મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી
વાર્તા - ૧૧
વાર્તા - ૧૧
સિહાસન ઉપર બેસી અને દરબારમાં દરબારીઓની હાજરી વચ્ચે, બાદશાહ મહમુદે એક વઝીરના હાથમાં એક મોતી મુક્યું, અને તેને પૂછ્યું કે તે કેટલી કિંમતનું હતું, અને તેની કિંમત વઝીરે ખૂબજ ઉંચી આંકી, જ્યારે બાદશાહે તેને ભાંગી નાખવાનો હુકમ કર્યો, તેણે જવાબ આપ્યો, “હું તેને કેમ ભાંગું ?” વગેરે...
૩૯૩૫ એક દિવસ બાદશાહ દરબારમાં ઉતાવળે આવ્યો. તેણે દરબારમાં બધા દરબારીઓ (ભેગા થયેલા) જોયા.
૩૯૩૬ તેણે એક ઝગમગતું મોતી રજુ કર્યું. અને તુર્તજ એક વઝીરની હથેળીમાં મુક્યું.
૩૯૩૭ તેણે પૂછયું. “ આ મોતી કેવું છે ? અને તેની કિંમત કેટલી છે ?” તેણે જવાબ આપ્યો, “તે સેનાના એક સો ગધેડાના બોજ કરતાં વધુ કિંમતી છે.”
૩૯૩૮ તેણે કહ્યું. “ તેને ભાંગી નાખ” તેણે જવાબ આપ્યો “હું તેને કેમ ભાંગું ?” હું તમારા ખજાના અને માલમિલ્કતનો શુભેચ્છક છું.
૩૯૩૯ આના જેવું એક અમુલ્ય મોતી ભંગારમાં જવા દેવું વ્યાજબી કેમ દેખાય ?
૩૯૪૦ “સાચું” બાદશાહે ઉદ્ગાર કાઢ્યો, અને તેને માનનો પોષાક અર્પણ કર્યો, ઉદાર બાદશાહે તેની પાસેથી મોતી લઈ લીધું.
૩૯૪૧ (પણ) કૃપાળુ બાદશાહે વઝીર ઉપર જે તેણે કપડા અને માનનો ઝુબ્બો પહેર્યો હતો તે ઈનાયત કર્યો.
૩૯૪૨ થોડી વાર માટે તે તેમની (દરબારીઓ) સાથે જુદા જુદા બનાવો સંબંધી ચર્ચા કરતો હતો.
૩૯૪૩ ત્યાર બાદ તેણે તે (મોતીને) વ્યવસ્થાપકના હાથમાં મુક્યું. કહે, “એક શોધનાર માટે આ કેટલી કિંમતનું છે ?”
૩૯૪૪ તેણે જવાબ આપ્યો, “તે અડધી બાદશાહી જેટલું કિંમતી છે, તેના નાશમાંથી તેને ખુદા બચાવે !”
૩૯૪૫ તેણે કહ્યું. “ભાંગી નાખ” ઓ તું કે જેની તલવાર સૂર્ય માફક ચમકતી છે. “તેણે જવાબ આપ્યો, “એફસોસ, તેને ભાંગવું એ એક મોટી કમનશીબી છે.”
૩૯૪૬ તેને પોતાને જ તેની કિંમત કરવા દો. તેનો ચળકાટ અને તેજસ્વિતા નિહાળો, આ પ્રકાશનો તડકો તેની આગળ નિસ્તેજ બન્યો છે.
૩૯૪૭ તેને ભાંગવા મારો હાથ કેમ હાલે ? હું બાદશાહી ખજાનાનો દુશ્મન કેમ બનું ?”
૩૯૪૮ બાદશાહે તેને માનનો પોષાક આપ્યો અને તેનું વેતન વધાર્યું અને પછી તેની સમજણના વખાણ કરવા પોતાનું મુખ ઉઘાડ્યું.
૩૯૪૯ થોડા સમય બાદ તે કે જે કસોટી કરતો હતો તેણે ન્યાયાધીશના હાથમાં તે મોતી મુક્યું.
૩૯૫૦ તેણે તેમજ કહ્યું અને (બીજા) અમીરોએ પણ તેમજ કહ્યું, તેણે (બાદશાહે) (તેમનામાંથી) દરેક ઉપર માનનો પોષાક ઈનાયત કર્યો.
૩૯૫૧ બાદશાહ તેઓનો પગાર વધારતો હતો (પણ હકીતમાં) તે પેલા હલકટ કંગાળોને (મુક્તિના) માર્ગમાંથી (વિનાશની) ખીણ તરફ ધકેલતો હતો.
૩૯૫૨ એક પછી એક, પચાસ અથવા સાઠ અમીરો બધા, વઝીરની નકલમાં આવી રીતે બોલ્યા.
૩૯૫૩ જો કે નકલ (ચાલુ) દુનિયાનો થાંભલો છે. (છતાં) દરેક નકલ કરનાર કસોટી ઉપર મુકાતાં બદનામ બન્યો છે.
૩૯૫૪ “હવે ઓ અયાઝ, આ ભવ્ય અને ઉત્તમ મોતીની કેટલી કિંમત છે તે શું તું કહીશ નહિ ?
૩૯૫૫ તેણે જવાબ આપ્યો, “હું કહી શકું તેના કરતાં વધુ કિંમતી છે. તેણે (બાદશાહે) કહ્યું, “હવે તાત્કાલીક તેને નાના કટકાઓમાં ભાંગી નાખ.”
૩૯૫૬ તેની (અયાઝની) પાસે પોતાની બાંયમાં (બે) પત્થરો હતા. તેણે તુર્તજ તેનો ભુક્કો બોલાવી દીધો, (કારણ કે) તે તેને યોગ્ય માર્ગ દેખાણો.
૩૯૫૭ અથવા (બનવા જોગ છે કે) પેલા ખરા ઈમાનદારે આમ બનવાનું ધાર્યું હોવું જોઈએ અને પોતાની બગલમાં બે પત્થરો મુક્યા હતા.
૩૯૭૧ જ્યારે તેણે (અયાઝે) પેલું પસંદગીનું મોતી ભાંગ્યું ત્યારે અમીરોમાંથી એક સો ઘોંઘાટો અને અવાજો ઉઠ્યા.
૩૯૭૨ આ કેવી બેપરવાઈ છે ! ખુદાના કસમ, હરકેાઈ જેણે આ ઝગમગતું મોતી ભાંગ્યુ છે તે એક નાસ્તિક છે.
૩૯૭૩ અને (છતાં) (અમીરોના) સમસ્ત સમુહે પોતાની અજ્ઞાનતા અને અંધાપામાં બાદશાહના હુકમનું મોતી ભાંગ્યું હતું.
૩૯૭૪ પ્રેમ અને સ્નેહનું ઉત્પાદન, આ કિંમતી મોતી તે આવા હૃદયથી (હંમેશા) કેમ છુપાયેલું હતું ?!
અમીરોનો અયાઝને ઠપકો આપવો, કહે “શા માટે તેં તેને ભાંગ્યું ?” અને અયાઝનો તેમને જવાબ આપવો.
૩૯૭૫ અયાઝે કહ્યું “ઓ નામીચા શાહજાદાઓ, બાદશાહનો હુકમ વધુ કિંમતી છે કે મોતી ?
૩૯૭૬ તમારી આંખોમાં આ ઉત્તમ મોતી વધુ ઉત્તમ છે કે બાદશાહનો હુકમ ? ખુદાની ખાતર (ખરૂં કહો).
૩૯૭૭ ઓ તમો કે જેઓની (નજર) મોતી ઉપર છે, બાદશાહ ઉપર નહિ, તમારી ઈચ્છિત વસ્તું પ્રેત છે, નહિ કે સરિયામ રસ્તો.
૩૯૭૮ હું મારી નજર બાદશાહ ઉપરથી કદી પણ હટાવીશ નહિ. હું અનેક દૈવવાદીની માફક એક પત્થરા તરફ મારો ચહેરો ફેરવીશ નહિ.
૩૯૭૯ ખુદાના જ્ઞાન અને ઈમાનથી વંચિત જે આત્મા છે તે રંગીન પત્થરો પસંદ કરે છે અને બાદશાહને પાછળ રાખે છે.
૩૯૮૦ ગુલાબી રંગોની દુન્યવી દોલતથી પીઠ ફેરવો, તેનામાં તમારી સમજણ સમાવો કે જે રંગો ઈનાયત કરે છે.
૩૯૮૧ (વાસ્તવિકતાની) નદીમાં આવો, (પાર્થિવ રૂપના) પાત્રને પથ્થર સામે ભટકાવો, સુગંધ અને રંગને આગ લગાડો.
૩૯૮૨ જો દીનના રસ્તા ઉપરના લુંટારાઓમાંનો જો તું એક ન હો તો, સ્ત્રીઓની માફક રંગ અને સુગંધની આદતવાળો બનતો નહિ.
૩૯૮૩ પેલા શાહજાદાઓએ પોતાના માથા નમાવ્યા અને અનુપકારીપણાના પેલા કૃત્ય માટે માફી બક્ષવા બધી શક્તિઓ સાથે વિનંતીઓ કરવા લાગ્યા.
૩૯૮૬ (બાદશાહે કહ્યું) મારી માનની જગ્યાએ આ કંગાળ દુષ્ટો કેમ લાયક હોય, જ્યારે કે તેઓ એક પત્થરના કારણે મારો હુકમ ભાંગે છે ?
ફિરઓનના જાદુગરોનું તેઓની સજા વેળાએ ઉચ્ચારેલ કહેણ ઉપર વિવરણ, “તે કાંઈ ઈજા નથી, કારણ કે અરે, અમે અમારા માલિકમાં પાછા ફરશું.”
૪૦૨૦ સ્વર્ગે બુમ સાંભળી, “તે ઈજા નથી” પેલી બુમથી અવકાશી ગોળેા ગડબડાટમાં ફેંકાયો હતો.
૪૦૨૧ (જાદુગરોએ કહ્યું), “ફિરઔનથી થએલી સજા અમોને નુકશાનકર્તા નથી, ખુદાની દયા (બીજા) બધાના જુલમ ઉપર સરસાઈ ભોગવે છે.”
૪૦૨૨ ઓ ઉંધે દોરવાએલા, જો તને અમારી ગુપ્તતા જાણમાં આવે તો તું અમોને દુઃખમાંથી મુક્ત જોતે, ઓ આદમી કે જેનું દિલ આંધળું છે.
૪૦૨૩ સાંભળ, આવ અને આ રહેઠાણેથી આ અંગેના ઘંટારવ નિહાળ, (હદીશ) “અરે, મારા લોકોએ તે જાણ્યું હોત તો ?”
૪૦૨૪ ખુદાના દાને અમારા ઉપર બાદશાહી ઈનાયત કરી છે, (પણ) ફિરઓનની બાદશાહી માફક નાશવંત નહિ.
૪૦૨૫ તારૂં માથું ઉપાડ અને જીવંત અને બાદશાહી રાજ્ય નિહાળ, ઓ તું કે જે મિસર અને નાઈલ નદીથી મુરખ બન્યો છે.
૪૦૨૬ જો તું આ ગંદા ફાટેલા કોટથી રજા લઈશ તો તું આત્માની નાઈલમાં (શારિરીક) નાઇલ ડુબાવીશ.
૪૦૨૭ સાંભળ, ઓ ફિરઔન મિસરને (જતા કરવામાં) તારા હાથને પકડી રાખ. આત્માના મિસરમાં એક સો મિસર દેશો છે.
૪૦૨૮ તું અધર્મીને કહે છે, “હું માલિક છું.” આ બન્ને નામોની જરૂરી પ્રકૃતિઓથી તું અજાણ છો.
૪૦૨૯ જે અમીરાત ઉપર છે તે (બીક અને આશામાં) એક માલિક હોવા છતાં ધ્રુજતો કેમ બને ? એક કે જે "હું" ને જાણે છે તે આત્મા અને કાયાના બંધનમાં કેમ બંધાય ?
૪૦૩૦ અરે, આપણે (ખરેખરા) "હું" છીએ, (ખોટા) "હું" માંથી સ્વતંત્ર બનેલા, "હું”માંથી કે જે સંતાપ અને તકલીફથી ભરપુર છે.
४०४२ (જો) તું તે (ખરૂં હું પણું) શોધે તો તે તારૂં શોધનાર નહિ બને, (માત્ર) જ્યારે તું ખુદીમાં મરી ગએલ છે ત્યારે જે તું શોધે છે તે તારો શોધનાર બનશે.
૪૦૪૩ (જો) તમે હૈયાત છો તો મૈયતને નવરાવનારા તમને કેમ નવરાવશે ? (જો) તમો શોધો છો તો તે તમારી શોધ કેમ કરે ?
૪૦૪૬ "હું" વિચારથી ખુલ્લો કેમ બને ? પેલો "હું" ખુદીમાંથી પસાર થઈ ગયા બાદ જ પ્રગટ થાય છે.
યા અલી મદદ