Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૨

વાર્તા - ૨

0:000:00

૬૪૨ નકારાત્મક છોડી દે અને ખરી હસ્તિની ભક્તિ કર. ઓ બાપ, આ મસ્ત તુર્ક પાસેથી આ શીખ.

સવારમાં પીવાના સમયે એક પીધેલ તર્કીશ અમીરનું એક કવિને તેડાવવું અને હદીસ ઉપરનું એક વિવરણઃ “ખરેખર, સર્વશક્તિમાન ખુદા પાસે શરાબ છે કે જેણે પોતાના દોસ્તો માટે તૈયાર કરેલ છે. જ્યારે તેઓ તેને પીએ છે ત્યારે તેઓ નશાબાજ બને છે અને જ્યારે તેઓ મદમસ્ત બને છે ત્યારે તેઓને પવિત્ર કરવામાં આવે છે !” હદીસના અંતમાં “શરાબ ગુઢાર્થની બરણીઓમાં ઉકળે છે, એટલા માટે કે હરકોઇ ખુદીમાંથી છુટો બનેલ છે. પેલી મદિરા ભલે પીએ.” કિંતીવંત ખુદાએ કહ્યું છે, “અરે, સાચાઓ પીશે” આ શરાબ કે તું પીએ છે તેની મનાઈ કરવામાં આવી છે, અમે હલાલ શરાબ સિવાય પીતા નથી. ખુદાના નહિવતપણામાંથી (ખરેખર) હસ્તિવાળો બન અને ખુદાના શરાબથી કેફી બન.

૬૪૩ એક બર્બરીયન તુર્ક પ્હોં ફાટતા પોતાની સમજમાં આવ્યો અને શરાબે ઉપજાવેલ ગળાની બિમારી (સહન કરતાં) કવીની ઈચ્છા થઈ.

૬૪૪ રૂહાની કવી પેલા (ખુદાથી) મદમસ્ત થએલાઓના દિલી દોસ્ત છે તે પીધેલાની સ્વાદિષ્ટ મિઠાઈ અને ખોરાક અને શક્તિ છે.

૬૪૫ કવી તેમને નશા તરફ દોરે છે, પછી ફરીવાર, તે (નશાબાજ) કવીની કવિતામાંથી નશાનો ઘુંટ ભરે છે.

૬૪ પેલો (આત્મજ્ઞાની) ખુદાની મદિરા પેલા (રૂહાની) કવીના, કારણે લાવે છે, જ્યારે આ એક આ કવિમાંથી શારીરિક શરાબ ચુસે છે.

૬૪૭ જો કે વિવરણમાં બન્ને કવીઓનું એક જ નામ છે, છતાં આ હસન અને પેલા હસન વચ્ચે ઘણો મોટો તફાવત છે.

૬૪૮ ખુલાસાવાર જાહેરાતમાં મૌલિક મળતાપણું છે, પણ આસમાન અને એક દોરડાને (ખરો) સંબંધ શું હોય ?

૬૪૯ (કેટલાય અર્થોમાં) એક શબ્દનો ભાગ લેવો હંમેશાં (સમજણ તરફ) રસ્તાને લુંટનાર અશ્રદ્ધાળુનો સાચા ઈમાનદાર સાથે ભાગ લેવો એ (માત્ર) કાયામાં જઈ,

૬૫૦ કાયાઓ ઢાંકણાઓ સાથેના ઘડા જેવી છે. દરેક ઘડામાં શું છે, તેમાં નજર કર અને જો.

૬૫૧ પેલી કાયાનો ઘડો જીવનના જળથી ભરેલો છે. કાયાનો આ ઘડો મૃત્યુના ઝેરથી ભરેલ છે.

૬૫૨ જો તમારી આંખ તેની સામગ્રી ઉપર લગાડશો તો તમો એક રૂહાની રાજા છો, પણ જો તમો તેનું વાસણ નિરખશો તો તમો ઉંધા રસ્તાએ દોરવાએલા છો.

૬૫૩ જાણ કે શબ્દો આ કાયાને મળતા આવે છે અને કે તેઓનો આંતરિક અર્થ આત્માને મળતો છે.

૬૫૪ શારિરીક આંખ હંમેશાં શરીરને જુએ છે. આધ્યાત્મિક આંખ કાયામાં આત્મા જુએ છે.

૬૫૫ મશનવીમાં વપરાએલા ઉદ્ગારોની ઢબથી દેખાવ પુરતો માણસ તેથી ઉંધે રસ્તે દોરવાય છે, જ્યારે તેઓ સાચા ઈન્સાનને દોરવણી આપે છે.

૬૫૬ તેણે (ખુદાએ) કુરાનમાં કહ્યું છે;  “આ કુરાન પોતાના ખરા દિલથી કેટલાકને સીધે રસ્તે દોરવે છે અને કેટલાકને ઉંધે રસ્તે (દોરવે છે).

૬૫૭ ખુદા, ખુદા ! જ્યારે આત્મજ્ઞાની ‘મદીરા' વિષે બોલે છે, આત્મજ્ઞાનીની આંખોમાં પાર્થીવ રીતે 'શૂન્ય' એ એક પાર્થીવ વસ્તુ બને !

૬૫૮ જ્યારે કે તમારી સમજણ (માત્ર) શેતાનના શરાબની છે, ત્યારે તમને દયાળુ (ખુદા)ની મદિરાનો કાંઈ ખ્યાલ ક્યાંથી હોય ?

૬૫૯ એ જોડકું, કવી અને મદિરા ભાગીદારો છે, આ એક જલ્દીથી પેલા તરફ દોરે છે અને પેલું એક આને દોરે છે.

૬૬૦ જેઓ ગળાડુબ ખોરાકથી પોષાયા છે, પેલા કવીઓ તેઓને દારૂના પીઠા તરફ લાવે છે.

૬૬૧ પેલો એક (કવી) (પ્રેમીના) શિક્ષણની શરૂઆત છે, અને આ પીઠું (તેનો) અંત છે, જે (પ્રેમી) ખુદ તેના પોલો બેટના એક દડા જેવો છે.

૬૬૨ કાન તે બાજુ ઢળે છે કે જે મસ્તકમાં છે. પ્રેમી તેના આવેશને પ્રજલિત રાખતાં ગીતો સિવાય બીજું કંઈ સાંભળશે નહીં.

૬૬૩ ત્યારબાદ આ બન્ને (કવી અને પ્રેમી) બેખુદીમાં જાય છે, ત્યાં જન્મ આપનાર અને જન્મેલું એક થઈ જાય છે. 

૬૬૪ જ્યારે આનંદ અને દિલગીરી એક થાય છે, આપણો તૂર્ક કવીઓને જાગૃત કરે છે. 

૬૬૫ કવીએ એક ઉંઘરેટું પદ (ગાવું) શરૂ કર્યું. ઓ તું કે જેને હું જોતો નથી, મને એક પ્યાલો આપ.

૬૬૬ તું મારો ચહેરો છો, હું જોતો નથી તે કાંઈ નવાઈ નથી. અત્યંત નિકટતા એ ગુઢાર્થી પડદો છે.

૬૬૭ તુંજ મારી સમજણ છો, હું તને જોતો નથી તેમાં કાંઈ નવાઈ નથી. (વિચારની) જટીલ ગુંચવણોની રેલમછેલના કારણે હું (તને જોતો નથી).

૬૬૮ તું મારી ગરદનની ધોરી નસથી વધુ નજીક આવ્યો છે. હું કેટલો લાંબો વખત ઓહ કહીશ ? 'ઓહ’ તેને બોલાવવા માટે છે કે જે દુર છે.

૬૬૯ ના, પણ જ્યારે હું રણમાં પોકાર કરું છું ત્યારે હું તેની સાથે ભળી જાઉં છું, જેથી હું મારી બાજુમાં રહેલાને મારા ઈર્ષ્યા કરનારાઓથી છુપાવી શકું. 

કવિ કે જેણે ટર્કીશ અમીરના સમારંભમાં આ પદ ગાવું શરૂ કર્યું. “તું એક ગુલાબ છે કે કમળ અથવા શરુનું ઝાડ અથવા એક માણસ હું જાણતો નથી” “તું આ નશાબાજ કે જેણે પોતાનું દિલ ગુમાવ્યું છે તેની પાસેથી શાની ઈચ્છા ધરાવે છે ? હું જાણતો નથી અને તુર્કનું તેને બૂમ પાડી કહેવું, તું જે જાણે છે તે જ કહે, અને કવિનો અમીરને જવાબ આપવો.

૭૦૩ પીધેલ તુર્કની હાજરીમાં કવિએ મધુર સંગીતના પડદા નીચે અલસ્તના ગુઢાર્થો (નું ગીત) શરૂ કર્યું.

૭૦૪ હું જાણતો નથી કે તું એક ચંદ્રમા છો અથવા એક મૂર્તિ છેા, તારી શાની ઈચ્છા છે તે હું જાણતો નથી.

૭૦૫ હું તારી કેવી ખિદમત કરી શકું તે હું જાણતો નથી, મારે ચુપ રહેવું જોઈએ કે શબ્દોમાં તને ઉચ્ચારવો જોઈએ તે (હું જાણતો નથી).

૭૦૬ તે અદભુત છે કે તું મારાથી જુદો નથી (અને છતાં) હું ક્યાં છું અને તું ક્યાં (છો) તે હું જાણતો નથી.

૭૦૭ તું મને કેમ ખેંચે છે તે હું જાણતો નથી. તું કોઈવાર મને દિલમાં અને ક્યારેક લોહીમાં ખેંચે છે.

૭૦૮ આવી રીતમાં તેણે (માત્ર) એટલું જ કહેવા હોઠ ખોલ્યા કર્યા “હું જાણતો નથી” તેણે “હું જાણતો નથી, હું જાણતો નથી” નો સુર બનાવ્યો.

૭૦૯ જ્યારે "હું જાણતો નથી" હદ વટાવી ગયું. આપણો તુર્ક અચંબો પામ્યો અને તેનું દિલ આ સાદા ગીતથી કંટાળ્યું.

૭૧૦ તુર્ક ઊભો થયો અને તેજ જગ્યાએ કવિના માથા ઉપર લોઢાનો સળીઓ ફટકારવા લઈ આવ્યો.

૭૧૧ (પણ) એક અમલદારે તેના હાથમાંનો સળીયો પકડી લીધો, કહે, “નહિ, નહિ, આ પળે કવિને મારી નાખવો એ દુષ્ટતા છે.”

૭૧૨ તેણે (તુર્કે) જવાબ આપ્યો, આ અગણિત અને અંત વગરના ફરી ફરી ઉચ્ચારણે મારી પ્રકૃતિ બગાડી નાખી છે, હું તેનું માથું ભાંગીશ.

૭૧૩ ઓ છિનાળ સ્ત્રીના પતિ (જે) તું જાણતો નથી તો અક્કલ વગરની વાત ન કર. અને જે તું જાણતો હો તે મુદ્દા ઉપર ગાયન ગા.

૭૧૪ ઓ બેગાના મુર્ખ, તું જે જાણે છે તે જ કહે, હું જાણતો નથી, ફરી ફરી (ચાલું બોલ્યા ન કર).

૭૧૫ (ધારો કે) હું પૂછું. “ઓહ ઢોંગી તું ક્યાંથી આવે છે ?” તમે કહેશો, બલ્ખમાંથી નહિ, હિરાતમાંથી નહિ.

૭૧૬ બગદાદમાંથી નહિ અને મોસલમાંથી નહિ અને તબ્રીઝમાંથી નહિ, તમે નહિ, નહિ, કહેવામાં એક લાંબી મુસાફરી ખેંચશો.

૭૧૭ આટલું જ કહી દો કે તમો ક્યાંથી આવો છો અને (લંબાણ ચર્ચામાંથી) હટી જાઓ. આવા કિસ્સામાં કહેવાના મુદ્દાને લંબાણપૂર્વક કહેવું તે મુર્ખતા છે.

૭૧૮ અથવા (ધારી લ્યો કે) મેં પૂછ્યું, “નાસ્તામાં તમને શું મળ્યું ? તમે કહેશો, શરાબ અથવા ભુંજેલું ગોસ નહિ.

૭૧૯ ‘મિસકાકી' નહિ, તળેલા પાંઉ નહિ અને મસુર નહિ, તમે શું ખાધું તે જ કહે, માત્ર તે જ અને વધુ કાંઈ નહિ.”

૭૨૦ શા માટે આવી લાંબી મિથ્યા ચર્ચા ? કવિએ કહ્યું “કારણ કે મારો મુદ્દો ચિંતનપ્રધાન છે.

૭૨૧ (બીજું બધું) તમો નામુકર જાઓ તે પહેલાં (ખુદાની) કબૂલાત મંજૂર કરવી (તમે) ટાળો છો, મેં (બધું) અસ્વીકાર્યું એટલા માટે કે તમે કબૂલાતની એકાદ સુગંધ મેળવો.

૭૨૨ મેં નકારાત્મકની ઢબ ગાઈ, જ્યારે તમો મરી જશો ત્યારે મૃત્યુ ગુઢાર્થ જાહેર કરશે.

હ, પયગમ્બર સાહેબની હદીસ ઉપર વિવરણ, મૃત્યુ પહેલા તમે મરી જાઓ: “ઓ દોસ્તો જો તમો જીવનની ઈચ્છા ધરાવતા હો તો તમારા મૃત્યુ પહેલા મરી જાઓ” કારણ તે આમ મરણ પામતા તેઓ હ. ઈદ્રિસ (અ.સ.) જીવંત દશામાં બહિશ્તના નિવાસી બન્યા હતા.

૭૨૩ તમે ઘણી માનસિક વેદના સહન કરી છે. પણ (હજી) તમે પડદામાં છો કારણ કે (ખુદીમાં) મરણ પામવું એ પાયાનો સિદ્ધાંત હતો અને તમોએ તે પૂરો કર્યો નથી.

૭ર૪ તમારી માનસિક પીડા તમો મરી જશો ત્યાં સુધી પૂરી નહિ થાય. દાદરો પૂરો કર્યા સિવાય તમે મથાળે પહોંચી શકશો નહિ.

૭૨૫ જ્યારે એકસોમાં બે પગથીઆ બાકી છે, ત્યારે ચડનારને છાપરા ઉપર ચડવાની મનાઈ કરવામાં આવશે.

૭૨૬ જ્યારે દોરડું એકસો વારમાં એક વાર ઘટે છે, તો પછી કુવામાંનું પાણી ડોલમાં કેમ જશે ?

૭૨૭ ઓ અમીર, આ (ખુદાનું) વહાણ ભાંગી ગયાનો તું અનુભવ કરી શકીશ નહિ, કે જ્યાં સુધી તેમાં છેલ્લો મણ (વજન) મુકીશ.

૭૨૮ જાણ કે છેલ્લો મણ (વજન) એ પાયાનો જ છે, કારણ કે તે (ચમકારા) મારતા તારા જેવો છે કે જે રાત્રીના ઉગે છે, તે હલકા સૂચનો અને પાપના પહાડને ડુબાડી દેશે.

૭૨૯ ખુદીનું વહાણ જ્યારે સંપૂર્ણ રીતે ભાંગી જાય છે ત્યારે નીલવર્ણી અવકાશમાં સૂર્ય જેવું બને છે.

૭૩૦ જેમ કે જો તમો (ખુદીમાં) મર્યા નથી તો તમારી માનસિક મુંઝવણ વધવામાં છે, ઓ ખુબસુરત, પ્હોં ફાટતા બુઝાઈ ગએલો બનજે !

૭૩૧ જાણ કે જ્યાં સુધી આપણા તારાઓ સંતાએલા ન બને, ત્યાં સુધી દુનિયાનો સુરજ સંતાએલ રહે છે.

૭૩૨ તારા પોતાની વિરૂદ્ધ છડીને ધારણ કર, અહંમના કટકે કટકા કર. કારણ કે કાયાની આંખ એ કાન માટે (રૂહાની દરજ્જે ચડવામાં) અડચણ છે.

૭૩૩ ઓ દુષ્ટ ઈન્સાન, તું પોતે પોતાના વિરૂધ્ધ ગદા ઝીંકે છે, ઓ અહમ મારા કૃત્યો (ની આરસી)માં તારૂં પોતાનું જ પ્રતિબિંબ છે.

૭૩૪ મારા રૂપની આરસીમાં તમોએ તમારું પોતાનું પ્રતિબિંબ જોયું છે અને તારા પોતાથી લડવા ગરમીમાં જાગૃત થયો.

૭૩૫ સિંહની માફક કે જે કુવામાં નીચે ગયો (કારણ કે) તેણે કલ્પના કરી કે પોતાનું પ્રતિબિંબ તેનું દુશ્મન હતું !

૭૩૬ કાંઈ પણ શંકા વગર નકાર (નહિવત) એ (સત્ય) હકીકતનું વિરોધી છે. (અને આ) એટલા માટે કે એક વિરૂધ્ધાઈના કારણે બીજા વિરોધીનું કાંઈક જ્ઞાન તમે મેળવો.

૭૩૮ ઓ તું કે જે ઈમાન ધરાવે છે. (જો) તમને પેલી (વાસ્તવિકતા) પડદા વગરની જોઈતી હોય, તો મૃત્યુ પસંદ કરો અને પડદો ચીરી નાખો.

૭૩૯ એવું મોત નહિ કે તમે કબરમાં જુઓ (૫ણ) (રૂહાનીયત) પરિવર્તન ધરાવતું એક મોત, કે જેથી તમો “નૂર”માં જોશો.

૭૪૨ જેથી હ. મુસ્તફા (૨. સ.અ.) એ કહ્યું, “ઓ ગુઢાર્થોના શોધનાર. (જો) તમો એક મરેલા માણસને જીવતો જોવાની ઈચ્છા કરો તો,

૭૪૩ જીવતા માણસની માફક જમીન પર ચાલતો અને તેનો આત્મા આસપાસ આસમાન તરફ ગયો તેનો અનુભવ કરો.

૭૪૪ (એક) કે જેના આત્માને રહેવાની જગ્યા આ પળે ઉંચે છે, (તેથી) જો તે મરણ પામે તો તેના આત્માને સદેહ સ્વર્ગે લઈ જવાયો નથી.

૭૪૫ કારણ કે તેને મૃત્યુ પહેલાં સ્વર્ગે લઈ જવાયો છે, આ (ગુઢાર્થ) (માત્ર) મરણ પામવાથી સમજાય છે, નહિ કે (કોઈ બીજાની) સમજશક્તિ (વાપરવાથી).

૭૪૭ દુનિયા ઉપર આમ દ્રષ્યમાન રીતે મરેલાને ચાલતો જો કોઈ જોવા ઈચ્છે તો, જો.

૭૫૦ મોહમ્મદને, પછી અહીં અને અત્યારે સો (આધ્યાત્મિક) પુનર્જીવન હતા, કારણ કે તે (ક્ષણિક) બંધનમાંથી મૃત્યુ પામવામાં ઓગળી ગયા હતા.

૭૫૧ હ. આહમદ (૨. સ. અ.) આ દુનિયામાં બે વાર જન્મ્યા છે, તેઓ જાહેરી રીતે એક સો પુર્નજીવન હતા.

૭૫૨ કોઈ તે પુનર્જીવનને લગતું તેમને પૂછતા તો તેઓ કહેતા, એક (તું કે જે) પુર્નજીવન છે. પુનર્જીવન તરફ રસ્તો કેટલો લાંબો છે ?

૭૫૩ અને વારંવાર તેઓ પોતાની આંતરિક હાલતની જીભથી કહેતા. “શું કોઈપણ મને પુનર્જીવન સંબંધીત, પુનર્જીવન શું છે તે મને પૂછશે ?”

૭૫૪ એટલે કે સારા સમાચારના સંદેશકે કહ્યું “પ્રતિક રૂપે (બોલતા) ઓ અમીરો, મર્યા પહેલાં મરી જાઓ."

૭૫૫ હું પણ મૃત્યુ પહેલાં મરી ગયો છું અને પેલી પારથી આ કિર્તી અને પ્રખ્યાતી લાવેલો છું.

૭૫૬ તું પણ પછી, (રૂહાનીયત) પુનર્જીવન બન અને (આથી) પુનર્જીવનનો (અનુભવ), આમ કાંઈપણ ખરી પ્રકૃતિ જોવા માટે જરૂરી સરત છે.

૭૫૭ જ્યાં સુધી તું તે બનતો નથી ત્યાં સુધી તું સંપૂર્ણ રીતે તે પ્રકાશ છે, કે અંધારું છે તે તું જાણતો નથી.

૭૫૮ જો (તું) સમજશક્તિ બને તો તું સમજ શક્તિ સંપૂર્ણપણે જાણીશ. તો તું પ્રેમની (જલતી) વાટ જાણીશ.

૭૬૯ તેથી નમ્ર યાચના કરતો રહે, જીવનના (રસ્તાઓના) માર્ગદર્શક, હું સ્વતંત્ર હતો, (અને હવે) હું સંબંધમાં પડ્યો છું. આનું કારણ શું છે ?

લોભીષ્ઠ ઈન્સાન કે જે ખુદાની બધી રહેમતો અને તેની દયાના (અનંત) ભંડારો જોતો નથી, એક કીડી એક માત્ર ઘઉંના દાણાને અનાજના ભંડારમાંથી લઈ જવા સખત કોશીષ કરે છે અને સખત ગભરાટમાં અને ધ્રુજતી અને ઝડપથી તેને ખેંચી જતી દાણાના ભંડારની જમીન ઉપર પડેલા જથ્થાથી બેધ્યાન જતી હોય છે, તેની સરખામણી.

૮૦૬ એક કીડી (ઘઉંના) એક દાણા માટે ધ્રુજે છે કારણ કે દાણાથી, ભરપુર જમીનથી તે આંધળી છે.

૮૦૭ તે એક દાણાને કંજુસાઈ અને બીકની મારી ખેંચી જાય છે, કારણ કે તે ફોતરા કાઢેલા ઘઉંનો એક મોટો જથ્થો (ત્યાં છે) તે જોતી નથી.

૮૦૮ અનાજ મસળવાની જગ્યાનો માલિક (કીડીને) કહે છે, એઈ, તું કે જે તારા અંધાપામાં કાંઈ કહેતાં કાંઈ જોતી નથી,

૮૦૯ મારા ભંડારમાંની માલિકીમાં તે (એક જ દાણાને) તેં નિહાળ્યો છે કે જેથી તું પેલા એક માત્ર દાણાને તારી બધી શક્તિથી વળગી રહી છો ! 

૮૧૦ ઓ તું કે જે રૂપમાં એક રજકણ જેવો (નજીવો) છો, શનિના ગ્રહ તરફ જો. તું એક લુલી કીડી છો. જા, (ઝમાનાના) 'સુલેમાન' તરફ જો.

૮૧૧ તું આ કાયા નથી. તું પેલી (રૂહાની) આંખ છો. જો તું આત્માને જોયો છે, તો તમે કાયામાંથી મુક્ત બનાવાયા છો.

૮૧૯ આ દ્વૈતપણું આંખ કે જે બેવડું જુએ છે તેની લાક્ષણિકતા છે, પણ (વાસ્તવિક રીતે) પહેલો તે છેલ્લો છે અને છેલ્લો તે પહેલો છે.

૮૨૦ સાંભળ, શાના કારણે આ (તેને) જાણીતું બનાવાયું છે ? (રૂહાની) પુનર્જીવનના કારણે. (તે) પુનર્જીવનના સંબંધમાં વાદવિવાદ ન કર,

૮૨૧ પુનર્જીવનના દિવસના (અનુભવની) જરૂરી સરત પહેલાં મરી જવું છે, કારણ કે 'બાપ' (પુનર્જીવન) શબ્દ અર્થ દર્શાવે છે. “મૃત્યુમાંથી નવજીવનમાં ઉભા થવું.”

૮૨૩ આપણે (સાચું) જ્ઞાન ક્યાંથી શોધીશું ? (આપણું જુઠું) જ્ઞાન તજી દેવામાંથી. આપણે સાચી શાંતી ક્યાંથી શોધીશું ? આપણા (દુષ્ટ મનથી) શાંતી તજી દેવામાંથી.

૮૨૪ આપણે (સાચું) અસ્તિત્વ ક્યાંથી શોધીશું ? (ભ્રામક) અસ્તિત્વને ત્યજી દેવામાંથી (સત્ય)નું મુળ આપણે ક્યાંથી શોધીશું ? (નિશ્ચિત કથન અને સ્વાર્થીપણાનો) હાથ તજી દેવામાંથી.

૮૨૫ ઓ સૌથી મોટા મદદગાર, આંખ કે જેને તું ખરેખરા અસ્તિત્વને નિહાળતી બનાવી શકે છે.

૮૨૬ આંખ કે જે શુન્યમાંથી ઉત્પન્ન થઈ તેણે (ખરી) હસ્તિના સત્વને સંપૂર્ણપણે ‘લા' નિહાળ્યું.

૮૨૭ (પણ) જો (તારી) બે આંખો બદલાવાઈ અને પ્રકાશીત કરવામાં આવી તો આ સારી હાલતથી તું દુનિયાની બધી ચીજો નજીવી જોઈશ.

૮૨૮ આ વાસ્તવિકતાઓ (અહીં) અપૂર્ણપણે બતાવવામાં આવી છે કારણ કે સ્પષ્ટ અર્થની તેઓની આ કાયાથી (અજ્ઞાનોથી) ગુપ્ત રાખવામાં આવી છે.

મધ્યરાત્રીએ અમુક મહેલના દરવાજે સહુર માટે એક માણસ ઢોલ પીટતો હતો. એક પાડોશીએ તેને કહ્યું શા માટે અત્યારે મધ્યરાત્રી છે, હજુ પ્રભાત થયું નથી અને સાથે સાથે આ મહેલમાં કોઈપણ નથી તો પછી કોના ખાતર તું ઢોલ પીટે છે અને કવિના જવાબની કહાણી.

૮૪૬ અમુક માણસ અમુક દરવાજે સહુરની જાહેરાત કરવા ઢોલ પીટતો હતો તે એક કચેરીનું ઘર અને એક અમીરની મહેલાત હતી.

૮૪૭ (જ્યારે) તે મધ્યરાત્રીએ બેફામપણે તેનો ઢોલ પીટતો હતો, કોઈએ તેને કહ્યું “ઓ તું કે જે મદદ (માગવાનું) શોધી કાઢો છો.

૮૪૮ પહેલું તો, પ્હોં ફાટતી વખતે 'સહુર' માટે બોલાવ, આ મધ્યરાત્રી ગરબડ (કરવાનો) વખત નથી.

૮૪૯ અને બીજું, ઓ વૃથા ઉમેદના આદમી, જરા નજર કર કે હકીકતમાં મધ્યરાત્રીએ આ ઘરમાં કોઈ છે કે નહિ.

૮૫૦ અહીં શેતાનો અને આત્માઓ સિવાય બીજું કોઈ જ નથી. માટે તું તારો વખત નકામો ગુમાવે છે ?

૮૫૧ તું એક કાનના કારણ માટે તારૂં ડફ વગાડે છે, કાન ક્યાં છે ? (તારો ઈરાદો) જાણવાની જરૂરત છે સમજણ ક્યાં છે ?

૮૫૨ તેણે જવાબ આપ્યો, તમે (તમારૂં કહેવાનું) કહ્યું છે (હવે) તમારા (નમ્ર) સેવક પાસેથી જવાબ સાંભળો કે જેથી તમો આવેશ અને મુંઝવણમાં ન રહો.

૮૫૩ અલબત મારા અભિપ્રાયમાં આ પળ મધ્યરાત્રી નથી, પણ મારા દ્રષ્ટિબિંદુમાં ખુશીનું પરોઢ હાથવેંતમાં ફેરવાઈ ગયું છે.

૮૫૪ મારી દ્રષ્ટિમાં દરેક હાર, જીતમાં ફેરવાઈ ગઈ છે. મારી આંખોમાં બધી રાત્રીઓ દિવસમાં ફેરવાઈ ગઈ છે.

૮૫૫ તમને નાઈલ નદીનું પાણી લોહી દેખાય છે. મને તે લોહી નથી, ઓ અમીર તે પાણી છે.

૮૫૬ તમારી દ્રષ્ટિમાં પેલી (વસ્તું) લોઢું અથવા આરસ છે, (પણ) પયગમ્બર હ. દાઉદ (અ.સ.) માટે તે મીણ જેવું નરમ અને કહ્યાગરૂં છે.

૮૫૭ તમારે માટે પર્વત ખૂબ જ ભારે, નક્કર અને નિર્જીવ છે. (પણ) હ. દાઉદને માટે સંપૂર્ણ સંગીતકાર છે.

૮૫૮ તમને કાંકરા મુંગા છે, હ. અહમદ (ર.સ.અ.)ને તે છટાદાર અને (ખુદાને) આજીજી કરતા બને છે.

૮૫૯ તમને મસ્જિદનો થાંભલો એક નિર્જીવ ચીજ લાગે છે, હ. અહમદ (૨.સ.અ.)ને તે એક પ્રેમી જેવો છે કે જેણે દિલ ગુમાવ્યું છે.

૮૬૦ ગીધને દુનિયાની બધી ચીજો મરેલી દેખાય છે, પણ ખુદાની સમક્ષ તેઓ જ્ઞાનથી સભર અને (તેના હુકમની) તાબેદાર છે.

૮૬૧ જેમ તમારા કહેવા મુજબ આ ઘર અને મહેલમાં કોઈ નથી, તું શા માટે ઢોલ પીટે છે ?

૮૬૨ (હું જવાબ આપું છું કે) આ (મુસલમાનો) ખુદાને ખાતર (મોટી) રકમોનું સોનું આપે છે, પવિત્ર સંસ્થાઓ અને મસ્જિદોના પાયા નાખવાની ખાતર (આપે છે).

૮૬૩ અને મદહોશ પ્રેમીઓની માફક, ઘણી ખુશીથી પોતાની માલ-મિલ્કત અને કાયાઓની, દુરની યાત્રા (હજ) કરવાના રસ્તામાં આહુતી આપે છે.

૮૬૪ તે કે જે “ખુદાના નૂર”થી પ્રકાશિત બનેલ છે તે પ્રિતમનું ઘર (દિલ) (તેનાથી) ભરપુર બનેલું નિહાળે છે.

૮૬૫ તેઓ કદી એમ કહે છે “ઘર (કાબા) ખાલી છે ?” નહિ, (તેઓ જાણે છે કે ઘર (કાબાનો) માલિક એ 'આત્મા' અદ્રશ્ય છે.

૮૬૬ તેઓ કે જેઓ અંત જુએ છે તેમની આંખમાં ઘણાએક મહેલો ટોળાંથી ભરેલા છે અને (લોકોની) મેદની ખાલી છે.

૯૬૭ તને જેની ઈચ્છા હોય તેને (રૂહાનીયત) કાબામાં શોધ, કે તે જલ્દીથી તમારા ચહેરા સમક્ષ દ્રષ્ટિમાં આવે છે.

૯૬૮ (સંપૂર્ણ માનવ, ઈમામે ઝમાન)નું રૂપ કે જે પ્રભાવશાળી અને ઉત્તમ છે. તે કદીપણ ખુદાના ઘરમાંથી ગેરહાજર બને ?

૮૬૯ તે (ત્યાં) (હંમેશાં) તેઓના અવરોધથી સ્વતંત્ર હાજર છે, (જ્યારે) બાકીની માણસજાત તેઓના (પ્રસંગોપાત) જરૂરિયાતના કારણે ત્યાં છે.

૮૭૦ શું તેઓ (યાત્રીઓ) કદી એમ કહે છે. “કાંઈ પણ જવાબ મળવા વગર અમે ‘લબ્બેક’ કહીએ છીએ, વિનંતી કરૂં છું કે (આમ) શા માટે છે ?

૯૭૧ નહિ, દૈવી આશીર્વાદ કે જે “લબ્બેકની તેઓની બુમનું કારણ છે, (સત્ય કહેતા) દરેક પળે (ખુદા)માંથી આવતો એક જવાબ છે.

૯૭૨ હું સુગંધ ઉપરથી જાણું છું કે આ હવેલી અને મહેલ આત્માનો ભોજન સમારંભ છે, અને તેની ધુળ એક કિમીઓ છે.

૯૭૩ હું મારું જસત તેના કિમીયા સાથે રૂહાનીયત પ્રકૃતિ બદલાવવા અથડાવીશ.

૮૭૪ કે આ રીતમાં (મારૂં) “સહુર” અવાજ વગાડતા (દૈવી દયાનો) સમુદ્ર તેઓને મોતીયો વેરવા અને તેમની દયા ઉતરવા ઉછળે.

૮૭૫ માણસો પોતાની જિંદગી રણમેદાનના મોરચે પેદા કરનારની ખાતર લડાઈમાં ભયમાં મુકે છે, 

૮૭૬ એક તકલીફમાં હ. અયૂબ માફક, બીજો ધીરજમાં હ. યાકુબ (અ.સ.)ની માફક,

૮૭૭ લાખો લોકો, તરસ્યા અને દુઃખી (તેને ખુશ કરવાની ઈચ્છામાં) ખુદાની ખાતર સખત વેઠ કરે છે.

૮૭૮ હું પણ, દયાળુ માલિકના ખાતર અને તેની ઉમેદમાં આ દરવાજે “સહુર' કહેવા ઢોલ પીટું છું.

૮૭૯ (જો) તમને એક ઘરાક કે જેની પાસેથી તમો સોનું મેળવો તે જોઈએ છે તો ઓ મારા દિલ, અહીં ખુદા સિવાય બીજો વધુ સારો ઘરાક કોણ હોય ?

૮૮૦ તે તમારા માલના જથ્થામાંથી એક મેલી કોથળી ખરીદે છે (બદલામાં) તમને એક આંતરિક પ્રકાશ આપે છે જે (પોતાની પાસેથી તેનો વૈભવ) ઉધાર લે છે.

૮૮૧ તે આ નાશવંત કાયાને (પીગળતો) બરફ લે છે અને આપણી કલ્પનાથી પર એવી એક બાદશાહી આપે છે.

૮૮૨ તે એક થોડા આસુનાં ટીપાંઓ સ્વીકારે છે અને એક ‘કવસર” (એવી સ્વાદિષ્ટ) કે સાકર (તેના મીઠાપણાથી) અદેખાઈ કરે તે અર્પે છે.

૮૮૩ “તું મનની મુંઝવણ અને બાષ્પીય ધુમાડા ભરેલા નિસાસા મુકે છે અને દરેક આહ માટે એક સો ફાયદાકારક પદવીઓ મેળવે છે.

૮૮૪ આંસુભર્યા વાદળને આગળ ધપાવતા નિસાસાના પવનને કારણે, તેમણે એક ખલીલ (ઈબ્રાહિમ)ને 
અવ્વાહ (નિસાસા ભરેલું) કહ્યું છે.

૮૮૫ સાંભળ, તમારી જૂની શેતરંજીઓ આ ચેતનામય અનુપમ બજારમાં વેચો, અને (બદલામાં) સામી બાદશાહી મેળવો.

૮૮૬ “અને જો કંઈપણ શંકા કે વહેમ તમારો રસ્તો રોકે તો (રૂહાનીયત) વેપારીઓ (એટલે કે) પયગમ્બરો (અને ઈમામ) ઉપર નિર્ભય થાઓ.

૮૮૭ આથી (દૈવી) શહેનશાહે તેઓના નશીબો હદ ઉપરાંતના વધાર્યા.

યા અલી મદદ