મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૮
વાર્તા - ૮
શેખ (અબુ) હસન ખરકાનીના મુરીદની કહાણી.
૨૦૪૪ ખરકાનના અબુલહુસેનની પ્રખ્યાતીના કારણે એક દરવીશ તાલકાનના શહેરમાંથી આવ્યો.
૨૦૪૫ શેખ (અબુલહુસેન) કે જે ઈમાનથી સભર અને ઉગ્ર બંદગીથી વિભુષિત હતો તેને મળવા તેણે પહાડો અને લાંબી ખીણની મુસાફરી કરી.
૨૦૪૬ જો કે તકલીફો અને ઈજાઓ જે તેણે સહન કર્યા તે જણાવવાને લાયક છે, છતાં હું (વાત) ટુંકાવીશ.
૨૦૪૭ જ્યારે પેલો યુવાન મુસાફરીના અંતમાં પહોંચ્યો ત્યારે તેણે પેલા (રૂહાની) બાદશાહના ઘર તરફ જવા માટે વિનંતી કરી.
૨૦૪૮ એક સો પૂજ્યભાવો સહિત તેના દરવાજાને જેવો તેણે ખખડાવ્યો, (શેખની) ઘરવાળીએ ઘરના દરવાજામાંથી બહાર ડોકું કાઢ્યું.
૨૦૪૯ કહે, “તને શું જોઈએ છે ? ભલા માણસ, મને કહે, ”તેણે જવાબ આપ્યો. “હું (શેખને) મળવાના ઈરાદાથી આવ્યો છું.”
૨૦૫૦ ઘરવાળી ખૂબ જ મોટા અવાજે હસી. તેણીએ બુમ પાડી. “હા, હા, તારી દાઢી તરફ જો, આ બધી તકલીફ અને મુસાફરી કરવા તરફ જો.
૨૦૫૧ (જ્યાંથી તું આવ્યો ત્યાં) કાંઈ કામ તારા માટે હતું નહિ, કે આળસુપણે આ મુસાફરીએ નીકળી પડયો ?
૨૦૫૨ મુર્ખતાભરી રીતે આમ ભટકવું તને સારૂં લાગ્યું અથવા ઘરથી સખત અણગમો તારા ઉપર સવાર થયો છે ?
૨૦૫૩ અથવા સેતાને આંખે પાટા બાંધ્યા અને તને મુસાફરીએ જવાનો આવેશ ઉદભવ્યો ?
૨૦૫૪ તેણી કંટાળાજનક અને કપટ અને મુર્ખાઈ ભરેલા શબ્દો બોલી, હું બધા જણાવી શકતો નથી.
૨૦૫૫ મુરીદ તેણીની વાતો અને અસંખ્ય ઉપહાસોની ભિન્નતાથી દુઃખમય હાલતમાં ફેંકાણો.
નવા આવનારે ઘરવાળીને પૂછ્યું, “શેખ ક્યાં છે ? હું તેને ક્યાં મળી શકું ? ” અને શેખની ઘરવાળીએ ઉધ્ધત જવાબ આપ્યો.
૨૦૫૬ તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા, અને તેણે કહ્યું “એમ હોવા છતાં, મધુરનામી પેલો (રૂહાની) રાજા ક્યાં છે ?
૨૦૫૭ તેણીએ જવાબ આપ્યો “પેલો નકામો પાખંડી ઠગ, મુર્ખાઓ માટેની એક જાળ અને દુઃખમાં દોરી જતો એક ફાંસલો છે.
૨૦૫૮ તારા જેવા લાખો બિનઅનુભવી મુર્ખાઓ તેના થકી એકસો અગ્નિમાં પડયા છે.
૨૦૫૯ જો તમો તેને મળો નહિ અને સલામતીથી ઘરે પાછા ફરો તો તે તમારા માટે સદ્દ કિસ્મત બનશે, તમો તેનાથી ઉંધે રસ્તે દોરવાએલા બનશો નહિ.
૨૦૬૦ એક શેખીખોર, એક થાળ ચાટનાર, એક પરાવલંબી, તેના ઢોલનો અવાજ દુનિયાના વેરાનમાં વેરાન ભાગમાં પહોંચેલ છે.
૨૦૬૧ આ લોકો (કે જેઓ તેને અનુસરે છે) તેઓ ઈઝરાઇલીઓ જેવા છે અને (સોનાના) વાછરડાને પુજે છે, શા માટે તું તારા હાથ ગાયને ઘસે છે ?
૨૦૬૨ જે કોઈ આ પરાવલંબીથી છેતરાયો છે તે રાત્રીના ઘસઘસાટ ઉંઘમાં પડયો છે. અને દિવસના નુકસાનકર્તા બન્યો છે.
૨૦૬૩ આ લોકાએ એકસો જાતનાં જ્ઞાન અને સંપૂર્ણતા છોડી દીધેલ છે અને એક ઢોંગી અને ઠગને છાતીએ લગાડયો છે, એમ કહીને “આ પરમાનંદ છે."
૨૦૬૪ અફસોસ હ. મુસાના કુટુંબીઓ ક્યાં છે કે અત્યારે તેઓ વાછડો પુજનારાઓનું લોહી વહેવડાવે.
૨૦૬૫ (કે જેઓએ) ધર્મ અને ભક્તિભાવને પોતાની પાછળ ફગાવી દીધેલ છે. હ. ઉમર ક્યાં છે ? સાચી રીતે વર્તવા એક કડક હુકમ ક્યાં છે ?
૨૦૬૬ કારણ કે આ લોકોએ આચરેલી અધિકૃત છુટ અપકિર્તી પામેલી બનેલ છે. તે દરેક ઢોંગી પાપીએ માણેલો ભોગ વિલાસ છે.
૨૦૬૭ હ. પયગમ્બર સાહેબ અને તેના અસહાબોનો રસ્તો ક્યાં છે ? તેઓની નિયમીત બંદગી અને ગુલાબનો બગીચો અને (દીની) અહકામો ક્યાં છે ?”
ફરિયાદ કરતી સ્ત્રીને મુરીદનો જવાબ દેવો અને તેની બેઈમાની અને નકામી વાતોથી દુર રહેવાની માગણી કરવી.
૨૦૬૮ પેલો યુવાન તેણી તરફ બુમ પાડી ઉઠયો અને કહ્યું “બધા ખુલ્લા દિવસના પ્રકાશમાં રાત્રીનો ચોકીદાર ક્યાંથી આવ્યો ?
૨૦૬૯ (પવિત્ર) માણસોનો પ્રકાશ પૂર્વ અને પશ્ચિમમાં પથરાયો છે, અવકાશોએ આશ્ચર્યતાથી નીચે નમી માથા નમાવ્યા છે.
૨૦૭૦ ગર્ભમાંથી ખુદાઈ સુર્ય ઉગ્યો છે, (પાર્થીવ) સુર્ય શરમના અંગે પડદામાં ચાલ્યો ગયો છે.
૨૦૭૧ તારા જેવી સેતાનની નિરર્થક વાતોથી મને આ ધુળના રહેઠાણેથી પાછો કેમ ફેરવશે ?
૨૦૭૨ મને એક વાદળાની માફક (વૃથા ઈચ્છાઓના) પવનથી અહીં આવવાની (ફરજ પાડવામાં) આવી નથી કે હું આવી પવિત્ર હજુરમાંથી ધુળ (મુર્ખાઇ ભરેલા) શબ્દોથી પાછો ફરું.
૨૦૭૩ પેલા 'નૂર’ના સદાચારથી વાછરડો (દૈવી) દયાનો કિબ્લો બને છે. પેલા 'નૂર' વગર કિબ્લો નાસ્તીકતા અને મુર્તીનું (એક પ્રતિક) બને છે.
૨૦૭૪ અધિકૃત છુટ કે જે પોતાની ઈચ્છામાંથી આવે છે તે પાપ છે, અધિકૃત છુટ જે ખુદામાંથી આવે છે તે સંપૂર્ણતા છે.
૨૦૭૫ પેલા સ્થળે જ્યાં અનંત 'નૂર' પ્રકાશ્યું છે, ત્યાં નાસ્તિકતા ઈમાન બન્યું છે અને શેતાન ઈસ્લામમાં દાખલ થયો છે.
૨૦૭૬ તે (રૂહાની રાહબર) (દૈવી) કિર્તીના પ્રગટીકરણ માટે એક રંગભૂમિ અને તે (ખુદાનો) ખરો પ્રેમી છે, તે બધા દેવદુતો (ઉપર સરસાઈનુ) ઈનામ ઉપાડી ગએલ છે.
૨૦૭૭ (ફિરસ્તાઓથી) હ. આદમને સિજદો કરવો એ તેના ઉંચા દરજ્જાની ખુલ્લી સાબિતી છે. છીલટું હંમેશાં ગર્ભને માથું નમાવે છે.
૨૦૭૮ ઓ ઘરડી સ્ત્રી, (જો) ખુદાની મીણબત્તીને (ઓલવવા) ફૂંક મારીશ. ઓ ખોટાઓ, તો તું અને તારૂં માથું તેજ વખતે, બળી જશે.
૨૦૭૯ એક કુતરાના મોઢાથી સમુદ્ર ગંદો કેમ બનશે ? પવનના એક સુસવાટાથી સૂર્ય કેમ ઓલવાઈ જશે ?
૨૦૮૦ ભલે પછી તમો (માત્ર) દેખાવ ઉપરથી અંદાજ બાંધશો (મને) કહો, આના કરતાં વધુ સ્પષ્ટ શું છે ?
મુરીદનું શેખના ઘરમાંથી પાછા ફરવું અને (પાડોશના) લોકોને સવાલ કરવો અને તેઓએ તેને રસ્તો બતાવ્યો. કહીને, શેખ ફલાણા ફલાણા જંગલમાં છે, તે વિષે.
૨૧૧૫ ત્યારબાદ તેણે દરેક જણને પુછવાનું શરૂ કર્યું, અને દરેક સ્થળે લાંબા વખત સુધી શેખની શોધ કરી.
૨૧૧૬ પછી (આખરે) કોઈએ તેને કહ્યું ”તે દુનિયાનો ચાંદ ડુંગરાળ ગામડામાંથી બળતણના લાકડા લેવા ગએલ છે.”
૨૧૧૭ મુરીદ કે જેના વિચારો 'ઝુલફિકાર' જેવા તીક્ષ્ણ હતા. શેખ માટેની આતુરતા ભરેલી ઈચ્છા સહિત જંગલમાં જલ્દી દોડ્યો.
૨૧૧૮ (૫ણ) શેતાન પેલા (યુવાન) માણસના મગજમાં એક હલકટ સુચના ઉતારતો હતો એટલા માટે કે (રૂહાની) ચંદ્રમા ધુળથી છુપાએલ બને.
૨૧૧૯ અર્થાત, શા માટે 'સત્ય' પંથનો આ શેખ પોતાના ઘરમાં આના જેવી સ્ત્રી પોતાના સાથી અને સંગાતી તરીકે રાખે છે ?
૨૧૨૦ વિરોધી અને વિરોધી વચ્ચે આ પરિચિતપણું ક્યાંથી ? તે ક્યાંથી આવ્યો ને ઉચ્ચ કક્ષાનો વાનર, માણસ જાતના ઈમામ સાથે જોડાણો ?
૨૧૨૧ પછી ફરીવાર તે ઉત્સાહપુર્વક ઉદગાર કાઢતો હતો. “લાહોલ” મારો તે વિષે વાંધો ઉઠાવવો એ નાસ્તિકતા અને દુશ્મનાઈ છે.
૨૧૨૨ ખુદાની સંપૂર્ણ સત્તા આગળ હું તે કોણ ? કે મારૂં દુષ્ટ મન મુશ્કેલીઓ અને વાંધા ઉઠાવે છે ?
૨૧૨૩ પણ તેનો નફ્સે અમ્મારા જેના વિરોધમાં ઉઠતો હતો. (આ શેખની ઘરવાળી બાબતમાં) તેવો તેના તણખલા જેવા દિલમાં ધુમાડો ફેલાતો હતો.
૨૧૨૪ કહે, જીબ્રીઈલ જેવા (એક સંત) સાથે શેતાન જેવી આ સ્ત્રીને શું સંબંધ છે કે તેણી દાંપત્ય જીવન અંગે પથારીની સહભાગી છે ?
૨૧૨૫ (હ. ઈબ્રાહીમ) ખલીલ આઝર સાથે એકમત કેમ થાય ? એક માર્ગદર્શક લુંટારાથી એકમત કેમ થાય ?
મુરીદની ઉમેદ પુરી થવી અને જંગલની નજીક શેખને મળવું.
૨૧૨૬ તે આ મુંઝવણમાં ગુંથાએલો હતો. જ્યારે ઓચીંતાના પ્રખ્યાત શેખ સિંહની ઉપર સવાર થએલો તેની સમક્ષ દેખાણો.
૨૧૨૭ ગર્જના કરતો સિંહ તેના લાકડાના ભારા ઉઠાવેલો જ્યારે આશીર્વાદીત તેના મથાળા ઉપર બેઠો હતો.
૨૧૨૮ (ખુદાએ તેને જે) માન આપ્યું હતું તેના અંગે તેનો ચાબુક એક ભયંકર અજગર હતો. તેણે ગધેડાના પરોણાની માફક પોતાના હાથમાં સરપ પકડ્યો હતો.
૨૧૨૯ ખાત્રીપુર્વક જાણ કે આની માફક જ દરેક રૂહાની રાહબર હસ્તિ ધરાવે છે. એક ઝનુની સિંહ ઉપર સવારી કરતા હોય છે.
૨૧૩૦ જો કે તે (સવારી) અને આ (સિંહ) ઈન્દ્રિઓથી પરખાતા નથી, છતાં તે રૂહાનીયત આંખથી ગુપ્ત નથી.
૨૧૩૧ રૂહાની રાહબરના સાથળ નીચે એક લાખ સિંહો બળતણના ભારા ઉઠાવતા, આંખ કે જે અદ્રશ્ય જુએ છે તેમની સમક્ષ હાજર હોય છે.
૨૧૩૨ પણ ખુદાએ (કોઈવાર) તેમને એકલે હાથે દ્રષ્યમાન બનાવ્યા, એટલા માટે કે તે પણ કે જે (પવિત્ર) માણસ નથી, કદાચ જુએ.
૨૧૩૩ પેલા (રૂહાની) બાદશાહે તેને (મુરીદને) દુરથી જોયો અને તેના તરફ હસ્યા અને (તેને) કહ્યું, “ઓ તું કે જે આકર્ષાયો છો, સેતાન પાસેથી (હલકા સુચનો) સાંભળ નહિ
૨૧૩૪ પૂજ્ય (સંત) દિલના પ્રકાશ અંગે તેના ગુપ્ત વિચાર જાણ્યા, 'હા' તે ગુઢાર્થ જ્ઞાનના ઉત્તમ રાહનુમા છે.
૨૧૩૫ પછી (ગુઢાર્થ) જ્ઞાનના નિપુણે અત્યાર સુધી તેની મુસાફરીમાં જે જે વિત્યું તેની વિગતવાર હકીકત કહી સંભળાવી.
૨૧૩૬ ત્યારબાદ પેલા મધુર વિવરણના આદમીએ પોતાનું મોઢું તેની ઘરવાળીની બેઈમાનીની મુશ્કિલ બાબતમાં ખોલ્યું.
૨૧૩૭ કહે મારી લાંબી વેદના વિષયવાસનાની ઈચ્છા પ્રેરીત નથી. તે (શંકા) તારા દુષ્ટ મનની વૃથા કલ્પના છે, તેને પકડી રાખ નહિ.
૨૧૩૮ જ્યાં સુધી કે મારી ધીરજે ઘરવાળીનો બોજો સહન કર્યો ન હોત ત્યાં સુધી ઝનુની સિંહે મને (ઉઠાવવાની) ઝહેમત કેમ સહન કરી હોત ?
૨૧૩૯ હું બેક્ટિરીયન ઉંટ છું વણજારની આગલી હરોળમાં નશામાં અને ખુદાના બોજા નીચે મારા ખુદને (ચલાવતો).
૨૧૪૦ હું (દૈવી) હુકમ અને કાયદો પુરો કરવામાં અપૂર્ણ નથી, કે હું જનતાની નીંદાના કોઈપણ વિચાર ધ્યાનમાં લઉં.
૨૧૪૧ મારો જાહેર અને બાતુન ધ્યેય તેનો હુકમ છે, મારો આત્મા તેના ચહેરાની શોધમાં દોડે છે.
૨૧૪૨ હું પરણેલો અથવા કુંવારો હોઉં તે વાસનાની ઈચ્છાના કારણે નથી. મારો આત્મા ખુદાના હાથમાં એક પાસા માફક છે.
૨૧૪૩ હું તે મૂર્ખ (સ્ત્રી) અને તેના જેવા સો લોકોનો તિરસ્કાર સહન કરું છું, ન તો રંગના પ્રેમથી કે ન તો સુગંધના જુસ્સાથી.
૨૧૪૪ ખરેખર આ બધું (માત્ર) મારા મુરીદોએ શીખેલો બોધ છે. (પણ) મારી લડાઈની આગળ પાછળની હિલચાલ કઈ જગ્યા પ્રતિ પહોંચે છે ?
૨૧૪૫ કઈ જગ્યા પ્રતિ ? તે જગ્યા પ્રતિ કે જ્યાં જગ્યા (પોતે) પ્રવેશ શોધી શકતી નથી અને જ્યાં અલ્લાહના ચંદ્રમાના (ખુદાઈ નુરના) પ્રકાશિત ચમકારા સિવાય કાંઈ હસ્તિ ધરાવતું નથી.
૨૧૪૬ (તે) તમામ ખ્યાલો અને અટકળોથી ઘણો જ પર છે. (તે) પ્રકાશના, પ્રકાશના, પ્રકાશના, પ્રકાશના, પ્રકાશનું “નૂર” છે.
૨૧૪૭ જો મેં મારૂં વિવરણ તારી ખાતર અલ્પ બનાવ્યું તો (તે) એટલા માટે કે તમો એક હલકી પ્રકૃતિના સાથીદાર સાથે તે એક બાજુ મુકી શકો.
૨૧૪૮ અને દુઃખનો બોજો હસતા હસતા અને આનંદપૂર્વક સહન કરો, કારણ કે ધીરજ દુઃખમાંથી મુક્ત થવાની ચાવી છે.
૨૧૪૯ જ્યારે તમો આ હલકટ ટોળાની હલકાઈ એક બાજુ રાખશો ત્યારે તમો (નબીઓના) કાયદાઓનો પ્રકાશ મેળવી શકશો.
૨૧૮૭ ‘ઈમાન’નો અર્થ શું છે ? (તેનો અર્થ છે) ઝરાને વહેતો બનાવવો. જ્યારે આત્મા કાયામાંથી નાશી છુટયો છે ત્યારે તેઓ તેને 'રવા' કહે છે.
૨૧૮૮ ફીલસુફ કે જેનો આત્મા કાયાના બંધનમાંથી મુક્ત બનાવાયો અને (વાસ્તવિકતાના) બગીચામાં ભટકવો શરૂ થયો.
૨૧૮૯ આ બન્ને આત્માઓ ઉપર (જુદો જુદો લકબ) ઈનાયત થયો એટલા માટે કે (એક બીજામાંથી) ઓળખાય, અને ભલે તેનો આત્મા આશીર્વાદીત બને.
૨૧૯૦ (હવે એક વાર્તા સાંભળ) બતાવે છે કે જો હરકોઈ (દૈવી) હુકમ આધારીત ચાલે છે, એક ગુલાબના કાંટા બનવા ચાહે તો તે તેવો જ બનશે.
હ. હુદ (અ.સ.)નો સાબિતી પૂર્ણ ચમત્કાર, જ્યારે પવન ફુંકાયો ત્યારે સાચા ઈમાનદારોની કોમને તેમાંથી મુક્તિ આપવામાં આવી.
૨૧૯૧ બધા સાચા ઈમાનદારો, વિઘાતક પવનના હુમલામાંથી (પનાહ શોધતા) હ. હુદ (અ.સ.)એ દોરેલા કુંડાળામાં પોતાને બેસાડયા.
૨૧૯૨ પવન જળપ્રલય જેવો હતો. અને તેની (ખુદાની) કૃપા કિશ્તી હતી. તેની પાસે આવી ઘણી કિશ્તીઓ અને જળપ્રલયો છે.
૨૨૩૮ "તેના ચહેરા સિવાય બધું જ નાશવંત છે.” ની માફક લપટાએલો બન.
૨૨૪૦ ‘બિસ્મ'માં 'અલીફ' ગુપ્ત રહેલ છે, તે ‘બિસ્મ'માં છે અને વળી “બિસ્મ'માં નથી.
૨૨૪૧ બધા શબ્દો જે અદ્રષ્ય થાય છે તેના સંબંધમાં પણ તેમજ છે, જ્યારે તેઓને જોડણીના હેતું માટે છોડી દેવામાં આવે છે.
૨૨૪૨ તેણે (બિસ્મમાં 'અલીફ'ને દબાવ્યો) એ જોડણીના કારણે છે અને તેના અંગે 'બે' અને 'સીન' મિલન મેળવ્યું છે ‘બે' અને 'સીન'નું મિલન અલીફને જોડી શકે નહિ.
૨૨૪૩ જ્યારે કે આ મેળાપ એક પણ અસરને નિભાવે નહિ, કેમકે આ વિવરણ ટૂંકું કરવાનું સુચવે છે.
૨૨૪૪ જ્યારે એકલો અક્ષર 'સીન' અને 'બે’ની વચ્ચે જુદાઈનું કારણ છે, અહીં ચુપકીદી ધારણ કરવી સૌથી સારો રસ્તો છે.
૨૨૪૫ જ્યારે 'અલીફ’ ખુદીમાંથી પસાર થઈ ગયો છે, (ખુદના પરિત્યાગમાં) આશરો લ્યે છે, 'બે' અને 'સીન' 'અલીફ' તેના વગર પણ ઉચ્ચારે છે.
૨૨૪૬ (શબ્દો) ‘તેં ફેંકી ન હતી જ્યારે તેં ફેંકી' તેના (નબી સાહેબ) વગર ઉચ્ચારાએલ શબ્દો. તેવી જ રીતે ખુદાએ કહ્યું, (શબ્દ) “મૌનમાંથી બહાર આવ્યા.”
યા અલી મદદ