ગોલ્ડન જ્યુબીલી ફરમાન
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
વર્ષ - ૨૦૦૭-૨૦૦૮
તારવણી
નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું :-
અમારા વહાલા રૂહાની બચ્ચાઓ,
આ મુલાકાત દરમ્યાન, અમે યુનાઇટેડ સ્ટેટ્સમાંની અને બીજા અનેક દેશોમાંની અમારી જમાત સાથે અમારી ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરીશું, અને જમાતના આગેવાનો સાથે, અમે અમુક સંખ્યાના એવા લક્ષ્યાંકો નક્કી કર્યા છે કે જે અમે આ વર્ષના અંત પહેલા હાંસલ કરવા ચાહીએ છીએ. અને અમુક એ લક્ષ્યાંકો શું છે તે સંબંધી અમે અમારી જમાતને જણાવવા ચાહીએ છીએ (પેજ...૪૧)
બુઝુર્ગોની સંભાળ લેવી જોઈએ અને એ બાબતની ચોકસાઈ કરવી જોઈએ કે તેઓ પણ પોતાનું જીવન શાંતિપૂર્વક અને માન-મર્તબાની સાથે જીવી શકે, અને એવી લાગણી ધરાવે કે તેઓને વહાલ કરવામાં આવે છે, અને તેઓનું ધ્યાન રાખવામાં આવે છે. તેમજ તેઓની સંભાળ લેવામાં આવે છે. (પેજ...૪૧)
અમારું ત્રીજુ લક્ષ્યાંક, તમે જે સઘળા દેશોમાં રહો છો તેને તકના સ્થળો, એવા સ્થળો બનાવવા માટે કાર્ય કરવાના પ્રયાસો ચાલું રાખવા અંગેનું છે કે જ્યાં તમે શાંતિપૂર્વક જીવન જીવી શકો, એવા સ્થળો કે જ્યાં ભવિષ્યની પેઢીઓ સારી પરિસ્થિતિઓમાં શિક્ષિત બની શકે, એવા સ્થળો કે જ્યાં સલામતી હોય, એવા સ્થળો કે જ્યાં આરોગ્ય-સંભાળની પહોંચ હોય, એવા સ્થળો કે જ્યાં તમે એક પેઢીથી બીજી પેઢી સુધીનું આયોજન કરી શકો. આથી, અમે અમારૂં કાર્ય ચાલું રાખીશું.(પેજ...૪૨)
તમે તમારા ધર્મના પાલનને નીકટતાથી વળગી રહો, તમે જમાતખાનામાં નિયમિત હાજરી આપો, અને તમે તમારા ધર્મની નીતિમત્તાઓ મુજબ જીવન જીવો, કારણ કે એવું નથી કે એક સમયે તમે તમારા ધર્મમાં હો છો અને બીજા સમયે તમારા ધર્મમાંથી બહાર હો છો. તમે આ પૃથ્વી ઉપર જે દરેક સેંકંડ જીવન જીવો છો ત્યારે તમે તમારા ધર્મમાં હો છો. અને આથી, તમે જમાતખાનામાં હાજરી આપવા શક્તિમાન ન હો, તો પછી ઓછામાં ઓછું તમારી સાથે તસ્બીહ રાખો અને તમારા ધર્મ પ્રતિ વિચાર અર્પણ કરો. અને તમે તસ્બીહ વડે "યા અલ્લાહ, યા મુહમ્મદ, યા અલી"નું સ્મરણ કરી શકો છો. પરંતુ તમારા ધર્મને તમારા રોજીંદા જીવનના ભાગરૂપ રાખો, અને તેને ધર્મમાં પ્રસંગોપાતના પ્રવેશ તરીકે નહિ રાખો. પસંગોપાતની આ બાબત ઈસ્લામના આપણા તરીકાના ભાગરૂપ નથી. (પેજ...૪૩)
અમને જણાવવામાં આવ્યું છે કે કોઈ અમારા માટે તમારી બિરીયાનીમાંથી થોડો ભાગ લઈ આવશે. આથી, તમે જે બિરયાની ખાશો તેમાંથી જ અમે પણ ખાઈશું. અને અમે ચાહીએ છીએ કે ખુશીના આ દિવસે, તમે વાસ્તવિક ખુશી ધરાવો, ચિંતાઓ નહીં(પેજ...૪૪)
અમે છેલ્લે જ્યારે ભારતમાં હતા અને તેનાથી પણ અગાઉના સમયથી, આ મહાન દેશે ભવ્ય પ્રગતિ કરી છે, અને આ પ્રગતિ સ્થિર છે, તે વિશ્વાસપાત્ર પ્રગતિ છે, તે જગતભરમાં સન્માન પામેલ પ્રગતિ છે. અને આથી, આજે ભારત, અહીંની અને અન્ય સ્થળની અમારી જમાત માટે નોંધપાત્ર તક ધરાવતો એક દેશ છે. (પેજ...૪૬)
અમે આ ગોલ્ડન જ્યુબીલી વર્ષ માટે સંખ્યાબંધ લક્ષ્યાંકો નક્કી કર્યા છે. પ્રથમ એ છે કે જે વિવિધ દેશોને વિશેષ ધ્યાનની જરૂરત છે, ત્યાં અમે તેઓને શાંતિ, સુશાશન પુન: સ્થાપિત કરવા, સમાનતાનું નિર્માણ કરવા... સહાય કરવાના પ્રયાસો ચાલું રાખીશું કે, જેથી આ દેશોમાંની સઘળી પ્રજા ભવિષ્ય પ્રતિ આશા અને વિશ્વાસપૂર્વક, સલામતી પૂર્વક તેમજ અમે ફરમાવ્યું છે તેમ વિશ્વાસની સાથે દ્રષ્ટિ કરી શકે. (પેજ...૪૬)
અમે એવું જાણવા નથી ચાહતા કે અમારી જમાતના સભ્યો ગરીબીમાં રહે છે. આથી, અમે આશા રાખીએ છીએ કે આ વર્ષના અંત પહેલા, અમે અમારી જમાતને એવી પ્રયોજનાઓની જાણ કરીશું કે જેઓ ઘણા ગરીબ છે, તેમને ગરીબીમાંથી પોતાનો માર્ગ કાઢવા, ભલે પછી તેને અમુક પેઢીઓ પણ લાગી જાય , તેના માટે તેઓને સહાય કરવા સ્થાપિત કરીશું. (પેજ...૪૬)
ત્રીજું: જીવન, માનવજીવન અલહમ્દોલ્લિાહ, વધું લાંબું થઈ રહ્યું છે. પુરષો અને મહિલાઓ, વધારે સારી પરિસ્થિતિઓમાં અને વધારે લાંબા જીવનકાળની સાથે વધુ લાંબુ જીવે છે, પરંતું આપણા કુટુંબો પહેલા જેમ હતા તેમ તે અખંડિત કુટુંબો રહ્યા નથી. અને આથી, બુઝુર્ગ લોકોને જમાતની સંભાળની જરૂરત છે, તેઓને ઈમામની સંભાળની જરૂરત છે, તેઓ જેમ મોટી ઉંમરના થતા જાય તેમ તેઓ પ્રતિષ્ઠાની સાથે રહેવા શકિતમાન બને તેની જરૂરત છે. અને આથી, આશા છે કે, જ્યુબિલી વર્ષના અંત પહેલા જમાતમાં બુઝુર્ગ લોકોને પ્રતિષ્ઠાની સાથે, સન્માનપૂર્વક અને જીવનની એક સ્વીકૃત ગુણવત્તાની સાથે રહેવા સહાય કરવા તમને સંસ્થાકીય કાબેલિયત ઉપલબ્ધ કરાવવા માટે અમે કાર્ય કરીશું. (પેજ...૪૬)
ભારત એક અનેકતાવાદી (Pluralist) દેશ છે, અને એ એક આશિર્વાદ છે કે ભારતીય સમાજ અનેકતાવાદી સમાજ છે, કારણ કે કુરઆન ઘણું જ સ્પષ્ટ છે. અલ્લાહ ફરમાવે છે, "અમે તમને અનેક કબીલાઓમાં, અનેક રીતે પેદા કરેલ છે, કે જેથી તમે એક બીજાને જાણી શકો." પરંતુ તે એમ પણ ફરમાવે છે કે "અમે તમને એક જ નફ્સમાંથી, એક જ નફ્સમાંથી પેદા કરેલ છે.” એ સંપૂર્ણ માનવજાતિની અજોડતાની, ઐક્યતાની એક અનુપમ અભિવ્યકિત છે. આથી, એ અમારી આશા છે, અમારી જમાત ભારતમાંની સઘળી કોમો સાથે મજબૂત સંબંધોનું ઘડતર કરશે, કે જેથી લોકોની વચ્ચે શાંતિ હોય, કે જેથી તમે સાથે મળીને કાર્ય કરી શકો અને તમે અહીં ભારતમાં, તમારી અને તેમની ભવિષ્યની પેઢીઓ માટે સાથે મળીને નવીન તકોનો વિકાસ કરી શકો. (પેજ...૪૭)
ભારતમાં તમારૂ ભવિષ્ય, ઔધોગિક જગત સહિત, જગતભરમાં તમારૂં ભવિષ્ય જ્ઞાનના તમારા સંચાલન (management of knowledge) ઉપર નોંધપાત્ર રીતે આધાર રાખે છે. પચાસ વર્ષો પહેલા માનવજાતિને ઉપલબ્ધ જ્ઞાનનું પ્રમાણ આજે તે છે, તેની સરખામણીમાં એ ઘણુંજ નાનુ હતું. આજે, દરેક સેંકંડે, દરેક શ્વાસે, માનવજાતિ માટે વધારે પ્રમાણમાં જ્ઞાન ઉપલબ્ધ થતું જાય છે. આથી, શિક્ષણ કદી ૫ણ હતું તે કરતાં વધારે મહત્વપૂર્ણ બનવા પામેલ છીએ. (પેજ...૪૭/૪૮)
યાદ રાખો કે અમારા દાદાશ્રી ફરમાવતા હતા તેમ, "તમે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકો છો, પરંતું તમે તેને પીવડાવી શકતા નથી." તેનો અર્થ એ થાય છે કે તમે જ્ઞાન ઉપલબ્ધ કરાવી શકો છો, તમે માર્ગદર્શન ઉપલબ્ધ કરાવી શકો છો, પરંતું જો વ્યક્તિ એ જ્ઞાનનો અને એ માર્ગદર્શનનો ઉપયોગ કરવાનું પસંદ ન કરે, તો કોઈપણ તેમ કરવા માટે તેને દબાણ કરી શકે નહીં. (પેજ...૪૮)
અમે અમારી જમાતને ફરમાવીશું, એ ભૂલતા નહીં કે દીન અને દુનિયાનું એકસાથે, સમાંતર રીતે અનુકરણ થવું જોઈએ. ઈસ્લામમાં તમે દીન માટે દુનિયાને ત્યજી દેતા નથી, પરંતું તમે દુનિયા માટે દીનને (પણ) ત્યજી દેતા નથી. તેઓને એક સાથે રાખીને જીવન જીવવું જોઈએ. આપણે આપણા ધર્મની નીતિમત્તા મુજબ જીવન જીવીએ છીએ. આપણે એ ધર્મ મુજબ દરરોજ જીવન જીવીએ છીએ. અને દુ'આ-બંદગીના સામાન્ય કલાકોની બહાર, જો એવા સમયો હોય કે જ્યારે તમે સહાય મેળવવાનો પ્રયાસ કરવાની ઈચ્છા ધરાવતા હો, તો તમારી સાથે તમારી તસ્બીહ લો, તમારી સાથે તમારી તસ્બીહ રાખો અને યા અલ્લાહ, યા અલી, યા મુહમ્મદનું સ્મરણ કરો. તમારી સાથે તમારી તસ્બીહ લો, પરંતું ભૌતિક બાબતોના જગત માટે ધર્મના જગતને છોડી આપો નહિ. (પેજ...૪૮)
લક્ષ્યાંકને હાંસલ ક૨વા માટે, સંગઠીત બનવાની જરૂરત છે, આથી જમાત માટે અમારી પ્રથમ દુ'આ એ છે કે તમે એક મોટા કુટુંબ તરીકે જીવન જીવો, ભાઈચારાની અંદર, બહેનપણાની અંદર સંગઠિત બનો, એકબીજાને સહાય કરો, સાથે મળીને કાર્ય કરો, બીજું, એ યાદ રાખો કે જ્ઞાન અતિ આવશ્યક છે. માનવ ઈતિહાસમાં વર્તમાન સમયમાં, ઓધોગિક જગતમાં જ્ઞાનનું ભારે કેન્દ્રીયકરણ થયેલું છે. પરંતુ , જગતભરના વધુ અને વધુ લોકો માટે, તે જ્ઞાન વધું અને વધું ઉપલબ્ધ બનતું જાય છે, પરંતુ અમારા અભિપ્રાય પ્રમાણે, તે પૂરતી ઝડપે થઈ રહ્યું નથી. અને આથી, અમે જગતભરના અમારા મુરીદોને ફરમાવ્યું છે, તમારામાંના જેઓની પાસે જ્ઞાન છે, અને તમારામાંના જેઓ સમય ઉપલબ્ધ કરાવી શકે તેમ છે તો મહેરબાની કરીને જગતભરની જમાતો માટે તે જ્ઞાન અને તે સમય ઉપલબ્ધ બનાવો, કે જેથી જે ઉત્તમ જ્ઞાન આપણી પાસે છે, અને જે ઉત્તમ સમય ઉપલબ્ધ કરાવી શકાય તેમ હોય, તેને આપણે જગતભરની સઘળી જમાતો માટે સાથે લઈ આવી શકીએ. (પેજ...૪૯)
તમે જે અતિ સુંદર ભેટ અર્પણ કરી છે.... તે ખંજર (dagger) માટેનો એક નાનકડો સુંદર હાથો છે, પરંતું તેમાં ખંજર નથી - જે ઘણી જ સારી બાબત છે. અને એ હાથો એક ઘોડાના આકારમાં છે, અને ઘોડો, ઈસ્લામની સંસ્કૃતિમાં ખરેખર ઘણો, ઘણો જ મહત્વપૂર્ણ છે, અને અમારા કુટુંબ માટે બેશક તે ઘણો જ મહત્વપૂર્ણ છે. (પેજ...૫૦)
આ જમાતમાં અમે અનેક બાળકો જોયા છે. અને જયારે બાળકો મોટી વયની એક વ્યકિતનું ચિત્ર દોરે છે, ત્યારે તેઓ શું કરે છે ? તેઓ એક વર્તુળ બનાવે છે, અને આંખો માટે તેઓ બે બિંદુઓ મૂકે છે, અને જો એ વ્યકિત ખુશ હોય તો, તેઓ મોઢું ઉપરની તરફ જતું દોરે છે, અને જો એ વ્યક્તિ ખુશ ન હોય, તો તેઓ મોઢું નીચેની તરફ જતું દોરે છે. અમે જમાતમાં તમામ મોઢાઓ ઉપરની તરફ જતા જોવા ચાહીએ છીએ.(પેજ...૫૦)
અમે સર્વ સમયે, સર્વ સમયે - અમારી દુ'આઓમાં, અમારા હ્રદયમાં, અમારા વિચારોમાં તમારી સાથે છીએ.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન. (પેજ...૫૦)
જેઓએ આગેવાનીના હોદ્દાઓ - અમુક સમયે જાણીતા, અમુક સમયે બીન જાણીતા હોદ્દાઓ ઉપરથી જમાતની સેવા કરી છે, જેઓએ છેલ્લા પચાસ વર્ષો દરમ્યાન આટલી અદ્દભૂત સેવા કરી છે....અમે તેઓની સેવાને ભૂલી ગયા નથી. (પેજ...૫૨)
તે જ્ઞાનનો વિચાર (Notion of knowledge) છે. જ્ઞાન માનવજીવનના ભાગરૂપ છે. તે માનવજીવનનું એક એવું પાસું છે કે જેમાં મુસ્લિમોને સામેલ થવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, પરંતું એક ઉદ્દેશની સાથે, અલ્લાહના સર્જનને વધુ સારી રીતે સમજવા માટે તેમાં શામેલ થવું જોઈએ. અને આથી, જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવો એ દરેક મુસ્લિમની તેના સમગ્ર જીવનકાળ દરમ્યાન, એક ફરજના ભાગરૂપ છે. અને એ જ્ઞાનનો ઉપયોગ લોકોના ફાયદા માટે કરવો એ ઈસ્લામની નીતિમત્તા છે. (પેજ...૫૩)
એ ધ્યાનમા રાખો કે જ્ઞાન એ એક બદલાઈ રહેલું ચિત્ર છે. (પેજ...૫૩)
બીજું લક્ષ્યાંક જે અમે નક્કી કરેલ છે તે આપણી જમાતમાંની બુઝુર્ગ વયની પેઢીઓના જીવનની ગુણવત્તાની સુધારણા કરવાના માર્ગો શોધી કાઢવાનો પ્રયાસ કરવાનું છે.... ક્ષમતાઓનું ઘડતર કરવા આપણે તકો, પ્રયોજનાઓ, સંસ્થાઓ અને તેના માટે જે પણ જરૂરી હોય તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું. (પેજ...૫૪)
અમે જે ત્રીજું લક્ષ્યાંક ધરાવીએ છીએ તે જમાતની સેવા કરવા માટે, આપણા મુસ્લીમ ભાઈ-બહેનોની સેવા કરવા માટે, આપણે જે દેશોમાં રહીએ છીએ તેની સેવા કરવા માટે જગતભરમાંની આપણી સંસ્થાઓને મજબૂત બનાવવાનું છે. (પેજ...૫૪)
કેન્દ્રીય મૂલ્યો એ તમારા છે અને તમારા રહેવા જોઈએ, ભલે પછી તમે ક્યાંય પણ રહેતા હો. અને ઈસ્લામમાં મૂળભૂત રીતે મહત્વપૂર્ણ કેન્દ્રીય મૂલ્યોમાંનું એક દીન અને દુનિયા વચ્ચેની સમતુલા છે. તમે એકને માટે બીજાને ત્યજી દેતા નથી. તમે તમારા જીવનકાળ દરમ્યાન એ બન્નેને સાથે રાખીને જીવન જીવો છો અને આથી, સમાજના દબાણો હેઠળ, અને જીવનની ગુણવત્તાની સુધારણા માટેની શોધ હેઠળ તમારા ધર્મના પાલનને છોડી દેતા નહીં, ત્યજી દેતા નહી. જમાતખાનામાં નિયમિત રીતે હાજરી આપો. (પેજ...૫૪)
જ્ઞાનની સુધારણા કરવા માટે - જમાતની અંદર - જગતભરની બીજી જમાતોની અંદર જે શ્રેષ્ઠ જ્ઞાન આપણે શોધી શકીએ - તેને સરહદોની પાર, આ સમય અને જ્ઞાનમાં સહભાગી બનાવવાની બાબત એ તમે આપી શકો તેવી સૌથી ભવ્ય ભેટ છે. (પેજ...૫૫)
અમે તમારી સાથે શારિરીક રીતે ન પણ રહેતા હોઈએ, પરંતુ એ યાદ રાખો અમે હંમેશા તમારી સાથે, હંમેશા તમારી સાથે છીએ. તે એવું છે કે જાણે, આજે અમે અહીં હાજર દરેક મુરીદના ખભા ઉપર અમારો હાથ રાખેલ છે. તમારા માટે ઈમામના આશિર્વાદોનો એ અર્થ છે. (પેજ...૫૫)
ખુશીનો સમય હોય, તો અમે દરેક સેંકંડે તમારી સાથે હોઈશું. આનંદ મનાવો અને એ જાણો કે અમે તમારી સાથે આનંદ મનાવી રહ્યા છીએ. (પેજ...૫૬)
જમાતમાંના બુઝુર્ગોને સ્થાનોની, જગ્યાઓની, સહાયની જરૂરત રહે છે કે જેથી તેઓ પોતાની બુઝુર્ગ વયમાં પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવી શકે.... ન માત્ર વિકાસ પામી રહેલા જગતમાં, પરંતું કદાચ તેનાથી પણ વધું ઔધોગિક જગતમાં થવા પામી રહી છે. (પેજ...૫૯)
જો તમે ઉદાર બનવાનું ઈચ્છતા હો, તો તમે ફક્ત ભૌતિક ઉદારતાના સંદર્ભમાં જ વિચારતા નહિ, પરંતુ જ્ઞાનની ઉદારતા, સમયની ઉદારતાના સબંધમાં પણ વિચાર કરો, કે જેથી ઈસ્માઈલી જમાતનો આ આંતરરાષ્ટ્રીય ભાઈચારો, તેની પાસે જગતના કોઈપણ ભાગમાંથી, જે પણ ઉત્તમ જ્ઞાન હોય, તેનો આપણી સંસ્થાઓની સહાય કરવા ઉપયોગ કરી શકે. (પેજ...૫૯)
પવિત્ર કુરઆન ફરમાવે છે કે "સમગ્ર માનવજાત, માનવજાતની સંપૂર્ણતા એક જ નફ્સમાંથી પેદા થયેલ છે." એ બાબત ધ્યાનમાં રાખો. (પેજ...૬૧)
અમે શારિરીક રીતે તમારી સાથે નહી હશું, પરંતું અમે અમારા હૃદયમાં, અમારા વિચારોમાં અને અમારી દુ'આઓમાં દરેક રીતે, તમારી સાથે હશું, અને અમે ભારતની જમાતને યાદ કરીશું. અને અમે તમારા સંબંધી વિચાર કરીશું અને ચિંતા કરીશું, અને અમે એવી આશા રાખીશું કે અમે તમને જે ફરમાનો ફરમાવેલ છે તેના ઉપર તમે અમલ કરી રહ્યા છો. અમે જે ફરમાનો તમને ફરમાવેલ છે. તેમાં અમે ભારપૂર્વક ફરમાવ્યું છે કે ઈસ્લામમાં, દીન અને દુનિયાની એક સાથે રહેવાની જરૂરતની સમજણને કદી પણ ગુમાવી દેતા નહિ. કદીપણ એક માટે બીજાને ત્યજી દેતા નહિ. આથી, તમારા જીવનને નીતિમત્તાની વર્તણુંક ભરેલ જીવન બનાવો. તમારા ધર્મનું નિયમિત રીતે પાલન કરો. જો તમે સામાન્ય રીતે જમાતખાને ન જાઓ તેવા પ્રસંગોએ તમને સહાયની જરૂરત હોય તો તમારી તસ્બીહ લો, અને તમારી તસ્બિહ વડે, યા અલ્લાહ, યા મુહમ્મદ, યા અલી અથવા ઈમામોના નામોનું સ્મરણ કરો, એ દરેક સમયે જ્યારે તમે આમ કરો છો, તે તમારા જીવનમાં આર્શિવાદ છે. (પેજ...૬૧)
અમારી જમાત પોતાના ધર્મને તેના દરરોજના જીવનના સતત ભાગરૂપે યાદ કરે છે, ત્યારે અમે ઘણાજ ગૌરવવંત અને ઘણાજ ખુશી થઈએ છીએ. (પેજ...૬૨)
તમારા ધર્મ મુજબ જીવન જીવવાનો અર્થ ધર્મની નીત્તિમતાઓ, ઈમાનદારીની, પ્રમાણિકતાની, ભાઈચારાની, શાંતિની, સ્વસ્થતાની નીતિમત્તાઓ મુજબ જીવન જીવવાનો થાય છે. અને જો તમારી વચ્ચે મુશ્કેલીઓ હોય, તો તમે તેને એવી મુશ્કેલીઓ બનવા નહિ દેતા કે તમે તેનું નિરાકરણ કરી શકો જ નહિ, પરંતું સમસ્યાઓનો ડહાપણપૂર્વક ઉકેલ લાવવા માટે સાથે મળીને કાર્ય કરવાના માર્ગો શોધી કાઢો. જો જરૂરી હોય તો બહારની સહાય (external support) મેળવવાનો પ્રયાસ કરો. પરંતું ઘર્ષણને તમારી માનસિકતાના (psyche) ભાગરૂપ બનવા દેતા નહિ. દુ:ખદ રીતે, આ બાબત જગતના બીજા ભાગોમાં, બીજા સમાજોની માનસિકતાના ભાગરૂપ છે, જ્યાં અદાલતી દાવા (litigation) એક મુખ્ય સમસ્યા બની ગયેલ છે. અમે અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ કે આપણી જમાતમાં કદીપણ એવું બનવા દેતા નહિ. હંમેશાં એવા ઉકેલો શોધી કાઢવાનો પ્રયાસ કરો કે જ્યાં તમે સંગઠીત બની શકો. (પેજ...૬૬)
સમાજ કદાચ બદલાઈ શકે છે, પાયાની નિતીમત્તાઓ બદલાતી નથી: દીન અને દુનિયાને યાદ રાખવાની નીતિમત્તા, સભ્યતાવાળા ગૌરવયુક્ત જીવનની નિતીમત્તા એ બાબતની ખાત્રી કરવી કે સમાજ ગૌરવવંત રીતે જીવન જીવે; સ્વતંત્રતા મૌજુદ હોય, પરંતું તેનો દુરપયોગ કરવામાં ન આવે - કારણ કે સ્વતંત્રતાનો દુરોપયોગ થઈ શકે છે. અને મુસ્લિમો તરીકે સ્વતંત્રતાનો દુરોપયોગ ન થવા દેવા માટે આપણી પાસે ડહાપણ હોવું જ જોઈએ.... આપણે શિયા ઈસ્માઈલી ઈસ્લામના નૈતિક સિધ્ધાંતો ઉપર મજબૂત અને સ્થિર રહેવું જોઈએ.(પેજ...૭૧)
જ્યારે કે તમારી આસપાસ સમાજ બદલાય છે. - તમારા સમય ઉપર રહેલી અપેક્ષાઓ બદલાશે, તમારા બાળકોના સમય ઉપરની અપેક્ષાઓ બદલાશે - તમે જ્યાં સુધી જીવન જીવો, ધર્મ એ પ્રત્યેક દિવસે, પ્રત્યેક રાત્રીએ તમારા જીવનનો ભાગ છે. અને જો કોઈપણ કારણસર તમારા ધર્મનું જેટલું આવશ્યક છે તેટલા પ્રમાણમાં મજબૂતીપુર્વક તમે પાલન ન કરી શકો તો તે બાબત તમારા ધર્મને ભૂલાવી દેવા માટેનું કારણ બનતી નથી, અથવા કારણ બનવા દેવી જોઈએ નહિ. આથી તમારી તસ્બીહ લો, તમારી તસ્બીહ લો, અને તસ્બીહ વડે અલ્લાહના નામનું, પયગમ્બરના નામનું, હઝરત અલીના નામનું, ઈમામોના નામનું સ્મરણ કરો. પરંતું ધર્મને તમારા રોજીંદા જીવનના ભાગરૂપ બનાવો. એવું કોઈપણ દિવસે થવા ન દો કે જ્યારે તમે તમારા ધર્મને ભૂલી ગયા હો. અમુક સમાજોમાં ધર્મ સગવડતાની બાબત બની ગયેલ છે, અને તમે તમારા ધર્મની સાથે નિસ્બત ત્યારે ધરાવો છો કે જ્યારે બાળકનો જન્મ થાય છે અથવા જ્યારે કોઈ વ્યકિત અવસાન પામે છે, પરંતું આધુનિક જગતના ભૌતિકવાદની સામે ધર્મમાંની અન્ય કોઈ સામેલગીરી અદ્રશ્ય થઈ જાય છે. અને અમે અમારા રૂહાની બાળકોને ફરમાવવા ચાહીએ છીએ: અમારી જમાતના મુરીદો માટે આવું કદી પણ થવા દેતા નહિ. અને અમને લાગે છે કે - તમારા જ્ઞાન, તમારી બુધ્ધિમત્તા, તમારા ડહાપણ, તમારી સમજણ થકી - તમે એ સમજી શક્શો કે જો તમે કોઈક વખત થોડી સેંકડો માટે પણ તમારી તસ્બીહ પઢી શકો તો તમે તમારા ધર્મને યાદ કરો છો. દરેક સમયો સારા છે. કોઈ વિશિષ્ટ સમય નથી. (પેજ...૭૧)
દાખલા તરીકે, એ સ્પષ્ટ છે - અને દાયકાઓથી એ સ્પષ્ટ રહ્યુ છે - કે એક દિવસ, તેલ એ આપણા જગતનું સંચાલન કરનાર ઉર્જાનો સ્ત્રોત રહેશે નહિ. પરંતું તેમાં ફેરફાર થવા પામે તે પહેલા તેને સમય લાગશે. અમારા રૂહાની બાળકોને કદાચ આશ્ચર્ય થતું હશે કે હાજર ઈમામ આપણને અર્થતંત્ર વિશે શા માટે ફરમાવી રહ્યા છે ? અમે આમ એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે અમારા આગેવાનો અમને આર્થિક બાબતો વિશે પૂછે છે, પરંતુ અમે એ જાણતા નથી કે તેઓ અમારા જવાબોમાં તમને કેવી રીતે સહભાગી બનાવે છે. (પેજ...૭૩)
ઈસ્લામ વેદનાનો ધર્મ નથી; તે વેરભાવનો ધર્મ નથી; તે ક્રોધનો ધર્મ નથી. તે એક સંતુલિત ધર્મ છે કે જેમાં આપણે ન માત્ર મુશ્કેલીને દૂર કરવામાં આપણી મદદ કરવા બદલ પરંતું આ૫ણા જીવનમાં ખુશી લઈ આવવા બદલ અલ્લાહ તરફ આપણા શુક્રનાઓ અદા કરીએ છીએ. (પેજ...૭૫)
સ્મિત એક આર્શિવાદ છે; સ્મિત એ ખુશીની એક અભિવ્યક્તિ છે; અને ખુશી અલ્લાહ તરફથી એક ભેટ તરીકે નવાજીશ થતી હોય છે. (પેજ...૭૬)
સદભાગ્યે, તમે બધા વ્યકિતત્વવાદિઓ (Individualist) છો - અને એજ બાબત જમાતની મજબૂતી પેદા કરે છે, કારણકે તમે વ્યકિતત્વવાદીઓ છો. પણ તમને ચિંતાઓ રહેલી છે: જો આપણે આ સમજુતીમાં દાખલ થઈશુ, તો શું તે કાર્ય કરશે ? કોણ કાર્ય કરશે, (એવું કોણ કાર્ય કરશે) જે તેઓએ ન કરવું જોઈએ, વગેરે, વગેરે. આથી, અમે આજે અમારી જમાતને ફરમાવીએ છીએ: દાખલ થાઓ, પરંતું બહાર નીકળવાનો માર્ગ તૈયાર કરો, કે જેથી તમે જે પણ સંસ્થામાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે, તેને નુકશાન કર્યા વગર તમે પ્રતિષ્ઠાપૂર્વક બહાર નીકળી શકો. (પેજ...૭૮)
હવે અમે એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ; આપણે બ્રોકલી (broccoli)નું શું કરવું જોઈએ ? દરરોજ, આપણે બ્રોકલીના ચમત્કારિક ગુણો વિશે વાંચતા હોઈએ છીએ, અને અમે અમારી જાતને પૂછીએ છીએ: શું અમારે આ બાબતનો જમાત પ્રતિ નિર્દેશ કરવો જોઈએ અને શું અમારે બ્રોકલી ખાવા માટે તમને પ્રોત્સાહન આપવું જોઈએ ? આહાર નિષ્ણાતો કહે છે કે તે આપણી સારી તદુરસ્તી માટે આવશ્યક છે. માનવ શાસ્ત્રના નિષ્ણાતો (Anthropologists) આપણને જણાવે છે કે આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, છેવટે આપણે તેના જેવા દેખાવા લાગીએ છીએ. આથી જે ભવિષ્યની પેઢીઓ વધુ પડતી બ્રોકલી ખાય છે. તેના વિશે અમે ચિંતિત છીએ, અને તેઓનો ઉછેર કદાચ ઘણા નાનકડા પગ, ઘણા લાંબા કાન અને મૂંછના મોટા વાળ સાથે થઈ શકે છે.(પેજ...૭૯/૮૦)
અમારી જમાત ઓલિમ્પિકની રમતો જોતી હશે - જ્યારે પુરષો માટેની એક સો મીટર દોડનો વિજેતા ઉભો થઈને એમ કહે કે "શાબાશ બ્રોકલી" ! ત્યારે શું થશે ? આ બાબત ફરી પાછી ફક્ત એ હકીકત દર્શાવે છે કે ઈસ્લામ ખુશીનો ધર્મ છે. આપણે હસી શકીએ છીએ, અને અમને અમારી જમાત સાથે હસવાનું ગમે છે. (પેજ...૮૦)
એક હદીશ છે કે જે ફરમાવે છે કે જ્ઞાન ચીન સહિત જ્યાંથી પણ મળે તેમ હોય, ત્યાંથી તમારે મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ ! તમે અમને એક અતિશય સુંદર ચીનની થાળી અર્પણ કરેલ છે, અને તમે આ અર્થપૂર્ણ ભેટ જે આજે અમને અર્પણ કરેલ છે તે બદલ અમે બેહદ આભારી છીએ. (પેજ...૮૦)
તમે દાંડિયારાસ રમશો, અને તમે સમોસા અને બિરિયાની જેવી સઘળા પ્રકારની વસ્તુંઓ ખાશો. અમે આશા રાખીએ છીએ બ્રોકલી તેમાં નહિ આવે ! અને દરેક સમયે તમે એ બેડોળ (ugly) વનસ્પતિને જુઓ, તમે હસજો ! (પેજ... ૮૦/૮૧)
અમે આજે તમને – શારીરિક રીતે, પરંતુ રૂહાની રીતે નહિ - અને તમારા ચહેરાઓ ઉપર સ્મિત સાથે, તમારા હ્રદયોમાં શાંતિ સાથે, અને તમારી ઉમેદોની પરિપૂર્ણતા સાથે એક ખુશહાલ, સંગઠિત જમાત તરીકે છોડી જવા ચાહીએ છીએ.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન.