Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૧૭

વાર્તા - ૧૭

0:000:00

ખુદાનું હ. અઝરાયલને સંબોધન. કહે, “આ બધા જીવોમાંથી તેઓના આત્માઓને તેં કબજે કર્યાં, સૌથી વધારે દયા તને કોના ઉપર આવી ?” અને માલિકને અઝરાયલ તરફથી અપાએલો જવાબ.

૪૭૯૭ ખુદા હ. અઝરાયલને કહેતો હતો, “ઓ માર્શલ, બધા દુઃખિયારાઓમાં સૌથી વધારે દયા તને કોના ઉપર આવી ?”

૪૭૯૮ તેણે જવાબ આપ્યો, “મારૂં દિલ તેઓ સઘળા માટે બળે છે, પણ (દૈવી) હુકમનો અનાદર કરતાં બીઉં છું.”

૪૭૯૯ તેથી હું કહેતો, “ખુદાએ મને આ યુવાનની બદલીમાં કુરબાન કર્યો હોત તો (કેવું સારૂ)?”

૪૮૦૦ ખુદાએ પૂછયું, “સૌથી વધુ દયા કોના માટે અનુભવી ? કોના કારણે તારૂં દિલ સખત અને જવાલાયુક્ત બન્યું ?”

૪૮૦૧ તેણે કહ્યું “(તારા) હુકમથી એક દિવસ મેં ઝનુની મોજાંઓ ઉપરના વહાણને ભાંગ્યું, તેથી તે ટુકડાઓમાં વેરાઈ ગયું.

૪૮૦૨ પછી પેલા સમુહમાંથી એક સ્ત્રી અને બચ્ચાં સિવાય બધાના આત્માઓ લઈ લેવાનો તેં હુકમ કર્યો,”

૪૮૦૩ બન્ને એક પાર્ટીયા ઉપર બાકી હતા, અને પાટીયું મોજાંઓ ઉપર તણાતું હતું.

૪૮૦૪ પછી તેં હુકમ કર્યો, “માનો આત્મા લઈ લે અને ‘થા' હુકમની તાબેદારીમાં બચ્ચાંને એકલું છોડી દે.”

૪૮૦૫ જ્યારે મેં બચ્ચાંને તેની માતાથી જુદું કર્યું ત્યારે તું પોતે જ જાણે છે કે, તે મારા માટે કેવું સખત હતું ?

૪૮૦૬ વારંવાર મેં મોટા વિલાપમાં નિસાસાઓ જોયા છે, (પણ) પેલા બચ્ચાંની સખત દિલગીરી મારી યાદીમાંથી કદી વિસરાઈ નથી.

૪૮૦૭ ખુદાએ કહ્યું “મારી દયાથી મેં મોજાઓને પેલા બચ્ચાંને જંગલમાં લઈ જવા હુકમ કર્યો.

૪૮૦૮ એક જંગલ કમળના ફુલો અને મધુર કસ્તુરી અને ગુલાબોથી છલકાતું, ખાવા માટેના ઉત્તમ ફળોથી ભરપુર ઝાડીઓ સહિત,

૪૮૦૯ અને સ્વચ્છ મધુર પાણીના ઝરાઓ, મેં બચ્ચાનું એક સો વહાલથી પોષણ કર્યું.

૪૮૧૦ અસંખ્ય મધુર ગાતા પંખીઓ પેલા બગીચામાં એક સો ગાયન ગાતા ભેગા થતા હતા.

૪૮૧૧ મેં જંગલી ગુલાબોના પાંદડાઓની પથારી તેના માટે બનાવી, મેં તેને દુ:ખના આઘાતમાંથી સલામત બનાવ્યો.

૪૦૧૨ મેં સુર્યને તેને ન દઝાડવાનું કહ્યું, મેં પવનને તેના ઉપર મંદ ગતીએ કુંકાવા કહ્યું;

૪૦૧૩ મેં વાદળાંઓને તેના ઉપર ન વર્ષવાનું કહ્યું, મેં વિજળીને તેના ઉપર ન પડવાનું કહ્યું.

૪૮૧૪ મેં કહ્યું, “ઓ શિયાળા, આ ફળવાડીમાંથી કોમળ હવા કાપી નાખતો નહિ.” મેં ઉનાળાને કહ્યું “આ બગીચા ઉપર તારો પંજો પડવા દેતો નહિ.”

શયબાન રાઈ (૨. અ.)ના ચમત્કારો

૪૮૧૫ ઝનુની વરૂના કારણે, શયબાન રાઈ શુક્રવારની બંદગીના સમયે પોતાના ટોળાની આજુબાજુ લીટી દોર્યા કરતા.

૪૮૧૬ એટલા માટે કે કોઈપણ ઘેટું લીટીની બહાર જાય નહિ અને કોઈ વરૂ કે બદમાશ ચોર અંદર આવે નહિ.

૪૮૧૭ તે હ. હુદ (અ. સ.)ના પનાહના કુંડાળાની નકલ હતી, કે જેમાં તેમના અનુયાયીઓ ‘સરસર' પવનથી સલામત હતા.

૪૮૧૮ (હ. હુદ અ.સ.એ તેમને કહ્યું), આઠ દિવસ સુધી આ કુંડાળામાં શાંતિથી રહો અને બહાર ભયંકર સંહાર જુઓ.

૪૮૧૯ તેણે (પવને નાસ્તિકોને) હવામાં ઉછાળ્યા અને તેમને પત્થર ઉપર ફેંક્યા કે જેથી માંસ અને ગોસ વેરાઈ ગયા ?

૪૮૨૦ તેણે એક સમુહને બીજા સાથે હવામાં ભટકાવ્યા કે જેથી તેઓના હાડકાનો ખસખસના બીયાંની માફક ભુકકો થયો.

૪૮૨૧ તે પુરેપૂરૂં વર્ણવવા મસનવીમાં જગ્યા નથી કે જે સજાથી આસમાન પણ ધ્રુજી ગએલ.

૪૮૨૨ ઓ ઠંડા પવન, જો તું આ (તારી પોતાની) પ્રકૃતિથી કરતો હો તો (પછી) હ. હુદ (અ.સ.)મે દોરેલી લીટી અને ચકરાવાને તોડવાની કોશીષ કરી જો !

૪૮૨૩ ઓ કુદરતના તત્વજ્ઞાની, પ્રકૃતિ ઉપરની આ (ખુદાની) બાદશાહી નિહાળ, અથવા નહિતર આવ અને (જો તું) આ પવિત્ર કિતાબમાંથી આ (આખ્યાન) ભુંસી શકીશ નહિ.

૪૮૨૮ તે (આવો એક) આ ચાલું જીવનના તબેલામાં અને છેલ્લી (ભવિષ્યની) હાલત બન્નેમાં નિઃસહાય હોવાનું માને છે, મરેલો છે, અને સવાલ કર્યા વગર ઈમાન કબુલ કરેલ છે.

૪૮૨૯ તે ઝુલેખા માફક છે. જ્યારે હ. યુસુફે તેના પર તેજ ફેંક્યું, વૃદ્ધાવસ્થામાંથી યુવાનીનો રસ્તો મળ્યો.

૪૮૩૦ જીવન મરવા ઉપર આધાર રાખે છે, અને તકલીફ સહન કરવા ઉપર, જીવનનું પાણી અંધકારના મુલકમાં છે.

માતા અને તેમના હસ્તક્ષેપ વગર મહાન ખુદાનું નમરૂદને બચપણમાંથી મોટો કરવાની કહાણી ફરીથી લેવી.

૪૮૩૧ ટુંકમાં પેલો બગીચો, આત્મજ્ઞાનીઓના  બગીચાની માફક સરસર પવન અને ગરમીમાંથી સલામત બનાવાયો હતો.

૪૮૩૨ (ત્યાં) વાઘણે તાજા બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. મેં તેણીને તેને દુધ આપવાનો હુકમ કર્યો અને તેણી કબુલ થઈ.

૪૮૩૩ તેથી તેણીએ દુધ પાયું અને તે મોટો થયો અને મજબુત અને બહાદુર બન્યો ત્યાં સુધી સંભાળ લીધી.

૪૮૩૪ જ્યારે તેણે ધાવણ છોડયું ત્યારે મેં જીનને ન્યાય અને સંભાષણ કરવાનું શીખવવા હુકમ કર્યો.

૪૮૩૫ મેં તેને પેલા બગીચામાંથી પોષણ આપ્યું. મારી નિખાલસતાનું વર્ણન શબ્દોમાં કેમ સમાવી શકાય ?

૪૮૩૯ મેં (તેના પર) એકસો સદભાવ બતાવ્યા અને ઉપકારના એકસો બંધનો બાંધ્યાં કે તે મારી કૃપાનો સત્વર અનુભવ કરે.

૪૮૪૦ અને કોઈપણ ગૌણ કારણોથી મુંઝાએલ બને નહિ, અને કે મદદ માટેની દરેક માંગ મને જ કરવામાં આવે.

૪૮૪૧ અથવા છેવટ કે તેને (બીજે ફરવાનુ) બહાનું ન રહે અને કોઈપણ પ્રસંગે કોઈ હલકટ સાથી હોવાની ફરીયાદ પણ ન રહે.

૪૮૪૨ તેણે એકસો દોરીથી ગુંથાએલી આ મમતામય કાળજી માણી. કારણ કે એક મધ્યસ્થી વગર મેં પોતે તેને મોટો કર્યો.

૪૮૪૩ ઓ માનવંત ચાકર, તેના આભારો આ હતા, કે તે નમરૂદ હ. ઈબ્રાહિમને બાળનાર બન્યો.

૪૮૪૪ આ એક શાહજાદાની માફક, બાદશાહની સદભાવનાની બદલીમાં ઉધ્ધતાઈ બતાવી અને પોતાની મોટાઈ શોધી.

૪૮૪૫ કહે, જ્યારે હું રાજ્ય અને નવું ભવ્ય નશીબ ધરાવું છું ત્યારે બીજાનો અનુયાયી શા માટે બનું ?

૪૮૪૬ (એટલે કે) બાદશાહના સદભાવો કે જેના વિષે ઉપર કહાણીમાં કહેવાયું છે, તેની ઘોર ઉધ્ધતાઈ અંગે તેના દિલમાંથી અદ્રષ્ય થયા.

૪૮૪૭ તે નમરૂદે અજ્ઞાનતામાં કર્યું. અને આંધળી રીતે મારા પેલા સદભાવોને પગ તળે છૂંદયા.

૪૮૪૮ હવે તે એક નાસ્તિક બન્યો છે, અને (ઈમાનદારને) લુંટે છે, તે ઉધ્ધતાઈપુર્વક વર્તે છે અને દૈવત્વનો ઢોંગ કરે છે.

૩૮૬૨ સમસ્ત કુરાન દુષ્ટ મનની દુષ્ટતાના વર્ણનથી ભરપુર છે. પવિત્ર કિતાબમાં જો ! તારી આંખ ક્યાં છે ?

અમુક માણસે સૂચનાઓ આપી કે તેના મરણ બાદ તેની માલમિલ્કત પોતાના ત્રણેય દિકરાઓમાંથી સૌથી વધારે આળસુ હોય તેને વારસામાં આપવામાં આવે.

૪૮૭૭ અગાઉ એક માણસ પોતાની મૃત્યુશય્યાએ સૂચનાઓ આપતા (નીચે મુજબ) બોલ્યો હતો.

૪૮૭૮ (કારણ કે) તેને ત્રણ દીકરાઓ, ત્રણ હાલતા સાઈપ્રસ જેવા હતા, તેમને તેણે પોતાનો આત્મા અને જીવ અર્પણ કર્યો હતો.

૪૮૭૯ તેણે કહ્યું, ‘જે કોઈ આ ત્રણેયમાં સૌથી વધુ આળસુ હોય તો તેને મારી માલિકીનું બધું સોનું અને સરસામાન લઈ જવા દયો.’

૪૮૮૦ તેણે કાજીને બોલાવ્યો અને તેને સખત તાકીદ કરી, ત્યારબાદ તેણે મૃત્યુની મદિરાનો પ્યાલો ગટગટાવ્યો,

૪૮૮૧ છોકરાઓએ કાજીને કહ્યું, 'ઓ માનવંત સાહેબ, અમે ત્રણેય તેના ઠરાવમાંથી ચલીત થશું નહિ.

૪૮૮૨ અમો કબુલ કરીએ છીએ અને તાબે છીએ. અધિકાર તેનો જ હતો. જે તેમણે હુકમ કર્યો છે તે અમારે બજાવવો જ જોઈએ.

૪૮૮૩ અમો હ. ઈસમાઈલ (અ.સ.) માફક છીએ. અમારા ઈબ્રાહીમમાંથી અમે પાછા હઠશું નહિ. ભલે તે અમારી કુરબાની આપે.”

૪૮૮૪ કાજીએ કહ્યું, ‘ચાલો તમારામાંનો દરેક, પોતાની બુદ્ધિ વાપરીને પોતાના આળસુપણાનો હિસાબ આપે.

૪૮૮૫ કે જેથી હું દરેકનું આળસુપણું નિહાળું, કાંઈ પણ શંકા વગર દરેકની બાબત ઉભી છે !"

૪૮૮૬ આત્મજ્ઞાનીઓ બન્ને દુનિયામાં સૌથી આળસુ છે, કારણ કે તેઓ હળ હાંક્યા વગર પોતાનો પાક લણે છે.

૪૮૮૭ તેઓએ પોતાનો આધાર આળસુપણું બનાવેલ છે, (અને તેના ઉપર આધાર રાખે છે) જ્યારે કે ખુદા તેમને માટે કાર્ય કરે છે.

૪૮૮૮ અધમ ખુદાનું કાર્ય જોતો નથી, અને (તેથી) સવારથી સાંજ સુધી સખત મહેનતમાંથી આરામ કરતો નથી.

૪૮૮૯ કાજીએ કહ્યું, “આવો, (તમારું) આળસુપણું બતાવો કે જેથી રહસ્ય જાહેર થતાં તેની વ્યાખ્યા કરી શકું !

૪૮૯૦ તે નિ:સંશય છે કે દરેક જીભ દિલ ઉપરનો પડદો છે, જ્યારે પડદો હટાવાય છે ત્યારે તેમાં (સંતાએલા) રહસ્યો આપણને પહોંચે છે.

૪૮૯૧ એક નાનો પડદો રોટીના ટુકડા જેવો એક સો સુર્યના રૂપોને સંતાડે છે. 

૪૮૯૨ ભલે મુખનો ખુલાસો ખોટો છે, છતાં સુવાસ (અસર) સાચા કે ખોટાથી જાણીતી બનાવે છે.

૪૮૯૩ મંદ પવન જે બગીચામાંથી આવે છે, તે રાખના ઢગલામાંથી આવતા ગરમ પવનથી જુદો છે.

૪૮૯૪ સત્યતા અને મુર્ખે પકડેલ જુઠાણું, કસ્તુરી અને લસણની માફક બોલવામાં સ્પષ્ટ છે.

૪૮૯૫ જો તમો દસ દિલોવાળા દોસ્તમાંથી સાચા દોસ્તને ઓળખી ન શકો તો તમારી સડી ગએલ સુંઘવાની ઈન્દ્રિયની ફરીયાદ કરો.

૪૮૯૬ બાયલાઓ અને બહાદુર હિંમતવાન માણસોના અવાજો સિંહ અને શિયાળની લાક્ષણિકતાઓની જેમ નિરાળા છે.

૪૮૮૭ અથવા (ફરીવાર) જીભ રાંધવાના વાસણના ઢાંકણા માફક છે, જ્યારે તે હટાવાય છે ત્યારે તમો જાણો છો કે તેની અંદર કઈ જાતનો ખોરાક છે.

૪૮૯૮ (પણ) એક કે જેની (ગંધની) ઈન્દ્રિય તીવ્ર છે, વરાળ ઉપરથી કહેશે કે મીઠાઈ અથવા ‘સીકાજ'(stew flavoured with vinegar)નું તપેલું છે.

૪૮૯૯ જ્યારે એક માણસ એક નવો ઘડો ખરીદવાના સમયે પોતાના હાથથી ટકોરા લગાવે છે ત્યારે તે (તેના અવાજ ઉપરથી) તુંટેલો શોધી કાઢે છે.

૪૯૦૦ તેણે (ત્રણમાંના એકે) (કાજીને) કહ્યું, “હું માણસને તુર્તજ તેના મોં (વાણી ઉપરથી) ) ઓળખું છું. અને જો તે ન બોલે તો હું તેને ત્રણ દિવસમાં ઓળખી જાઉં છું.

૪૯૦૧ બીજાએ કહ્યું “જો તે બોલે તો હું તેને ઓળખું અને જો તે ન બોલે તો હું તેને વાતચીતમાં લગાવું.”

૪૯૦૨ તેણે (કાજીએ) કહ્યું “પણ) જો તેણે આ (તમારી) યુક્તિ સાંભળી લીધી છે, તો તે પોતાના હોઠો બંધ રાખશે અને ચુપકીદીનો આશરો લેશે.

૪૯૧૧ તેણે (કાજીએ કહ્યું), ધારો કે માનનીય આદમી તમારી યુક્તિથી બોલવા પ્રેરે નહિ. ક્યારનીય યુક્તિ જાણી ગયો છે.

૪૯૧૨ મને સત્ય કહે, તેની ગુપ્ત પ્રકૃતિ તમે કેમ જાણશો ? તેણે જવાબ આપ્યો, હું તેની સાથે મૌનથી બેસીશ.

૪૯૧૩ અને ધીરજને દાદરવાળી સીડી બનાવીશ, ધીરજ ફતેહની ચાવી છે.

૪૯૧૪ અને તેની હાજરીમાં મારા દિલમાંથી આ આનંદ અને દિલગીરીના ક્ષેત્રથી પર એક વાણી આગળ ધસશે.

૮૯૧૫ હું જાણીશ કે તેણે તેને ચમનમાં ઉગતા ચંદરવાની માફક પ્રકાશતા આત્માના ઉંડાણમાંથી મારી પાસે મોકલી છે.

૪૯૧૬ મારા દિલમાંની વાણી પેલા ભવ્ય સ્થાનમાંથી આવે છે, કારણ કે દિલ અને દિલ વચ્ચે એક બારી છે.

૪૯૧૦ પેલો દયાળુ જે પણ બાજુએ હોય, ખુદાની ખાતર જા, ખુદાની ખાતર તું પણ તે જ બાજુએ હોય.

મશનવીના ૬ ભાગ સંપૂર્ણ.

શુકર મૌલા

ભૂલચૂક શાહપીર બક્ષે.

યા અલી મદદ