Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૫

વાર્તા - ૫

0:000:00

દુનિયાની માંસલ અને સ્વાદષ્ટ ચીજોનું વિનાશકારીપણું સમજાવવું અને તેઓ કેવી રીતે ખુદાઈ ખોરાક મેળવવામાં અડચણકર્તા છે, જેમ તેઓ હ. પયગમ્બર સાહેબે કહ્યું છે, “ભૂખ ખુદાનો ખોરાક છે કે જેનાથી તે (તેના સાચા સાક્ષીઓની) કાયાઓને પુનર્જીવન આપે છે, "એટલે કે ભુખમાં ખુદાનો ખોરાક (આગળ આવે છે), અને તેમણે કહ્યું છે, “હું મારા માલિક સાથે રાત્રી પસાર કરૂં છું અને તે મને ખોરાક અને પીણું આપે છે, અને ખુદાએ કહ્યું છે, “પુરૂં પાડેલ હોવા માટે આનંદ કરો.”

૧૬૪૩ (જો) તમોને આ ચીતરી ચઢે તેવા એઠા અન્નમાંથી મુક્ત કરાયા છે તો તમે ઉમદા ખોરાક અને સ્વાદિષ્ટ મિઠાઈ (ખાવામાં) મશગુલ રહેશો.

૧૬૪૪ જો તમો તેની વાનગીઓ એક સો રતલ (પણ) ખાશો તો પણ તમો ચોકખા અને પ્રકાશીત એક ફિરસ્તા માફક રવાના થશો.

૧૬૪૫ કારણ કે તેઓ તમને ગેસ અને કમળો અને આંતરડાના દર્દની પીડાથી શક્તિહિન બનેલા એક કેદી બનાવશે નહિ.

૧૬૪૬ (જાહેરી ખોરાકની બાબતમાં) જો તમે બહું થોડો ખોરાક ખાશો તો એક કાગડાની માફક તમો ભુખ્યા રહેશો અને જો તમો પેટ ભરીને ખાશો તો ઓડકારથી હેરાન થશો.

૧૬૪૭ જો તમો (ખૂબજ) થોડું ખાશો તો (પરિણામ એ આવશે) બદમિજાજ અને પાંડુરોગ અને ક્ષય, જો તમો પેટ ભરીને ખાશો તો તમારી કાયા અપચાની સજા ભોગવશે.

૧૬૪૮ ખુદા તરફનો ખોરાક ખાવામા અને (સ્વાદિષ્ટ) પોષણ સહેલાઈથી હજમ કરવામાં, આવા એક (રૂહાનીયત) સમુદ્ર ઉપર કિશ્તી માફક સવારી કર.

૧૬૪૯ રોજા રાખવામાં ધીરજવાન અને દ્રઢ બન. હંમેશાં ખુદાઈ ખોરાકની ધારણાવાળો બન.

૧૬૫૨ (રૂહાની) ખોરાક વગરનો માણસ હંમેશાં પુછે છે “તે ક્યાં છે ? ” અને ભુખે પેટે તેની અભિલાષા કરે છે અને (તેને માટે) શોધ અને તપાસ કરતો રહે છે.

૧૬૫૪ ઓ મારા બાપ, એક સાચા મર્દની માફક ઉપરમાંથી થાળાઓના વાસ્તે અપેક્ષા કર. અપેક્ષા.(expectation).

૧૯૫૫ દરેક ભૂખ્યો માણસ આખરે કાંઈક ખોરાક મેળવે છે. (રૂહાનીયત) પ્રારબ્ધનો સુર્ય તેના ઉપર પ્રકાશ્યો.

૧૬૫૮ તારૂં માથું એક પહાડ માફક ઉંચું કર, એટલા માટે કે સુર્યનાં પ્રથમ કીરણો તારા ઉપર પ્રકાશે.

૧૬૫૯ કારણ કે મજબુત બેસાડેલ પર્વતનું ઉંચું શિખર પ્રભાતના સુર્યની અભિલાષા કરે છે.

એક મુર્ખાને જવાબ કે જેણે કહ્યું કે જો મૃત્યુ ન હોત તો આ દુનિયા આનંદમય બનત અને કે ચાલુ જીવનની દોલત જો ક્ષણિક ન હોત તો ચાલુ જીવન ખુશકારક હોત અને આ જ રીતની બીજી બેવકુફીઓ (ઉચ્ચારી).

૧૬૬૦ અમુક માણસ કહેતો હતો, “જો મૃત્યુનો હસ્તક્ષેપ ન હોત તો આ દુનિયા આહલાદજનક બની હોત.”

૧૬૬૧ બીજાએ “કહ્યું” જો મૃત્યુ, ન હોત તો ગૂંચવાએલી દુનિયાનું મુલ્ય એક તણખલા જેટલું પણ ન હોત !

૧૬૬૨ તે ખેતરમાં મોટા ઢગલા કરેલ ગંજીની માફક ઉપેક્ષા કરેલ અને વગર દાણા કાઢેલ બની હોત.

૧૬૬૩ તમોએ મૃત્યુ(લોક)ને જીવન ધારી લીધું છે. તમોએ એક ઉજજડ જગ્યામાં તમારાં બી વાવ્યાં છે.

૧૬૬૪ ખરેખર, ખોટી (તર્કશુદ્ધ) સમજણ (સત્યનું) ઉંધું જુએ છે, ઓ નબળી નિર્ણય શક્તિવાળા આદમી, (જાહેરી) જીવનને મૃત્યુ જેવું જુઓ.

૧૬૬૫ ઓ ખુદા, તું, આ આભાસના ઘરમાં દરેક ચીજ જેવી ખરેખરી છે તેવીજ બતાવ.

૧૬૬૬ કોઈપણ જે મૃત્યુ પામ્યો તે મૃત્યુના કારણે ગમગીનીથી ભરાતો નથી, તેની દિલગીરીનું કારણ (હવે પછીની જિંદગી માટેનું) ખૂબજ થોડું ભાતું હોવાના કારણે હોય છે.

૧૬૬૭ નહિતર (તે દિલગીર થાત જ નહિ કારણ કે) તે એક અંધાર કોટડીમાંથી માલ મિલ્કત અને ખુશી અને આનંદના એક ખુલ્લા દેશમાં આવ્યો છે.

૧૬૬૮ આ રૂદનની જગ્યામાંથી અને (આ તંગ) જગ્યા કે જ્યાં ઉંટોને ધુંટણીભર બનાવવામાં આવે છે ત્યાંથી તેને વિશાળ મેદાનમાં લઈ જવામાં આવેલ છે.

૧૬૬૯ (તે) 'હક’ની બેઠક છે, જુઠનો એક મહેલ નહિ, એક પસંદ કરેલ મદિરા, છાશ પીને મદહોશ બનેલો નહિં.

૧૬૭૦ (તે) 'હક’ની બેઠક છે, અને ખુદા તેની પાસે છે, આ પાર્થિવ ચીજોની જમીન અને પાણીમાંથી તેને મુક્ત બનાવે છે.

૧૬૭૧ અને જો તું હજી સુધી પ્રકાશિત જીવન તરફ દોરવાયો નથી, તો એક બે પળો (હજી) બાકી છે, એક મર્દની માફક (આત્મવિલોપન)માં મરી જા.

મહાન ખુદાની દયામાંથી કેવી આશા રાખી કે જે પોતાનો સદભાવ તેઓ કે જેઓ લાયક બન્યા છે તેમની ઉપર ઉતારે છે. અને કેટલા એક આશીર્વાદીત પાપ છે અને કેટલા એક સખાવતી કે જે એવી બાબતમાંથી આવે છે કે જ્યાં સજા ધારવામાં આવતી હતી, એટલા માટે કે તે જાણીતું બને કે ખુદા તેઓના હલકા કાર્યો ભલાઈ તરફ ફેરવે છે.

૧૬૭૨ (હ. પયગમ્બર સાહેબની) હદીસમાં જણાવાયું છે કે “કયામતના દિવસે દરેકે દરેક કાયાને ઉભા થવાનો હુકમ આપવામાં આવશે.”

૧૬૭૩ રણશિંગાનો અવાજ પવિત્ર ખુદાનો હુકમ છે, અર્થાત, “ઓ આદમના પુત્રો, કબરમાંથી તમારા મસ્તકો ઉંચા કરો,”

૧૬૭૪ (પછી) દરેકે દરેકનો આત્મા તેની કાયા તરફ પાછો ફરશે, પ્હોં ફાટતા જેમ સૂધબૂધ (જાગૃત) કાયા તરફ પાછી ફરે છે.

૧૬૭૫ સવાર પડતાં આત્મા તેની પોતાની કાયા ઓળખી જાય છે અને તેના પોતાના ખંડેરમાં પાછો દાખલ થાય છે.

૧૬૭૬ તે તેની પોતાની કાયા ઓળખી લ્યે છે અને તેમાં જાય છે. સોનીનો આત્મા દરજી તરફ કેમ જશે ?

૧૬૭૭ પંડિતનો આત્મા પંડિત તરફ દોડે છે, અત્યાચારીનો આત્મા અત્યાચારી તરફ દોડે છે.

૧૬૭૮ કારણ કે દૈવી જ્ઞાને તેમને (આત્માઓને તેઓની કાયા સાથે) મળતીયા બનાવ્યા છે. જેમ એક ઘેટું તેની માને ઓળખે છે.

૧૯૭૯ પગ પોતાના ખુદના જોડા અંધારામાં જાણે છે. એ આત્મા તેની પોતાની કાયા કેમ નહિ જાણે ?

૧૭૦૯ તેની (બધી) બદમાશીઓ અને ચોરીઓ ફિરઔનની માફક “હું" અને "અમો"ની ગર્વપુર્વક મગરૂરીઓ કરતું જાહેર થશે.

૧૭૧૦ જ્યારે પેલો ઘૃણાજનક માણસ પોતાનું આમાલનામું વંચાય છે ત્યારે તે જાણે છે કે તે (પ્રત્યક્ષપણે) જેલના રસ્તા ઉપર છે.

૧૭૧૧ પછી તે લુંટારાઓ ફાંસીએ ચડવા જતા હોય તેમ આગળ વધે છે, તેના ગુનાહ જાહેર થએલા, અને પોતા માટે માફીની શક્યતાનો રસ્તો રૂંધાએલો.

૧૭૧૨ (પોતાના જીવન દરમ્યાન કરેલ) હજારો હલકી દલીલો અને (ખોટા) પ્રવચનો તેના મોઢા ઉપર એક ભયંકર ખીલા (મહોરની) માફક જડાયા હોય છે.

૧૭૧૫ ફિરસ્તાઓ કે જે (અગાઉ) સંતાએલા હતા, (તેની) આગળ અને પાછળ ચોકીદારો જેવા હવે સિપાઈઓની માફક દ્રષ્યમાન બને છે.

૧૭૧૬ તેઓ પરોણાની આર ભરાવતા તેને લઈ જાય છે અને કહે છે, “ઓ કુતરા, ઘાસ ભરેલા સ્થાને ચાલ્યો જા.”

૧૭૧૭ દરેક રસ્તા ઉપર વિલંબ કરતા તે તેના પગોને ઘસડે છે કે બનવા જોગ છે કે તે (દોજખની) ખીણમાંથી ભાગી છુટે.

૧૭૧૮ તે આતુરતા પૂર્વક ચુપ રહેતો અને ઉગ્ર આશામાં પોતાનો ચહેરો પાછળ ફેરવતો, ઊભો છે.

૧૭૧૯ પાનખર ઋતું માફક આંસુઓ સારતો, એક માત્ર આશા, પેલા (ખુદા) સિવાય બીજે ક્યાં કરે.

૧૭૨૦ (તેથી) દરેક પળે તે પાછળ જુએ છે અને ઉંચે 'મહાન દરબાર' તરફ પોતાનો ચહેરો ફેરવે છે.

૧૭૨૧ પછી ખુદામાંથી “નૂરના રાજા”ના રાજ્યમાંથી હુકમ આવે છે. તમો તેને કહો, ઓ કોઈ ભલું ન કરનાર, પાત્રતાના કંગાળ,

૧૭૨૨ ઓ ગુનાહની ખાણ, તું શાની પ્રતીક્ષા કરે છે ? ઓ અસ્થિર મગજના માણસ, શા માટે તું પાછળ જુએ છે ?

૧૭૨૩ તારૂં અમલનામું (કરેલાં કર્તવ્યો) તે જ છે કે જે તારા હાથમાં આવ્યા, ઓ ખુદાના ગુનેહગાર.

૧૭૨૪ જ્યારે કે તું તારા કર્તવ્યોનું આયાતનામું જોયું છે. ત્યારે શા માટે તું પાછળ જુએ છે, તારા કર્તવ્યોનો બદલો નિહાળ,

૧૭૨૫ શા માટે તું નકામી રાહ જુએ છે ? આના જેવી એક ઉંડી ખીણમાં આશાનું કિરણ ક્યાં છે ?

૧૭૨૭ રાત્રીના બંદગીઓ કે જાગરણો છે જ નહિ, દિવસના ભાગમાં નથી પરહેજી કરી કે નથી રોજા રાખ્યા.

૧૭૪૦ ઓ કિર્તીવંત નિસ્પૃહ બાદશાહ, મને તારા અપૂર્વ માળાળુપણા અંગે તારી પવિત્ર બક્ષિશમાં આશા છે.

૧૭૪૧ હું પેલી પવિત્ર દયા તરફ મારો ચહેરો પાછળ ફેરવું છું. હું મારા પોતાના કર્તાવ્યો પાછળ જોતો નથી,

૧૭૪૨ હું પેલી આશા તરફ મારો ચહેરો ફેરવું છું કારણ કે તું જ મને જુનામાં જુનું અસ્તિત્વ આપ્યું છે,

૧૭૪૩ તું જ (મારૂ) અસ્તિત્વ કાંઈ પણ કીંમત વગર, માનના એક પોષાકની માફક આપ્યું, હું હમેશાં તારી (ઉદારતા) ઉપર આધાર રાખતો આવ્યો છું.

૨૦૧૩ (ઓ ખુદા) “હું જાણું છું કે આ આપની બક્ષિશ છે, નહિતર હું ફાટેલાં બુટ અને પેલી ચામડાની જાકીટ સિવાય કાંઈજ નથી.”

૧૭૪૪ જ્યારે તે પોતાના પાપો અને ક્ષતિઓ ગણતો હતો ત્યારે પવિત્ર દાનશીલતાએ ઉદારતા બતાવવી શરૂ કરી.

૧૭૪૫ કહે, ઓ ફિરસ્તાઓ, તેને અમારા તરફ પાછો લાવો, <b>કારણ કે તેની આંતરિક આંખ હંમેશ માટે અમારા તરફ વળેલી હતી.</b>

૧૭૪૬ એક કે જે કોઈની પરવા કરતો નથી, અમે તેને આઝાદ કરશું અને તેના બધા પાપો માફ કરશું.

૧૭૪૮ અમે દયાની ભલી અગ્નિ પ્રગટાવશું એટલા માટે કે હરકોઈ નાની મોટી ભુલ સહન કરે.

૧૭૪૯ એવી એક અગ્નિ કે જે તેના ભડકાનો નાનામાં નાનો તણખો (બધા) પાપો અને તંગીઓ અને ઇચ્છાઓને ભસ્મીભુત કરે.

૧૭૫૦ અમો માણસના રહેઠાણને આગ ચાંપીએ છીએ અને (તેમાંથી) કાંટાઓને બદલી, ગુલાબોનો રૂહાનીયત બગીચો બનાવીએ છીએ.

૧૭૫૧ અમોએ નવમા તબક્કાએથી (સૌથી ઉંચી બહિશ્તમાં) અમૃત (કઉસર) મોકલ્યું છે (અર્થાત) “તે તમારા આમાલોને તમારા માટે શુદ્ધ કરશે.”

ઈબ્લીસની મગરૂરી અને અયાજના ફાટેલા જોડા અને ચામડાની જાકીટ (નમ્રતા).

૧૮૨૭ મુર્ખ (ઈબ્લીસના આત્મામાં) (અહંકાર અને અદેખાઈનો) અગ્નિ ભભુકતો હતો, કારણ કે તે અગ્નિનો જન્મેલ હતો, પુત્ર તેના પિતાની આંતરિક પ્રકૃતિ છે.

૧૮૫૮ પણ હ. આદમ તેમને પોતાને આગળ લાવ્યા (અને) ફાટેલા જોડા અને ઘેટાની ચામડીની જાકીટ (દ્રષ્ટિમાં રાખ્યા) કહીને, “હું માટીનો છું.”

૧૮૫૯ અયાઝની માફક, તેમનાથી પણ વારંવાર પેલા ફાટેલા જોડાઓ જોવાયા હતા. અંતે તે વખણાયો હતો.

૧૮૬૫ ખરેખર, સાચું માનજે કે તું આ ફાલુદા'નો કદી સ્વાદ ચાખ્યો નથી, સાચું માનજે કે તું રાંધણી જોઈજ નથી.

૧૮૬૬ કારણ કે આ 'ફાલુદા'માંથી નશો ઉત્પન્ન થાય છે અને ઘેટાની ચામડીની જાકીટ અને ફાટેલા બુટની યાદી વીસરાય છે.

૧૯૩૫ ફિરઓને કહ્યું “હું ખુદા છું” એને નીચે ઉતારવામાં આવ્યો. મનસુર (હલ્લાજે) કહ્યું ‘હું ખુદા છું.' એને બચાવાયો હતો.

૧૯૩૬ આગલો 'હું' ખુદાના શ્રાપથી અનુસરેલ. અને ઓ પ્રેમી પુરૂષ, પાછલો “હું” ખુદાની દયાથી.

૧૯૩૭ કારણ કે એક (ફિરઓન) કાળો પત્થર હતો. આ એક (હલ્લાજ) એક અકીક. પેલો એક 'નૂર'નો દુશ્મન હતો અને આ એક (તેનો) આવેશમય પ્રેમી બનેલો હતો.

૧૯૩૮ ઓ બેઅદબ દોઢ ડાહ્યા, આ “હું” તે આંતરિક અંતઃકરણમાં (ખુદા) હતો. “નૂર” સાથેની ઐક્યતા થકી, નહિ કે પુનર્જીવનના સિદ્ધાંતની માન્યતા થકી.

૧૯૩૯ તનતોડ મહેનત કર કે તારી પત્થરમય પ્રકૃતિ ઓછી થાય કે જેથી તારો પત્થર માણેકના સદ્ગુણોથી ચકચકિત બનાવાય.

૧૯૪૦ આત્મસંયમ અને તકલીફ સહન કરવામાં મનોબળ બતાવ, ખુદીના ખતમ થવામાં પુનઃ પુનઃ અમર જિંદગી નિહાળ.

૧૯૪૪ જો તું એક મર્દ છો તો સારા ખોદનારની માફક આ માટીની કાયામાંથી માટી ખોદો, કે જેથી તમો થોડાક પાણીને પહોંચો.

૧૯૪૫ (અને) જો ખુદાની પ્રેરણા તારી પાસે આવે તો તારા ખોદ્યા વગર પાણી જમીનમાંથી અવાજ કરતું દોડતું ઉભરાશે.

૧૯૪૬ હંમેશાં કામમાં મગ્ન રહે. (કામની અશક્તિ) તરફ ધ્યાન ન દે, શારીરિક કુવાની માટી થોડી થોડી ખોતરતો રહે.

૧૯૪૭ દરેક જણ કે જે તકલીફ સહન કરે છે તેને એક ખજાનાનું રહસ્ય ખુલ્લું થાય છે. દરેક જણ જે આતુરતાપુર્વક પ્રયત્ન કરે છે તેને ખુશનશીબ આવે જ છે.

૧૪૪૮ હ. પયગમ્બર સાહેબે કહ્યું છે કે નિયમિત બંદગીમાં 'રૂકું' અને 'સિજદા'ના કાર્યો ખુદાથી “મિલન દીદાર" મેળવવાનું સાધન છે.

૧૯૪૯ જ્યારે કોઈપણ પેલા દરવાજાની ઘંટડી ચાલું વગાડશે તો પરમસુખ પોતાનું માથું બહાર કાઢશે.

૨૦૧૩ તેણે (અયાઝે) જવાબ આપ્યો, “હું જાણું છું કે આ આપની બક્ષિશ છે, નહિતર હું ફાટેલાં બુટ અને પેલી ચામડાની જાકીટ સિવાય કાંઈજ નથી.”

૨૦૧૪ જ્યારે કે હ. પયગમ્બર સાહેબે આ (બાબતનો) ખુલાસો કર્યો છે. જ્યારે તેઓએ કહ્યું “જે કોઈ પોતાને ઓળખે છે તે ખુદાને એાળખે છે.”

૨૦૧૫ ‘બી’ તમારા જોડા છે અને તમારૂં લોહી ચામડાનું જાકીટ છે, બાકીનું (બધું)ઓ માલિક, તારી બક્ષિશ છે.

૨૦૧૬ તેણે તે (વસ્તુંઓ) તને આપી છે એટલા માટે તમે વધુ શોધો, એમ કહેતા નહિ કે તેની પાસે (આપવા) માત્ર આજ હિસ્સો છે.

૨૦૪૩ જો તમો તમારી (જાહેરી) ખુદીને ભાંગશો, તો તમો એક સત્ય બનશો અને તમો રૂહાનીયત સંદેશાઓ મેળવશો.

૨૦૪૫ જોકે (સત્યને) એક વાચા છે (પણ એક પેલી કે જે જાહેરી) કાનને બંધબેસતી નથી, તેની વાણી પરમ આનંદના કાજમાં સંતાએલી છે.

૨૦૪૬ જો સત્વની વાણીની મિઠાશ માટે તે ન હોત તો અખરોટની છાલનો કર્કશ અવાજ કોણ સાંભળશે ?

૨૦૪૭ તમે (તેનો) માત્ર કર્કશ અવાજ સહન કરો છો એટલા માટે કે તમો શાંતિથી સત્વ સાથે સંપર્કમાં આવો.

૨૦૪૮ થોડીવાર માટે હોઠ અને કાન વગરનો બન, અને પછી, હોઠની માફક મધનો સાથી બન.

૨૦૪૯ કેટલો લાંબો વખત તમો કવીતા અને (ગુઢાર્થોના) વેણો ઉચ્ચારશો ? ઓ ભલા ભાઈ અખતરો કર, અને એક દિવસ માટે મુંગો બન !

                               નસુહની વાર્તા.

૨૧૨૧ જો તમોએ તમારૂં આમાલનામું કાળું કર્યું છે તો અગાઉ કરેલાં કૃત્યોનો પશ્ચાત્તાપ કરો.

૨૧૨૨ તમારું જીવન (લગભગ) પસાર થઈ ગયું છે, છતાં આ (ચાલું) પળ તેનું મુળ છે, જો તેને ભિનાશની ખામી છે તો પ્રશ્ચાતાપનું પાણી પા.

૨૧૨૩ તમારા જીવનના મુખને “આબે હૈયાત” આપો એટલા માટે તમારા જીવનનું વૃક્ષ લીલું બને.

૨૧૨૪ આ (પાણી)થી ભુતકાળના (પાપ) ભલાઈમાં ફેરવાયા છે. આ (પાણી)થી ગયા વરસનું ઝેર સાકર જેવું (મીઠું) બનાવાયું છે.

૨૧૨૫ ખુદાએ તારા હલકા આમાલો ભલાઈમાં ફેરવ્યા છે એટલા માટે કે પશ્ચાત્તાપ પહેલા આચરેલા કુકર્મો, સંપૂર્ણપણે દયાના કૃત્યો બને.

૨૧૨૬ ઓ શેઠ, નસુહના પેલા પશ્ચાત્તાપની માફક બહાદુરી પૂર્વક રસ્તો કર, કાયા અને આત્મા બન્નેથી આતુરતાપૂર્વક તનતોડ મહેનત કર.

૨૧૨૭ નસુહના આ પશ્ચાતાપનું વર્ણન મારી પાસેથી સાંભળ, (જો) કે તમે તેમાં અગાઉ કબુલાત કરી હોય (તેમ છતાં હવે) નવેસરથી કબુલ કરજો.

નસુહનો પશ્ચાતાપ વર્ણવતી કહાણી. ડીંટડીમાંથી જેમ દુધ બહાર પડે છે તે ડીંટડીમાં પાછું કદી જતું નથી, તેમ તે કે જેણે નસુહની માફક ૫શ્વાતાપ કર્યો છે, ઇચ્છિત રસ્તે પાપનો કદી વિચાર કરશે નહિ. તેનો તિરસ્કાર ચાલુ રીતે વધશે નહિ અને તે તિરસ્કાર એક સાબિતી છે કે તેણે એક સાચા પશ્ચાતાપ કરનાર વ્યક્તિની માફક સ્વીકારાએલા બનવાની ખુશી અનુભવી છે અને કે આનંદ આપતી જુની વિષયવાસના નાશ પામી છે અને (આગલી) ખુશીએ પાછળની જગ્યામાં પોતાને સ્થાપિત કરી છે અને જેમ કે (કુરાનમાં કહેવાયું છે.) કોઈપણ વસ્તું એક પ્રેમને બીજા પ્રેમ વગર ભાંગી શક્તી નથી. શા માટે તમે તેના કરતાં વધુ ઉત્તમ દોસ્તને લેતા નથી ?” અને જ્યારે તેનું પશ્ચાતાપ કરનાર વ્યક્તિનું દિલ ફરીવાર પાપની ઈચ્છા કરે તો તે પાપ છે કે તેણે સ્વીકારાએલાનો આનંદ અનુભવ્યો નથી અને કે સ્વીકારનો આનંદ પાપના આનંદનું સ્થાન લીધું નથી અને તે (હજી) સાચો ઈમાનદાર કે જેને માટે ખુદાએ કહ્યું છે, બન્યો નથી. “અમો તેને માટે બહિશ્તમાં દાખલ થવાનું સહેલું બનાવશું.” પછી એક (પાપમય) ખુશી, (કુરાનમાં વર્ણવાએલી), “અમે તેને દોજખમાં દાખલ થવાનું સહેલું બનાવશું” તેનામાં હજુ સુધી બાકી રહેલ છે.

૨૧૨૮ અગાઉના વખતમાં નસુહ નામનો એક માણસ હતો, તે સ્ત્રીઓને મસાજ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો,

૨૧૨૯ તેનો ચહેરો એક ઔરતના ચહેરાને મળતો હતો. તેણે પોતાના પુરૂષત્વપણાનો વેશપલટો કર્યો હતો.

૨૧૩૦ તે સ્ત્રીઓને સ્નાનાગારમાં મસાજ કરનાર હતો. અને છળકપટ અને ઢોંગની (યુક્તિ યોજવામાં) ઘણો શુરો હતો.

૨૧૩૧ ઘણા વર્ષો સુધી તે મસાજનું કાર્ય કરતો રહ્યો, અને તેની ખરી પ્રકૃતિની અને (પેલી નોકરી કરવામાંના) તેના શોખ વિષે કોઈને શંકા આવી નહિ.

૨૧૩૨ કારણ (કે) તેનો અવાજ અને ચહેરો એક ઔરત જેવો હતો, (છતાં) તેની વિષયવાસના પુરી શક્તિએ અને ખૂબજ સતેજ હતી.

૨૧૩૩ તે ચાદર અને જાળી અને બુરખો પહેરતો (પણ તે) ભરયુવાનીમાં એક વાસના ભરેલો આદમી હતો.

૨૧૩૪ આવી રીતથી તે મોહિત માનવી મસાજ કરતો અને બાદશાહની શાહજાદીઓને નવરાવતો હતો.

૨૧૩૫ (અને જો કે) તે વારંવાર પશ્ચાતાપ કરવાનો નિર્ણય કરતો અને તે ફરી પાછો પાછા પગલા ભરતો હતો. ગુનેહગાર દુષ્ટ મન હંમેશાં તેના પશ્ચાતાપના ટુકડાઓ કરી નાખતું.

૨૧૩૬ પેલો દુષ્ટ વ્યક્તિ (નસુહ) એક આત્મજ્ઞાની પાસે ગયો અને કહ્યું, “મારા વતી ખુદા પાસે આજીજી કરો.”

૨૧૩૭ રૂહાની રાહબર તેની ખાનગી હકીક્ત જાણતા હતા (પણ) ખુદાની સહનશીલતાની જેમ વર્તતા, તેમણે તે ખુલ્લું કર્યું નહી.

૨૧૩૮ (કારણ કે) તેમના (આત્મજ્ઞાનીના) હોઠો ઉપર એક તાળું છે, જ્યારે તેમનું દિલ ગુઢાર્થોથી ભરેલું છે, તેમના હોઠો ચુપ છે, જો કે તેમનું દિલ અવાજોથી ભરપુર ભરેલું છે.

૨૧૩૯ આત્મજ્ઞાનીઓ, કે જેઓએ ખુદાના પ્યાલામાંથી પીધું છે, ગુઢાર્થો જાણ્યા છે અને તેમને ગુપ્ત રાખ્યા છે.

૨૧૪૦ હરકોઈ કે જેને (દૈવી) કાર્યના ગુઢાર્થો શીખવવામા આવેલ છે, તેના હોઠો મહોર મારેલા અને બંધ છે.

૨૧૪૧ તે (રૂહાની રાહબરે) સ્મિત કર્યું અને (મનમાં) કહ્યું, “ઓ હલકટ કાર્યના કરનાર, જે તું કરે છે તેના માટે ખુદા તને પશ્ચાતાપ કરતો બનાવે.”

સમજાવવું કે આત્મજ્ઞાની કે જે ખુદામાં મળી ગયો છે તેની દુઆ અને તેની અરજ ખુદાની પોતાની અરજ માફક છે, કારણ કે “હું તેના માટે એક કાન અને એક આંખ અને એક જીભ અને એક હાથ છું.” ખુદાએ કહ્યું છે, “અને જ્યારે તેં ફેંકી ત્યારે તે તેં ફેકી ન હતી. પણ ખુદાએ ફેંકી હતી.” અને (કુરાનમાં) અને હદીસમાં અને નિવેદનોમાં આ વિષય ઉપર કહેણ છે, અને (જે અનુસરાઈ છે), તે રસ્તાનું વર્ણન કે જેમાં ખુદા કારણોમાં હિકમત વાપરે છે એટલા માટે કે પાપીનો કાન પકડવામાં, તેઓ તેને નસુહના પશ્ચાતાપ તરફ દોરે.

૨૧૪૨ પેલી દુઆ સાતમા આસમાને પહોંચી, દયાપાત્ર કંગાળ (નસુહ)નું કિસ્મત આખરે ઉત્તમ બન્યું.

૨૧૪૩ કારણ કે (એક રૂહાની રાહબરની) દુઆ એ દરેક પ્રાર્થના જેવી નથી. તે “ફના” છે અને તેના શબ્દો ખુદાના શબ્દો છે.

૨૧૪૪ જ્યારે ખુદા માગે છે અને પોતા પાસે માગે છે. તો પછી કેવી રીતે તે પોતાના ખુદની પ્રાર્થના કબુલ કરવાનો ઈન્કાર કરે ?

૨૧૪૫ સર્વશક્તિમાનનાં કાર્યે એક સાધન ઉત્પન્ન કર્યું, જેણે તેને (નસુહને) બદદુઆ અને શ્રાપમાંથી મુક્ત કર્યો.

૨૧૪૬ (જયારે કે) તે સ્નાનાગારમાં એક હોજ ભરતો હતો, બાદશાહની શાહજાદીનું એક ઝવેરાત ગુમાવાયું.

૨૧૪૭ તેણીની કાનની વાળીઓમાંથી એક હીરો ખોવાયો હતો અને (સ્નાનાગારમાં) દરેક સ્ત્રી તેની શોધમાં લાગી ગઈ હતી.

૨૧૪૮ પછી તેઓએ સ્નાનાગારનો દરવાજો બંધ કર્યો (અને) આંગળીયા વાસ્યા, એટલા માટે કે તેઓ શરૂમાં ફરનીચરમાં પેલું જવાહીર ગોતે.

૨૧૪૯ તેઓએ આ (બધી) વસ્તુંઓ તપાસી, પણ તે શોધી શકાણું નહિ. અને કોઈ માણસ ન હતો કે જેની પાસેથી ચોરેલું જવાહીર મળી આવે.

૨૧૫૨ જાહેરાત કરવામાં આવી, તમે ગમે તે હો, જુવાન કે બુઢા, બધા પોતપોતાના કપડા ઉતારો.

૨૧૫૩ 'હાજીબ” (ઉપરી બાઈએ) એક પછી એક તેમની તપાસ કરવી શરૂ કરી, (એવી આશામાં કે) અદભુત મોતી શોધાએલું બને.

૨૧૫૪ નસુહ બીકથી (વિપત્તિગ્રસ્ત), ખાનગી જગ્યામાં ગયો, તેનો ચહેરો પીળો (ફિકકો) પડેલો એક (મોટી) ભયંકરતામાં (સપડાવાના કારણે) હોઠ કાળા પડી ગએલા.

૨૧૫૫ તેણે મૃત્યુને પોતાની દ્રષ્ટિ સમક્ષ જોયું. તે (પોતાને સંતાડવા) પાંદડાંની માફક ધ્રુજતો ધ્રુજતો ગયો.

૨૧૫૬ તે બુમ પાડી ઉઠયો, ઓ માલિક, (હલકટ કાર્યોમાંથી) ઘણી એક વખત હું ફરી ગયો છું અને (પછી) પશ્ચાતાપના મારા કસમો અને મારા વચનો મેં તોડ્યા છે.

૨૧૫૭ મેં ખોટા કાર્યો કર્યા છે કે જે મારે કરવા યોગ્ય ન હતા, કે જેથી એક મહાદુઃખનો કાળો પ્રલય મારી ઉપર આવી પહોંચ્યો છે.

૨૧૫૮ જો તપાસ કરવાનો મારો વારો આવશે તો અરે, કેવી ઘાતકી મુશ્કિલીઓ મારો આત્મા સહન કરશે ?

૨૧૬૦ આના જેવું દુ'ખ નાસ્તિકના (ભાગે પણ) ન આવો, હું (તારી) દયાનું પહેરણ પકડું છું, મદદ કરો, મદદ કરો.

૨૧૬૨ ઓ ખુદા, તું તે કર કે જે તારાથી થઈ શકે તેવી લાયકાતવાળું (હોય), કારણ કે દરેક કાણામાંથી એક સરપ મને કરડે છે.

૨૧૬૪ વખત દબાવે છે અને મારી પાસે એક જ પળ બાકી છે, માયાળુપણે વર્તજે, મારી મદદે આવી પહોંચ.

૨૧૬૫ જો તું આ વખતે મારું પાપ સંતાડીશ, તો (હવે પછી) જે કરવું જોઈતું ન હતું તે દરેકનો હું પશ્ચાતાપ કરું છું.

૨૧૬૮ આમ તે રૂદન કરતો હતો જ્યારે (તેની આંખમાંથી) આંસુઓની ધાર વહેતી હતી, તે બૂમ પાડી કહે, "હું ફાંસીગરા અને સિપાઈઓના હાથમાં સપડાયો છું.”

૨૧૬૯ કોઈ પ્રમાણિક આવા મોતે ન મરે, આવું આક્રંદ કરવાનું કોઈ સંસારી ઉપર ન પડે.

૬૭૦ તે પોતાના આત્મા ઉપર આક્રંદની આહો ઉચ્ચારતો હતો, (કારણ કે) તેણે અઝરાઈલનો ચહેરો ખૂબ જ નજદીક જોયો.

૨૧૭૧ તે એટલી બધી વાર, “ઓ ખુદા, ઓ ખુદા,” બોલ્યો કે દરવાજો અને દિવાલ (તેના શબ્દોનો) પડઘો પાડવામા જોડાયા.

ર૧૭૨ ઓ માલિક, ઓ માલિક, કહેવામાં ખૂબ જ ઉંડો ઉતર્યો (જ્યારે ઓચિંતાના) શોધવાના કાર્યમાં લાગેલા લોકો વચ્ચેથી બુમ પડી. (“ઓ નસુહ, આગળ આવો”).

નસુહ માટેનો નિરીક્ષણ કરવાનો વારો આવ્યો, અને એક બુમ પડી, અમોએ તેઓ બધાનું નિરીક્ષણ કર્યું છે (હવે) નસુહનું નિરીક્ષણ કરશું. અને અતિશય ધાસ્તીમાં નસુહ બેભાન બન્યો, આત્માના અત્યંત દબાણ બાદ તેના માટે મુક્તિને માર્ગ ખોલવામાં આવ્યો. જેમ ખુદાના પયગમ્બર (૨.સ.અ.) જ્યારે જ્યારે બિમારી અથવા ઉત્કંઠા તેમનો કબજો લેતી, ત્યારે કહ્યા કરતા, “ઓ સંતાપ, સખત બનો, પછી તું પસાર થઈ જઇશ.”

૨૧૭૩ “ઓ નસુહ, અમોએ તેઓ બધાનું નિરીક્ષણ કર્યું છે, આગળ આવો,” ત્યારબાદ તેણે પોતાનું ભાન ગુમાવ્યું, તેના આત્માએ પાંખો મેળવી.

૨૧૭૪ તે એક ભાંગેલી દિવાલની માફક પડ્યો, તેની ચેતના અને સમજણ ચાલી ગઈ તે એક નિર્જીવ પદાર્થ માફક બન્યો.

૨૧૭૫ જ્યારે તેની સૂધબૂધ તેની કાયામાંથી ઢીલ વગર ચાલી ગઈ ત્યારે તે પળે તેનો આંતરિક આત્મા ખુદાથી એકતાવાળો બન્યો.

૨૧૭૬ જ્યારે તે (ખુદી)થી ખાલી થયો, અને તેનું (ખુદીપણું) ન રહ્યું ત્યારે ખુદાએ, તેના બાજ આત્માને પોતાની હજુરમાં બોલાવ્યો.

૨૧૭૭ જ્યારે તેના વહાણનો ધ્વંશ થયો હતો, કાંઈ આશા બાકી ન રહી, ત્યારે તેને (દૈવી) દયાના કિનારે ફેંકી દેવાયો.

૨૧૭૮ તેનો આત્મા ખુદા સાથે ઐક્યતા પામ્યો, તે પળે કે જ્યારે તેણે સૂધબૂધ ગુમાવી દયાના મોજાં ઉછળવા શરૂ થયા.

ઝવાહીરનું માલુમ પડવું અને શાહજાદીની દાસી અને નોકરડીઓનું નસુહ પાસે દરગુજર કરવા વિનંતી કરવી.

૨૧૮૭ આત્માનો નાશ કરતી બીક પછી સારા સમાચાર આવ્યા, “(ખોવાએલું) મણી અહીં છે.”

૨૧૮૮ ઓચિંતાની એક બુમ પડી, ભય પસાર થઈ ગયો. એક માત્ર મોતી કે જે ગુમાવાયું હતું (તે) માલમ પડયું છે.

૨૧૯૧ નસુહ કે જે બેભાન થયો હતો ફરીવાર ભાનમાં આવ્યો, તેની આંખે એક સો પ્રકાશિત દિવસોની ભવ્યતા નજર સમક્ષ નિહાળી.

૨૨૦૭ (નસુહે કહ્યું) દૈવી દયાએ મારી પવિત્રતાનો ફાટેલો કોટ સાંધ્યો અને મારા ઉપર, જીવન જેવો સ્વાદિષ્ટ પશ્ચાતાપ ઈનાયત કર્યો.

૨૨૦૮ જે જે (દુષ્ટ કૃત્યો) મેં કર્યા હતા, તે આચરેલા ન હતા તેવું તેણે કર્યું અને આજ્ઞાંકિતપણાના ન કરેલા કર્તવ્યો બજાવાયા હોય તેમ તેણે કર્યું.

૨૧૦૯ તેણે મને સરૂનું ઝાડ અને કમળ જેવો પવિત્ર બનાવ્યો, તેણે દોલત અને પરમ સુખ જેવા ખુશી દિલનો બનાવ્યો.

૨૨૧૦ તેણે ઈમાનદારોના દફતરમાં મારૂં નામ અંકિત કર્યું. હું દોજખનો નિર્માણ થએલો હતો, તેણે મને બહિશ્ત આપી.

૨૨૧૧ (જ્યારે) મેં ‘અફસોસની બુમ પાડી, મારો “અફસોસ” એક દોરડું બન્યો અને દોરડાને મારા કુવામાં ઉતારવામાં આવ્યું.

૨૨૧૨ મેં તે દોરડું પકડ્યું, અને બહાર ચડ્યો, હું આનંદી અને મજબુત અને ખડતલ અને ગુલાબી બન્યો.

૨૨૧૩ (અગાઉ) હું કુવાના તળીએ દુઃખમાં પડ્યો હતો, અત્યારે હું આખી દુનિયામાં પણ સમાતો નથી.

૨૨૧૬ આ બગીચાઓ અને ઝરાઓ વચ્ચે મારા લોકોને બુમ પાડી કહું છું, (હદીશ) “અરે, મારા લોકોએ આ જાણ્યું હોત તો”

ફરીવાર મસાજ કરવા શાહજાદીનું નસુહને આમંત્રણ આપવું, જ્યારે પશ્ચાતાપે મજબુત પકડ મેળવી ત્યારે (ખુદાએ) સ્વીકારી, ત્યારબાદ, તેણે માફી ચાહી અને નિયમ અનુસાર વર્તવાની ના પાડી.

૨૨૧૭ ત્યારબાદ કોઈ (નસુહ) પાસે આવ્યું, કહે, “આપણા શહેનશાહની શાહજાદી કૃપાની રાહે તમને આમંત્રે છે.

૨૨૧૮ બાદશાહની પુત્રી તમને આમંત્રણ આપે છે, ઓ ભાવિક, અત્યારે ચાલો અને તેણીનું માથું ધુઓ.”

૨૨૧૯ પોતાને મસાજ કરી માટીથી નવરાવવા તમારા સિવાય બીજા કોઈ મસાજ કરનારને તેણીનું દિલ ચાહતું નથી.

૨૨૨૦ તેણે જવાબ આપ્યો, “ચાલી જા, મારો હાથ કાર્યવત નથી અને (તારો) દોસ્ત નસુહ અત્યારે બીમાર પડેલો છે.

૨૨૨૧ જાઓ, ઉતાવળથી અને ઝડપથી બીજા કોઈ માટે તપાસ કરો, કારણ કે ખુદાના કસમ, મારો હાથ ખોટો થઈ ગયો છે.

યા અલી મદદ

વાર્તા - ૫, ભાગ- ૫.

                 મશ્નવી મૌલાના રૂમી.