મશનવી મૌલાના રૂમી - ભાગ-૫
- વાર્તા - ૧
- "ચાર પંખીઓ લ્યો અને તેમને તારી તરફ ફેરવો”નું વિવરણ.
- હ. મુસ્તફા (ર. સ.અ.) ઉપર ઉતરેલ શરીયતના કાયદા આનુષંગીક “નાસ્તિક સાત કટોરામાં પોતાનો ખોરાક લ્યે છે, જ્યારે ઈમાનદાર પોતાનો ખોરાક એક કટોરામાં લ્યે છે."
- મહેમાનનું હ. મુસ્તુફા (૨. સ.અ.)ના ઘરે પાછા આવવાનું કારણ, તે સમયે કે જ્યારે હ. મુસ્તફા (ર.સ.અ.) પોતાના ખુદના હાથથી બીછાનાની ગંદી ચાદર ધોતા હતા (તે જોઈ) તેણે શરમને એક બાજુ મુકી અને પોતાના કપડા ફાડયા, અને પોતા માટે અને પોતાની હાલત માટે પશ્ચાતાપ કર્યો.
- વાર્તા - ૨
- નિયમીત બંદગી અને રોજા અને (આવી) બધી જાહેરી ચીજો આંતરિક પ્રકાશની સાક્ષીઓ છે તે સમજાવવા વિષે.
- મોર અને તેની પ્રકૃતિ અને હ. ઈબ્રાહિમ (અ.સ.)નું તેને મારી નાખવાના કારણનું વર્ણન કરવું.
- રેતાળ પ્રદેશના અરબની વાર્તા કે જેનો કુતરો ભુખે મરતો હતો, જ્યારે તેની કોથળી રોટલાથી ભરેલી હતી.
- હ. (ઈબ્રાહિમ) ખલિલુલ્લાહે શા માટે કાગડો માર્યો (અને) મુરીદમાં અત્યંત હાનિકારક અને અમુક ઠપકા લાયક દુર્ગુણોને દબાવી દેવા (આવશ્યક) હોવાની સમજણ.
- વાર્તા - ૩
- મહમુદ ખ્વારીઝમશાહની કહાણી, કે જેણે સબ્ઝવાર શહેરનો બળજબરીથી કબજો લીધો, જ્યાં બધા (રહેવાશીઓ) નિરાશ્રિત છે. (જ્યારે) તેઓએ પોતાની જિંદગીઓ બચાવવા આજીજી કરી, તેણે કહ્યું જેવા કે તમે આ શહેરમાંથી અબુબક્ર નામનો માણસ બતાવશો અને મારી સમક્ષ તેને રજુ કરશો કે તુરત જ હું (તમોને) જીવનદાન(security) બક્ષીશ.
- ગધેડાના તબેલામાં હરણની કહાણી.
- હ. ઈબ્રાહિમ (અ. સ.)થી કુકડાને મારી નાખવા અને મુરીદના દિલમાં અમુક ઠપકાપાત્ર અને વિઘાતક ગુણોના દમન અને દબાવી દેવાની અગત્યતા વિષે સમજાવવું.
- વાર્તા - ૪
- "અને તે તમારી સાથે છે"નું વિવરણ.
- પ્રેમીની કહાણી કે જે પોતાની પ્રિયતમા પાસે પોતાની સેવાના કાર્યો અને વફાદારી અને લાંબી રાત્રીઓ (જે દરમ્યાન) તેઓના પાસાઓ તેમની પથારીઓમાં ઘસાતાં હતાં અને ભુખ તરસના લાંબા દિવસો ગણાવતો હતો. અને પ્રિયતમાનો જવાબ દેવો.
- એક આધ્યાત્મીકે એક કુતરીને બચ્ચાંઓ સાથે જોઈ કે જેના ગર્ભાશયમાં બચ્ચાં ભસતા હતા. તે તાજુબીમાં ગરકાવ બન્યો.
- ઝરવારના લોકો અને ગરીબો તરફની તેઓની અદેખાઈની કહાણી. તેએાએ કહ્યું “અમારા બાપે મુર્ખાઈ ભરેલી નિખાલસતામાં પોતાની ફળવાડીમાંની પેદાશનો મોટો ભાગ ગરીબોને આપ્યા કર્યો. પુત્રોએ દશમો ભાગ (દશોંદ)ની ભરપાઈ વારંવાર જોઈ અને આશીર્વાદ જોયા નહિ.
- હ. આદમ (અ.સ.)ની કાયા પેદા કરવાની શરૂઆતમા જ્યારે તેણે (ખુદાએ) હ. જીબ્રાઈલ (અ.સ.)ને હુકમ કર્યો, “કહે જાઓ, આ જમીનમાંથી માટીની એક મુઠી ભરી આવો.”
- વાર્તા - ૫
- એક ઘણીજ જાણીતી કહેવત છે, (ખાસ કરીને), “દિવાલે ખીલીને કહ્યું, ”શા માટે તું મને ફૂટે છે ? ખીલીએ જવાબ આપ્યો, જે તમને ફટકારે છે તેના તરફ જુઓ” સમજાવવું.
- ઈબ્લીસની મગરૂરી અને અયાજના ફાટેલા જોડા અને ચામડાની જાકીટ (નમ્રતા).
- નસુહની વાર્તા. નસુહ માટેનો નિરીક્ષણ કરવાનો વારો આવ્યો, અને એક બુમ પડી, અમોએ તેઓ બધાનું નિરીક્ષણ કર્યું છે (હવે) નસુહનું નિરીક્ષણ કરશું. અને અતિશય ધાસ્તીમાં નસુહ બેભાન બન્યો, આત્માના અત્યંત દબાણ બાદ તેના માટે મુક્તિનો માર્ગ ખોલવામાં આવ્યો.
- વાર્તા - ૬
- ગધેડો, શિયાળ અને સિંહની વાર્તા. શિયાળ ફેફસું, લીવર અને પિત્તાશય ખાય ગયું. તેની વાર્તા.
- બળતણ વેચનારની માલિકીના એક ગધેડાની કહાણી કે જેણે કેટલાક સારી રીતે પોષાયેલા અરબ ઘોડાઓને બાદશાહી તબેલામાં જોયા અને તેવા જ ભાગ્યની ઇચ્છા કરી, (આ વાર્તા કહેવાનો ઈરાદો) એક સદબોધ આપવાનો છે.
- ઘણે દુર ઉજ્જડ અને મર્યાદા બહાર પર્વતની તળેટીએ પહોંચ્યો (જ્યાં) સખત ભૂખથી તેણે પોતાનું માથું એક પત્થર ઉપર મુક્યું, અને પોતાના દિલમાં (આમ) કહેતા ઊંઘમાં પડ્યો, “મેં તારા (પોષણના) અને રોજની રોજીના નિમિત્ત સાધન પુરા પાડવામાં વિશ્વાસ મુક્યો છે,
- ઊંટની બોધદાયક કહાણી, સમજાવવું કે જ્યારે હરકોઈ પોતાના સદકિસ્મત વિષે કહે છે, અને તમે તેમાં કાંઈ દેખાવ અથવા સુખાપતીની નિશાની જોતા નથી તો શંકા માટેનું કારણ છે કે તેમાં એક બનાવટ કરનાર છે.
- વાર્તા - ૭
- ગઝનાના શેખ મહમ્મદ સર્રાઝીની કહાણી.
- શેખ ઘણા વર્ષો બાદ જંગલમાંથી ગઝનાના શહેર તરફ આવ્યા અને એક (ભિખારી માફક) અદ્રષ્યમાંના હુકમની તાબેદારીમાં આજુબાજુ છાબડી ફેરવવા માંડી અને (પૈસા અને ખોરાક) જે ભેગા કરવામાં આવતા હતા તે ગરીબોની વચ્ચે વહેંચી આપતા,
- હ. બાયઝીદના ઝમાનામાં, એક નાસ્તિક કે જેને તેઓએ મુસ્લિમ બનવાનું આમંત્રણ આપ્યું, અને તેણે તેમને શો જવાબ આપ્યો તેની કહાણી. એક કર્કશ અવાજવાળા મુઈઝીનની કહાણી.
- વાર્તા - ૮
- એક સ્ત્રીની વાર્તા કે જેણે પોતાના ધણીને કહ્યું કે બિલાડી માંસ ખાઈ ગઈ છે (આથી) ધણીએ બિલાડીને તેણીનું વજન કરવા ત્રાજવામાં મૂકી, (માલુમ પડ્યું કે) તેણીનું વજન અડધો મણ હતું તેણે કહ્યું ઓ ઘરવાળી, માંસનું વજન અર્ધો મણ અને થોડું વધારે હતું. જો આ માંસ છે તો બિલાડી ક્યાં છે ? અથવા જો આ બિલાડી છે તો માંસ ક્યાં છે ?”
- એક અમીરની કહાણી કે જેણે પોતાના ગુલામને થોડો શરાબ લાવવા હુકમ કર્યો, ગુલામ રવાના થયો અને શરાબની બરણી લાવતો હતો, (જ્યારે) એક ત્યાગી કે જે રસ્તા ઉપર હતો તેણે તેને સત્કર્મ કરવાની સલાહ આપી કે તેણે સચ્ચાઇથી વર્તવું જોઈએ અને એક પત્થર માર્યો અને બરણી તોડી નાખી.
- ઝીયા-યી-દલ્કની કહાણી કે જે બહુ લાંબો હતો, જ્યારે તેનો ભાઈ ઈસ્લામનો શેખ, બલ્ખનો તાજ ખૂબ જ ઠીંગણો હતો.
- મહેમાન સંબંધી કહાણી કે જેને ઘરના માલિકની સ્ત્રીએ કહ્યું, “વરસાદ આવી પહેાંચ્યો છે, અને આપણો મહેમાન આપણી ગરદન ઉપર પડયો છે.”
- વાર્તા - ૯
- તેણીના ધણીથી રખેને બચ્ચાવાળી બને તે માટે એક પિતાનો પોતાની પુત્રીને કાળજી રાખવાનો આદેશ આપવો !
- (ઈસ્લામના) શુરવીરોએ તેને (સુફીને) સલાહ આપી, કહે “જ્યારે કે તમને આટલું બધુ ટૂંકું દીલ હતું કે તમોને એક કેદી અને બંધાએલા નાસ્તિકની આંખો ફેરવવાથી બેહોશ બની ગયા છો, કે જેથી ખંજર તમારા હાથમાંથી પડી જાય છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, સુફીના મઠની રાંધણી પકડી રાખો અને લડાઈમાં જતા નહિ. રખેને તમે સામાન્ય જનતાની નામોશી બનો.
- ઈયાદીની કહાણી. નાસ્તિકો સામે સિત્તેર લડાઈમાં ભાગ લીધો હતો, અને તે પોતાની ખુલ્લી છાતીએ (બખ્તર વગર) હંમેશાં લડ્યા હતા. એવી આશામાં કે તેઓ શહિદ બને, અને તેની નાઉમેદીમાં, તેઓ "જીહાદે અસગર"માંથી "જિહાદે અકબર"માં ફર્યા, અને (દિની) એકાંતવાસનો વ્યવહાર સ્વીકાર્યો,
- (રૂહાનીયત) લડવૈયાની કહાણી કે જે દરરોજ રૂપાના (કટકાઓ) ધરાવતી એક થેલીમાંથી જુદોજુદો એક દિરહમ લેતો અને (પાણી ભરેલ) એક નીકમાં પોતાના નફસે અમ્મારા (દુષ્ટ મન)ની લાલસા અને કંજુસાઈ હાંકી કાઢવાના ઈરાદે ફેંકતો,
- વાર્તા - ૧૦
- બાતમીદારે એક કન્યાનું વર્ણન કર્યું અને કાગળ ઉપર તેનું ચિત્ર દોર્યું અને મિસરના ખલીફાનું તેણીના પ્રેમમાં પડવું અને એક અમીરને શક્તિશાળી લશ્કર સાથે મોસલના દરવાજા સુધી મેકલ્યો અને (કન્યા મેળવવાના) ઈરાદા માટે મોટી ખુનામરકી અને પાયમાલી કરી.
- આ દાસીનું હસવું કે ક્યાં સિંહ સાથે બાથ ભીડનાર પેલો કેપ્ટન અને કયાં ઉંદરથી ડરી જનાર બાદશાહ !
- શબ્દો સમજાવવા, "અમોએ હિસ્સો આપ્યો છે." એટલે કે તે (ખુદા) એકના ઉપર વાસના અને ગધેડાઓનું (શારિરીક) જોર ઇનાયત કરે છે, અને બીજાને સમજણ અને પયગમ્બરો અને ફરિસ્તાઓની (રૂહાની) શક્તિ ઈનાયત કરે છે. વાસનામય ઈચ્છાઓથી માથું ફેરવવું એ બાદશાહની નિશાની છે,
- વાર્તા - ૧૧
- સિહાસન ઉપર બેસી અને દરબારમાં દરબારીઓની હાજરી વચ્ચે, બાદશાહ મહમુદે એક વઝીરના હાથમાં એક મોતી મુક્યું, અને તેને પૂછ્યું કે તે કેટલી કિંમતનું હતું, અને તેની કિંમત વઝીરે ખૂબજ ઉંચી આંકી, જ્યારે બાદશાહે તેને ભાંગી નાખવાનો હુકમ કર્યો, તેણે જવાબ આપ્યો, “હું તેને કેમ ભાંગું ?” વગેરે...
- ફિરઓનના જાદુગરોનું તેઓની સજા વેળાએ ઉચ્ચારેલ કહેણ ઉપર વિવરણ, “તે કાંઈ ઈજા નથી, કારણ કે અરે, અમે અમારા માલિકમાં પાછા ફરશું.