ગોલ્ડન જ્યુબીલી ફરમાન
રેકોર્ડીંગ - ૧
રેકોર્ડીંગ - ૧
વર્ષ - ૨૦૦૭-૨૦૦૮
તારવણી
નુર મૌલાના શાહ કરીમ હાઝર ઈમામે ફરમાવ્યું :-
આ છેલ્લા ૫૦ વર્ષો દરમ્યાન અમારી જમાતો કે જે જુદા જુદા દેશો સંસ્કૃતિઓ અને પ્રણાલિકાઓમાં પોતાના ઈમામ પ્રતિ સમાન રૂહાની વફાદારી દ્વારા અને ઈસ્માઈલી તરીકાના પ્રતિ તેમની સંલગ્નતા કે જે જીવનના રૂહાની અને દુન્યવી પાસા વચ્ચેની સમતુલા, ધર્મના પાલનમાં નિયમિતતા તેમજ શાંતિ, દયાભાવના, ઉદારતા અને માનવ ગૌરવ માટેના આદરમાનની ઈસ્લામના નિતીમત્તાના સતત ઉપયોગની હાકલ કરે છે, તે દ્વારા સંગઠિત છે. તેમની વચ્ચે વધતા પ્રમાણનો સંપર્ક અને આત્મનિર્ણયતાઓ જોઈને અમે ખાસ કરીને ખુશી થયા છીએ.
અમો દુઆ કરીએ છીએ આ ૫૦ વર્ષોમાં આપણે જે સંસ્થાકીય પાયાઓ નાખ્યા છે, તે આ જમાતોને એક સલામત અને સમુધ્ધ ભવિષ્ય પ્રતિ ઝડપી ગમન માટેની એક સ્પ્રીંગ બોર્ડ એટલે કે ઉછાળાની ગતિ માટેનું સાધન પુરુ પાડશે. "ઈન્શાઅલ્લાહ"
છેલ્લા ૫૦ વર્ષો દરમ્યાન અમારી જમાતોએ વૈશ્વિક વાતાવરણમાં અંસખ્ય પરિવર્તનોની અંદર જીવન વીતાવ્યું છે. અમારા રૂહાની બાળકોએ કેટલીક વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના ધર્મમાં અને એકતામાં મજબૂત રહેવા માટે જે શકિત, મક્કમતા અને સ્થિતિસ્થાપકતા દેખાડેલ છે. તે બાબતે અમને સર્વોત્તમ ખુશી આપેલ છે. છેલ્લા ૫૦ વર્ષોની મહેનત પછી પણ સફળતાઓ પ્રતિ દ્રષ્ટિ કરતાં અમે એ અનેક રૂહાની બાળકો કે જેઓ હવે આપણી વચ્ચે નથી, પરંતું જેઓએ એ પાયાનું ઘડતર કરવા ઈમામની સાથે કાર્ય કર્યું છે. કે જેના ઉપર આપણા કાર્યક્રમો અને આપણી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલ છે, તેમની ભક્તિભાવપુર્વકની સેવાઓને યાદ કરીએ છીએ. તેઓના આત્માઓ માટે અમે અમારા ઉત્તમ હેતપૂર્વકના પ્રેમાળ દુઆ આશિષો પાઠવીએ છીએ અને તેમના પહેલરૂપ સાહસિક કાર્ય માટે અમારો હાર્દિક આભાર પણ વ્યકત કરીએ છીએ.
ધર્મની મજબૂતી અને એકતા માટે અમારા ખાસ દુઆ આશિષોની સાથે અમે તમારી રૂહાની બહેતરી, દુન્યવી સફળતા, તંદુરસ્તી, સુખ-શાંતિ અને પ્રગતિ માટે અમારા ઉત્તમ દુઆ-આશિષો ફરમાવીએ છીએ.
પ્રથમ પ્રવૃત્તિના કોઈપણ ક્ષેત્રમાં જમાતને તાત્કાલિક રીતે અથવા તો નજદીકના ભવિષ્યમાં સરળતાપુર્વક ફાયદો મળવો જ જોઈએ. (પેજ...૩)
નેટવર્ક રાષ્ટ્રીય વિકાસ પ્રક્રિયાના સામાજીક અને આર્થિક બન્ને ઘટકો પ્રતિ હકારાત્મક સમર્થન લઈ આવીને સામાજીક અને આર્થિક હેતુઓ માટેનો આશય ધરાવવો જોઈએ. (પેજ...૩)
વૈશ્વિકરણના આપણા જગતમાં કોઈપણ એક સ્થળના શ્રેષ્ઠ ધોરણો ઝડપભેર વિશ્વના ધોરણો બનવા પામશે. અને જે સમાજો આ ધોરણોને પહોંચી શકતા નથી. તે દાયકાઓ માટે બાજુએ હડસેલાઈ જવાની બાબતનો સામનો કરીને પાછળ ૨હી જવા પામશે. (પેજ...૪)
આફ્રિકા અને એશિયાના અનેક વિકાસ પામી રહેલા દેશો, એક દિવસ, જમાત સહિત આપણા જગતના લોકો માટે તકોના દેશો બની શકે છે. (પેજ...૪)
જીવનની ગુણવત્તા જ્યારે વધુમાં વધુ ભૌતિક બાબતો વડે અંકાય છે તેવા વિશ્વમાં ઈસ્લામના આવશ્યક મુલ્યોનું ધોવાણ થવાનો અને કદાચ અદ્રશ્ય થવાનો ભય પણ છે. ધર્મશાસ્ત્રના ઉપરછલ્લા પ્રભાવશાળી રાજકીય સ્થિતિઓ એક જ ધર્મની અલગ અલગ કોમો વચ્ચે અને તેનાથીય વધુ અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વિરોધ અને અસંતોષ સર્જે છે. આ ગુંચવણભરી પરિસ્થિતિના કેન્દ્રમાં ઈસ્લામ છે. આપણે આ ચાલવા ન દઈ શકીએ. (પેજ...૭)
આપણી ઈસ્લામી મૂલ્ય વ્યવસ્થાના સામાન્ય સામાજીક અને નૈતિક સિધ્ધાંતોની સ્પષ્ટ અભિવ્યકિત માટે એ અતિ આવશ્યક છે કે ઈસ્લામમાંના વિવિધ તરીકાઓ પોતાની વ્યકિગત ઓળખને માન આપતા જોડાણ સાધે. દાખલા તરીકે, મુક્ત બજારની અર્થવ્યવસ્થાઓ રાષ્ટ્રો અને લોકોના સાહસને અગ્રીમતા આપે છે. પણ શું તે પોતાની રીતે લોભ, અસહ્ય મહત્વકાંક્ષા અને ભૌતિકવાદને જન્મ નથી આપતી ? ઈસ્લામ સહનશીલતા, ઉદારતા અને આધ્યાત્મિકતાનો ધર્મ છે. શું અમુક સમાજો સ્વાતંત્ર્ય ભોગવવામાં એવો અતિરેક નથી કરી રહયા કે સ્વતંત્રતા, એ સ્વછંદતાનો પરવાનો બની જવાનું જોખમ ઉભું થાય ? (પેજ...૭)
શું વ્યકિતઓ અને પરિવારોને આત્મસમ્માનનો હક અને ખાનગીપણાનો હક નથી ? જ્યાં આપણે અન્ય તરીકાઓ સાથે પુલો બાંધીને એક સર્વસામાન્ય મુસ્લિમ પચરંગી વ્યવસ્થા સ્થાપી શકીએ ત્યાં આપણે એવો પ્રયાસ કરવો જોઈએ. (પેજ...૭)
આજે તમોને દરેકને વ્યકિતગત રીતે, અમારા અતિશય ઉમળકાભર્યા અને અત્યંત હેતપૂર્વકના માતાપિતા તરીકેના વહાલભર્યા દુ'આ આશિષો પાઠવવા અમે દુનિયાભરમાંના દરેક મુરીદના ખભે હાથ મૂકીએ છીએ. અમે દરેક મુરીદના ઈમાનની મજબૂતી માટે દુઆ કરીએ છીએ. (પેજ...૮)
તમો દુન્યવી સમસ્યાઓથી સુરક્ષિત રહો તે માટે અને તમારી મુશ્કીલ આસાન માટે અમો દુ'આ કરીએ છીએ. અમો દુ'આ કરીએ છીએ કે તમારા પરિવારોમાં એકતા હોય અને સારી તદુંરસ્તી હોય. અને અમો દુ'આ કરીએ છીએ કે તમો શાંતિમાં રહો અને તમને રૂહાની રોશનીનું માર્ગદર્શન મળે. (પેજ...૯)
અમો વિચારીએ છીએ કે તમો જાણો કે આપણી પાસે લગભગ ૫૦૦ માનવ વર્ષોની સ્વૈચ્છિક સેવાઓ છે. વિશ્વના કોઈપણ ભાગમાં, કોઈપણ કોમ, અગર સમય અને જ્ઞાનની ઉદારતા સાથે આગળ આવે તો અમો માનીએ છીએ કે તે કોમ ખુબજ વિશ્વાસ અને આશા સાથે ભવિષ્ય પ્રતિ દષ્ટિ કરી શકે છે. (પેજ...૯)
એ બાબત પણ ધ્યાનમાં રાખો કે તમારા ધર્મમાં જીવવું, તમારા ધર્મનું પાલન કરવું એ રોજીંદા જીવનનો એક અતિ આવશ્યક ભાગ છે. અમે એ બાબતથી વાકેફગાર છીએ કે વિકાસ પામી રહેલા જગતમાં અને વિકસિત જગતમાં જીવન લોકો ઉપર વધુ અને વધુ દબાણો ઉભા કરે છે. પરંતું આપણા ધર્મના મૂળભૂત મૂલ્યોને, આપણા ધર્મની નૈતિકતાને કદીપણ, કદીપણ છોડી આપો નહિ. અને અમે અમારી જમાતને અન્ય પ્રસંગોએ ફરમાવ્યું છે તેમ તમારી સાથે તસ્બીહ રાખો, તમારી સાથે તસ્બીહ રાખો. અલ્લાહના નામનું સ્મરણ કરો, હઝરત અલી (અ. સ.)ના નામનું સ્મરણ કરો, પયગંમ્બર મુહમ્મદ (સ.અ.સ)ના નામનું સ્મરણ કરો,પરંતું આ ધર્મને તમારા જીવનના ભાગરૂપ બનાવો. જમાતખાનામાં નિયમિતપણે હાજરી આપો, એ બાબતને સમજો કે આપણી પ્રણાલિકામાં અક્કલ અને ધર્મ કઈ રીતે એકત્રિત થાય છે, કારણકે અક્કલ એ આપણા ધર્મને વધુ સારી રીતે સમજવા માટે છે. આથી અમે નથી ઈચ્છતા કે અમારા રૂહાની બાળકો દરરોજના જીવનના દુન્યવી પાસાઓથી મોહિત બની જાય, મોહિત થઈ જાય, કારણ કે અમે એવું માનીએ છીએ કે આ બાબત માત્ર તમે અહીં છો ત્યારે જ નહિ પરંતું આખરતના જીવન માટે પણ ઘણી જ નુકશાનકર્તા થઈ શકે છે. એ બાબત લક્ષમાં રાખો કે રૂહ એ દરેક વ્યકિતનો એક માત્ર ભાગ છે કે જે અનંત છે. આથી દુનિયાના જીવન માટે ધર્મના જીવનને છોડી આપો નહિ. (પેજ...૧૩)
યુગાન્ડાની અમારી ગોલ્ડન જયુબિલી મુલાકાત પ્રસંગે તમે હમણાં અમને અમુક અદભુત ભેટો અર્પણ કરેલ છે. અને તમે અમને ઘણી, ઘણી જ ઉંડી ખુશી આપેલ છે. આમાં ચીનનો એક ભવ્ય ઐતિહાસિક ફૂલદાન (વાઝ) છે અને તેણે અમને એક પ્રખ્યાત હદીસની યાદ અપાવેલ છે કે જેમાં પયગંમ્બર હજરત મુહમ્મદ (સ.અ.સ.)એ ફરમાવ્યું છે કે "જો તમને પોતાને માહિતગાર કરવા માટે અને શિક્ષણ મેળવવા માટે ચીન પણ જવું પડે તો ચીન જાઓ" અને અમે માનીએ છીએ કે આ હદીશ ઈસ્લામના શીઆ ઈસમાઈલી તરીકાના એક સિધ્ધાંત - જ્ઞાન અને ધર્મના પાલનમાં જ્ઞાનના ઉપયોગના સિધ્ધાંતને દ્રષ્ટાંતરૂપ બનાવે છે. (પેજ...૧૩/૧૪)
એવું વિચારવું ભૂલભરેલું છે કે વિકાસને માત્ર જીવનની ભૌતિક ગુણવત્તા સાથે જ સરખાવવું જોઈએ. જીવનની ગુણવત્તા માત્ર ભૌતિક જીવન જ નથી, તે હ્રદય (heart)નું જીવન પણ છે, આત્મા (spirit)નું જીવન પણ છે, રૂહ (soul)નું જીવન પણ છે, અને જે રીતે દરરોજનું તમે જીવન જીવો છો (તે છે). (પેજ...૧૪)
જ્યારે તમે નાચી રહ્યા હો છો અને દાંડિયા રાસ રમો છો અને જ્યારે તમે ખુશીનો સમય ધરાવો છો, ત્યારે અમારું હૃદય અને અમારા વિચારો તમારી સાથે હોય છે. આથી અમારૂ હ્રદય અને વિચારો સર્વ સમયે, સર્વ સમયે, તમે જ્યારે મુશ્કેલીઓનો સામનો કરો છો, અને જ્યારે તમે ખુશીમાં પણ હો છો ત્યારે પણ તમારી સાથે હોય છે, કારણ કે અમે તમારી સાથે આનંદ મનાવીશું.
ખાનાવાદાન, ખાનાવાદાન, ખાનાવાદાન (પેજ...૧૪)
મુળભૂત બાબત ધર્મનું પાલન છે, કારણ કે ધર્મનું પાલન, દુ'આ-બંદગીમાં નિયમિતતા, રોશની મેળવવા માટેની વ્યકિતગત શોધ આપણી પ્રણાલિકાના ભાગ રૂપ છે, પરંતુ તે જીવનની એક હકીકત પણ છે - એ અર્થમાં કે અમને (જરાય) સંદેહ નથી - કે જો તમે તમારા ધર્મનું પાલન કરશો, તો તમે રોશની માટેની આ વ્યકિગત શોધને પરીપૂર્ણ કરશો, તો તમે સુખ, સ્થિરતા, વિશ્વાસ મેળવશો અને તમને જે સમસ્યાઓનો કદાચ સામનો કરવો પડે, તેનો તમે સામનો કરવા શકિતમાન બનશો (પેજ...૧૭)
એક એવા પિતાની કલ્પના કરો કે જેના આટલા બધા બાળકો હોય અને આટલા બધા બાળકો આટલું સુંદર કાર્ય કરતા હોય. (તો પછી) તમે કેવી રીતે ખુશ અને ગૌરવવંત ન થઈ શકો ? અમારી ખુશી ત્યારે હોય છે કે જ્યારે જમાતનું આદરમાન કરવામાં આવે છે, જ્યારે દેશો અમને એમ કહેતા હોય: મહેરબાની કરીને તમે તમારી જમાતને અમારા દેશમાં લઈ આવો; મહેરબાની કરીને તમે તમારી સંસ્થાઓને અમારા દેશમાં લઈ આવો; અમને તમારી અભિલાષા છે, અમે તમને અહીં આવકારવા ચાહીએ છીએ; અમે ચાહીએ છીએ કે તમારી જમાત અહીં વસવાટ કરે, અહીં કાર્ય કરે, અમારા લોકોની સેવા કરે, આ બેહદ સન્માનની એક નિશાની છે, અને તે અમારા માટે બેહદ ગૌરવ અને ખુશીનું મૂળ છે. (પેજ...૧૮)
વિજ્ઞાન આપણને જણાવે છે કે નાની ઉંમરની વ્યકિતના સૌથી વધારે ઘડતરના વર્ષો એ બાળપણના અતિ, અતિશય પ્રારંભિક વર્ષો હોય છે. (પેજ...૨૧)
આ બે અસ્ક્યામતો (assets) શિક્ષણ અને અંગ્રેજીની વિશ્વવ્યાપી ભાષા પ્રત્યેની પહોંચની સાથે, જો તમે રાષ્ટ્રભાષા ઉપર પણ કાબુ ધરાવતા હો તો, તમે જ્યાં પણ રહેતા હો, ત્યાં તમે ઉત્તમ પ્રગતિ કરવા શક્તિમાન બનશો. (પેજ...૨૧)
તમારા સમગ્ર જીવન દરમ્યાન તમે બે જગતમાં રહેતા હશો, ભૌતિક જગત અને રૂહાની જગત. અમુક સમાજોએ પોતાને ભૌતિક જગત તરફ વધુ પડતા પ્રતિબધ્ધ રહેવા દીધેલ છે, અને આત્માના, રૂહના જગતને, ધર્મના જગતને ત્યજી દેવાની વલણ ધરાવેલ છે. અમે આજે, અમારા રૂહાની બાળકોને ફરમાવીએ છીએ કે એવી ભૂલ કરતા નહિ. જમાતખાનાની હાજરીમાં નિયમિત રહો. તમારી દુ'આ બંદગીમાં નિયમિત રહો. જો તમારા કાર્યરત દિવસ દરમ્યાન જમાતખાનામાં હાજરી આપવાનો તમારી પાસે સમય ન હોય, તો તમારી પાસે તમારી તસ્બીહ રાખો, અને સરળતાપૂર્વક, તસ્બીહ વડે અલ્લાહના નામનું, પયગંમ્બર (સ.અ.સ.)ના નામનું, હઝરત અલી (અ.સ.)ના નામનું, ઈમામોના નામનું સ્મરણ કરો. પરંતું દિવસોના દિવસોના દિવસો સુધી તમારા જીવનના રૂહાની ભાગને ત્યજી નહિ આપો, કારણ કે, અમે માનીએ છીએ કે એ એક ઘણી, ઘણી જ મોટી ભૂલ હશે. (પેજ...૨૨)
તમે અમને લાડ લડાવ્યા છે. તમે જે નઝરાણું અપર્ણ કર્યું છે. તે માટે પણ અમે અમારા ઉત્તમ, ખાસ દુ'આ આશિષો ફરમાવીએ છીએ, અને અમે આશા રાખીએ છીએ કે તે નઝરાણું, તમારામાંના દરેક માટે હજારગણું, હજારગણું વધવા પામે. (પેજ...૨૨)
આ સમયે જગતના ભાગોમાં, આપણા ધર્મ, ઈસ્લામ ધર્મનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, તેને ખોટી રીતે સમજવામાં આવી રહયું છે, અને અમે ચાહીએ છીએ કે અમારી જમાત આ પરિસ્થિતિની કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તેની વિચારણા કરે. આપણા ઈતિહાસમાંના આ મુશ્કેલ સમયની અંદર તમારૂ વલણ કેવું હોવું જોઇએ ? (પેજ...૨૪)
એ મુશ્કેલ સવાલ નથી, કારણ કે પયગંમ્બર (સ.અ.સ.)ના જીવન દરમ્યાન, હદીસમાં વારંવાર, અનેકવાર એમ ફરમાવવામાં આવ્યું છે: જો લોકો તમને ન સમજે, તો તમે સમજાવો; ગુસ્સામાં પ્રતિક્રિયા નહિ આપો, સમજણ આપો, જો તેઓ ન સમજે તો સમજાવવાનું ચાલું રાખો, અને તેઓને તેઓના ચુકાદાઓ કરવા દો. તે જે પણ હોય. પરંતું જેઓ નથી સમજતા તેઓ માટે અથવા તેઓ તરફ ગુસ્સામાં પ્રતિક્રિયા નહિ આપો, જો તેઓ ન સમજે, તો તેઓને તેઓની મનોસ્થિતિ (state of mind)માં, આપણા ધર્મ વિશેની તેમની નજીવી (shallow) સમજણમાં રહેવા દો. પરંતું ક્રોધમાં અથવા ગુસ્સામાં પ્રતિક્રિયા નહિ આપો. (પેજ...૨૪)
આ સમસ્યાના ઉકેલો શોધવામાં સમય લાગશે, અને આથી, અમે ચાહીએ છીએ કે અમારી જમાત સિરાતલ્ - મુસ્તકીમ ઉપર મજબૂત રહે. આ સમય ગેરમાર્ગે જવાનો, સવાલ કરવાનો સમય નથી; એ સમય વિચારવાનો, સમજણ આપવાનો અને જે રીતે આપણે માનીએ છીએ તેને અને આપણા ધર્મની નિતીમત્તાઓને દરરોજ, વ્યકત કરવાનો સમય છે. (પેજ...૨૪)
છેલ્લા ૫૦ વર્ષો દરમ્યાન, એ અમારી આશા, અમારી દુ'આ, અમારૂ કાર્ય, તમારૂ કાર્ય રહ્યુ છે કે જગતભરમાં, જ્યાં પણ જમાત વસવાટ કરે છે, ત્યાં જમાત માટે.... રૂહાની અને દુન્યવી પ્રગતિ કરવા માટેની તકોનું સર્જન કરવા આપણને સહાય કરવી જોઈએ. (પેજ...૨૫)
જ્યાં મુરીદો લાંબું અને વધુ લાંબું જીવન જીવી રહ્યા છે. આપણે તે માટે આભારી બનવું જ જોઈએ, પરંતુ આપણે તેનાથી પણ વાકેફગાર થવુ જોઈએ કે આ બાબત કુટુંબો ઉપર, સંસ્થાઓ ઉપર, ઈમામત ઉપર એવી પરિસ્થિતિઓના નિર્માણ માટેના પ્રયાસ કરવાની જવાબદારીનું સર્જન કરે છે કે જે દ્વારા, એ બુઝુર્ગો, જેઓ સક્રિય જીવન નથી જીવતા, તેઓ ખુશીની સાથે, માન મર્તબાની સાથે અને સારી સંભાળની પહોંચની સાથે જીવન જીવવા શકિતમાન બને. (પેજ...૨૫)
આ નજરાણું તમારામાંના દરેક માટે અનેક, અનેક, અનેકગણું વધવા પામશે, કે જેથી તમે ગૌરવની સાથે, ખુશીની સાથે, પ્રમાણિકતાની સાથે જીવી શકો અને આપણા ધર્મની નીતીમત્તાઓ ઉપર દ્રઢ રહી શકો. (પેજ...૨૭)
આપણા ધર્મની નીતિમત્તાઓ, ઈમાનદારી (integrity)ની, યોગ્ય વર્તણુકની, અનિચ્છનીય સામાજીક આદતો (undesirable social habits)થી દૂર રહેવાની, અને જે ભૌતિક વાતાવરણમાં તમે રહો છો, માત્ર તેના ઉપર જ નહિ, પરંતું જે ધર્મ તમારો છે. તેના ઉપર પણ તમારા દરરોજના જીવનમાં વિચાર કરવાની નિતીમત્તાઓ ઉપર તમે મજબુત રહો. (પેજ...૨૭)
તમારી સાથે તમારી તસ્બીહ રાખો, અને જ્યારે તમને સહાયની જરૂરત જણાય, જ્યારે તમને હિંમતની જરૂરત જણાય, જ્યારે તમને ડહાપણ મેળવવાની જરૂરત હોય,.... ત્યારે તમે તસ્બીહ વડે સ્મરણ કરો. તમારા ધર્મના પાલનને તમારા દરરોજના જીવનના ભાગરૂપ બનાવો, તેને પ્રસંગોપાતની ઘટના નહિ બનાવો. આ ઈસ્લામ નથી, ઈસ્લામ, તમે જે રીતે જીવન જીવો છો તે છે. (પેજ...૨૭)
આપણા ઈતિહાસનો આ એ સમય છે કે જ્યારે જગતના જુદા જુદા ભાગોમાં ઈસ્લામ ધર્મની પ્રકૃતિ અને નિતીમત્તાઓ વિશેની ગેરસમજ વધી રહી છે, અને તમે ચોક્કસપણે, તમારા રોજીંદા જીવનમાં ઈન્શાઅલ્લાહ, સર્વ સમયે નહી પણ પ્રસંગોપાત તેનો અનુભવ કરતા હશો, અને અમે અમારી જમાતને એ ફરમાવવા ચાહતા હતા કે ઉશ્કેરણી સામે પ્રતિસાદ આપવાનો મુસ્લીમોનો એક લાંબો ઈતિહાસ છે. અને તે શાંતિનો, ડહાપણનો, સંભાળનો એક ઈતિહાસ છે. અને એ અનેક પ્રસંગોએ કહેવામાં આવ્યું છે કે: જો તમારી ઉશ્કેરણી કરવામાં આવે તો, તેનો જવાબ ડહાણપૂર્વક આપો, સમજાવો, તમે જેઓની સાથે વાત કરો છો, તેઓ તમારા ખુલાસાઓ ન સમજે તો તેમજ રહેવા દો. જેઓ સમજશે તેઓ સમજશે. જેઓ નહિ સમજે તેઓ નહિ સમજે. પરંતું ઉશ્કેરણીની પ્રતિક્રિયા એ રીતે નહી આપો કે તે ઈસ્લામ કે જે શાંતિનો ધર્મ છે, ડહાપણનો ધર્મ છે, અને એવો ધર્મ છે કે જેને તર્કબદ્ધ રીતે (logically) સમજાવી શકાય છે, તેના સદર્ભથી બહાર હોય. (પેજ...૨૯)
ડહાપણનો અર્થ છે. ભૌતિક જીવનમાં કોયડાઓનો સંભાળપૂર્વક અને બુધ્ધિગમ્ય રીતે ઉકેલ લાવવો. (પેજ...૨૯)
ઉદારતાની નીતિમત્તા, સદભાવની નીતિમત્તા, નિખાલસતાની નીતિમત્તા, સચ્ચાઈની નીતિમત્તા, ફક્ત જમાતમાં જ નહીં પણ જમાતની બહાર પણ જ્યારે સહાયની જરૂરત હોય ત્યારે બીજાઓને સહાય આપવાની નીતિમત્તાને વફાદાર રહેવું જોઈએ. (પેજ...૩૧)
જમાતખાનામાં હાજર રહો, પણ માત્ર જમાતખાનાની હાજરી, કદાચ, તમારા જીવનકાળ દરમ્યાન તમે ઈચ્છતા હો તેવી પૂર્ણ સામેલગીરી (engagement) નથી. તમારી તસ્બીહ લો, તમારી તસ્બીહ તમારી સાથે રાખો. અગર જો તમે દિવસમાં અથવા રાતમાં ૩૦ સેંકડ મેળવો, એ પળ કે જયારે તમે તમારા આસપાસના જગતની બીજી ચીજો વિશે વિચારતા ન હો, ત્યારે તસ્બીહ લો, અલ્લાહનું સ્મરણ કરો, હઝરત અલી (અ.સ.)નું સ્મરણ કરો, પણ ધર્મને તમારા રોજીંદા જીવનનો ભાગ બનાવો, ઈસ્લામનો આ અર્થ છે. (પેજ...૩૧)
ડહાપણ પણ ધરાવો- કારણકે જે આપણી નિતીમત્તાઓ અને સારા જીવનના આપણા સિધ્ધાંતો સાથે સુસંગત નથી તેને તજી દેવું - તે ડહાપણનો સવાલ છે. એ સામાજીક આદતો જે આપણી નીતિમત્તાઓ સાથે, આપણા સિધ્ધાંતો સાથે સુસંગત નથી તેને તદ્દન છોડી દો. યાદ રાખો કે એક વ્યકિતને જે માર્ગદર્શન આપે છે. તે અક્કલ છે જે અલ્લાહની રહેમત છે, જે તેણે તમને આપેલ છે. અને તેથી અક્કલનો ડહાપણપૂર્વક ઉપયોગ કરો. (પેજ...૩૧/૩૨)
ઈસ્લામના ઈતિહાસમાં આ પ્રથમ વખત જ નથી કે જ્યારે આવું બનવા પામ્યું હોય, આવું ઘણા વખતે બનવા પામ્યું છે. અને ઉશ્કેરણીના સમયે, મુસ્લિમોએ જે રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તે સબંધી કુરઆન અને હદીશ અતિશય સ્પષ્ટ છે. જે ફરમાવવામાં આવ્યું છે. તે એ છે કે ઉશ્કેરણીના સમયે તમારા ધર્મની, તમારી નીતિમત્તાઓની, તમારા હ્રદયમાં તમે જે શાંતિ ધરાવો છો તેની, લોકો તરફ તમે જે શુભેચ્છા ધરાવો છો તેની તમારે સમજણ આપવી જોઈએ, અને સમજણ આપવાનું ચાલું રાખવું જોઈએ. તમારે ગુસ્સામાં પ્રતિક્રિયા આપવી જોઈએ નહિ, અને જેઓ સાંભળશે અને જેઓ સમજશે તેઓ આપણાથી નજદીક અને ખુશ થશે, અને જેઓ ન તો સાંભળે છે અને ન તો સમજે છે તેમને તેમના માર્ગે જવા દો. તેમને તેમના માર્ગે જવા દો..... ઉશ્કેરણીની સામે પ્રતિક્રિયા નહિ આપો, સમજણ આપો, શાંત રહો, અને બાબતોને તેમ રહેવા દો. (પેજ...૩૫)
વિચારો દ્વારા, દુઆઓ દ્વારા, પરંતું ઈન્શાઅલ્લાહ, આપણા કાર્યો દ્વારા પણ જમાતમાંના અતિ ગરીબો, પછી તેઓ જ્યાં પણ રહેતા હોય, તેઓના માટે સહાયની પધ્ધતિને આપણે યોગ્ય સ્થાનમાં મૂકીશું. અને આ બાબત માટે જો આપણને એક પેઢી અથવા બે પેઢીઓ અથવા ત્રણ પેઢીઓ પણ લાગે. એ અતિશય મહત્વનું છે કે જે લોકો તકલીફમાં છે, તેઓ જ્યાં પણ હોય, તેઓને આપણે સહાય, મદદ અને પ્રોત્સાહન પુરુ પાડવું જોઈએ. (પેજ...૩૫)
માનવ જીવન બદલાયું છે. જીવનની આવરદા લાંબી થઈ રહી છે, અને બુઝર્ગ લોકોને પોતાના જીવનના અંત સુધી જીવન જીવવાનું વધું અને વધુ મુશ્કેલ લાગે છે, તેમજ વધુ અને વધુ એકલતાભર્યુ લાગે છે, કારણકે કુટુંબોમાં નવી પેઢીઓ ઘણી જ વધું વ્યસ્ત છે. આથી, આપણે એ માર્ગો તરફ દ્રષ્ટિ કરીશું, કે જે દ્વારા આપણે જમાતની બુઝુર્ગ પેઢીઓને સહાયની પધ્ધતિ પુરી પડવા શક્તિમાન બનીશું, કે જેથી તેઓ સન્માનપૂર્વક જીવન જીવી શકે, અને તેઓ એ જાણે કે આપણે તેમના ભવિષ્યની અને તેઓ જે રીતે જીવન જીવે છે તેની સંભાળ રાખીયે છીએ. (પેજ...૩૫/૩૬)
તમે સંગઠિત બની શકો. એકસરખા વ્યવસાયના લોકો, એક સરખી આર્થિક પ્રવૃત્તિના લોકો, એકબીજાને સહાય કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં એકબીજા સાથે મળવા માંગતા લોકોનું સંગઠિત બનવું - ભાઈચારાના આ પગલાં ખૂબ જ મહત્વના છે.... (નવીન માળખાઓનું) ઘડતર કરવું એ એક પાસું છે, બહાર નીકળવું એ બીજું પાસું છે, જો બહાર નીકળવાનું જરૂરી હોય, તો તમે જ્યારે માળખાનું ઘડતર કરો, ત્યારે દરવાજાઓ રાખો, કે જેથી તમે એ ઘરને પાડી દીધા વગર, એ દરવાજામાંથી માથું ઉંચું રાખીને જઈ શકો.... કોઈ વ્યક્તિ અથવા કોઈ વ્યવસાય બહાર નીકળવાનો નિર્ણય કરે, ત્યારે તમે તે એ રીતે કરવા નથી ચાહતા કે જે બીજાઓને નુકશાન કરે. આથી, જો તમે એ મુદ્દાઓની અગાઉથી વિચારણા કરી શકો તો તે ઘણું જ મહત્વનું છે. (પેજ...૩૭)
તમે કામકાજમાં વ્યસ્ત છો, પરંતું વ્યસ્ત હોવું એ તમારા ધર્મના પાલનને છોડી દેવા માટેનું વ્યાજબી કારણ નથી. એવા સમાજો છે કે જે વ્યસ્ત છે. એવા સમાજો છે કે જે ઓછા વ્યસ્ત છે. પરંતું જો તમને મુશ્કેલી હોય, તો તમે તમારી સાથે તસ્બીહ રાખો, અને તસ્બીહ વડે ફક્ત ૧૦ સેંકંડ, ૫ સેંકંડ, ૩૦ સેંકંડ માટે યા અલ્લાહ, યા અલી, યા મુહમ્મદનું સ્મરણ કરો, કે જેથી એ ટૂંક સમય માટે, તમારા વિચારો અને તમારો આત્મા એ બાબતો તરફ દ્રષ્ટિ કરે છે કે જે બાબતો ભૌતિક નથી, કારણ કે તે તમારા માટે ખુશી લઈ આવશે, અમે તે માટે ચોકકસ છીએ. (પેજ...૩૭)
સમય અને જ્ઞાન (time and knowledge)નું નઝરાણું.... જમાત અને બીજાઓ માટે એક મજબૂત સભ્ય સમાજનું ઘડતર કરવા સહાયરૂપ થશે. સભ્ય સમાજનું ઘડતર કરતી વખતે આપણા ઘર્મની નિતીમત્તાઓ, દ્રઢતા, શિસ્ત, પ્રમાણિકતા અને સેવાને લક્ષમાં રાખો. અને અમને ખાત્રી છે કે તમે યુનાઈટેડ સ્ટેટ્સમાં પરંતું જગતભરમાં પણ અતિશય ઘણી પ્રગતિ કરશો. (પેજ...૩૮)
અમે માનીએ છીએ કે સામાન્ય રીતે દરબારની સાંજના, દાંડિયા-રાસ થતા હોય છે. અને દાંડિયા-રાસની સાથે બિરયાનીની વાનગી પુષ્કળ પ્રમાણમાં પીરસાય છે. અમે એવી આશા રાખીએ છીએ કે તમારી સાંજ અદભુત હશે અને જ્યારે તમે આ પ્રસંગે ખુશી મનાવતા હશો ત્યારે અમે અમારા હૃદયમાં અને અમારા વિચારોમાં તમારી સાથે હોઈશું. (પેજ...૩૮)
આ હોલમાં એવા મુરીદો છે કે જેઓ પોતાને એમ કહેતા હશે કે આવા પ્રસંગે હાજર ઈમામ અમને બિરયાની વિશે કેવી રીતે ફરમાવી શકે ? પરંતું આમ શા માટે છે તે અમે તમને ફરમાવીશું: ઈસ્લામમાં ખુશી અલ્લાહ તરફની એક રહેમત છે, અને જો તમે બિરયાનીથી અથવા અન્ય કોઈ વસ્તુંઓથી ખુશી થાઓ છો - અમે ખુશી થઈશું, કારણકે અલ્લાહની રહેમતો તમારા ઉપર હશે. અમે તમને અમારા અતિશય ઉમળકાભર્યા અને અમારા અતિશય હેતપૂર્વકના વહાલભર્યા દુઃ’આઆશિષો ફરમાવીએ છીએ.
ખાનાવદાન, ખાનાવદાન, ખાનાવદાન. (પેજ...૩૯).