મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૧૬
વાર્તા - ૧૬
૪૪૪૭ મારો વારો પુરો થયો છે, મને છુટો કરો, બીજાને અપનાવો બીજા કોઈ સાથે (છેતરપીંડી કરો).
૪૪૪૮ તારા એક સો (દુનિયાના) સંબંધોવાળી ઓ કાયા, મને રજા દે. તું મારૂં જીવન હણી લીધું છે. (હવે) કોઈ બીજો (બલી) શોધ.
જુહીની ઘરવાળીથી એક કાજી આસક્ત બન્યો હતો અને એક મજબુત પેટીમાં (સંતાએલો) રહ્યો, અને કાજીના પ્રતિનિધિએ પેટી ખરીદી અને જ્યારે બીજે વરસે જ્યારે જુહીની ઘરવાળી તેજ ઢોંગ (જે) છેલ્લા વરસે (ફતેહમંદ કર્યો હતો) તે ઢોંગ રમવાની આશામાં ફરીવાર આવી, ત્યારે કાજીએ તેને કહ્યું “મને સ્વતંત્ર કર અને બીજા કોઈને શોધ” અને તેવીજ રીતે કહાણીના અંત સુધી.
૪૪૪૯ ગરીબાઈના કારણે દરેક વર્ષ લુચ્ચાઈપુર્વક જુહી પોતાની ઘરવાળી તરફ ફરતો અને કહેતો, “ઓ પ્યારી,
૪૪૫૦ જ્યારે કે તારી પાસે હથીયાર છે, જા અને કોઈ શિકાર પકડ. એટલા માટે કે આપણે તારા શિકારમાંથી દુધ (નફો) મેળવીએ.
૪૪૫૧ ખુદાએ તને તારી ભમરની પણછ, તારી કામેચ્છું દ્રષ્ટિપાતનું તીર, અને તારી લુચ્ચાઈની જાળ શા માટે આપી છે ? શિકાર કરવા માટે.
૪૪૫૨ જા. એક મોટા પંખી માટે જાળ બીછાવ, ગર્ભ બતાવજે, પણ તેને ખાવા આપતી નહિ.
૪૪૫૩ તેને તેની ઈચ્છા બતાવજે, પણ નિરાશ કરજે, જ્યારે તે જાળમાં કેદ છે, ત્યારે ગર્ભ કેમ ખાઈ શકશે ?
૪૪૫૪ તેની ઘરવાળી કાજી પાસે ફરીયાદ કરવા ગઈ. કહે, મારા બેઈમાન ધણી વિરૂદ્ધ મદદ કરવા માટે હું તને આજીજી કરૂં છું.
૪૪૫૫ કહાણીને ટુંકી કરતાં, કાજી સુંદર સ્ત્રીની ખુબસુરતી અને આજીજીના શબ્દોનો શિકાર બન્યો.
૪૪૫૬ તેણે કહ્યું, “ઈન્સાફની કચેરીમાં એટલો બધો અવાજ છે કે હું તારી ફરીયાદ સમજી શકતો નથી.
૪૪૫૭ (પણ) જો તમો મારા ખાનગી ઘરે આવો. ઓ સાઈપ્રસ સરખી પાતળી રંભા, અને તમારા ધણીની અન્યાયી વર્તણુંક મને વર્ણવજો.
૪૪૫૮ તેણીએ જવાબ આપ્યો, “તમારા ઘરમાં દરેક જાતના ભલાબુરા લોકોની ચાલું આવજાવ ફરિયાદો કરવાના કારણે હશે.
૪૪૫૯ જો આગેવાનનું ઘર ગાંડી લાલસાથી સંપૂર્ણ ભરેલું બને, તો દિલ ગડબડ અને ગભરાટથી ભરપુર બને.
૪૪૬૦ કાજીએ કહ્યું “ઓ વખાણને પાત્ર, કઈ યુક્તિ બની શકશે ?” તેણીએ જવાબ આપ્યો "આ તારી ચાકરડીનું ઘર તદ્દન ખાલી છે.”
૪૪૬૬ દુશ્મન બહારગામ ગએલ છે, અને કાળજી રાખનાર ત્યાં કોઈ નથી. તે ગુપ્ત રીતે મળવા માટે એક ઉત્તમ જગ્યા છે.
૪૪૬૭ બની શકે તો આજ રાત્રીના ત્યાં આવો, જે કાંઈ કોઈ રાત્રીના કરે છે તે (લોકો) સાંભળી કે જોઈ ન શકે તેવા ઈરાદાથી હોય છે.
૪૪૬૮ (તે વખતે) બધા જાસુસો ઉંઘની મદિરાથી કેફમાં હોય છે. બધા સીદીથી (રાત્રીથી) માથા વગરના બનેલા હોય છે.
૪૪૬૯ પેલી મીઠાબોલીએ કાજી ઉપર અદભૂત મંત્રો નાખ્યા અને પછી કેવા જાદુઈ હોઠો ?
૪૪૭૦ ઈબ્લીસે હ. આદમ (અ.સ.) સાથે કેટલી બધી વાર મિથ્યા ચર્ચા કરી ! પણ જ્યારે બીબી હવાએ તેમને ખાવાનું કહ્યું, પછી તેઓએ ખાધું જ.
૪૪૭૧ પક્ષપાત અને ઈન્સાફની આ દુનિયામાં પહેલવહેલું લોહી એક ઓરતના કરણે કાબીલથી વહેવડાવાયું હતું.
૪૪૭૨ જ્યારે જ્યારે હ. નુહ (અ.સ.) પોતાના દીનમાં નાસ્તિકોના સખત દિલોને ઉત્સાહી ઈમાનથી પ્રેરણા આપવાનું શોધતા ત્યારે વાહીલા (Wahila) (તેમની ઘરવાળી) અદેખાઈથી માણસો તરફ પત્થરો ફેંકતી (દીનમાં આવતા અટકાવતી).
૪૪૭૩ અને તેની ઘરવાળીનું કાવતરૂં તેના (દીની) કાર્યને હરાવતું (કે જેથી) તેની શીખામણનું ચોકખું પાણી ગંદું બને.
૪૪૭૪ (તેથી) તેણી (બેઈમાન), જનતા તરફ ગુપ્ત સંદેશા મોકલતી. કહેતી, આ આડે માર્ગે ઉતરેલા માણસ (ની બાજી ખાઈ) જવામાંથી તમારા ધર્મને સાચવજો.”
કાજીનું જુહીની ઘરવાળીના ઘરે જવું અને જુહીએ ગુસ્સાપુર્વક દરવાજો ખખડાવ્યો અને કાજીએ એક મોટી પેટીમાં આશરે લેવો.
૪૪૭૫ સ્ત્રીની લુચ્ચાઈ પાર વગરની છે. વિચારવંત કાજી રાત્રીના જુહીની ઘરવાળી પાસે ગયો.
૪૪૭૬ સ્ત્રીએ બે મીણબત્તી સળગાવી અને તેના મનોરંજન માટે મિઠાઈઓ ગોઠવી. તેણે કહ્યું. “આ પીણા વગર મને ચાલશે. હું પ્રેમના નશામાં છું.”
૪૪૭૭ તે પળે જુહી આવ્યો અને દરવાજો ખખડાવ્યો. કાજીએ કોઈ જગ્યા કે જે આશરા માટે, છટકી જવા તે માટે આજુબાજુ જોયું !
૪૪૭૮ તેણે એક મોટી પેટી સિવાય બીજું કંઈ સંતાવાનું જોયું નહિ. પોતાની બીકમાં માણસ પેટીમાં પડ્યો.
૪૪૭૯ (પછી) જુહી અંદર આવ્યો અને (પોતાની ઘરવાળીને) કહ્યું. “ઓ મારી પત્ની, ઓ તું કે જે પાનખર અને વસંતમાં (બન્ને)માં મારી મુશીબત છે.
૪૪૮૦ મારી પાસે શું છે કે જે મેં તારા માટે કુરબાન ન કર્યું હોય, (તો પછી શા માટે) તું મારા તરફ હંમેશાં બુમાબુમ કરે છે ?
૪૪૮૧ તું મારી સુકી કાયાના પોપડા ઉપર તારી જીભ છુટી મુકી છે, ક્યારેક તું મને મુફલિસ અને ક્યારેક બાયલો કહે છે.
૪૪૮૨ મારી વ્હાલી, જો હું આ બન્ને બિમારીઓ ભોગવું છું. તો આગલી એક તારામાંથી આવે છે, બીજી ખુદામાંથી.
૪૪૮૩ મારી પાસે પેલી મોટી પેટી સિવાય કાંઈ નથી કે જે શંકાનું મુળ અને એક ખોટી અટકળનું સાધન છે.
૪૪૮૪ લોકો ધારે છે કે હું તેમાં સોનું રાખું છું અને આ (ખોટા) અભિપ્રાયે સખાવતને અટકાવી છે.
૪૪૮૫ પેટીનો દેખાવ બહુ મજાનો છે પણ તે સોનું અને રૂપું અને સરસામામાનથી તદ્દન ખાલી છે.
૪૪૮૬ તે એક ઢોંગી પુરૂષ માફક સ્વરૂપવાન અને ગૌરવવંત છે (પણ) ટોપલીમાં તમે એક સરપ સિવાય બીજું કંઈ શોધી શકશો નહિ.
૪૪૮૭ આવતી કાલે હું પેટીને ગલીમાં લઈ જઈશ અને બજારના ચાર રસ્તાની ચોકમાં તેને બાળીશ.
૪૪૮૮ કે સાચા ઈમાનદાર અને આતશ પરસ્ત અને યહુદી જુએ કે આ પેટીમાં શાપ (cursing) માટેના કારણ સિવાય બીજું કંઈ હતું નહિ.
૪૪૮૯ સ્ત્રી બુમ પાડી ઉઠી, &aposઓ મારા ધણી, નજીક આવ, આ (વિચાર) છોડી દે, (તેમ છતાં) તેણે કેટલીય વાર કસમ ખાધા કે તેણે જેમ કહ્યું હતું તેમ કરવાનો જ છે.
૪૪૯૦ વહેલી સવારે તે પવનની માફક ગયો અને એક મજુરને બોલાવી લાવ્યો અને તુર્તજ પેલી પેટી તેની પીઠ ઉપર મુકી.
૪૪૯૧ (તે તેની સાથે રવાના થયો, જ્યારે) પેટીમાંના કાજીએ ગભરાટમાં બુમ પાડી, ઓ મજુર ! ઓ મજુર !
૪૪૯૨ મજુરે ડાબી અને જમણી બાજુએ જોયું કે કઈ દિશાએથી આ અવાજો અને ચેતવણીઓ આવે છે.
૪૪૯૩ તેણે કહ્યું, &aposમને નવાઈ લાગે છે કે શું તે આસમાની અવાજ છે કે જે મને બોલાવે છે અથવા શું તે રહસ્યમય રીતે બોલાવતો જીન છે ?
૪૪૯૪ જ્યારે એક પછી એક વારાફરતી બોલાએલા અવાજો વધ્યા ત્યારે તેણે કહ્યું, “તે આસમાની અવાજ નથી ” અને પોતે ભાનમાં આવ્યો.
૪૪૯૫ આખરે તેણે પારખ્યું કે અવાજો અને બુમો પેટીમાંથી મદદ માટે આવેલ છે. એક કોઇક તેમાં છુપાએલો હતો.
૪૪૯૬ પ્રેમી કે જે એક (માટીમય) વસ્તુંની લાલસાના પ્રેમમાં પડયો હતો ને પેટીમાં ગયો હતો, જો કે (દેખાવમાં) તે બહાર છે.
૪૪૯૭ તેણે (દુન્યવી) આશાઓના કારણે મોટી પેટીમાં પોતાની જીંદગી વિતાવી (ગુમાવી છે), તે પેટી સિવાય દુનિયાનું કાંઈ જોઈ શકે નહિ.
૪૪૯૮ માથું કે જે આકાશથી ઉપર ઉંચું થયું નથી, જાણ કે તે પેલી પેટીમાં વૃથા ઉમેદોમાં કેદમાં છે.
૪૪૯૯ જ્યારે તે (આવો એક) કાયાની પેટીમાંથી આગળ જાય છે ત્યારે તે (માત્ર) એક કબરમાંથી બીજી કબરમાં જાય છે.
૪૫૦૦ આ વિષયનો છેડો જ નથી. કાજીએ તેને કહ્યું, ઓ પેટીના મજુર, ઓ મજુર,
૪૫૦૧ મારા સમાચાર મારા પ્રતિનિધિને ઈન્સાફની કચેરીમાં આપ અને જેમ બને તેમ જલ્દી આ (બાબતની વિગતોથી) તેને માહિતગાર કર.
૪૫૦૨ એટલા માટે કે તે આ અક્કલ વગરના માણસ પાસેથી સોનું આપી આ પેટી ખરીદે અને જેવી છે તેવી જ બંધ કરેલી તેને મારે ઘરે લઈ જાય.
૪૫૦૩ ઓ માલિક, કાયાની પેટીમાંથી અમને છોડાવવા એક રૂહાનીયત રીતે વિભુશીત સાથીને મુકરર કર.
૪૫૦૪ કપટની પેટીમાં કેદ થએલા લોકોને પયગમ્બરો અને ઈમામો સિવાય કોણ છોડાવે ?
૪૫૦૫ હજારોની અંદર (માત્ર) એકાદ સારી ભાવનાનો પુરૂષ હોય છે જે જાણે છે કે તે પેટીની અંદર છે.
૪૫૦૬ તેણે અગાઉ (રૂહાનીયત) દુનિયા નિહાળી હોવી જોઈએ કે જેથી પેલી વિરૂધ્ધાઈના નિમિત્તોએ, આ વિરૂધ્ધાઈ તેને દેખીતી બનાવાઈ.
૪૫૦૭ કારણ કે “જ્ઞાન સાચા ઈમાનદારનો ગુમાવાએલો ઉંટ છે,” તે પોતાનો ગુમાવાએલો ઉંટ ઓળખી કાઢે છે અને (તે તેનો જ છે) તેની ખાત્રી અનુભવે છે.
૪૫૦૮ (પણ) તે કે જેણે કદી સારું નશીબ જોયું નથી તે આવા સંતાપથી ગભરાએલ કેમ બનશે ?
૪૫૦૯ સિવાય કે તે બચપણમાં દાસત્વમાં પડ્યો અથવા તેની માતાએ આપેલા જન્મ વખતે એક ગુલામ તરીકે જન્મ્યો હતો.
૪૫૧૦ તેના આત્માએ (રૂહાનીયત) સ્વતંત્રતાનો આનંદ કદી જાણ્યો ન હતો. (વિલક્ષણ) રૂપોની પેટી તેનો અખાડો છે.
૪૫૧૧ તેનું મન કાયમ માટે રૂપોમાં કેદ છે તે (માત્ર) એક પિંજરામાંથી બીજા પિંજરામાં પસાર થાય છે.
૪૫૧૨ પિંજરામાંથી બહાર નીકળી અને ઉપર જવાના કોઈ સાધનો તેની પાસે નથી. તે એક પછી એક પિંજરામાં વારાફરતી આમ તેમ અથડાય છે.
૪૫૧૩ કુરાનમાં (આયાત છે), ‘જો તમોને શક્તિ હોય, આગળ વધો.&apos આ શબ્દો જીન અને માણસ જાત માટે ખુદામાંથી આવેલ છે.
૪૫૧૪ તેણે કહ્યું, “તારા માટે (દૈવી) સત્તા અને આસમાની પ્રેરણા સિવાય આકાશથી પેલે પાર પસાર થવા માટેનો રસ્તો નથી.
૪૫૧૫ જો તે કોઈ પેટીમાંથી (બીજી) પેટીમાં જાય છે તો તે આસમાનનો નથી. તે (નીચલી દુનિયાની) પેટીનો છે.
૪૫૧૬ પોતાની પેટી બદલાવવી (એ) ખુશી નથી, બેહોશી છે. તે જાણી શકતો નથી કે તે પેટીમાં છે.
૪૫૧૭ જે આ બધી પેટીઓથી ભરમાયો નથી ને કાજીની માફક છુટવું અને મુક્તિ શોધે છે.
૪૫૧૮ જાણ કે એક જે આ સમજે છે તેની નિશાની તેની મદદ માટેની બુમો અને રૂદન છે.
૪૫૧૯ કાજીની માફક તે કંપતો બનશે, તેના આત્મામાંથી આનંદનો શ્વાસ કેમ નીકળશે ?
કાજીના પ્રતિનિધિનું બજારમાં આવી પહોંચવું અને જુહી પાસેથી પેટીનું ખરીદવું.
૪૫૨૦ પ્રતિનિધિ આવી પહોંચ્યો અને પૂછયું, “આ પેટીની તારે કેટલી કિંમત લેવી છે ? તેણે કહ્યું, “તેઓ (બીજાઓ) નવસો સોનાના સિક્કા કે તેથી વધુની માંગણી કરે છે.”
૪૫૨૧ (૫ણ) હું એક હજારથી નીચે આપીશ નહિ, જો તમારે ખરીદવાની ઈચ્છા હાય તો તમારી થેલી ઉઘાડો અને (પૈસા) રજુ કરો.
૪૫૨૨ તેણે જવાબ આપ્યો, “ઓ ટૂંકો ડગલો પહેરેલ, થોડી શરમ રાખ, પેટીની કિંમત દેખીતી જ છે.
૪૫૨૩ તેણે (જુહીએ) કહ્યું. “જોયા વગર ખરીદવું તે પક્ષપાત છે, આપણો સોદો ધાબળાની અંદર થાય છે, આ ઠીક નથી.
૪૫૨૪ હું તેને ઉઘાડીશ, જો તે, તે રકમને લાયક નથી તો ખરીદતો નહિ, ઓ (મારા) બાપ, રખેને તું છેતરાએલો બને.
૪૫૨૫ તેણે (પ્રતિનિધિએ) (ખુદાને સંબોધતાં) કહ્યું “ઓ (ભુલોને) પડદે કરનાર, રહસ્ય ખુલ્લું કરતો નહિ” (પછી તેણે જુહીને કહ્યું) “ હું ઢાંકણા સાથે જ ખરીદીશ, મારી સાથે કિંમત કરવા આપ.”
૪૫૨૬ (બીજાની ભુલો) સંતાડ એટલા માટે કે તારા માટે પણ સંતાડવામાં આવે, કોઈની હાંસી ન કર ત્યાં સુધી કે તું (તારા પોતાને) સલામત જુએ.
૪૫૨૭ તારા જેવા ઘણાને આ પેટીમાં બાકી રખાયા છે અને પોતાને મહાદુઃખમાં ઉતાર્યા છે.
૪૫૩૩ તેણે (જુહીએ) કહ્યું, “હા, મેં જે કર્યું તે ખોટું કર્યું, પણ તે જ વેળાએ (તમારે પણ) જાણવું જોઈએ કે (બેમાંથી) હુમલાખોર વધુ અન્યાયી છે.”
૪૫૩૪ પ્રતિનિધિએ જવાબ આપ્યો, “આપણામાંનો દરેક હુમલાખોર છે, પણ આપણા ચહેરાની કાળાશ, છતાં આપણે સુખી છીએ.’
૪૫૩૫ સીદીની માફક કે જે સુખી અને રાજી છે, (કારણ કે) તે પોતાનો ચહેરો જોતો નથી, (જો કે) બીજાઓ તે જુએ છે.
૪૫૩૬ (પેટી માટે) કોણ સૌથી વધારે કિંમતે માંગણી કરશે ? વાતચીત લંબાણી, (આખરે) તેણે એક હઝાર સોનાના સિક્કા આપ્યા, અને તેની પાસેથી (પેટી) ખરીદી.
૪૫૩૭ ઓ તું કે જે દુષ્ટતા કબુલ કરવા લાયક શોધે છે, તું હંમેશાં પેટીમાં છો. અવકાશી અવાજો અને પેલા કે જેઓ અદ્રષ્યના છે તેઓ તને મુક્તિ અપાવે છે.
હદીસનું અર્થઘટન કે હ. મુસ્તુફા (ર.સ.અ.) કહ્યું, “જ્યારે હરકોઈનો હું માલિક છું, હ. મૌલા મુર્તુઝાઅલી (અ.સ.) પણ તેના માલિક છે, જેથી નાસ્તિકોએ કટાક્ષપૂર્વક પૂછયું. આપણી આપેલી સેવા અને તાબેદારીથી તેઓ સંતોષી ન થયા કે તેઓ તેવી જ સેવા કરવાનો હુકમ નાના છોકરા માટે આપે છે ” વિગેરે.
૪૫૩૮ આના કારણે હ. પયગમ્બર સાહેબ કે જેઓએ (બંદગીમાં) ખૂબ જ ઉત્સાહથી સખત મહેનત કરી પોતા માટે અને હ. મઉલા મુર્તઝાઅલી (અ.સ.) માટે (મઉલા) "માલિક" નામ લગાડ્યું.
૪૫૩૯ તેમણે કહ્યું, “મારો ભાઈ અલી દરેક જણ જે મારા રક્ષણમાં છે, તેનો દોસ્ત અને મઉલા છે.
૪૫૪૦ માલિક કોણ છે ? તે કે જે તમને સ્વતંત્ર કરે અને તમારા પગેમાંથી દાસત્વની બેડીઓ હટાવે.
૪૫૪૧ જ્યારે કે નબીપણું સ્વતંત્રતાનું રાહનુમા છે, સ્વતંત્રતા પયગમ્બરો તરફથી સાચા ઈમાનદારો ઉપર નવાજીશ કરવામાં આવે છે.
૪૫૪૨ ઓ સાચા ઈમાનદારોની કોમ, આનંદ કરો, તમારા ખુદને સ્વતંત્ર (પવિત્ર અને ઉમદા) સાઈપ્રસ અને કમળની માફક બનાવો.
૪૫૪૩ તમે પણ દરેક પળે લીલાછમ બગીચાની માફક પાણી તરફ વણબોલાએલા ઉપકારો માન્યા કરો.
૪૫૪૪ પાઈપ્રસો અને લીલી ફળવાડીઓ મૌનપણે પાણીનો આભાર માને છે અને વસંતના ન્યાય માટે (શાંત) આભાર રજુ કરે છે.
૪૫૪૫ તાજા પોષાકો પરીધાન કરેલા અને પોતાના પહેરણોની સગડ પાડતા, પીધેલા અને નાચતા અને આનંદમગ્ન અને અત્તર વેરતા,
૪૫૪૬ (તેમનો) દરેક ભાગ બાદશાહી વસંતથી ગર્ભિત, તેઓની કાયાઓ મોતીયો જેવા ફળોથી ભરેલ ટોપલીઓ જેવી.
૪૫૪૭ હ. મરીયમની માફક, ધણી ન હોવા છતાં, મસિયાહથી ઉન્નત થએલ, શાંત, અવાજ વગરના અને સ્પષ્ટ સંકેતોથી વંચિત.
૪૫૪૮ (કહેતા), અમારો ચંદ્રમા વાણી વગર (અમારા ઉપર) તેજસ્વી રીતે પ્રકાશિત થયો છે, દરેક જીભ અમારી ખુબસુરતીમાંથી પોતાની વાણી મેળવે છે.
૪૫૪૯ હ. ઈસા (અ.સ.)ની વાણી હ. મરિયમની (રૂહાનીયત) ખુબસુરતીમાંથી (ઉતરી છે). હ. આદમ (અ.સ.)ની વાણી (દૈવી) ફૂંકનું પ્રતિબિંબ છે.
૪૫૫૦ (ફળવાડીનો આ આભાર માનવો તમારા માટે એક બોધપાઠ છે) એટલા માટે કે તમારા આભાર માનવામાં, ઓ ઈમાનના આદમી, (રૂહાનીયત ભવ્યતાનો) વધારો ઉત્પન્ન થાય (અને જો તમો આભાર માનો તો) પેલાઓએ મેળવેલા આશીર્વાદમાં વધારો થાય.
૪૫૫૧ અહીં (જાણીતી હદીસનું) ઉલટાવવું છે (કારણ કે) તે કે જે આભારથી સંતોષાયો છે. વગોવાએલો બનશે (અને તેવી જ રીતે) આ બાબતમાં તે કે જે તૃષ્ણા રાખે છે, માનવંત બનશે.
૪૫૫૨ તારા શારિરીક આત્માના કોથળામાં આટલો બધો ઉતર નહિ, તારા ખરીદનારાઓ (મુક્ત કરનારાઓથી) આટલો બધો અનુપકારી ન બન.
બીજા વર્ષે જુહીની ઘરવાળી કાજીની કચેરીએ પાછી ફરી, એવી આશાએ કે છેલ્લા વર્ષની માફક તેવું જ (પૈસાનુ) દાન મળશે અને કાજીનું ઓળખી જવું અને તેમજ વાર્તાના અંત સુધી.
૪૫૫૩ એકાદ વર્ષ બાદ, ગરીબાઈના દુઃખ અંગે જુહી પોતાની ઘરવાળી તરફ ફર્યો અને કહ્યું ઓ ચતુર સ્ત્રી.
૪૫૫૪ (આપણા ઘર તરફ) છેલ્લા વર્ષના દાનનું પુનરાવર્તન કર, કાજી પાસે મારી ફરીયાદ કર.
૪૫૫૫ સ્ત્રી કાજીની પાસે (બીજી કોઈ બાઈ) સાથે આવી, તેણીએ અમુક સ્ત્રીને દુભાશી બનાવી,
૪૫૫૬ રખેને તેણીની વાણી ઉપરથી કાજી તેને ઓળખી જાય અને ભૂતકાળનું બદકિસ્મત સંભારે,
૪૫૫૭ એક સ્ત્રીના નખરાબાજ પ્રેમના ઈશારાઓ મોહ પમાડનાર હોય છે પણ તે મોહ તેણીના અવાજથી એક સો ગણો વધી જાય છે.
૪૫૫૮ જ્યારે કે તેણી એક અવાજ પણ ઉચ્ચારવાની હીંમત ન કરી શકી. ઘરવાળીની માત્ર એકલી કટાક્ષમય નજરો કાંઈ મદદગાર ન હતી.
૪૫૫૯ કાજીએ કહ્યું “જા અને પ્રતિવાદીને અહીં લાવ કે હું તારા કજીયાની તેની સાથે સમજુતી કરું.
૪૫૬૦ (જ્યારે) જુહી આવ્યો, કાજી તુર્તજ તેને ઓળખી શક્યો નહિ. કારણ કે તેઓની પહેલી મુલાકાત વખતે તે પેટીમાં હતો.
૪૫૬૧ તેણે (માત્ર) તેનો અવાજ બહારથી સાંભળ્યો હતો, ખરીદ વેચાણ વખતે કીંમતની વધઘટના વખતે.
૪૫૬૨ તેણે (જુહીને) કહ્યું “ખર્ચાઓ માટે તેણીની જરૂરિયાત તું તારી ઘરવાળીને કેમ આપતો નથી ?” તેણે જવાબ આપ્યો, “હું ખરા દિલ અને આત્માથી દીનના કાયદાનો પાલક છું.
૪૫૬૩ પણ જો હું મરણ પામું તો મારી પાસે કફન માટે આપવાના પૈસા પણ નથી. હું આ રમતમાં દેવાળીઓ છું. હું બધું જુગારમાં હારી ગયો છું.
૪૫૬૩ આ શબ્દો સાંભળતાં જ કાજી તેને બન્યું હતું તેમ ઓળખી ગયો અને પોતાની યાદીમાં તેની નીચતા યાદ આવી ગઈ અને જે ઢોંગ તે રમ્યો હતો (તે પણ).
૪૫૬૫ તેણે કહ્યું, “તું પેલી રમત મારી સાથે રમ્યો હતો ગયે વર્ષે તું મને નહિવત બનાવ્યો હતો.
૪૫૬૬ મારો વારો ચાલ્યો ગયો છે, આ વરસે પેલી રમત કોઈ બીજા ઉપર અજમાવ અને મારા ઉપરથી તારા હાથ ઉપાડી લે.”
૪૫૬૭ ખુદાનો જાણકાર છ દિશાઓ અને પાંચ (સમજણોથી) વેગળો બન્યો છે. (તેથી અનિવાર્યપણે) તે પાંચ અને છ વિરુદ્ધ પોતાનો ચોકીદાર બન્યો છે.
૪૫૬૮ તે પાંચ સમજણો અને છ દિશાઓમાંથી ભાગી છુટયો છે, તેણે પેલા બધાની પાર શું રહેલું છે તેનાથી પોતાને માહીતગાર કર્યો છે.
૪૫૮૨ આના જેવો આત્મા કાયામાં (કેદી થવા કેમ) આવે ? સાંભળ ઓ કાયા, આ આત્મા ઉપરથી તારા હાથ ધોઈ નાખ !
૪૫૮૩ ઓ કાયા કે જે તું આત્માની રહેઠાણ બની છે, તે બસ છે, સમુદ્ર કેટલો લાંબો વખત પાણીની મસકમાં વસવાટ કરશે ?
૪૫૭૭ (પણ) હું એક સરખામણી કે જે દુષણ વગરની હોય તે ક્યાથી લાવું ? (ખુદાના જાણકારથી) કોઈની સરખામણી કરવી કદી નહિ બને અને કદી બની નથી.
૪૫૮૮ તે રૂપ (જેમાં તે દેખાય છે). તે, તે નથી, તારી આંખ સારી રીતે ચોળ, કે તું (તેનામાં) (દૈવી) કીર્તિના &aposનૂર&aposની ચમક નિહાળે.
યા અલી મદદ