Ilm Majalis Logo

ILM MAJALIS

સુરે નૂર, નૂરની આયતની સમજણ

રેકોર્ડીંગ - ૨

રેકોર્ડીંગ - ૨

0:000:00

આજ આયતને ૩૧૩ માં મૌલા ફરમાવે છે. "ખુદાના નુરનો દીવો તમારી અંદર છે. તમારા હાથમાં છે. એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે જુઓ, તમે એને પુછો, તમે એને નહિ પુછશો તો તમને ક્યાંથી ખબર પડશે ? તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કિલ છે."

સુરે નૂર, નૂરની આયતની સમજણ

આ આયતના નૂરના દીવાના પાંચ પ્રતિકોને આપણે બરાબર ધ્યાનમાં રાખીશું તો આ આયતનું તાવિલ ખુલ્લું થઈ જશે.

(૧) ગોખલો = ઈન્સાનનું શારીરીક જીસમ.

(૨) કાચ = ઈન્સાનનું મગજ.

(3) દિલ = સતશબ્દ + ધ્યાન (વિખરાએલું તત્વ).

(૪) તેલ = નફ્સેકુલ, પ્યોર રૂહાની ઈશ્ક.

(૫) આત્મા(જ્યોત) જે ચાર પ્રતીકોમાં ગુપ્તપણે જળવાએલો છે જે અલ્લાહનું નૂર છે.(અકલેકુલ).

(દિવો) ત્રણે મળાવીને દિવો.

(૧) કાચ યાને માનવ મગજ Brain.

(૨) જયતુનનું ઝાડ યાને દિલ, સતશબ્દ + ધ્યાન.

(૩) જયતુનનું તેલ યાને નફસેકુલ - પ્યોર રૂહાની ઈશ્ક.

આ ત્રણ ચીજોનો દિવો બનેલ છે.

આ દિવો છે તે ગોખલો યાને શારીરિક જીસમ કરતાં ઉચ્ચ સ્થાને છે.

પરંતુ સાત્વિક પ્રકાશ(pure light, અકલેકુલ, જ્યોત) કરતા વધુ નીચા સ્તરે છે.

પાંચ ચીજોમાં સહુથી નીચે માનવીનું શારીરીક જીસમ છે. વચ્ચે ત્રણ ચીજો છે. મગજ, દિલ, રૂહાની ઈશ્ક (તેલ). અને પાંચમું સૌથી ઉપર "જ્યોત" જે દીવાની સંપૂર્ણતા છે તે અકલેકુલ છે.

(૧) ગોખલો -

ગોખલો એ શરીરની ઉપમા છે, શારીરિક જીસમ તેનું-

કાર્ય — કાર્ય કરવું, પાંચ ઈન્દ્રીઓ દ્વારા જ્ઞાન મગજને પહોંચાડવું.

(આંખ ફરમાન વાંચવા, હાથ લખવા, કાન સાંભળવા વગેરે).

તે ચાર તત્ત્વોનું બનેલું છે, માટી, પાણી, વાયુ, અગ્નિ.

(૨) કાચ (ગ્લાસ), પારદર્શક માધ્યમ, જે માનસિક જીસમ, જે માનવીનું મગજ (brain) છે.

કાચ એ મગજની ઉપમા છે, માનસિક જીસમ, ગોખલા યાને શારીરીક જીસમ કરતા વધુ સૂક્ષ્મ અને સતેજ છે. તેનું કાર્ય— વિચારવું, ઈન્દ્રિયો દ્વારા પહોંચાડાયેલી માહિતીનો સંગ્રહ કરવો. અને તેની વિચારશક્તિમાંથી જ્ઞાનના એક ક્ષેત્રનું સર્જન કરવું જે દિલ તરફ દોરી જાય છે.

તે ત્રણ કામ કરે છે.

(૧) હંમેશા મૌજુદ આત્મા સાથે સુમેળ સાધે તો માનવીને અસલ મુકામે પહોંચાડવા મક્કમ બને છે.

(૨) નીચી અને વધુ હલકા પ્રકારની ઈચ્છાઓ સામે રક્ષણાત્મક ઢાલ બને છે.

(૩) આત્મા સાથે સુમેળ ન થાય તો ભૌતિક ચીજોની ખોટી ઈમેજ (કલ્પના) ઉભી કરે છે. ઈલ્મની હકીકત ગ્રહણ ન કરી શકે તો ભ્રમણામાં રહે છે.

--- ઈન્દ્રીઓ દ્વારા આવતા બાહ્ય જગતના વિચારો અને વાસ્તવિક - (આંતરિક હકીકત) વચ્ચે મધ્યસ્થ છે તે “મગજ” છે.

ઈન્દ્રીઓ દ્વારા માહીતી રેકોર્ડ કરવી - કલ્પના શક્તિ પેદા કરવી.

--વિચાર શક્તિ પેદા કરવી.

ઈન્દ્રીઓ દ્વારા જ્ઞાન પેદા કરવું - જ્ઞાનને દિલ તરફ દોરી જવું.

(૩) ઝાડ- લાગણીશીલ જીસમ.

(નાતિક-સતશબ્દ) ઝાડએ દિલનું પ્રતિક છે.

કાર્ય- દિલ, તેલ ઉત્પન્ન કરે છે (રૂહાની ઈશ્ક પેદા કરે).

-દિલ- વિખરાયેલુ તત્વ-ધ્યાન.

-મગજમાંથી આવેલા વિચારો દ્વારા શુધ્ધ વિચારસરણી પેદા કરે છે.

માનવ લાગણીઓ અને ભાવનાઓનું સ્થાન પણ છે.

"પાક શબ્દ(નાતિક) એક પાક ઝાડ જેવો છે. તેનુ મૂળ દ્રઢ છે. અને ડાળીઓ આસમાનમાં છે." (કુરાને શરીફ - પેજ ૨૨૦ - કલામે પીર).

"બૈતુલખયાલમાં દાખલ છો, દાખલ થતી વખતના હુકમ પ્રમાણે અમલ કરો તો ઈશ્ક(તેલ) પેદા થશે અને “સર્વે કુછ” બની શકશે”.

(૪) જયતુનનું તેલ(pure રૂહાની ઈશ્ક, આજાદીનું પ્રતિક), રૂહાની જીસમ, નુરાની કાયા.

તેલ-યાને નફ્સેકુલ અંતરઆત્મા (spirit) ચૈતન્ય, દિલ તથા મગજ કરતાં ઉંચ પ્રકારના આત્માનું પ્રતિનિધિત્વ કરે છે.

ઝયતુનનું તેલ માનવ આત્મામાં જળહળતો પ્રકાશ પેદા કરે છે. કારણકે તેલના ઘડતરમા નીચા પ્રકારના તત્વો નથી. તે એટલુ પ્રકાશમાન છે તે જાણે સ્વપ્રજવલીત હોય અને તે માનવીને પર ભૌતિક અને પયગમ્બરી ભાવ (ફિરસ્તાઈ આત્મા)ની નવાજેશ કરે છે. અમે માનીએ છીએ કે તે અમર છે તેમજ તેની સ્મરણ શક્તિ, જ્ઞાન અને સુઝમાં અવિરત છે. (નફ્સેકુલ છે).

(૫) તણખો, (અક્લેકુલની મદદ, રહેમત, તાય્યીદ).

પરંતુ તે તેલ(નફ્સેકુલ) ઈલાહીયતના અંતિમ તણખાની ઝંખના કરે છે.

જ્યાં સુધી એ તણખો(અક્લેકુલની મદદ) તેને પ્રજ્વલિત ન કરે ત્યાં સુધી તે નિષ્ક્રિય રહે છે. તે માત્ર અલ્લાહ(અક્લેકુલ)ની રહેમત, મદદ થકીજ પ્રજ્વલિત કરવામાં આવશે.

યાને દીવાની સંપૂર્ણતા પ્રાપ્ત થશે. અક્લેકુલ બનશે.

આ ભાવના સ્પષ્ટપણે “નૂરન અલા નુર” (નફ્સેકુલ ઉપર અક્લેકુલ) શબ્દોમાં જાહેર થાય છે: “અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે, ખેંચે છે”.

light upon light.

અસાસ ઉપર નાતિક.

નાતિક ઉપર નફ્સેકુલ.

નફ્સેકુલ ઉપર અકલેકુલ.

લોહચુંબક લોખંડને ખેંચે છે તેમ દરેક ઉપરની લાઈટ નીચેની લાઈટને પોતાની તરફ ઉપર ખેંચે છે. "પાછા ફરો."

અલ્લાહના અપાર પ્રેમની આત્મા ઉપર નવીજીસ થાય છે ત્યારે તેને જાગૃત અને પ્રકાશિત કરવામાં આવે છે. એ ક્ષણ પુર્નજાગૃતિની ક્ષણ છે, કે જ્યારે માનવીનો (આત્મા) પોતાને ખુદામય નિહાળે છે, એ ક્ષણ તે પુર્નજન્મની ક્ષણ છે, કારણકે માનવી એક સર્વોચ્ચ આત્મા - પયગમ્બરી આત્મા(અકલેકુલ) તરીકે પુર્નજન્મ ધારણ કરે છે. એ સર્વોત્તમ ક્ષણે આત્મા પોતાનો અંતિમ મુકામ પ્રાપ્ત કરે છે — તે છે અલ્લાહ સાથેનો રૂહાની વિલાસ.

આ રીતે “પ્રબળ ધ્યાન” થકી ખુદાઈ રહસ્ય મનુષ્ય સમક્ષ ધીમે ધીમે જાહેર થાય છે.

ભૂલચૂક શાહપીર બક્ષે. 🙏🏻