કલામે શાહ કરીમ (Excerpt)
રેકોર્ડીંગ - ૩
રેકોર્ડીંગ - ૩
વર્ષ - ૨૦૦૭-૨૦૦૮
તારવણી
નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું :-
બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ
અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, ઈસ્લામ અને અન્ય ધર્મોમાંના અમારા ભાઈઓ અને બહેનો.
અસ્સલામુ અલૈકુમ
આ ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે, આપની સાથે ફરી એક વાર હોવા બદલ આ દિવસ અમારા માટે એક વિશિષ્ટ ખુશીનો દિવસ છે. ઈસ્માઈલી ઈમામત અને જમાત ઘણી સદીઓથી સિરિયામાં ઉપસ્થિતિ ધરાવે છે અને તેની સાથે જોડાણ ધરાવે છે.
અનંતતાના જગતમાં આપણે શહાદા – લા ઈલાહા -ઈલ્લલ્લાહ - મુહમ્મદુર રસુલિલ્લાહમાં વ્યકત કરવામાં આવ્યુ છે. તેમ ઈસ્લામના ભાઈચારાથી જોડાયેલા છીએ. સમય પોતાની અસર ધરાવે છે. (પેજ...૮૪)
તમે અમને ઓટોમન કુરઆને શરીફની જે ભવ્ય કોપી અર્પણ કરેલ છે.... તે સિરિયાની અમારી ગોલ્ડન જ્યુબીલી મુલાકાતની એક અદભુત યાદગીરી રહેશે. (પેજ...૮૫)
આ મુલાકાત અમારી ગોલ્ડન જ્યુબિલી દરમ્યાન થઈ રહી હોવાથી તે નોંધપાત્ર રીતે એક જુદી મુલાકાત છે. આવો પ્રસંગ ઈસ્માઈલી કોમ, અમારા અનેક દોસ્ત બિરાદરો, અને અમારા માટે મહાન અને ઉષ્માભરી ખુશી લઈ આવે છે, અને આ બાબત ખાસ કરીને આ સમયે ખરી છે. અમે આ પ્રસંગે (ન માત્ર) અહીં તાજીકિસ્તાનમાં, પરંતું નદીની પેલીપાર પણ અમારી જમાતને એ ફરમાવવા ચાહીએ છીએ કે ઈમામના પ્રેમને કોઈ ભૌતિક સરહદો હોતી નથી. કોઈપણ પહાડ, કોઈપણ નદી, કોઈપણ રણપ્રદેશ, તેની જગતભરની જમાત માટેના ઈમામના પ્રેમને અટકાવી શકતા નથી. (પેજ...૮૬)
આજે જે સુંદર સૂર્ય આપણે જોઈ રહ્યા છીએ તે કાયમી રીતે તમારા હૃદયમાં અને તમારા આત્માઓમાં રહે.
ખાનાવદાન, ખાનાવદાન. (પેજ...૯૦)
ગરીબી ઓછી કરવાની સમસ્યાને હાથ ધરવા માટે અમુક એવી વિશેષ પહેલોની જાહેરાત કરી શકવાની અમે આશા રાખીએ છીએ, જેમાં માત્ર ગરીબીની ભૌતિક વ્યાખ્યા જ નહિ, પરંતુ તેની સામાજીક વ્યાખ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે. વધુમાં, અમારા માઈક્રો ક્રેડીટ કાર્યક્રમોને, તે જે સંસાધનો પ્રસ્તુત કરે છે તેના સંદર્ભમાં, તેમજ તે જે પ્રોડક્ટસ બનાવવા પામશે તેના સદર્ભમાં નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવામાં આવશે. (પેજ...૯૩)
છેલ્લાં પચાસ વર્ષો દરમ્યાન અમારો મોટાભાગનો સમય તમારા મૂળ દેશોને, તકો ઘરાવતા દેશો, એવા દેશો બનાવવાનો પ્રયાસ કરવામાં વ્યતીત થયો છે.... અમે અમારી જમાતને કદીપણ એ ફરમાવ્યું નથી - અમે તમને કદી પણ ફરમાવ્યું નથી કે તમારી જાતને માત્ર પશ્ચિમમાં સ્થાપિત કરો કે તમારી જાતને માત્ર પૂર્વમાં સ્થાપિત કરો. અને અમારી જમાતને અનેકવાર ફરમાવ્યું છે કે, તમે જ્યાં રહો છો, તમે જે કંઈ કરો છો, તમે જેવી રીતે રહો છો, તેમાં તમારા કુંટુંબો વચ્ચે સમતુલા રાખો, કે જેથી વિશ્વના વિવિધ ભાગોની અચોક્કસતાઓનો સામનો કરવાની તમારી પાસે ક્ષમતા હોય. (પેજ...૯૭)
દિવસ અથવા રાત્રીના કોઈપણ સમયે, અલ્લાહના નામનું, હઝરત અલી (અ.સ.)ના નામનું, ઈમામોના નામોનું સ્મરણ કરો, પરંતું ધર્મને તમારા રોજીંદા જીવનના ભાગરૂપ બનાવો. તમે તમારૂ ભૌતિક જીવન જીવતા હોતા નથી, અને અચાનક તેનાથી અલગ થઈ તમારા રૂહાની જીવન તરફ તમે જાઓ, અને વળી પાછા તમારા ભૌતિક જીવન તરફ પાછા આવો. એ ઈસ્લામ નથી - ઈસ્લામ સઘળા સમયે તમારા જીવનના ભાગરૂપ છે.... અને જો અર્થહીન આદતો (frivolous habits) હોય, તો એવી અર્થહીન આદતોને છોડી આપો. તેમાંની અમુક કેવળ અર્થહીન છે, બીજી અર્થહીન અને દુષ્ટ છે. બન્ને છોડી આપો. (પેજ...૯૯)
અમે જ્યારે આ અદભુત દરબાર માટે અહિં આવ્યા ત્યારે અમારી સાથે શું બન્યું તે વિશે અમે તમને જણાવવા ચાહીએ છીએ. અમે ઈમારતમાં દાખલ થયા અને દિવાલ ઉપર મોટા કાળા અક્ષરોમાં લખેલું હતું “Loading Ramp' (માલ ચડાવવા અથવા ઉતારવાનું સ્થળ). પરંતુ અમે અમારા રૂહાની બાળકોને ફરમાવવા ચાહીએ છીએ કે ઈસ્લામ ખુશીનો ધર્મ છે, માત્ર ગંભીરતાનો ધર્મ નથી. અને આપણે હસી શકીએ છીએ અને સાથે મળીને ખુશી થઈ શકીએ છીએ; આપણે જીવનમાં સારી વસ્તુંઓનો આનંદ માણી શકીએ છીએ અને અલ્લાહના આશિર્વાદો માટે તેનો આભાર માની શકીએ છીએ. અને જ્યારે અમે Loading Ramp (માલ ચઢાવવા અથવા ઉતારવાનું સ્થળ) વિશે તમને અમારી સાથે હસતા જોઈએ છીએ, અમે વિચારીએ છીએ: સરસ, જ્યાં સુધી તમે મોટા ભાગે તેની બીજી જગ્યાએ નકલ ન કરો ત્યાં સુધી એ ઘણી સારી વાત છે. (પેજ...૯૯/૧૦૦)
અમે એક ખુશહાલ, એક સંગઠિત જમાત, એક એવી જમાતની કલ્પના કરવા માંગીએ છીએ કે, જે જમાત હસવા માટેની સ્વતંત્રતાની લાગણી અનુભવે, અને એવી જમાત કે જ્યાં લોકો હસી શક્તા હોય, અને જ્યાં તેઓને એ બાબત વિશે ચિંતા કરવી ન પડે કે દરબાર હોલમાં ઈમામ ક્યા રસ્તેથી પધારશે. (પેજ...૧૦૧)
જે બીજી ચિંતા અમે ધરાવીએ છીએ તે આર્શિવાદની વિપરીત પરિસ્થિતિ છે. આર્શિવાદ એ છે કે સ્ત્રી-પુરુષો વધુ લાંબું જીવન જીવી રહ્યા છે. વિપરિત પરિસ્થિતિ એ સંભાળ છે કે જે તેઓ જેમ મોટી વયના થતા જાય તેમ તેઓએ મેળવવી જોઈએ અને મેળવવી જ જોઈએ..... જમાતમાંના બુઝુંર્ગો પોતાનું જીવન ગૌરવપૂર્વક જીવી શકે, તેઓ પોતાનું જીવન તેમના જીવનના અંત સુધી અસ્વીકાર્ય સ્થિતિમાં એકલા છોડી દેવાયેલ હોવાની લાગણીની સાથે નહિ, પરંતું પોતાની આજુબાજુ સ્નેહ હોવાની લાગણીની સાથે જીવી શકે. (પેજ...૧૧૬)
અમે ઘણાજ સદભાગી ઈમામ છીએ કારણ કે, અમારી જમાત ઉદાર છે. તેના સમયની સાથે ઉદાર, તેના જ્ઞાનની સાથે ઉદાર, તેના સાધનોની સાથે ઉદાર છે....આથી, એ સઘળાઓ કે જેઓએ સમય અને જ્ઞાન તેમજ ભૌતિક સહાય અર્પણ કરેલ છે તેઓને અમે અમારા ઉત્તમ, ઉત્તમ વહાલભર્યા દુ’આ-આશિષો ફરમાવીએ છીએ.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન. (પેજ...૧૧૬)
સ્મિત એક આશિર્વાદ છે. આપણે અલ્લાહના એટલા માટે જ શુક્રાનાઓ અદા નથી કરતા કે તે આપણું માત્ર દુન્યવી મુશ્કેલીથી રક્ષણ કરે છે; આપણે તેના શુક્રનાઓ એટલા માટે પણ અદા કરીએ છીએ કે તે આપણને જીવનમાં ખુશીઓ આપે છે.... અને અમે એવી આશા રાખીએ છીએ કે જીવન તમને ભવિષ્યમાં અનેક, અનેક વધારે સ્મિત અપર્ણ કરશે. (પેજ...૧૧૮)
આજે તમે જગતના અનેક જુદા જુદા સ્થળોમાંથી એકત્ર થયા છો, અને તમે અનેક રીતે જગતભરની અમારી જમાતના વૈશ્વિકરણનું પ્રતિનિધિત્વ કરો છો.... વૈશ્વિકરણની આ પ્રક્રિયા બેમાંથી એક બાબત કરી શકે છે: તે જમાતને યા તો વધુ મજબુત બનાવી શકે અને તરીકાના પાલનને વધુ મજબૂત બનાવી શકે અને જમાતને ભવિષ્ય માટે સારી રીતે તૈયાર કરી શકે; અથવા તો તે જમાતને અનેક જુદા જુદા દેશોમાં ફેલાવી દઈને જમાતને નબળી પાડી શકે, પછી તે સંગઠિત રહે નહિ, અને તેમની વિવિધ પ્રવૃત્તિઓમાં તે ફેલાઈ જવા પામે. (પેજ...૧૨૦)
એ અમારી આશા અને દુઆ છે કે, વૈશ્વિકરણની પ્રક્રિયાઓ જમાતને વધુ મજબુત બનાવશે, તે તમને અંખડતાની વધુ મજબૂત ભાવના, દિશા સૂચનની વધુ મજબૂત ભાવના, તમારા પોતાની અંદર ભાઈચારા અને સ્નેહની વધુ મજબૂત ભાવના પ્રદાન કરશે. તમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવો; દેશોની અંદર અને દેશોની પાર સાથે મળીને કાર્ય કરો, કે જેથી જમાતની ભવિષ્યની પેઢીઓ વૈશ્વિકરણની આ પ્રક્રિયામાંથી ફાયદો મેળવી શકે. આમ, આ પ્રક્રિયા તમારા માટે કાર્યશીલ બને અને તમે તેની અંદર બુદ્ધિશાળી રીતે અને કાબેલિયત પૂર્વક કાર્ય કરો, તે માટે અમે અમારા ઉત્તમ ઉત્તમ વહાલભર્યા દુઆ-આશિષો ફરમાવીએ છીએ. ખાનાવદાન. (પેજ...૧૨૦)
તમે આપણા પોતાના ઈતિહાસમાં, ઉમ્માહના ઈતિહાસમાં ભૂતકાળ પ્રતિ વિચાર કરો તો તમે દાખલા તરીકે, મધ્ય એશિયા સહિત જગતના વિવિધ ભાગોમાં એ મહાન ખલીફોના નામ જાણી શકશો, કે જેમણે એ સમયે ખિલાફતને વધુ મજબૂત બનાવવા માટે પોતાના સઘળા પ્રતિનિધિઓને જગતના કોઈપણ ભાગમાંથી જ્ઞાનને પાટનગરના શહેરમાં લઈ આવવા માટેના સૂચનો આપ્યા હતા. અને તેઓએ એ લક્ષ્યાંક સિધ્ધ કર્યું હતું. આથી એ મહત્ત્વનું છે કે અમારી જમાત, અને ખાસ કરીને જમાતમાંની યુવાન છોકરીઓ અને યુવાન છોકરાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે શિક્ષણ મૂળભૂત રીતે માનવ પ્રયાસનું એક મહત્ત્વનું પાસું છે. તેને તમારું બનાવો - જ્યારે તમે યુવાન હો, ત્યારે તેને તમારું બનાવો, જ્યારે તમે મધ્યમ ઉંમરના હો, ત્યારે તેને તમારું બનાવો, જ્યારે તમે બુઝુર્ગ હો, ત્યારે તેને તમારું બનાવો. (પેજ...૧૨૧)
અમારી જમાત આજે વૈશ્વિક પાસાઓના સંદર્ભમાં વિચાર કરે, કારણ કે જમાત એક વૈશ્વિક જમાત છે. આપણે મંદીનો સામનો કરી રહ્યા છીએ.... હવે પછીનાં થોડાં વર્ષો માટે સાવચેત બનો, અનુચિતપણે ભવ્ય રીતે નહિ રહો. 'ભવ્ય' યોગ્ય શબ્દ નથી અમને ફરમાવવું જોઈએ, ‘ઉડાઉ (spendthrift)' નહિ બનો. પરંતુ અમારા રૂહાની બાળકોએ એ બાબતથી વાકેફગાર રહેવું જોઈએ કે આ મંદી એ કઈં ઉત્તર અમેરિકન મંદી જ નથી - એ એક વૈશ્વિક મંદી છે, અને આથી, આપણને જરૂ૨ છે કે જ્યાં પણ તમે રહેતા હો, સંભાળપૂર્વક રહો.(પેજ...૧૨૧)
ઈસ્લામમાં ધર્મનું પાલન કાયમી, દરરોજનું, સર્વ સમયનું હોય છે - તમે તમારા ધર્મ મુજબ જીવન જીવો છો. અને આજે અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ: જમાતખાનામાં હાજરી આપવી, તમારી તસ્બીહ તમારી સાથે રાખવી, તમારી તસ્બીહમાં અલ્લાહના નામનું, હજરત અલી (અ.સ.)ના નામનું, ઈમામોના નામનું સ્મરણ કરવું, પરંતું તમારા ધર્મને તમારા જીવનમાં ઉપસ્થિત રાખવું તે સંપૂર્ણપણે અતિ આવશ્યક છે; કે જેથી તમે દીન અને દુનિયા વચ્ચે સમતુલા રાખો, કે જેથી જે રીતે તમે જીવન જીવો છો તેમાં ધર્મની નિતીમત્તાઓ કાયમી રીતે તમારી માનસિકતાના ભાગરૂપ બની રહે; કારણ કે અમને સંપૂર્ણ ખાતરી છે કે આ એક એવો સિધ્ધાંત છે કે જેને પેઢીઓની, પેઢીઓની, પેઢીઓ સુધી જાળવી રાખવો જોઈએ.(પેજ...૧૨૨)
જો તમે આપણા આજના જગતનો વિચાર કરો છો, તો તમે એ દેશોનો વિચાર કરો છો કે જ્યાં જમાતી સંસ્થાઓ ઉપસ્થિત નથી, બંધારણીય સંસ્થાઓ ઉપસ્થિત નથી, જમાતખાનાઓ ઉપલબ્ધ નથી; ત્યાં જમાત અને ઝમાનાના ઈમામ દ્વારા હજું ઘણું કાર્ય કરવાનું બાકી છે. અને એ ઘણું જ મહત્વનું છે કે તકની આ સમાનતા જગતભરની જમાત માટે લક્ષ્યાંક બની રહેવું જોઈએ. (પેજ...૧૨૨/૧૨૩)
આ એક દરબાર એક ઐતિહાસિક અને બહુમતવાદી (pluralistic) યુરોપિયન દેશ ફ્રાન્સમાં થઈ રહેલ છે, કે જે પોતાની સરહદોની અંદર યુરોપમાંની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવે છે. આ યુરોપિયન દેશ પોતાના ઈતિહાસના જુદા જુદા સમયે, પછી તે આફ્રિકા, સબ સહારન આફ્રિકા, મઘરીબ એશિયા, કે મધ્યપૂર્વમાં હોય, ઉમ્માહ સાથે અસાધારણ ઐતિહાસિક સંપર્ક ધરાવતો હતો. આથી, આપણે એક એવા દેશમાં છીએ કે જે મુસ્લિમ જગતને જાણે છે; આથી, આપણે અહીં એક એવા દેશમાં છીએ કે જે ઈસ્લામમાં તફાવતોને સમજે છે અને જેણે અમારા કુટુંબને અને અમને તેમજ ઈમામતની સંસ્થાઓને ઘણા, ઘણા જ લાંબા સમયથી આવકારેલ છે અને જે આપણને ઉત્તમ સ્થિતિઓમાં પ્રોત્સાહનની સાથે કાર્ય કરવા શકિતમાન બનાવે છે. અને આજે અમે જાહેર રીતે ફ્રાન્સનો આભાર વ્યકત કરવા ચાહીએ છીએ. (પેજ...૧૨૬)
શીઆ ઈસમાઈલી ઈસ્લામના તરીકાની જુદી જુદી કડીઓને વધુ મજબૂત બનાવવાનું, તેની ઓળખને વધુ મજબૂત બનાવવાનું, તેનો બહુમતવાદ (pluralism) સમજવામાં આવે, ભાઈચારાની લાગણી સરહદોની પાર જાય તે અર્થેનું હતું, કે જેથી જગતના એક ભાગમાંના મુરીદો એ જાણે કે તેઓ અન્ય જગ્યાઓએ પોતાના ભાઈઓ અને બહેનો ધરાવે છે. બીજું, અમે એ બાબતની ખાત્રી કરવા માંગતા હતા કે શીઆ ઈસમાઈલી ઈસ્લામના તરીકા અને ઈસ્લામમાંની અન્ય કોમો વચ્ચેના સંબંધો આગળ વધવા પામે, કે જેથી આપણા અર્થઘટનો, પ્રસંગોપાત અલગ હોય, તેમ છતાં હકીકત એ છે કે, આપણે મુસ્લિમ છીએ. ઈસ્લામના લોકો વચ્ચેની એકતા એ બીજું પાસું છે કે જેને વિકસાવવાનો અમે પ્રયાસ કરેલ છે. (પેજ...૧૨૬/૧૨૭)
જેઓ ઈમામની સૌથી વધારે નજદીક કાર્ય કરે છે, તેઓ એ લોકો છે કે જેઓ ઈમામ તરફથી અતિ વધારે દબાણ અનુભવે છે. આથી, અમે એ બાબતથી સારી રીતે વાકેફ છીએ કે જેઓ અમારી નજદીક છે તેઓ અમારી દ્રષ્ટિ હેઠળ છે; જેઓ થોડા વધુ દૂર છે, તેઓ જે અદભૂત કાર્ય કરે છે. તે અમે સઘળું જોઈ શકીએ છીએ. (પેજ...૧૩૦)
૧૩મી ડીસેમ્બર ૨૦૦૮ના અમારા જન્મદિન પ્રસંગે કે જે અમારી ગોલ્ડન જયુબિલી ઉજવણીનું સમાપન પણ દર્શાવે છે. (પેજ...૧૩૧)
જમાતના સમગ્ર ઈતિહાસ દરમિયાન, ફાતિમીદ સમય દરમ્યાન પણ, ઈસમાઈલી તરીકાનું એ એકધારૂ લક્ષણ રહ્યું છે કે એ ક્રિયાઓ કે જે ખાસ કરીને આપણા તરીકાની હોય અને તે કે જે શરીયતના ભાગરૂપે, અલબત સાંપ્રદાયિક વિશિષ્ટતાઓ સાથે, બધા મુસ્લિમો માટે સર્વ સામાન્ય હોય, તે વચ્ચે પુરકતા રહી છે. આના ઉદાહરણોમાં નમાજ અને દુઆ વચ્ચેનું ઐતિહાસિક સહઅસ્તિત્વ તેમજ અંગત ઈબાદત અને વ્યકિતગત શોધનો વિચાર છે, કે જેનું ઈસ્લામમાં મહત્વનું સ્થાન છે. કારણકે તે ધર્મના જીવન સાથેના સંબધથી નિસ્બત ધરાવે છે. આ દ્રષ્ટિકોણના કારણે, શિયા ઈસમાઈલી ઈસ્લામમાં, ઝમાનાના ઈમામ વિવિધ બંદગીઓ, તસ્બીહો, બયતુલખ્યાલ, કસીદાઓ ગીનાનોને માન્ય કરે છે, કે જેના દ્વારા એક વ્યકિત ઈલાહી તત્વને આધિન થઈ શકે છે. અને દુન્યવી જીવનના ભૌતિકવાદની સામે, તેમજ રોજીંદા જીવનના બીજા અનેક પડકારો સામે તેને અથવા તેણીને સુરક્ષિત રાખી શકે છે. (પેજ...૧૩૫)
આ સદર્ભમાં અમે અમારી સંસ્થાઓને સુચન કર્યું છે કે લગભગ આવતા વર્ષોમાં વિશ્વની જમાતોને, શીઆ ઈમામી ઈસમાઈલી નમાજનું નિયમ અનુસાર, એક સરખું લખાણ ઉપલબ્ધ કરવામાં આવે, જેને અમે મંજૂર કરેલ હશે. આ લખાણ, જે ઐતિહાસિક રીતે જમાતમાં અમલમાં રહેલા નમાજના ઘણા ખરા સ્વરૂપો સાથે અને ઈસ્લામની બીજી ઘણી વિચારધારાઓ સાથે સંપૂર્ણપણે સુસંગત છે, તે આપણા તરીકામાં વંશપરંપરાગત ઈમામતની કેન્દ્રીયતાને પ્રતિબિંબ કરશે. તે ઈમામે ઝમાન દ્વારા માર્ગદર્શિત કરાયેલી દરેક વ્યકિતની અંગત શોધના સિધ્ધાંતનો અને એક સમાન માનવજાતના વિચારની જમાતની ઐતિહાસિક વચનબદ્ધતાનો પણ એકરાર કરશે. (પેજ...૧૩૫/૧૩૬)
આ સિધ્ધાંતો નિકાહના એકસરખા લખાણમાં પણ પ્રદર્શિત થશે.
અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉત્તરીય પાકિસ્તાનના નાસિર ખુશરૂની પ્રણાલિકાવાળા ઘણા સભ્યો અત્યારે પશ્ચિમ જગતમાં વસે છે. "ચિરાગ રોશન"ની વિધિ તેઓની પ્રણાલિકાનો અંતર્ગત ભાગ છે, અને તેથી, અમે અમારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે, જેટલું શક્ય હોય એટલું જલ્દી, એક સમાન લખાણ ઉપલબ્ધ કરાવે કે જે આ વિધિના અમલીકરણ વખતે ઉપયોગમાં લાવી શકાય. આ લખાણ પણ અમે જે સિધ્ધાંતોનો ઉલ્લેખ કરી ગયા તેને પ્રતિબિંબિત કરશે. (પેજ...૧૩૬)
નાણકીય સેવાઓ, જેવી કે બચત યોજનાઓ, શૈક્ષણિક લોન, આરોગ્ય વીમા, પેન્શન, ગીરોખત (Mortgages) અને વ્યાપાર વિકાસ.
જમાતના જે સભ્યો તેમાંથી સંભવિતપણે લાભ મેળવવાના છે. આ પ્રયોજનાઓમાં ભાગીદારો તરીકે સહભાગી બનાવવામાં આવશે.... જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમને લાભાર્થીઓ કઈ રીતે જોઈ રહ્યા છે, તેની માહિતી મેળવવા માટે તેમને સાંભળવાનું છે, કે જેથી આ વિવિધ સમાજોમાં એ કાર્યને આપણે નિયમિત ધોરણે વ્યવસ્થિત બનાવી શકીએ. (પેજ...૧૩૮)
અમે માહિતી અને જ્ઞાનની આપલે કરવા અને ઉપયોગ કરવા તેમજ આપણી સંસ્થાઓને નિષ્ણાત સહાય પુરી પાડવા માટે એક ગોલ્ડન જ્યુબિલીની પહેલ તરીકે જમાતી (quality of life resource Center) "ક્વાલીટી ઓફ લાઈફ રીસોર્સ સેન્ટર"ની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરેલ છે. આ રિસોર્સ સેન્ટર એંગ્લેમો ખાતે સ્થિત હશે અને આથી, આવનારા વર્ષોમાં આ સંસ્થાની કામગીરીનું અમે પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકીશું. (પેજ...૧૩૯)
અર્લી ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટ આધુનિક સમાજની એક લાક્ષણિકતા બની રહેલ છે, અને મનોલક્ષી વિજ્ઞાને (Neuroscience) આજે એવું દર્શાવી આપ્યું છે કે બાળપણના પ્રારંભિક વર્ષોમાં જ નાની ઉંમરની વ્યકિતઓ કે જ્યારે મોટી થતી હોય છે ત્યારે જ તેમની કાબેલિયતો શ્રેષ્ઠ રીતે વિકાસ પામે છે.... આ બાબત અસરકારક રીતે, ઝડપી રીતે કરી શકાય તેમ છે, અને એ મુળભુત રીતે અમારી રૂહાની દીકરીઓના હાથમાં રહેશે.... આ નવીન તકો આપવા માટે જમાતને સહાય કરો, ઈમામને સહાય કરો. (પેજ...૧૪૦)
જેઓ જોખમમાં છે, તેઓની સમસ્યાઓને ઉકેલવામાં આપણે સફળ નથી થયા. આપણે એ જાણતા નથી કે એ ભૂકંપ સંબંધી જોખમ ક્યારે થવા પામશે, પરંતું આપણે એ જાણીએ છીએ કે ત્યાં જોખમ રહેલું છે. આપણે એવો દંભ ન કરી શકીએ કે આપણે તે જાણતા નથી. (પેજ...૧૪૨)
આપણને મુસ્લિમ સમુદાયો વચ્ચે સંબંધો જોડવા જોઈએ.... આપણે તેમની સાથે એવી મૂલ્યપધ્ધતિ (value system)ની આપલે કરીએ કે જે મુસ્લિમ મૂલ્યપધ્ધતિ હોય. એક વખત એ બાબત મુસ્લિમ મૂલ્ય પધ્ધતિ એ મૂલ્યપદ્ધતિ અને તે ઘણી જ મજબૂત મૂલ્યપદ્ધતિ છે, એ સમજાઈ જાય તો તે આ દેશોની માનસિકતાના ભાગરૂપ બની રહેશે, અને તેઓ એ મૂલ્યપધ્ધતિમાં ગૌરવ અને આત્મવિશ્વાસ તેમજ સુખ મેળવી શકશે, પરંતુ તે એક સાચી નૈતિક પધ્ધતિ હોવી જોઈએ અને ફક્ત રાજકારણથી જ દોરવાયેલી હોવી જોઈએ નહી. જો તે રાજકરણથી દોરવાયેલ પધ્ધતિ હોય, તો આપણને તેનાથી ઘણે દૂર રહેવું જોઈએ, કારણ કે આપણને રાજકારણ અને દીનને ભેગા કરવા જોઈએ નહિ. અમે માનીએ છીએ કે આ એક મહત્વનો સંદેશ છે. (પેજ...૧૪૪)
એવી કઈ મૂલ્યપધ્ધતિયો છે કે, જેને તમારે આગળ લઈ જવાની જરૂર છે, કારણકે જેમ સમય આગળ વધતો જાય છે, તેમ તમારી પાસેથી અમૂક મૂલ્યપધ્ધતિઓમાં પરીવર્તન ક૨વાની અપેક્ષાઓ રખાશે. સ્વતંત્રતા, સ્વચ્છંદતા બનવાની વલણ ધરાવતી જાય છે. (Freedom is tending to Become licence) એ સ્વીકાર્ય નથી. સ્વતંત્રતાનો દુરપયોગ એ સ્વતંત્રતાનો ગેરઉપયોગ કરવો છે. અને આથી અમને લાગે છે કે આપણને ઘણી જ સંભાળ લેવી જોઈએ કે આપણે આપણા ધર્મની નીતિમત્તાને સમજીએ. આપણા ધર્મની નીતિમત્તાને વફાદાર રહીએ. અને બીજાઓને એની સમજણ આપીએ કે અમારી પાસે અમારી પોતાની નીતિમત્તા છે. આપણે તેઓને આપણી સઘળી નિતીમત્તામાં સહભાગી બનવાનું જણાવવું જોઈએ નહિ, અને ન તો તેઓએ આપણને સહભાગી બનવાનું જણાવવું જોઈએ. ખાસ કરીને જ્યારે આપણને લાગે કે જીવનના સિધ્ધાંતો વિવિધ લોકો, વિવિધ સરકારો વગેરે વચ્ચે સ્પષ્ટ રીતે અલગ છે. અમારી જમાત એ સારી રીતે જાણે છે કે અમારા મંતવ્ય પ્રમાણે, અમે બાંધછોડ કરેલ નથી, અને અમે બાંધછોડ કરીશું નહીં, કારણકે અમે માનીએ છીએ કે આપણી તરફ દષ્ટિ કરવાનું, અને અમે એવી આશા રાખીએ છીએ કે તેને સમજવાનું અને આપણી પધ્ધતિઓનું બહુમૂલ્ય કરવાનું બાકીના જગત ઉપર રહેલું છે. અમે દાખલા તરીકે દીન અને દુનિયા તરફના વલણનો નિર્દેશ કરીએ છીએ. બેશક, અમે તેનાથી આગળ જઈશું, અમે માનીએ છીએ કે આપણી પાસેથી શીખવા માટે તેઓની પાસે ઘણું રહેશે આથી, સામાજીક સંબંધોમાં અમર્યાદિત સ્વતંત્રતાને ક્ષણિક વિચારણાઓને સંતુષ્ટ કરવા માટે અથવા નસીલા પદાર્થોનો ઉપયોગ, કે જે અંતે અનેક અનેક લોકો માટે જીવનની ગુણવત્તા માટે પ્રતિકુળ બની રહેશે, તેને આપણી મૂલ્યપધ્ધતિઓમાં આડે આવવા માટે બાંધછોડોને પરવાનગી આપવાનો અમારો કોઈપણ, જરાપણ ઈરાદો નથી. (પેજ...૧૪૪/૧૪૫)
આપણે બીજાઓ સાથે કાર્ય કરવાનો પ્રયાસ કરીશું; આપણે પૂલો બાંધવાનો પ્રયાસ કરીશું, પરંતુ આપણી મુલ્યપધ્ધતિઓ અથવા આપણી ઓળખના ભોગે કદી પણ નહિ. એ બાંધછોડ છે કે જે આપણે નહિ કરીશું. (પેજ...૧૪૫)
૧૦ વર્ષોમાં, ૧૫ વર્ષોમાં, ૨૦ વર્ષોમાં, ઈન્શાઅલ્લાહ જમાતને અમે ક્યાં જોવા ચાહીએ છીએ એ તમને સમજવાનું છે. તે એ છે કે જે મહત્વનું છે. (પેજ...૧૪૫)
અમે ઉમ્માહના બીજા કોઈ એવા વિભાગ વિશે વિચાર કરી શકતા નથી કે જેઓ આપણે જેવી ધરાવીએ છીએ તેવી આગેવાની ધરાવતા હોય, અને તે આપણું સુંદર સદભાગ્ય છે. (પેજ...૧૪૭)
અમે તમારા માટે મહત્વકાંક્ષી છીએ, પરંતુ તમારા માટે મહત્વકાંક્ષી સાચી રીતે, જેવી રીતે એક પિતા અને માતા તેના બાળક માટે મહત્વકાંક્ષી હોય છે, તે ઈચ્છે છે કે તેઓ સારી રીતે, યોગ્ય રીતે અને નૈતિક રીતે કાર્ય કરે. (પેજ...૧૪૮)
અમે આજે તમારાથી શારિરીક રીતે વિદાય લઈ રહ્યા છીએ, અમે હંમેશા તમારી સાથે છીએ, અમે તમારી સંભાળ રાખીએ છીએ, અમે તમારા વિશે વિચારીએ છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ જાણો કે અમે હંમેશા અમારી જમાત સાથે છીએ. અમારી જીંદગીમાં અમારા માટે ક્યારેય પણ જમાતની સેવા કરવા સિવાય બીજું કંઈપણ મહત્વનું રહેલ નથી.
ખાનાવાદાન. ખાનાવાદાન. (પેજ...૧૪૮)