો શરૂ કર્યો, કહીને, “આ ઈંટો ક્યાં છે ? તમો તેને ક્યાં ઉઠાવી ગયા છો ? તમોએ તે શા માટે લીધી ? તેણે જવાબ આપ્યો. તમોએ અહીંઆ ઈંટો શા માટે મુકી હતી ?”

૩૮૪૩ એક દાઢી વગરનો છોકરો અને બીજો પોતાની હડપચી ઉપર થોડા વાળવાળો યુવાન એક તહેવારના સંમેલનમાં આવ્યા, કારણ કે શહેરમાં એક સભાગ્રહ હતો.

૩૮૪૪ ચુંટાએલો સમુહ સુર્ય આથમ્યો અને ત્રીજા ભાગની રાત્રી પસાર થઈ ત્યાં સુધી આનંદ કરવામાં રોકાએલો રહ્યો.

૩૮૪૫ બન્ને (ભાઇઓ)એ પ્રસંગ ઉજવાતા ઘરનો ત્યાગ કર્યો નહિ, રાત્રીના ચોકીદારનો (ભેટો થવાની) બીકમાં તેઓ ત્યાં જ ઉંઘી ગયા.

૩૮૪૬ યુવાનને તેની હડપચી ઉપર ચાર વાળ હતા, પણ તેનો ચહેરો (ખુબસુરતીમાં) પૂર્ણિમાના ચાંદ જેવો હતો.

૩૮૪૭ દાઢી વગરનો છોકરો દેખાવમાં કદરૂપો હતો:
તેણે તેની પીઠ પર વીસ ઇંટો મૂકી.

૩૮૪૮ એક સમલૈંગિક વ્યક્તિ તકની રાહ જોતો હતો અને ધીમે ધીમે ઇંટો કાઢી નાખતો હતો.

૩૮૪૯ જ્યારે તે તેની પાસે આવવા લાગ્યો, ચોંકી ગયેલો છોકરો ઊંઘમાંથી જાગી ગયો.

૩૮૫૦ તેણે પૂછ્યું કે છોકરાએ તેની પીઠ પર ઇંટો કેમ મૂકી હતી.

૩૮૫૧ હું એક બિમાર છોકરો છું. મારી અશક્તિના કારણે મેં સાવચેતી રાખી અને અહીં સુવાની જગ્યા બનાવી.

૩૮૫૨ તેણે જવાબ આપ્યો, “જો તમે તાવથી બિમાર છો, તો તમો દવાખાને કેમ જતા નથી ?

૩૮૫૩ અથવા એકાદ દયાળુ વૈદના ઘરે, એટલા માટે કે તમારા ઈલાજનો દરવાજો ખુલે.

૩૮૫૪ તેણે કહ્યું, “કેમ”, “હું ક્યાં જાઉં ? કારણ કે જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મારા ઉપર ત્રાસ ગુજારે છે.

૩૮૫૫ કેટલાક દુષ્ટ બેઈમાન તારા જેવા ધૂર્ત (Rascal) મારી સમક્ષ પોતાનું માથું ઉંચકે છે; 

૩૮૫૬ દરવીશોનો મઠ, કે જે સૌથી ઉત્તમ જગ્યા છે ત્યાં પણ એક પળ માટે હું સલામતી શોધી શકતો નથી. 

૩૮૫૭ એક મુઠ્ઠીભર બટાકા ખાનારાઓ મારા તરફ પોતાની નજર દોડાવે છે. તેમની આંખો વાસનાથી છલકાઈ રહી છે.

૩૮૫૮ અને તે પણ કે જે શિષ્ટાચાર પ્રત્યે લક્ષ આપે છે. તેઓ પોતાની આંખો મારી તરફ ઢાળેલી રાખે છે.

૩૮૫૯ જ્યારે આશ્રમો આના (જેવા) છે, ત્યારે ખુલ્લી બજારો કેવી બનવી જોઈએ ?

૩૮૬૨ અને જો હું ભાગી જાઉં અને સ્ત્રીઓ તરફ જાઉં તો હું યુસુફ (અ.સ.)ના જેવી તકલીફમાં પડું.

૩૮૬૩ હ. યુસુફે કેદ અને માનસિક યાતના એક સ્ત્રીના હાથેથી સહન કરી હતી, હું પચાસ ફાંસીના માંચડાઓ વચ્ચે વહેંચાએલો બનું.

૩૮૬૪ પેલી સ્ત્રીઓ પોતાની મુર્ખાઈમાં પોતાને મારા તરફ દોડાવશે અને (પછી) તેઓનું સૌથી નજીક અને સૌથી વહાલું (સગુ) મારી જિંદગી શોધશે,

૩૮૬૫ મારી પાસે માણસો અથવા સ્ત્રીઓ પાસેથી નાશી જવાના સાધનો જ નથી, હું શું કરૂં ? જ્યારે કે હું આ કે પેલા કોઈનો પણ સંબંધીત નથી !

૩૮૬૬ પેલી (ફરિયાદ) કર્યા બાદ પેલા છોકરાએ યુવાન તરફ જોયું અને કહ્યું “તે (તેની હડપચી ઉપરના) બેત્રણ વાળ અંગે તકલીફમાંથી મુક્ત છે.

૩૮૬૭ તે ઈંટોથી સ્વતંત્ર છે અને ઈંટોના કારણે ઝગડાથી (પણ) અને એક તારા જેવો દુષ્ટ જુવાન બદમાશ કે જે (જારકર્મ માટે) પોતાની માને પણ વેચી આવે.

૩૮૬૮ ચેતવણી જેવા ત્રણ કે ચાર હડપચી ઉપરના વાળ સલામતીનું સાધન બને છે.

૩૮૬૯ (દૈવી) સદભાવનાના પડછાયાનું (રક્ષણનું) એક અણુ સૌથી ભાવિક ધર્મનિષ્ઠાના એક હજાર પ્રયાસો કરતાં વધુ સારા છે.

૩૮૭૦ કારણ કે સેતાન ભક્તિભાવની ઇંટો હટાવી લેશે (ભલે પછી) જો ત્યાં બસો ઈંટ હોય તો પણ તે પોતા માટે એક રસ્તો બનાવશે.

૩૮૭૧ જો ઈંટો અસંખ્ય હોય (છતાં) તે તમારાથી મુકાએલી છે (જ્યારે) પેલા બે ત્રણ વાળ પેલી પારની બક્ષિશ છે.

૩૮૭૨ વાસ્તવમાં પેલો દરેક (વાળ) એક પહાડ જેવો મજબુત છે, કારણ કે એક શહેનશાહે નવાજીશ કરેલ એક સલામત વ્યવસ્થા છે.

૩૮૭૩ જો તમો દરવાજા પર એક સો તાળા લગાવશો, કોઈ અવિચારી આદમી તે બધાને ઉઠાવી લેશે.

૩૮૭૪ (પણ) જો એક પોલીસ ન્યાયાધીશ (તેના પર) મીણથી મહોર મારશે, તેની દ્રષ્ટિથી જ હઠીલા બહાદુરોના દિલો ધ્રુજી ઉઠશે.

૩૮૭૫ તે બે કે ત્રણ દયાળુ વાળના દોરા પર્વતની જેમ અવરોધ બનાવે છે, જેમ ચહેરા પર ભવ્ય દેખાવ હોય છે.

૩૮૭૬ ઓ ભલી પ્રકૃતિના આદમી, ઈંટો મૂકવામાં બેપરવા ન બન, પણ તેજ વેળાએ દુષ્ટ સેતાનમાંથી સલામત હો તેમ ઉંઘતા પણ નહિ.

૩૮૭૭ જાઓ અને (દૈવી) દયાના બે વાળ મેળવો, અને પછી ઘસઘસાટ ઉંઘો અને વ્યાકુળતા હશે જ નહિ.

૩૮૭૮ ડાહ્યા (આલીમ) નું સૂવું (અજ્ઞાનથી થએલ) બંદગી કરતાં વધુ ઉત્તમ છે, (જો) આવું એક ડહાપણ (ઈલ્મ રૂહાનીયત) જાગૃતી આણનારૂં હોય તો.

યા અલી મદદ