મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી
વાર્તા - ૬
વાર્તા - ૬
૨૨૨૩ હું (નસુહ) (ખુદામાં) એકવાર અને (કાયમ માટે) મર્યો, અને (પછી) હું (રૂહાનીયત) જિંદગીમાં પાછો આવ્યો, મેં મૃત્યુ અને નહિવતપણાની કડવાશ ચાખી છે.
૨૨૨૪ હું ખુદા તરફ ખરા પશ્ચાતાપથી પાછો ફર્યો છું. મારો આત્મા કાયાથી છુટો પડે ત્યાં સુધી હું મારા કસમ તોડીશ નહિ.
૨૨૨૫ આવા એક સંતાપ પછી, કોનો પગ બીજી વખત ભય તરફ ઉપડે ? સિવાય કે તે એક ગધેડાનો પગ હોય ?
સાબિત કરતી કહાણી (જ્યારે) કોઈ વ્યક્તિ પસ્તાવો કરે છે અને પસ્તાવો અનુભવે છે અને પછી પોતાની પસ્તાવાની લાગણીઓ ભૂલી જાય છે અને (અગાઉ) જે આચરેલું તે ફરીવાર આચરે છે ત્યારે તે અનંતકાળના દુખમાં પડે છે. જ્યાં સુધી તેના પસ્તાવાને (મહાન) દ્રઢતા અને શક્તિ અને (મહાન) મીઠાશ અને સ્વીકૃતિ (આંતરિક અનુભવ) દ્વારા મજબૂત બનાવવામાં ન આવે, ત્યાં સુધી તે મૂળ વગરના ઝાડ જેવો છે, જે ઝાડ દરરોજ વધુ ઝાંખું અને સુકાઈ જાય છે. આપણે (તેનાથી) ખુદાનો આશરો લઈએ છીએ.
૨૨૨૬ (એક વાર) એક ધોબી હતો, કે જેની પાસે પીઠ પર ભાડું પડેલ ખાલી પેટવાળો અને નબળો એક ગધેડો હતો.
૨૨૨૭ (તે તેને) પત્થરા છવાએલી જમીન ઉપર રાખતો કે જ્યાં જરા પણ ઘાસ ઉગતું નહિ, સવારથી રાત્રી સુધી તે અનાજ કે આશરા વગરનો રખડતો.
૨૨૨૮ પાણી સિવાય, તેના ખાવાપીવા માટે કંઈજ ન હતું. ગધેડો રાતદિવસ આવી દયાજનક હાલતમાં હતો.
૨૨૨૯ બાજુમાંજ એક બરૂનો તટ અને જંગલ હતું કે જ્યાં એક સિંહ રહેતો હતો કે જેનો કામધંધો શિકાર હતો.
૨૨૩૦ સિંહ અને એક ઝનુની હાથી વચ્ચે એક લડાઈ થઈ, સિંહ ઘાયલ થયો અને શિકારે જવામાં અશકત બન્યો.
૨૨૩૧ તેની નબળાઈના કારણે કેટલોક વખત સુધી શિકાર કરવા અશકત બન્યો હતો અને (વધુ નાના) જંગલી જનાવરો તેઓના સવારના ખાણાથી વંચિત બન્યા હતા.
૨૨૩૨ કારણ કે તેઓ સિંહનું બાકી રાખેલું ખાતા જ્યારે સિંહ બિમાર પડ્યો ત્યારે તેઓ તકલીફમાં આવી પડયા.
૨૨૩૩ સિંહે એક શિયાળને હુકમ કર્યો, કહે, જા અને મારા માટે એક ગધેડો શોધ.
૨૨૩૪ જો તને એક ગધેડો ચરાણની આજુબાજુ મળે તો જા, તેના ઉપર મંત્રો છાંટ, તેને છેતરીને (અહીં) લઈ આવ.
૨૨૩૫ જો હું ગધેડાનું માંસ ખાઈને શક્તિ મેળવીશ કે પછી તુર્તજ હું એક બે શિકાર પકડીશ.
૨૨૩૬ હું તે (માત્ર) બહુ થોડું જ ખાઈશ, (બાકીનું બધું) તમારું જ હશે. તમોને ખોરાક પુરો પાડવાની બાબતમાં હુંજ એક નિમિત્ત છું.
૨૨૩૭ મારા માટે પ્રયત્ન કરીને એક ગધેડો કે બળદ પ્રાપ્ત કરો (તેમને) થોડા મોહિત શબ્દો છાંટો જે શબ્દો કેમ વાપરવા તે તમો જાણો છો.
૨૨૩૮ ખુશામત અને સારા શબ્દોથી તેની સમજણોથી તેને વંચિત બનાવો અને અહીં ખેંચી આવો.
કુત્બ (ધ્રુવ તારો)ની બોધ કહાણી, જે ખુદા સાથે એકતા ધરાવતો જ્ઞાનવાદી છે, તે લોકોને ક્ષમા અને દયાના તેમના આહારને તે ક્રમ અને દરજ્જામાં વહેંચે છે. જેનું પાલન કરવા માટે ખુદા તેને પ્રેરણા આપે છે; અને તેની સરખામણી સિંહ સાથે, કારણ કે (નાના) જંગલી પ્રાણીઓ સિંહના આહારમાંથી ભાગ લે છે અને તેનું બચેલું ખાય છે, તેમની નિકટતાના પ્રમાણમાં, જગ્યાની નિકટતામાં નહીં પરંતુ ગુણવત્તાની નિકટતામાં. આ (વિષય)ની વિગતો ઘણી છે, અને ખુદા (શ્રેષ્ઠ) માર્ગદર્શક છે.
૨૨૩૯ “કુત્બ” સિંહની માફક છે, અને શિકાર કરવો તેનું કામ છે, બાકીના (બધા) આ લોકો, તેનું બાકી રાખેલું ખાય છે.
૨૨૪૦ જેટલું પણ તમારાથી બને શકે તેટલી રીતે તનતોડ મહેનત કરી 'કુત્બ'ને સંતોષો કે જેથી તે શક્તિ મેળવે અને જંગલી જનાવરોનો શિકાર કરે.
૨૨૪૧ જ્યારે તે અસ્વસ્થ છે, લોકો ભુખે રહે છે, કારણ કે પેટ ભરવા માટે અપાતો ખોરાક સર્વમય સમજણના હાથમાંથી આવે છે.
૨૨૪૨ જ્યારે કે લોકોના પરમ આનંદો (રૂહાની અનુભવો) (માત્ર) તેનું બાકી રાખેલું છે. જો તમારૂં દિલ (રૂહાની) શિકાર ઈચ્છે તો આ વાત (દિલમાં) રાખી મુકો.
૨૨૪૩ તે સમજણ માફક છે અને લોકો કાયાના અંગો જેવા છે. કાયાની કાર્યવાહી સમજણ ઉપર આધાર રાખે છે.
૨૨૪૪ કુત્બની નબળાઈ શારિરીક છે, રૂહાનીયત નહિ, નબળાઈ કિશ્તીમાં રહેલ છે. “નુહ"માં નહિ.
૨૨૪૫ “કુત્બ" તે છે જે પોતાની આજુબાજુ ફરે છે (જ્યારે) તેની આજુબાજુ અવકાશી ગોળાઓનું પરિભ્રમણ છે.
૨૨૪૬ તેના વહાણને સમારવા થોડી મદદ કરો (ખુદાઈ હક આપો). જો તમો તેના પસંદ કરેલા ગુલામ અને ભાવિક દાસ બન્યા હો તો.
૨૨૪૭ તમારી મદદ (હકીકતમાં) તો તમને જ લાભદાયી છે. નહિ કે તેને, ખુદાએ કહ્યું છે. “જો તમે ખુદાને મદદ કરશો તો તમોને મદદ કરવામાં આવશે."
૨૨૪૮ શિયાળની માફક શિકાર કર અને તમારો શિકાર તેને (કુત્બ)ને કુરબાન કરો કે જેથી તમે બદલામાં એક હજાર શિકારો કે તેથી વધુ મેળવો.
૨૨૪૯ આજ્ઞાંકિત મુરીદથી મેળવેલો શિકાર શિયાળની રીતભાત બાદ (સજીવ ભેટ) કરવામાં આવે છે (પણ) સંસારી અને વાસનામય ઈન્સાન શિકાર પકડે છે જે (ક્યારનો) મરેલો છે.
૨૨૫૦ જો તમો મરેલો (શિકાર) તેને (કુત્બ)ને ભેટ કરશો, તો તે જીવતો બનશે, ગંદકી (જ્યારે) ફળવાડીમાં રખાય છે ત્યારે (ફળ) પેદા કરશે.
૨૨૫૧ શિયાળે સિંહને કહ્યું “હું (તાબેદારીપુર્વક) તમારી સેવા કરીશ, અનુચિત યુક્તિઓ યોજીશ અને તેને (શિકારને) તેની સમજણથી લુંટી લઈશ.
૨૨૫ર લુચ્ચાઈ અને મેલા મંત્રો મારૂં કામકાજ છે, છેતરપિંડી કરવી અને ગેરમાર્ગે દોરવવો એ મારૂં કામકાજ છે.
૨૨૫૩ પર્વતના મથાળેથી નદી તરફ ઉતાવળે દોડતા, તેને પેલો કંગાળ દુબળો ગધેડો નજરે પડ્યો.
૨૨૫૪ પછી તેણે તેને નમ્રતાપુર્વક સલામ કરી અને આગળ વધ્યો, તે પેલા ગરીબ ભોળા(ગધેડા)ને મળવા આગળ આવ્યો.
૨૨૫૫ અને (તેને) કહ્યું “આ અફાટ જંગલ પત્થરાઓ અને અનુત્પાદક જમીન ઉપર (રહો છો) ત્યાં તમો કેમ છો ?”
૨૨૫૬ ગધેડાએ જવાબ આપ્યો, હું દુઃખમાં છું કે ભલે સુખમાં, ખુદાએ તે મારો હિસ્સો બનાવેલ છે, અને હું તેના માટે તેનો અભારી છું.
૨૨૫૭ હું ભલી બુરી હાલતમાં દોસ્તનો (ખુદાનો) આભાર માનુ છું કારણ કે (દૈવી) ભાવીમાં (ચાલું) તકલીફ કરતાં વધુ દુઃખ છે.
૨૨૫૮ જ્યારે કે તે હિસ્સાઓનો વહેંચણી કરનાર છે ત્યારે ફરિયાદ કરવી એ નાસ્તિકતાનું (કાર્ય) છે. ધીરજ જરૂરી છે, ધીરજ બદલાની ચાવી છે.
૨૨૫૯ ખુદા સિવાય બધા દુશ્મનો છે. તે (એકલો જ) દોસ્ત છે, એક દોસ્તની દુશ્મન પાસે ફરીયાદ કરવી તે શું યોગ્ય દેખાય છે ?
૨૨૬૦ જ્યાં સુધી તે મને છાશ આપે છે ત્યાં સુધી હું મધ માટેની ઈચ્છા કરીશ નહિ કારણ કે દરેક ખુશી સાથે એક દર્દ પણ જોડાએલું છે
બળતણ વેચનારની માલિકીના એક ગધેડાની કહાણી કે જેણે કેટલાક સારી રીતે પોષાયેલા અરબ ઘોડાઓને બાદશાહી તબેલામાં જોયા અને તેવા જ ભાગ્યની ઇચ્છા કરી, (આ વાર્તા કહેવાનો ઈરાદો) એક સદબોધ આપવાનો છે કે (ખુદાની) માફી અને સદભાવ સિવાય બીજું કઈ ઈચ્છવું જોઈએ નહિ, કારણ કે ભલે તમે એકસો જાતના દુઃખમાં હો, તેઓ બધા તમને મીઠા બનશે જ્યારે તમે માફી આપેલા બન્યાની ખુશી અનુભવશો અને બાકીના માટે, અનુભવ્યા પહેલા જે નશીબ માટે તમે ઇચ્છા કરો છો તે એક દુઃખ સાથે જોડાએલ છે જે (આ પળે) તમો નિરખતા નથી (દાખલા તરીકે) દરેક ફાંસલામાં પ્રલોભનો દ્રષ્યમાન છે. જ્યારે જાળ સંતાડેલી છે. તમે (કે જેઓ) આ એક ફાંસલામાં પકડાએલા બન્યા છો (હજી સુધી) ઇચ્છો છો (અને પોતાને કહો છો) “જો હું પેલા પ્રલોભનો પાછળ ગયો હોત, તમે કલ્પના કરો છો કે પેલા પ્રલોભનો ફાંસલાઓ વગરના છે.
૨૨૬૧ એક મસકમાં પાણી ભરી વેચનાર હતો. તેની પાસે એક ગઘેડો હતો કે જે દુઃખથી એક પટ્ટીની માફક બેવડ વળેલો હતો.
૨૨૬૨ તેની પીઠમા ભારે બોજાથી એકસો ચાઠા પડેલા હતા, તે આતુરતાપુર્વક પોતાના મોતના દિવસની ઈચ્છા કરતો હતો.
૨૨૬૩ જળ તે વળી શું ? તેણે કદી પણ સુકા ઘાસથી (પણ) પોતાનું પેટ ભર્યું ન હતું. તેના દરેક પગલે (ઘાતકી) ફટકો અને લોઢાની આર મળતી.
૨૨૬૪ બાદશાહી તબેલાના રક્ષકે તે જોયું અને તેને દયા આવી કારણ કે તે માણસ ગધેડાના માલિક સાથે પરિચિત હતો.
૨૨૬૫ તેથી તેણે તેને સલામ કરી અને શું બન્યું હતું તે પૂછ્યું, કહે “એક 'ડાલ' અક્ષરની માફક આ ગઘેડાનું બેવડ વળવાનું કારણ શું છે ?”
૨૨૬૬ તેણે જવાબ આપ્યો, મારી ગરીબાઈ અને કંગાલીયતના કારણે આ મુંગું જનાવર સુકું ઘાસ પણ મેળવતું નથી.
૨૨૬૭ પેલાએ કહ્યું “તેને થોડા દિવસો માટે મારે હવાલે કર, કે બાદશાહી તબેલામાં તે શક્તિશાળી બને.
૨૨૬૮ તેણે તે ગધેડો સુપ્રત કર્યો અને કે પેલા દયાળુ માણસે સુલતાનના તબેલામાં તેને ખીલે બાંધ્યો.
૨૨૬૯ ગધેડાએ (પોતાની) દરેક બાજુએ અરબી ઘોડાઓ સારી પેઠે પોષાએલા અને જાડા અને ખુબસુરત અને તાજા જોયા.
૨૨૭૦ (તેણે) તેમના પગ નીચેની જમીન વાળી-ઝુડી સાફ કરીને પાણી છાંટેલી, ઘાસ (યોગ્ય) સમયે આવતું હતું અને જવ આપવામાં આવતા હતા.
૨૨૭૧ તેણે વાળ ઓળેલા અને સાફ કરેલા ઘોડા જોયા (પછી) તેણે પોતાના મોઢાનો આગલો ભાગ ઉંચો કર્યો, બુમ પાડી કહે, “ઓ કીર્તિવંત માલિક.
૨૨૭૨ શું હું તારો પેદા કરેલો નથી ? હું કબુલ કરૂં છું કે હું એક ગધેડો છું (પણ) શા કારણે મારી પીઠ ઉપર ચાઠાં છે અને પાતળો કંગાળ છું.
૨૨૭૩ રાત્રીના, મારી પીઠ ઉપરના દુઃખના કારણે અને મારા પેટમાં ભૂખના કારણે હું હંમેશાં મરવાની ઈચ્છા કરું છું.
૨૨૭૪ આ ઘોડાઓ કેટલા બધા સુખી અને આબાદ છે, જ્યારે શું તેં મને એકલાને જ આ દુઃખ અને તકલીફ માટે ચુંટી કાઢેલ છે ?”
૨૨૭૫ ઓચિંતાના લડાઈની વાત ઉડી, તે અરબી ઘોડાઓને જીન બાંધીને કામકાજમા ગોઠવવાનો વખત હતો.
૨૨૭૬ તેઓ દુશ્મનના તીરોથી ઘવાયા હતા. તીરોની અણીયો તેમની દરેક બાજુએ ઘૂસી ગઈ હતી.
૨૨૭૭ (જ્યારે) પેલા અરબી ઘોડાઓ લડાયક પ્રવૃત્તિમાંથી પાછા ફર્યા, તેઓ બધા નીચે પડ્યા અને તબેલામાં તેઓ પડખાભેર પડ્યા.
૨૨૭૮ તેઓના પગો મજબુતીથી કેન્વાસના (ટુકડાઓથી) બાંધ્યા હતા. ઘોડા ડાક્ટરો હારબંધ ઉભા હતા.
૨૨૭૯ તેઓના શરીરો નાની છરીઓથી તેમના ઝખમોમાંથી તીરોના ફળાઓને દુર કરવા ખાતર, ભેદતા હતા.
૨૨૮૦ ગધેડાએ (બધુ) જોયું, અને કહેતો હતો, “ઓ ખુદા, હું ગરીબાઈ અને તંદુરસ્તીથી સંતોષાએલો છું.
૨૨૮૧ મને પેલા (પુષ્કળ) ખોરાકનો સ્વાદ નથી તેમજ પેલા ભયંકર ઝખમો જોઈતા નથી, દરેક જણ કે જે (રૂહાનીયત) તંદુરસ્તી ઇચ્છે છે દુનિયાને ત્યાગી દે છે.”
ગધેડાએ શિયાળને કેવો જવાબ આપ્યો.
૨૨૮૮ તેણે (ગધેડાએ) કહ્યું “તેમ કહેવું ખુદામાં વિશ્વાસની ખામી અંગે છે, નહિતર, જે આ૫ણને જીવન આપ્યું તે આપણને રોજી પણ આપે છે.
૨૨૮૯ હરકોઈ જે (રૂહાનીયત) બાદશાહી અને વિજય શોધે છે. ઓ પુત્ર, એક મોં પુરતી રોજી (તેને) માટે કદી અટકશે નહિ.
૨૨૯૦ બધા જંગલી જનાવરો ઘાસ ખાનારા અને શિકાર કરી ખાનારા બન્ને ખોરાક ખાનારા છે, તેઓ (રોજી મેળવવા) કામની શોધમાં જતા નથી. તેમ (પોતા માટે) તજવીજ કરવા (ના બોજા)માં પડતા નથી.
૨૨૯૧ પુરૂં પાડનાર પોતાની રોજની રોજી દરેકને આપે છે, તે દરેક સમક્ષ તેનો નિર્માણનો હિસ્સો મૂકે છે.
૨૨૯૨ (દૈવી) ખોરાક દરેક જણ કે જે (ધીરજ) બતાવી શોધે છે તેને મળે જ છે. પરિશ્રમો કરવાનો સંતાપ ધીરજના અભાવમાંથી જાગે છે.
ખુદામાં વિશ્વાસના અર્થનું વિવરણ (કે જે) એક ત્યાગીની કહાણી દ્વારા (સમજાવાયું છે) ખુદામાંના પોતાના વિશ્વાસની ચકાસણી કરતા, પોતાની માલ મિલક્ત, (રહેઠાણ) અને ગામ મુકી, માણસોના ચાલું આવજાવના અને સરિયામ રસ્તો છોડી ઘણે દુર ઉજ્જડ અને મર્યાદા બહાર પર્વતની તળેટીએ પહોંચ્યો (જ્યાં) સખત ભૂખથી તેણે પોતાનું માથું એક પત્થર ઉપર મુક્યું, અને પોતાના દિલમાં (આમ) કહેતા ઊંઘમાં પડ્યો, “મેં તારા (પોષણના) અને રોજની રોજીના નિમિત્ત સાધન પુરા પાડવામાં વિશ્વાસ મુક્યો છે, અને મેં (ગૌણ કારણોના) (બધા) નિમિત્ત સાધનોથી મારા ખુદને દુર કર્યો છે, એટલા માટે કે હું ખુદામાંના વિશ્વાસનું પરિણામ આવતું અનુભવું.”
૨૩૦૧ અમુક ત્યાગીએ હ. મોહમ્મદ (૨.અ.સ.)ની હદીસ સાંભળી હતી કે રોજની રોજી ખુદામાંથી આત્મામાં ચોક્કસ રીતે આવે છે.
૨૩૦૨ (અને કે) ભલે તમારી ઈચ્છા હોય કે ન હોય, તમારી રોજની રોજી તમારા તરફ દોડતી આવે છે કારણ કે તેને તમારા તરફ ખૂબ જ શોખ છે.
૨૩૦૩ ચકાસણી કરવાના ઈરાદાએ પેલો માણસ જંગલમાં ગયો. તુરત જ એક પર્વતની નજીક નીચે સુતો.
૨૩૦૪ કહે, "હું જોઉં છું કે રોજની રોજી મારી પાસે આવે છે કે નહિ, (મારૂ ધ્યેય આમ કરવાનું) એ છે કે રોજની રોજીમાં મારો વિશ્વાસ અડગ બને.”
૨૩૦૫ એક વણજારે રસ્તો ગુમાવ્યો અને પર્વત તરફ કુચ કરી. (મુસાફરોએ) ત્યાં તેને સુતેલો જોયો કે જે ચકાસણી કરતો હતો.
૨૩૦૬ (એણે બીજાને) કહ્યું, “રસ્તા અને ગામથી દુર આ માણસ કંગાલીયતભર્યા જંગલમાં અહીંયા કેમ છે ?
૨૩૦૭ અરે, મને નવાઈ લાગે છે કે તે જીવતો છે કે મરેલો ? (દેખીતી રીતે) શું તેને વરૂઓની કે દુશ્મનોની બીક નથી ?”
૨૩૦૮ તેઓ નજીક આવ્યા અને પોતાને હાથેથી તેને સ્પર્શ કર્યો, પેલા આદરણીય પુરુષે ઈરાદાપૂર્વક કાંઈ કહ્યું નહિ.
૨૩૦૯ તે જાગ્યો નહિ, તેણે પોતાનું માથું પણ હલાવ્યું નહિ કે પોતાની આંખો પણ ઉઘાડી નહિ, કારણ કે તે એક કસોટી કરતો હતો.
૨૩૧૦ પછી તેઓએ કહ્યું, આ ગરીબ હતાશ આદમીને ભુખ અંગે થએલા ચેતના શક્તિના લોપનો આઘાત લાગ્યો છે ?
૨૩૧૧ તેઓ રોટલો અને કિટલીમાં ખાવાનું પણ લાવ્યા, કે જેથી તેઓ તેના મોંમાં અને ગળામાં રેડે.
૨૩૧૨ આથી પેલા માણસે ઈરાદાપુર્વક પોતાના દાંતો ભીડાવ્યા, એટલા માટે કે પેલા વચનની સત્યતા નિહાળે.
૨૩૧૩ તેઓને તેના ઉપર દયા આવી અને કહ્યું, 'આ માણસ ભુખે મરે છે અને ભુખથી નાશ પામે છે અને મૃત્યુની અણી ઉપર છે.’
૨૩૧૪ (તેથી) તેઓ એક ચપ્પુ લાવ્યા અને તેના બંધ થએલા દાંતોમાં ઉતાવળે ફાટ પાડી.
૨૩૧૫ તેઓએ તેના મોઢામાં સેરવો રેડ્યો અને રોટલાના ટુકડાઓ તેમાં બળજબરીએ નાખ્યા.
૨૩૧૬ તેણે (પોતાના દિલમાં) કહ્યું, ‘ઓ (મારા) દિલ, જો કે તું ચુપકીદી અખત્યાર કરી છે પણ તું ગુપ્તતા જાણે છે અને એક અધમતા બતાવે છે.
૨૩૧૭ તેના દિલે જવાબ આપ્યો, હું (ખાનગી) જાણું છું અને આમ ઈરાદાપૂર્વક વર્તુ છું, ખુદા મારા આત્મા અને કાયા માટેનું પોષણ પુરું પાડનાર છે !”
૨૩૧૮ આના કરતાં વધુ સારી કસોટી બીજી કઈ હોઈ શકે ? રોજની રોજી તેઓ કે જેઓને ધીરજ છે તેમની પાસે આનંદથી આવે છે.
ગધેડાએ શિયાળને જવાબ આપ્યો, કહે, “આજીવિકા પેદા કરવાનો સૌથી સારો રસ્તો ખુદામાં વિશ્વાસ છે, કારણ કે દરેક જણે ખુદામાં વિશ્વાસ રાખવાની જરૂરત છે અને માગો, “ઓ ખુદા, આ મારા કાર્યને સફળ બનાવ અને પ્રાર્થનામાં ખુદા પર વિશ્વાસ શામેલ છે અને ખુદામાં વિશ્વાસ આજીવિકાનું (એક માત્ર) સાધન છે કે જે બીજાં બધાં સાધનોના માધ્યમોથી મુક્ત છે.”
૨૩૨૫ તેણે (ગધેડાએ) કહ્યું હું બન્ને દુનિયામાં આજીવિકાના નિમિત્ત કારણ, મારા માલિકમાં વિશ્વાસ કરતાં વધુ કોઈપણ ઉત્તમ જાણતો નથી.
૨૩૨૬ હું તેના આભાર માનવાના લાભ સાથે સરખામણીવાળા બને તેવું કંઈ પણ જાણતો નથી એટલા માટે કે ખુદાનો આભાર પ્રદર્શિત કરવો, પોતાની દિશામાં રોજની રોજી લાવે અને (તેનાથી) વધારે.
ફકર૭ તેઓનો વાદવિવાદ અરસપરસ હોંસાતોંસીમાં પરિણમ્યો (ત્યાં સુધી કે) તેઓ વધુ સવાલ જવાબ કરવા અશક્ત બન્યા.
૨૩૨૮ ત્યારબાદ તેણે (શિયાળે) તેને કહ્યું (દૈવી) બાદશાહીમાં મનાઈને ધ્યાનમાં લે, “તમારી પોતાની મેળે પોતાને વિનાશમાં ફેંકશો નહિ.”
૨૩૨૯ પત્થરાઓથી છવાએલ આવા વેરાન જંગલમાં અંગત સુખોપભોગનો પરિત્યાગ કરવો એ મુર્ખાઈ છે, ખુદાની દુનિયા બહુ બહોળી છે.
૨૩૩૦ આ જગ્યાએથી હરિયાળી જગ્યામાં ચાલ અને નદીની આજુબાજુ લીલી જગ્યા ઉપર કુણી કુણી ડાળખીઓ ખા,
૨૩૩૧ એક ચરાણ બહિશ્ત માફક લીલી છે જ્યાં લીલોતરી કમર સુધી ઉંચી ઉગે છે.
૨૩૩૨ તે જનાવર સુખી છે જે ત્યાં જાય છે, એવી એક હરિયાળી કે જેમાં એક ઊંટ પણ દ્રષ્યમાન ન બને.
૨૩૩૩ ત્યાં દરેક બાજુએ એક વહેતો ઝરો છે, ત્યાં જનાવરો શારિરીક સુખ અને સલામતીમાં છે.
૨૩૩૪ અક્કલહીનતા અંગે તેણે (ગધેડાએ) તેને કહ્યું નહિ કે, ઓ શ્રાપિત થએલા, તું ત્યાંથી આવ્યો છે ત્યારે તું આવો કંગાળ કેમ છે ?
૨૩૩૫ તારૂં પ્રફુલ્લપણું અને જાડાઈ અને સુંદરતા ક્યાં છે ? આ તારી ભુખે મરતી કંગાળ કાયાનો (અર્થ) શું છે ?
૨૩૩૬ જો તારૂં ઘાસનું ફળદ્રુપ ગૌચર એ (માત્ર) જુઠ અને બનાવટ નથી તો પછી તારી આંખ (તેનાથી) પરમ સુખ પામેલી કેમ નથી ?
૨૩૩૭ આ લાલચુ દ્રષ્ટિ અને આ અંધાપો તારા ભિખારીપણાના પરિણામ છે નહિ કે (રૂહાનીયત) રાજ્યસત્તાના.
૨૩૩૮ જ્યારે કે તું ઝરામાંથી આવ્યો છો ત્યારે તું તરસ્યો (સુકો) કેમ છો ? અને જો તને કસ્તુરીવાળી હરણ ગ્રન્થિ છે, તો તે કસ્તુરીનો ભાગ ક્યાં છે ?
૨૩૩૯ ઓ માનવંતા, તું જે કહે છે અને વર્ણવે છે તેની નિશાની તારામાં ક્યાં છે ?
ઊંટની બોધદાયક કહાણી, સમજાવવું કે જ્યારે હરકોઈ પોતાના સદકિસ્મત વિષે કહે છે, અને તમે તેમાં કાંઈ દેખાવ અથવા સુખાપતીની નિશાની જોતા નથી તો શંકા માટેનું કારણ છે કે તેમાં એક બનાવટ કરનાર છે.
૨૩૪૦ અમુક માણસે એક ઉંટને પૂછ્યું, “એઈ તું ક્યાંથી આવે છે ? ઓ તું કે જેનો રસ્તો કલ્યાણકારી છે ?"
૨૩૪૧ તેણે જવાબ આપ્યો, “તારી ગલીમાં ગરમ પાણીના ઝરાના સ્નાનમાંથી, ”બીજાએ (ટાણું મારતા) કહ્યું, “ખરેખર, તે તારી ઘુંટણીઓની હાલતમાં સ્પષ્ટ દેખાય છે !"
૨૩૬૭ (જ્યારે) ગધેડાએ હરિયાળા ચરાણના રંગ અને સુવાસ સાંભળી, (ખુદામાંના વિશ્વાસની તરફેણની) બધી દલીલો તેના મનની વલણમાંથી ચાલી ગઈ.
૨૩૬૮ તરસ્યા માણસને વરસાદની જરૂર છે, અને ત્યાં વાદળા નથી. દુષ્ટ મન અકરાંતીયા પણાથી ભુખ્યું હતું અને આત્મસંયમ ન હતો.
૨૩૬૯ આત્મસંયમ એક લોઢાની ઢાલ છે, ઓ (મારા) બાપ, (આત્મસંયમની) ઢાલ ઉપર ખુદાએ (આ શબ્દો) લખ્યા છે, “વિજય આવશે જ.”
૨૩૭૦ બનાવટ કરનાર પોતાના ખુલાસામાં એક સો સાબિતી આગળ લાવશે (પણ) તે તર્કશુદ્ધ વિચારસરણીમાંથી તેમની પાસે બોલે છે નહિ કે તાત્કાલીક અનુભવમાંથી.
૨૩૭૧ તે કસ્તુરીથી છંટાએલ છે પણ તે કસ્તુરી નથી, તેને કસ્તુરીની વાસ છે, પણ તે માત્ર વિષ્ઠા છે.
૨૩૭૨ એટલા માટે કે વિષ્ઠાનો થોડોએક ભાગ કદાચ કસ્તુરી બને તે પહેલા મુરીદે, પેલા (રૂહાનીયત) બગીચામાં વર્ષો પર્યંત કુંપળ ખાવી જોઈએ.
૨૩૭૩ ગધેડાઓની માફક તેણે ઘાસ અને જવ ખાવા ન જોઈએ ‘અર્ધવાન' ઉપર ‘ખુતાન'માં કસ્તુરી મૃગની માફક કુંપળ ખા,
૨૩૭૪ લવીંગ, ચમેલી અને ગુલાબના છોડની કુંપળો સિવાય બીજું ખાતો નહિ,
પેલા ઔલિયાપણાવાળા પુરૂષોની સોબતમાં ખુતાનના મેદાન તરફ જા.
૨૩૭૫ તમારા પેટને મધુર તુલસીથી હળેલું બનાવ કે જેથી તમે ડહાપણ અને નબીઓનો (રૂહાનીયત) ખોરાક મેળવો.
૨૩૭૬ આ ઘાસ અને જવ ખાવાની આદતવાળા તારા પેટને ફોડી નાખ, સ્વાદિષ્ટ તુલસી અને ગુલાબના ફુલ ખાવા શરૂ કર.
૨૩૭૭ ભૌતિક જઠર ઘાસની ગંજી તરફ દોરે છે, રૂહાનીયત જઠર મધુર તુલસી તરફ દોરે છે,
૨૪૦૨ હ. મૌલા મુર્તુઝાઅલી (અ.સ) પાસેથી વારસાગત મળેલી તલવાર 'ઝુલફિકાર' કદાચ તારી પાસે હોય. (પણ) “શેરે ખુદા”ના મજબુત હાથ તમને છે ? (જો છે) તો બતાવો !
૨૪૦૩ હ. ઈસા (અ.સ.) પાસેથી એક જીવન અર્પતું મંત્ર તમને કદાચ યાદ હોય, છતાં ૫ણ, ઓ તિરસ્કરણીય આદમી, તમારામાં હ. ઈસા (અ.સ.)ના હોઠ અને દાંત ક્યાં છે ?
૨૪૧૩ ભક્તિભાવના કાર્યોમાં પ્રવૃત્ત રહી તમારૂં મર્દાઈપણું યથાવત કરો કે તમારી શક્તિ તમારામાં રૂહાનીયત શક્તિ જાગૃત કરે.
૨૪૧૪ જઠરને ભુલી જાઓ અને આત્મા તરફ ફાળ ભરો એટલા માટે કે તમોને ખુદા તરફથી સીધી વહી આવે.
૨૪૧૬ શિયાળ કાવતરામાં તેનો પગ ખેંચી ગયો, તેણે ગધેડાની દાઢી પકડી અને ઉઠાવી ગયો.
શિયાળ ગધેડાને સિંહ પાસે લાવ્યો અને ગધેડાનું સિંહ પાસેથી ભાગી છુટવું અને શિયાળનો સિંહને ઠપકો આપવો. કહે “ગધેડો હજી દુર હતો. તમો બહુ ઉતાવળા હતા.” અને સિંહની દરગુજર ચાહવી અને શિયાળને ફરીવાર જવાની અને બીજી વખત તેને છેતરવાની વિનંતી કરવી.
૨૪૬૪ જ્યારે તે (શિયાળ) તેને (ગધેડાને) ચરાણમાં ટેકરી તરફ લઈ આવ્યો, એટલા માટે કે સિંહ (ઓચિંતા) હુમલાથી તેના ભુક્કા બેલાવી દે.
૨૪૬૫ તે (ગધેડો) હજી સિંહથી દુર હતો, પણ સિંહ તે વધુ નજીક આવે ત્યાં સુધી લડાઈ લડવાની ધીરજ રાખી શક્યો નહિ.
૨૪૬૬ ઝનુની સિંહ ઢોળાવની ટોચ ઉપરથી એક કુદકો માર્યો (જો કે) ખરેખર તેને યોગ્ય રીતે કુદવાનું જોર અને શક્તિ હતી નહિ.
૨૪૬૭ ગધેડાએ તેને (સિંહને) દુરથી જોયો અને પાછો ફર્યો અને ટેકરીના તળીયા તરફ ઉતાવળમાં ભાગી છુટ્યો.
૨૪૬૮ શિયાળે સિંહને કહ્યું, “ઓ અમો સઘળાના બાદશાહ, લડાઈને વખતે તમોએ પોતાને વશમાં શા માટે ન રાખ્યા ?"
૨૪૭૪ (સિંહે શિયાળને કહ્યું) જાઓ તમારી યુકિત-પ્રયુક્તિ (વાપરીને) તેને પાછો ફરી એકવાર અહીં લાવો.
શિયાળ એક બીજી વખત ભાગી ગએલા ગધેડાની નજીક ગયો એટલા માટે કે એક વધુ વખત તે તેને છેતરે.
૨૫૦૦ પછી શિયાળ ઉતાવળથી ગધેડા તરફ આવ્યો, ગધેડાએ કહ્યું. તારા જેવા એક દોસ્તથી ખબરદાર રહેવું જોઈએ.
૨૫૧૨ શિયાળે જવાબ આપ્યો, “તે જાદુનો એક મંત્ર હતો કે જે તમારી આંખમાં એક સિંહ જેવો દેખાયો.
૨૫૧૩ નહિતર હું તમારા કરતાં કાયામાં વધુ દુબળો છું. અને હું ત્યાં રાત્રી અને દિવસ હંમેશાં ત્યાં ખાઉં છું.
૨૫૧૪ જો તે (જાદુગરે) પેલી જાતનો એક મંત્ર ન શોધ્યો હોત તો દરેક ભૂખે મરતા (જનાવર) ત્યાં દોડી ગયા હોત.
૨૫૧૬ ખરેખર, સુચના આપવાની ખાતર હું તને કહેવા માગું છું કે પેલા જેવી ભયંકર વસ્તું જુઓ તો બીતા નહિ.
૨૫૧૭ પણ હું (આ) જ્ઞાન તમને કહેતાં ભુલી ગયો, કારણ કે તમારી ભૂખના કારણે હું વધુ પડતી દયા અને દિલગીરીથી નિરૂપાય બન્યો હતો,
૨૫૧૯ નહિતર મેં મંત્રથી તમને માહિતગાર કર્યા હોત, તે (સિંહ) માત્ર ભ્રાન્તિકારક છે તે (કાંઈ ખરેખરી) કાયા નથી.
સિંહે ગધેડાને પોતાનો શિકાર બનાવ્યો, મહેનત બાદ તરસ્યો થતા ઝરામાં પાણી પીવા ગયો, તેના પાછા ફરવા પહેલા શિયાળે પિત્તાશય સાથે ફેફસું, હૃદય અને મૂત્રપિંડ કે જે પસંદગીના ભાગો છે તે ખાઈ નાખ્યા હતા, સિંહે હૃદય અને પિત્તાશયની તપાસ કરી અને જ્યારે તે મળ્યા નહિ ત્યારે તેઓ ક્યાં છે તે શિયાળને પૂછયું. શિયાળે જવાબ આપ્યો, “જો તેને હૃદય અને ફેફસું હોત તો પેલા દિવસે આવો એક ભયંકર પાઠ મેળવ્યા બાદ, જીંદગી બચાવ્યા બાદ તારી પાસે પાછો કેમ આવ્યો હોત ?” “જો અમોએ સાંભળ્યું હોત અથવા સમજણ સહિત ગણત્રી કરી હોત તો અમે દોજખના અનુયાયીઓમાંના બન્યા ન હોત.”
૨૭૭૦ નાનો શિયાળ ગધેડાને સિંહની પાસે લાવ્યો, બહાદુર સિંહે તેના કટકા કરી નાખ્યા,
૨૭૭૧ જનાવરોનો બાદશાહ પોતાના પ્રયત્નોથી તરસ્યો બન્યો હતો તેથી થોડું પાણી પીવા ઝરા તરફ ગયો.
૨૭૭૨ દરમ્યાન નાનો શિયાળ, એક તક મળી જતા, (ગધેડાના) પિત્તાશય અને ફેફસા અને હૃદય ખાઈ ગયો.
૨૭૭૩ જ્યારે સિંહ (પોતાનો શિકાર) ખાવા ઝરામાંથી પાછો ફર્યો ત્યારે તેણે હૃદય શોધવા ગધેડામાં નજર કરી (પણ) તેમાં હૃદય અને પિત્તાશય હતા જ નહિ.
૨૭૭૪ તેણે (સિંહે) શિયાળને કહ્યું, “પિત્તાશય ક્યાં છે ? હૃદયનું શું થયું ? કારણ કે કોઈ પણ જનાવર આ બે વગર જીવી શકે નહિ.”
૨૭૭૫ તેણે (શિયાળે) જવાબ આપ્યો, “જો તેને એક હૃદય અને પિત્તાશય હોત તો અહીં બીજી વાર કેમ આવ્યો હોત ?
૨૭૭૬ તેણે પેલી ભયંકર મનોવેદના અને સંતાપ અનુભવ્યો હતો, પર્વતની નીચે તરફડીયા મારતો, બીક અને ત્રાસથી ભાગી છુટેલો.
૨૭૭૭ જો તેને પિત્તાશય અને હૃદય હોત તો તે તારી સમક્ષ બીજીવાર કેમ આવ્યો હોત ?
૨૭૭૮ જ્યારે દિલમાં કાંઈ પ્રકાશ નથી ત્યારે તે દિલ જ નથી, જ્યારે શરીરમાં આત્મા જ નથી તો તે માટી સિવાય બીજું કાંઈ જ નથી.
૨૭૭૯ કાચને મળતું દિલ કે જે રૂહાનીયત પ્રકાશ ધરાવતું નથી તે પેશાબ અને પેશાબવર્ધક (urine-phial) છે. તેને બત્તી કહી બોલાવ નહિ.
૨૭૮૦ બત્તીમાંનો પ્રકાશ સર્વશક્તિમાનની એક બક્ષિશ છે, કાચ અને માટીનું વાસણ તેના પેદા કરાએલાઓનું હાથકામ છે.
૨૭૮૧ અનિવાર્યપણે વાસણોની બાબતમાં સંખ્યા છે, (પણ) પ્રકાશના ભડકાઓની બાબતમાં, ઐકયતા સિવાય બીજું કંઈ નથી.
યા અલી મદદ