Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૭

વાર્તા - ૭

0:000:00

ફકીરની કહાણી કે જેણે પોતાની રોજની રોજી કામ (કર્યા વગર) મળવાની ઈચ્છા કરી.

૧૮૩૪ પોતાના દુ:ખમાં પેલો કંગાળ મુફલીસ કે જેણે ગરીબીના કારણે એક હજાર દુઃખો સહન કર્યા.

૧૮૩૫ ખુદાને પ્રાર્થના અને આજીજીમાં બુમ પાડતો. ઓ માલિક અને તેનો રખેવાળ કે જેઓ (પોતાના લોકોના) ભરવાડો છે.

૧૮૩૬ કાંઈ પણ મહેનત કર્યા વગર તેં મને પેદા કરેલ છે, મારા ભાગે કાંઈ પણ તકલીફ વગર આ મહેલમાં (દુનિયામાં) મને રોજિંદી રોજી આપ.

૧૮૩૭ તેં મારા માથાના દાબડામાં મને પાંચ જવાહીર આપેલ છે અને વળી પાંચ બીજી ગુપ્ત (ઈન્દ્રિઓ).

૧૮૩૮ આ તારી બક્ષિશોની સંખ્યા કે ગણત્રી થઈ શકે તેમ નથી, તેમને ગણાવતા હું શરમજનક ચહેરાવાળો અને બાંધેલ જીભનો બનું છું.

૧૮૩૯ જ્યારે કે આ કુદરતમાં તું એકલો જ (ભાગીદાર વગરનો) છો, તેવીજ રીતે મને રોજની રોજી પણ પહોંચાડતો જા.

૧૭૪૦ વર્ષો સુધી આ પ્રાર્થના તેનાથી ઉચ્ચારાતી હતી અને આખરે તેની બંદગીએ અસર ઉપજાવી.

૧૮૪૧ જેમ પેલા પુરૂષની માફક તે કે જે કાંઈ પણ મહેનત કે હાડમારી ભોગવ્યા વગર એક કાયદાસરની હલાલ રોજી આપવા ખુદા પાસે માગ્યા કરતો.

૧૮૪૨ આખરે છેવટે એક ગાયે તેને સુખ આપ્યું, તે હ. દાઉદ (અ.સ.) કે જેનો ઈન્સાફ દૈવી પ્રેરણાથી હતો, તેમનો ઝમાનો હતો.

૧૮૪૩ આ પ્રેમના ગુલામે પણ દયાજનક આજીજીઓ કરી અને તે તેવી જ રીતે (પસંદગીના) મેદાનમાંથી દડો ઉઠાવી ગયો (તેની આજીજી સ્વીકારાણી).

૧૮૪૪ (છતાં) જ્યારે પ્રાર્થના કરતાં કરતાં તે બદલા અને બક્ષિશના મુલતવીપણા અંગે હલકા વિચારો પણ કરતો હતો.

૧૮૪૫ (અને પછી) ફરીવાર તે દયાળુ માલિકની (તેની આશાઓનું) મુલત્વીપણું તેના દિલમાં એક આનંદનો સંદેશો લાવશે, (તેની પરિપૂર્ણતા માટે) એક સલામતી બનશે.

૧૮૪૬ જ્યારે જ્યારે તેના અંત:કરણપુર્વકની ખરી બંદગીમાં થાક તેને નાઉમેદ બનાવશે. ત્યારે તે ખુદાઈ હાજરીમાંથી સાંભળશે “આવ."

૧૮૪૭ આ (દૈવી) નિર્માતાનું કાર્ય છે, જે વગોવણી કરે છે અને વખાણ કરે છે. આ બંને સ્વાભાવિક લક્ષણો વગર કોઈ પણ કામ સંપૂર્ણ થતું નથી.

૧૮૪૮ પૃથ્વીના નીચાપણાની અને અવકાશના ઉંચાપણાની ગણત્રી કર. ઓ ફલાણા આ બન્ને સ્વાભાવિક લક્ષણો વગર તેમનો ચક્રાવો અશક્ય છે.

૧૮૫૫ (અને) ઐક્યતા અને વાસ્તવિકની સર્વમય રંગની દેગ એકસો રંગો ધરાવતી દેગની કીંમતનો કદાચ નાશ કરે.

૧૮૫૬ કારણ કે (ઐક્યતાની) પેલી દુનિયા એ એક નીમકની ખાણ માફક છે, કે જે નજીક વધુ નજીક ગયું, રંગવામાંથી બાકાત રહી ગયું

૧૮૯૧ તે હ. મુસ્તુફા (૨.સ.અ.)ના 'નૂર'નું ઓપવાના કાર્ય જેવું છે. લાખો જાતના અંધારા દીપ્તિમાન બન્યા.

૧૮૭૧ વરૂનો ઝમાનો છે, અને યુસુફ કુવાને તળીએ છે. તે મિસરીઓનો ઝમાનો છે અને ફિરઓન બાદશાહ છે.

૧૮૭૨ (આ દૈવી ઈરાદો છે) એટલા માટે કે થોડા દિવસો માટે આ બદમાસો (દુન્યવી) ધન દૌલત માટે હસવાનો તેઓનો હિસ્સો મેળવે.

૧૮૭૩ (પણ) આ દુનિયાના જંગલની અંદર સિંહો છે. “આવો ” હુકમની રાહ જોતા આજુબાજુ પથરાતા બનતા.

૧૮૭૪ પછી પેલા સિંહો (દુન્યવી) ચરાણમાંથી આગળ આવશે અને ખુદા (તેમનામાં) કાંઈપણ પડદા વગર તેઓની આવક અને જાવક બતાવશે.

૧૮૭૫ માણસનું (રૂહાની) તત્વ જમીન અને આસમાનને ઘેરી લેશે (જ્યારે) કાબરચીતરા ઢોરને કુરબાનીના દિવસે બલિ તરીકે મારી નાખવામાં આવશે.

૧૮૭૬ સાચા ઈમાનદારો માટે કયામતમાં કુરબાનીનો ભયંકર દિવસ અને ઢોરના નાશનો દિવસ એક તહેવાર છે.

૧૮૭૯ અને કે બાજો સુલતાન તરફ જશે અને કાગડાઓ કબ્રસ્તાનમાં જશે.

૧૮૮૩ જ્યારે કે સ્ત્રીઓને લડાઈમાં ભાગ લેવા દેવામાં આવતો નથી ત્યારે ‘જીહાદ' કરવા મોટી લડાઈ (દુષ્ટ મનની) તેમાં ભાગ લેતી બનાવાય.

૧૮૮૪ (કોઈવાર) એક રૂસ્તમ સ્ત્રીની કાયામાં છુપાએલ બને છે. જેમ હ. મરીયમની (બાબતમાં હતુ) (પણ) માત્ર ભાગ્યે જ (તેમ બને છે).

૧૮૮૫ તેવી જ રીતે સ્ત્રીઓ પુરૂષોની કાયાઓમાં છુપાએલ હોય છે, અને તેઓ (આવા માણસો) દિલના દુર્બળપણા અંગે સ્ત્રીઓ છે.

૧૮૮૭ (ઈન્સાફના) દિવસે ઈન્સાફ છે, અને (દરેકને) જે યોગ્ય છે તે આપવામાં ઈન્સાફ સમાએલો છે, બુટ પગ માટે છે અને ટોપી માથા માટે છે.

૧૮૮૮ (આ) એટલા માટે છે કે દરેક શોધનાર પોતાની તલાશની ચીજ મેળવે, અને કે દરેક ચીજ ભાવીમાં જવા બંધાએલ છે તે તેની પહોંચવાની જગ્યાએ પહોંચે.

૧૮૯૬ હ. જીબ્રીઈલનો અને (અવકાશી) આત્માઓનો કાબા ‘લોટસ' છે. પેટના ગુલામનો કિબ્લો ખાવાના મેજનું કપડું છે.

૧૮૯૭ આત્મજ્ઞાનીનો કિબ્લો (ખુદાથી) મિલનનું 'નૂર' છે. ફીલસુફના જ્ઞાનનો કિબ્લો કલ્પના છે.

૧૮૯૮ સંતનો કિબ્લો દયાળુ ખુદા છે, ખુશામતખોરનો કિબ્લો એક સોનાની કોથળી છે.

૧૮૯૯ રૂહાનીયતનો કિબ્લો સહનશીલતા અને લાંબી પીડા વેઠવી છે, રૂપના પુજનારાઓનો કિબ્લો પથ્થરની મુર્તી છે,

૧૯૦૦ આંતરિકતા ઉપર તેઓ કે જેઓ રહે છે તેઓનો કિબ્લો દાનપ્રદાન કરનાર છે. પેલાઓ કે જેઓ જાહેરી રૂપને પુજે છે તેઓનો કિબ્લો ઓરતનો ચહેરો છે.

૧૯૦૧ તેવી જ રીતે નવા અને જુના (દાખલાઓ)ની ગણત્રી કર અને જો (આમ કરવામાં) તું થાકી જાય. તો પછી તારૂં કામ કર્યા કર.

૧૯૦૨ (ખુદામાંથી) આપણો ખોરાક એક સોનાના પ્યાલામાં ‘મદિરા' છે. જ્યારે પેલા 'તતમાજ' સુપ અને કથરોટ છે.

૧૯૦૩ (ખુદા કહે છે) “તેના ઉપર કે જેને અમોએ (ખાસ) સદ્ગુણ ઈનાયત કરેલ છે, અમોએ તેવી જ રીતનો લાયક ખોરાક મોકલ્યો છે.’

૧૯૦૪ અમોએ પેલા એકનો ગુણ રોટલાના પ્રેમની લાલસાવાળો બનાવ્યો છે. અમોએ આ એકનો ગુણ પ્રિતમથી બેગાના થતો બનાવ્યો છે.

૧૯૦૭ આ મુદ્દાનો અંત જ નથી. અને (દરમ્યાન) ફકીર ગરીબાઈના ફટકાઓથી ખૂબ જ ઘવાએલો બન્યો છે.

ખજાનાના દફતરની વાર્તા કે જેમાં લખેલું હતું : “અમુક ઘુમ્મટવાળા મકાનની બાજુમાં તારો ચહેરો કિબ્લા (મક્કા) તરફ ફેરવજે અને પણછ ઉપર તીર મુકજે અને છોડજે, જ્યાં તે પડે તે જગ્યાએ ખજાનો દાટેલ છે."

૧૯૦૭ આ મુદ્દાનો અંત જ નથી. અને (દરમ્યાન) ફકીર ગરીબાઈના ફટકાઓથી ખૂબ જ ઘવાએલો બન્યો છે.

ખજાનાના દફતરની વાર્તા કે જેમાં લખેલું હતું : “અમુક ઘુમ્મટવાળા મકાનની બાજુમાં તારો ચહેરો કિબ્લા (મક્કા) તરફ ફેરવજે અને પણછ ઉપર તીર મુકજે અને છોડજે, જ્યાં તે પડે તે જગ્યાએ ખજાનો દાટેલ છે."

૧૯૨૩ (તેથી) તે સાહિત્ય વેચનારની દુકાને આવ્યો અને (થોડા વખત માટે) પોતાનો હાથ અહીં તહીં તેના (વેચનારના) લખવાના નમુનાઓ ઉપર મુકતો હતો.

૧૯૨૪ ઓચીંતાના પેલા લખાણનો ટુકડો લાક્ષણિક નિશાનીવાળો, કે જેને અવકાશી અવાજે વર્ણવ્યો હતો તેના પર નજર પડી,

૧૯૨૫ તેણે તેને પોતાના હાથની નીચે સરકાવી દીધો અને કહ્યું “શેઠ, છેલ્લી સલામ. ઓ ભલા આદમી, હું તુર્તમાં જ પાછો આવીશ.

૧૯૨૬ તે એક એકાંત વિશ્રામસ્થાનમાં ગયો અને તેણે વાંચ્યું અને વ્યાકુળતા અને અજાયબીમાં ગરકાવ બન્યો.

૧૯૨૭ (અજાયબ થતો કે) કેવી રીતે આવો કીંમત આંકી ન શકાય તેવો આ જાતનો ખજાનાનો કાગળ (સાહિત્ય વેચનારના) કાગળો વચ્ચે આવ્યો અને પડ્યો રહ્યો.

૧૯૨૮ (પછી) ફરીવાર તેના મગજમાં વિચાર દોડી આવ્યો કે ખુદા દરેક વસ્તુંનો રક્ષક છે.

૧૯૨૯ રક્ષક તેની સાવચેતીમા કોઈ પણ વસ્તુંને બેધ્યાનપણે કેવી રીતે લઈ જવા આપે !

૧૯૩૦ જો કે મેદાન સોના (અને) (રૂપા)ના નાણાથી ભરેલું હોય તો પણ ખુદાની મંજુરી વગર એક રજ જેટલું પણ લઈ જઈ શકાતું નથી.

૧૯૩૧ અને ભલે તમે કાંઈ પણ વિરામ વગર એક સો કિતાબો વાંચો તો પણ તમને દૈવી હુકમનામા વગર એક પણ મુદ્દો યાદ રહેશે નહિ.

૧૯૩૨ પણ જો તમો ખુદાની ખીદમત કરશો અને એક કિતાબ પણ વાંચશો નહિ તો તમારા પોતાના અંતઃકરણમાંથી દુર્લભ જ્ઞાન શીખી શકશો.

૧૯૩૩ હ. મુસા (અ. સ.)નો હાથ પોતાના હૃદયમાંથી એક પ્રકાશ ફેલાવતો હતો કે જે આકાશમાંના ચંદ્રમાથી ચડીયાતો હતો.

૧૯૩૪ (સર્વથા) કહે છે. “તે કે જે તું ભયંકર અવકાશી ગોળામાંથી શોધે છે તે ઓ મુસા, તારા પોતાના જ દિલમાંથી ઉગેલ છે."

૧૯૩૫ એટલા માટે કે તમે જાણો કે ઉંચા અવકાશો માણસની સમજશક્તિની વૃત્તિનું પ્રતિબિંબ છે

૧૯૩૬ (બાબત) એ નથી કે કિર્તીવંત ખુદાના હાથે બન્ને દુનિયાના પેદા કર્યા પહેલાં સર્વ પ્રથમ સમજણ પેદા કરી.

૧૯૩૭ આ વિવરણ (કેટલાકો) માટે ચોકખું છે અને (બીજાઓ માટે) ખૂબજ ચિંતન પ્રધાન છે કારણ કે માખી 'અન્કા' (આત્મિક પંખી)થી પરિચિત નથી.

૧૯૩૮ ઓ પુત્ર, ફરી એક વાર વાર્તા તરફ પાછો ફર. ખજાનો અને ફકીરની વાતનો અંત લાવ.

ફકીરની વાર્તાનો ઉપસંહાર અને ખજાનાની હાલત દર્શાવતી નિશાનીઓનું (વર્ણન).

૧૯૩૯ ટીપણામાં આમ લખાએલું હતું. જાણ કે શહેરની બહાર એક ખજાનો દટાએલો છે. 

૧૯૪૦ એક ફલાણા ઘુમ્મટવાળા મકાનમાં (જાઓ) જેમાં એક શહીદની કબર છે. તેનો પાછલો ભાગ ગામ તરફ અને તેનો દરવાજો મેદાન તરફ.

૧૯૪૧ તેના તરફ તારી પીઠ રાખજે અને કીબ્લા (મક્કા) તરફ ચહેરો રાખજે અને પછી તમારા બાણમાંથી એક તીર ફેંકજે.

૧૯૪૨ ઓ નશીબદાર, જ્યારે તમે તમારા બાણમાંથી તીર ફેંક્યું છે, ત્યારે જ્યાં તમારૂં તીર પડે ત્યાં ખોદજો,

૧૯૪૩ આથી યુવાન એક મજબુત બાણ લઈ આવ્યો અને અવકાશી અંતરિક્ષના વિસ્તારમાં એક તીર ફેંક્યું.

૧૯૪૪ અને તાત્કાલીક અને ઘણી ખુશીની સાથે એક ત્રીકમ અને કોદાળી લાવ્યો અને જ્યાં તેનું તીર પડયું હતું ત્યાંની જગ્યા ખોદી કાઢી.

૧૯૪૫ (પણ) તે કોદાળી અને ત્રીકમ બંને (વૃથા મહેનતમાં) ઘસાઈ ગયાં અને ગુપ્ત ખજાનાનો એક સંકેત પણ તેને માલમ પડયો નહિ.

૧૯૪૬ દરરોજ તેવી રીતે તે તીરો ફેંકતો હતો પણ ખજાનાની હાલત કદી પણ જાણી શક્યો નહિ.

૧૯૪૭ જ્યારે કે તેણે આ કાર્ય કરવું ચાલુ રાખ્યું, શહેરમાં અને લોકોમાં એક બહોળા પ્રમાણમાં અફવા ફેલાણી.

આ ખજાનાના સમાચાર જાણીતા બન્યા અને બાદશાહના કાન સુધી પહોંચ્યા.

૧૯૪૮ પછી ખબર આપનારનો સમુહ કે જે અનુકૂળ સ્થળે બાતમી માટે રહેલો હતો, બાદશાહને આના સમાચાર આપ્યા.

૧૯૪૯ અને ગુપ્ત રીતે (તેને) આ હકીકત રજુ કરી, કહીને કે ફલાણા ફલાણાને એક ખજાનાનું ટીપણું હાથ લાગ્યું છે.

૧૯૫૦ જ્યારે આ પુરૂષે (ફકીરે) સાંભળ્યું કે તે બાદશાહના જાણવામાં આવેલ છે ત્યારે તેણે બીજો કોઈ ઉપાય જોયો નહિ. સિવાય કે છોડી દઈ અનુમતી આપવી.

૧૯૫૧ (તેથી), હમણા જ તે બાદશાહના હુકમથી રિબાવવાના યંત્ર (ઉપર તકલીફ) સહન કરશે, પેલા પુરૂષે (ખજાનાનો) પત્ર તેની સમક્ષ રજુ કર્યો.

૧૯૫૨ કહીને, “જ્યારથી મને આ ટીપણું મળેલ છે. ત્યારથી બેહદ તકલીફ સિવાય બીજું કંઈ ખજાનાનું જોયું નથી.

૧૯૫૩ એક રજમાત્ર જેટલો પણ ખજાનો શોધવામાં આવેલ નથી પણ એક સરપની માફક દુ:ખનાં ઘણા તરફડીયાં માર્યાં છે. 

૧૯૫૪ આખા એક મહીના દરમ્યાન આની માફક સખત દુઃખમાં હું હતો, આ (ખજાનાના ટીપણા)માંથી નફો નુકશાન માટે મારા માટે મનાઈ થયેલી છે.

૧૯૫૫ ઓ બાદશાહ (કે જે) લડાઈમાં વિજેતા અને કિલ્લાઓનો જીતનાર છે, કદાચ તમારું કિસ્મત આ (દોલતની) ખાણ ખુલ્લી કરે.

૧૯૫૬ છ મહીના અને તેથી વધુ બાદશાહે તીરો ફેંક્યાં અને ખાડા ખોદાવ્યા.

૧૯૫૭ જ્યારે જ્યારે એક ઉત્સાહી બાણાવળી માલમ પડતો તે (બાદશાહ) તેને ફેંકવા માટે તીરો આપતો અને દરેક દિશામાં ખજાના માટે તપાસ કરતો.

૧૯૫૮ (પરીણામ) કાંઈ જ ન હતું પણ સંતાપ અને દુઃખ અને નિરર્થકતા. “અંકાની (બાબત માફક) ખજાનાનું નામ બધાને જાણીતું હતું. પણ તત્ત્વ (વાસ્તવિકતા) હસ્તિમાં ન હતું.

ખજાનો શોધવામાં બાદશાહને નિરાશા સાંપડવી અને તેની શોધમાં થાકેલો બનવા વિષે.

૧૯૫૯ જ્યારે (તેના સાહસમાં) લંબાઈ અને પહોળાઈમાં બધી રીતે (ફતેહમાં) તેણે અડચણો ભોગવી ત્યારે બાદશાહ દિલથી બિમાર અને થાકેલો બન્યો.

૧૯૬૦ બાદશાહે વારંવાર મેદાનમાં ખાડા ખોદાવ્યા (બાદ) તેણે તેની (ફકીરની) આગળ પેલું ટીપણું ગુસ્સાપુર્વક ફેંકી દીધું.

૧૯૬૧ તેણે કહ્યું “આ ટીપણું લઈ જા, કે જેના સારા પ્રભાવો નથી. તું જ તેના માટે યોગ્ય (માલિક) છે. જ્યારે કે તને કાંઈ કામ નથી.

૧૯૬૨ જેને કાંઈ કામ કરવું છે તેના માટે તે કામનું નથી. કે પોતાના ગુલાબને બાળવું અને કાંટાથી કામે લાગવું.

૧૯૬૩ તે વિલક્ષણ છે, કે આ મનની મુંઝવણના ગાંડપણના ભોગ બનેલાઓ લોઢામાંથી ઘાસ ઉગવાનું કેમ ધારે ?

૧૯૬૪ આ વિશિષ્ઠતા માટે તારા જેવા મજબુત દિલના માણસની જરૂર છે. તું જ કર કે જેને એક મજબુત દિલ છે, આ (ખજાના માટે) શોધ ચાલુ રાખ.

૧૯૬૫ જો તું તે શોધી શકે નહિ તો (પણ) તું કદી થાકીશ નહિ. અને જો તે તને જડે તો તેની માલીકીનો હક અર્પણ કરૂં છું.

૧૯૬૬ વિવેકબુદ્ધિ નિરાશાનો રસ્તો કેમ પકડે ? તે પ્રેમ છે કે જે તે દિશામાં પોતાના માથાભર દોડે છે.

૧૯૬૭ પ્રેમ બેપરવા છે નહિ કે વિવેકબુદ્ધિ, સમજશક્તિ શોધે છે કે જેમાંથી તે નફો મેળવે છે.

૧૯૬૯ સખત ચહેરાવાળો કે જેને પીઠ નથી, તેણે પોતાનો સ્વાર્થ શોધવામાં પોતાને મારી નાખેલ છે. 

૧૯૮૨ બધી વિવેકબુદ્ધિઓની એકમાત્ર દવા તેનું (પ્રેમ) ચિત્ર છે, પ્રિયતમાઓના ચહેરાઓ માત્ર તેના માટે એક પડદો છે.

૧૯૮૩ ઓ પ્રેમના સંનિષ્ઠ સેવક, તારો ચહેરો તારા પોતાનાજ ચહેરા તરફ ફેરવ, ઓ વ્યાકુળ બનેલા, તારો સગો તારા પોતા સિવાય બીજો કોઈ નથી.

૧૯૮૪ તેણે (ફકીરે) પોતાના દિલને કિબ્લો બનાવ્યો અને બંદગી શરૂ કરી, “ જેના માટે તે કમાયો તે સિવાય માણસ બીજું કંઈ નથી.”

૧૯૮૫ પૂર્વે તેણે (પોતાની પ્રાર્થનાનો) જવાબ સાંભળ્યો હતો. તે ઘણા વર્ષોથી બંદગીમાં મશગુલ બન્યો હતો.

૧૯૮૬ તે કાંઇપણ જવાબ મળ્યા વગર ઉત્સાહપુર્વક પ્રાર્થના કરતો હતો. (પણ) તે ગુપ્ત રીતે (દૈવી) કૃપામાંથી 'લબ્બેક’ સાંભળતો હતો.

૧૯૮૭ જ્યારે કે પેલો બિમાર જેવો માણસ હંમેશાં સર્વશક્તિમાનની કૃપા ઉપર આધારિત ડફ વગર નાચતો હતો.

૧૯૮૮ (જો કે) અવકાશી અવાજ અથવા (દૈવી) સંદેશક કદી તેની બાજુમાં ન હતો (છતાં) તેની આશાનો કાન 'લબ્બેક’થી ભરેલો હતો.

૧૯૮૯ તેની આશા હંમેશાં તેને જીભ વગર કહેતી હતી, “આવો” અને પેલું કહેણ તેના દિલમાંથી (બધા) થાકો ખંખેરી નાખતી હતી.

૧૯૯૬ કહીને “ચંદ્રમા તરફ આવો અને ધૂળ પાછળ મુકી દયો. પ્રેમ, બાદશાહ તને બોલાવે છે, તમામ ઝડપથી પાછા ફરો !”

૧૯૯૮ હું પ્રેમનો જીબ્રીઈલ છું, અને તું મારૂં “લોટસઝાડ' છો, હું માંદો માણસ છું. અને તું મારો, પરિચયનો પુત્ર ઈસા છો.

૧૯૯૯ મોતી વેરતો તારો સમુદ્ર ભલે છલકાય, આજે આ મદદગારની આગળ માંગતો રહે !

૨૦૦૦ જ્યારે તું તેનો બન્યો છો, (રૂહાનીયત ગુઢાર્થોનો) સમુદ્ર તારો છે, ભલે પછી આ કટોકટીનો વખત હોય.

ગુંબજ અને ખજાનાની કહાણી તરફ પાછા ફરવું.

૨૨૫૭ જુઓ, તે ફકીરના "આવો ! આવો !"ના અવાજે મને (તેની અપીલનો પ્રતિકાર કરવામાં) અસમર્થ બનાવી દીધો છે.

૨૨૫૮ તમે તેની બુમ સાંભળતા નથી. (પણ) હું તે સાંભળું છું. હું મારા આંતરિક વિચારોમાં તેનો વિશ્વાસુ છું.

૨૨૫૯ ખજાનાના એક શોધક જેવો તેને સમજ નહિ, તે પોતે જ એક ખજાનો છે. પ્રેમી પ્રિતમ સિવાય બીજો કેમ બને ?

૨૨૬૦ દરેક પળે તે પોતાની યાદીમાં માથું નમાવે છે. ચહેરા (જોવાના) કારણ માટે આરસી સમક્ષ માથું નમાવવામાં આવે છે.

૨૨૬૧ જો તેણે કાંઈ પણ કલ્પના વગર સુક્ષ્મજંતુ પણ અરીસામાં જોયું તો તેનું કાંઈપણ બાકી છોડવામાં આવશે નહિ.

૨૨૬૨ તેની કલ્પનાઓ અને તે (પોતે) બન્ને અદ્રષ્ય થશે. તેનું જ્ઞાન અજ્ઞાનતામાં (નહીવતપણામાં) ફેરવાઈ જશે.

૨૨૬૩ આપણી અજ્ઞાનતામાંથી બીજું જ્ઞાન ચોકખી રીતે ઉત્પન્ન થશે, કહીને, “અરે હું (ખુદા) છું.”

૩૨૬૪ ફિરસ્તાઓને દૈવી કહેણ આવતું હતું. “આદમને સિજદો કરો' કારણ કે તમે (ખરી રીતે) આદમ છો અને એક પળ માટે તમને ખુદને (તેનાથી) સમાન બનેલા જુઓ.

૨૨૬૫ તેણે (ખુદાએ) આંખોમાંથી દ્વૈતપણું હટાવ્યું કે જેથી મારી વાદળી આસમાનો સમાન બની.

૨૨૬૬ તેણે કહ્યું, “ખુદા નથી, સિવાય ખુદા,” તેણે કહ્યું, “ખુદા સિવાય બીજો કોઈ ખુદા બન્યો નથી.” અને ઐક્યતા અંતગર્તમાંથી બહાર આવતી હતી.

૨૨૬૭ વખત આવી પહોંચ્યો છે કે પેલા સાચા પ્રેમી અને (ખુદાના) વહાલા દોસ્તે મારો કાન પકડવો જોઈએ (અને દોરવવો જોઈએ).

૨૨૬૮ (ઐક્યતાના) ઝરા તરફ કહીને, આ ચીજોથી તારૂં મોઢું ધોઈને સાફ કર, લોકોથી અમોએ જે છુપાવ્યું છે તે કહે નહિ.

૨૨૬૯ અને જો (તે) તું કહીશ, તો તે પ્રગટ બનશે નહિ, (છતાં) તું તે જાહેર કરવાની કોશીષ માટે ગુનેહગાર બનીશ.

૨૨૭૦ પણ, જો હું તેમને ઘેરી રહ્યો છું. હું આ (ગુઢાર્થ)નો બોલનાર અને તે જ વખતે સાંભળનાર છું.

૨૨૭૧ દરવીશ અને ખજાનાનું (ચિત્ર) બહારનું વર્ણન અને જાહેરી રૂપજ (માત્ર) કહે, આ ટોળાંની (દુન્યવી) મુસીબતો તરફ આદત પડેલી છે (તેમને) તકલીફની વાત કહે.

રર૭ર દયાનો ઝરો તેમના માટે હરામ બન્યો છે, તેઓ વિનાશકારી ઝેરના પ્યાલા ઉપર પ્યાલા પીએ છે.

૨૨૭૩ તેઓ પોતાનાં પહેરણો ધુળનાં ઢેફાંઓથી ભરી તેમને આ ઝરાઓ માટે, બંધ (dam) બનાવવાના ઈરાદાથી લઈ જઈ રહ્યા છે.

૨૨૭૪ આ ઝરો કે જે સમુદ્રથી ફરી ભરાયો છે તે આ ભલા અથવા બુરા લોકોની મુઠીભર માટીથી કેમ અટકાએલો બનશે ?

રર૭પ પણ તે (ઝરો) કહે છે, તારા માટે હું બંધ થયો છું. તારા વગર, હું અનંતકાળ સુધી વહેવો ચાલુ છું.

૨૨૭૬ લોકો પોતાની અભિલાષાઓથી સન્માર્ગથી વિમુખ બન્યા છે (તેઓ) માટી ખાય છે અને પાણીને સ્વાદ લીધા વગર છોડી દીધું છે.

ખજાનાના શોધનારે, ખૂબ જ શોધખોળ કર્યા બાદ અને આધારહિન અને નિરાશામાં પડતા, મહાન ખુદા તરફ પાછો ફર્યો, કહે, “ઓ તું કે જે જાહેર કરવાનું જાણે છે, તું જરૂર આ સંતાએલી વસ્તું જાહેર બનાવ.”

૨૨૮૮ દરવીશે કહ્યું, “ઓ ગુપ્તતાના જાણનાર, આ ખજાનાની ખાતર મેં વૃથા દોડાદોડી કરી છે.

૨૨૮૯ શેતાની ઉતાવળ અને સંપત્તિની લાલસા અને કંજુસાઈએ ઉંડુ મનન અથવા શાંતિ શોધી નથી.

૨૨૯૦ મેં કોઈપણ ઘડામાંથી એક કોળીઓ (પણ) મેળવેલ નથી, મેં (માત્ર) મારા હાથ કાળા કર્યા છે અને મારૂં મોઢું બાળ્યું છે.

૨૨૯૧ ખરેખર, મેં (ખુદને) કહ્યું જ નથી, “જ્યારે કે આ (બાબતમાં) ચોક્કસતા નથી, હું આ ગાંઠ તેની (મદદથી) કે જે બધી ગાંઠો ખોલે છે તેનાથી છોડાવીશ,

૨૨૯૨ ખુદાના શબ્દના ખુલાસા ખુદા પાસેથી શોધ. ઓ ઉદ્ધત આદમી, તારા પોતાના અભિપ્રાયમાંથી નીકળતી નિરર્થક વાત કર નહિ.

૨૨૯૩ ગાંઠ કે જે તેણે વાળી, તે જ તે ઢીલી કરશે, ચિત્ર કે જે તેણે ચીતર્યું, તે પોતે જ તે લઈ લેશે.

૨૨૯૪ જો કે આ જાતના શબ્દો તને સહેલા દેખાય છે, તે (દૈવી) સંજ્ઞા (સમજવી) કેમ સહેલી બનશે ?

૨૨૯૫ તેણે (ફકીરે) કહ્યું, “ઓ માલિક, આ ઉતાવળ માટે હું પસ્તાવો કરૂં છું. જ્યારે કે તેં દરવાજો બંધ કરેલ છે, ત્યારે વળી તું જ દરવાજો ખોલ.”

૨૨૯૬ (મારા ખુદને) વધુ એક વાર (ફકીરના) થીગડાવાળા ઝબ્બા પાસે જવું યોગ્ય લાગે છે. (ખુદા તરફ)ની મારી બંદગી કરતાં હું પાત્રતાથી વંચિત હતો.

૨૩૦૦ પ્હોં ફાટતાં સુધી આખી રાત્રી પેલો કિર્તીવંત બાદશાહ પોતે 'અલસ્ત' (શું હુ નથી?) ઉચ્ચારે છે અને (જવાબ આપે છે) “હા.”

આસમાની અવાજે ખજાનો શોધનારને બોલાવ્યો અને તેને ગુઢાર્થોની સત્યતાથી જાણીતો કર્યો.

૨૩૪૭ જ્યારે તે આ પ્રાર્થનામાં મશગુલ હતો ત્યારે તેને પ્રેરણા આપી અને આ મુશ્કેલીઓનો નિવેડો ખુદાથી તેના માટે આણવામાં આવ્યો.

૨૩૪૮ કહે, તેણે (ખુદાઈ ઈશારાએ) તને તીરને ધનુષ્ય ઉપર મુકવા કહ્યું હતું, (પણ) ધનુષ્યની દોરી તાણવાનું ક્યારે કહ્યું હતું ?

૨૩૪૯ તેણે તમને તે સખત રીતે તાણવાનું કહ્યું ન હતું. તેણે પણછ ઉપર (તીર) મુકવા કહ્યું હતું, નહિ કે પુરી શક્તિથી (તીર) ફેંકવા,

૨૩૫૦ તમે, (અહંકારના) હેતુઓથી, ધનુષ્યને ઊંચું કર્યું અને તીરંદાજીની કળાને ઉચ્ચ સ્તરે પહોંચાડી.

૨૩૫૧ જાઓ, તીર સખત ખેંચવાની આ કળા પડતી મુકો, તીર કમાન ઉપર મુકો અને પુરી શક્તિથી ખેંચવાનું શોધતો નહિ.

૨૩૫૨ જ્યારે તે (તીર) પડે, ત્યાં જગ્યા ખોદજે અને શોધજે. તારી શક્તિ (માંનો વિશ્વાસ) છોડી દે. ભક્તિભાવપુર્વકની બંદગીના કારણોથી સોનું શોધજે,

૨૩૫૩ તે કે જે સત્ય છે તે ધોરી નસ કરતાં વધુ નજીક છે, તું વિચારનું તીર બહુ દુર ફેંક્યું છે.

૨૩૫૪ ઓ તું કે જેણે પોતાને તીર-કમાનથી સજ્જ કર્યો છે, શિકાર નજીક છે અને તું દૂર ફેંક્યું છે.

૨૩૫૫ એક જેમ વધુ દૂર ફેકે છે, દૂર જાય છે. અને આના જેવા એક ખજાનાથી વધુ જુદો થાય છે.

૨૩૫૬ ફિલસુફ વિચારમાં પોતાને મારી નાખે છે (થકવી નાખે છે), તેને (નકામો) દોડવા દયો, કારણકે તેની પીઠ ખજાના તરફ ફેરવાઈ છે.

૨૩૫૭ તેને દોડવા દયો, જેમ વધુ તે દોડે છે તેમ તેના દિલની ઈચ્છીત વસ્તુંથી વધુ વેગળો બને છે.

૨૩૫૮ તે (દૈવી) રાજાએ કહ્યું, "(જેઓએ) આપણા માટે પ્રયત્ન કર્યો છે":  તેમણે એમ ન કહ્યું, "(જેઓએ) આપણાથી દૂર પ્રયત્ન કર્યો છે," ઓ બેચેન,

૨૩૬૩ આ બોધકથા દુનિયામાં (આત્મા માટે) બહુ જ ઉપયોગી છે, અજ્ઞાનનો આત્મા દુઃખ ભોગવવા લાયક છે.

૨૩૬૮ તેનું (ફકીરનું) તીરંદાજીનું જ્ઞાન તેના માટે એક પડદો (અટકાયત) બન્યું. જ્યારે (બધો વખત) તેના દિલમાં ચાલું પેલી ઈચ્છીત વસ્તુંની ઈચ્છા હતી.

૨૩૬૯ તીક્ષ્ણ સુઝો અને સમજણો માટે જ્ઞાન કેટલી બધી વાર એક મુસાફર માટે લુંટારા અને પ્રેમ (માફક મૃત્યુ) સમ બનેલ છે ! 

૨૩૭૦ બહિશ્ત માટે નિયુક્ત પેલાઓ ઘણાખરા મુર્ખાઓ (સાદા ભોળા દિલના) હોય છે કે જેથી તેઓ ફિલસુફીની ભુલમાંથી છટકી જાય છે.

૨૩૭૧ (નકામા) જ્ઞાન અને અહંકારથી નગ્ન બની જા. એટલા માટે કે (દૈવી) દયા દરેક પળે તારા ઉપર ઉતરતી રહે.

૨૩૭૨ હુશિયારી અને અહંકાર બંદગીની ઉલટી બાજુ છે, હુશિયારી છોડી દે અને મુર્ખાની શ્રેણીમાં આવી જા.

૨૩૭૫ કારણ કે નાસ્તાના સમયે એક માતાએ પોતાના નાના બચ્ચાના હાથ અને પગો (આરામ કરાવવા) પોતાના પેટ ઉપર રાખ્યા હોય છે.

યા અલી મદદ