Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૧

વાર્તા - ૧

0:000:00

૧ - ઓ (મારા) દિલના જીવન, હુસામુદ્દીન છઠ્ઠો ભાગ કે જે (મારા દિલમાં) ઉછળે છે (તેને લખવાની) ઉત્કંઠા કર.

૨ - તારા જેવા સંતના આકર્ષણ થકી, એક હુસામુદીનની કિતાબ દુનિયામાં ફેલાવો પામી છે.

૩ - (હવે) ઓ રૂહાની આસ્થાવાળા, હું મસ્નવી પુરી કરવા આ છઠ્ઠો ભાગ (લખવા) તને દરખાસ્ત કરૂં છું.

૪ - આ છએ બુકોમાંથી છએ દિશાઓએ પ્રકાશ ફેલાશે, એટલા માટે કે હરકોઈ કે જેણે (મસ્નવીની) પ્રદક્ષિણા નથી કરી તે પ્રદક્ષિણા કરે.

૫ - પ્રેમને પાંચેય (ઇન્દ્રિયો) અને છ (દિશાઓથી) કાંઈ લાગતું વળગતું નથી. તેનું ધ્યેય (માત્ર) વ્હાલમના ખેંચાણમાં પ્રવૃત્તિશીલ (રહેવાનું) છે.

૬ - ત્યારબાદ જો (ખુદા પાસેથી) પરવાનગી આવશે તો જે છુપા રહસ્યો કહેવા જોઈએ તે કહીશ.

૭ - (સમજણની) વધુ નજીક લઈ જાય તેવી વાક્યચાતુરીથી, આ મર્મજ્ઞ (અને) ગહન (જ્ઞાન) ઈશારાથી (સમજ).

૮ - ગુપ્ત, ગુપ્ત જાણનાર સિવાય કોઈનું ભાગીદાર નથી, નાસ્તિકના કાનમાં ગુપ્ત, ગુપ્ત રહેતું જ નથી.

૯ - પરંતુ પેદા કરનાર પાસેથી (ખુદા તરફ લોકોને) બોલાવવા હુકમ નીચે આવે છે, તેઓ કબુલ કરે કે ન કરે તેની સાથે (નબી કે ઈમામે મુબીં)ને શી નિસ્બત ?

૧૦ (હ.) નુહ (અ. સ.) એ નવસો વર્ષ સુધી (લોકોને ખુદા તરફ) બોલાવવું ચાલુ રાખ્યું, પરંતુ તેના ટોળાની નાસ્તિકતા પળે પળે વધતી જતી હતી.

૧૧ તેણે બોલવાનો અધિકાર કદી પાછો ખેંચ્યો ? તેઓ કદી નીરવ ગુફામાં ચોર પગલે ચાલ્યા ગયા ખરા ?

૧૨ તેણે (પોતાને) કહ્યું, “વણજાર કદી અવાજ કે કુતરાના ભસવાથી મુસાફરીમાંથી પાછી હટી છે ?

૧૩ અથવા તો ચાંદની રાતે પૂર્ણિમાનો ચંદ્ર કુતરાઓના રડવાથી પોતાનું ભ્રમણ ક્યારેય અવરોધે છે ?

૧૪ ચંદ્રમા અજવાળું પાથરે છે, અને કુતરો ભસે છે, દરેક પોતાની ખાસીયત પ્રમાણે વર્તે છે.

૬૬ જો કે ઓક્સસ નદી પી જવી અશક્ય છે, છતાં પોતાની તરસ છીપાવવા જેટલું પી શકાય તેટલું પાણી પીવા કોઈ પોતાને અટકાવી ન શકે.

૬૭ જો તમો રૂહાની દરિયાના તરસ્યા છો તો મશનવીના ટાપુમાં બાકોરું બનાવો. એવું મોટું બાકોરૂં બનાવો કે દરેક પળે મસનવીને માત્ર રૂહાનીયત બનેલી જુઓ,

૬૯ જ્યારે પવન નદીના પાણીના (મથાળેથી) વરાળને ઘસડી જાય છે, ત્યારે પાણી પોતાનું એકરંગીપણું દર્શાવે છે.

૭૦ પરવાળાની તાજી ડાંખળીઓ નિહાળો, આત્માના પાણીમાંથી ઉગેલાં ફળો નિહાળો !

૭૧ જ્યારે કે તે (મશનવી) એકવડી અને શબ્દો અને અવાજો અને ફૂંકોથી ખુલ્લી (સમજાય) તેવી બનાવાઈ છે ત્યારે તે પેલું (બધું) પાછળ છોડે છે અને (રૂહાની ) દરિયો બને છે.

૭ર શબ્દ બોલનાર અને શબ્દ સાંભળનાર અને શબ્દો (પોતે પણ) આ બધા ત્રણેય અંતે આત્મા બને છે.

૭૭ (જ્યારે દૈવી) હુકમ આવે છે, “રૂપમાં દાખલ થાઓ” તેઓ (તેમાં ) દાખલ થાય છે, જેવી રીતે તેના હુકમથી તેઓ (રૂપથી) ભાગી છુટયા હતા.

૭૮ તેથી જાણ કે (આયાત) “પેદા કરવું તેનું જ કામ છે અને તેનો જ હુકમ છે” પેદા થવું એ રૂપ છે અને (દૈવી) હુકમ એ તેના ઉપર સવાર થએલ આત્મા છે.

૭૯ સવાર થએલ અને જેના પર સવારી થઈ તે (બન્ને) બાદશાહના હુકમના આધીન છે. કાયા પ્રવેશદ્વારે છે અને આત્મા સભાગૃહમાં છે.

८૦ જ્યારે બાદશાહ પાણી રેડવાના પાત્રમાં પાણી આવે તેવી ઈચ્છા કરે છે, તે આત્માના લશ્કરને કહે છે. ‘સવાર થાઓ.'

૮૧ ફરીવાર જ્યારે તે આત્માને ઉપર બોલાવે છે ત્યારે દેખરેખ રાખનારની બુમ આવે છે. “ઉતરી જાઓ.”

૮૨ પછી આ મુદ્દા ઉપર આમ વિવરણ (જો ચાલુ રહ્યું) તો તરકટી બનશે, અગ્નિને બુજાવી નાખ, તેમાં વધુ ઈંધણ ન નાખ.

૧૧૩ તે (મશનવીની વાસ્તવિકતા) આત્મા છે, અને આપણે બધા (માત્ર) રંગ અને ભાત છીએ, તેમાંના દરેક વિચારનો ગ્રહ (તણખો) (પાર્થિવ) ગ્રહનો આત્મા છે.

૧૧૪ (તેના સંબંધમાં) વિચાર તે (વળી) કયાં છે ? બધો જ પવિત્ર પ્રકાશ છે, ઓ વિચાર કરનાર, ‘વિચાર' શબ્દ માત્ર તારા ખાતર જ છે.

૧૧૫ દરેક (પાર્થીવ) ગ્રહનું પોતાનું રહેઠાણ ઉપર છે, આપણો ગ્રહ કોઈ૫ણ રહેઠાણમાં સમાએલ નથી.

૧૧૯ બુદ્ધિમાન માથામાં મજબુત છે પણ પગમાં (રૂહાનીયત સમજમાં) નબળો છે કારણ કે દિલનો બિમાર છે. (કદાચ) કાયાનો તંન્દુરસ્ત હોય !

૧૨૦ તેઓની સમજણ આ દુનિયાની ખુશીયાલીમાં ખૂબજ ઉંડી ઉતરી છે, વિષયવાસના તજવાનું તેઓ કદી પણ ધારતા નથી.

૧૨૭ દરેક છોડ કે જે પોતાનો ચહેરો આત્મા તરફ ફેરવે છે. તે હ. ખિજરની માફક જીવનના ઝરામાંથી પીએ છે.

૧૨૮ એક વાર ફરી, જ્યારે આત્મા પ્રિતમ તરફ પોતાનો ચહેરો ગોઠવે છે ત્યારે તે પોતાનો સામાન નીચે મુકે છે (અને) અંત વગરના જીવનમાં (પસાર) થાય છે.

એક પૂછપરછ કરનારે, એક પંખી કે જે ધારી લ્યો કે શહેરની દિવાલ ઉપર ગોઠવાયું છે તે વિષે (ઉપદેશકને) પૂછયું, “શું તેણીનું માથું વધુ ઉત્તમ અને સ્તુતિપાત્ર અને ઉમદા અને માનવંત છે કે તેની પૂછડી ?” તેની સમજણના માપને યોગ્ય ઉપદેશકનો તેને જવાબ આપવો.

૧૨૯ એક દિવસ એક સવાલ કરનારે એક ઉપદેશકને કહ્યું; “ઓ તમો કે જે વ્યાસપીઠ(pulpit’s)ના ખૂબજ જાણતા વ્યાખ્યાનકાર છો,

૧૩૦ મારી પાસે એક પૂછવાનો સવાલ છે. ઓ ડહાપણના ભંડાર, મારા સવાલનો આ સભાગૃહમાં જવાબ આપો.

૧૩૧ એક પંખી શહેરની દિવાલ ઉપર બેઠું છે, વધુ ઉત્તમ તેનું માથું કે તેની પૂંછડી ?

૧૩૨ તેણે જવાબ આપ્યો, “જો તેનો ચહેરો શહેર તરફ છે અને તેની પૂંછડી મેદાન તરફ છે, તો જાણ કે તેનો ચહેરો તેની પુછડી કરતાં વધુ સરસ છે.

૧૩૩ પણ જો તેની પુછડી શહેર તરફ છે અને તેનો ચહેરો મેદાન તરફ છે તો તેની પુછડી ઉપર ધુળ પડો, અને તેના ચહેરા તરફથી ભાગી જાઓ.”

૧૩૪ એક પંખી પોતાના માળે પાંખોના કારણે ઉડે છે, ઓ લોકો, માણસની પાંખો દૈવી પ્રેરણા છે.

૧૩૫ પ્રેમની (બાબતમાં) કે જે ભલા અને બુરા સાથે બગડેલ છે, ભલું બુરૂં ધ્યાનમાં ન લે. (માત્ર) પ્રેરણાને જો.

૧૩૬ જો એક બાજ સફેદ હોય અને સરખામણીથી પર હોય (છતાં પણ) તે તિરસ્કારણીય બને છે જ્યારે કે તે ઉંદરનો શિકાર કરે છે.

૧૩૯ આ આસમાને કદી પણ આ શબ્દો સાંભળ્યા છે ? “અમે માનવંત બનાવેલ છે"  કે જે આ દિલગીરીયુક્ત ઈન્સાને (ખુદા પાસેથી) સાંભળેલ છે ?

૧૪૪ ઘરડી ડોશીમાં શું છે કે જે તેમનામાં હતું નહિ, કે જેથી તેણી તને પેલી આકૃતિમાં વિંટાળી ઉઠાવી ગઈ ?

૧૪૫ (જો) તું (તે શું છે તે) કહે, નહિ તો હું (તને) ખુલ્લી રીતે કહીશ. તે સમજણ, બુદ્ધિ, સુઝ, વિચારણા અને આત્મા છે.

૧૪૬ પેલી ઘરડી ડોસીમાં આત્મા છે કે જે (કાયા સાથે) મળી ગએલો છે. ગરમ સ્નાનગૃહમાં ચિત્રેલા રૂપોને (વાસ્તવિક) આત્મા નથી.

૧૪૮ આત્મા શું છે ? (આત્મા) ભલા અને બુરાનું, માયાળુપણા અંગે ખુશ થતું, ઈજાના કારણે રોતું, અંતઃકરણ છે.

૧૪૯ જ્યારે અંતઃકરણ, આંતરિક પ્રકૃતિ અને આત્માનું સત્ય છે. ત્યારે જેમ એક માણસ વધુ સજાગ છે તેમ તે વધુ રૂહાનીયત છે.

૧૫૦ સજાગપણું આત્માની અસર છે, જે કોઈને પણ આ અસર વધુ પડતી છે, તે ખુદાનો માણસ છે,

૧૬૮ આ દુનિયામાં તે (હ. મહમ્મદ) કહે છે, “તું તેઓને રસ્તો બતાવ, અને પેલી દુનિયામાં તે કહે છે, “તું તેઓને ચંદ્રમા બતાવ.”

૧૬૯ ખુલ્લી રીતે અને બાતુનમાં તેની કહેવાની ટેવ હતી (કહે), મારા લોકોને દોરવણી આપ, ખરેખર તેઓ જાણતા નથી.

૧૭૦ તેની ફૂંકે (શાક્તિશાળી મધ્યસ્થીના પ્રતાપે) બન્ને દરવાજા ઉઘાડવામાં આવ્યા હતા. તેની પ્રાર્થનાનો બન્ને દુનિયામાં જવાબ આપવામાં આવે છે.

૧૭૪ સારાંશ (આ છે કે) હ. મુહમ્મદ (ર.સ.અ.)નું (ગુઢાર્થ જ્ઞાનનું) શિક્ષણ એ સંપૂર્ણ રીતે દૈવી પ્રેરણાની અંદર પ્રેરણાની અંદર પ્રેરણા છે.

૩૩૩ હ. પયગમ્બર સાહેબે કહ્યું છે, “જો તમે ખુદા પાસેથી બહિશ્તની ઈચ્છા ધરાવતા હો તો (બીજા કોઈ) પાસેથી કાંઈ પણ ચીજની ઈચ્છા રાખો નહિ.”

૩૩૪ જ્યારે તમો (બીજા કોઈ પાસેથી) કંઈ પણ ચીજની ઈચ્છા રાખતા નથી ત્યારે (આરામના બગીચાની) હું ખાત્રી આપું છું અને ખુદાના “દિદાર”ની.

"જેમ વારંવાર તેઓ લડાઈની અગ્નિ સળગાવે છે" તે કુરાનની આયાતનું સામાન્ય સમજ સંબંધીત અર્થઘટન.

૩૫૩ જેટલી વાર તેઓ (રૂહાની) લડાઈની અગ્નિ સળગાવે છે તેટલીવાર ખુદા તેઓની અગ્નિ બુજાવે છે કે જેથી તેને (તદ્દન) બુજાવી નંખાય.

૩૫૪ તે (આવો) એક ઠરાવ છે, કહે છે, “ઓ (મારા) દિલ, ત્યાં જો નહિ.” (પણ તુર્તજ) તે ભુલકણો બને છે. કારણ કે તે (ખરેખરો) અડગ નથી.

૩૫૫ અત્યાર સુધી તેનામાં શ્રદ્ધાનું બી વાવેલું ન હતું, ખુદાએ તે (ઠરાવ) તેનામાંથી ભુલાવ્યો.

૩૫૬ જો કે તેના દિલમાં તે દિવાસળી ઘસે છે. ખુદાનો હાથ હંમેશાં તણખાને બુઝાવે છે. 

આના વિવરણમાં એક વધારાની કહાણી

૩૫૭ એક વિશ્વાસુ માણસે (તેના ઘરમાં) રાત્રી દરમ્યાન પગલાંનો અવાજ સાંભળ્યો. તેણે પ્રકાશ આપનાર સાધન લઈ એક ભડકો સળગાવ્યો.

૩૫૮ તેજ પળે ચોર આવ્યો અને તેની બાજુમાં બેસી ગયો. જ્યારે જ્યારે પ્રવાહી પદાર્થ અગ્નિ પકડતો ત્યારે તે બુજાવી નાખતો.

૩૫૯ પોતાની આંગળીનો છેડો પેલી જગ્યા ઉપર મુકતો એટલા માટે કે સળગતી વાટ તુર્તજ બુજાઈ જતી.

૩૬૦ શેઠે વિચાર્યું કે તે પોતાની મેળે બુજાય છે, ચોર તેને ઓલવી નાખતો હતો તે તેણે જોયું નહિ.

૩૬૧ શેઠે કહ્યું “આ પદાર્થ ભીનો હતો. તેના ભીનાશપણા અંગે ચિનગારી જલ્દી બુજાય છે.

૩૬૨ તેની આગળ ઘોર અંધારૂં હતું. તેણે બત્તી બુજાવી નાખનારને પોતાની પાસે જોયો નહિ.

૩૬૩ (તેથી) અશ્રદ્ધાળુની આંખ તેના ઝાંખાપણા અંગે તેના દિલમાં તેથી જ અગ્નિ બુજાવનારને જોતી નથી.

૩૬૪ કોઈ પણ જાણનાર પુરૂષનું દિલ અજ્ઞાન કેમ હોય ? હાલતી ચીજો છે તો જરૂર તેને એક હલાવનાર પણ હશે જ ?

૩૬૫ શા માટે તમો પોતે (પોતાને) કહેતા નથી, “એક માલિક વગર દિવસ અને રાત્રી પોતાની મેળે આવજાવ કેમ કરે ?"

૩૬૬ તમે બુદ્ધિગમ્યોથી કુંડાળું ફરો છો (પણ) ઓ ઉદ્ધત, (આ બાબતમાં) તમે કેવી સમજણની ખામી બતાવી છે તે તો જુઓ.

૩૬૭ એક ઘર, બાંધનાર થકી બુદ્ધિગમ્ય છે કે એક બાંધનાર વગર ? ઓ અધુરા જ્ઞાનવાળા આદમી, જવા દે !

૩૬૮ લખાણ એક લખનાર થકી બુદ્ધિગમ્ય છે કે એક લખનાર વગર ? ઓ પુત્ર, વિચાર કર !

૩૬૯ ઓ શંકાશીલ, કાનનો ‘જીમ' અને આંખનો ‘અયન” અને મોઢાનો “મીમ” એક લખનાર વગર કેમ રૂપ પકડશે ?

૩૭૦ શું તેજસ્વી મીણબત્તી કોઈ પ્રગટાવનાર વગર સળગે છે કે કુશળ સળગાવનાર થકી ? 

૩૭૮ આ દુનિયા એક ફાંસલો છે અને ઈચ્છા તેનું છટકું છે, ફાંસલાઓમાંથી ભાગી છુટ. તારો ચહેરો (ખુદા તરફ) જલ્દીથી ફેરવ.

૩૭૯ જ્યારે તમે આ રસ્તાએ ચાલ્યા છો ત્યારે તમોએ એક સો (રૂહાની) આશીર્વાદો માણ્યા છે. જ્યારે તમે વિરૂધ્ધાઈને રસ્તે ચાલ્યા છો, તમોએ બિમારી મેળવી છે.

૩૮૦ તેથી જ હ. પયગમ્બર સાહેબે કહ્યું છે, “તમારા દિલોમાંથી સલાહ મેળવો, જો કે તમને જાહેરમાં મુફતી સલાહ આપે છે.”

૩૮૧ ઈચ્છાનો ત્યાગ કર એટલા માટે કે તે (તમારા ઉપર) દયા ઉતારે, અનુભવથી તમને માલમ પડ્યું હશે કે આવો (પરિત્યાગ) તેને જોઈએ છે.

૩૮૨ જ્યારે કે તમો નાસી શક્તા નથી. તેની ખિદમત બજાવો કે જેથી તમો તેના કેદખાનામાંથી તેના ગુલાબના બગીચામાં જાઓ,

૩૮૩ ઓ ઉંધા દોરવાએલા આદમી. જ્યારે તમે (તમારા વિચારો) ઉપર ચાલુ રીતે ચોકી રાખશો ત્યારે (દૈવી) ઈન્સાફ અને (દૈવી) ન્યાયાધીશને રોજ જોશો.

૩૮૪ અને જો તમે (બેદરકારીમાં) તમારા ઉપર પડેલા પડદાને કારણે આંખો બંધ કરશો. (તો પણ) સુર્ય પોતાનું કામ કેમ છોડી દેશે ?

બાદશાહ (મહમુદ)નું અમીરોને રહસ્ય છતું કરવું અને તેઓ કે જેઓ અયાઝની વિરૂદ્ધ કાવતરા કરતા હતા, દરજજો અને સદભાવ અને પગારમાં તેમનાથી તેનું ચડીયાતાપણાનું કારણ, એવી રીતમાં સમજાવવું કે તેઓને માટે (તેના સમક્ષ મુકવાની)કોઈ પણ દલીલ અથવા વાંધો બાકી ન રહ્યો.

૩૮૫ જ્યારે અમીરો (અયાઝની) અદેખાઈમાં બળતા હતા, ત્યારે આખરે તેઓએ પોતાના બાદશાહને મેણાં માર્યાં.

૩૮૬ કહે, “આ તમારા અયાઝને ત્રીસ સમજશક્તિઓ નથી, તો પછી તે ત્રીસ અમીરોનો પગાર કેમ ખાય છે ?"

૩૮૭ બાદશાહ, ત્રીસેય અમીરોની સાથે વેરાન અને પર્વતમય જમીનમાં શિકાર કરવા નીકળી પડ્યો.

૩૮૮ બાદશાહે એક દુરની વણજાર વર્ણવી, તેણે એક અમીરને કહ્યું નબળી શક્તિના ઓ આદમી.

૩૮૯ જા અને દાણાની ચોકીએ પેલી વણજારને પુછ કે તેઓ ક્યા શહેરથી આવી રહ્યા છે ?

૩૯૦ તે ગયો અને પૂછયું અને પાછો ફર્યો. “રય શહેરમાંથી.” બાદશાહે પૂછયું, ક્યાં જઈ રહ્યા છે ? તે (અમીર) (જવાબ દેવા) અશક્ત હતો.

૩૯૧ (પછી) તેણે બીજા (અમીર)ને કહ્યું “પ્રખ્યાતીબાજ, જાઓ અને વણજાર કયાં જવા માટે નીકળી છે ?"

૩૯૨ તે ગયો અને પાછો ફર્યો અને કહ્યું “યમન જવા માટે” બાદશાહે કહ્યું “હં, ઓ વિશ્વાસુ, તેઓનો વેચાણનો માલ શું છે ?

૩૯૩ તે (અમીર) મનની મુંઝવણમાં (ચુપ) રહ્યો, (પછી) બાદશાહે એક બીજા અમીરને કહ્યું “જાઓ અને પેલા લોકોની ચીજ (શું છે) ?”

૩૯૪ તે પાછો આવ્યો અને કહ્યું “તે દરેક જાતનો માલ છે. મોટે ભાગે રયમાં બનાવેલ પ્યાલા છે.

૩૯૫ તેણે (બાદશાહે) પૂછ્યું “રય શહેરમાંથી તેઓ ક્યારે રવાના થયા હતા ?” નબળી સમજ શક્તિવાળો અમીર મુંઝવણમાં (ચુપ રહ્યો).

૩૯૬ તેમજ (ચાલતું ગયું) ત્યાં સુધી કે ત્રીસ અમીરો અને વધુની (કસોટી કરાઈ). તેઓ (બધા) નિર્ણયશક્તિમાં નબળા અને (માનસિક) શક્તિમાં ખામીવાળા (હતા).

૩૯૭ (પછી) તેણે અમીરોને કહ્યું “એક દિવસ હું મારા અયાઝની જુદી રીતે કસોટી કરીશ.”

૩૯૮ કહે, વણજારની તપાસ કર (અને શોધી આવ) કે તે ક્યાંથી આવે છે ? તે ગયો અને આ બધા સવાલો પૂછી આવ્યો.

૩૯૯ સુચનાઓ વગર, (મારાથી) એ દોરવણી વગર તેઓને લગતી તમામ વિગત દરેકે દરેક મુદ્દો કાંઈ પણ અચોક્કસતા અથવા શંકા વગર જાણી લીધી.

૪૦૦ દરેક ચીજ કે જે આ ત્રીસ અમીરોએ ત્રીસ તબક્કાએ શેાધી તે આ તેના (અયાઝે) એક પળમાં તમામ પુરી કરી. 

૪૬૩ ધ્યાન દે, પશ્ચાતાપના (ઘોડા) ઉપર સવાર થા, ચોરને પકડ અને તેની પાસેથી તારા કપડા પાછા મેળવ.

૪૬૪ પશ્ચાતાપનો ઘોડો એ અદભૂત ઘોડો છે, એક પળમાં તે નીચેથી આસમાન ઉપર દોડે છે.

૪૬૬ પણ હંમેશાં ઘોડાને તેની પાસેથી કે જે ગુપ્ત રીતે તારો કોટ ચોરે છે તેનાથી (સલામત) રાખજે. 

માણસ કે જેનો ઘેટો કેટલાક ચોરોથી ચોરાણો હતો તેની કહાણી. એટલાથી સંતોષ ન પામતા, તેઓ એક યુક્તિ થકી તેના કપડા પણ ચોરી ગયા.

૪૬૭ અમુક માણસ પાસે એક ઘેટો હતો (જે) તે પોતાની પાછળ પાછળ દોરી જતો હતો. એક ચોર તેનો ઘેટો તેનું દોરડું કાપીને ઉઠાવી ગયો.

૪૬૮ જેવું (તેનું) માલીકનું ધ્યાન ગયું. તેવું જ તેણે ડાબી અને જમણી તરફ દોડવું શરૂ કર્યું કે જેથી તે ચોરાએલો ઘેટો ક્યાં હતો તે શોધી શકે.

૪૬૯ એક કુવાની બાજુમાં એક ચોરને 'અફસોસ, 'મને શ્રાપ હો'ની બુમો પાડતો જોયો.

૪૭૦ તેણે કહ્યું “ઓ શેઠ, તમે શા માટે આક્રંદ કરો છો ?” તેણે જવાબ આપ્યો, “સોનાથી ભરેલી મારી થેલી કુવામાં પડી ગઈ છે."

૪૭૧ જો તમે અંદર જઈ શકો અને તે બહાર કાઢી શકો તો હું ઘણી ખુશીથી (પૈસાનો) પાંચમો હિસ્સો તમને આપીશ.

૪૭૨ તમે એકસો દિનારનો પાંચમો ભાગ તમારા હાથમાં મેળવશો. તે (ઘેટાંના માલિકે) (પોતાને) કહ્યું, શા માટે નહી ? આ દસ ઘેટાંની કીંમત છે.

૪૭૩ જો એક દરવાજો બંધ થાય છે, દસ દરવાજાઓ ખુલ્લા થાય છે, જો એક ઘેટો ગયો છે, ખુદા બદલીમાં એક ઊંટ આપે છે.”

૪૭૪ તેણે પોતાના કપડા ઉતાર્યા અને નીચે કુવામાં ગયો, તુર્તજ ચોર તેના કપડા પણ ઉઠાવી ગયો.

૪૭૭ તેની લુચ્ચાઈ (માત્ર) ખુદાજ જાણે છે, ખુદાથી પનાહ લે અને દુષ્ટતામાંથી બચી જા.

૫૯૦ તમે પોતેજ (જો તમે સમજુ છો તો) તમારી ઘસઘસાટ ઉંઘને મુળમાંથી ઉડાડી મુકો. જેમ એક તરસ્યો માણસ પાણીનો અવાજ સાંભળી (દોડે છે).

૫૯૧ (ખુદા તને કહે છે), હું તરસ્યાના કાનોમાં પાણીનો અવાજ છું. હું આસમાનમાંથી વરસાદની માફક આવું છું.

૫૯૨ ઓ પ્રેમી, ઉભો થા, ઉશ્કેરાટ પ્રદર્શીત કર, પાણીનો અવાજ અને તમે તરસ્યા, અને પછી ઉંઘમાં પડવું ?

પ્રેમીની કહાણી કે જે (તેને) તેની પ્રિયતમાએ આપેલા મિલનના સંકેત પ્રમાણેની આશામાં, તેણે બતાવેલ હતું તે પ્રમાણે ઘરે રાત્રીના આવ્યો, રાત્રીના અમુક વખત તેણે રાહ જોઈ (પછી) ઉંઘે તેનો કબજો લીધો, (જ્યારે) તેની દોસ્ત પોતાનું વચન પુરૂં કરવા આવી અને તેને તે ઉંઘતો માલુમ પડ્યો ત્યારે તેણીએ તેનો ખોળો અખરોટોથી ભર્યો અને તેને સુતેલો છોડી દીધો અને (ઘરે) પાછી ફરી.

૫૯૩ જુના ઝમાનામાં એક પ્રેમી હતો, કે જે તેના વખતમાં સાચી આસ્થા રાખતો હતો.

૫૯૪ વર્ષો સુધી (તે) તેના સુંદર ચંદ્રમા જેવા ચહેરાના તેના બાદશાહની મુલાકાત શોધવાના દર્દમાં સપડાએલો હતો.

૫૯૫ અંતે શોધનાર જ મેળવનાર બને છે, કારણકે ધીરજમાંથી આનંદ ઉદભવે છે.

૫૯૬ એક દિવસ તેના દોસ્તે કહ્યું “આજે રાત્રીના આવજે કારણકે મેં તારા માટે છુંદા સાથે વટાણા પકાવેલ છે.

૫૯૭ મધ્યરાત્રી સુધી ફલાણા ફલાણા એારડામાં બેસજે કે જેથી મધ્યરાત્રીએ હું શોધ્યા વગર આવું.”

૫૯૮ માણસે કુરબાની કરી અને રોટલા વહેંચ્યા, જ્યારે કે (સદકિસ્મતી) ચંદ્રમા (બદકિસ્મતની) ધુળ નીચેથી તેને દેખાયો હતો.

૫૯૯ રાત્રીના કામલોલુપ પ્રેમીએ ઓરડામાં પોતાને બેસાડ્યો, એવી આશામાં કે પેલો વિશ્વાસું દોસ્ત સંકેત પ્રમાણે આપેલા વચને (આવશે).

૬૦૦ મધ્ય રાત્રી બાદ તેનો દોસ્ત, તેના દિલનો હર્ષ, પેલાઓ કે જેઓ પોતાના વચનમાં સાચા છે તે પ્રમાણે (વખતસર) આવી પહોંચ્યો.

૬૦૧ તેણીને તેનો પ્રેમી સુતો પડેલો માલમ પડ્યો, (આથી) તેણે તેના (પ્રેમીની) બાંયનો એક નાનો ટુકડો કાપી લીધો.

૬૦૨ અને તેના ખોળામાં થોડા અખરોટો મુક્યા, કહે, તું એક બચ્ચું છો, આ લે અને પાસાની એક રમત રમ.

૬૦૩ જ્યારે પ્હોં ફાટતા પ્રેમી નિદ્રામાંથી જાગૃત થયો, તેણે ફાટેલી બાંય અને અખરોટ જોયા.

૬૦૪ તેણે કહ્યું, 'આપણો બાદશાહ તદ્દન સત્ય અને વિશ્વાસુ છે. તે (નામોશી) જે આપણા ઉપર આવે છે તે આપણા પોતાના એકલા ઉપરથી જ આવે છે.

૬૧૬ સાંભળ, આત્મસંયમનું ગળું ઘુંટ અને ગળું ઘુંટીને તેને મારી નાખ, એટલા માટે કે ઓ ઘોડેસ્વાર, તેથી પ્રેમનું દિલ સુખી બનેલું બનાવાય.

૬૧૭ હું બળું નહિ ત્યાં સુધી તેનું દિલ સુખી બનેલું કેમ બનશે ? અને, મારું દિલ તેનો બંગલો અને રહેઠાણ છે. 

૬૧૮ (જો) તું તારું ઘર બાળશે, તેને બાળ, તે કોણ છે કે તે કહેશે તેની રજા નથી ?

૬૧૯ ઓ ઝનુની સિંહ, આ ઘરને સારી રીતે બાળી મુક, પ્રેમીનું ઘર આથી વધુ ઉત્તમ છે.

૬૨૦ હવે પછી હું, મારો કિબ્લો (ઉદ્દેશ), આમ બળવાનો બનાવીશ, કારણ કે હું મીણબત્તી (માફક) છું, હું બળવાથી પ્રકાશીત બનું છું.

૬૨૧ ઓ (મારા) બાપ, આજ રાત્રિના ઉંઘને તજી દે, કારણ કે એક રાત્રિ ઉંઘ વગરના પ્રદેશમાં ભ્રમણ કર.

યા અલી મદદ