Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - 3

વાર્તા - 3

0:000:00

૭૮૯ જ્યારે તમે અસ્તિત્વમાં આવ્યા, ત્યાર પહેલા તમો હવા અથવા અગ્નિ અથવા માટી હતા.

૭૯૦ જો તમો તે જ હાલતમાં રહ્યા હોત તો આ ચાલું (ઉંચાઈએ) તમારાથી કેમ પહોંચાયું હોત ?

૭૯૧ પ્રકૃતિ બદલનાર તમને અસ્તિત્વની પહેલી (હાલતમાં) છોડી દેતો નથી તે (આગલા એકની) જગ્યાએ એક વધુ ઉત્તમ અસ્તિત્વની (હાલત) સ્થાપે છે.

૭૯૨ અને તેવી જ રીતે કે જ્યાં સુધી (તેણે તને) એક લાખ અસ્તિત્વની હાલતો એક પછી એક આપી, પેલી કરતા બીજી (હંમેશાં) વધુ ઉત્તમ.

૭૯૩ બધો ફેરફાર પ્રકૃતિ બદલનારમાંથી આવતો ગણત્રી કર. મધ્યસ્થીઓની ઉપેક્ષા કર, કારણ કે મધ્યસ્થીઓને (ધ્યાનમા લેતા) તું તેઓને કારણે અસલથી દુર બનીશ.

૭૯૪ જ્યાં જ્યાં મધ્યસ્થીઓ વધે છે, (અસલથી) જોડાણ હટાવાય છે, તુલનાત્મક અંશમાં જેમ મધ્યસ્થીઓ થોડા તેમ મિલન મેળવતી ખુશી વધુ મોટી હોય છે.

૭૯૫ મધ્યસ્થીઓને જાણવામા તારો (ખુદામાનો) અત્યાનંદ ઘટે છે, તારો પરમ આનંદ (ઈલાહી) હજુરમાં તને દાખલ કરે છે.

૭૯૬ તું (આ ક્રમાનુસાર) જીંદગીઓ (ક્રમાનુસાર) મૃત્યુમાંથી મેળવી છે, શા માટે તું તારો ચહેરો તેનામા મૃત્યુ પામતા ફેરવે છે ?

૭૯૭ પેલા મૃત્યુઓ થકી તું કઈ નુકસાની ભોગવી ? ઓ ઘૂસ, તું (આ માટીમય) જીવનને આટલો સખત કેમ વળગી રહ્યો છો ?

૭૯૮ જ્યારે કે તારૂં બીજું જીવન પહેલા કરતા વધુ ઉત્તમ છે, તેથી દુનિયા તરફ મૃત્યુને શોધ અને પ્રકૃતિ બદલનારની બંદગી કર.

૮૦૦ નિર્જીવપણામાંથી (તું) બેધ્યાનપણે વનસ્પતિ ઉગવા તરફ (ફર્યો), અને વનસ્પતિમાંથી (જનાવરી) જીવન અને આફત(tribulation) તરફ (ફર્યો),

૮૦૧ ફરીવાર, સમજણ અને ભલી પરખશક્તિ, ફરીવાર, છ દિશાઓ અને આ પાંચ (ઇંન્દ્રિઓ)ની બહાર શું ચાલે છે (તે તરફ ફર્યો).

૮૦૨ (તું) આ પગલાઓ સમુદ્રના કિનારા જેટલા દુર (આગળ) વધાર્યા છે ! પછી પગલાઓ સમુદ્રમાં સમાઈ ગયા.

૮૦૮ આવ, ઓ કાગડા, આ (જનાવરી) આત્માને છોડી દે ! એક બાજ બન, દૈવી પ્રકૃતિ રૂપાંતરની હાજરીમાં કુરબાન બની જા.

૮૦૯ નવું લે અને જુનું સોંપી દે. કારણ કે તારૂં દરેક વરસ છેલ્લાં ત્રણ વરસો કરતા વધુ ઉત્તમ છે.

મહમુદ ખ્વારીઝમશાહની કહાણી, કે જેણે સબ્ઝવાર શહેરનો બળજબરીથી કબજો લીધો, જ્યાં બધા (રહેવાશીઓ) નિરાશ્રિત છે. (જ્યારે) તેઓએ પોતાની જિંદગીઓ બચાવવા આજીજી કરી, તેણે કહ્યું જેવા કે તમે આ શહેરમાંથી અબુબક્ર નામનો માણસ બતાવશો અને મારી સમક્ષ તેને રજુ કરશો કે તુરત જ હું (તમોને) જીવનદાન(security) બક્ષીશ.

૮૪૫ મહમુદ અલ્પ ઉલુઘ ખ્વારીઝમશાહ સવારે, (દુષ્ટો માટેના) આશરાથી ભરેલ શહેર વિરૂદ્ધ લડાઈ શરૂ કરી.

૮૪૬ તેના લશ્કરે ત્યાંના (રહેવાશીઓને) મુશ્કેલીમાં મુકી દીધા, તેનું લશ્કર દુશ્મનને કતલ કરવા લાગી ગયું.

૮૪૭ તેઓએ પોતાને તેમની સમક્ષ સિજદામાં નાખ્યા, આક્રંદ કરતા કહે, દયા ! અમને તમારા ગુલામો બનાવો (પણ) અમારી જિંદગીઓ બચાવો.

૮૪૮ જે પણ કાંઈ તમો ખંડણી અથવા ભેટોના રસ્તે માગશો તે (ભરપાઈ) કરવાની હર એક વેળાએ અમારા તરફથી વધુ (રકમ) સાથે આવશું.

૮૫૦ તેણે જવાબ આપ્યો, “તમો તમારી જિંદગીઓ બચાવી શકશો નહિ, સિવાય કે મારી હજુરમા તમો એક અબુબક્ર લાવો.

૮૫૧ તમે લોકો કે જેઓ (સત્યતાથી) ભાગ્યા છો, શિવાય તમો મારી પાસે તમારા શહેરમાંથી એક કે જેનું નામ અબુબક્ર હોય તેને લાવો.

૮૫૩ તેઓએ તેને સોનાની ઘણી ગુણીઓ સ્વીકાર કરવા કહ્યું. પણ કહે, આના જેવા શહેરમાંથી એક અબુબક્રની માગણી કરો નહિ.

૮૫૪ સબ્ઝવારમાં એક અબુબક્ર કેમ હોય ? અથવા નદીમાં એક સખત ઉકળાટ ?

૮૫૫ તેણે સોના ઉપરથી પોતાનો ચહેરો હટાવી લીધો અને કહ્યું “ઓ બેવિશ્વાસુ, સિવાય કે તમો ભેટ તરીકે એક અબુબક્ર મારી પાસે લાવો.

८૫૬ તે નકામું છે, હું કાંઈ બચ્યું નથી કે સોના અને રૂપાથી દિગ્મુઢ બની જાઉં.

૮૫૭ સિવાય કે તું ખુદને (ખુદા તરફ આધિનતામા) સિજદામાં ન નાખે, તું (સજામાંથી) છટકી જઈ શકીશ નહિ, ઓ કંગાળ, (સિવાય ભલે) જો તું મસ્જિદોના ખૂણે ખૂણે ફરી વળે,

૮૫૮ તેએાએ (સબ્ઝવારના શહેરીઓએ) તપાસ કરનારાઓને મોકલ્યા, કે કદાચ આ વેરાન જગ્યામાં એકાદ અબુબક્ર મળી આવે,

૮૫૯ ત્રણ દિવસો અને ત્રણ રાત્રીઓ દરમ્યાન તેઓએ શોધવામાં સખત ઉતાવળ કરી, ત્યારે એક દુર્બળ અબુબક્ર મળી આવ્યો.

૮૬૦ તે એક મુસાફર હતો અને બીમારીના કારણે સખત તકલીફમાં એક ખંડેરના ખુણામાં પડી રહ્યો હતો.

૮૬૧ તે નાશ પામેલ એકાંતમાં સુતો હતો, જ્યારે ઓચિંતાની તેઓની નજર તેના પર પડી ત્યારે તેઓએ ઉતાવળમાં તેને કહ્યું.

૮૬૨ “ઉભા થાઓ, બાદશાહે તારી માગણી કરી છે, તારા થકી અમારૂં શહેર કતલ થવામાંથી બચી જશે.”

૮૬૩ તેણે જવાબ આપ્યો, “(ચાલવાની શક્તિ માટે) મને જો પગ હોત, અથવા આવવાનું કોઈ સાધન, તો હું મારી મેળે મારે રસ્તે મારા પહોંચવાની જગ્યાએ ગયો જ હોત.

૮૬૪ હું આ મારા દુશ્મનના રહેઠાણમાં કેમ રહ્યો હોત ? હું મારા દોસ્તના શહેર તરફ ધકેલાયો હોત.”

૮૬૫ તેઓએ તેને જનાઝામાં મૂક્યો અને આપણા અબુબક્રને તેમાં ઉંચકયો.

૮૬૬ ઉઠાવનારાઓ તેને ખ્વારિઝમશાહ પાસે લઈ જતા હતા કે તે (બાદશાહ) પ્રતિક (કે જેની તેણે ઈચ્છા કરી હતી) તે નિહાળે.

૮૬૭ સબ્ઝવાર આ દુનિયા છે અને આ જગ્યામાં ખુદાઈ ઈન્સાન નિરૂપયોગી અને નકામો છે.

૮૬૮ ખ્વારિઝમશાહ એ સર્વશક્તિમાન અલ્લાહ છે, તે આ દુષ્ટ સમુહ પાસેથી પવિત્ર દિલ માગે છે.

૮૬૯ તેમણે (હ. પયગમ્બર સાહેબે) કહ્યું છે, “તે (ખુદા) તમારૂં (જાહેરી) રૂપ ધ્યાનમાં લેતો નથી, તેથી તમારી તરકીબ શોધવામાં તમો “દિલના માલિક” (રૂહાની રાહબર)ને શોધો.

૮૭૦ (ખુદા કહે છે.) હું તને “દિલના માલિક” મારફત નિહાળું છું. નહિ કે (બંદગીમાં) સિજદાથી અને (સખાવતમાં) સોનું આપી દેવાની જાહેર નિશાનીઓથી.

૮૭૧ જ્યારે કે "તું તારા દિલને" દિલ બનેલું નિહાળ્યું છે, તું તેઓ કે જેઓ "દિલ" ધરાવે છે તેની શોધ કરવી છોડી દીધેલ છે.

૮૭૨ દિલ કે જેમાં જો આ સાત આસમાનો જેવા સાતસો આસમાનો દાખલ થાય, તો તેઓ અદ્રષ્ય અને ગુપ્ત બનશે.

૮૭૩ આવા દિલના ટુકડાઓને આ “દિલ” કહીને બેલાવ નહિ, સબ્ઝવારમાં એક અબુબક્ર શોધ નહિ.

૮૭૫ હરકોઈ કે જેને પોતાના રહેણાકની જગ્યા છ દિશાઓની (દુનિયામાં) છે, ખુદા તેના ઉપર જોતો નથી સિવાય તેના (દિલના માલિકના) ધ્યાન થકી,

૮૭૭ ખુદા ‘તેના’ (દિલના માલિક) સિવાય કોઈના ઉપર રહેમત ઉતારતો નથી, (ખુદા સાથે) મિલન ધરાવનારની (ઉન્નત સ્થિતિ)નું (માત્ર) એકાદ દ્રષ્ટાંત જ આપેલ છે.

૮૭૮ તે (ખુદા) પોતાનું ઈનામ તેના હાથની હથેળીમાં મુકે છે, અને તેની મુઠ્ઠીમાંથી તેને પેલાઓ કે જેઓ તેની દયાના પાત્ર છે તેને વહેંચણી કરે છે.

૮૭૯ તેની હાથની હથેળીમાં સર્વમય સમુદ્રનું એકીકરણ અપાત્ર અને બિનશરતી અને સંપૂર્ણ છે.

૮૮૦ એકીકરણ કે જે શબ્દોમાં સમાવવા લાયક નથી, તેનું બોલવું નક્કામું હતું, તેથી છેલ્લા સલામ.

૮૮૧ ઓ પૈસાપાત્ર આદમી, (જો) તું એકસો સોનાના થેલા લાવીશ તો ખુદા કહેશે, ઓ તું કે જે (બંદગીમાં) બેવડ વળ્યો છે, 'દિલ' લાવ.

૮૮૨ જો દિલ તારાથી ખુશ છે તો હું ખુશી છું. અને જો તે તારાથી પ્રતિકુળ છે તો હું (પણ) પ્રતિકુળ છું.

૮૮૩ હું તને નિરખતો નથી, હું પેલા દિલને નિરખું છું. ઓ આત્મા, મારા દરવાજે તેને ભેટ તરીકે લાવ.

૮૮૫ તમો કહેશો, અને, હું તારા માટે એક દિલ લઈ આવ્યો છું. તે (ખુદા) તને કહેશે, સંસાર આ દિલમાં ભરપુર છે.

૮૮૬ તે (“દિલ”) (બધા) સજીવ જીવોનું અસલ મા અને બાપ (રૂહાની રાહબર) છે અને પસંદ કરાએલો છે કે જે ચામડીમાંથી દિલને જાણે છે,

૮૮૭ દિલ કે જે દુનિયાનો ‘સ્થંભ’ બન્યો છે તેને લાવ, તે આદમના આત્માના આત્માનો આત્મા છે.

૮૮૮ (બધા) દિલોનો બાદશાહ ‘નૂર’ અને ભલાઈથી ભરપુર દિલ માટે આતુરતાપુર્વક રાહ જુએ છે.

૮૮૯ તું ઘણા દિવસો સુધી સબ્ઝવારમાં ભટક્યો હોઈશ, (પણ) પેલું દિલ શોધી શકયો હોઈશ નહિ.

૮૯૦ પછી તું એક જનાઝા ઉપર ઢોંગી દિલને પેલી પાર લઈ જવા મુકીશ, કે જેનો આત્મા સડી ગએલો છે.

૮૯૧ અને કહે છે, ઓ બાદશાહ હું તારી પાસે એક દિલ લાવ્યો છું, સબ્ઝવારની અંદર આના કરતાં વધુ સારૂં દિલ નથી.

૮૯૨ તે (ખુદા) તને જવાબ આપશે, કહેશે, ઓ અવિચારી આદમી, શું આ કબ્રસ્તાન છે કે તું એક મરેલા દિલને અહીં લાવે છે ?

૮૯૩ જાઓ, ‘દિલ' લાવો કે જે બાદશાહી છે, કે જેનામાંથી ભૌતિક અસ્તિત્વના સબ્ઝવારની સલામતી ઉતરી આવેલ છે.

८૯૬ કારણ કે તે એક બાજ છે, જ્યારે આ દુનિયા કાગડાનું શહેર છે.

૯૦૨ “દિલના માલિક”ને શોધ, જો તું આત્મા વગરનો ન હોતો. “દિલનો એક મળતીયો બન, જો તું (રૂહાનીયત) સુલતાન (ઈમામે મુબી)નો પ્રતિસ્પર્ધી ન હોતો.

૯૦૭ આ વિવરણની હદ જ નથી, અને (દરમ્યાન) આપણું હરણ તબેલામાં ગભરાટમાં આમથી તેમ દોડી રહ્યું છે.

ગધેડાના તબેલામાં હરણની કહાણી.

૮૩૩ એક શિકારીએ એક નાનું હરણ પકડયું, દયા વગરના માણસે તેને એક તબેલામાં પૂર્યું.

૮૩૪ તેણે અત્યાચારીની માફક વર્તતા ગાયો અને ગધેડાઓથી ભરેલ તબેલો હરણ માટે જેલ બનાવ્યો.

૮૩૫ હરણ દુઃખ અને તકલીફથી ત્રાસેલું દરેક દિશામાં ભાગતું હતું, તેણે (શિકારીએ) રાત્રીના ગધેડાઓ આગળ સુંકુ ઘાસ ફગાવ્યું.

૮૩૬ ભુખ અને ક્ષુધાથી પીડાતી દરેક ગાય અને ગધેડા જાણે કે સાકર કરતાં પણ વધુ મીઠું હોય તેવી રીતે ઘાસ આરોગતા હતા.

૮૩૭ હવે હરણ બીકમાં આમથી તેમ દોડતું હતું. ધુમાડો અને ઘાસની ધુળમાંથી પોતાનો ચહેરો ફેરવતું હતું.

૮૩૮ જે કોઈને પણ પોતાના વિરોધીઓ સાથે છોડી દેવામાં આવે, તેઓને પેલી સજા મોત જેવી (ભયંકર) દેખાશે. 

૮૩૯ તેથી હ. સુલેમાન (અ.સ.) એ કહ્યું, “સિવાય કે કુદરત પોતાની ગેરહાજરી માટે વ્યાજબી કારણ ન બતાવે.

૮૪૦ હું તેને મારી નાખીશ અથવા તેના ઉપર સખત સજા ઉતારીશ, ગણત્રીથી પર એવી સખત સજા.

૮૪૧ સાંભળ, ઓ વિશ્વાસુ દોસ્ત, માનસિક સંતાપ શું છે ? પોતાના મળતીયા સિવાય બીજા સાથે એક પિંજરામાં હોવું.

૮૪૨ ઓ ભલા આદમી, આ કાયાના કારણે તું માનસિક સંતાપમાં છો, પંખી, તારો આત્મા, બીજી જાતના એકાદ સાથે કેદમાં છે.

૮૪૩ આત્મા એક બાજ છે,આ મિલ્કતો કાગડાઓ છે, તેણે કાગડાઓ અને ઘુવડોથી મહાદુઃખો મેળવેલ છે. 

૯૦૮ ઘણા દિવસો સુધી તેજવંતુ અને બહાદુર હરણ ગધેડાના તબેલામાં તકલીફમાં હતું.

૯૦૯ મૃત્યુના મહાદુ:ખમાં (જમીન ઉપર) રાખતા તરફડતી એક મચ્છીની માફક (અથવા) એક જ પેટીમાં વિષ્ઠા અને કસ્તુરી (સાથે રાખવાથી) સંતાપ પામે તેની માફક.

૯૧૩ અમુક ગધેડો હજમાત અંગે બિમાર પડ્યો અને ખાવા અશક્ત હતો, કે જેથી તેણે હરણને (જમવાનું) નિયમાનુસાર આમંત્રણ આપ્યું.

૯૧૪ તેણે (હરણે) તેનું માથું હલાવ્યું, (જાણે એમ કહેતું હોય), “નહિ, ઓ ફલાણા, ચાલ્યો જા, મને ભૂખ નથી. મને ઠીક નથી.”

૯૧૫ તેણે (ગધેડાએ) જવાબ આપ્યો “હું જાણું છું કે તમો તિરસ્કાર બતાવો છો, અથવા તમારી પ્રખ્યાતિના કારણે ઉંચા ઊંચકાઓ છો.”

૯૧૬ તેણે (હરણે) તેને કહ્યું, “તે તારો ખેરાક છે કે જેનાથી તારા અવયવો સશક્ત અને નવીન બને છે.

૯૧૭ હું (ખુબસુરત ) ચરાણ સાથે સુપરિચિત છું. હું ચોકખા પાણી અને ચરાણોમાં આરામ કરનાર છું.

૯૧૮ જો કે દૈવી ભાવીએ મને મહાદુઃખમાં નાખ્યું છે (છતાં) તે ઉત્તમ સદ્ગુણો અને પ્રકૃતિ (મારામાંથી) કેમ વિદાય લ્યે ?

૯૧૯ જો કે હું એક ભિખારી બન્યો છું (છતાં) મને એક ભિખારીનો ચહેરો કેમ હોય ? અને જો કે મારો (જાહેરી) પોશાક જુનો બને (છતાં) (રૂહાની રીતે) હું જુવાન છું.

૯૨૦ મેં એક હજાર મીઠી સુગંધોવાળા ઝાડ અને સફેદ રંગના પુષ્પો અને સ્વાદિષ્ટ તુલસી ખાધી છે.

૯૨૧ તેણે (ગધેડાએ) કહ્યું “હા, બડાઈ અને બડાઈ અને બડાઈ હાંક્યા કર, એક અજાણ્યા દેશમાં કેટલીય શેખી ઉચ્ચારી શકે.”

૯૨૨ તેણે (હરણે) જવાબ આપ્યો, “ખરેખર, મારી ડુંટી મારી સાક્ષી પુરે છે. અંબર અને ચંદન ઉપર તે એક મોટી પસંદગી ઈનાયત કરે છે.”

૯૨૩ તે સમજવા માટે સાંભળશે કોણ ? (માત્ર) તે જ કે જેને સુંઘવાની (રૂહાનીયત) ઇન્દ્રિય છે. વિષ્ટા સાથે હળેલા ગધેડા માટે તે બહિષ્કૃત છે.

૯૨૪ ગધેડો ગધેડાનો પિશાબ રસ્તા ઉપર સુંઘે છે, હું આ દરજ્જાના જીવોને કસ્તુરીનો આગ્રહ કેમ કરૂં ?

૯૨૫ જ્યારે કે હ. પયગમ્બર સાહેબ (કે જેઓ હંમેશાં) (દૈવી હુકમ તરફ), પ્રત્યુતર હતા, બોધદાયક કહાણી કહી, "ઈસ્લામ આ દુનિયામાં અપિરિચિત છે.”

૯૨૬ કારણ કે તેના (સાચા મુસ્લિમોના) સગાવહાલા પણ તેમની પાસેથી ભાગતા હતા, જો કે તેમના સત્યથી ફરિશ્તાઓ સુમેળમા હતા.

૯૨૭ લોકો તેમનું (પયગમ્બર સાહેબનું બહારનું) રૂપ પોતાનાથી મળતીયું જોતા હતા, પણ તેઓ તેમનામાં પેલી (રૂહાનીયત) સુગંધ સમજતા ન હતા.

૯૨૮ (તેઓ) એક ગાયના આકારમાં એક સિંહ હતા, દુરથી તેમને નિહાળો, પણ તલસ્પર્શી સમીક્ષા ન કરતા.

૯૨૯ અને જો તમો સમીક્ષા કરો તો ગાયને છોડી દેજો, (કે જે) કાયા છે કારણ કે પેલા સિંહની પ્રકૃતિવાળો ગાયને ટુકડાઓમાં ફાડી નાખશે.

૯૩૦ તે તમારા મસ્તકમાંથી ગમાર જેવી પ્રકૃતિ કાઢી નાખશે. તે જનાવરી (આત્મા)માંથી જનાવરપણાનું મુળ ઉખેડી નાખશે.

૯૩૧ (જો) તમે એક ગાય છો, તો તમો જ્યારે તેની નજીક થશો ત્યારે સિંહ બનો છો, (પણ) જો તમે ગાય હોવા માટે ખુશી છો, તો સિંહ થવાનું શોધતા નહિ.

ખરેખર મેં સાત જાડી ગાયો જોઈ કે જેને સાત દુબળી ગાયો હડપ કરી ગઈ, નું વિવરણ ખુદાએ પેલી દુબળી ગાયોને ભૂખ્યા સિંહોના ગુણોથી પેદા કરી હતી, અંતે કે તેઓ સાત જાડી (ગાયોને) આતુરતાથી હડપ કરે, જો કે (માત્ર) પેલી ગાયોના રૂપો આભાસો તરીકે જ સ્વપ્નાની આરસીમાં દેખાડવામાં આવ્યા હતા, તું તેને વાસ્તવિક સમજ.

૯૩૨ જ્યારે તેની આંતરિક આંખના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે મિસરના બાદશાહે સ્વપ્નામાં જોયું.

૯૩૩ સાત જાડી ગાયો, ખૂબ જ વધુ પડતી સંભાળ લીધેલીને, સાત પાતળી ગાયો હડપ કરી ખાઈ ગઈ.

૯૩૪ પેલી પાતળીઓની અંદર સિંહો હતા, નહિતર તેઓ (જાડી) ગાયોને હડપ કરીને ખાઈ જાત નહિ.

૯૩૫ (પવિત્ર) કાર્યોનો પુરૂષ, દેખાવમાં માનવ છે, તેનામાં એક માણસ ખાતો સિંહ છુપાએલો છે.

૯૩૬ તે (સિંહ) અંતઃકરણપુર્વક સંપૂર્ણપણે તેની વાસનામય ખુદીથી છોડાવે છે, જો તે (સિંહ) તેના ઉપર દુઃખ ઉતારે તો તેનું કીટ (કચરો) પવિત્ર બને છે.

૯૩૭ પેલા એક દુઃખથી તે બધા કીટો (કચરા)માંથી મુક્ત કરે છે, તે પોતાના પગલાં ગ્રહ ઉપર ખોડે છે.

૯૩૮ અપશુકનીયાળ કાગડાની માફક તું ક્યાં સુધી ગાય વિષે બોલીશ ? (મને બોધકથા તરફ પાછો ફરવા દે અને પુછવા દે), “ઓ ખલીલ, શા માટે તેં કુકડાને મારી નાખ્યો ?”

૯૩૯ તેઓએ જવાબ આપ્યો, “દૈવી હુકમના (કારણે), (દૈવી) હુકમના ડહાપણ વિષે (મને) કહે કે જેથી હું તેના વાળે વાળના ડહાપણની મહત્તા વધારૂં !

હ. ઈબ્રાહિમ (અ. સ.)થી કુકડાને મારી નાખવા અને મુરીદના દિલમાં અમુક ઠપકાપાત્ર અને વિઘાતક ગુણોના દમન અને દબાવી દેવાની અગત્યતા વિષે સમજાવવું.

૯૪૦ તે (કુકડો) કામાંધ છે અને કામનાનું અમર્યાદ સેવન કરે છે અને પેલા સ્વાદહીન શરાબથી બેહાશ બન્યો છે.

૯૪૧ એ હુકમ પહોંચાડનાર, જો વંશવૃદ્ધિના કારણ માટે તે (વાસના) જરૂરી બની ન હોત તો હ. આદમ (અ.સ.) એ પોતાની શરમના કારણે પોતાને નપુંસક બનાવ્યા હોત.

૯૪૨ શ્રાપિત ઈબ્લીસે ઈન્સાફ નિર્માણ કરનાર (ખુદાને) કહ્યું, “મને આ શિકાર માટે એક શક્તિશાળી જાળની જરૂરત છે.”

૯૪૩ તેણે (ખુદાએ) તેને સોનું અને રૂપું, અને ઘોડાઓનાં ટોળાં બતાવ્યાં, કહે, “આ સાધનાથી તું માણસ જાતને કુમાર્ગે દોરી શકીશ.”

૯૪૪ તે (ઈબ્લીસ) બુમ પાડી ઉઠયો, “ધન્ય! “પણ તેની ઉધ્ધત વાતચીત વધુ કડવી બનાવી, તે કરચલીવાળો અને એક લીંબુ જેવો ખાટો બન્યો.

૯૪૫ પછી ખુદાએ પેલા એક નીચે પડેલાને પોતાની અપુર્વ ખાણોમાંથી સોનું અને જવાહીરો આગળ ધર્યાં.

૯૪૬ કહે, “ઓ શ્રાપિત, આ બીજી જાળ લે” તેણે જવાબ આપ્યો, “ઓ સૌથી મહાન મદદગાર આનાથી વધુ મને આપો.”

૯૪૭ (પછી) તેણે તેલવાળી અને મીઠી (મિઠાઈઓ) કીમતી શરબતો અને ઘણા રેશમી પોષાકો આપ્યા.

૯૪૮ તેણે (ઈબ્લીસે) કહ્યું “ઓ માલિક, મને આના કરતાં વધુ મદદની જરૂર છે “એક ખજુરીના રેસાથી” તેમને બાંધવા માટે.

૯૪૯ એટલા માટે કે તારા ઉન્મત્ત (ભાવિકો) કે જેઓ ઝનુની અને હિંમતી છે, તેઓ મર્દાનગીથી પેલાં બંધનો તોડી નાખે.

૯૫૦ અને આ જાળના સાધનથી અને (આ) વાસનાના દોરડાઓથી, તારા (પવિત્ર) માણસથી, માણસો નામર્દાઈથી છુટા પડી જાય.

૯૫૧ ઓ તખ્તના શહેનશાહ, મને એક બીજી જાળ જોઈએ છે., વિશ્વાસઘાતમાં નવ-સર્જનની જાળ જોઈએ છે કે જે માણસને નીચો પછાડે.

૯૫ર તેણે (ખુદાએ) શરાબ અને સારંગી તેની સમક્ષ લાવી અને મુકી, પછી તેણે મોં મલકાવ્યું અને મર્યાદિત ખુશી થયો.

૯૫૩ તેણે (ઈબ્લીસે) મહાદુઃખના શાશ્વત પૂર્વ નિર્ધારને એક સંદેશો મોકલ્યો, કહે, “લાલસાના સમુદ્રના તળીયામાંથી ધુળ ઉડાડો.”

૯૫૪ શું હ. મુસા (અ.સ.) તારા ચાકરોમાંનો એક ન હતો ? તેણે સમુદ્ર ઉપર ધુળના પડદાઓ બાંધ્યા.

૯૫૫ દરેક બાજુ ઉપર પાણી ઓસરી ગયું, સમુદ્રના તળીયામાંથી એક ધુળનું (વાદળ) ઉપર આવ્યું.

૯૫૬ જ્યારે તેણે (ખુદાએ) તેને ઈબ્લીસને સ્ત્રીઓની ખુબસુરતી બતાવી કે જે માણસોના આત્મસંયમ અને સમજણ ઉપર સરસાઈ ભોગવતી હતી.

૯૫૭ પછી તેણે પોતાની આંગળીઓ (ખુશીમાં) કરડી અને નાચવું શરૂ કર્યું. બુમ પાડી કહે, (આ) મને જેમ જલ્દી બને તેમ આપો, મેં મારી ઈચ્છાઓ તૃપ્ત કરી છે !”

૯૫૮ જ્યારે તેણે પેલી ઝંખતી આંખો જોઈ કે જે બુદ્ધિ અને સમજણને અશાંત બનાવે છે.

૯૫૯ અને પેલા દિલને કેદ કરતા ગાલોની સુંદરતા કે જેના ઉપર (માણસનું) આ દિલ (અગ્નિ) ઉપર શોકાર્તના બી માફક બળે છે.

૯૬૦ ચહેરો અને લાખું અને પાંપણ અને અકીક જેવા હોઠ, તે જાણે એવું હતું કે એક રહસ્યમય પડદામાંથી દેખાડે.

૯૬૧ તેણે (ઈબ્લીસે) જોયું કે પ્રણયનો પ્રપંચ અને પ્રકાશ પાથરતી હાલવા ચાલવાની ઢબછબ, એક પાતળા પડદામાંથી દૈવી કિર્તીની જાહેરાત જેવી બને છે.

"અમોએ માણસને (શારીરિક અને માનસિક) તુલનાત્મક અંશે સૌથી ઉત્તમ પેદા કર્યો, પછી અમોએ તેને નીચામાં નીચા દરજ્જાએ ઉતાર્યો. “અને તેમજ” અને હરકોઈને પણ અમો લાંબુ જીવન અપીએ છીએ, અમે બંધારણમાં દુરાચારમાં તેને (પાછો) પછાડીએ છીએ.

૯૬૨ ખુબસુરતીનો આદમ એવો મુર્તિમંત બન્યો કે જેને ફિરસ્તાએાએ સિજદો કર્યો હતો. ત્યારબાદ (તેમને) નીચે ઉતારવામાં આવ્યા, (બહિશ્તમાંથી) હ. આદમને નીચે (પૃથ્વી ઉપર) મૂકવામા આવ્યા.

૯૬૩ તેઓ બુમ પાડી ઉઠ્યા, “અફસોસ, અસ્તિત્વની બાદ નહિવતપણું !” તે (ખુદા) કહે છે, કે “તારો ગુનાહ આ છે, કે તું વધુ પડતું લાંબુ જીવ્યો છો.”

૯૬૪ હ. જીબ્રાઈલ (અ.સ.) તેમના વાળ પકડી તેમને દોરી જાય છે, કહે છે, “આ બહિશ્તમાંથી અને ભલાઓના સમુહમાંથી ચાલ્યા જાઓ,”

૯૬૫ તેવણ કહે છે, “ઉચ્ચ સ્થિતિ અપાયા પછી આ વગોવણીનો અર્થ શું છે ?” તેઓ (હ. જીબ્રાઈલ) જવાબ આપે છે. (ઉચ્ચ સ્થાન ખુદાનું) ઈનામ હતું. અને આ (વગોવણી) તમારા ઉપર તેમનો ઈન્સાફ છે.

૯૬૬ (તેઓ બુમ પાડી કહે છે), ઓ જીબ્રાઈલ, તું તારા ખરા અંતઃકરણથી મને સિજદો નહોતો કર્યો ? તું શા માટે મને બહિશ્તમાંથી હાંકી કાઢે છે ?

૯૬૭ મારા (નુરાની) પોષાકો તકલીફના વખતે મારામાંથી પાનખરની ઋતુમા ખજુરીમાંથી પાન ખરી જાય તેમ, મારા પોશાકો ઉડી જાય છે.

૯૬૮ ચહેરો કે જેનું તેજસ્વીપણું ચંદ્રમાં જેવું હતું, વૃદ્ધ ઉંમરે લીબીયાની ગરોળી જેવો બને છે.

૯૬૯ અને સુંદર મસ્તક અને માથાનો મુગટ કે જે એક વાર દીપ્તિમાન હતા તે મોટી ઉંમરે તાલકા અને કદ્રુપા બન્યા.

૯૭૦ અને ઉંચી મગરૂર આકૃતિ, ભાલાની અણીની માફક લાઈનોમાં આગળ વીંધતો હતો તે વૃદ્ધ ઉંમરમાં એક પણછની માફક બેવડો વળે છે.

૯૭૧ રાતા પુષ્પનો રંગ કેસરીયો રંગ બને છે, તેનું સિંહ સરખું જોર સ્ત્રીના પિત્તાશય જેવું બને છે.

૯૭૨ તે કે જે એક માણસને મલ્લકુસ્તીના દાવમાં પોતાના હાથમા જકડતો હતો (હવે) તેના વિદાય થવાની વખતે (તેને ટેકો દેતા) તેઓ તેના હાથો પકડે છે.

૯૭૩ ખરેખર આ નિશાનીઓ અશક્ત અને તકલીફની તેમનામાનો દરેક પોતાનો એક સંદેશવાહક છે.

૧૦૨૮ ધુળ હવામાં એક મિનારા જેટલી ઉંચાઈએ ચકરાવો લે છે, ધુળ પોતાની મેળે ઉંચે કેમ ચડી શકે ?

૧૦૨૯ ઓ નજરના નમાલા, તું ધુળને ઉપર જુએ છે, પવનને જોતો નથી સિવાય કે અનુમાનથી આપેલા જ્ઞાન થકી !

યા અલી મદદ

<p><b>વાર્તા - ૩. ભાગ - ૫.

                  <p><b>મશ્નવી મૌલાના રૂમી.