Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૮

વાર્તા - ૮

0:000:00

૩૩૦૫ તેને તેજસ્વી પ્રકાશનો આત્મા છે, (અને) તેને અધમ માટીની એક કાયા છે.

૩૩૦૬ અરે, મને સંશય થાય છે કે તે આ છે કે પેલો, કાકા, મને કહે, આ હું લાચાર બન્યો છું. મુશ્કિલીમાં.

૩૩૦૭ ઓ મારા ભાઈ, જો તે આ છે તો (પછી) તે શું છે ? કારણ કે સાતેય આસમાનો તેના ‘નુર'થી ભરપુર છે.

૩૩૦૮ અને જો તે તે છે તો મારા દોસ્ત આ કાયા શું છે ? અરે, મને સંશય થાય છે કે આ બન્નેમાં તે અને પેલો શું છે ?

એક સ્ત્રીની વાર્તા કે જેણે પોતાના ધણીને કહ્યું કે બિલાડી માંસ ખાઈ ગઈ છે (આથી) ધણીએ બિલાડીને તેણીનું વજન કરવા ત્રાજવામાં મૂકી, (માલુમ પડ્યું કે) તેણીનું વજન અડધો મણ હતું તેણે કહ્યું ઓ ઘરવાળી, માંસનું વજન અર્ધો મણ અને થોડું વધારે હતું. જો આ માંસ છે તો બિલાડી ક્યાં છે ? અથવા જો આ બિલાડી છે તો માંસ ક્યાં છે ?”

૩૩૦૯ એક માણસ, (જે) ઘરધણી હતો, કે જેને તિરસ્કરણીય, મેલી અને લાલચુ સ્ત્રી હતી.

૩૩૧૦ જે પણ કાંઈ ખોરાક તે (ઘરે) લાવતો, તેની ઘરવાળી તે ખાઈ જતી અને માણસને પરાણે ચુપ રહેવું પડતું.

૩૩૧૧ (એક દિવસે) પેલા કુટુંબી માણસે, એક મહેમાન માટે (થોડું) માંસ (કે જે તેણે) ઘણી મહેનતે મેળવ્યું હતું તે લાવ્યો હતો.

૩૩૧૨ તેની ઘરવાળી તે બધું કબાબ અને શરાબ સાથે ખાઈ ગઈ. (જ્યારે) માણસ અંદર આવ્યો ત્યારે તેણીએ અર્થહિન શબ્દોથી તેને ચુપ કરી દીધો.

૩૩૧૩ માણસે તેણીને કહ્યું “માંસ ક્યાં છે ? મહેમાન આવ્યા છે, મહેમાન આગળ સારો ખોરાક રખાવો જોઈએ.”

૩૩૧૪ તેણીએ જવાબ આપ્યો "આ બિલાડી માંસ ખાઈ ગઈ છે.”  એઈ, જાઓ અને તમારાથી બની શકે તો બીજું વધારે માંસ લઈ આવો !”

૩૩૧૫ તેણે (નોકરને) કહ્યું, “એ અયબક, ત્રાજવું લાવ, હું બિલાડીનું વજન કરીશ.

૩૩૧૬ તેણે તેણીનું વજન કર્યું, બિલાડી અર્ધો મણ હતી, પછી માણસે કહ્યું એ ઢોંગી સ્ત્રી,

૩૩૧૭ ગોસ અર્ધોમણ અને નવટાંક વધુ હતું. મારી બાઈ સાહેબ, બિલાડી પણ અર્ધો મણ છે.

૩૩૧૮ જો આ બિલાડી છે તો પછી માંસ ક્યાં છે ? અથવા જો આ માંસ છે તો બિલાડી ક્યાં છે ? (તેણીની) શોધ કરો.

૩૩૧૯ જો બાયઝીદ આ (કાયા) છે, તો પેલો આત્મા શું છે ? અને જો તે પેલો આત્મા છે તો પછી આ પ્રતિમા શું છે ?

૩૩૨૦ તે વ્યાકુળતા ઉપર વ્યાકુળતા છે, ઓ મારા દોસ્ત, આ (જટીલ સમસ્યાનો) ઉકેલ એ તમારી બાબત નથી, મારી પણ નહિ.

૩૩૨૧ તે (આત્મા અને કાયા) બન્ને છે, પણ અનાજના પાકમાં દાણા મૂળભૂત છે, જ્યારે ઘાસ ગૌણ વસ્તું છે.

૩૩૨૨ (દૈવી) ડહાપણે આ વિરોધીઓને એક સાથે બાંધી છે, ઓ કસાઈ, આ માંસવાળું સાથળનું હાડકું ગરદનની સાથેજ જાય છે.

૩૩૨૩ આત્મા કાયા વગર કામગીરી બજાવી શકે નહિ, તમારી કાયા થીજેલી છે અને આત્મા વગર ઠંડી છે.

૩૩૨૪ તમારી કાયા દ્રષ્યમાન છે જ્યારે આત્મા દ્રષ્ટિમાંથી સંતાએલ છે, દુનિયાની કામગીરી તેઓ બંન્નેના સાધનોથી બનાવાય છે.

૩૩૨૫ જો તમે (કોઈના) માથા ઉપર ધુળ ફેંકશો તો તેનું માથું ભાંગી નહિ જાય, જો તમે તેના માથા ઉપર પાણી ફેંકશો તો ભાંગેલું બનશે નહિ.

૩૩૨૬ જો તમે તેનું માથું ભાંગવા ઈચ્છો તો તમો માટી અને પાણીને એક બીજા સાથે સબંધમાં લાવો (અને માટીનો ગઠ્ઠો બનાવો.)

૩૩૨૭ જ્યારે તમો મરી જશો ત્યારે તેનું પાણી (આત્મા) તેના અસલમાં પાછું ફરે છે અને માટી જુદાઈના દિવસે માટી તરફ પાછી ફરે છે.

૩૩૨૮ જોગાનુજોગ આવું પ્રયોજન કે જે ખુદાનું હતું, એટલે કે નમ્રતાભરી બંદગી અને ઈમાનદારી અથવા નાસ્તિકતાનું પ્રગટપણું (કાયા અને આત્માની) શાદી નિમિત્ત સાધનોથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.

૩૩૨૯ પછી (ત્યારબાદ) બીજી શાદીઓ છે જે કોઈ કાને સાંભળી નથી અને કોઈ આંખે જોઈ નથી.

૩૩૩૮ તારો ભવ્ય આત્મા દરેક વફાદારીથી સંતોષાએલો કેમ બને ? તારી દિલની પવિત્રતા દરેક સચ્ચાઈ કેમ કબુલ કરે ?”

એક અમીરની કહાણી કે જેણે પોતાના ગુલામને થોડો શરાબ લાવવા હુકમ કર્યો, ગુલામ રવાના થયો અને શરાબની બરણી લાવતો હતો, (જ્યારે) એક ત્યાગી કે જે રસ્તા ઉપર હતો તેણે તેને સત્કર્મ કરવાની સલાહ આપી કે તેણે સચ્ચાઇથી વર્તવું જોઈએ અને એક પત્થર માર્યો અને બરણી તોડી નાખી. અમીરે (આ) સાંભળ્યું અને ત્યાગીને સજા કરવાનું નક્કી કર્યું; તે હ. ઈસા (અ.સ.)ના ઝમાનામાં બન્યું જ્યારે શરાબ હજુ હરામ જાહેર કરવામાં આવ્યો ન હતો, પણ ત્યાગી તિરસ્કાર બતાવતો હતો અને (બીજાઓને પોતાના મનથી સંતોષાતા અટકાવતો હતો.

૩૩૩૯ એક આનંદી દિલનો અમીર શરાબનો વધુ પડતો શોખીન હતો, તે દરેક પીધેલાનો અને સાધનહિન માણસનો આશરો હતો.

૩૩૪૦ (તે) એક માયાળુ આદમી, ગરીબો તરફ દયાળુ અને ઈન્સાફી, દાનશીલતાનું ઝવેરાત, છુટે હાથે સોનું ઉડાડનાર, દરિયાવ દિલનો હતો.

૩૩૪૧ માણસોનો બાદશાહ, ઈમાનદારોનો સરદાર, રસ્તાનો ચોકીદાર અને ગુપ્તતાઓ જાણનાર અને દોસ્તોનો એક પારખનારો.

૩૩૪૨ તે હ. ઈસા (અ.સ.)નો ઝમાનો હતો, મસિયાહની વેળા હતી, તે (અમીર) લોકોનો પ્રિય અને સ્વતંત્રતા ચાહક અને અનુકુળ હતો.

૩૩૪૩ ઓચિંતાના એક રાત્રીના બીજો એક અમીર, સારા સિદ્ધાંતવાળો કે જેને તેની સાથે દોસ્તી હતી તેની મહેમાનગીરી શોધતો આવ્યો.

૩૩૪૪ પોતાનું દિલ ખુશ કરવા ખાતર તેઓને શરાબની જરૂર હતી, તે ઝમાનામાં શરાબ હલાલ અને ચલાવી શકાય તેવો હતો.

૩૩૪૫ (પણ) તેઓની પાસે શરાબ ન હતો, તેથી તેણે (અમીરે) પોતાના ગુલામને કહ્યું, જાઓ, બરણી ભરીને અમારા માટે શરાબ લઈ આવો.

૩૩૪૬ ફલાણા ખ્રિસ્તી ત્યાગી પાસેથી, કે જેની પાસે પસંદગીનો શરાબ છે, કે જેથી (અમારામાંનો) આત્મા ઉંચા અને નીચામાંથી છુટકારો પામે.

૩૩૪૭ ખ્રિસ્તી ત્યાગીના પ્યાલામાંના એક ઘુંટને હજારો દારૂની બરણીઓ અને દારૂના ભંડારો જેટલી જ અસર છે.

૩૩૪૮ પેલા (ખ્રિસ્તી)ના શરાબમાં એક ગુપ્ત (રૂહાનીયત) સત્વ છે, (રૂહાનીયત) બાદશાહી, પણ તે દરવીશના ઝબ્બામાં (સંતાએલ) છે.

૩૩૪૯ (માત્ર) થીગડાવાળો ડગલો નિહાળ નહિ, કારણ કે તેઓએ સોનાની બહારની બાજુએ પડદો મુકેલ છે.

૩૩૫૧ એક બંગલાના એારડાઓમાં (જોઈ શકાય તેવી રીતે) ખજાનો અને ઝવાહિરોને ક્યારે રાખવામાં આવે છે ? ખજાનાઓ હંમેશાં વેરાનોમાં સંતાડાય છે.

૩૩૫૪ ગુલામે બે બરણીઓ લીધી અને ખરા દિલે રવાના થયો, (લગભગ) તુર્તજ તે ખ્રિસ્તી પાદરીઓના મઠે આવી પહોંચ્યો.

૩૩૫૫ તેણે સોનું આપ્યું અને સોના જેવો શરાબ ખરીદ કર્યો, તેણે પત્થરો આપ્યા અને બદલીમાં ઝવાહિરો લાવ્યો.

૩૩૫૬ (તે) એક મદિરા હતી કે જે બાદશાહોના માથા ઉપર ઉડે અને સાકીના માથા ઉપરના મુગટ ઉપર સોનાનો તાજ મુકે.

૩૩૫૭ (તેનાથી) તકલીફો અને ખળભળાટ ઉઠે છે, ગુલામો અને બાદશાહો એક સાથે ભેગા થાય છે.

૩૩૫૮ હાડકાં અદ્રષ્ય થાય છે અને સંપૂર્ણ આત્મા બને છે. રાજ્યાસન અને બાંકડો એક સરખા બને છે.

૩૩૫૯ તેઓ (મિનારા), જ્યારે ગંભીર, વિરોધી અને તફાવત જેવા છે. જ્યારે તેઓએ નશો કર્યો ત્યારે તેઓ કાયામાં આત્મા જેવા છે.

૩૩૬૦ તેઓ ‘હસિર’ (એકજાતનો ખોરાક) બને છે. ત્યાં કોઈ તફાવત નથી, એવો કોઈ ભેદભાવ હોતો નથી જે ડુબી ગયો ન હોય, 

૩૩૬૧ ગુલામ આ જાતનો શરાબ પેલા ભલા પ્રખ્યાત અમીરના મહેલે લઈ જતો હતો.

૩૩૬૨ (જ્યારે) એક ત્યાગી તેને મળ્યો, કે જેણે તકલીફ ભોગવી હતી, જેનું મગજ સુકાઈ ગયું હતું, અને તે દુઃખના ફિંડલાઓમાં તરફડીયા મારતો હતો.

૩૩૬૩ તેની કાયા તેના દિલની અગ્નિથી ઓગળી ગઈ હતી, (તેના દિલનું) ઘર ખુદા સિવાય બીજાથી ખાલી હતું.

૩૩૬૪ દયાહિન સંતાપની સજાએ ડામો ઉપર હજારો ડામોએ તેને દઝાડ્યો હતો.

૩૩૬૫ દરેક પળે તેનું દિલ જીવન સંગ્રામમાં વહેરાતું હતું, રાત્રી અને દિવસ તે જીવન સંગ્રામમાં દ્રઢપણે લાગેલો હતો.

૩૩૬૬ વર્ષો અને મહિનાઓ દરમ્યાન તે માટી અને લોહીથી હળેલો હતો, મધ્યરાત્રીના (ગુલામને જોતાં) તેની ધીરજ અને મનોનિગ્રહ ભાગી છુટયા.

૩૩૬૭ ત્યાગીએ પૂછયું, “બરણીમાં પેલું શું છે ?” ગુલામે જવાબ આપ્યો, 'શરાબ', તેણે કહ્યું “કોનો શરાબ ?"

૩૩૬૮ તેણે (ગુલામે) જવાબ આપ્યો, “તે ફલાણા ખૂબજ માનવંત અમીરની માલિકીનો છે,“ તેણે કહ્યું, “શોધનારનું આવું કામ હોય ?”

ઝીયા-યી-દલ્કની કહાણી કે જે બહુ લાંબો હતો, જ્યારે તેનો ભાઈ ઈસ્લામનો શેખ, બલ્ખનો તાજ ખૂબ જ ઠીંગણો હતો. અને આ ઇસ્લામનો શેખ પોતાના ભાઈના કારણે શરમાતો હતો (એક દિવસ) ઝીયા પોતાના ભાઈનું ભાષણ સાંભળવા આવ્યો, જ્યાં બલ્ખના આગેવાન માણસો હાજર હતા. ઈસ્લામના શેખ (પોતાની બેઠકમાં) બેદરકારીપણે અર્ધા ઉઠ્યા, (આથી) તેણે (ઝીયાએ) કહ્યું “હા, તમો બહુ ઉંચા છો. (તમારી ઉંચાઇ) થોડી ઓછી કરો !”

૩૩૭૨ ઝીયા-યી-દલ્ક ઉદાત્ત ભાવના પામેલા ખુશ મિજાજ આદમી હતા, તેઓ ઈસ્લામના શેખ તાજના ભાઈ હતા.

૩૩૭૩ બલ્ખની બાદશાહી શહેરના શેખુલ ઈસ્લામ, તાજ ટુંકા કદના અને બચ્ચા જેવા નાના હતા.

૩૩૭૪ જો કે તેઓ ભણેલા અને પ્રખ્યાત અને પરિપૂર્ણતા પામેલા હતા, (તેમનો ભાઈ) આ ઝીયા કદમાં તેમનાથી ચડીયાતો હતો.

૩૩૭૫ તેઓ (તાજ) ઘણા ઠીંગણા હતા, જ્યારે ઝીયા માપી ન શકાય તેવા ઉંચા હતા, ઈસ્લામના શેખને એક સો મગરૂરીઓ, મિજાજો અને ખોટા ડોળ હતા.

૩૩૭૬ તે આ ભાઈથી શરમ અને (તેનાથી) કલંકીત થએલો અનુભવતો છતાં ઝીયા મુક્તિના રસ્તામાં એક ઉપદેશક હતો.

૩૩૭૭ એક દિવસે બંદગી કરતા સમુહમાં ઝીયા અંદર આવ્યા, સભાગૃહ પ્રખ્યાત માણસો અને કાજીઓથી ભરપુર ભરેલો હતો.

૩૩૭૮ પોતાની સંપૂર્ણ બેદરકારીમાં ઈસ્લામના શેખ (પોતાની બેઠકમાંથી માત્ર) ધ્યાન વગરની રીતે પોતાના ભાઈને સલામ કરવા અર્ધાજ ઉભા થયા.

૩૩૭૯ તેમણે (ઝીયા)એ કહ્યું, 'તમો બહુ ઉંચા છો, એક વાડ જેવા તમારા કદને જરા ઉંચે ઉઠાવો કે જેથી દૈવી બક્ષિશ મેળેવો.

૩૩૮૦ (ત્યાગીએ કહ્યું) તો પછી, તમને સમજ ક્યાં છે, ઓ જ્ઞાનના દુશ્મન, શરાબ પીવા માટેની જરૂરી સમજણ તમને ક્યાં છે ?

૩૩૯૩ પોતાની રોષની લાગણીમાં પેલા (ત્યાગીએ) બરણી તરફ એક પથ્થર ફેંક્યો અને તેને ભાંગી નાખી, તે (ગુલામ) બરણી પડવા દીધી અને ત્યાગી પાસેથી ભાગી છુટ્યો.

૩૩૯૪ તે અમીર પાસે ગયો, કે જેણે તેને પૂછ્યું, “શરાબ ક્યાં છે ? તેણે (ગુલામે) જે કાંઈ બન્યું હતું તે રજેરજની તેની હજુરમાં રજૂઆત કરી."

ગુસ્સે ભરાએલ અમીરનું ત્યાગીને સજા કરવા રવાના થવું.

૩૩૯૫ અમીર અગ્નિ જેવો બન્યો અને કુદકો મારી ઉભો થયો, તે બુમ પાડી ઉઠયો, ‘ત્યાગીનું ઘર ક્યાં છે તે મને બતાવ.'

૩૩૯૬ કે હું તેના અજ્ઞાત વેશ્યા જેવા માથાને આ ભારી ગદાથી ભુક્કો બોલાવું.

૩૩૯૭ બીજાને આનંદ કરવાની બાબતમાં તે શું જાણશે ? તે હલકટ રીતે અપકીર્તિ અને પ્રખ્યાતી શોધે છે.

૩૩૯૮ એટલા માટે કે આ ઢોંગના કારણે તે પોતાનું સ્થાન જમાવે અને કોઈ પણ રીતે તેને સહેલાઈથી નજરે ચડવું છે.

૩૩૯૯ કારણ કે સત્ય કહેતાં આના સિવાય બીજી કોઈ હુંશિયારી નથી કે તે આ અને પેલા સાથે ઢોંગથી રમત રમે.

૩૪૦૦ જો તે ગાંડો અને ગુન્હામાં ડુબેલો છે તો એક ગાંડા માણસ માટેનો ઈલાજ એક ચાબુક છે.

૩૪૦૧ કે જેથી સેતાન તેના માથામાંથી ભાગી છુટે, એક ગધેડો, હાંકનારના ફટકા સિવાય આગળ કેમ જશે ?

૩૪૦૨ અમીર પોતાના હાથમાં એક ગદા સાથે બહાર નીકળી પડ્યો, મધ્ય રાત્રીના તે અર્ધ નશામાં, ત્યાગી પાસે આવ્યો.

૩૪૦૩ પોતાના ગુસ્સામાં તેણે ત્યાગીને મારી નાખવાની ઈચ્છા કરી, (પણ) ત્યાગી ઊનની(wool) નીચે સંતાઈ ગયો.

૩૪૦૪ ત્યાગી, દોરડા બનાવનારાઓની માલિકીના ઉન નીચે સંતાએલો, અમીર પાસેથી પેલી (ધમકી) સાંભળી.

૩૪૦૫ તેણે (પોતાના મનમાં) કહ્યું, '(માત્ર) આરસી કે જેણે પોતાનો ચહેરો સખત બનાવ્યો છે તે તેના મોઢે કહી શકે કે તે કદ્રુપો છે.’

૩૪૦૬ તેને એક આરસીની માફક તને કહેવા માટે લોઢાના ચહેરાની જરૂર છે, 'તારો કદ્રુપો ચહેરો નિહાળ'

૩૪૪૯ લોકોએ કહ્યું, “ઓ અમીર, તેની (ત્યાગીની) શિરજોરી માફ કરો, તેની દિલગીરી અને બદકિસ્મત ધ્યાનમાં લ્યો.

૩૪૫૦ એટલા માટે કે તેવી જ રીતે ખુદા તમારા પાપો માફ કરે, તમારી ભુલો માટે માફી ઉતારે.

૩૪૫૧ તમોએ બેધ્યાનપણે ઘણી એક બરણી તોડી છે, અને તમારૂં દિલ માફીની આશા ઉપર લગાડો.

૩૪૫૨ માફ કરો, કે તમે બદલામાં માફી જીતો. (દૈવી) વટહુકમ (દરેક જણની પોતાની) લાયકાતો આપવામાં વાળો વિખેરે છે.

ત્યાગીના પેલા પાડોશીઓ કે જેઓ તેના માટે વચ્ચે પડ્યા, અમીરે તેમને જવાબ આપવો, તેણે કહ્યું “શા માટે (આટલી બધી) ઉદ્ધતાઈથી વર્ત્યો અને (શરાબની) મારી બરણી તેણે શા માટે ભાંગી ? આ બાબતમાં વચ્ચે પડનારાઓનું હું સાંભળવાનો નથી, કારણ કે તેને યોગ્ય સજા કરવાના મેં કસમ ખાધા છે.”

૩૪૫૩ અમીરે કહ્યું, એ પોતે કોણ છે કે તે મારી બરણી તરફ પત્થર ફેંકે અને તેને ભાંગે ? 

૩૪૫૪ જ્યારે ઝનુની સિંહ મારા રહેઠાણમાંથી પસાર થાય છે ત્યારે તે સીધેસીધો અને એક સો સાવચેતીઓમાં પસાર થાય છે.

૩૪૫૫ શા માટે તેણે મારા ગુલામનું દિલ સંતાપ્યું અને મારા મહેમાનો સમક્ષ મને શરમીંદો બનાવ્યો ?

૩૪૫૬ તેણે એક શરાબ ઢોળ્યો કે જે તેના લોહી કરતા કિંમતી હતો અને હવે એક ઓરતની માફક મારી પાસેથી ભાગી છુટ્યો છે.

૩૪૫૭ ધારો કે તે એક પંખીની માફક ઉંચો ઉડે છે તો પણ તે મારા હાથમાંથી પોતાની જીંદગી કેમ બચાવશે ?

૩૪૬૨ તેનો (અમીરનો) લોહી તરસ્યો ગુસ્સો હદ વટાવી ગયો હતો, ગુસ્સાથી અગ્નિ તેના મોઢામાંથી બહાર ભભુકતી હતી.

ત્યાગીના પાડોશીઓ કે જેઓ તેની તરફેણ કરતા હતા, અમિરના હાથ અને પગને ચુંબન કર્યું અને એક બીજી વખત તેની પાસે નમ્રતાથી આજીજી કરી.

૩૪૬૩ તેની બુમાબુમના અંતમાં પેલા તરફેણ કરનારાઓએ તેના હાથ અને પગ કેટલીયવાર ચૂમ્યા.

૩૪૬૪ કહે, ઓ અમીર, વેર વાળવું તે તારા માટે બંધ બેસતું નથી. જો કે શરાબ ગયો છે, (છતાં) શરાબ વગર પણ તમે આનંદી છો.

૩૪૬૫ શરાબ પોતાનું અસલ સત્વ તમારી ભલમનસાઈમાંથી મેળવે છે, પાણીની ભલમન સાઈ તમારી ભલમનસાઈની પોતાની ખામી અંગે દિલગીરી વ્યક્ત કરે.

૩૪૬૬ બાદશાહીની રીતે વર્તો, ઓ દયાળુ, ઓ ઉદારાત્માના ઉદાર મહેરબાનના ઉદાર પુત્ર.

૩૪૬૭ દરેક શરાબ આ (ખુબસુરત) રૂપ અને (તારા) ગુલાબી ગાલોના ગુલામ છે, બધા પીધેલા તારી અદેખાઈ અનુભવે છે.

૩૪૬૮ તમોને ગુલાબી શરાબની જરૂરત નથી, તેનુ બરછટપણું છોડી દે, તમે પોતે જ તેનું ગુલાબીપણું છો.

૩૪૬૯ ઓ તમો કે જેનો ચહેરો શુક્ર ગ્રહ માફક સવારના સૂર્ય જેવો પ્રકાશિત છે. ઓ તમો કે જેના રંગ સમક્ષ (બધા) ગુલાબી રંગો ભીખારીઓ છે.

૩૪૭૦ શરાબ કે જે બરણીમાં અદીઠપણે ઉછળે છે આમ તારા ચહેરાની લાલસામાં ઉકળે છે.

            અમીરનો તેમને ફરીવાર જવાબ દેવો.

૩૪૮૩ તેણે જવાબ આપ્યો, “નહિ, નહિ, હું પેલા શરાબનો અનુયાયી છું. (તમે બોલ્યા) તેવી આ ખુશીના સ્વાદથી સંતોષ પામનારો હું નથી.

૩૪૮૪ હું આવા શરાબની ઈચ્છા રાખું છું કે હું ક્યારેક પેલે રસ્તે કે, ક્યારેક આ રસ્તે વાંકો વળીને લથડીયા ખાઉં ?

૩૪૮૫ અને બધી આશા અને બીકમાંથી મુક્તિ મેળવી, હું દરેક બાજુએ નેતરની માફક હિંચકો ખાતો બનું.

૩૪૮૬ નેતરની માફક જમણી અને ડાબી બાજુએ હિંચકા ખાતો કે જે પવનથી બધી જાતના નાચોથી નાચ કરતો બનાવાય છે.

૩૪૮૭ તે કે જે (રૂહાનીયત) શરાબની ખુશીથી હળેલો છે, ઓ શેઠ, તે આ ખુશીથી સંતોષાએલો કેમ બનશે ?

૩૪૮૮ હ. પયગમ્બર સાહેબ આ ખુશીથી આગળ ગયા કારણ કે તેઓ દૈવી ખુશીમાં આકરો ઢાળ ચડયા હતા.

૩૪૮૯ જ્યારે કે તેઓના આત્માએ પેલી ખુશીનો અનુભવ કર્યો હતો, આ ખુશીઓ તેમને (માત્ર) રમત દેખાણી.

૩૪૯૦ જ્યારે હરકોઈ પૂજનીય જીવંત હસ્તિ સાથે ઐક્યતા પામ્યો છે, ત્યારે તે એક મરેલાને કેમ આલીંગન કરશે ?

૩૫૪૪ ઓ યુવાન, આ કાયા મુસાફરખાનું છે, દરેક સવારે એક નવો મહેમાન (તેમાં) દોડતો આવે છે.

૩૫૪૫ ખબરદાર, એમ કહેતો નહિ, “આ (મહેમાન) મારી ગરદન ઉપર પડયો છે.”  કારણ કે તરતમાં તે શુન્યમાં પાછો ઉડી જશે.

૩૫૪૬ હરકોઈ જે અદ્રષ્ય દુનિયામાંથી તારા દિલમાં આવે છે, તારો મહેમાન છે, તેનો મિત્રભાવે આદર સત્કાર કર !

મહેમાન સંબંધી કહાણી કે જેને ઘરના માલિકની સ્ત્રીએ કહ્યું, “વરસાદ આવી પહેાંચ્યો છે, અને આપણો મહેમાન આપણી ગરદન ઉપર પડયો છે.”

૩૫૪૭ એક મહેમાન અમુક માણસને ત્યાં મોડા સમયે આવ્યો, ઘરધણીએ તેની ઘણીજ આગતા સ્વાગતા કરી.

૩૫૪૮ તે ખોરાકના થાળા લાવ્યો અને તેણે દરેક શિષ્ટાચાર બતાવ્યો, તે રાત્રીએ ત્યાં તેમના પરગણામા એક મિજબાની હતી.

૩૫૪૯ માણસે ખાનગીમા પોતાની સ્ત્રીને કહ્યું, કહે, “શેઠાણી, આજરાત્રે બે પથારીઓ પાથરજે.

૩૫૫૦ આપણી પથારી દરવાજે પાથરજે અને મહેમાન માટે બીજી બાજુ પથારી પાથરજે.”

૩૫૫૧ સ્ત્રીએ જવાબ આપ્યો, “હું આ સેવા બજાવીશ, (તેમ કરવા) હું ઘણી ખુશી થઇશ. ઓ મારી આંખોના પ્રકાશ, સાંભળવું તે તાબે થવાનું છે.

૩૫૫૨ સ્ત્રીએ બન્ને પથારીઓ પાથરી અને (પછી) સુન્નતની મિજબાનીમાં ચાલી ગઈ અને (ત્યાં) લાંબો સમય રોકાણી.

૩૫૫૩ માનનીય મહેમાન અને તેણીનો ધણી (ઘરમાં રહ્યા), તેઓએ તેની સમક્ષ લીલાં સુકાં ફળો અને શરાબ રજુ કર્યા.

૩૫૫૪ બન્ને સન્માનીત પુરૂષો (એકબીજાના) ભલાબુરા અનુભવો કહેતા સાથે (અને) મધ્યરાત્રી સુધી વાતો કરતા રહ્યા.

૩૫૫૫ ત્યાર બાદ મહેમાન, નિંદ્રામાં ઝોકા ખાતો અને વાતોથી કંટાળેલો; પેલી પથારીએ ગયો કે જે દરવાજા તરફ સામી બાજુએ હતી.

૩૫૫૬ તેણે શરમાવાની અસરમાં તેને કાંઈ કહ્યું નહિ કે, “મારા વ્હાલા મિત્ર તમારી પથારી પેલી બાજુએ છે.

૩૫૫૭ ઓ માનવંતા સાહેબ, તમારી સુવા માટેની પથારી મેં પેલી તરફ રખાવી છે.” 

૩૫૫૮ (તેથી) બંદોબસ્ત કે જે તેણે પોતાની ઘરવાળી સાથે કર્યો હતો તે બદલાતો હતો, અને મહેમાન (ઓરડાની) બીજી બાજુએ લાંબો થયો.

૩૫૫૯ રાત્રી દરમ્માન તે જગ્યાએ સખત વરસાદ પડવો શરૂ થયો (અને લાંબો સમય ચાલુ રહ્યો) તેઓ વરસાદના વાદળાઓની ભયંકરતાથી અજાયબ થતા હતા. 

૩૫૬૦ (જ્યારે ) સ્ત્રી ( ઘરે) આવી, તેણીએ વિચાર્યું કે તેણીનો ધણી દરવાજા તરફ અને મહેમાન બીજી બાજુએ સૂતો હશે.

૩૫૬૧ સ્ત્રીએ તુર્તજ કપડા ઉતાર્યા અને પથારીમાં પડી અને હેતપુર્વક કેટલીય વાર મહેમાનને ચુંબન કર્યું.

૩૫૬૨ તેણીએ કહ્યું ઓ માનવંતા સાહેબ, મને (આવી) બીક હતી અને હવે તે જ ઘટના બની છે, તેજ ઘટના બની છે, તેજ ઘટના બની છે.

૩૫૬૩ ગારો અને વરસાદે તારા મહેમાનને (અહીં) અસહાય બનાવ્યો છે, તે છટકી ન શકે તેવી રીતે માથે પડયો છે.

૩૫૬૪ તે આવા વરસાદ અને ગારામાં કેમ જઈ શકશે ? તે તારા માથા અને આત્મા ઉપર કરવેરાની માફક પડયો છે.

૩૫૬૫ મહેમાન તુર્તજ કુદી પડયો અને કહ્યું, “ ઓ સ્ત્રી, રવાના થા ! મારી પાસે જોડા છે. મને ગારાની પરવા નથી.”

૩૫૬૬ હું રવાના થાઉં છું, તારૂં ભલું થાય ! તારો આત્મા એક પળ માટે (પણ) (દુન્યવી) મુસાફરી દરમ્યાન આનંદ ન પામો !

૩૫૬૭ કે જેથી તે પોતાના અસલ મકાને વધુ વહેલો પહોંચે. કારણ કે આ (દુન્યવી) ખુશીઓ (મુસાફરને) તેની મુસાફરીમાં રસ્તો રૂંધે છે.

૩૫૬૮ જ્યારે પ્રખ્યાત પરોણો ઉભો થઈ અને રવાના થઈ ગયો, ત્યારે પેલી સ્ત્રી દિલાસા વગરના શબ્દો બોલવા માટે પશ્ચાતાપ કરતી હતી.

૩૫૬૯ ઘણી વાર પત્ની તેને કહેતી, "કેમ, ઓ અમીર, જો મેં મજાક કરી હોય, તો નારાજ ન થાઓ."

૩૫૭૦ સ્ત્રીની આજીજી અને આનંદ કાંઈ કામમાં નહિ આવ્યા, તે રવાના થયો અને તેમને દિલગીરીમાં છોડી દીધા.

૩૫૭૧ ત્યાર બાદ ધણી અને સ્ત્રીએ શોકજન્ય વસ્ત્રો પરીધાન કર્યા, તેઓએ તેનું (પ્રકાશિત) સરૂપ, શરીર વગરની મીણબત્તી માફક જોયું.

૩પ૭ર તે પોતાને રસ્તે રાત્રીના અંધકારમાં પેલા માણસની મીણબતીના પ્રકાશે જતો હતો. વેરાન પ્રદેશ બહિસ્તની માફક અલગ પડી ગયો હતો.

૩૫૭૩ તેણે (ધણીએ) આ (વિનાશકારી) ઘટના અંગે પોતાનું ઘર મુસાફરખાનું દિલગીરી અને શરમજનક બનાવ્યું.

૩૫૭૪ સ્ત્રી અને ધણી બન્નેના દિલોમાં એ ગુપ્ત રસ્તે મહેમાનનો આભાસ ચાલું રીતે કહેતો આવતો હતો,

૩૫૭૫ “ હું ખિઝરનો દોસ્ત છું. મેં એક સો દાનના ખજાના તારા ઉપર વેર્યા હોત, પણ તે તમારો મુકરર હિસ્સો ન હતો.”

યા અલી મદદ