મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૧૫
વાર્તા - ૧૫
એક બાદશાહની વાર્તા કે જે એક હુશિયાર ધારાશાસ્ત્રીને પોતાના ભોજન સમારંભમાં પરાણે લાવ્યો અને તેને બેસાડ્યો, (જ્યારે) સાકીએ તેની આગળ શરાબની રજુઆત કરી અને તેની પાસે કટોરો ધરી રાખ્યો, ત્યારે ધારાશાસ્ત્રીએ પોતાનો ચહેરો ફેરવ્યો અને ચીડાયેલો દેખાયો અને ઉદ્ધતાઈથી વર્ત્યો. બાદશાહે સાકીને કહ્યું, ”આપ તેને ખુશ મિજાજમાં લાવ.” સાકીએ કેટલીય વખત તેના માથામાં ફટકાર્યું અને તેને શરાબ પીતો બનાવ્યો.
૩૯૧૪ (જ્યારે) એક પીધેલ બાદશાહ આનંદપુર્વક ઉજાણી કરતો હતો, અમુક ધારાશાસ્ત્રી તેના દરવાજા પાસેથી પસાર થયો.
૩૯૧૫ તેણે સુચનાઓ આપી, કહે. “તેને આ ઓરડામાં લાવો અને તેને લાલ રંગનો શરાબ પીવા આપો.”
૩૯૧૬ તેથી તેઓ તેને બાદશાહ પાસે લાવ્યા, (કારણ કે) તેને તેનો સામનો કરવાની હિંમત નહિ હતી. તે ઓરડામાં ઝેર અને સાપ જેવો ચિડાએલો બેઠો.
૩૯૧૭ જ્યારે તેણે (સાકી)એ તેની પાસે શરાબની રજુઆત કરી, તેણે ગુસ્સાપુર્વક તેની મના કરી અને પોતાની આંખ બાદશાહ અને સાકી ઉપરથી હટાવી લીધી.
૩૯૧૮ કહે, “મેં મારી જિંદગીમાં કદી શરાબ પીધો નથી. શરાબ કરતાં ઝેર મને વધુ ખુશ કરશે.
૩૯૧૯ એઈ, શરાબને બદલે મને થોડું ઝેર આપો કે જેથી હું આ તમારી (ઉધ્ધતાઈ) અને મારા ખુદમાંથી મુક્તિ મેળવું.”
૩૯૨૦ શરાબ પીધા વગર તે ઝગડો શરૂ કર્યો અને મૃત્યુ અને તેની વેદનાઓની માફક સમુહ તરફ પ્રતિકુળ બન્યો.
૩૯૨૧ આ વાણી અને માટીના અનુયાયીઓની દુનિયામાંની વર્તણુંક માફક છે, જ્યારે તેઓ રૂહાનીયત જનતા સાથે ભેગા મળે છે.
૩૯૨૨ ખુદા પોતાના પસંદ કરેલાને પીધેલાની હાલત સિવાય રાખતો નથી.
૩૯૨૩ તેઓ પ્યાલાની રજુઆત કરે છે કે જેણે કોલ આપ્યો છે (પણ તેની) નિરિક્ષણશક્તિ તેના (અક્ષરશ) શબ્દો સિવાય બીજું કાંઈ સમજતી નથી.
૩૯૨૪ તે તેઓની દોરવણીથી પોતાનો ચહેરો ફેરવે છે. કારણકે તે પોતાની આંખથી તેઓની બક્ષિસ જોતો નથી.
૩૯૨૫ જો ત્યાં તેના કાન અને તેના ગળા વચ્ચે રસ્તો હોત તો તેઓના સદબોધનો આંતરિક અર્થ તેના અંદરના ભાગોમાં ઉતર્યો હોત.
૩૯૩૨ જો તેની દયામાં તે તેના માથા ઉપર ફટકારે તો તે (આવો એક) રાતા શરાબ માટેની આતુરતાભરી ઈચ્છા ધરાવશે.
૩૯૩૩ અને જો તે તેને મારે નહિ તો તે ધારાશાસ્ત્રી જેવો, આ (રૂહાનીયત) રાજાઓની ખુશાલી અને પીણા વિરૂદ્ધ પોતાનું મોં બંધ કરેલો રહેશે.
૩૯૩૪ બાદશાહે પોતાના સાકીને કહ્યું, “ઓ સારી વ્યવસ્થા કરનાર (યુવાન) તું ચુપ કેમ છો ? તેને શરાબ પીતો બનાવ, તેને ખુશમિજાજી બનાવ.”
૩૫૩૫ દરેક અંતઃકરણ ઉપર એક ગુપ્ત રાજ્યકર્તા છે, (જે) ખંધાઈપુર્વક જેને તે ચાહે છે તેને તેના ઈરાદામાંથી અન્ય દિશામાં વાળે છે.
૩૯૩૯ તેણે (સાકીએ) (ધારાશાસ્ત્રીને) માથા ઉપર થપ્પડો લગાવી, કહે, પ્યાલો પકડ. આદમીએ (વધુ ફટકા) પડવાની બીકે ઘુંટડો લીધો.
૩૯૪૦ તે સહેજ પીધેલો અને આનંદી અને બગીચા જેવો હસમુખો બન્યો. તેણે ગાઢ સાથીની માફક વર્તવું શરૂ કર્યું, તેણે હાંસીપાત્ર વાતો અને રમુજો કહેવી શરૂ કરી.
૩૯૪૧ તે બહાદુર અને વિનોદી બન્યો, વાજુ વગાડવા લાગ્યો અને બાથરૂમ તરફ પિશાબ કરવા જવા લાગ્યો.
૩૯૪૨ બાથરૂમમાં એક માંદી જેવી રૂપાળી દાસી ગઈ, બાદશાહની ખાસ ખીદમતગાર દાસી હતી.
૩૯૪૩ જ્યારે તેણી તેને ઓચિંતી નજરે પડી, તેનું મોઢું ખુલ્લું રહી ગયું. તેની સમજણે રજા લીધી અને તેની કાયા હુમલા માટે તૈયાર બની.
૩૯૪૪ તે તરત જ તેના પર કૂદી પડ્યો.
૩૯૪૫ પેલી છોકરી શરૂઆતમાં વિરોધ કરવા મંડી પરંતુ પછી ડરના માર્યા સામનો કરવો છોડી દીધો.
૩૯૬૨ તે (ધારાશાસ્ત્રીની ગેરહાજરી) લંબાણી તે મેળાવડામાં કેમ પાછો ફરે ? બાદશાહની અપેક્ષા બધી હદ વટાવી ગઈ.
૩૯૬૩ બાદશાહ શું બન્યું તે જોવા આવ્યો, ક્યામતના દિવસના અનુરૂપ ગડબડ તેણે નિહાળી.
૩૯૬૪ ધારાશાસ્ત્રી બીકમાં ઉભો થઈ ગયો અને મેળાવડાના ઓરડા તરફ ભાગ્યો અને જલ્દીથી શરાબનો કપ પકડ્યો.
૩૯૬૫ બાદશાહ, દોજખની માફક આગ અને ભડકાથી ભરપુર, ગુનેહગાર જોડીના લોહીનો તરસ્યો બન્યો હતો.
૩૯૬૬ જ્યારે ધારાશાસ્ત્રીએ તેને ગુસ્સે થએલો અને ક્રોધી ચહેરાનો જોયો, કે જે એક ઝેરના પ્યાલાની માફક સખત અને ખૂની બન્યો હતો,
૩૯૬૭ ત્યારે તેણે સાકીને બુમ પાડી, “ઓ હજુરિયા, શા માટે તું બહેરો બનીને બેઠો છે ? (બાદશાહને) શરાબ આપ અને તેને ખુશમિજાજમાં લાવ.
૩૯૬૮ બાદશાહ હસી પડ્યો અને કહ્યું, “ઓ મહેરબાન, હું મારા ખુશમિજાજમાં આવી ગયો છું. યુવતી તારી છે.
૩૯૬૯ હું બાદશાહ છું. મારૂં કાર્ય ઈન્સાફ અને દયા બતાવવાનું છે, મેં પેલું પીધું કે જેથી મારી ઉદારતા મારા દોસ્ત ઉપર ઉતારી છે,
૩૯૭૦ હું મારા દોસ્ત અને સગાવહાલાને ખોરાક અને પીણું, ખાવાપીવામાં મધ જેવું સ્વાદિષ્ટ ન હોઈ તે આપું ખરો ?
૩૯૭૭ (હવે) મર્દાઈથી પોતાને પણ તે જ સદગુણથી વિભુશીત કરો. સમજ એવી ધરાવો કે આત્મસંયમ ઉપર ચિંતન કરે અને તમને દોરવણી આપનાર બને.
૩૯૭૮ જ્યારે ધૈર્યની દોરવણી તમારા માટે એક પાંખ બને છે ત્યારે તમારો આત્મા (દૈવી) તખ્ત અને બેઠકના ઉંચા અવકાશે ઉડશે.
૩૯૭૯ જુઓ, જ્યારે ધૈર્ય તેમના માટે એક બુરાક બન્યું ત્યારે હ. મુસ્તફા (ર.સ.અ.)ને મેએરાજે લઈ ગયું.
ઈમરા-ઉલ-ક્યઝ જે અરબોનો રાજા હતો અને વધુ પડતો ખુબસુરત હતો તેની કહાણી, તે તેના ઝમાનાનો યુસુફ હતો અને અરબ સ્ત્રીઓ ઝુલેખાની માફક તેના માટે મરી પડતી. તેની પાસે કાવ્યાત્મક પ્રતિભા હતી. ઉર્મિકાવ્યની પંકતી શરૂ થતી. ઉભા રહો, પ્રિયતમ અને રહેણાકની યાદીમાં અમોને રૂદન કરવા દયો, 'જ્યારે કે બધી સ્ત્રીઓ ખરા દિલથી તેની ઈચ્છા કરતી, ત્યારે કોઈને અજાયબી થતી કે તેના પ્રેમગીતો અને રુદનનું કારણ શું છે. ખાત્રીપુર્વક તે જાણતો કે આ સઘળા (ખુબસુરત આકારો) એક અપૂર્વ ચિત્રની પ્રકૃતિ છે કે જે (કલાકારો) થકી જમીનના ચોકઠા ઉપર દોરાએલી બની છે. આખરે આ ઈમરા-ઉલ-કયઝને એક રૂહાનીયત અનુભવ આવ્યો કે મધ્ય રાત્રીએ તે પોતાના રાજ્યમાંથી અને બચ્ચાં પાસેથી ભાગી છુટ્યો અને એક દરવીશના કપડામાં પોતાને છુપાવ્યો. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં તેની શોધમાં કે જે બધા પ્રદેશો ફેરવે છે, ભટક્યો, 'જેને તે ઈચ્છે તેને પોતાની દયા માટે પસંદ કરે છે.”
૩૯૮૬ ઈમરા-ઉલ-કયઝ પોતાની બાદશાહીથી કંટાળ્યો હતો, પ્રેમ તેમને અરબોના મુલ્કમાંથી ઉઠાવી ગયો.
૩૯૮૭ કે જેથી તેઓ આવ્યા અને તબુકમાં ઈંટો બનાવનાર તરીકે કામ કર્યું, રાજાને કહેવામાં આવ્યું કે એક બાદશાહી પુરૂષ.
૩૯૮૮ ઈઝરા-ઉલ-કયઝ (નામે) પ્રેમનો શિકાર થએલો, અહીં આવ્યો હતો અને પોતાની જાત મહેનતથી ઇંટો બનાવતો હતો.
૩૯૮૯ બાદશાહ ઉઠી ઉભા થયા અને રાત્રીના તેની પાસે ગયા અને તેને કહ્યું, ઓ ખુબસુરત ચહેરાવાળા બાદશાહ.
૩૯૯૦ તમો ઝમાનાના યુસુફ છો, બન્ને દુનિયાઓ સંપૂર્ણ રીતે તમારા તાબામાં છે, (ઓ) તમારી સત્તા નીચેનો મુલક, અને (બીજી) ખુબસુરતી,
૩૯૯૧ માણસો તમારી તલવારથી ગુલામો બન્યા છે, જ્યારે સ્ત્રીઓ તમારી ભવ્ય ખુબસૂરતીથી કબજામાં છે.
૩૯૯૨ જો તમો મારી સાથે રહેશો તો તે મારું સદકિસ્મત બનશે, તમારા મિલનથી મારો આત્મા એકસો અતિ આનંદીત આત્માઓની બરોબરીમાં બનશે.
૩૯૯૩. હું પોતે અને મારી બાદશાહી (બન્ને) તમારા પોતાના માફક તમારા છે, ઓ તમે કે જેઓએ ઉત્કટ ઈચ્છામાં બાદશાહીઓ છોડી દીધી છે.
૩૯૯૪ તેમણે લાંબો સમય તત્વજ્ઞાનની વાતો કરી અને તે (ઈમરા-ઉલ-કયઝ) ચુપ રહ્યા, જ્યાં સુધી કે ઓચિંતાના તેઓએ ગુઢાર્થ ઉપરથી પડદો હટાવ્યો.
૩૯૯૫ પ્રેમ અને આવેશની કઈ ગુપ્તતાઓ તેમણે તેના કાનમાં કહી હોવી જોઈએ તેનો વિચાર કરો, તુર્તજ તેમણે તેને પોતાના જેવો બેગાનો ભટકનાર બનાવ્યો.
૩૯૯૬ તે (તબૂકના બાદશાહે) તેનો હાથ પકડયો અને તેનો સાથી બન્યો, તેણે પણ પોતાની ગાદી અને બાદશાહી છોડી દીધી.
૩૯૯૭ આ બન્ને બાદશાહો દુરના મુલ્કમાં ગયા, પ્રેમે આ ગુન્હો માત્ર એક વાર કર્યો નથી.
૩૯૯૮ તે (પ્રેમ) મોટાઓ માટે મધ છે અને બચ્ચાં માટે દુધ છે. તે દરેક હોડી માટે છેલ્લો બોજો છે.
૩૯૯૯ આ બેઉ સિવાય પણ, ઘણા બાદશાહો, અસંખ્ય (બાદશાહો)ને તેમના રાજ્ય અને કુટુંબોમાંથી પ્રેમે ચીરી નાખ્યા છે.
૪૨૦૫ મારી ઈચ્છા આ દિશાએ (શોધમાં જતાં) પૂર્ણ થશે અથવા (દૈવી) હાથથી ખુલેલા બીજા દરવાજેથી પૂર્ણ થશે.
એક પુરૂષની કહાણી કે જેણે સ્વપ્નું જોયું કે ધનસંપત્તિની તેની ઈચ્છા કેરોમાં પુરી થશે, અને કે તે શહેરના અમુક સ્થાનમાં એક ખજાનો (દાટેલો) હતો. જ્યારે તે કેરો આવ્યો ત્યારે કોઈએ તેને કહ્યું, “મેં બગદાદમાં આવા એક રહેઠાણ અને આવા ઘરમાં ખજાનાનું સ્વપ્નું જોયું છે.” અને તેણે સ્થળનું નામ આપ્યું અને ઘર કે જેમાં એ આ માણસ રહેતો હતો તેનું નામ આપ્યું, પાછલાએ જાણ્યું કે (સ્વપ્નામાં) તેને અપાએલ કેરોમાં ખજાનો હોવા સબંધીની માહિતી એટલા માટે હતી કે તેણે બીજે ક્યાંય શોધવાને બદલે પોતાના ઘરમાંજ શોધવું જોઈએ, આ ખજાનો ખરેખર અને સત્ય રીતે કેરોમાંજ મેળવેલ બનવો જોઈએ.
૪૨૦૬ (એક વાર એક માણસ હતો કે જેને નાણાં અને મિલ્કત વારસામાં મળી હતી. તેણે તે બધી ઉડાવી દીધી અને કંગાળ અને લાચાર બની ગયો,
૪૨૦૯ ઓ ફલાણા, તમો જ તમારા આત્માની કિંમત જાણતા નથી કારણ કે ખુદાએ તમને ઉદારતાપૂર્વક તે મફતમાં આપેલ છે.
૪૨૧૦ તેનું રોકડ નાણું ચાલ્યું ગયું અને તેનું રાચરચીલું અને ઘર ચાલ્યા ગયા. તે એકલો જંગલમાં ઘુવડોની માફક બાકી રહી ગયો.
૪૨૧૧ તેણે આક્રંદ કર્યું “ઓ માલિક, તેં મને રોજી આપી હતી, રોજી ચાલી ગઈ, મને કાં તો રોજી આપ નહિતર મૃત્યુ આપ.”
૪૨૧૨ જ્યારે તે ખાલી બન્યો ત્યારે તેણે ખુદાને બોલાવવું શરૂ કર્યું તેણે “ઓ માલિક” બોલવું શરૂ કર્યું, અને ‘ઓ માલિક, મને બચાવ.”
૪૨૧૩ જ્યારે કે પયગમ્બર સાહેબે કહ્યું છે કે “સાચો ઈમાનદાર ‘વાંસળી' માફક છે તે જ્યારે ખાલી હોય છે માત્ર ત્યારે જ વાગે છે.
૪૨૧૪ (કારણ કે) જ્યારે તે ભરાય છે ત્યારે કવિ તેને નીચે મુકે છે, ભરેલો બન નહિ, કારણ કે તેના હાથનું અડવું મીઠું છે.
૪૨૧૫ ખાલી બન અને તેની (ખુદાની) બે આંગળીઓ વચ્ચે સુખેથી રહે, કારણકે રૂહાનીયત દુનિયાની મદિરાથી નશાબાજ બનેલો રહે.
૪૨૧૬ (તેની પાસેથી) આગલું ચાલ્યું ગયું તેની આંખોમાં આંસુઓ મુકતું ગયું, તેના આંસુઓએ ભક્તિના પાકોને પાણી પાયું (પુનર્જીવન આપ્યું).
સાચા ઈમાનદારોની પ્રાર્થનાના જવાબમાં વિલંબ કેમ થાય છે તેનું કારણ.
૪૨૧૭ અરે, કેટલાય એક નિખાલસ (બંદગી કરનાર) બંદગીમાં રૂદન કરે છે, જેથી તેની નિખાલસતાનો ધુમાડો આસમાન સુધી ઉપર ચડે.
૪૨૧૮ અને પાપીના રૂદનમાંથી ઉંચા છાપરાની પેલી પાર ધુમાડાની સુવાસ તરતી બને છે.
૪૨૧૯ પછી ફિરસ્તાઓ આજીજીપૂર્વક ખુદાને વિનંતી કરે છે, કહે છે, “ઓ તું કે જે દરેક પ્રાર્થનાઓનો જવાબ આપે છે અને ઓ તું કે જેના રક્ષણની માગણી કરવામાં આવે છે.
૪૨૨૨ ખુદા કહે છે “એમ નથી કે તે (મારી નજરમાં) અધમ છે ? નહિ, કૃપાનું મુલતવી રાખવું તેને મદદ કરવાના આશયેજ છે.
૪૨૩૦ જ્યારે બે પુરૂષો, તેમને એકાદ બુઢો ખખડી ગએલો અને બીજો સુંદર (યુવાન), એક ભઠીયારા પાસે આવે કે જે સુંદર છોકરાઓનો વખાણનાર છે.
૪૨૩૧ અને બન્ને ડબલ રોટી માગે છે. તે તુરતજ ખમીર વગરની ડબલ રોટી લાવશે અને તે લેવા બુઢા માણસને કહેશે.
૪૨૩૨ પણ તે પેલા બીજાને (તુર્તજ) ડબલરોટી કેમ આપશે ? કે જેના દેખાવ અને ચહેરાથી તે ખુશી છે ? નહિ, તે ઢીલ જ કરશે.
૪૨૩૩ અને તેને કહેશે, થોડીવાર બેસો, તેનાથી તમોને અડચણ થશે નહિ, કારણ કે તાજી ડબલરોટી ઘરમાં પાકે છે.
૪૨૩૪ અને જ્યારે (પાકવાનું કાર્ય પૂર્ણ થયું) યુવાન પાસે ગરમાગરમ ડબલરોટી લાવવામાં આવે છે. તે (ભઠિયારો) તેને કહેશે, “ બેસો, કારણ કે મિઠાઈ આવે છે.
૪૨૩૫ આજ રીતે તે તેને હમેશાં રોકે છે અને ગુપ્ત રીતે યુક્તિથી તેનો શિકાર બનાવવાનું શોધે છે.
૪૨૩૬ કહે, મને તમારી સાથે કાંઈ જરૂરી કામ છે, ઓ દુનિયાની ખુબસુરતી એક પળ માટે થોભો.
૪૨૩૭ ખાત્રીપૂર્વક જાણો કે શા માટે સાચા ઈમાનદારો ભલાઈ શોધવામાં અથવા તકલીફમાંથી (ઉગરવામાં) નિરાશા સહન કરે છે,
પુરૂષ કે જેને કેરોમાં દટાએલ ખજાનાની ચાવી આપવામાં આવી હતી તે કહાણી તરફ પાછા ફરવું અને પોતાની ગરીબાઈના કારણે ખુદાને પોતાની વિનંતીઓ ચાલુ રાખવી.
૪૨૪૦ તેણે સ્વપ્ન જોયું કે તેણે આસમાનમાંથી અવાજ સાંભળ્યો, કહે, તારી દોલત તને કેરોમાં મળશે.
૪૨૪૧ કેરો જા. ત્યાં તારી સ્થિતિ સુધરશે. તેણે (ખુદાએ) તારી નમ્ર વિનંતી કબુલ કરી છે, તે આશાનો વિષય છે.
૪૨૪૨ ફલાણી જગ્યાએ એક મોટો ખજાનો છે. તેની શોધમાં તારે કેરો જવું જોઈએ.
૪૨૪૩ ઓ કંગાળ આદમી, સાંભળ, કાંઈપણ ઢીલ વગર બગદાદથી કેરો જ્યાં શેરડી ઉગે છે ત્યાં જા.
૪૨૪૪ જ્યારે તે બગદાદથી રવાના થયો (અને) કેરો આવ્યો. કેરો દેખાવાથી તેની હિંમત પાછી આવી, તેની પીઠ ગરમ બની.
૪૨૪૫ (કારણકે તે) અવકાશી અવાજે આપેલા વચનના પુરા થવાની આશામાં હતો કે તે તેની મુશ્કિલી હટાવતો ખજાનો કેરોમાં મેળવશે.
૪૨૪૬ ફલાણા સ્થળે અને ફલાણી જગ્યાએ ખૂબજ અમુલ્ય અને તારી પસંદગીનો ખજાનો દટાએલ છે.
૪૨૪૭ ખર્ચા માટેનું નાણું થોડું કે ઘણું તેની પાસે કાંઈ ન હતું. અને તે સામાન્ય જનતા પાસે જઈ ભીખ માગવાની તૈયારીમાં હતો.
૪૨૪૮ પણ શરમની (લાગણી) અને અપમાન તેને પાછું વાળતા હતા, (કે જેથી) તેણે પોતાને ધૈર્ય અને દ્રઢતાથી બાંધ્યો.
૪૨૪૯ (દરમ્યાન), તેમ છતાં, ભુખના દુઃખે તેનો આત્મા તરફડવા લાગ્યો, તેણે ભીખ અને ખોરાકની શોધમા જવામાંથી છટકવાના કોઈ સાધન જોયા નહિ.
૪૨૫૦ તેણે (પોતાના મનમાં) કહ્યું “ રાત્રી પડતાં, હું બહુ જ આસ્તેથી સરકી જઈશ, એટલા માટે કે શરમાયા વગર હું રાત્રીના ભીખ માગી શકું.
૪૨૫૧ હું રાત્રીના ભિક્ષુકની માફક ગાઈશ અને કટોરો લઈશ કે છાપરાઓ ઉપરથી અર્ધો એક સિક્કો આવી મળે.”
૪૨૫૨ આમ વિચાર કરીને, તે ગલીમાં બહાર ગયો અને (પોતાના મગજમાં) આ વિચારો સહિત આમતેમ ભટકવા લાગ્યો.
૪૨૫૩ એક પળે શરમ અને મોટાઈએ (ભીખ માગવામાંથી) વાર્યો, બીજી પળે ભૂખે તેને કહ્યું “માંગ."
૪૨૫૪ રાત્રીનો ત્રીજો ભાગ પસાર થઈ ગયો ત્યાં સુધી, એક પગ આગળ અને એક પગ પાછળ મુકતો (પોતાને પૂછતો રહ્યો), “હું ભીખ માગું કે મારા સુકેલા હોઠોથી સુવા માટે લાંબો થાઉં ?
૪૨૫૫ ઓચીંતાના રાત્રીના ચોકીદારે તેને પકડયો, અને પોતાનો ગુસ્સો તાબે ન કરી શકતા તેણે તેને મુઠીથી અને દંડુકાથી માર્યો.
૪૨૬૫ તેણે (ચોકીદારે) આવા એક સમયે (તેને) ગલીમાં જોયો અને તેને એવો ઘસીટ્યો અને અસંખ્ય ફટકા લગાવ્યા.
૪૨૬૬ પેલા ગરીબ કંગાળમાંથી ચીસો અને દયાની બુમો ઉઠી, “મને મારો નહિ, મને સંપૂર્ણ સત્ય કહેવા દયો”
૪૨૬૭ તેણે જવાબ આપ્યો, “હવે જો, હું તને સમય આપીશ, બોલ કે જેથી હું જાણું કે રાત્રીના તું આ ગલીમાં શા માટે આવ્યો.
૪૨૬૮ તું આ રહેઠાણનો લાગતો નથી, તું એક અજાણ્યો છો, અને મારાથી અજાણ છો, તું (અહીં) શું કરી રહ્યો હતો તેની સત્ય વાત કહે.”
૪૨૭૨ ઘણા કસમો ખાધા પછી તેણે જવાબ આપ્યો, “હું ઘરફાડુ અથવા લુંટારો નથી.
૪૨૭૩ હું ચોર અને ગુનેહગાર નથી. હું કેરોથી અજાણ્યો છું. હું બગદાદનો રહેવાશી છું. હદીસનો ખુલાસો “જુઠ શંકા ઉત્પન્ન કરે છે, જ્યારે સચ્ચાઈ વિશ્વાસ પ્રેરે છે.”
૪૨૭૪ તેણે પોતાના સ્વપ્ના અને સોનાના ખજાનાની વાત કરી અને પોતાની સત્યતાની (અસરમાં) માણસનું દિલ (ફૂલની માફક) ખીલ્યું હતું.
૪૨૭૫ (ખજાનો શોધનારના) કસમોમાંથી તેને સત્યની સુગંધ આવી, તેનામાં તેની સચ્ચાઈ અને આંતરિક સાફ દિલ તેને દેખાયા.
૪૨૭૬ દિલ સાચા શબ્દોથી શાંત બને છે, જેમ એક તરસ્યો માણસ પાણીથી શાંત બને છે.
૪૨૭૭ સિવાય એક કે જેનું દિલ પડદાવાળું છે, અને દર્દથી પીડાય છે કે જેથી તે એક પયગમ્બર અને બોથડ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી.
૪૨૮૦ ચોકીદારની આંખ વહેતા આંસુઓથી એક ઝરા જેવી બની. સુકા શબ્દોથી નહિ પણ દિલમાંના સત્યની સુગંધથી.
૪૩૧૨ તેણે (ચોકીદારે) કહ્યું. “તું ચોર નથી અને તું અધમ પણ નથી. તું એક સારો માણસ છે પણ તું મુર્ખ અને ભોળો છે.
૪૩૧૩ તેં આવી મોટી મુસાફરી, આભાસ અને (માત્ર) સ્વપ્નાના આધારે કરી, તારી સમજણ ખૂબ જ ટૂંકી છે.
૪૩૧૪ મેં ચાલુ રીતે ઘણી વખત સ્વપ્ના જોયા છે, કે બગદાદમાં એક છુપો ખજાનો છે.
૪૩૧૫ ફલાણી જગ્યાએ અને ફલાણી ગલીમાં, હકીકતમાં આ દુઃખી માણસ રહેતો હતો તેજ ગલીનું નામ તેણે લીધું.
૪૩૧૬ તે ફલાણાના ઘરમાં છે, જા અને તેને શોધ, દુશ્મને (ચોકીદારે) ઘરનું નામ લીધું અને તેનું (ખજાનો શોધનારનું) નામ લીધું.
૪૩૧૭ મેં પોતે બગદાદની રહેવાની જગ્યાએ ખજાનો હોવાનું વારંવાર સ્વપ્નું જોયું છે.
४३१८ આ આભાસના કારણે મેં કદી મારૂં ઘર છોડયું નથી, (પણ) એકાદ સ્વપ્નાની ખાતર થાકનો વિચાર કર્યા વગર તું અહીં આવ્યો છે ?
૪૩૨૨ તેણે (ખજાનો શોધનાર) પોતાના મનમાં કહ્યું, ખજાનો મારા ઘરમાં છે, તો પછી શા માટે હું ગરીબાઈમાં ડુબેલો અને અહીં રૂદન કરું છું ?
૪૩૨૩ ખજાના ઉપર (જીવવા દરમ્યાન) હું ભીખથી લગભગ મરેલો બન્યો છું. કારણ કે હું બેદરકાર અને પડદામાં છું.
૪૩૨૪ આ શુભ સમાચારથી તે આનંદીત બન્યો, તેની દિલગીરી જતી રહી અને પોતાના હોઠો (ઉઘાડ્યા) વગર ખુદાના લાખો વખાણ કર્યાં.
૪૩૨૫ તેણે કહ્યું, “મારી રોજી આ ફટકાઓ ઉપર અવલંબીત હતી, જીવનનું જળ બધો વખત મારી દુકાનમાં જ હતું.
૪૩૨૬ ચાલ્યો જા, કારણ કે એક મોટી દોલતના હિસ્સાથી મારો ભેટો થયો છે. એ ભ્રમ ખોટો હતો કે હું કંગાળ હતો.
૪૩૨૭ તમારી મરજી પડે તેમ હું મુર્ખ કે તિરસ્કરણીય છું તેમ નિરખ. તે (ખજાનો) મારો છે, તમારી મરજી પડે તેમ મને બોલાવો.
૪૩૨૮ કાંઈ પણ શંકા વગર હું મારી ઉમેદ પુરી થતી જોઉં છું. ઓ ઢોંગી મુખવાળા, તમારી મરજી પડે તેમ મને બોલાવો.
૪૩૨૯ ઓ માનવંત સાહેબ, મને દિલગીરી ભરેલો કહે, તમારી દ્રષ્ટિમાં હું દિલગીરી ભરેલો છું, પણ મારી દ્રષ્ટિમાં હું સુખી છું.
૪૩૩૦ અફસોસ, આ હાલત બદલાણી છે (અને જો હું) તમારી દ્રષ્ટિમાં ગુલાબનો બગીચો હોત // અને મારી પોતાની દ્રષ્ટિમાં કંગાળ !
૪૩૩૬ તે કેરોથી બગદાદ પોતાને સિજદામાં નાખતો અને બંદગી ગુજારતો અને ખુદાના વખાણ અને આભાર માનતો પાછો ફર્યો.
૪૩૩૭ આખે રસ્તે તે વ્યાકુળ હતો અને આ અદભુતતાથી બેભાન (એટલે કે) તેની રોજની રોજી (ખજાના, અંગે સંપૂર્ણ ફેરફાર, અને (તેને) શોધવાની રીત (પણ),
૪૩૩૮ પોતાના મનમાં (કહેતો), મને તેણે ક્યાંથી આશામય બનાવ્યો અને તેણે મને ખજાનો શોધવાની આશા કેરોમાં આપી અને પછી બગદાદમાં માલદાર બનાવ્યો.
૪૩૮૪ તે (ખજાનો શોધનાર) દરેકે દરેક રસ્તાના પગલે આ ચોક્કસ કારણોના (અદભુત) રદબાતલપણા અને અભિલાષાના ઉંડા મનનમાં ઉતરી ગયો હતો.
૪૩૮૫ (જ્યારે) તે ઘરે આવ્યો ત્યારે તેણે ખજાનો શોધી કાઢ્યો, દૈવી દયાથી તેનું નશીબ પૂર્વવત સુધરી ગયું હતું.
યા અલી મદદ