Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - 3

વાર્તા - 3

0:000:00

બપોર બાદ પોતાના હ. મુસ્તફા (૨. સ અ.) માટેના પ્રેમમાં હિજાઝની ગરમીમાં હ. બિલાલ “એક એક”ની બૂમ પાડતા હતા. જ્યારે તેનો યહુદી શેઠ ફટકારતો હતો, અને દરેક ફટકાથી બીલાલની કાયામાંથી લોહી નીકળતું હતું અને (તેમના હોઠમાંથી) મરજી વિરૂદ્ધ એક એકનો શબ્દ છટકતો હતો, જ્યારે દિલગીર થએલા બીજાઓમાંથી ઈચ્છા વિરૂદ્ધ ડુસકા ભરાઈ જતા હતા. કારણ કે તે એટલો બધો પ્રેમના આવેશથી ભરેલ હતો કે (તેના દિલમાં) દાખલ થતા કાંટાઓના દુઃખમાંથી મુક્ત થવાની જગ્યા જ ન હતી. (તેની હકીક્ત) પેલા ફિરસ્તાઓ તથા (ફીરોનના) જાદુગરો અને ફિરજીસ અને બીજાઓ (કે જેઓ) અસંયમ અને ગણતરીથી પર હતા તેના જેવી હતી.

૮૮૮ પેલા હ. બિલાલ પોતાની કાયા કાંટાના ઝખમોથી ગાળતા હતા. તેનો શેઠ તેમને સીધા કરવા ખાતર ફટકારતો હતો.

૮૮૯ કહે, શા માટે, ઓ દુષ્ટ ગુલામ, તું મોહમ્મદને માને છે ? (અને) તું મારા ધર્મમાં ઈમાન રાખતો નથી ?

૮૯૦ તે સુર્યની (ગરમીમાં) કાંટાઓથી તેમને ફટકારતો હતો (જ્યારે) તેઓ (હ. બિલાલ) 'એક'ની બુમ ખુશીથી પાડતા હતા.

૮૯૧ (આખરે) પેલી 'એક'ની બુમો સીદીક (હ. અબુબકર)ના કાન ઉપર પહોંચી કે જેઓ પાડોશમાંથી પસાર થતા હતા.

૮૯૨ તેઓની આંખો આંસુઓથી ભરેલી બની અને તેમનું દિલ દુઃખથી, (કારણ કે) પેલા “એક” માંથી તેમણે એક પ્રેમાળ દોસ્ત (ખુદાની) ખુશબુ પકડી પાડી,

૮૯૩ ત્યારબાદ તેઓ તેને (હ. બિલાલને) ખાનગીમાં મળ્યા અને શિખામણ આપી કે, 'તું તારી માન્યતા યહુદીથી ગુપ્ત રાખ'

૮૯૪ તે (ખુદા) (બધી) ગુપ્તતાઓ જાણે છે. તારી ઈચ્છા ગુપ્ત રાખ. તેઓએ (હ. બિલાલે) કહ્યું “ઓ બાદશાહ, હું તમારી પાસે પશ્ચાતાપ કરૂં છું.”

૮૯૫ બીજે દિવસે વહેલી (સવારે) જ્યારે સિદિક (હ. અબુબકર) કેટલાક કામકાજ અંગે તેજ જગ્યાએથી ઉતાવળે જતા હતા ત્યારે.

૮૯૬ તેઓએ ફરીવાર 'એક' (ની બુમ) સાંભળી, કાંટાની (શિક્ષા)થી પડતા ઘાના અવાજો (સાંભળ્યા)થી તેમના દિલમાં અગ્નિના ભડકા અને ચિનગારીઓ ભડકી ઉઠી.

૮૯૭ તેઓએ એક વધુવાર તેને શીખામણ આપી અને એક વધુ વખત તેઓ (હ. બિલાલ) પસ્તાણા, (પણ) પ્રેમ ઉત્પન્ન થયો અને તેના પશ્ચાતાપને ગળી ગયો

૮૯૮ આ જાતનો પસ્તાવો ઘણા વખત થયો (ત્યાં સુધી) કે આખરે તેઓ પસ્તાવાને તજી દેનાર બન્યા.

૮૯૯ અને (પોતાનું ઈમાન) જાહેર કર્યું, અને પોતાની કાયાને દુઃખને હવાલે કરી, બુમ પાડતા “ઓ હ. મુહમ્મદ,

૯૦૦ ઓ તું કે જેનાથી મારી કાયા અને મારી (બધી) નાડીઓ ભરાઈ ગઈ છે, તેની અંદર પસ્તાવા માટેની જગ્યા કેમ હોય ?

૯૦૧ હવે પછી હું (મારા) આ દિલમાંથી પસ્તાવાને હાંકી કાઢીશ, હું અનંત કાળના જીવન માટે પસ્તાવો કેમ કરીશ ?!

૯૦૨ પ્રેમ બધું જ દાબી દેનાર છે. અને હું પ્રેમથી દબાઈ ગયો છું, પ્રેમના ખરાપણાથી સાકર જેવો મીઠો બનાવાયો છું.

૯૦૮ પ્રેમના હાથમાં હું એક કોથળીમાંની બિલાડી માફક છું. ક્યારેક ઉંચે ઉપાડેલ અને ક્યારેક પ્રેમથી નીચે ફગાવેલ.

૯૦૯ તે તેના મસ્તકથી ચોતરફ મને ફેરવે છે, મને નીચે કે ઉપર આરામ નથી.

૯૨૮ બાદશાહની તહેનાતમાં એક ઘોડા (અથવા ખચ્ચરની) માફક ક્યારેક તબેલામાં પુરાએલો ક્યારેક (રસ્તા ઉપર) દોડતો બન.

૯૨૯ જ્યારે તે ખીલા સાથે તને બાંધે ત્યારે (શાંત અને તાબેદાર બની) બંધાઈ જા. જ્યારે તે તને છોડી મુકે ત્યારે આનંદિત બન.

૯૪૦ (જીવનનું) રૂહાની પાણી આપણી નદીના પટમાં પાછું ફર્યું છે, આપણો બાદશાહ આપણી ગલીમા પાછો ફર્યો છે.

૯૪૨ વધુ એકવાર જળપ્રલયનું પાણી પશ્ચાતાપને ઉઠાવી ગયું છે, તક આવી પહોંચી છે. ચોકીદાર ઉંઘથી ઘેરાઈ ગયો છે.

૯૪૩ દરેક દારૂડીયાએ મદિરા પીધી છે અને મદમસ્ત બનેલ છે. આજ રાત્રીએ આપણી બધી માલ-મિલકત ગીરો મુકીશું.

૯૪૪ જીવન વધારતા આત્માના ચળકતા લાલ રંગનો શરાબ (પીવામાં) અમે માણેકની અંદર, માણેકની અંદર, માણેક છીએ.

૯૪૭ અરે, એક નવો બીજનો ચાંદ (હિલાલ) એક બિલાલથી મળી ગયો છે. અને કાંટાની (શિક્ષા)ના ફટકા તેને ગુલાબ અને ચમેલીના ફુલો જેવા (આનંદદાયક) બન્યા છે.

૯૪૮ હ. (બિલાલે કહ્યું) જો મારૂં શરીર આ કાંટાની સજાના ફટકાથી એક ચાળણી (જેવું કાણાવાળું) હોય (તો પણ) મારો આત્મા અને કાયા એક ગુલાબના બગીચાની માફક આહલાદજનક છે.

૯૪૯ મારી કાયા જ્યુંના (કાંટાની) શિક્ષાનું લક્ષ બની છે (પણ) મારો આત્મા કેફી અને પેલા પ્રેમાળ એકથી મોહીત બન્યો છે.

૯૫૦ (પ્રિતમ) આત્માની સુવાસ મારા આત્મા તરફ આવે છે, મારા પ્રેમાળ દોસ્તની સુવાસ મારા તરફ આવે છે.

૯૫૧ (જ્યારે) હ. મુસ્તફા (ર.સ.અ.) ‘મએરાજ'માંથી આવ્યા (તેઓએ) હ. બિલાલ ઉપર (આશીર્વાદ) વરસાવ્યા, (તું) મને કેવો વહાલો છે ? કેવો વહાલો ?

૯૫ર હ. બિલાલ પાસેથી આ (ગુઢાર્થ વાણી) સાંભળતા કે જેની વાણીમાં કદી અસત્યતા ન હતી.  હ. અબુબકરે તેને પશ્ચાતાપ કરવાની સલાહ આપવામાંથી પોતાના હાથ ધોઈ નાખ્યા.

હ. (અબુબક્ર) સિદિકે હ. બિલાલ ઉપર વિતેલ દુઃખને યાદ કર્યું, અને જ્યુંની (તેમની વિરૂદ્ધ) વધુ અગ્નિ પ્રગટાવી, અને બનેલી વિગત હ. મુસ્તફા (૨. સ. અ.)ને કહેવી અને તેને (હ. બિલાલને) જ્યું પાસેથી ખરીદી લેવાની સલાહ મસલત કરવી.

૯૫૩ ત્યાર બાદ હ. સિદિક, હ. મુસ્તફા (૨. સ. અ.)ને વિશ્વાસુ બિલાલની કફોડી હાલત વર્ણવી.

૯૫૪ કહે, પેલો બહિશ્તને માપતો, આશીર્વાદ પાંખનો નમ્ર (આત્મા) અત્યારે આપના પ્રેમમાં અને આપના માળામાં છે.

૯૫૫ બાદશાહી બાજ પેલા ઘુવડોથી શારીરિક ઈજાઓથી રીબાણો છે, પેલો મહાન ખજાનો ગંદકીમાં દટાયો છે.

૯૫૬ ઘુવડો બાજને ઈજાઓ પહોંચાડી રહ્યા છે, જો કે તે નિર્દોષ હોવા છતાં તેની કલગી અને પીંછા તોડી રહ્યા છે.

૯૮૩ દૈવી પ્રેમ એ સંપૂર્ણતાનો સૂર્ય છે, (દૈવી) “શબ્દ” તેનું “નૂર” છે સજીવ પ્રાણીઓ પડછાયા જેવા છે.

૯૮૪ જ્યારે હ. મુસ્તફા (૨. સ. અ.) આ વાત (સાંભળતા) ખુશીમાં ગરકાવ બન્યા, તેમની (હ. સિદિકની બિલાલ વિષે) વાણી ઉચ્ચારવાની તમન્ના પણ વધી.

૯૮૫ જ્યારે તેઓને હ. મુસ્તફા (૨. સ. અ.) જેવો સાંભળનાર મળ્યો, ત્યારે તેમનો દરેક વાળેવાળ એક જુદી જીભ બન્યો.

૯૮૬ હ. મુસ્તફા (ર. સ. અ.) એ તેમને કહ્યું ‘હવે ઈલાજ શું છે ? તેઓએ જવાબ આપ્યો, (ખુદાનો) આ દાસ તેને ખરીદવા માગે છે.

૯૮૭ હું તે (જ્યુ) ગમે તેટલી કીંમત માગશે તે આપી ખરીદીશ, હું (પૈસાને) અને ગેરકાયદેસર નાણા પડાવવાની ખોટને નજર અંદાઝ કરીશ.

૯૮૮ કારણ કે દુનિયા ઉપર ખુદાનો બંદીવાન છે, અને તે ખુદાના દુશ્મનના ગુસ્સાનો ભોગ બન્યો છે.

હ. મુસ્તફા (૨. સ. અ.)નું હ. સિદિક સાથે જોડાવું કહે, જ્યારે કે તમે બિલાલને વેચાતો લેવા જઈ રહ્યા છો, તેઓ (યહુદી લોકો) તેના સાથેના વાદવિવાદ અંગે તેની કીંમત ચોક્કસ વધારશે, આ પાત્રતામાં મને તમારો ભાગીદાર બનાવો, મારા પ્રતિનિધિ બનો અને ખરીદીના અર્ધા પૈસા મારી પાસેથી લઈ જજો.

૯૮૯ હ. મુસ્તફા (૨. સ. અ.)એ તેમને કહ્યું ઓ (રૂહાનીયત સદકિસ્મત શોધનાર, આ (સાહસમાં) હું તમારો ભાગીદાર બનીશ.

૯૯૦ મારા પ્રતિનિધિ બનો, મારા હિસ્સે અર્ધો ભાગ ખરીદીમાં રાખો, અને મારે ભાગે આવેલા નાણા લઈ જજો.

૯૯૧ તેમણે જવાબ આપ્યો, “હું તમારી ખિદમત કરવામાં મારાથી બનતું બધું કરીશ.” પછી તેઓ દયાહિન યહુદીના ઘરે ગયા.

૯૯૨ તેઓએ પોતાના મનમાં કહ્યું “ઓ બાપ, બચ્ચાંઓના હાથમાંથી એક માણસ ઘણા સસ્તા મોતીઓ ખરીદી શકે છે.

૧૦૦૮ આ હ. સિદિક પેલા ગધેડાઓ (યહુદીઓ) પાસે ગયા.

૧૦૦૯ તેઓએ દરવાજાની ટકોરી વગાડી અને જ્યારે યહુદીએ દરવાજો ખોલ્યો ત્યારે તેઓ (હ. સિદિક) તેના ઘરની અંદર રોષની લાગણી સહિત ગયા.

૧૦૧૦ તેઓ પોતામાં ઝનુનપુર્વક અને બળતા દિલે બેઠા. તેઓના મોઢામાંથી કડવા શબ્દો સરકી પડ્યા.

૧૦૧૧ તું શા માટે આ ખુદાના દોસ્તને મારે છે ? “ઓ 'નૂર'ના દુશ્મન, આ કેવા પ્રકારનો ધિક્કાર છે ?

૧૦૨૫ તેણે (યહુદીએ) કહ્યું “જો તમને તેના માટે દયા ઉપજતી હોય તો મને સોનું આપો અને (બદલામાં) ઓ ભલા ગુણના માણસ તેને લઈ જાઓ.

૧૦૨૬ જ્યારે કે તમારૂં દિલ (સહાનુભુતીથી) બળે છે, ત્યારે મારી પાસેથી તેનો બદલો આપી છોડાવો, ખર્ચા વગર તમારી મુશ્કેલીનો અંત નહિ આવે.

૧૦૭ તેઓએ જવાબ આપ્યો, (તે માટે) હું એક સો કામો કરીશ અને (આભારમાં ખુદાને) પાંચમો સિજદો કરીશ. મારી પાસે એક ખુબસુરત ગુલામ છે પણ (તે) યહુદી છે.

૧૦૨૮ તેને સફેદ કાયા છે. પણ એક કાળું દિલ છે, (તેને) લઈ લે અને બદલીમાં (મને) તે કે જેનું આખું શરીર કાળું છે પણ જેનું દિલ પ્રકાશિત છે, તેને આપ.

૧૦૨૯ પછી કબીલાના વડા (હ. અબુબક્રે) તેને લઈ આવવા (એક સંદેશવાહક) મોકલ્યો, વાસ્તવમાં પેલો ગુલામ ઘણો જ ખુબસુરત હતો.

૧૦૩૦ કે જેથી પેલો યહુદી દિગ્મૂઢ બની ગયો, તુર્ત જ તેનું પત્થર દિલ હટી ગયું.

૧૦૩૧ આમજ રૂપના પુજનારાઓનું બને છે, તેઓનો પત્થર (ખુબસુરત) આકારથી બનાવેલ હોય છે. 

૧૦૩૨ (પછી) ફરીવાર તેણે વાદવિવાદ કર્યો અને સંતષાએલો બન્યો નહિ. કહે, કાંઈ પણ ટાળ્યા વગર (તમારે) આનાથી વધુ આપવું જોઈએ.

૧૦૩૩ તેમણે વધારામાં રૂપાના બસો દિરહમ આપવા તત્પરતા બતાવી કે જેથી પેલા યહુદીની કંજુસાઈ સંતોષાય. 

યહુદીનું હસવું અને આ સોદામાં હ. સિદિક છેતરણા તેવી કલ્પના કરવી.

૧૦૩૪ પેલા પત્થર દિલવાળા યહુદીએ મશ્કરી કરતા અને મેલાપણામાં અને દુશ્મનાઈમા ઠઠ્ઠા મશ્કરી કરતા અટહાસ્ય કર્યું ?

૧૦૩૫ હ. સિદિકે તેમને કહ્યું. “આ હસવું શા માટે ? તેમના સવાલના જવાબમાં તે વધુ જોરથી હસ્યો,

૧૦૩૬ અને કહ્યું જો (વધુ પડતી) આતુરતા અને પ્રેમ આ કાળો ગુલામ ખરીદવામાં તમોએ બતાવી ન હોત,

૧૦૩૭ તો મેં આટલો બધો વાદવિવાદ કર્યો ન હોત, ખરેખર (આ રકમથી) દસમા ભાગની રકમમાં મેં તેને વેચ્યો હોત,

૧૦૩૮ કારણ કે મારા અભિપ્રાયમાં તેની કીંમત એક દાગ જેટલી પણ નથી. (પણ) તમોએ તેની કીંમત (તમારી) બુમાબુમથી વધારે બનાવી."

૧૦૩૯ પછી હ. સિદીકે તેને જવાબ આપ્યો, “ઓ મુર્ખ, તેં એક (મુર્ખ) છોકરાની માફક એક મોતીને એક અખરોટની બદલીમાં આપી દીધેલ છે.

૧૦૫૯ ત્યારબાદ તેઓએ (હ. સિદિકે) હ. બિલાલનો હાથ પકડ્યો કે જે તકલીફવાળા ફટકાઓથી એક દાંત ખોતરણી જેવો (પાતળો) બન્યો હતો.

૧૦૬૦ તે એક દાંત ખોતરણી (જેવો) બન્યો, અને પોતાનો રસ્તો મોમાં લઈ ગયો. તે, મધુર વાણીના આદમી (હ. નબી સાહેબ) તરફ ઉતાવળથી જતો હતો.

૧૦૬૧ જ્યારે પેલા (સખત રીતે) ઘવાએલાએ હ. મુસ્તફા (૨. સ. અ.)નો ચહેરો જોયો ત્યારે તે મૂર્છા ખાઈ પડી ગયો. તે તેની પીઠ ઉપર પડ્યો.

૧૦૬૨ એક લાંબો વખત સુધી તે બેભાન અને પોતામા રહ્યો. જ્યારે તે ભાનમા આવ્યો. તેણે ખુશીના આંસું વહાવ્યા.

૧૦૬૩ હ. મુસ્તફા (૨. સ. અ.) એ તેને પોતાની છાતીએ ચાંપ્યો, તેના ઉપર ઈનાયત થએલી કૃપા બીજો કોઈ કેમ જાણી શકે ?

૧૦૬૪ એક જસતનો કટકો કેવો બને જ્યારે તે કિમીયાને અડક્યો છે ? એક નાદાર કે જે એક અમુલ્ય ખજાનાથી અથડાયો તે કેવો બને ?

હિલાલની કહાણી કે જે ખુદાનો એક ભાવિક દાસ હતો, તે રૂહાનીયત દ્રષ્ટિ ધરાવતો (હતો) અને (પોતાના દીનમાં) માત્ર (બીજાનું) અનુકરણ કરનાર ન હતો, (ખુદાના) સજીવ જીવો તરફ એક ગુલામ બનવામાં (વેશ પલટો કરવામાં) તેણે પોતાને સંતાડેલ હતો, નહિ કે નિરાધારપણા અંગે. પણ હ. લુકમાન અને હ. યુસુફ અને બીજાઓની માફક દેખાવમાં (દુનિયાની) ભલાઈ ખાતર તે અમુક અમીરની નોકરીમાં એક અશ્વપાલ હતો, અને પેલો અમીર મુસ્લીમ હતો પણ (રૂહાની રીતે) આંધળો. “આંધળો માણસ જાણે છે કે તેને એક મા છે, પણ તેણી કોના જેવી છે તે તે જાણી શકતો નથી. જો તે આ જ્ઞાન ધરાવે તો પોતાની મા તરફ પૂજ્યભાવ બતાવે, તે શક્ય છે કે તે આંધળાપણામાંથી મુક્તિ મેળવે કારણ કે (હ. નબી સાહેબે કહ્યું છે) કે જ્યારે ખુદા (તેના) દાસ માટે ઈચ્છે છે ત્યારે તે તેના દિલની આંખો ઉઘાડે છે, કે જેથી તેમની સાથે અદ્રષ્ય (દુનિયા) જોતો બનાવે.

૧૧૧૧ જ્યારે કે તેઓ હ. બિલાલના (ઉત્તમ) ગુણો વિષે સાંભળ્યું છે, ત્યારે હવે હિલાલની કહાણી સાંભળો.

૧૧૧૨ તેઓ (ખુદાઈ) રસ્તે હ. બિલાલ કરતાં વધુ આગળ વધ્યા હતા, તેઓએ પોતાની હલકી પ્રકૃતિ ઉપર વધુ સંયમ કેળવ્યો હતો.

૧૧૧૩ (તેઓ) તમારી માફક સન્માર્ગચ્યુત વ્યક્તિ ન હતા. કારણ કે દરેક પળે તમે વધુ પાછળ છો. તમો (કીમતી) મોતીની હાલતમાંથી (કીંમત) વગરના પથ્થરની હાલત તરફ જઈ રહ્યા છો.

૧૧૧૪ તે એક મહેમાનની હકીકત જેવો છે કે જે અમુક શેઠને ત્યાં આવ્યો, શેઠે તેની દિવસો અને વર્ષોને લગતી તપાસ આદરી.

૧૧૧૫ તેણે પૂછયું. “ઓ મારા દિકરા, તું કેટલા વર્ષની ઉંમરનો છે ? કહી દે, સંતાડતો નહિ, પણ (સાચી રીતે) હિસાબ કરી (મને કહે).”

૧૧૧૬ તેણે જવાબ આપ્યો, ઓ અપનાવેલા(adoptive) ભાઈ, અઢાર, સત્તર અથવા સોળ અથવા પંદર.

૧૧૧૭ તેણે કહ્યું “પાછળ અને પાછળ જા, ઓ અસ્થિર મગજવાળા, પાછળ જવું ચાલું રાખ. એમ દસ વરસ પછી તારી ઈચ્છા તારા જન્મ સુધી પહોંચવાની લાગે છે !” 

તે જ મુદ્દાના સ્પષ્ટીકરણમાં કહાણી.

૧૧૧૮ અમુક માણસે એક અમીરને પોતા માટે એક ઘોડો આપવા માગણી કરી. તેણે કહ્યું, “જા અને પેલો ભુખરા રંગનો ઘોડો લે.”

૧૧૧૯ તેણે જવાબ આપ્યો, “મને પેલો એક જોઈતો નથી.” તેણે પૂછ્યું “શા માટે નહિ ?” તેણે કહ્યું, તે પાછળ પાછળ જાય છે અને બહુ અધીરો છે.

૧૧૨૦ તે પાછળ જાય છે, તેની પુંછડીના મુળની દિશામાં પાછા પગે ઝડપથી જાય છે. તેણે જવાબ આપ્યો, “તેની પુંછડી ઘર તરફ ફેરવજે.”

દ્રષ્ટાંત કથા

૧૧૩૧ તે એક વણજારાઓની વાત જેવા છે કે (તેઓ) આવી પહોંચ્યા અને એક ગામડામાં દાખલ થયા અને અમુક દરવાજો ખુલ્લો માલમ પડયો.

૧૧૩૨ (તેમનામાંના) એકે કહ્યું, આ ઘરડી ડોસીના ઘરમાં ઠંડી દરમ્યાન આપણે અહીં થોડા દિવસો માટે બોજો (ઉતારીએ).

૧૧૩૩ એક અવાજે બુમ પાડી, “નહિ. બહાર બોજો ઉતારો અને પછી અંદરના ભાગમાં આવો !”

૧૧૩૪ જે ઉતારવા જેવું હોય તે બહારની બાજુએ ઉતારો, તેની સાથે અંદર આવો નહિ. કારણ કે આ સભાગ્રહ ઉંચા દરજજાની જગ્યા છે.

૧૧૩૫ હિલાલ રૂહાની રીતે સ્વીકારાએલો અને એક પ્રકાશિત આત્માનો આદમી હતો (જો કે તે) અશ્વપાલ (હતો) અને એક મુસ્લિમ અમીરનો ગુલામ હતો.

૧૧૩૬ યુવાન તબેલામાં એક અશ્વપાલ તરીકે કામ કરતો, (પણ) (ખરેખર તો) તે બાદશાહોનો બાદશાહ અને (માત્ર) નામમાં એક ગુલામ હતો.

૧૧૩૭ અમીર તેના ગુલામની (ખરી) હાલતથી અજ્ઞાત હતો કારણ કે તેની પરખશક્તિ ન હતી પણ ઈબ્લીસ ધરાવતો હતો તેવી (સુઝ હતી).

૧૧૩૮ તેણે માટી જોઈ, પણ (તેમાં) (દટાએલો) ખજાનો જોયો નહિ, તેણે પાંચ (સમજણો) અને છ (દિશાઓ) જોઈ પણ પાંચનું મૂળ ન જોયું.

૧૧૩૯ માટીનો રંગ દ્રષ્ટિમાન છે, દીનનો પ્રકાશ સંતાએલ છે, દુનિયામાં દરેક પયગમ્બરની (હકીકત) આવી હતી.

૧૧૪૦ એક (માણસે) મિનારો જોયો, પણ તેના ઉપર પંખીનું વિરામસ્થાન ન જોયું (જો કે) મિનારાની ઉપર એક સંપૂર્ણ વિનીત બાદશાહી બાજ હતું,

૧૧૪૧ અને એક બીજા (જોનારે) એક પંખીને પોતાની પાંખો ફફડાવતું જોયું પણ પંખીની ચાંચનો વાળ જોયો નહિ.

૧૧૪૨ પણ પેલો એક જે “ખુદાના નૂર"થી જોતો હતો તે પંખી અને વાળથી સજાગ હતો.

૧૧૪૩ અને (બીજાને) કહ્યું “મહેરબાની કરી વાળ તરફ તમારી આંખ લગાડો.” જ્યાં સુધી કે તમો વાળ નહિ જુઓ ત્યાં સુધી ગાંઠ ખુલશે નહિ.

૧૧૪૪ એકે ગારામાં (માત્ર) માટીનો ઘાટ જોયો, જ્યારે બીજાએ જ્ઞાન અને કાર્યોથી વિભુશીત માટી જોઈ.

૧૧૪૫ કાયા મિનાર છે, જ્ઞાન અને (ખુદાની) તાબેદારી પંખીની માફક છે. ધારો કે ત્રણસો પંખીઓ (તેના ઉપર) વિરામ કરશે અથવા (માત્ર) તમારી ખુશી પડે તેવા બે પંખી.

૧૧૪૬ બીજો માત્ર પંખી જુએ છે. તેની આગળ અથવા પાછળ તે પંખી સિવાય બીજું કંઈ જોતો નથી.

૧૧૪૭ વાળ એ ગુપ્ત પ્રકાશ પંખીની માલીકીનો છે, જેના દ્વારા પક્ષીનો આત્મા શાશ્વત રહે છે. ટ

૧૧૪૮ પંખીનું કામ કે જેની ચાંચમાં પેલો વાળ છે તે કદી પણ બનાવટી નથી.

૧૧૪૯ તેનું જ્ઞાન આતુર રીતે પોતાના આત્મામાંથી ધસે છે, તેને (આ પંખીને) કાંઈપણ નથી કે જે (બીજા પાસેથી) ઉછીનું લીધું હોય અને કોઈનો કરજ કર્યો હોય.

આ હિલાલનું બિમાર પડવું અને તેનું બિમાર પડવું તેના શેઠથી અજાણ હોવું. કારણ કે તે તેને ધિક્કારતો હતો. અને (તેની ખરી હાલત) તે જાણતો ન હતો અને હ. મુસ્તફા (ર.સ.અ.)નું દિલ તેની બિમારીથી તેની નબળી હાલતથી જાણીતું બન્યું, અને હ. પયગમ્બર સાહેબે આ હિલાલની તપાસ આદરી અને તેમને જોવા તેઓ ગયા, તે વિષે.

૧૧૫૦ (દૈવી) ભાવીથી હિલાલ બીમાર અને નબળા બન્યા, પ્રેરણા અંગે હ. મુસ્તફા, (ર.સ.અ) તેની હાલતથી માહીતગાર બન્યા.

૧૧૫૧ તેનો શેઠ તેની બિમારીથી સજાગ ન હતો, કારણ કે તેની દ્રષ્ટિમાં તે (હિલાલ) બીન ઉપયોગી અને થોડી કીંમતનો હતો.

૧૧૫૨ (આવો) એક ભલો તબેલામાં નવ દિવસ સુધી બીમાર પડેલો હતો અને કોઈએ પણ તેના દુઃખ ઉપર દ્રષ્ટિ કરી નહિ.

૧૧૫૩ (પણ) તેઓ એક મહત્વશીલ વ્યક્તિ અને (બધી) મહત્વશીલ વ્યક્તિઓના બાદશાહ હતા, કે જેઓનું સાગરમય અંતઃકરણ દરેક જગ્યાએ પહોંચતું હતું. 

૧૧૫૪ તેમને (દેવી) પ્રેરણા આવી, ખુદાની દયાએ (હિલાલ તરફ) સહાનુભુતી બતાવી, (હ. નબી સાહેબને) કહીને, આવો આવો એક તારી ઝંખના કરતો બિમાર પડ્યો છે. 

૧૧૫૫ (આથી) હ. મુસ્તફા તે ઉમદા હિલાલને મુલાકાત દેવા ત્યાં પધાર્યા.

૧૧૫૮ (જ્યારે) પેલા (રૂહાની) સુલતાનનું આગમન પેલા અમીર શેઠને કહેવામાં આવ્યું તે કુદકો મારી ઉભો થયો. આનંદથી નાચી ઉઠયો.

૧૧૫૯ તેણે આનંદપૂર્વક પોતાના હાથોની તાળી પાડી, એમ ધારીને કે (રૂહાની) શહેનશાહ તેને કારણે આવેલ છે.

૧૧૬૦ જ્યારે અમીર ઉપલા ગ્રહમાંથી નીચે આવ્યો ત્યારે તે સખાવતમાં જે સમાચાર લાવ્યો તેને સિક્કાની લહાણી કરતો હતો.

૧૧૬૧ પછી તેણે (પયગમ્બર સાહેબની આગળ) જમીનને ચુંબન કર્યું. અને (દબદબા પુર્વક) સલામ કરી, તે ખુશીમાં તેનો પોતાનો ચહેરો ગુલાબ જેવો બનાવ્યો.

૧૧૬૨ તેણે કહ્યું “ખુદાના નામે (તેઓ દાખલ થવાથી) આ ઘરને માન અર્પણ કર્યું છે કે જેથી આ સભાગ્રહ એક બહિશ્ત બને.

૧૧૬૩ અને કે મારો મહેલ (કિર્તીમાં) બહિશ્તથી ઉંચો બને ! કહે, મેં મધ્યબીંદુ જોયું છે જેના ઉપર વખત ચક્કર ફરે છે."

૧૧૬૪ પૂજ્ય (પયગમ્બર સાહેબે) ઠપકાના રસ્તે તેને કહ્યું  “હું તમોને મળવા આવેલ નથી.”

૧૧૬૫ તેણે જવાબ આપ્યો, “મારો આત્મા તમારી માલિકીનો છે, (તમારી આગળ) મારો આત્મા તો શું ? અરે, કહો, કોના કારણે આ ફિકર છે ?”

૧૧૬૬ કે જેથી હું તે પુરૂષ કે જે તમારી પસંદગીની ફળવાડીમાં ખીલવા પડ્યો છે તેના પગની ધુળ બનું ?

૧૧૬૭ પછી તેઓએ (નબી સાહેબે) તેને કહ્યું. “ઉંચામાં ઉંચા બહિશ્તનો પેલો નવો ચાંદ (હિલાલ) ક્યાં છે ? તે ક્યાં છે કે જેની માનવતા ચંદ્રમાના કિરણોની માફક પથરાએલી છે ?

૧૧૬૮ પેલો બાદશાહ કે જેણે એક ગુલામની વેષભુષા પહેરી છે, અને જાસુસી(spying)ના કારણ માટે આ દુનિયામાં નીચે આવેલ છે.

૧૧૬૯ “એમ ન કહે, તે મારો ગુલામ અને અશ્વપાલ છે” “આ જાણી લે કે તે ખંડેરમાં (દટાએલો) ખજાનો છે.”

૧૧૭૦ અરે, મને અજાયબી થાય છે કે બીમારીથી કેવી હલકી હાલતમાં તે આવી પડેલ છે, તે બીજનો ચંદ્રમા કે જેનાથી હજારો પૂર્ણિમાના ચાંદો તેના પગની નીચે છુંદાય છે.”

૧૧૭૧ તેણે (અમીરે) કહ્યું “મને તેની બિમારીની કોઈપણ ખબર નથી, પણ કેટલાય દિવસો પર્યંતથી તે મહેલને દરવાજે નથી આવ્યો.

૧૧૭૨ તે ઘોડાઓ અને ખચ્ચરો સાથે વસે છે, તે એક અશ્વપાલ છે, અને આ તબેલો તેનું રહેઠાણ છે.

હ. મુસ્તફા (ર.સ.અ.)નું બિમાર હિલાલને જોવા અમીરના તબેલામાં જવું અને તેઓએ તેની કેવી કાળજી લીધી તે વિષે.

૧૧૭૩ હ. પયગમ્બર સાહેબ આતુરતાપૂર્વક તેને જોવા માટે તબેલામાં ગયા અને શોધવો શરૂ કર્યો.

૧૧૭૪ તબેલો, અંધારો, ગંધાતો અને ગંદો હતો (પણ) આ બધું (હિલાલના મગજમાંથી) અદ્રષ્ય થયું જ્યારે મિત્રતા આવી પહોંચી.

૧૧૭૫ ઝનુની (રૂહાની) સિંહને હ. પયગમ્બર સાહેબની સુવાસ આવી. જેવી રીતે હ. યુસુફની સુગંધને તેમના બાપા (હ. યાકુબે) જાણી હતી.

૧૧૭૬ મોજીજાઓ દીનના ઈમાનના કારણે નથી. તે સજાતીયની સુગંધ છે કે જે (તેજ જાતના) ગુણોને (પોતાની મેળે) ખેંચે છે.

૧૧૭૭ ચમત્કારો દુશ્મનને વશ કરવાના ઈરાદા માટે (કરવામાં આવે છે), સજાતીય સુગંધ (માત્ર) દિલોને જીતવા અંગે હોય છે.

૧૧૭૮ ‘એક દુશ્મનને વશ કરવામાં આવે છે, બાંધવામાં આવે છે, નહિ કે દોસ્તને, એક દોસ્તની ડોક કેમ બાંધવામા આવે ?

૧૧૭૯ તેઓ (હિલાલ) (હ. પયગમ્બર સાહેબની) સુવાસથી જાગૃત બન્યા. તેમણે (પોતાના દિલમાં) કહ્યું "એક ગંદકી ભરેલ તબેલો, અને તેમાં આવા પ્રકારની સુગંધ !"

૧૧૮૦ (પછી) ઘોડેસવારીના જનાવરોના પગોમાંથી તેમણે અપૂર્વ પયગમ્બર સાહેબનું પવિત્ર પહેરણ જોયું.

૧૧૮૧ અને તે (રૂહાની) બહાદુર તબેલાના એક ખૂણામાંથી ઘસડાતો બહાર આવ્યો અને પોતાનું માથું (હ. પયગમ્બર સાહેબના) પગ આગળ મૂક્યું.

૧૧૮૨ પછી હ. પયગમ્બર સાહેબે પોતાનો ચહેરો (હિલાલના) ચહેરા સાથે મીલાવ્યો અને તેના માથાને અને આંખોને અને ગાલો ઉપર ચુંબન કર્યું.

૧૧૮૩ તેઓ બૂમ પાડી ઉઠયા, “ઓ માલિક આ કેવું ગુપ્ત મોતી છે ? ઓ અવકાશી અજાણ્યા, તું કેમ છો ? તમોને ઠીક છે ?

૧૧૮૪ તેણે (હિલાલે) કહ્યું “એક કે જેની નિંદ્રા (દિલગીરીથી) ઉડી ગઈ છે, તે વાસ્તવમાં કેવો છે કે જ્યારે (પયગમ્બરી)નો સુર્ય તેના મોમાં આવે છે ?

૧૧૮૫ એક તરસ્યો માણસ કે જે (પોતાની તરસ ઓછી કરવા) માટી ખાય છે. (જ્યારે) (જીવનનું) જળ તેના ચહેરા ઉપર પડે છે, અને ખુશીપૂર્વક ગ્રહણ કર્યે જાય છે. 

નીચેની હદીસ ઉપર વિવરણ, હ. મુસ્તફા (૨.સ.અ.) એ સાંભળ્યુ કે હ. ઈસા (અ.સ.) પાણી ઉપર ચાલ્યા. (આપે) ફરમાવ્યું; “જો તેનું ઈમાન વધ્યું હોત, તો તેઓ હવામાં ચાલ્યા હોત”

૧૮૮૬ (તે કેવો છે) કે જેને વિશાળ નદી હ. ઈસા (અ.સ.)ની માફક પોતાના તટ ઉપર લ્યે છે. કહે છે, “જીવનના જળમાં તું ડુબવામાંથી સલામત છો !”

૧૧૮૭ હ. અહમદ (૨.સ.અ.) કહે છે, (તેનું) ઈમાન વધુ મોટું હોત તો હવા પણ તેને સલામત રીતે લઈ જાત. 

૧૧૮૮ મારી માફક કે જે મએરાજની રાત્રીના હવામાં સવાર થયો અને (ખુદાની સાથે) મિલન શોધ્યું.

૧૧૯૭ તમે મને કહો છો, (દૈવી) બક્ષિસના કારણ માટે, વજુ કર્યા વગર પાણીની ટાંકીમાં ન જતો.

૧૧૯૮ (પણ) ટાંકીની બહારની બાજુએ માટી સિવાય બીજું કશું જ નથી. ટાંકીમાં જે ઉતરતો નથી તે કોઈ ચોકખો નથી.

૧૧૯૯ જો પાણીને ચાલુ રીતે ગંદકી સ્વીકારવાની દયા ન હોય,

૧૨૦૦ તો તડપતા પ્રેમી અને તેની આશા ઉપર અફસોસ ! અરે, તેના અનંતકાળના અફસોસ માટે અફસોસ !

૧૨૦૧ (નહિ, પણ) પાણીને એકસો સદભાવો છે, કારણ કે તે ગંદાને સ્વીકારે છે (અને તેમને પવિત્ર કરે છે) (તારા ઉપર) શાંતિ હોજો !

૧૨૦૭ જ્યારે કે તું (હિલાલ) નવા ચાંદની વાર્તાનો ભાગ લખ્યો છે, તેમ હવે પશ્વિમના ચાંદની વાર્તાના શબ્દો પણ લખ.

૧૨૦૮ બીજનો ચાંદ (મુરીદ) અને પૂર્ણિમાનો ચાંદ (મુરશીદ) બને છે. એક જ છે તેઓ દ્વૈતપણાથી અને અપૂર્ણતા અને બગાડથી દુર દુર છે.

૧૨૦૯ ને ચાંદ આંતરિક રીતે અપૂર્ણતાથી પર છે, તેની દેખાતી અપૂર્ણતાનું કારણ તેનું ક્રમસર વધવું છે.

૧૨૧૦ રાત્રીમાં તે ક્રમિકતાનો એક પાઠ તેને આપે છે અને ઉંડા મનનથી તે (પોતા માટે) આરામ પેદા કરે છે.

૧૨૧૧ તે ઉંડા ચિંતનથી કહે છે “ઓ ઉતાવળા મુર્ખ. (માત્ર) પગથીયે પગથીએ જ એક છાપરા ઉપર ચડી શકાય છે.

૧૨૧૨ પકાવવાનો ઘડો ક્રમસર ઉકળવા દયો, જેમ એક કુશળ રસોયો કરે છે, ખૂબજ ઉતાવળે પકાવેલું માંસ કાંઈ ઉપયોગનું નથી.

૧૨૧૩ શું ખુદા એક પળમાં આસમાન પેદા કરવા “થા' શબ્દ કહીને શક્તિમાન નહોતા ? કાંઈપણ શંકા વગર (તે હતો જ.)

૧૨૧૪ તો પછી, ઓ રાહનુમાઈ શોધનાર, શા માટે તેણે છ દિવસનો વખત, દરેક દિવસ એક હજાર વર્ષો જેવો, વધાર્યો ?

૧૨૧૫ શા માટે એક બચ્ચાંનું સંપૂર્ણ પેદા થવું નવ મહીનાનું છે ? કારણ કે પેલા બાદશાહનું લાક્ષણીક કાર્ય ક્રમે ક્રમે કરવાનું છે.

૧૨૧૬ શા માટે હ. આદમના પેદા કરવામાં લીધેલ વખત ચાલીસ સવાર (દિવસોનો હતો) (કારણ કે) તે (ખુદા) પેલી માટીને ક્રમેક્રમે (સંપૂર્ણતામાં) વધારતો હતો.

૧૨૧૮ તમો એક તુંબડાના વેલાની માફક બધાથી મથાળે દોડયા છો, (પણ) તમને ટેકો આપવા રૂહાનીયત લડાઈ અને ઘર્ષણ ક્યાં છે ?

૧૨૧૯ તમોએ ઝાડો અને દિવાલો ઉપર મધ માટે આધાર રાખ્યો છે. ઓ નાના તાલકાવાળા, તમો એક કોળાની માફક ઉપર ચડી ગયા છો.

૧૨૨૦ જો કે શરૂઆતમાં તમો એક ઉંચા સાઈપ્રસ ઉપર ચડી બેઠા છો છતાં અંતે તમો સુકેલા અને ગર્ભ વગરના ખાલી છો.

૧૨૨૧ ઓ કોળા, તમારો લીલો (તાજો) રંગ તરત પીળાશમાં ફેરવાઈ જશે. તે ઉધાર લીધેલો છે તે કાંઈ અસલ નથી.

યા અલી મદદ