Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૯

વાર્તા - ૯

0:000:00

તેણીના ધણીથી રખેને બચ્ચાવાળી બને તે માટે એક પિતાનો પોતાની પુત્રીને કાળજી રાખવાનો આદેશ આપવો !

૩૬૧૬ એક શેઠ હતો કે જેને દેવીના ગાલોવાળી અને ચંદ્રમા સરખા ચહેરાવાળી અને રૂપા જેવી છાતીવાળી દીકરી હતી.

૩૬૧૭ (જ્યારે) તેણી સંપૂર્ણ યુવાવસ્થાએ પહોંચી, ત્યારે તેણે પોતાની પુત્રીને એક ધણીને આપી.(સામાજીક) સરખામણીમાં ધણી તેણીને યોગ્ય ન હતો.

૩૬૧૮ જ્યારે એક તરબુચ પાકે છે તે પાણીમય બને છે અને સિવાય તમે તેને કાપો નહિ તો નકામું અને બગાડ બને છે.

૩૬૧૯ જ્યારે તે જરૂરીયાતની (એક બાબત) હતી, તેણે પોતાની પુત્રીને ખરાબીની બીકમાં એક કે જે (સામાજીક રીતે) તેણીની બરોબરીઓ ન હતો તેને આપી.

૩૬૨૦ તેણે પોતાની પુત્રીને કહ્યું,  આ નવા ઘરથી સાવચેત રહેજે, બચ્ચાવાળી બનતી નહિ.

૩૬૨૧ કારણ કે આ ભિખારી સાથે તારા વિવાહ જરૂરીયાત અંગે કરવામાં આવેલ છે.

૩૬૨૨ ઓચિંતાના તે તારા ઉપર ઠેકી પડશે અને બધું પાછળ છોડી દેશે. તેનું બચ્ચું તારા હાથમાં ખોટા તરીકે રહી જશે.

૩૬૨૩ પુત્રીએ જવાબ આપ્યો, “ઓ પિતા, હું (તમારી) સેવા કરીશ, તમારી સલાહ (મને) સ્વીકાર્ય અને કિંમતી છે.”

૩૬૨૪ દરેક બે ત્રણ દિવસે પિતા પોતાની પુત્રીને સાવચેતીના પગલા લેવા સલાહ આપ્યા કરતો.

૩૬૨૫ (તેમ છતાં પણ) તેણી ઓચિંતાની (પોતાના ધણીથી) બચ્ચાવાળી બની. બીજું શું બને (જ્યારે કે) ધણી અને સ્ત્રી બન્ને યુવાન હોય ?

૩૬૨૬ તેણીએ બચ્ચાને (પોતાના પિતાથી) છુપું રાખ્યું, ત્યાં સુધી બચ્ચું પાંચ છ મહીનાનું થયું.

૩૬૨૭ (પછી) શોધ થઈ. તેણીના બાપે પૂછ્યું, “આ શું છે ? તેનાથી દુર રહેવા માટે શું મેં તને કહ્યું ન હતું ?”

૩૬૨૮ નિશંક મારી આ સૂચનાઓ શું માત્ર અવાજ જ હતો ? મારી ભલામણ અને ચેતવણીઓ તને કોઈ ઉપયોગી ન બની ? 

૩૬૨૯ તેણીએ કહ્યું, “પિતા, હું કેમ ચોકી કરું ? કાંઈ પણ શંકા વગર સ્ત્રી અને પુરૂષ આગ અને કપાસ જેવા છે.

૩૬૩૦ કપાસને અગ્નિથી સાવચેતીનાં ક્યાં સાધનો છે ? અથવા અગ્નિમાં કાંઈ પણ તકેદારી અને કાળજી ક્યારે રાખી શકાય ? 

૩૬૩૧ તેણે જવાબ આપ્યો, “મેં કહ્યું, ન હતું કે તેની સાથે ‘હમબિસ્તર’ ન થવું, બલકે એમ કહ્યું હતું કે તેની માંગણી કબુલ કરતી નહિ.

૩૬૩૨ જુસ્સાની હાલત વખતે તારી ફરજ હતી કે તું પોતાને તેનાથી જુદી કરી લેતી.

૩૬૩૩ તેણીએ કહ્યું, મને શું ખબર કે જુસ્સો ક્યારે આવે છે ? (કારણ કે) તે તેના મન ઉપર આધાર રાખે છે.

૩૬૩૪ તેણે જવાબ આપ્યો, ‘જ્યારે તેની આંખ બીજું જોતી થઈ જાય ત્યારે સમજવું કે જુસ્સાનો સમય છે.

૩૬૩૫ તેણીએ કહ્યું, “આંખ બીજું જોતી થઈ જાય ત્યાં સુધીમાં તો મારા શોખે મારી આંખો આંધળી બનાવી હતી.

૩૬૩૬ દરેક વંઠી ગએલ સમજણ, ઈચ્છા અને ગુસ્સા અને આક્રમણના સમયે સ્થિર રહેવા પામતી નથી.

સુફીની ભીરૂતા અને નબળાઈનું વર્ણન કે જે છાયામાં મોટો થયો હતો અને પોતા સાથે કદી મથામણ કરી ન હતી અથવા (દૈવી) પ્રેમના માનસિક દાઝ અને દુઃખનો અનુભવ કર્યો ન હતો અને અધમોના હાથ ચુમવા અને માન પામવામાં પ્રવૃત્ત હતો અને તેના તરફ તેઓનું અનિમેષ નજરે નિરખવું અને પોતાની આંગળીઓ તેના તરફ બતાવવી અને કહ્યા કરવું, ‘તે આજે દુનિયામાં (સૌથી વધારે પ્રખ્યાત સુફી છે, અને વૃથા કલ્પનાઓથી બિમાર બનાવાયો હતો. (પેલા) શિક્ષકની માફક કે જેને બચ્ચાંઓએ કહ્યું હતું કે તે બિમાર હતો. એક (રૂહાની) લડવૈયા હોવાના વધુ પડતા પોતાના અભિપ્રાયમાં અને આ (રૂહાનીયત) રસ્તામાં એક શુરવીર તરીકે પોતાને સમજી, તે નાસ્તિકો વિરૂદ્ધની લડાઈમાં લડતા સિપાઈઓ સાથે લડવા જાય છે. તે કહે છે, “હું મારી બહાદુરી જાહેર રીતે પણ બતાવીશ….જિહાદે અકબર'માં મારા અનુરૂપે કોઈ નથી તો પછી નાની લડાઈમાં હાજર રહેવામાં કઈ મુશ્કેલી છે ? તેણે એક સિંહનો આભાસ જોયો છે અને (કલ્પનાતીત) બહાદુરીની મુઠીઓ ઉગામી છે અને પોતાની બહાદુરીમાં નશાબાજ બને છે. અને સિંહને શોધવા જંગલમાં નીકળી પડયો છે (પણ) સિંહ મુંગી વાણીથી કહે છે, નહિ, તું જાણવા પામીશ, અને ફરીવાર કહે છે, નહિ. તું જાણવા પામીશ જ.

૩૬૩૭ એક સુફી લશ્કર સાથે નાસ્તિકો સામે લડવા ગયો, ઓચિંતાના લડાઈનો ખણ ખણાટ અને ઘોંઘાટ સંભળાયો.

૩૬૩૮ સુફી સરસામાન અને તંબુઓ અને બિમારોની સાથે પાછળ રહ્યો. (જ્યારે) ઘોડેસ્વારો લડાઈની હારમાં હંકારી ગયા.

૩૬૩૯ જમીન સાથે બંધાએલા તંબુઓ પોતાની જગ્યામાં પડ્યા રહ્યા. (જ્યારે) પ્રથમ સ્થાનવાળા સવારી કરી રવાના થયા.

૩૬૪૦ સંઘર્ષ બાદ, તેઓ વિજયવંતા પાછા ફર્યા, તેઓ લુંટેલો માલ લાદીને અને નફો મેળવીને પાછા ફર્યા.

૩૬૪૧ તેઓએ તેને (લડાઈના મેદાનમાંથી મળેલ) ભેટ આપી, કહે, “ઓ સુફી, તમો પણ લ્યો” (પણ) તે તેણે તંબુ બહાર ફગાવી દીધી અને કાંઈ લીધું નહિ.

૩૬૪૨ પછી તેઓએ તેને પૂછયું, “તમે શા માટે ગુસ્સે છો ?” તેણે જવાબ આપ્યો, “મને લડવામાં ભાગ લેવાથી વંચિત કરાયો છે.”

૩૬૪૩ સુફી પેલા માયાળુ કાર્યથી ખુશી થયો ન હતો, કારણ કે પવિત્ર લડાઈમાં તેણે તલવાર ખેંચી ન હતી.

૩૬૪૪ તેથી તેઓએ તેને કહ્યું, “અમે અહીં કેદીઓ લાવ્યા છીએ, તું એકાદને મારી નાખવા પકડી લે.

૩૬૪૫ તેનું માથું કાપી નાખો, એટલા માટે કે તમો પણ એક પવિત્ર લડવૈયા બનો.” (આથી) સુફી થોડો ખુશી અને ઉત્સાહી બન્યો.

૩૬૪૬ કારણ જો કે નિયમિત વજુના પાણીમાં એક સો ઉત્તમતાઓ છે (છતાં) જ્યારે મેળવી શકાતું નથી ત્યારે એકે ધુળનો ઉપયોગ કરવો જોઈએ.

૩૬૪૭ સુફી હાથપગ બાંધેલા કેદીને તંબુની પાછળ દોરી ગયો, એટલા માટે કે પવિત્ર લડાઈ ચલાવે.

૩૬૪૮ સુફી કેદી સાથે લાંબો વખત રહ્યો, (લશ્કરીઓના) સમુહે કહ્યું, દરવીશને ત્યાં લાંબો સમય થયો છે.

૩૬૪૯ એક નાસ્તિક કે જેના બન્ને હાથો બાંધેલા છે (ખરેખર), તેને કતલ કરવામાં આટલી બધી ઢીલનું કારણ શું ?

૩૬૫૦ તેમનામાંનો એક તેની તપાસ કરવા પાછળ ગયો. પેલો નાસ્તિક તેના (સુફીના) ઉપર તેને માલમ પડયો.

૩૬૫૧ પેલો કેદી માદા ઉપર નરની માફક પડેલો હતો અને દરવેશની ઉપર સિંહ માફક સવાર હતો.

૩૬૫૨ પોતાના હાથથી બંધાએલો, તે સુફીનું ગળું જક્કીપણાથી ઝગડામાં ઘુંટતો હતો. 

૩૬૫૩ નાસ્તિક તેનું ગળું પોતાના દાંતોથી કોતરી ખાતો હતો, સુફી નીચે બેભાન ૫ડ્યો હતો.

૩૬૫૪ બંધાએલો નાસ્તિક, એક બિલાડી જેવા ઝનુનીએ તેના ગળાને ભાલા વગર ઘાયલ કર્યું હતું.

૩૬૫૫ કેદીએ પોતાના દાંતોથી તેને અર્ધો મારી નાખ્યો હતો. તેના ગળામાંના લોહીમાં દરવીશની દાઢી તરબોળ થઈ હતી.

૩૬૫૬ (આ) તમારા જેવું છે, જે દુષ્ટ મનના હિસ્સા હેઠળ તમે તે સૂફી જેવા મૂર્ખ અને નિષ્ક્રિય બની ગયા છો.

૩૬૫૭ ઓ તમો કે જેનો દીન એકાદ ટેકરો ચડવા અશક્ત છે. તમારી આગળ એક લાખ પર્વત છે.

૪૫૮ આ નાના કદની ઉંચી ધારની બીકમાં તમે મરેલા છો, તમે એક પર્વત જેવી (મોટી) સીધી કરાડ કેમ ચડી શકશો ?

૩૬૫૯ લડવૈયાઓ, એક મુસ્લિમને આવી હલકાઈમાં જોતા (દોડ્યા), તે જ પળે નાસ્તિકને કઠોરતાપૂર્વક તલવારથી પૂરો કર્યો.

૩૬૬૦ તેઓએ સુફીના ચહેરા ઉપર પાણી અને ગુલાબજળ છાંટ્યું, કે જેથી તે પોતાના ભાનમાં આવે.

૩૬૬૧ જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે (લશ્કરીઓના) સમુહે તેને આમ કેમ બન્યું તે વિષે પૂછ્યું. 

૩૬૬૨ (કહે) “ખુદા ! ખુદા ! ઓ પૂજનીય, શું બાબત છે ? કઈ ચીજથી તમે આટલા બધા બેભાન બન્યા ?

૩૬૬૩ આવી અધમ હાલતે અને બેભાન અવસ્થામાં પડવાનું કારણ શું ? પેલો અર્ધ મરેલો બંધનમાં બંધાએલો નાસ્તિક હતો ?”

૩૬૬૩ તેણે જવાબ આપ્યો, “જ્યારે ગુસ્સામાં મેં તેનું માથું કાપી નાખવા પ્રયાસ કર્યો ત્યારે પેલા આદમીએ મારા તરફ અનોખી રીતે જોયું.

૩૬૬૫ તેણે પોતાની પહોળી આંખો મારા તરફ ઉઘાડી, તેણે તેની આંખો ફેરવવા માંડી અને મારી સૂધબૂધે મારી કાયામાંથી રજા લીધી.

૩૬૬૬ તેની ફરતી આંખો મને એક લશ્કર જેવી દેખાણી, તે કેવી ભયંકર હતી તેનું હું વર્ણન નથી કરી શક્તો.

૩૬૬૭ મને વાર્તા ટૂંકી કરવા દો, પેલી આંખોની (ભયંકરતા) અંગે હું મારાથી બેભાન બન્યો અને જમીન ઉપર પડયો.”

(ઈસ્લામના) શુરવીરોએ તેને સલાહ આપી, કહે “જ્યારે કે તમને આટલું બધુ ટૂંકું દીલ હતું કે તમોને એક કેદી અને બંધાએલા નાસ્તિકની આંખો ફેરવવાથી બેહોશ બની ગયા છો, કે જેથી ખંજર તમારા હાથમાંથી પડી જાય છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, સુફીના મઠની રાંધણી પકડી રાખો અને લડાઈમાં જતા નહિ. રખેને તમે સામાન્ય જનતાની નામોશી બનો.

૩૬૬૮ (લશ્કરીઓના) સમુહે તેને કહ્યું, “આવા એક મોટા પેટ સાથે, લડાઈ અને સંઘર્ષના (મેદાનમાં) જતા નહિ.

૩૬૬૯ જ્યારે કે તમો ડુબ્યા હતા અને તમારૂં વહાણ પેલા બંધાએલા કેદીની આંખની નજરથી ભાંગ્યું હતું.

૩૬૭૦ તો પછી, ઝનુની સિંહો (શુરવીરોના) ધસારા વચ્ચે, કે જેની તલવારોને (એક દુશ્મનનું) માથું દડા માફક છે.

૩૬૭૧ ત્યાં તમે લોહીમાં કેમ તરી શકો, જ્યારે કે તમો (બહાદુર) માણસોની લડાઈથી માહિતગાર નથી ?

૩૬૭૨ (લડાઈના મેદાનમાં) ગરદનો ઉપર પડતી તલવારોના ખણખણાટની કપડાની સાફસફાઈના ધોકાના નજીવા અવાજ સાથે સરખામણી કરતા નહિ.

૩૬૭૩ કેટલીય ધડ વગરની કાયાઓ કંપે છે, કેટલાય કાયા વગરના માથા પરપોટાની માફક લોહીમાં (તરતા) તમો (જોશો).

૩૩૭૪ લડાઈમાં મોત સામે બાથ ભીડતા સેંકડો શુરવીરો, મૃત્યુના સમુદ્રમાં ઘોડાઓના પગ નીચે પડયા હોય છે.

૩૬૭૫ આના જેવી તારી સમજણો કે જે એક (ઉંદરની) બીકમાં નાશી જાય છે, પેલી લડાઈની હરોળમાં તલવાર કેમ ખેંચશે ?

૩૬૭૬ તે લડાઈ છે, ઘઉંનો સેરવો પીવો નથી, તારે તારી બાંયો ચઢાવવી પડશે (હિંમત કરવી પડશે).

૩૬૭૭ તે ઘઉંનો સેરેવો પીવા જેવો નથી, અહીં (લડાઈના મેદાનમાં) આંખ તલવાર છે, આ લડાઈની હારમાં એક લોઢા જેવા 'હમ્ઝા'ની જરૂર છે.

૩૬૭૮ કોઈ નબળા દિલનું કામ લડવાનું નથી કે જે એક પ્રેતની માફક ભૂત (ભ્રમ) પાસેથી ભાગી જાય છે.

૩૬૭૯ તે ‘તર્કસનું કામ છે, નહિ કે (સ્ત્રી જેવા) તરકા, ચાલ્યો જા, તરકા માટેની જગ્યા ઘર છે, ઘેર જા, ઘેર !

ઈયાદીની કહાણી. નાસ્તિકો સામે સિત્તેર લડાઈમાં ભાગ લીધો હતો, અને તે પોતાની ખુલ્લી છાતીએ (બખ્તર વગર) હંમેશાં લડ્યા હતા. એવી આશામાં કે તેઓ શહિદ બને, અને તેની નાઉમેદીમાં, તેઓ "જીહાદે અસગર"માંથી “જિહાદે અકબર"માં ફર્યા, અને (દિની) એકાંતવાસનો વ્યવહાર સ્વીકાર્યો, અને તેઓએ ઓચિંતાના પવિત્ર લડવૈયાઓના નગારાનો અવાજ સાંભળ્યો, અને પોતાનામાંના દુષ્ટ મને પવિત્ર લડાઈમાં જવા કાકલુદી ભરી માંગણી કરી, અને તેઓને આવી ઈચ્છા થવામાં પોતાના દુષ્ટ મનના ઈરાદાની શંકા ગઈ.

૩૬૮૦ ઈયાદીએ કહ્યું, કે નેવું વખત હથીયાર વગર (લડાઈમાં) આવ્યો કે બનવા જોગ છે કે (દૈહિક રીતે) હું ઘાયલ થાઉં. 

૩૬૮૧ હું તીરોને ભેટવા હથીઆર વગર ગયો, એટલા માટે કે હું (કાતિલ) તીરના ઝખમો મેળવું.

૩૬૮૨ એક નશીબદાર શહિદ સિવાય ગળામાં અથવા બીજા મર્મ અવયવોમાં એકાદ તીરનો (ખુશી કરતો) ઝખમ કોઈ મેળવે નહિ.

૩૬૮૩ મારા શરીરમાં ઝખમો સિવાયની કોઈ જગ્યા ખાલી નથી, મારી આ કાયા તીરોથી (વિંધાએલી) એક ચાળણી માફક બની છે.

૩૬૮૪ પણ તીરોએ મર્મસ્થાનને કદીપણ ભેદેલ નથી. આ એક સદકિસ્મતની બાબત છે, બહાદુરીની કે આવડતની નહિ.

૩૮૫ જ્યારે (મેં જોયું કે) શહીદપણું મારા આત્માનો હિસ્સો નથી. ત્યારે હું તુર્તજ (દીની) એકાંત વાસમા ગયો અને ચાલીસ દિવસના રોજા (શરૂ કર્યા).

૩૬૮૬ મેં મારી કાયાને "જીહાદે અકબર"માં ફગાવી (કે જે) આત્મ સંયમ અને દુર્બળ બનવામાં (સમાએલ છે).

૩૬૮૭ (એક દિવસે) મારા કાને પવિત્ર લડવૈયાઓના નગારાનો અવાજ પડ્યો, તનતોડ મહેનત કરતું લશ્કર કુચ કરતું હતું.

૩૬૮૮ મારા દુષ્ટ મને અંદરથી મારા તરફ બુમ પાડી, સવારમાં મેં તેનો અવાજ મારા ભાવાત્મક કાનથી સાંભળ્યો.

૩૬૮૯ (કહે), ઉઠ ! અત્યારે લડવાનો વખત છે, જુઓ પવિત્ર લડાઈમાં લડવામાં પોતાને અર્પણ કર.

૩૬૯૦ ઓ મારા આત્મા ! સત્ય કહે, આ એક ઢોંગ છે. નહિતર (શા માટે તારે લડવું છે) ? વાસનામય આત્મા (દૈવી હુકમ તરફ) તાબેદારીથી વંચિત છે.

૩૬૯૧ મેં જવાબ આપ્યો, ઓ દુષ્ટ બેઈમાન આત્મા, લડાઈની ઈચ્છા કરવાની તારે કઈ જરૂર છે ?

૩૬૯૨ સિવાય કે તું સત્ય કહે, નહિતર હું તને ફટકારીશ, અગાઉ ભૂખે મારવા કરતાં વધુ યાચનાથી તને હું મહા પીડા આપીશ.

૩૬૯૩ આથી મારો આત્મા, મારી અંદરથી કપટપણામાં મુખ વગર છટાદાર રીતે બોલી ઉઠ્યો.

૩૬૯૪ અહીં તું મને રોજ મારી નાખે છે. તું નાસ્તિકોના આત્માઓની માફક મારા અપૂર્વ આત્માને (રીબાવવાના યંત્ર) ઉપર મુકે છે.

૩૬૯૫ કોઈપણ મારી હાલતથી માહિતગાર નથી (કે) તું મને ખોરાક અને ઉંઘ વગર (રાખીને) મારી નાખે છે.

૩૬૯૬ હું લડાઈમાં એક જ ઝાટકે મારી કાયામાંથી નાશી જાઉં, અને લોકો મારી કુરબાની અને મરદાઈભરી હિંમત જુએ ?

૩૬૯૭ મેં જવાબ આપ્યો, ઓ કંગાળ આત્મા, તું ઢોંગી જીવન જીવ્યો છે, અને તું ઢોંગમાં જ મરીશ, તું કેવી (દયાજનક વસ્તુ) છો !

૩૬૯૮ તું બંન્ને દુનિયામાં એક ઢોંગી બન્યો છો, બન્ને દુનિયામાં તું એક આવો કિંમત વગરનો સજીવ પ્રાણી છે.

૩૬૯૯ મેં કસમ ખાધા કે હું એકાંતવાસમાંથી મારૂં માથું કદી બહાર કાઢીશ નહિ. જ્યાં સુધી આ કાયાને જીવતી જોઈશ ત્યાં સુધી.

૩૭૦૦ કારણ કે એકાંતવાસમા આ કાયા જે પણ કાંઈ કરે છે તે સ્ત્રી કે પુરૂષને અનુલક્ષી કરતી નથી.

૩૭૦૧ એકાંતવાસ દરમ્યાન તેની હિલચાલનું બધું ધ્યાન અને આરામ માત્ર ખુદાની ખાતર જ છે.

૩૭૦૨ આ 'જિહાદે અકબર' છે અને તે (બીજી) ‘જિહાદે અસગર’ છે. આ બંન્ને લડાઈ રૂસ્તમ અને હયદર (હ. મૌલા મુર્તુઝાઅલી (અ.સ.) જેવા મર્દો માટે યોગ્ય છે.”

૩૭૦૪ આવા એકે સ્ત્રીઓની માફક લડાઈના મેદાન અને ભાલાઓથી દુર રહેવું જેઈએ.

૩૭૦૫ પેલો એક સુફી અને આ એક સુફી ! અહીં કેવી દયા આવે છે ! પેલો એક, એક સોઈથી મરેલો છે, જ્યારે આ એકનો ખોરાકજ તલવાર છે.

૩૭૧૦ બીજો એક સુફી લડવાના ઈરાદાએ લડાઈની હરોળમાં વીસ વખત દાખલ થયો.

૩૭૧૧ જ્યારે તેઓએ નાસ્તિકો ઉપર હુમલો કર્યો ત્યારે મુસ્લિમોની પિછેહટમાં, મુસ્લિમો સાથે પાછળ હટ્યો નહિ.

૩૭૧૨ તે ઘાયલ થયો, પણ તેણે ઝખમો ઉપર પાટા બાંધ્યા કે જે તેને થયા હતા, અને એકવાર વધુ સંઘર્ષ અને ફટકારવા આગળ વધ્યો.

૩૭૧૩ એટલા માટે કે તેની કાયા એકાદ ફટકાથી સસ્તામાં મરે નહિ અને કે લડાઈમાં તે વીસ ફટકાઓ સહન કરે.

૩૭૧૪ તેને એ વાતની વેદના હતી કે તે એક જ ઝટકામાં પોતાનો જીવ આપી દે અને તેનો આત્મા તેના ધૈર્યના હાથમાંથી સરળતાથી છટકી જાય.

(રૂહાનીયત) લડવૈયાની કહાણી કે જે દરરોજ રૂપાના (કટકાઓ) ધરાવતી એક થેલીમાંથી જુદોજુદો એક દિરહમ લેતો અને (પાણી ભરેલ) એક નીકમાં પોતાના નફસે અમ્મારા (દુષ્ટ મન)ની લાલસા અને કંજુસાઈ હાંકી કાઢવાના ઈરાદે ફેંકતો, અને તેના આત્માએ તેને કેવો લલચાવ્યો, કહીને, “જ્યારે કે તમે (આ પૈસાને) નીકમાં ફેંકી દેવાના છો ત્યારે છેવટ તેને એકી સાથે ફેંકી દયો, કે જેથી હું મુક્તિ મેળવું, કારણ કે નિરાશા બેમાંની એક શક્ય રાહત છે, અને તેણે જવાબ આપ્યો, “હું તને આ રાહત પણ આપવાનો નથી.”

૩૭૧૫ અમુક માણસ પાસે પોતાના હાથમાં ચાલીસ દિરહમ હતા, દરેક રાત્રીએ તે દરિયાના પાણીમાં (તેમાંથી) એક એક ફેંકતો.

૩૭૧૬ એટલા માટે કે ઉંડા મનની (પરંપરામાં) સહન કરાતો મહાસંતાપ, આત્મા કે જે આભાસની દુનિયાનો છે તે દુઃખી બને.

૩૭૧૭ તે (બહાદુર સુફી) (નાસ્તિકો) ઉપર હુમલો કરવા મુસ્લિમો સાથે આગળ વધ્યો, (પણ) પીછે હટતી વખતે તે દુશ્મનો સમક્ષ ઉતાવળમાં પાછો હટ્યો નહિ.

૩૭૧૮ તે ફરીવાર ઘાયલ થયો હતો, (પણ) તેણે પેલા ઝખમો (પણ) બાંધ્યા, (દુશ્મનના) ભાલાઓ અને તીરો તેનાથી વીસ વખત ભાંગી નખાયા હતા.

૩૭૧૯ ત્યારબાદ, (તેનામાં) જોર રહ્યું નહિ, તે આગળ પડ્યો (અને) “સત્યની બેઠકમાં” (સમાપ્તિ) પામ્યો, કારણ કે તેનો પ્રેમ સાચો હતો.

૩૭૨૦ (ખુદાને) આત્મા સર્મપણ કરવામાં સત્ય સમાએલું છે, સાંભળ, હરિફાઈમાં બીજાઓને પાછળ રાખી દે ! કુરાન વાંચ, “માણસોને જેઓ સાચા હતા.”

૩૭૨૧ આ બધું મૃત્યુ એ (ભૌતિક) રૂપનું મૃત્યુ નથી: આ શરીર (માત્ર) આત્મા માટે એક સાધન જેવું છે.

૩૭૨૨ અરે, કેટલીય કાયા (અપૂર્ણ) છે કે જેનું લોહી જાહેર રીતે વહેવડાવાયું હતું, પણ જેનો જીવંત નફસે અમ્મારા હવે પછીની દુનિયામાં ભાગી છુટ્યો હતો.

૩૭૨૩ તેનું ઓજાર ભાંગી ગયું હતું પણ ડાકુ જીવતો બાકી હતો. નફસે અમ્મારા (દુષ્ટ મને) જેના ઉપર પોતાનું લોહી છાંટ્યું છે તેના ઉપર સવારી કરતો જીવંત છે.

૩૭૨૪ તેનો (સવારનો) ઘોડો તેનો રસ્તો બદલે તે પહેલા તે મરાણો હતો. તે અજ્ઞાન અને દુષ્ટ અને કંગાળ સિવાય કાંઈ ન બને.

૩૭૨૫ જો (દૈહિક) લોહી વહેવડાવનાર દરેકને શહીદ કહેવાય, તો એક નાસ્તિકને (પણ) લડાઈમાં મરાતા “બુ સઈદ” કહેવાય,

૩૭૨૬ અરે ઘણાએક વિશ્વાસુ શહીદ આત્મા છે કે જે આ દુનિયામાં ખુદીથી મરેલા છે, (જો કે) હૈયાતની માફક આવજાવ કરે છે.

૩૭૨૭ લુંટારો (જનાવરી) આત્મા મર્યો છે, જો કે કાયા, જે તેની તલવાર છે, જીવંત રહે છે. તે (તલવાર) હજી સુધી પેલા ઉત્સુક લડવૈયાના હાથમાં છે.

૩૭૨૮ તલવાર તે તેજ તલવાર છે, માણસ તેજ માણસ નથી, પણ ઓળખાણનો દેખાવ તારા તરફના કેફના કારણે છે.

૩૭૨૯ જ્યારે આત્મા સર્વથા બદલી ગએલો છે, આ તલવાર, એટલે કે કાયા કૃપાળુ (ખુદાના) ધારણ કરેલ કાર્યના હાથમાં બાકી રહે છે.

૩૭૩૦ એક કે (જેનું દુષ્ટ મન મરેલું છે) એક મર્દ છે કે જેનો ખોરાક સંપૂણપણે (દૈવી) પ્રેમ છે, બીજો એક માણસ છે જે ધૂળ જેવો પોકળ છે.

૪૧૩૭ સત્યનો એક દોસ્ત બન અને કડવા ગુણોનો ત્યાગી બન કે જેથી ઝેરની બરણીમાંથી પણ તમો સાકર ખાઈ શકો.

યા અલી મદદ