મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૪
વાર્તા - ૪
એક ઘરડી સ્ત્રીની કહાણી કે જેણે પોતાના કદરૂપા ચહેરા ઉપરથી વાળ કાઢી લાલ પાઉડર લગાડતી. જો કે તેનાથી તે સુંદર કે ખુશ કારક બનતી ન હતી.
૧૨૨૨ એક નેવું વર્ષની ઉંમરની ખખડી ગએલ બુઢી ડોસી હતી, તેણીનો ચહેરો કરચલીઓથી ભરપુર અને તેણીના રૂપ રંગ કેસરી (જેવો પીળો) હતો
૧૨૨૩ તેણીનો ચહેરો એક મુસાફરના ખોરાકની કોથળી માફક કરેલા જેવો હતો પણ તેણીમાં ધણી મેળવવાની એક લાલસામય ઈચ્છા હતી.
૧૨૨૪ તેણીના દાંતો પડી ગયા હતા, તેણીના વાળ દુધ જેવા સફેદ બન્યા હતા. તેણીનો બાહ્યાકાર એક ધનુષ જેવો વળેલો હતો અને દરેક ઇન્દ્રિય અશક્ત બની હતી.
૧૨૨૫ તેણીની ધણી માટેની લાલસા અને તેણીની વિષયવાસના અને તમન્ના પુરેપુરા જોરમાં હતા. જાળ માટેની લાલસા હતી. જો કે સકંજાના ટુકડા થઈ ગયા હતા.
૧૨૨૬ (તેણી) એક કુકડો કે જે ખોટા વખતે બાંગ પુકારે છે (તેના જેવી હતી) એક રસ્તો કે જે ક્યાંય દોડી જતો નથી, એક ખાલી કીટલીની નીચે એક મોટી આગ.
૧૨૨૯ એક કુતરાના દાંતો જ્યારે તે ઘરડો બને છે ત્યારે પડી જાય છે, તે લોકોને એક બાજુએ છોડી દે છે અને વિષ્ઠા (આરોગવું) ચાલુ કરે છે.
૧૨૩૦ (પણ) આ સાઠ અને સિતેર વર્ષની વયના કુતરાઓ તરફ જુઓ, તેઓના કુતરાઈ દાંતો દરેક પળે, વધુ તીક્ષ્ણ થાય છે.
૧૨૩૧ એક બુઢા કુતરાની રૂંવાટી ખરી જાય છે (પણ) આ બુઢા (ઈન્સાની) કુતરાઓ રેશમી કપડામાં ઢંકાએલાને જુઓ.
૧૨૩૨ કુતરાઓના વંશજોની માફક તેઓની સ્ત્રીઓ અને સોના માટેની લાલસામય ઈચ્છા અને કંજુસાઈ ચાલુ રીતે વધતી નિહાળો.
૧૨૩૩ આના જેવી એક જિંદગી કે જે દોજખનો જથ્થો છે, (દૈવી) કોપના ખાટકીઓ માટે એક માંસની દુકાન છે.
૧૨૩૪ (છતાં) જ્યારે લોકો તેને કહે છે, “તમારી જીંદગી લાંબી હો !” તે ખુશ થાય છે અને હાસ્યમાં પોતાનું મોઢું ખોલે છે.
૧૨૩૬ જો તેણે ભવિષ્યની હાલત એક વાળના છેડા જેટલી પણ જોઈ હોત (તો) તો તેણે તેને કહ્યું હોત, “તારી જિંદગી પણ આના જેવી જ હોય !
એક દરવીશ કે જેણે ગીલાનના એક માણસને કહ્યું, “તારા ઘરે અને કુટુબીઓ પાસે ખુદા તને સહિસલામત પાછો લાવે" તેની કહાણી
૧૨૩૭ એક દિવસ એક ખડતલ ભિખારી (કે જે) રોટલાનો બહુ શોખીન હતો અને (પોતાની સાથે) કોથળી લઈ ગયો, અપરિચિત ગીલાનના શેઠ સાથે વાતે વળગ્યો.
૧૨૩૮ તેની પાસેથી થોડા રોટલા મળતા તે બુમ પાડી કહે, “ઓ તું (ખુદા) કે જેની મદદ માગવામાં આવે છે, તેના ઘરે અને કુટુંબીઓ તરફ પાછા સહિસલામત ખુશી સાથે લાવજે !"
૧૨૩૯ તેણે (શેઠે) કહ્યું. “જો ઘર કે જે મેં (હમણાં જ) જોયું તેજ હોય તો ઓ ગલીચ કંગાળ, તો ખુદા તને ત્યાં લાવે.”
૧૨૪૦ કિંમત વગરના લોક દરેક વાર્તા કહેનારને ઉતારી પાડે છે. જો તેના શબ્દો મહાન હોય તો તેઓ તેને હલકા બનાવે છે.
૧૨૪૧ કારણ કે વાર્તા (સાંભળનારની) સમજણના હિસ્સે (ઉંચા અથવા) નીચા છે. દરજી શેઠના (ઘરાકના) માપ પ્રમાણે ડગલો કાપે છે.
ઘરડી ડોસીનું વૃત્તાંત
૧૨૪૪ જ્યારે તે (હરકોઈ) વરસોમાં (ઉંમરમાં) આગળ વધેલો બન્યો છે અને આ રસ્તામાં સ્વીકારાએલો એક માણસ નથી, તેને તેના લાયક "ઘરડી ડોસી"નું બિરુદ ઈનાયત કરો.
૧૨૪૫ તેની પાસે કંઈપણ રૂહાનીયત મુડી અને મૂળભૂત સિદ્ધાંત નથી. તે વળી આવો એક જથ્થો સ્વીકારવાને કાબેલ પણ નથી.
૧૨૪૮ નથી નમ્રતાપૂર્વકની બંદગી અથવા કોઈ ખુબસુરતી (કે જેનાથી) ગર્વ બતાવે. તેનું અંતઃકરણ અથવા બેહોશી અથવા તેનું (બધું આંતરિક), ઘર ઉપર ઘર, એક ડુંગળીની માફક વાસ મારતું છે.
૧૨૪૯ તેણે કોઈ રસ્તો ઓળંગ્યો નથી, નથી તેના પગને રસ્તા ઉપર પગલું મુકવાની શક્તિ, બેશરમ (ગણિકા)ને (આંતરિક) માનસિક આવેશ નથી અથવા નથી દઝાડતો (આવેશ) અને નિસાસો (પણ) નથી.
એક દરવીશની વાર્તા કે જે જ્યારે જ્યારે અમુક ઘરમાંથી કાંઈપણ માગતો ત્યાં તે (ઘરધણી) કહ્યા કરતો, “(તે અહીં નથી).”
૧૨૫૦ એક ભિખારી એક ઘરે આવ્યો અને સુકા રોટલાના એક ટુકડાની અથવા (નવા) ભીના રોટલાના ટુકડાની માગણી કરી.
૧૨૫૧ ઘરના માલિકે કહ્યું. “આ જગ્યામાં રોટલો ક્યાં છે ? શું તું ગાંડો છે ? આ ઘર એક પાંઉવાળાની દુકાન કેમ હોય ?”
૧૨૫૨ તેણે માગણી કરી “કાંઈ નહિ તો મને એક નાનો ટુકડો ગોશ્તનો આપો.” તેણે કહ્યું, “શા માટે, તે કાંઈ કસાઈની દુકાન નથી.”
૧૨૫૩ તેણે કહ્યું. “ઓ ઘરના ધણી, મને થોડો આટો આપો.” તેણે જવાબ આપ્યો “શું તું ધારે છે કે આ ચક્કી છે ?”
૧૨૫૪ તેણે કહ્યું “તો પછી ભલે, મને ટાંકીમાંથી થોડું પાણી આપો.” તેણે જવાબ આપ્યો, “શા માટે ? તે કાંઈ એક નદી કે પાણીની જગ્યા નથી.”
૧૨૫૫ તેણે રોટલાથી લઈ ભુસા સુધી જે જે માગ્યું, તે ઘરધણી મશ્કરી કરતો અને તેની ઉડામણી કરતો હતો.
૧૨૫૬ ભિખારી ઉપર ગયો અને તેનું પહેરણ ઉતાર્યું.
૧૨૫૭ તેણે (ઘરધણીએ) હેઈ, હેઈની બુમ પાડી. તેણે કહ્યું, ચૂપ રહે, ઓ એકલવાયા આદમી.
૧૨૫૮ જ્યારે કે અહીંયા જીવવાના કોઈ સાધન નથી.
૧૨૫૯ જ્યારે કે તમો એક બાજ નથી કે જેથી શિકાર પકડવા (શક્તિમાન હો), બાદશાહના શિકાર માટે બાદશાહના હાથે કેળવાએલું (એક બાજ).
૧૨૬૦ નથી એક મોર એકસો (સુંદર) ભાતોથી રંગાએલા, કે જેથી (બધી) આંખો ચિત્ર કે જે તમો રજુ કરો છો તેનાથી પ્રકાશીત બને.
૧૨૬૧ નથી એક પોપટ કે જ્યારે તમને સાકર આપવામાં આવે (બધા) કાનો તમારી મીઠી વાણી સાંભળવા સજાગ બને.
૧૨૬૨ નથી એક પ્રેમીની માફક ગાતી બુલબુલ, ચરાણમાં અથવા ફુલના બગીચામાં મધુર અને ખુલ્લી રીતે ગાતી.
૧૨૬૩ નથી એક સંદેશો લાવનાર હુદ હુદ, નથી ઉંચે તમારો માળો બનાવતા બગલા જેવા.
૧૨૬૪ તમે ક્યા કામકાજમાં લાગેલા છો ? અને તમે શા કારણે ખરીદાયા છો ? તમે કઈ જાતના પંખી છો ? અને તમો ક્યો ખોરાક ખાઓ છો ?
ઘરડી સ્ત્રીની કહાણી તરફ પાછા ફરવું.
૧૨૬૮ જ્યારે કે તે (ડોસી કે જે) પાનખરની માફક (ખરી પડી હતી) પરણવાની ઈચ્છા રાખતી હતી, પેલી ગણીકા આંખના સફેદ વાળો ચૂંટી લેતી હતી.
૧૨૬૯ પેલી ઘરડી સ્ત્રીએ આરસી લીધી (અને) પોતાના ચહેરા આગળ ધરી, કે તેણી પોતાના ગાલો અને ચહેરો અને મોઢું ખુબસુરત બને.
૧૨૭૦ તેણીએ (તેમને) આનંદપૂર્વક કેટલીય વખત પાઉડરથી ઘસ્યા, (પણ) તેના ચહેરાની કરચલીઓ વધુ વખત સંતાએલ રહી નહિ.
૧૨૭૧ (તેથી) પેલી ગંદી, પવિત્ર કિતાબનો ભાગ કાપતી હતી અને તેમને પોતાના ચહેરા ઉપર ચોંટાડતી હતી.
૧૨૭૨ એટલા માટે કે તેના ચહેરાની કરચલીઓ સંતાએલી રહે અને સુંદર સ્ત્રીઓની વચ્ચે તે સુંદરતાનો નમુનો બને !
૧૨૭૩ તેણી (આ) પવિત્ર કિતાબના કટકાઓ પોતાના આખા ચહેરા ઉપર લગાડતી હતી (પણ) જ્યારે તેણી બુરખો પહેરતી ત્યારે તે ખરી પડતા હતા.
૧૨૭૪ પછી તેણી પોતાના ચહેરાની બધી બાજુએ પોતાના થૂંકથી ફરીવાર ચોંટાડતી હતી.
૧૨૭૫ અને ફરી એક વાર પેલી સુંદરતાનો નમૂનો, પોતાનો બુરખો પહેર્યો અને (ફરીવાર) કિતાબના ટુકડા તેના ચહેરા ઉપરથી જમીન ઉપર પડ્યા.
૧૨૭૬ જ્યારે કે વારંવાર તેણીએ ઘણી રીતે મહેનત કર્યા છતાં ખરી પડ્યા ત્યારે (આખરે) તેણી બરાડી ઉઠી, “ઈબલીસ ઉપર એક સો શ્રાપ હોજો !”
૧૨૭૭ તુર્તજ ઈબ્લીસે (દ્રષ્યમાન) આકાર કર્યો અને (તેણીને) કહ્યું “ઓ સૂર્યના તાપમાં સુકાએલા માંસના કટકા.
૧૨૭૮ મેં મારી આખી જિંદગીમાં આવું કદી વિચાર્યું ન હતું. તારા સિવાય બીજી કોઈ ગણીકાએ આવી (ઉદ્ધતાઈ કરેલી) મેં જોઈ નથી.
૧૨૭૯ તું બદનામીના ખેતરમાં અજોડ બી વાવેલ છે. તે દુનિયામાં (કુરાનનું) એક પણ લખેલ પાનું રહેવા દીધું નથી.
૧૨૮૦ તું એક સો ઈબ્લીસોના ટોળાંના ટોળાં છો, ઓ મૂર્ખ પતીતા, મને એકલો રહેવા દે.
૧૨૮૧ તમે કિતાબના ઈમાનના ભાગો કયાં સુધી ચોરશો ? એટલા માટે કે તમારો ચહેરો સફરજન જેવો રંગાએલો બને ?
૧૨૮૨ ક્યાં સુધી તમો ખુદાઈ ઈન્સાનના શબ્દો ચોરશો કે જેથી તે તમો વેચો અને ટોળામાંથી આવકાર મેળવો ?
૧૨૮૩ રંગના લપેડા લગાવવાથી તમે કદી પણ ગુલાબી બનશો નહિ. બાંધેલી ડાળી (ખજૂર આપવાની) ઝાડની ફરજ બજાવશે નહિ.
૧૨૮૪ આખરે જ્યારે મૃત્યુનો પડદો તમારા ઉપર આવે છે ત્યારે આ કિતાબના કટકાઓ તમારા ચહેરા ઉપરથી ખરી પડે છે.
૧૨૮૫ જ્યારે જાગૃત થવાનો સંદેશો આવે છે, રવાના થવાનું આવે છે ત્યાર બાદ બધી વાદ વિવાદોની કળાઓ અદ્રષ્ય થાય છે.
૧૨૮૬ ચુપકીદીની દુનિયા દ્રષ્ટિમાં આવે છે, (વાત કરવી) બંધ કર ! તેના માટે અફસોસ છે કે જે પોતામાં ચુપકીદીથી મળતીયો થતો નથી.
૧૨૮૭ એક બે દિવસ તારા દિલને પાલીશ કર. આરસી (દિલને) ધ્યાન લગાવવાની કિતાબ બનાવ.
૧૨૮૮ બાદશાહી હ. યુસુફ (અ.સ.)નું પ્રતિબિંબ જોતાં ઘરડી ઝુલેખા એક નવી યુવાન બની.
૧૨૮૯ ઘરડી સ્ત્રીનું ઠંડા આકર્ષણનું શરદીમય વાતાવરણ તામુઝના સુર્યથી ગરમીમાં ફેરવાયું.
૧૨૯૦ હ. મરીયમના બળતા મહાદુઃખે એક સુકેલી ડાળીને ફળો આપતી ખજુરીમાં ફેરવી છે,
૧૨૯૧ ઓ (તું કે જે એક) ઘરડી ડોશી (જેવો) છો, ક્યાં સુધી તું (દેવી) ભાવીથી સ્પર્ધા કરીશ ? હવે રોકડ શોધ, ભૂતકાળ ભૂલી જા.
યા અલી મદદ