મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૫
વાર્તા - ૫
એક બિમાર માણસની કહાણી કે જેની તંન્દુરસ્તીની હકીમે આશા તજી દીધી હતી.
૧૨૯૩ અમુક માંદો માણસ એક હકીમ પાસે ગયો અને કહ્યું “ઓ પૂજનીય, મારી નાડી તપાસો.
૧૨૯૪ મારી નાડી તપાસતા મારી હૃદયની હાલતનું નીદાન કરી શકો, કારણ કે હાથની નાડી હૃદયથી જોડાએલી છે.
૧૨૯૫ જ્યારે કે હૃદય અદીઠ છે, જો તમને તેનું પ્રતિક જોઈએ, તેની પાસેથી શોધો કે જેનો સંબંધ હૃદય સાથે હોય.
૧૨૯૬ ૫વન આંખથી અદ્રષ્ય છે, ઓ વિશ્વાસું (દોસ્ત) (પણ) તે પવનમા અને પાંદડાઓની હલચલમા જુઓ.
૧૨૯૭ (અને તપાસો કે) તે જમણી કે ડાબી બાજુએથી કુંકાય છે, પાંદડાની હલચલ તેની સ્થિતીનું તમને વર્ણન આપશે.
૧૨૯૮ (જો) તમે દિલનો નશો જાણો નહિ (અને પુછો) (તે) ક્યાં છે ? તેનું વર્ણન નશાબાજ આંખમાંથી શોધ.
બિમાર માણસની વાર્તા તરફ પાછા ફરવું
૧૩૨૧ પાછોફર અને પેલો બિમાર માણસ અને ડાહ્યો હકીમ કે જેની પ્રકૃતિ શાંત કરવાની હતી તેની કહાણી કહે.
૧૩૨૨ તેણે તેની નાડી તપાસી અને તેની (તંદુરસ્તી)ની હાલતની ચોક્સાઈ કરી. (તેણે જોયું) કે તેની સાજા થવાની આશા મુર્ખાઈ ભરેલી હતી.
૧૩૨૩ તેણે કહ્યું, જે પણ તારું દિલ ચાહે તે કરજે એટલા માટે કે આ જૂનું દર્દ તારી કાયામાંથી હટી જાય.
૧૩૨૪ તમારું માનસિક વલણ જે ઈચ્છા કરે તેને અટકાવતો નહિ. રખેને તમારો આત્મા સંયમ અને પરહેજીથી વેદનાઓમાં ફેરવાય.
૧૩૨૫ જાણજે કે આત્મસંયમ અને પરહેજી આ બિમારી માટે ઈજા પહોંચાડનાર છે. તમારૂં દિલ જેની પણ ઈચ્છા કરે તે તેને અર્પણ કરજે.
૧૩૨૬ ઓ કહો, (તે) આના જેવા એક માંદા માણસ માટે નિર્દેશ (હતો) (કે) મહાન ખુદાએ કહ્યું છે “તમો ચાહો તે કરો.”
૧૪૨૭ તેણે (બિમાર માણસે) કહ્યું “(હવે) તું જા, ઓ કાકા, હું નદીના કિનારે ફરવા માટે જઈ રહ્યો છું.”
૧૩૨૮ તે તેના દિલની ઈચ્છા મુજબ પાણીની પાસે આંટા ફેરા લેતો હતો, એટલા માટે કે તે તંદુરસ્તીનો દરવાજો શોધી શકે ?
૧૩૨૯ નદીના કિનારે એક સુફી, પોતાના હાથ અને ચહેરો ધોતો અને પોતાને વધુ અને વધુ સ્વચ્છ કરતો બેઠો હતો.
૧૩૩૦ તેણે તેની (સુફીની) ગરદનની બોચી જોઈ એક ગાંડા માણસની માફક, તેના ઉપર એક થપ્પડ મારવાની તેને ઈચ્છા ઉદભવી.
૧૩૩૧ (તેથી) તેણે પોતાનો હાથ ઘાડા સુપના શોખીન સુફીની બોચી ઉપર એક ફટકો લગાડવા ઉંચો કર્યો.
૧૩૩૨ (પોતાના મનમાં) કહે, “હકીમે મને કહ્યું છે કે જો હું મારી ઈચ્છાનો અમલ નહિ કરૂં તો તે મને બિમાર બનાવશે.
૧૩૩૩ હું ઝગડામાં તેને એક તમાચો લગાવીશ, કારણ કે (ખુદાએ કહ્યું છે) “તમારા પોતાના હાથે પોતાને વિનાશમાં નાખો નહિ.”
૧૩૩૪ (પોતા ને કહે છે) આ ફલાણા, આ આત્મસંયમ અને પરહેજી (તારો) વિનાશ છે તેને એક સારા જેવો ફટકો લગાવ, બીજાઓ માફક શાંત રહેતો નહિ.
૧૩૩૫ જ્યારે તેણે એક તમાચો માર્યો, ત્યાં એક ફાટ પડવાનો અવાજ ઉઠ્યો, સુફીએ બુમ પાડી “એઈ, એઈ ઓ બદમાસ ભડવા !”
૧૩૩૬ સુફી તેની મુઠીથી બે ત્રણ ફટકા અને તેની મુછ ખેંચી કાઢવાની અને દાઢીના કટકે કટકા કરવાની તૈયારીમાં હતો, (પણ તેમ ન કર્યું).
૧૩૩૭ માણસજાત ક્ષયના દર્દી (જેવા) સહન કરનારા છે અને (તેઓ દર્દની) દવા વગરના છે. અને શેતાનના પ્રપંચ અંગે (તેઓ) એકબીજાને લાલસાપૂર્વક તમાચા ફટકારે છે.
૧૩૩૮ (તેઓમાંના) બધા નિર્દોષોને ઈજા કરવા તત્પર છે અને એક બીજાની પીઠ પાછળ ભુલો શોધતા ફરે છે.
૧૩૩૯ ઓ તું કે જે બે ગુનાહની બોચીઓ ઉપર ફટકારે છે, શું તું તારી પાછળ આવતો બદલો જોતો નથી ?
૧૩૪૦ ઓ તું કે જે કલ્પના કરે છે કે તારી ઈચ્છા તારી (સાચી) દવા છે અને નબળાઓ ઉપર તમાચાઓ ઝીંકે છે.
૧૩૪૧ તે કે જેણે (તમારી બિમારી માટે) આ ઈલાજ છે એમ કહ્યું. તેણે તમારા તરફ હાંસી કરી છે, “તે તે છે. કે જેણે હ. આદમને ઘઉં તરફ દોરવ્યા.”
૧૩૪૨ કહીને, ઓ તમો બન્ને (હ. આદમ અને હવા) કે જેઓ મદદની આજીજી કરો છો, ઈલાજ તરીકે આ દાણો ખાઓ કે જેથી તમે કાયમને માટે (બહિશ્તમાં) વસવાટ કરો.”
૧૩૪૩ તેણે હ. આદમને ધ્રુજતો બનાવ્યો અને બોચી ઉપર એક તમાચો માર્યો, પેલો તમાચો પાછો હટ્યો અને તેના (સેતાનના) માટે એક બદલો બન્યો.
૧૩૪૪ તેણે તેમને (હ. આદમને) ભયંકર રીતે પાછા ઉતારી પાડવામાં ધ્રુજતા બનાવ્યા, પણ ખુદા તેનો (હ. આદમ)નો ટેકો અને મદદગાર હતો.
૧૩૪૫ હ. આદમ એક ડુંગર મિસાલ હતા, (ભલે) જો તેઓ (પાપના) સર્પોથી ભરેલા હતા (છતાં) તેઓ ઝેર નિવારણની એક ખાણ હતા, અને સલામત હતા.
૧૩૫૫ જો કે સુફી અગ્નિથી સળગતો હતો (છતાં) તેણે પોતાની આંખો પરિણામ ઉપર ચોંટાડી.
૧૩૬૭ કારણકે ખુદાઈ કૃત્યોની ખાણ અને ખજાનો બીજું કંઈ નથી. તે અસ્તિત્વ ન ધરાવતી (અદ્રશ્ય) ચીજોને દ્રષ્ટિમાં આવતી બનાવે છે.
૧૩૬૮ આપણે અગાઉ આ (મુદ્દા) ઉપર થોડી સુચનાઓ આપી છે, આ (ચાલુ વિવરણને) નજરમાં રાખ અને તે (અગાઉનું વિવરણ) એક જ છે, બે નહિ.
સુલતાન મહમુદ અને હિન્દુ છોકરાની કહાણી.
૧૩૮૩ તેના ઉપર ખુદાની કૃપા હોજો, તેણે તે કહી, બાદશાહ મહમુદ ગાઝીની આ નિરસ વાર્તા કહી સંભળાવી.
૧૩૮૪ હિન્દની તેની ચડાઈની લુંટ દરમ્યાન એક છોકરો (કે જેને) પેલા શહેનશાહની હજુરમાં લાવવામાં આવ્યો હતો.
૧૩૮૫ ત્યારબાદ તેણે તેને પોતાનો પ્રતિનિધિ બનાવ્યો અને તખ્ત ઉપર બેસાડયો, અને (બાકીના) લશ્કર ઉપર તેને પસંદગી આપી અને “પુત્ર” કહીને બોલાવ્યો.
૪૪૮૬ ઈમાનના બાદશાહના વિવરણની વાર્તામાં લંબાઈ અને પહેળાઈની બધી બાબતો નજરમાં રાખજે.
૧૩૮૭ ટુંકમાં છોકરાને બાદશાહ, શહેનશાહની પોતાની બાજુમાં સોનાના તખ્ત ઉપર બેસાડવામાં આવ્યો.
૧૩૮૮ તે રોયો અને બળતા અંતઃકરણે આંસુ વહાવ્યા, બાદશાહે તેને કહ્યું, ઓ તું કે જેનો દિવસ (સદકિસ્મત) વિજયવંતો છે.
૧૩૮૯ શા માટે તારે રોવું જોઈએ ? શું તારૂં નશીબ અજુગતું બન્યું છે ? તું બાદશાહોની ઉપર છો. (તું) શહેનશાહનો માનીતો સાથી (છો).
૧૩૯૦ તું આ તખ્ત ઉપર બેઠેલ છે, જ્યારે વઝીર અને સૈનિકો તારા તખ્ત આગળ હારબંધ તારાઓ અને ચંદ્રમાની માફક ઊભા છે.
૧૩૯૧ છોકરાએ કહ્યું, “સખત રોવાનું મારૂં કારણ પેલી પારનું શહેર અને દેશ છે.”
૧૩૯૨ મારી મા મને હંમેશાં તારી બીક બતાવતી હતી. (કહેતી), હું તને સિંહ, મહમુદના હાથમાં પડેલ જોઉં !
૧૩૯૩ પછી મારો બાપ મારી મા સાથે વાદવિવાદ કરતો (અને) જવાબમાં કહેતો, “આ કેવો ગુસ્સો અને દુઃખ છે ?"
૧૩૯૪ આવા મૃત્યુસમ શ્રાપ કરતાં બીજો હળવો શ્રાપ તું શોધી શકતી નથી !
૧૩૯૫ તું તદ્દન દયા વગરની અને ખૂબ જ સખત દિલની છે, કારણ કે તું ખરેખર તે એક સો તલવારોથી તેને કાપી રહી છે.
૧૩૯૬ તેઓ બન્નેની વાતથી હું નિરાશ બનતો, એક (મોટી) બીક અને દુઃખ મારા અંતઃકરણમાં છવાઈ જતું.
૧૩૯૭ (ધારતો) અરે, અદ્દભૂત ! મહમુદ કેવો દોજખી પુરૂષ હોવો જોઈએ. કારણ કે તે દુશ્મનાઈ અને દુઃખના માટે કહેવત રૂપ બન્યો છે.
૧૩૯૮ હું તમારી કૃપાવંત વર્તણુંક અને ઉંચા ભાવથી અજ્ઞાન હોવાથી, તમારી બીકમાં હું ધ્રુજી ઉઠતો.
૧૩૯૯ ઓ દુનિયાના બાદશાહ, મારી માતા કયાં છે કે જે મને તખ્ત ઉપર બેઠેલો અત્યારે જુએ ?
૧૪૦૦ રૂહાનીયત ગરીબાઈ તમારો મહમુદ છે, (જાહેરી) પ્રકૃતિ હંમેશાં તમોને પોતાનાથી બાંધેલા રાખે છે.
૧૪૦૧ જો તમને આ ઉદાર મહમુદનું દયાળુપણું જાણવામાં આવે તો તમે આનંદપુર્વક પુકારી ઉઠશો, “અંત વખાણવા લાયક બનો !”
૧૪૦૨ ગરીબાઈ તમારો મહમુદ છે, ઓ કાયર દિલના આદમી, આ માતા, એટલે કે તમારી ગેરરસ્તે દોરવતી (જીસ્માની) પ્રકૃતિને સાંભળતો નહિ.
૧૪૦૩ જ્યારે તમે ગરીબાઈના શિકાર બનો, ત્યારે તમે ક્યામતના દિને હિન્દુ છોકરાની માફક ચોક્કસ ખુશીના આંસુ સારશો.
૧૪૦૪ અલબત્ત કાયા એક માતાની માફક આત્માને પોષે છે, છતાં તે એક સો દુશ્મનો કરતાં તમને વધુ હાનિકર્તા છે.
૧૪૦૭ (છતાં) કાયા (તમારા માટે) સારી છે, કારણ કે ધીરજ જો (તમારી ઈચ્છાઓ દબાવતી બને છે) ધીરજ ધરતા દિલ (રૂહાનીયત શાંતીથી) ફુલે છે.
૧૪૦૮ લોહી અને વિષ્ઠા બનવાની વચ્ચે દૂધે બતાવેલી ધીરજ, ઉંટડીનું બચ્ચું ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી પોષવા દુધ શક્તિમાન બનાવે છે.
૧૪૦૯ ચંદ્રમાએ (અંધારી) રાત્રીએ બતાવેલી ધીરજ તેને પ્રકાશિત બનાવે છે. ગુલાબો કાંટા તરફ બતાવેલી ધીરજ તેને સુવાસિત બનાવે છે.
૧૪૧૦ અશ્રદ્ધાળુઓ તરફ સઘળા પયગમ્બરોએ બતાવેલી ધીરજે તેમને ખુદાના પસંદ કરેલા અને વિજયવંતા રૂહાની બાદશાહો બનાવ્યા.
૧૪૧૪ જો તેણે ધીરજ અને (ખુદાઈ) વફાદારીની મિત્રતા બતાવી હોત, તો તેણે ડોક પર જુદાપણાનો ફટકો સહન કર્યો ન હોત.
૧૪૧૫ તે દુધ સાથે મધ મળી જાય તેમ મળી ગયો હોત, “હું તેમને, જે અસ્ત પામે છે તેને ચાહતો નથી."
૧૪૪૫ હવે નહિવતના વર્ણન તરફ પાછો ફર કારણ કે તે અમૃત જેવું છે. જો કે તમે તેને ઝેર ધારો છો.
૧૪૪૬ ઓ સાથી ચાકર સાંભળ અને હિન્દુ છોકરાની માફક જ નહિવતપણાના મહમુદથી બીમાર બન નહિ.
૧૪૬૩ દ્રષ્ટિમાંની આખી આ તમારી કાયાને વિખેરી નાખો, દ્રષ્ટિમાં આવો, દ્રષ્ટિમાં આવો, દ્રષ્ટિમાં.
૧૪૬૪ એક દ્રષ્ટિ (માત્ર) બેજ વાર રસ્તો બતાવે છે. જ્યારે બીજી દ્રષ્ટિ બન્ને દુનિયા અને “બાદશાહનો ચહેરો" જુએ છે.
૧૪૬૬ જ્યારે તમોએ “લા મકા”ના સમુદ્રનું વર્ણન સાંભળ્યું છે, સતત કોશીષ કરી આ સમુદ્ર ઉપર આધાર રાખતો રહે.
૧૪૭૧ જ્યારે કે સૌથી ઉંચો દરજ્જો “લા મકા' છે ત્યાં દરવેશો (બીજા) બધાથી આગળ નીકળી ગયા હોય છે.
૧૪૭૩ ગરીબ તે છે કે જેનો સરસામાન ગળી ગયો છે, સંતોષી માણસ તે છે કે જેણે પોતાની કાયા કુરબાન કરી છે.
૧૪૭૪ તેથી અત્યારે તકલીફની ફરિયાદ કરો નહિ, કારણ કે તે ‘લા મકા' તરફ લઈ જતો રેવાલ ચાલ ચાલતો ઘોડો છે.
૧૪૭૫ આપણે ઘણું બધું કહ્યું છે. બાકીનાનો વિચાર કર (અથવા) જો વિચાર થીજી જાય (થાકી જાય) તો (ખુદાની) યાદીમાં લાગી જા.
૧૪૭૬ (ખુદાની) યાદી વિચારને ગતીમાં આણે છે. આ થીજેલા વિચાર માટે સુરજ બનવાની યાદી કર્યા કર.
૧૪૭૭ ખરેખર, (ખુદાનો) ધક્કો એ અસલ મુળ છે, પણ ઓ સાથી ચાકર, પોતાની મેળે સખત કોશિષ કર, તે ધક્કા ઉપર આધારિત બનતો નહિ.
૧૪૭૮ કારણકે પ્રયત્ન છોડી દેવો એ તિરસ્કારના કાર્ય જેવું છે. એક (ખુદાના) પ્રેમી ખિદમતગાર માટે તિરસ્કાર ઉચિત કેમ બને ?
૧૪૮૦ (પછી) ઓચીંતાનું પંખી, એટલે કે (દૈવી) ખેંચાણ તેના માળામાંથી તમારી તરફ ઉડશે. જેવું તમે પ્રભાત જુઓ કે તુર્તજ મીણબત્તી ઠારી નાખો.
૧૪૮૧ જ્યારે આંખો તીક્ષ્ણ બની છે ત્યારે તેના (પ્રભાતનો) પ્રકાશ છે, પણ (પ્રકાશિત) આંખ છીલટામાં ગર્ભો નિહાળે છે.
૧૪૮૨ રજકણમાં તે અનંત કાળનો સૂર્ય નિહાળે છે, (પાણીના) ટીપામાં તે સંપૂર્ણ સમુદ્ર નિહાળે છે.
ફરી એક વાર સુફી અને કાજીની કહાણી તરફ પાછા ફરવું
૧૪૮૩ સુફીએ (પોતાના મનમાં) કહ્યું, “બોચી ઉપરના એક માત્ર તમાચાને અંગે મારૂં માથું આંધળી રીતે ગુમાવવું તે મને છાજતું નથી.
૧૪૮૪ મારી આત્મસમર્પણની ભાવનાએ સુફીના પંડે કરેલા ફટકાઓ સહન કરવા સહેલા બનાવેલ છે.
૧૪૮૫ સુફીએ જોયું કે તેનો પ્રતિસ્પર્ધી ખૂબજ વધુ પડતો દુર્બળ છે, તેણે (પોતાના મનમાં) કહ્યું જો હું મારી મુઠીથી એક સખત ફટકો લગાવીશ.
૧૪૮૬ તો મારા એક જ ફટકાએ તે સીસાના કટકાની માફક તૂટી પડશે અને પછી બાદશાહ મને સજા કરશે અને ક્ષતિરહિત વેરની વસુલાત લેશે.
૧૪૮૯ જ્યારે તેણે પોતાના પ્રતિસ્પર્ધીને એક મુક્કો લગાવવાની હીંમત ન કરી ત્યારે તેણે તેને કાજી પાસે લઈ જવાનું નક્કી કર્યું.
૧૪૯૫ કાજી (ખુદાએ આપેલ) એક દયા છે, અને ઝગડા મિટાવવાનું સાધન છે. તે ક્યામતના ઈન્સાફના દરિયામાંનું એક પાણીનું ટીપું છે
૧૫૦૭ સુફી તે માણસ કે જેણે તેને તમાચો માર્યો હતો તેની પાસે ગયો અને એક દાવેદારની માફક તેનું પહેરણ મજબુત પકડયું.
૧૫૦૮ તેને ખેંચતો ખેંચતો કાજીની સમક્ષ રજૂ કર્યો “કહીને, આ એક કમનશીબ ગધેડા ઉપર સવારી કરો (અને ગલીઓમા ફેરવો !).
૧૫૦૯ અથવા ચાબુકના ફટકાથી તેને સજા કરો, તમારા ઈન્સાફને યોગ્ય લાગે તેમ તમો (સજા કરો).
૧૫૧૦ કારણ તે એક કે જે તમારા હુકમની નીચે મરી જાય છે, વેરવૃત્તિથી તારા ઉપર કાંઈ પણ દંડ (તેના માટે) લાદવામાં આવતો નથી. તે (મૃત્યુ) સજાપાત્ર ગુન્હો બનતો નથી.
૧૫૧૬ જો એક બાપ પોતાના છોકરા ઉપર ઘા કરે છે અને તે (દીકરો) મરી જાય તો બાપે લોહીની કીંમત ચુકવવી જોઈએ.
૧૫૧૭ કારણ કે તેણે તેને પોતાના ભલા ખાતર ફટકાર્યો (જ્યારે કે) દીકરાની ફરજ છે કે તેના (બાપની) સેવા કરે.
૧૫૧૮ (પણ) જ્યારે એક શિક્ષક એક છોકરાને ફટકારે છે અને તે (છોકરો) નાશ પામે છે (ફટકાથી મરણ પામે છે) (દંડના રસ્તામાં) શિક્ષક ઉપર કાંઈ કરવામાં આવતું નથી, જરાપણ બીક નહિ.
૧૫૧૯ કારણ કે શિક્ષક (ખુદાનો) એક પ્રતિનિધિ અને ટ્રસ્ટી છે, અને દરેક ટ્રસ્ટીને આ નિયમ લાગુ પડે છે.
૧૫૨૦ તે કાંઈ તેની (છોકરાની) ફરજ નથી કે તેના શિક્ષકની સેવા કરે, તેથી તેને સજા કરવામાં શિક્ષક (પોતા માટે) ફાયદો શોધતો ન હતો.
૧૫૨૨ ઓ (તું કે જે) ઝલફિકાર (તલવારને મળતો છે) (તમારા) સ્વાર્થીપણાને કાપી નાખો. એક દરવીશની માફક બિન સ્વાર્થી બની જાઓ.
૧૫૨૩ જ્યારે તમો બિનસ્વાર્થી બન્યા છો ત્યારે દરેક ચીજ જે તમો કરો છો (તે તેવી બાબત વિશે) “તે તેં ફેંકી ન હતી, જ્યારે તે ફેંકી” (અને) તમો સલામત છો.
૧પ૨૪ જવાબદારી તેની (ખુદા) ઉપર રહે છે નહિ કે ટ્રસ્ટી ઉપર, તે ઈન્સાફની કિતાબોમાં ખુલ્લી રીતે દર્શાવાયું છે.
૧૫૨૫ દરેક દુકાનમાં જુદી જુદી (જાતનો) સામાન છે, ઓ પુત્ર, મશનવી (રૂહાનીયત) ગરીબાઈ માટેની દુકાન છે.
૧૫૨૬ બુટ બનાવનારની દુકાનમાં સુંદર ચામડું છે, જો તમે ત્યાં લાકડું જુઓ, તો તે (માત્ર) બુટ માટે ઓઠા ખાતર છે.
૧૫૨૭ કાપડના વેપારીઓને (તેઓની દુકાનમાં) રેશમ અને રાખોડી રંગનું કાપડ હોય છે, જો ત્યાં લોઢું હોય તો તે (માત્ર) વાર માપવા માટે જ હોય છે.
૧૫૨૮ આ૫ણી મશનવી ઐક્યતા માટેની દુકાન છે. ત્યાં જે પણ બીજું કંઈ ખુદા સિવાય તમે જુઓ તો તે (માત્ર) ખેંચાણના કારણે છે. (માપ માટે છે).
૧૫૩૩ સાંભળ, સુફી, કાજી અને ગુનેહગાર કે જે (એવો) નબળો અને ભયંકર રીતે બિમાર હતો તેની કહાણી રજૂ કર.
૧૫૩૪ કાજીએ (સુફીને) કહ્યું “ઓ પુત્ર, છાપરૂં મજબુત બનાવ, એટલા માટે કે શરૂમાં તું તારો કેસ સાબિત કરે અને પછી હું મારો ઈન્સાફ આપીશ.
૧૫૩૫ આક્રમક ક્યાં છે ? તે ક્યાં છે કે જે વેરથી દબાએલ છે ? આ માણસ બિમારીના (કારણે) (માત્ર) એક આભાસ બન્યો છે.
૧૫૩૬ કાયદો જીવતા માટે અને સ્વાયત્તતા માટે છે. કબ્રસ્તાનના રહેવાસીઓ ઉપર કાયદો કેવી રીતે લાગુ કરાય ?
૧૫૩૭ માણસોનો વર્ગ કે જે બેધ્યાન (બેખુદ) (તેઓની રૂહાનીયત) કંગાળતાના કારણે છે તેઓ પેલા મરેલા અને (દટાએલા) કરતાં એક સો વધુ ગણા.
૧૫૪૧ (આ શહીદોમાંના) દરેક આંતરિક રીતે સંત જીર્જીસ માફક છે. તેઓને મારી નાખવામાં આવ્યા અને તેઓને સાઠ વખત (ફરીવાર જિંદગી આપી).
૧૫૫૮ અન્યાય શું છે ? એક ચીજને તેની યોગ્ય જગ્યાની બહાર મુકવી. ખબરદાર, તેની યોગ્ય જગ્યાની બહાર મૂકીને તેને ગુમાવતો નહિ.
૧૫૫૯ સૂફીએ કહ્યું “તો પછી કાંઈ પણ વળતી શિક્ષા અને એક દમડી પણ આપ્યા વગર તે મને તમાચો મારે તેને શું તમો યોગ્ય ધારો છો ?
૧૫૬૦ કાંઈ પણ લેવાદેવા વગર સુફીઓ ઉપર એક મોટો બદમાસ રીંછ, તમાચા ફટકારે તે શું યોગ્ય છે ?
૧૫૬૧ કાજીએ (પ્રતિવાદીને) કહ્યું “નાના મોટા ક્યા સિક્કા તારી પાસે છે ?” તેણે જવાબ આપ્યો, મારી પાસે દુનિયામાં છ દિરહમના સિક્કા છે.
૧૫૬૨ કાજીએ કહ્યું (તારા પોતા માટે) ત્રણ દિરહમ વાપરજે અને બીજા ત્રણ (એક પણ શબ્દના અવાજ) વગર તેને આપી દે.
૧૫૬૩ (કારણ તે તેણે પોતાના મનમાં વિચાર્યું) તે (પ્રતિવાદી) નબળો અને માંદો અને ગરીબ અને અસ્થિર છે. તેને બકાલું અને રોટલા માટે ત્રણ દિરહમની જરૂર પડશે.
૧૫૬૪ તેની (પ્રતિવાદીની) આંખ કાજીની ગરદનની બોચી ઉપર પડી, તે સુફીની બોચી કરતાં વધુ ઉત્તમ (વધુ આકર્ષતી) હતી.
૧૫૬૫ તેણે પોતાનો હાથ તેને થપ્પડ મારવા ઉંચો કર્યો, (પોતાના મનમાં) કહ્યું “મારા તમાચા માટેની વેરની વસુલાત સસ્તી બનાવાઈ છે."
૧૫૬૬ તે કાજીના કાન નજીક આવ્યો (જાણે કે) કોઈ ખાનગી બાબત (કાનમાં કહેવી હોય) અને પોતાની હથેળીથી એક સખત ફટકો કાજીને લગાવ્યો.
૧૫૬૭ તેણે બુમ પાડી, “ઓ મારા બે દુશ્મનો, લઈ લ્યો. આ એજ દિરહમો (પછી) હું તકલીફ અને આતુરતાથી મુક્ત બનું”
ગરીબ (માંદા) માણસના તમાચાથી કાજીનું ઉશ્કેરાવું અને સુફીનું કાજીને મહેણું મારવું,
૧૫૬૮ કાજી ઉશ્કેરાયો. સુફી બુમ પાડી ઉઠયો, “એઈ, તમારો ઈન્સાફ યોગ્ય છે, (તેના વિષે) કાંઈ જ શક નથી. કાંઈ પણ ભુલ નથી.
૧૫૬૯ ઓ દીને (ઈસ્લામના) શેખ, ઓ જવાબદાર આદમી, જો તમો તમારા પોતા માટે કબુલ કરતા નથી, તે એક (મુસ્લિમ) ભાઈ માટે કેમ કબુલ કરી શકો ?
૧૫૭૦ શું તમો આ જાણતા નથી કે (જો) તમો મારા માટે ખાડો ખોદશો તો આખરે તમો પોતે જ તે જ ખાડામાં પડશો ?”
કાજીનો સુફીને જવાબ દેવો.
૧૫૭૭ કાજીએ કહ્યું “જે ૫ણ તમાચો અથવા ક્રૂરતા (દૈવી ભાવી) પસાર થવા આવે તેને સંમત થવું એ અમારી ફરજ છે.
૧૫૭૮ (અવકાશી) કિતાબોમાં (વર્ણવેલ) ઠરાવોથી હું આંતરિક રીતે ખુશ છું. જો કે મારો ચહેરો કડવો બન્યો છે, કારણકે સત્ય કડવું છે.
૧૫૭૯ આ મારૂં દિલ ફળવાડી છે, અને મારી આંખ વાદળા માફક છે, (જ્યારે) વાદળું રૂએ છે ત્યારે ફળવાડી આનંદપુર્વક અને સુખેથી હસે છે.
૧૫૮૦ એકાદ વર્ષના દુષ્કાળે ફળવાડીઓ ખતમ થઈ જાય છે અને સુર્યથી મહાસંતાપમાં બેભાનપણે હસે છે.
૫૮૧ તમોએ ખુદાઈ હુકમના (શબ્દ) વાંચ્યા છે, “અને તમો ઘણું રૂદન કરો” શા માટે તમે ભુંજેલી (ઘેટાંની) મૂંડી માફક દાંત કચકચાવતા રહ્યા છો ?
૧૫૯૨ જ્યારે તમો દોસ્તોના ટોળામાં આવો ત્યારે ચુપ થઈને બેસજો, તે ગોળ કુંડાળામાં તમારા પોતાને ખાક બનાવતા નહિ.
૧૫૯૩ જુમાની બંદગી વખતે સારા અને સચેત દેખાજો, (તમે જોશો કે) બધા જ ધ્યાનમગ્ન છે અને એક જ વિચાર અને ચુપકીદી ધરાવે છે.
૧૫૯૪ તમારો સરસામાન ચુપકીદી તરફ વાળજો, જ્યારે તમો (રસ્તા ઉપર) નિશાનીઓ શોધો ત્યારે તમારા ખુદને (લક્ષ ખેંચવાની) નિશાની બનાવતા નહિ.
૧૫૯૫ હ. પયગમ્બર સાહેબે કહ્યું છે “જાણજો કે સુરક્ષાઓના સમુદ્રમાં (મારા) અસહાબો રસ્તો બનાવવાની બાબતમાં તારાઓ (મિસાલ ચૂપ) છે.
૧૫૯૬ તમારી આંખ તારાઓ ઉપર લગાડો અને રસ્તો શોધો, વાણી એ દ્રષ્ટિ માટે ગુંચવણનું કારણ છે, બોલતો નહિ.
૧૫૯૭ ઓ ફલાણાભાઈ, જો તમો સાચા બે શબ્દો બોલશો તો તેઓની ગાડી(train)માં અંધારી વાણી વહેવી શરૂ થશે.
૧૫૯૮ ઓ ક્રોધાવેશી (પ્રેમી) તમારી મુંઝવણોને લગતી તમારી વાણી વાતોના મોજાંથી ખેંચાય છે, તે શું તમોએ વાંચેલ નથી ?
૧૫૯૯ ખબરદાર, પેલા સાચા શબ્દો બોલવા શરૂ ન કરતો, કારણ કે શબ્દો જલ્દીથી (બીજા) શબ્દોને (પોતાની પાછળ) ખેંચે છે.
૧૬૦૦ જ્યારે તમોએ એકવાર મોઢું ખોલ્યું છે ત્યારે તેઓ તમારા કબજામાં નથી. કાળું (જુઠ) પવિત્ર (સત્યની) એડીઓ ઉપર વહે છે.
૧૬૦૧ તે (એકલો જ) (પોતાનું મોઢું) ખોલે છે જે (ભુલોમાંથી) (દૈવી) પ્રેરણાના રસ્તા અંગે જળવાએલ છે, તે પરવાનગી આપવા યોગ્ય છે. જ્યારે કે તે સંપૂર્ણપણે પવિત્ર છે.
૧૬૦૨ કારણ કે પયગમ્બર પોતાની ઈચ્છાથી બોલતા નથી. તેનામાંથી કે જે ખુદાથી સચવાએલ છે તેનામાંથી (બોલે છે), પોતાની ઈચ્છાથી (શબ્દો) કેમ બહાર આવે ?
૧૬૦૩ આત્મજ્ઞાનની અસરોથી જે છટાદાર રીતે બોલે છે તેનાથી એકતા કર.
યા અલી મદદ