મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૬
વાર્તા - ૬
એક બોધદાયક કહાણી તરીકે એક તુર્ક અને દરજીની કહાણી દ્રષ્ટાંત તરીકે રજુ કરવી.
૧૬૫૧ શું તમે સાંભળ્યું નથી કે અમુક મીઠા હોઠવાળો (વાર્તા કહેનાર) દરજીઓની બેઈમાનીની વાર્તા રાત્રી પડતાં કહ્યા કરતો.
૧૬૫૨ તે વર્ગના (માણસોની) ચોરીને લગતી જુની વાર્તાઓ લોકો આગળ રજુ કરતો.
૧૬૫૩ પેલા એકની અને આ એકની, તે જ્યારે કપડાના ટુકડાને કાપતો ત્યારે તેઓને ઉઠાવી લેવા (ચોરી જવા)ની વાતો રજુ કરતો.
૧૬૫૪ અને રાત્રીની વાતો દરમ્યાન દરજીઓની (ચાલાકીઓ) ઉપર એક કિતાબ તે ઉંચા અવાજે વાંચતો, જ્યારે કે તેની આજુબાજુ એક ટોળું એકઠું થતું.
૧૬૫૫ જ્યારે કે તે પેલાઓ કે જેઓ આતુરતાપુર્વક સાંભળનારાઓ જોતો ત્યારે તે વાર્તા કહેવામાં તન્મય બની જતો.
એક તુર્કની બડાઈ મારવી અને શરત લગાડવી કે તેની પાસેથી પેલો દરજી કોઈપણ ચોરી કરવા શક્તિમાન બનશે નહિ.
૧૬૭૩ તેણે જવાબ આપ્યો, એક પીર-ઈ-શશ નામનો દરજી છે, તે હાથચાલાકી અને ચોરીમાં બધાને ટપી જાય છે.
૧૬૭૪ તેણે (તુર્કે) કહ્યું “હું બાંહેધરી આપું છું કે એક સો પ્રયત્નોથી પણ તે મારી હાજરીમાં એક દોરાનો કટકો પણ લઈ જવા શક્તિમાન થશે નહિ.
૧૬૭૫ પછી તેઓએ તેને કહ્યું “તમારા કરતાં ઘણા વધું હુશિયાર માણસોને તેણે હરાવ્યા છે, તમારી બડાઈઓમાં વધુ ઉંચા ચડો નહિ.
૧૬૭૬ ચાલ્યા જાઓ, તમારી સમજણથી મુરખ બનો નહિ, નહિતર તેના પ્રપંચોમાં તમે ખોવાઈ જશો.”
૧૬૭૭ તુર્ક (છતાં) વધુ ગરમ બન્યો અને ત્યાં જ એક શરત લગાવી કે તે (દરજી) નવું કે જૂનું કાંઈ પણ તેની પાસેથી લુંટી શકશે નહિ.
૧૬૭૮ પેલાઓ કે જેઓએ તેની (દરજીના) આશાવાદના વખાણ કર્યા, આથી તુર્ક વધુ ગરમ બન્યો, તાત્કાલીક તેણે શરત લગાવી અને શરતની ચીજ જાહેર કરી.
૧૬૭૯ કહે, જો તે મારી ચીજ કળાપૂર્વક ચોરે તો આ મારો અરબી ઘોડો દંડ તરીકે આપી દઉં.
૧૬૮૦ અને જો તે (મને) લુંટી શકે નહિ તો શરતના હિસાબે હું તમારી પાસેથી ઘોડો મેળવીશ.
૧૬૮૧ તેની આતુરતા અંગે (આખી) પેલી રાત તુર્ક ઉંઘી શક્યો નહિ. તે ચોરના આભાસ સાથે લડતો હતો.
૧૬૮૨ સવારના પહોરમાં તેણે પોતાની બગલમાં સાટીનનો એક ટુકડો મુક્યો, બજારમાં ગયો અને પેલા લુચ્ચા ઠગની દુકાનમાં દાખલ થયો.
૧૬૮૩ પછી તેણે ઉત્સાહપુર્વક તેને સલામ કહી, અને પેલો નિપુણ (દરજી) પોતાની જગ્યાએથી કુદકો મારી ઉભો થયો અને તેને આવકાર આપવા પોતાના હોઠો ઉઘાડ્યા.
૧૬૮૪ તેણે પેલા તુર્કથી ઘણા હેત પ્રિતથી (તેની તબિયત વિગેરેની) પુછપરછ કરી કે જેથી તેણે (તુર્કના) દિલમાં પોતા માટેની વહાલની લાગણીઓ ઉત્પન્ન કરી.
૧૬૮૫ જ્યારે તેણે (તુર્કે) તેની પાસેથી બુલબુલના જેવી એક કવિતા સાંભળી ત્યારે તેણે તેની આગળ સાટીનનો ટુકડો ફગાવ્યો.
૧૬૮૬ કહે, “લડાઈના દિવસ માટે આમાંથી એક ડગલો કાપ. નાભીથી નીચે પહોળો અને તેની ઉપર સજજડ.
૧૬૮૭ મારી કાયા (કદ) બતાવતો ઉપર તસતસતો, નીચે પહોળો કે જેથી મારા પગોમાં આડે આવે નહિ."
૧૬૮૮ તેણે જવાબ આપ્યો, “ઓ માયાળુ આદમી, તમારી એકસો સેવા કરીશ.” અને તે સ્વીકારવાના પ્રતિક માટે તેણે પોતાનો હાથ પોતાની આંખ ઉપર રાખ્યો.
૧૬૮૯ પછી તેણે (સાટીનને) માપ્યું અને તેની સપાટીની ચકાસણી કરી, અને ત્યાર બાદ પોતાના હોઠ નકામી વાતોમાં ઉઘાડયા.
૧૬૯૦ બીજા અમીરોની વાર્તાઓ અને સખાવતો અને પેલા લોકોની બક્ષિસો.
૧૬૯૧ અને કંજુસો અને તેઓની (હલકી) નાણાકીય હાલતો (વિગેરે) આ બધા હસાવવાના ખાતર દાખલાઓ તેણે આપ્યા.
૧૬૯૨ તેણે ખુલ્લા દિલે કાતરની એક જોડી ફટકારી અને કાપવું શરૂ કર્યું જ્યારે તેના હોઠો વાર્તાઓ અને પ્રપંચી વાતોથી ભરપુર બન્યા હતા.
દરજીએ હસવા લાયક વિનોદો કર્યા અને તુર્કના ખૂબજ હસવાપણા અંગે તેની ચુંચી આંખો મીંચાણી અને દરજીને (ચોરી કરવાની) તક સાંપડી.
૧૬૯૩ તુર્ક વાર્તાઓથી હસવું શરૂ કર્યું અને તે પળે તેની સાંકડી આંખો મીંચાણી.
૧૬૯૪ તેણે (દરજીએ) (સાટીનનો) એક ટુકડો ચોર્યો અને તેને પોતાના સાથળ વચ્ચે મુક્યો. (જ્યાં તે) ખુદા સિવાય બીજી બધી જીવતી હસ્તિઓથી સંતાડ્યો હતો.
૧૬૯૫ ખુદાએ તે જોયું, પણ તે (ગુન્હાઓને) ઢાંકવાની વ્યવસ્થા કરે છે, છ્તાં જ્યારે તમે (તેમને) હદની બહાર લઈ જાઓ છો ત્યારે તે વાત ફેલાવનાર છે.
૧૬૯૬ તેની (દરજીની) નજીવી વાતની તેની ખુશીમાં પેલો તુર્ક આગલી બડાઈ દિલથી ભૂલી ગયો હતો.
૧૬૯૭ સાટીન શું ? લડાઈ શું ? શરત શું ? પાસાની રમુજોથી તુર્ક છાકટો બન્યો છે.
૧૬૯૮ તુર્કે તેને આજીજી કરી બુમ પાડી કહ્યું, “ખુદાની ખાતર રમુજો કહેવું ચાલુ રાખ, કારણ કે તે મારા માટે (ભુંજેલા) માંસ જેવા (મીઠા) છે.
૧૬૯૯ (પછી) પેલા બદમાસે એવી એક હાંસીપાત્ર વાર્તા કહી કે તે (તુર્ક) અટ્ટહાસ્યના એક ખુલાસામાં પોતાના વાંસા ભર પડયો.
૧૭૦૦ તેણે (દરજીએ) ઝડપથી સાટીનનો એક ટુકડો ટુંકા પાટલુનની અંદરની ગડીમાં સેરવ્યો, જ્યારે તુર્કનું કાંઈપણ ધ્યાન હતું નહીં અને લાલસાથી રમુજો હસતો હતો.
૧૭૦૧ છતાં પણ (આજીજીઓ ચાલું રાખતા) ખીતાનો તુર્ક ત્રીજી વખત કહ્યું : “ખુદાની ખાતર મને એક રમુજ કહે.”
૧૭૦૨ તેણે (દરજીએ) (પહેલા કહી તેનાથી) વધુ હસવા જોગ એક વાર્તા કહી, અને પેલા તુર્કને સંપૂર્ણપણે પોતાનો શિકાર બનાવ્યો.
૧૭૦૩ પોતાની આંખો બંધ કરી પોતાની સુઝને ભગાડી મુકેલ બડાઈખોર તુર્ક અટ્ટહાસ્યોથી છાકટો બન્યો હતો.
૧૭૦૪ પછી ત્રીજી વખત માટે તેણે (દરજીએ) (જ્યારે તે કાપતો હતો ત્યારે) ડગલામાંથી એક ટુકડો ચોર્યો. જ્યારે કે તુર્કના હસવાએ તેને ચોરવા માટે પુરતો વખત આપ્યો.
૧૭૦૫ જ્યારે ચોથી વખત ખીતાનો તુર્ક કળાબાજ દરજી પાસેથી એક રમુજની માગણી કરતો હતો.
૧૭૦૬ ત્યારે કળાબાજને તેના ઉપર દયા આવી અને કળા અને અન્યાય એક બાજુએ રાખ્યો.
૧૭૦૭ તેણે (પોતાના મનમાં) કહ્યું “આ બુદ્ધિહીન માણસને આ (નકામી વાતો માટે) એક મોટી તમન્ના છે, (તે) કેવી નુકસાની અને તેના માટે તેઓ કેવી છેતરપીંડી છે તે જાણતો નથી.
૧૭૦૮ એમ હોવા છતાં પણ તે (તુર્ક) પેલા નિપુણના માથા અને આંખો ઉપર ચુંબનો કરતો હતો. કહેતો, ખુદાની ખાતર એક વાર્તા મને કહે.
૧૭૦૯ ઓ તું કે જે એક વાર્તા બન્યો છો અને (ઉપયોગી) અસ્તિત્વ તરફ મરેલો (છે) ક્યાં સુધી તું વાર્તાઓની કસોટી કરવાની ઈચ્છા કરતો રહીશ ?
૧૭૧૦ તારા પોતાના સિવાય બીજી કોઈ વાત વધુ હસવા જેવી નથી. તમારી પોતાની નાશકારક કબરના કિનારા ઉપર ઉભા રહો (અને ધ્યાન લગાડો). વાત વધુ હસવા જેવી નથી.
૧૭૧૧ ઓ તું કે જે અજ્ઞાનતા અને શંકાની કબરમાં નીચે ગયો છે, ક્યાં સુધી તમે રમુજો અને ઝમાનાની વાર્તાઓ (સાંભળવાનું) શોધશો ?
૧૭૧૨ ક્યાં સુધી તમે આ દુનિયાની ખુશામતો સાંભળશો કે જે તમારા અંતઃકરણ કે તમારા આત્માને શાન્ત રાખતી નથી ?
૧૭૧૩ વખતની રમુજો, આ હલકટ અને શુદ્ર ગાઢ સાથીએ તમારા જેવા એક લાખની નામનાઓ લુંટી છે.
૧૭૧૪ આ સર્વમય દરજી એક સો મુસાફરો, બચ્ચાંઓ જેવા મુર્ખના પોષાકો કાપે છે. અને ચોરી કરે છે.
૧૭૧૫ જો તેની રમુજો (વસંતમાં) ફળવાડીઓ ઉપર એક બક્ષિસ ઈનાયત કરે તો જ્યારે ડીસેમ્બર (શિયાળો) આવ્યો ત્યારે તેઓ (તેના રમુજોએ) પેલું ઈનામ પવનને આપી દીધું.
૧૭૧૬ જુના બચ્ચાંઓ તેની બાજુમાં બેસી માગણી કરતા કે તે રમુઝ કરે (અને તેમને) ભલુ બુરૂં કિસ્મત તેમને કહેવામાં (નવાઈ પમાડે).
દરજીએ તુર્કને કહ્યું “એઈ તારી જીભ બંધ કર, જો હું રમુજી વાર્તાઓ કહીશ તો ડગલો તમારા માટે (ઘણો) તંગ બનશે.”
૧૭૧૭ દરજીએ કહ્યું “ઓ હિજડા, ચાલ્યો જા, જો હું બીજી એક રમુજ કહીશ તો તારા પર શ્રાપ પડશે.
૧૭૧૮ (કારણ કે) પછી, ત્યારબાદ, ડગલો તમારા માટે વધુ તંગ બનશે. શું કોઈ પોતે પોતાના ઉપર આ દગો કરે ?
૧૭૧૯ (આ તે) કેવું અટ્ટહાસ્ય છે ? જો જરા જેટલી પણ (સત્યની) ઈશારત તમને હોત તો હસવાને બદલે તમે લોહીનાં (આંસુથી) રડ્યા હોત.
આળસું લોકો કે જેઓ આ તુર્કની માફક (વાર્તાઓ) સાંભળવાની ઈચ્છા કરે છે અને કે છેતરામણી અને વિશ્વાસઘાતી દુનિયા એક દરજી માફક છે અને કે વિષયવાસનાઓ અને સ્ત્રીઓ આ દુનિયાના હસવા લાયક રમુજો જેવી છે, અને કે જિંદગી, અખંડતા અને ભાવિકતાનો એક પોષાક અને ડગલો બનાવવા દરજી આગળ મુકેલા સાટીનના ટુકડાને મળતો આવે છે તે સમજાવવા વિશે.
૧૭૨૦ દરજી કે જે દુનિયાની મોહજાળ છે, તમારા જીવનનું સાટીન કટકે કટકે પોતાની કાતરો કે જે મહિનાઓ છે તે લઈ લ્યે છે.
એક વાર્તા રજુ કરવી કે દુન્યવી તકલીફો સહન કરવામાં ધીરજ ધરવી એ પ્રિયતમથી જુદાઈ સહન કરવાની ધીરજ ધરવાથી વધુ સહેલી છે.
૧૭૫૮ અમુક સ્ત્રીએ પોતાના ધણીને કહ્યું “હેઈ ઓ તું કે જેણે કાયમને માટે ઉદ્યમતા છોડી દીધી છે.
૧૭૫૯ તમને શા માટે મારી ફીકર નથી ? આ તકલીફના ઘરમાં હું કેટલો લાંબો વખત રહીશ ?
૧૭૬૦ ધણીએ જવાબ આપ્યો, હું પૈસા પેદા કરવા મારાથી બનતું બધું કરૂં છું. જો કે હું કંગાળ છું, હું હાથપગ હલાવું છું.
૧૭૬૧ ઓ (મારી) મુર્તિ, પૈસા અને કપડાં તમને મળતા રહે તે મારી ફરજ છે. તમો તે બન્ને મારી પાસેથી મેળવો છો અને તે અપૂરતા નથી.
૧૭૬ર ઘરવાળીએ પોતાની કાંચળીની બાંય (તેને) બતાવી, કાંચળી ઘણી જાડી અને મેલી હતી.
૧૭૬૩ તેણીએ કહ્યું “તે બહુ જાડી છે, તે મારી કાયાને ખાય છે (ઝખમ કરે છે) શું કોઇ પણ આવી જાતનું કપડું પહેરે છે ?”
૧૭૬૪ તેણે કહ્યું “ઓ સ્ત્રી, હું તને એક સવાલ પુછીશ, હું એક ગરીબ માણસ છું. હું માત્ર આટલું જ જાણું છું.
૧૭૬૫ આ (કાંચળી) ખરબચડી અને જાડી અને અસ્વીકાર્ય છે પણ (સારી રીતે) વિચાર કર. ઓ વિચારવંતી ઓરત !
૧૭૬૬ આ (કાંચળી) વધુ ખરબચડી અને વધુ ગંદી છે કે છુટાછેડા ? આ કાંચળી તમને વધુ અપ્રિય છે કે જુદાઈ ?
૧૮૩૨ જો આ (રૂહાનીયત) ચંદ્રમા ઘરણમા ન હોત તો આટલા બધા ફિલસુફોએ (સત્ય) પંથ ગુમાવ્યો ન હોત.
૧૮૩૩ પોતાનો રસ્તો ગુમાવેલામાં તીવ્ર અને બુદ્ધિમાને પોતાને મુર્ખાઓનું બિરૂદ પામેલા જોયા.
યા અલી મદદ