Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૭

વાર્તા - ૭

0:000:00

ગઝનાના શેખ મહમ્મદ સર્રાઝીની કહાણી.

૨૫૬૭ ગઝનામાં એક ત્યાગી હતો, (અધ્યાત્મ વિદ્યાના) જ્ઞાનમાં ભરચક, તેનું નામ મહમ્મદ અને તેનો લકબ સર્રાઝી હતો.

૨૫૬૮ તેઓ દરેક રાત્રીના પોતાનો રોજો દ્રાક્ષના વેલતંતુથી છોડતા. તેઓ સાત વર્ષો સુધી ચાલું રીતે એક શોધખોળમાં લાગેલા હતા.

૨૫૬૯ તેઓએ અસ્તિત્વના બાદશાહમાંથી ઘણી અદભૂત વસ્તુઓનો અનુભવ કર્યો, પણ તેમનો ધ્યેય ‘બાદશાહ'ની ખુબસુરતી નિહાળવાનો હતો.

૨૫૭૦ પેલો શખ્સ કે જે પોતાથી પૂર્ણ સંતોષાયો હતો. એક પર્વતના મથાળે ગયો અને કહ્યું, “જાહેર થાઓ, અથવા હું મને તળીયે ફેંકીશ.”

૨૫૭૧ તેણે (ખુદાએ) કહ્યું, “પેલા સદભાવ માટેનો વખત (હજી) આવ્યો નથી. અને જો તું નીચે પડીશ તો પણ તું મરીશ નહિ, હું તને મારી નાખીશ નહિ.”

૨૫૭૨ તેઓએ (ખુદાના) પ્રેમ થકી, પોતાને નીચે ફેંક્યો, તેઓ એક પાણીની એક જગ્યાના ઉંડાણમાં પડ્યા.

૨૫૭૩ જ્યારે તેઓને માલમ પડયું કે તેઓ મર્યા નથી ત્યારે નિરાશાપણાના માનસિક આઘાતના કારણે પેલો શખ્સ કે જે પોતાના જીવનનો બિમાર હતો, પોતાને મૃત્યુથી છુટો પડેલો બનાવવા માટે આક્રંદ કર્યું.

૨૫૭૪ કારણ કે તેને આ ચાલું જિંદગી મૃત્યુની હાલત જેવી લાગી, તેણે સાધારણ દ્રષ્ટિથી અવળી બાજુ લીધી.

૨૫૭૫ તે મોતને અદ્રષ્યમાંથી એક બક્ષિસ તરીકે માગતો હતો. તે બુમ પાડતો હતો, “ખરેખર, મારૂં જીવન મારા મૃત્યુમાં છે.”

૨૫૭૬ બીજા લોકો જીવનને કબુલ કરે તેમ તેણે મૃત્યુને કબુલ કર્યું હતું. તે પોતાના જીવનના નાશમાં ખરા દિલથી જોડાયો હતો.

૨૫૭૭ હ. મૌલા મુર્તુઝાઅલી (અ.સ.)ની માફક, તલવાર અને ખંજર તેઓને ખુશકારક હતા, જીવનની ખુશીઓ તેમના આત્માની દુશ્મન હતી.

૨૫૭૮ (તેમના કાન ઉપર) એક અવાજ આવ્યો, જંગલમાંથી શહેર તરફ જાઓ, એક અદભુત અવાજ જાહેર અને બાતુનની મર્યાદા બહારનો (તેમને સંભળાયો).

૨૫૭૯ તે બુમ પાડી ઉઠયો, “ઓ તું કે જે મારી ગુપ્ત વાતો તમે જાણો છો, મને કહો કે શહેરમાં મારે કઈ ફરજ બજાવવાની છે ?”

૨૫૮૦ તેણે (અવાજે) કહ્યું 'ફરજ આ છે, કે ખુદની વગોવણીના ઈરાદા અંગે તારે મીઠી વાણીવાળા અબ્બાસની (માફક) તને (ભીખારી) બનાવવો પડશે.

૨૫૮૧ થોડા વખત સુધી પૈસાદાર પાસેથી પૈસા લો અને પછી તેને ખૂબ ગરીબ હોય તેને વહેંચી દો.

૨૫૮૨ થોડા વખત માટે આ સેવા તારે બજાવવાની છે. તેણે જવાબ આપ્યો, ઓ તું કે જે મારા આત્માનો આસરો છો, સાંભળવું એ તાબે થવું છે.

૨૫૮૩ માણસ જાતના માલિક અને ત્યાગી વચ્ચે ઘણા સવાલ અને જવાબો અને વાતચીત ચાલી.

૨૫૮૪ આથી જમીન અને આસમાન (રૂહાનીયત) પ્રકાશથી ભરાઈ ગયા, કે જે બધા 'મકાલાત'માં વર્ણવવામાં આવ્યા છે.

૨૫૮૫ હું પેલી વાતચીત ટુંકાવીશ, એટલા માટે કે પેલો દરેક કિંમત વગરનો પુરૂષ (આવા) ગુઢાર્થો સાંભળે નહિ.

શેખ ઘણા વર્ષો બાદ જંગલમાંથી ગઝનાના શહેર તરફ આવ્યા અને એક (ભિખારી માફક) અદ્રષ્યમાંના હુકમની તાબેદારીમાં આજુબાજુ છાબડી ફેરવવા માંડી અને (પૈસા અને ખોરાક) જે ભેગા કરવામાં આવતા હતા તે ગરીબોની વચ્ચે વહેંચી આપતા, જ્યારે હરકોઈ લબ્બેકની કિર્તિનો આત્મા ધરાવે છે, (તેને) પત્ર ઉપર પત્ર અને સંદેશા પાછળ સંદેશા (મોકલવામાં આવે છે) (જેમ જ્યારે) એક ઘરનો દરવાજો ખુલે છે, ત્યારે સુર્યના કિરણો, ચંદ્રમાના કિરણો, વરસાદ અને પત્રો (અંદર આવવામાંથી) અટકતા નથી.

૨૫૮૬ પેલો (શેખ કે જે) (દૈવી) હુકમનો આજ્ઞાંક્તિ (હતો) તેણે પોતાનો ચહેરો શહેર તરફ ફેરવ્યો, ગઝનાનું શહેર તેના ચહેરાથી પ્રકાશિત બન્યું.

૨૫૮૭ એક (મોટું) જનતાનું ટોળું આનંદપુર્વક તેમને મળવા બહાર આવ્યું (પણ) તેઓ ઉતાવળમાં અને ગુપચુપ (શહેરમાં) પ્રવેશ્યા.

૨૫૮૮ બધા અમીર અને ઉમરાવો ઉભા થયા અને પોતાના મહેલો તેને આવકારવા માટે તૈયાર કર્યા.

૨૫૮૯ (૫ણ) તેમણે કહ્યું; “હું મારી જાહેરાતના (પ્રયોજનો) અંગે આવતો નથી. હું માનવતા અને ભીખ સિવાય બીજા કારણે આવ્યો નથી.

૨૫૯૦ વાતો અને વિવરણ કરવાનો મારો ઈરાદો નથી. હું મારા હાથમાં ટોપલી લઈ એક દરવાજેથી બીજે દરવાજે જઈશ.

૨૫૯૧ હું દૈવી ફરમાનનો તાબેદાર છું ? કારણ કે તે ખુદાથી હુકમ થએલો છે કે મારે એક ભીખારી બનવું, એક ભીખારી.

૨૫૯૨ હું ભીખ માગવામાં મરજી પડે તેવાં ઉચ્ચારણો વાપરીશ નહિ. સાદા ભીખારી સિવાયના રસ્તા પર ચાલીશ નહિ.

૨૫૯૩ જેથી હું અપમાનથી સંપૂર્ણપણે ડૂબી જાઉં, અને મને ઉચ્ચ અને નીચ બંને તરફથી અપમાનજનક શબ્દો સાંભળવા મળે.

૨૬૧૨ ખુદાએ શેખને જમીનથી સાતમા આસમાન સુધીના બધા ખજાના આગળ ધર્યા હતા.

૨૬૧૩ (પણ) શેખે કહ્યું  “ઓ પેદા કરનાર, હું એક પ્રેમી છું. જો હું તારા સિવાય બીજાને શોધું તો હું પાપી છું.

૨૬૧૪ જો હું આઠેય બહિશ્તોને દ્રષ્ટિમાં લાવું, અથવા જો હું દોજખની બીક અંગે તારી સેવા કરૂં, 

૨૬૧૫ (તો પછી) હું (માત્ર) મુક્તિ શોધતો ઈમાની છું. કારણકે આ બંન્ને પ્રયોજનો કાયા સાથે સબંધીત છે.

શેખ અદ્રશ્યમાંના સૂચન તરફ તાબેદારીમાં યાચનાના ઈરાદે અમુક અમીરના ઘરે એક દિવસમાં ચાર વખત પોતાના હાથમાં છાબડી સાથે ગયા અને તેમની ઉદ્ધતાઈ માટે અમીરે તેમને ઠપકો આપ્યો તે વિષે.

૨૬૪૯ એક દિવસે શેખ એક અમીરના મહેલે ચાર વખત ગયા, એટલા માટે કે એક દરવેશની માફક યાચના કરે.

૨૬૫૦ પોતાના હાથમાં એક ટોપલી (સાથે) બુમ પાડતા, “ખુદાની ખાતર કાંઈક આપો, આત્માનો પેદા કરનાર એક રોટલાનો ટુકડો શોધે છે."

૨૬૫૧ ઓ પુત્ર, તે તર્કથી તદ્દન વિપરીત છે, તે સર્વમય સમજણને પણ અસ્થિર મગજવાળી બનાવે છે.

૨૯૫૨ જ્યારે અમિરે તેમને જોયા તેણે તેમને કહ્યું, “ઓ અવિચારી આદમી, હું તમને કંઈક કહીશ, (પણ) મારા ઉપર કંજુસનું નામ લગાડતો નહિ.

૨૬૫૩ આ કેવી કઠોર અને નફટાઈ અને ઉદ્ધત વર્તણુંક છે કે તમો અહીં એક દિવસમાં ચાર વખત આવ્યા ?

૨૬૫૫ તમોએ યાચકોનું માન અને સ્વમાન ઉઠાવી લીધું છે, કેવા ધિક્કાર ઉપજાવનારા કાલાવાલા, શું અબ્બાસ (ખુદની) કિંમતમા, આવો જ છે ?

૨૬૫૭ તેમણે જવાબ આપ્યો, “ઓ અમીર, હું (દેવી) હુકમનો તાબેદાર છું. ચુપ રહે ! તમો મારા આંતરિક અગ્નિથી માહિતગાર નથી. આટલા બધા ઉકળો નહિ.

૨૬૫૮ જો મને મારામા રોટલા માટેની જરા પણ કંજુસાઈ માલમ પડી હોત તો મેં રોટલો ખાતું મારું ઉદર ફાડી નાખ્યું હોત.

૨૬૫૯ સાત વર્ષો દરમ્યાન, પ્રેમનો આવેશ કે જે કાયાને પકાવે છે, મેં જંગલમાં દ્રાક્ષનાં પાંદડાંઓ સિવાય બીજું કશું ખાધું નથી.

૨૬૬૦ કે જેથી, સુકાં અને લીલાં પાંદડાં ખાવા અંગે, મારો આ શારિરીક રંગ લીલામાં ફેરવાયો છે.

૨૬૬૧ જ્યાં સુધી તમો માંસના બંધનના પડદામાં હો, ત્યાં સુધી ખુદાના પ્રેમીઓ ઉપર ઉપેક્ષાપૂર્વક જોતા નહિ.

શેખના ઉપદેશ અને તેની ઈમાનદારીથી પેદા થએલી અસરે અમીરને રૂદન કરતો બનાવ્યો અને તેણે અસભ્યતા બતાવ્યા બાદ પોતાના ખજાનામાં સમાએલી વસ્તુઓ આપી દેવી અને પ્રલોભનમાંથી શેખનું બચી જવું અને બક્ષિશ સ્વીકારવાની ના પાડી અને કહ્યું, “ખુદાઈ સુચનની ગેરહાજરીમાં હું કાંઈ કરી શકું નહિ.”

૨૬૭૨ તેમણે (શેખે) આમ કહ્યું અને રૂહાનીયત લાગણીઓ સાથે રૂદન શરૂ કર્યું તેના ગાલો ઉપરથી અહીં તહીં આંસુઓના રેલાઓ ઉતરતા હતા.

૨૬૭૩ તેમના દિલની સચ્ચાઈ અમીરના દિલને અસર કરી ગઈ, પ્રેમ અસંખ્ય અનંત ચમત્કારો સર્જે છે.

૨૬૭૭ બંને અમીર અને દરવેશ, સામસામે ચહેરે દિલગીરીમાં રૂદન કરવા લાગ્યા.

૨૬૭૮ થોડી વાર સુધી તેઓ ખુબ રોયા, બાદ અમીરે તેમને કહ્યું. “ઓ માનવંતા સાહેબ ઉઠો.”

૨૬૭૯ અને ખજાનામાંથી જે પણ તમે ઈચ્છો તે પસંદ કરો, અલબત તમો આવા એક સો ખજાનાઓને પાત્ર છો.

૨૬૮૦ ખજાનાનો ઓરડો તમારો છે. જે કાંઈ પણ ઈચ્છો તે પસંદ કરો. (જો કે) સત્ય કહેતા બન્ને દુનિયાઓ (તમારા) અંદાજમાં થોડી છે.

૨૬૮૧ તેમણે જવાબ આપ્યો. “(ખુદા તરફથી) મને મારા પોતાના હાથથી આવી રીતે કાંઈ પણ ઉઠાવવાની રજા આપવામાં આવી નથી.

૨૬૮૫ તેણે કહ્યું “ખુદાએ મને આમ હુકમ કર્યો છે, કહે, યાચક માફક જા એક રોટલાનો ટુકડો માગ.

"અદ્રશ્યમાંથી શેખને નીચે પ્રમાણે સુચન આવ્યું.” આ બે વર્ષો દરમ્યાન અમારા હુકમથી તે લીધું અને દીધું છે. હવે પછી આપ, પણ લેતો નહિ. હંમેશાં તારો હાથ જાજમ નીચે મુકજે. અમોએ તારા માટે અબુ હુરય્શના થેલા માફક જાજમને બનતી બનાવી છે અને તમે જે જે પણ ઈચ્છો તે ત્યાં તમને મળશે ? (આવા ચમત્કારનો હેતુ) એ છે કે દુનિયાના લોકો ઈમાન મેળવે કે આ (આ દુનિયાની) પેલે પાર દુનિયા છે, જ્યાં, તમે એક મુઠ્ઠીભર માટી લઈ જશો, તો સોનામાં ફેરવાઈ જશે. જો એક મરેલો માણસ તેમાં દાખલ થાય તો તે જીવતો બનશે, જો બદકિસ્મતી શનિનો ગ્રહ તેમાં દાખલ થાય તો તે સદકિસ્મતી ગુરૂનો ગ્રહ બને. જો નાસ્તિકતા તેમાં દાખલ થાય તો તે ઈમાનદારી બને, જો તેમાં ઝેર દાખલ થાય તો તે એક (ઝેર) મારક બને, તે (પેલી દુનિયા) આ દુનિયાની, નથી બહારની બાજુ કે નથી અંદરની બાજુ, નથી ઉપર કે નથી નીચે, નથી તેની સાથે જોડાએલી કે નથી તેનાથી જુદી. તે ગુણ અને સંબંધથી પર છે. દરેક પળે હજારો નિશાનીઓ અને આકારો તેનાથી (આ દુનિયામાં) દેખાડવામાં આવે છે. હાથના કૌશલ્યને હસ્તકળા માફક અથવા આંખનો ઘાટ ઘડવા આંખના પલકારાઓ, અથવા જીભનું રૂપ ઘડવા વાક્યપટુતા, (પેલી દુનિયાનો આના સાથેનો આવો સંબંધ છે, તે અંદરની બાજુ કે બહારની બાજુએ નથી, નથી તેનાથી જોડાએલ કે નથી જુદી, એક સમજદાર ઈન્સાનને એક ઈશારો જ બસ છે.

૨૬૮૬ બે વર્ષો સુધી પેલા (ઉંચી રૂહાનીયત) પરિપૂર્ણતાના પુરુષે (યાચકનું) આ કામકાજ ચાલુ રાખ્યું, ત્યાર બાદ પેદા કરનાર પાસેથી હુકમ આવ્યો.

૨૬૮૭ હવે પછી આપવું ચાલુ રાખ, પણ કોઈ પાસેથી માગતો નહિ. અદ્રષ્ય દુનિયામાંથી અમોએ તારા ઉપર આ શક્તિ ઈનાયત કરી છે.

૨૬૮૮ હરકોઈ ગમે તેટલી રકમ એકથી એક હજાર સિક્કા માગે, તારો હાથ (અમુક) જાજમની નીચે મુકજે અને (જે તેને જોઈએ તે) પેદા કરજે.

૨૬૮૯ સાંભળ, (દૈવી) દયાના અસંખ્ય ખજાનામાંથી તે તેને આપ અને તારા હાથમાં માટી સોનું બનશે. (તેને) આપી દેજે !

૨૬૯૦ તેઓ તારી પાસે જે પણ માગે તે આપજે, તેને માટે અશાન્તિ દાખવતો નહિ, જાણ કે ખુદાની દાનશીલતા દરેક કરતાં ઘણી વધારે છે.

૨૬૯૧ અમારા દાનમાં કરકસર કે ઘટાડો નથી. આ ઉદારતા (બતાવવા માટે) દુઃખ કે દિલગીરી નથી.

૨૬૯૨ ઓ વિશ્વાસુ તારો હાથ જાજમ નીચે મુકજે. એટલા માટે કે જે અદ્રષ્યમાંથી આવે છે તે સામાન્ય જનતાથી છુપાવાય.

૨૬૯૩ જાજમ નીચેથી તારી મુઠી ભરજે અને ભીખારી કે જેનો વાંસો (ગરીબાઈથી વળી ગયો છે) તેના હાથમાં (પૈસા) મુકજે.

૨૬૯૪ વેતન કે જેની નારાજી નથી બતાવાઈ તેમાંથી આપજે, દરેક જે ઈચ્છા કરે તેને ગુપ્ત મોતી આપજે.

૨૬૯૫ જાઓ, તમો (જેવો અર્થ બતાવાયો) તેવા બનો. “તેઓના હાથ ઉપર ખુદાનો હાથ છે,” ખુદાના હાથની માફક, તમો પણ ગણત્રી કર્યા વગર રોટલા વેરો.

૨૬૯૬ જેઓ કરજમાં છે તેમને તેમની જવાબદારીમાંથી મુક્ત કરો, વરસાદની માફક જમીનની ચાદર હરિયાળી બનાવો.

૨૬૯૭ બીજા એક વર્ષ દરમ્યાન તેનું કામ આ હતું, કે તે ઈન્સાફના માલિકની થેલીમાંથી હંમેશાં સોનું આપતો હતો.

૨૬૯૮ કાળી માટી તેના હાથમાં સોનામાં ફેરવાઈ જતી, તેની સરખામણીમાં હાતીમતાઈ એક ભીખારી હતો.

પેલાઓ કે જેઓ તેની પાસે માગતા અને તેમના કહ્યા વગર કરજદારોને ભરપાઈ કરવાની રકમોના ન બેલાએલા વિચારો શેખ જાણતા, કે જે (દૈવી ગુણધર્મો) પોતાને પ્રાપ્ત થએલ છે કે જે તારી નિશાની છે. “મારા પેદા કરાએલા વચ્ચે મારા ગુણધર્મો સહિત આગળ જાઓ !"

૨૬૯૯ જો એક દરવીશ પોતાની જરૂરીયાત વિષે કંઈ પણ ન કહે તો પણ તે (શેખ) (જેની જરૂરીયાત છે) તે આપશે અને તેના ગુપ્ત વિચારો જાણશે.

૨૭૦૦ તે પેલા કમર વળેલાને તેના મનમાં (ધારેલી) રકમ આપશે જ, નહિ વધુ કે નહિ થોડું.

૨૭૦૧ પછી તેઓ પૂછતા, “કાકા, આ રકમ વિષે હું ધારતો હતો તે તમે કેમ જાણ્યું ?”

૨૭૦૨ તેઓ જવાબ આપતા, “મારા દિલનું મકાન ખાલી છે, તે બહિશ્તની માફક કંગાલીયતથી ખાલી છે.

૨૭૦૩ તેમાં ખુદાઈ પ્રેમ સિવાય બીજું કંઈ કામકાજ કરવામાં આવતું નથી, તેમાં ખુદાથી મિલનના વિચાર સિવાય બીજા કોઈ માટે જગ્યા નથી.

૨૭૦૪ મેં દિલનું મકાન ભલા અને બુરાથી વાળીઝુડી સાફ કર્યું છે, મારૂં મકાન “પેલા’ એકના પ્રેમથી છલોછલ ભર્યું છે.

૨૭૦૫ જો હું તેમાં ખુદા સિવાય બીજું કાંઈ જોઉં તો (હું જાણુ છું કે) તે (દેખાતી વસ્તું) મારી નથી પણ યાચકમાંથી પ્રતિબિંબીત છે.

૨૭૦૬ જો એક ખજુરી અથવા એક ખજુરનો ઝુમખો પાણીના એક ખાબોચીયામાં દેખાય છે તો તે બહારના ઝાડમાંથી માત્ર પ્રતિબિંબ છે.

૨૭૦૭ જો તમે પાણીના તળીએ (કોઈ ચીજનું) એક રૂપ જુઓ તો ઓ યુવાન, પેલી પ્રતિમા બહારથી પ્રતિબિંબીત થએલી છે. 

૨૭૦૮ (૫ણ) જરૂરી છે કે નહેરને ત્યાં સુધી સાફ કરો કે (દિલ) મેલા પાણીથી ચોકખું રહે.

૨૭૦૯ એટલા માટે કે તેમાં કાંઈપણ ઝાંખપ અને કચરો ન રહે અને તે વિશ્વાસુ આયનો બને અને તેમા (દરેકની આંતરિક) ઢબછબનું પ્રતિબિંબ (તેમાં) દેખાય.

૨૭૧૦ તારી કાયામાં કાદવવાળા પાણી સિવાય બીજું શું છે, ઓ તું કે જે (રૂહાની રીતે) કંગાળ છો ? ઓ દિલના દુશ્મન, પાણી ચોકખું અને ગારાથી સાફ બનાવ.

૩૪૮૭ તે કે જે (રૂહાનીયત) શરાબની ખુશીથી હળેલો છે, ઓ શેઠ, તે આ ખુશીથી સંતોષાએલો કેમ બનશે ?

૩૪૮૮ હ. પયગમ્બર સાહેબ આ ખુશીથી આગળ ગયા કારણ કે તેઓ દૈવી ખુશીમાં આકરો ઢાળ ચડયા હતા.

૩૪૮૯ જ્યારે કે તેઓના આત્માએ પેલી ખુશીનો અનુભવ કર્યો હતો, આ ખુશીઓ તેમને (માત્ર) રમત દેખાણી.

૩૪૯૦ જ્યારે હરકોઈ પૂજનીય જીવંત હસ્તિ સાથે ઐક્યતા પામ્યો છે, ત્યારે તે એક મરેલાને કેમ આલીંગન કરશે ?

હ. બાયઝીદના ઝમાનામાં, એક નાસ્તિક કે જેને તેઓએ મુસ્લિમ બનવાનું આમંત્રણ આપ્યું, અને તેણે તેમને શો જવાબ આપ્યો તેની કહાણી.

૩૨૫૬ હ. બાયઝીદના ઝમાનામાં અમુક નાસ્તિક હતો, એક આશીર્વાદિત મુસ્લિમે તેને કહ્યું.

૩૨૫૭ “જે તમે ઈસ્લામ કબુલ કરો તો કેવું સારૂં, કે જેથી તમે એક સો મુક્તિઓ અને બાદશાહી મેળવો.

૩૨૫૮ તેણે જવાબ આપ્યો, “ઓ મુરીદ, જો આ (તારૂ) ઈમાન, બાયઝીદ, દુનિયાના માર્ગદર્શકે પકડેલ (ઈમાનના) જેવું જ છે,

૩૨૫૯ તો હું તેની ધખધખતી અગ્નિ સહન કરી શકું તેમ નથી કે જે (તેને મેળવવા માટે) મારી સઘળી તનતોડ મહેનત કરવા છતાં ઘણી મોટી છે.

૩૨૬૦ જોકે (ઈસ્લામ) ધર્મ, અને ઈમાનદારીની શુભેચ્છા જોતાં હું ખાત્રીપુર્વકની લાગણી અનુભવતો નથી છતાં હું તેની ઈમાનદારીમાં અચુક માનું છું.

૩૨૬૧ હું વિશ્વાસ રાખું છું કે (તેની ઈમાનદારી) બીજા બધા કરતાં વધુ ઉત્તમ છે, તે ઘણુંજ સરસ, ભવ્ય અને કીર્તિવંત છે.

૩૨૬૨ આંતરિક રીતે હું તેની ઈમાનદારીમાં માનનાર છું, જો કે એક મહોર મારા મોઢા ઉપર લાગેલી છે.

૩૨૬૩ ફરીવાર જે ખરેખર ઈમાનદાર (કે જે તું મને સ્વીકારવા કહે છે) તે તારી ઈમાનદારી છે તો તેના માટે મારી માનસિક વલણ અથવા ઇચ્છા નથી.

૩૨૬૪ તે કે જે એક સો માનસિક વલણો માનવાની લાગણી અનુભવે છે, તે માનસિક વલણ જેવી કે તમને (મુસ્લિમોને) જુએ છે, જોમ વિહોણી બને છે,

૩૨૬૫ કારણકે તે માત્ર એક નામ જુએ છે અને તેમાં અર્થ નથી, જાણે જંગલને સલામત જગ્યા કહી બોલાવે.

૩૨૬૬ જ્યારે તે તમારી ઈમાનદારી ઉપર જુએ છે ત્યારે તેનો પ્રેમ ઠંગોગાર બને છે (અને) તે કબુલ કરવામાં અચકાય છે.

એક કર્કશ અવાજવાળા મુઈઝીનની કહાણી કે જે (મુસલમાનોને) નાસ્તિકના મુલકમાં બંદગી કરવા બોલાવતો હતો. અને અમુક નાસ્તિકે ભેટ સ્વીકારવા તે મુઈઝીન સામે રજુ કરી.

૩૨૬૭ અમુક મુઈઝીનને ખૂબજ કર્કશ અવાજ હતો, તેણે (મુસલમાનોને બંદગી કરવા) નાસ્તિકોના મુલકમાં બોલાવ્યા.

૩૨૬૮ તેઓએ તેને કેટલીય વખત કહ્યું  “બંદગી કરવા અઝાન નહિ આપ નહિતર, આપણી વિરૂદ્ધ લડાઈ અને હુમલાના કાર્યો લાંબો સમય ચાલુ રહેશે.”

૩૨૬૯ તે તેમનું (ન માન્યો) અને પછી (કાંઈપણ) અગમચેતી બતાવ્યા વગર તેણે નાસ્તિકોના મુલકમાં બંદગી માટે અઝાન પુકારી.

૩૨૭૦ મુસ્લિમ જનતા એક સર્વસામાન્ય બળવાની બીકમાં હતી, છતાં પણ એક નાસ્તિક (તેમની તરફ) એક માનના પોષાક સાથે આવ્યો.

૩૨૭૧ તે પોતાની સાથે મીણબત્તીઓ અને હલવો અને સરસ માનના પોષાક બક્ષિશ દેવા લાવ્યો અને મિત્રભાવે નજીક આવ્યો.

૩૨૭૨ ફરી ફરીવાર પૂછતો “મને કહો, આ મુઇઝીન ક્યાં છે કે જેનું બોલાવવું અને બુમ મારી ખુશી વધારે છે ?”

૩૨૭૩ “અરે આવા એક કર્કશ અવાજમાં કેવી ખુશી હતી ?"  તેણે જવાબ આપ્યો, તેનો અવાજ દેવળ સોંસરવો આવ્યો.

૩૨૭૪ મને એક ખૂબજ ઉમદા સ્વભાવની દીકરી છે, તેણી એક સાચા ઈમાનદારને પરણવાની ઈચ્છા રાખતી હતી.

૩૨૭૫ આ લાગણી તેના દિલમાંથી કદી જતી ન હતી, (જો કે) કેટલાય નાસ્તિકો તેણીને આગ્રહભરી વિનંતીઓ કરતા હતા.

૩૨૭૬ ઈમાનદારીનો પ્રેમ તેણીના દિલમાં ઉગ્યો હતો. આ દિલગીરી એક ધૂપદાની જેવી હતી અને હું કુંવારના લાકડા જેવો (તેમાં બળતો હતો).

૩૨૭૭ હું માનસિક સંતાપમાં અને મહા દુઃખ અને ચાલું વેદનાના યંત્ર ઉપર (હતો) રખેને તેણીનો જુસ્સો તેણીને (ઈસ્લામ સ્વીકારવા) તરફ દોરી જાય.

૩૨૭૮ મેં તેનો કોઈ ઈલાજ જાણ્યો નહિ. ત્યાં સુધી કે આ મુઈઝીને અઝાન ઉચ્ચારી.

૩૨૭૯ (પછી) મારી દીકરીએ કહ્યું, આ ઘૃણાજનક અવાજ શું છે ? તે તિરસ્કરણીય અને કર્કશ છે.

૩૨૮૦ મેં આ ખ્રિસ્તી મઠ અને દેવળમાં કદીપણ આવો કર્કશ અવાજ મારી જિંદગી દરમ્યાન સાંભળ્યો નથી.

૩૨૮૧ તેણીની બહેને તેને કહ્યું. “આ ગાવું એટલે કે અઝાન, મુસલમાનોને બંદગીના વખતની ચેતવણી આપે છે અને ઈમાનદારોનો સંકેત શબ્દ છે.”

૩૨૮૨ તેણીએ તે માન્યું નહિ, અને બીજા કોઈને પૂછ્યું, પેલા પુરૂષે પણ કહ્યું, “હા, બાઈ સાહેબ, તે સાચું છે.”

૩૨૮૩ જ્યારે તેણી (આનાથી) ચોક્કસ બની, ત્યારે તેણીનો ચહેરો ફિકકો બન્યો અને તેણીનું દિલ ઈસ્લામ તરફ ઠરી ગયું.

૩૨૮૪ હું માનસિક સંતાપ અને વ્યાકુળતામાંથી મુક્ત બન્યો, ગઈ રાત્રીએ બીક વગરની ઉંઘ ખેંચી કાઢી.

૩૨૮૫ આ ખુશી હતી (કે જે) પેલા અવાજમાંથી મને મળી, ઉપકારના (બદલામાં) હું આ ભેટો લાવ્યો છું, પેલો માણસ ક્યાં છે ?

૩૨૮૬ જ્યારે તેણે તેને (મુઈઝીનને) જોયો, તેણે કહ્યું, ભેટ સ્વીકારો, કારણ કે તું મારો સંરક્ષક અને ઉદ્ધારક બન્યો છે.

૩૨૮૭ ભલાઈ અને ફાયદો કે જે તેં મારા ઉપર કર્યો છે (તેના કારણે) હું શાશ્વત તારો ગુલામ બન્યો છું.

૩૨૮૮ જો હું માલ મિલકત, દોલત અને ઘરની બાબતમાં ખ્યાતનામ હોત તો હું તારૂં મોઢું સોનાથી ભરી દેત.

૩૨૮૯ (પેલો નાસ્તિક મુઈઝીનને કહે છે), તારો દીન ખોટો અને ઢોંગી છે, પેલી બંદગી તરફ બોલાવવાની માફક, તે (ઈસ્લામ સ્વીકારવાનો) રસ્તો રૂંધે છે.

૩૨૯૦ પણ મારા દિલમાં અને આત્મામાં ઈમાનદારીના (વખાણમાં) અને બાયઝીદની મનની સચ્ચાઈ માટે ઘણીએ દિલગીરી આવી છે.

૩૨૯૩ બાયઝીદે (ઈમાનદારી)ના દરેક ઋણ યોગ્ય રીતે અદા કર્યાં છે, આવા એક અપૂર્વ સિંહ ઉપર (ખુદાના) આશીર્વાદ હોજો !

યા અલી મદદ

વાર્તા - ૭, ભાગ- ૫.

     મશ્નવી મૌલાના રૂમી ભાગ- ૫.