મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી
વાર્તા - ૯
વાર્તા - ૯
એક સરોવર અને માછીમારો અને ત્રણ મચ્છીઓ, એક બુદ્ધિશાળી અને એક અર્ધ બુદ્ધિશાળી અને એક ત્રીજી ભરમાએલી, મુર્ખ, બેદરકાર અને નકામી, અને બધી ત્રણેના અંતની કહાણી.
૨૨૦૨ ઓ ઉદ્ધત આદમી, આ એક સરોવર કે જેમાં ત્રણ મોટી મચ્છીઓ હતી તેની કહાણી છે.
૨૨૦૩ તમે તેને કલીલમાં વાંચી હશે પણ તે (માત્ર) તે કહાણીનું ફોતરૂં છે, જ્યારે આ રૂહાનીયત સત્વ છે.
૨૨૦૪ કેટલાક માછીમારો સરોવર પાસેથી પસાર થયા અને પેલો સંતાએલો (શિકાર) જોયો.
૨૨૦૫ પછી તેઓ જાળ લાવવા ઉતાવળે દોડયા, મચ્છીઓએ જોયું અને (તેઓના ઈરાદાથી) સજાગ બની.
૨૨૦૬ પેલી બુદ્ધિશાળીએ મુસાફરીએ જવાનો નિર્ધાર કર્યો. મુશ્કિલ અણગમતી મુસાફરી કરવાનો નિર્ધાર કર્યો.
૨૨૦૭ તેણીએ કહ્યું, “હું આ (બીજાઓ) સાથે વાટાઘાટ નહિ કરું, કારણ કે નક્કી તેઓ (મારો ઈરાદો અમલમાં) મૂકવામાં તેઓ મને નબળી બનાવશે.
૨૨૦૮ તેઓના રહેઠાણ અને ઘરના પ્રેમે તેઓના આત્મા ઉપર અસર જમાવી હતી, તેઓની પ્રમાદી અને અજ્ઞાનતા મારા પર (અસર) કરશે.
૨૨૦૯ સલાહ સુચના માટે કેટલાક ભલા અને (રૂહાની રીતે) હૈયાત માણસોની જરૂરત છે કે તમને જીવતા બનાવે અને તેવો હૈયાત એક ક્યાં છે? (ક્યાં મળશે?).
૨૨૧૦ ઓ મુસાફર, એક મુસાફરથી સલાહ મસલેહત કર. કારણ કે એક સ્ત્રીની સલાહ તારો પગ લુલો બનાવશે.
૨૨૧૧ અક્ષરશ ઉચ્ચારણમાંથી આગળ જા, “વતનનો પ્રેમ” (તેના જાહેરી અર્થ તરફ) અટકતો નહિ, કારણ કે તારૂં ખરૂં વતન પેલી પાર છે, ઓ આત્મા, (આત્મા) આ બાજુનો નથી.
૨૨૧૨ જો તું તારા વતનની ઈચ્છા કરે, ઝરાનો પેલીપારનો કિનારો પસાર કર, આ સાચી હદીસનો ખોટો અર્થ કરતો નહિ.
વજુ વખતે પડાતી બંદગીનો આંતરિક અર્થ કે જેનાથી નિયમીત વજું બજાવાય છે.
૨૨૧૩ નિયમીત વજુ કરવામાં, એક જુદા જ રૂપની બંદગી શરીરના દરેક અવયવ માટે હદીસમાં આપવામાં આવી છે.
૨૨૧૪ જ્યારે તમે પાણી તમારા નાકમાં ખેંચો, ત્યારે સંપૂર્ણતઃ માલિક પાસે સ્વર્ગની સુગંધ માંગો.
૨૨૧૫ એટલા માટે કે પેલી સુગંધ તમને બહિશ્ત તરફ દોરવે, ગુલાબની સુગંધ ગુલાબના ઝાડો તરફ દોરવે છે.
૨૨૧૬ જયારે તમો વિશુદ્ધિકરણનું કાર્ય ગુજારો ત્યારે પ્રાર્થનાનું રૂપ અને શબ્દો આ છે: “ઓ માલિક, આ (ગંદકીમાંથી) મને પવિત્ર કર.”
૨૨૧૭ મારો હાથ આ જગ્યા પર પહોંચ્યો છે, અને તેને ધોએલ છે, (પણ) મારો હાથ મારો આત્મા ધોવા માટે નબળો છે.
૨૨૧૮ ઓ તું કે જેનાથી નાલાયકનો આત્મા લાયક બનાવાય છે; તારી દયાનો હાથ આત્માઓને પહોંચતો હોય છે.
૨૨૧૯ આ (જેમ) હું દુષ્ટ છું, મારી શક્તિ મુજબ કર્યું છે, ઓ કીર્તિવંત, તું મારા આત્માને પવિત્ર બનાવ કે જે મારી શક્તિની મર્યાદા બહાર છે.
૨૨૨૦ ઓ ખુદા, મેં મારી ચામડી ગોબરી ચીજોથી ધોઈ સ્વચ્છ કરી છે. તું આ પ્રિય (આત્મા)ને દુન્યવી કલંકથી ધોઈ નાખ.
૨૨૨૧ અમુક માણસે વિશુદ્ધિકરણના વખતે કહ્યું “(ઓ ખુદા), મને બેહિશ્તની સુગંધથી જોડી દો.”
૨૨૨૨ (આથી) એક માણસે કહ્યું “તમે સારી રીત વાપરી છે, પણ દુઆ માટે (યોગ્ય) જગ્યા ગુમાવી છે.
૨૨૨૩ જ્યારે કે આ દુઆ નાક માટે લાગુ પડતી છે, શા માટે તેં નાકને લાગુ પડતું સુત્ર 'પુંઠ'ને માટે લાગુ કર્યું?
૨૨૨૪ એક મુક્ત બનેલ પોતાના નાકમાં બહિશ્તની સુવાસ સૂંઘે છે, પુંઠમાંથી બહિશ્તની સુગંધ કેમ આવશે?
૨૨૨૭ ગુલાબ નાકના કારણ માટે ઉગે છે, ઓ હલકટ, મધુર સુવાસ એ નાકનું નિયમિત વેતન છે.
૨૨૨૮ ગુલાબની સુગંધ સુંઘવાની ઇન્દ્રિય માટે છે, ઓ બહાદુર માણસ, આ નીચેનો ખાડો પેલી સુવાસની જગ્યા નથી.
૨૨૨૯ બહિશ્તની સુગંધ તને આ જગ્યામાંથી કેમ આવશે? જો તને (મધુર) સુગંધની જરૂરીઆત હોય, તો તેની યોગ્ય જગ્યાએથી શોધ.
૨૨૩૦ તેવીજ રીતે “વતનનો પ્રેમ” ખરો છે, (પણ) પહેલાં, ઓ શેઠ, તારૂં વતન (ખરેખરૂં) કયું છે?
૨૨૩૧ પેલી સમજું મચ્છીએ કહ્યું “હું મુસાફરી કરીશ. હું તેઓની સલાહ અને શિખામણમાંથી મારૂં દિલ ખેંચી લઈશ.
૨૨૩૪ આ સરોવરમાંથી દરિયા તરફ ચાલી નીકળ. દરિયો શોધ અને આ વમળમાંથી રજા લઈ લે.
૨૨૩૫ પેલી સચેત (મચ્છી)એ તરવું શરૂ કર્યું અને તેના જોખમી રહેઠાણમાંથી પ્રકાશના સમુદ્ર તરફ જતી હતી.
૨૨૩૬ એક હરણની માફક કે જેનો કુતરાએ પીછો કર્યો છે અને પોતાના શરીરમાં એક જ્ઞાનતંતુ બાકી રહે ત્યાં સુધી દોડવું ચાલુ રાખેલ છે.
૨૨૩૭ કુતરો પીછો કરતો હોય ત્યારે સસલાની ઉંઘ (બેદરકારી) એ એક પાપ છે, જેને ફિકર છે તેની આંખમાં ઉંઘ ખરેખર કેમ હોય ?
૨૨૩૮ પેલી મચ્છી રવાના થઈ અને દરિયાને રસ્તે પડી. તેણીએ દુરનો અને બહેાળા વિસ્તારનો રસ્તો લીધો.
૨૨૩૯ તેણીએ ઘણાં દુ:ખો વેઠ્યાં અને અંતે બધા પછી સલામતી અને સુખાપતી તરફ રવાના થઈ.
૨૨૪૦ તેણીએ પોતાને ઊંડા મહાસાગરમાં નાખી કે જેના સીમાડા સુધી કોઈ આંખ પહોંચી શકે નહિ.
૨૨૪૧ તેથી જ્યારે માછીમારો પોતાની જાળ (સરોવરે) લઈ આવ્યા, તેથી અર્ધ બુદ્ધિશાળી ખૂબ જ દીલગીર થઇ.
૨૨૪૨ અને કહ્યું, અફસોસ, મેં તક ગુમાવી છે, પેલા માર્ગદર્શક (પહેલી મચ્છી)ને હું શા માટે અનુસરી નહિ ?
૨૨૪૩ તે ઓચીંતી ભાગી છુટી પણ તેણીને જતાં જોઈને, મારે પણ ખુબ જ ઉતાવળે તેની પાછળ જવું જોઈતું હતું.
૨૨૪૪ ભુતકાળ માટે અફસોસ કરવો નકામો છે, જે ગયું છે તે પાછું આવવાનું નથી, તેને યાદ કરવું તે પણ કાંઈ મદદકર્તા નથી.
બીજી અર્ધ બુદ્ધિશાળીએ (છુટવાના) એક નિમિત્ત સાધનની તરકીબ કાઢી અને મરેલી હોવાનો ઢોંગ કર્યો.
૨૨૬૬ તકલીફના વખતે બીજી મચ્છીએ જ્યારે તે પેલી બુદ્ધિશાળીના રક્ષણના પડછાયામાંથી છુટી પડી ત્યારે કહ્યું.
૨૨૬૭ તે દરીયા તરફ ગઈ છે અને દુઃખમાંથી છુટી થઈ છે, આવો એક સારો મદદગાર મારાથી ગુમાવાયો છે.
૨૨૬૮ પણ હું તેનો વિચાર કરીશ નહિ. અને મારામાં ધ્યાન લગાડીશ, આ (ચાલુ) વખતે હું મરેલી હોવાનો ઢોંગ કરીશ.
૨૨૬૯ પછી હું મારૂં પેટ ઉપર ફેરવીશ અને મારી પીઠ નીચે અને પાણી ઉપર પાણી સાથે હાલીશ.
૨૨૭૧ હું મરેલી બનીશ, હું મને પોતાને પાણીના હવાલે કરીશ. દુઃખમાં સલામત બનવું એ મોત પહેલાં મૃત્યું પામવું છે.
૨૦૭૨ મોત પહેલાં મૃત્યુ પામવું એ સલામત બનવું છે. ઓ યુવાન, આમજ હ. મુસ્તફાએ આપણને ફરમાવ્યું છે.
૨૨૭૩ તેઓએ કહ્યું છે, તમો સઘળા મોત આવે તે પહેલા મરી જાઓ, નહિતર (આના પછી) તમો સખત દુઃખમાં મરશો.
૨૨૭૪ તે (મચ્છી) પેલી રીતે મરી ગઈ અને પોતાનું પેટ ઉપર કર્યું, પાણી તેણીને ક્યારેક ઉપર ક્યારે નીચે લઈ જતું હતું.
૨૨૭૫ પેલો પીછો કરનારા (માછીમારો)માંનો દરેક જણ (દિલમાં) એક મોટું દુઃખ અનુભવ્યું, કહીને અફસોસ સૌથી સારી મચ્છી મરેલી છે.
૨૨૭૬ તે (મચ્છી) તેમના આ કહેણ અને અફસોસથી ખુશી થઈ (તેણીએ પોતાના મનમાં કહ્યું), “આ મારી તરકીબ કામ આવી છે, હું તલવારના ઝટકાથી મુકત બની છું.”
૨૨૭૭ પછી એક ઉપયુક્ત માછીમારે તેને પકડી અને તેના પર થૂંક્યો અને જમીન ઉપર ઘા કર્યો.
૨૨૭૮ તેણી (અર્ધ બુદ્ધિશાળી મચ્છી) આળોટતી આળોટતી છુપી રીતે પાણીમાં ચાલી ગઈ (માત્ર) પેલી મુર્ખ (જ્યાં હતી) ત્યાં રહી. દુઃખમાં આમ તેમ તરફડીયા મારતી.
૨૨૭૯ પેલી મુર્ખ ડાબી અને જમણી તરફ કુદકા ભુસકા ચાલુ રાખ્યા. એટલા માટે કે તેના પોતાના પ્રયત્નોથી તે પોતાનું શરીર બચાવે.
૨૨૮૦ તેઓએ જાળ નાખી અને તેણી (આખરે) જાળમાં જ રહી. મુર્ખતા, પેલા (દુ:ખના) અગ્નિમાં ખેંચી ગઈ.
૨૨૮૧ તળવાની કડાઈમાં અગ્નિના મથાળે તેણી મુર્ખાઈની સાથીદાર બની.
૨૨૮૨ (ત્યાં) તેણી ભડકાની અગ્નિમાં આકુળ વ્યાકુળ થતી હતી. સમજણ તેને કહેતી હતી, “એક ચેતવણી આપનાર તારી પાસે આવ્યો ન હતો?”
૨૨૮૩ તે દુઃખ અને તકલીફના કચરામાંથી, નાસ્તિકોના આત્માઓની માફક જવાબ દેતો હતો, તેઓએ કહ્યું “હા.”
૨૨૮૪ પછી ફરીવાર તે કહેતો હતો, જો આ વખતે હું આ ગરદન ભાંગતા દુઃખમાંથી નાશી છૂટું તો,
૨૨૮૫ હું મારું ઘર સમુદ્ર સિવાય બીજે બનાવીશ નહિ, હું મારૂં રહેઠાણ તળાવને બનાવીશ નહિ.
રર૮૬ હું કિનારા વગરનો સમુદ્ર શોધીશ અને સહિસલામત બનીશ. હું સલામતીમાં જઈશ અને કાયમના સુખમાં જઈશ.
૨૩૭૭ (જો) એક ગાય બગદાદમાં ઓચીંતી આવે અને (શહેરની) આ બાજુએથી પેલી બીજી બાજુએ જાય,
૨૩૭૮ છતાં (તેની) બધી ખુશીઓ અને આનંદો તેણી તરબુચની છાલ સિવાય બીજામાં જોશે નહિ.
૨૩૭૯ (જો) તણખલું અથવા સુકું ઘાસ રસ્તા ઉપર પડેલું છે (તે) આવા એક મંદ બુદ્ધિ અથવા અક્કલહિન માટે લાયકનું છે.
૨૩૮૦ (તેની જનાવરી) પ્રકૃતિના નખ ઉપર (લટકતો) માંસના કટકાની માફક સુક્કો તેનો આત્મા, ગૌણ કારણોથી બંધાએલો, વધુ મોટો બનતો નથી.
૨૩૮૧ પણ વિસ્તરણીય જ્ઞાન કે જ્યાં સાધનો અને કારણોના ભુક્કા બોલી ગયા છે ત્યાં, ઓ ખૂબજ માનવંત સાહેબ, “ખુદાની જમીન" છે.
૨૪૬૭ ધ્યાન દઈને સાંભળ, જો તને એક પવિત્ર દિલ જોઈતું હોય તો સાવધાન બનજે. કારણ કે દરેક કાર્યની અસરમાં તારા માટે કંઈક ઉત્પન્ન થાય છે.
૨૪૬૮ અને જો તને આના કરતાં વધુ ઉત્કટ ઈચ્છા છે, તો સાહસ, સાવધના દરજજાથી પર જાય છે.
૨૪૮૨ કારણ કે માણસ નદીના પાણી જેવો છે. જ્યારે તે ગંદુ બને છે. તું તેનું તળીયું જોઈ શકે નહિ.
૨૪૮૩ નદીનું તળીયું જવાહીરો અને મોતીઓથી ભરેલું છે, ચેતવણી ધ્યાનમાં લેજે, પાણી ગંદુ કરતો નહિ. કારણ કે તે (અસલમાં) ચોકખું અને સ્વતંત્ર છે,
૨૪૮૪ માણસનો આત્મા હવાને મળતો છે, જ્યારે તે (હવા) ધૂળ સાથે ભેગી થાય છે, તે આકાશને ઢાંકે છે.
૨૪૮૫ અને (આંખને) સુર્યના જોવામાંથી અટકાવે છે. (પણ) જ્યારે તેની ધુળ ચાલી ગઈ હોય છે, તે ચોકખી અને સ્વચ્છ બને છે.
૨૪૮૬ તેમ છતાં સંપૂર્ણ અંધારૂ તારામાં ખુદા બતાવતો હોય છે. કે જેથી તું મુક્તિના રસ્તાને સાંધે.
ખુદાની હ. મુસા ઉપર વહી ઉતરવી, કહે, ઓ મુસા, હું કિર્તીવંત પેદા કરનાર તને ચાહું છું.”
૨૯૨૧ ખુદાએ દિલની પ્રેરણાથી મુસા (અ.સ.) સાથે વાત કરી. કહે, “ઓ પસંદ કરાએલા હું તને ચાહું છું.
૨૯૨૨ તેમણે (હ. મુસા)એ કહ્યું “ઓ દાનેશ્વરી, (મારામાં) તેમ થવાના ક્યા ગુણો છે, (તે મને કહો) એટલા માટે કે હું તેને વધારું.
૨૯૨૩ તેણે (ખુદાએ) કહ્યું, “તું એક બાળક કે જે તેની માતાની હાજરીમાં હોય છે તેના જેવો છો. જ્યારે તેણી તેને સજા કરે છે, ત્યારે તે તેણીને જ પકડી રાખે છે.
૨૯૨૪ તે એટલું પણ જાણતું નથી કે દુનિયામાં તેણીના સિવાય બીજું કોઈ છે કે નહી. તે તેણીથી દુ:ખમાં અને (સુખમાં) મદમસ્ત, બંન્નેમાં તેણીનેજ વળગી રહે છે.
૨૯૨૫ જો તેણીની મા તેને એક તમાચો ફટકારે છે, છતાં તે તેની મા તરફ જ આવે છે અને તેણીને જ વળગી રહે છે.
૨૯૨૬ તે તેણીની સિવાય બીજાની મદદ શોધતું નથી, તેથી જ તેણી તેની ભલાઈ અને બુરાઈ બધું જ છે,
૨૯૨૭ તારુ દિલ તેવી જ રીતે, ભલા બુરા (સંજોગોમાં) મારા સિવાય બીજી જગ્યાએ કદી ફરતું નથી.
૨૯૨૮ તારી દ્રષ્ટિમાં મારા સિવાય બીજા બધા પત્થરાઓ અને ઢેફાંઓ છે. ભલે પછી (તેઓ) છોકરાઓ અથવા યુવાનો અથવા વૃદ્ધ માણસો હોય.
૨૯૨૯ જેમકે “અમે તારી જ બંદગી કરીએ છીએ.” અમે ઝંખના પુર્વક આજીજી માંગીએ છીએ. (જેથી) તકલીફમાં “અમો તારીજ મદદ માંગીએ" તારા સિવાય કોઈની પણ (મદદ માંગતા) નથી.
૨૯૩૦ આ "અમે તારી જ બંદગી કરીએ છીએ" વાક્યનો ઉપયોગ ભક્તિ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે રૂઢિપ્રયોગાત્મક રીતે થાય છે. પ્રમાણિકતા પર ભાર મૂકવા અને ઈબાદતમાં દંભને નકારવા માટે છે.
૨૯૩૧ "અમે તમારી પાસેથી મદદ માંગીએ છીએ" આ શબ્દો કહીને, તેઓ મદદ માટે તેમની વિનંતીને, ફક્ત ખુદા પુરતી જ મર્યાદિત કરે છે, અને દિશામાન કરે છે. તેમના ઉપર સંપૂર્ણ નિર્ભરતા પર ભાર મૂકે છે.
૨૯૩૨ અર્થ, અમે તારા એકલા માટે જ બંદગી ગુજારીએ છીએ, અમોને માત્ર તારી જ મદદની આશા છે.
એક બાદશાહનું પોતાના ગાઢ સાથી ઉપર ગુસ્સે થવું, અને એક તરફદારી કરનારે (બાદશાહના) ગુસ્સાની વસ્તુંના હેતુમાં તરફેણ કરવી અને (જ્યારે) બાદશાહે તરફદારી સ્વીકારી, ગાઢ સાથી મધ્યસ્થી કરનારના કાર્યથી રોષે ભરાયો અને પૂછયું. “શા માટે વચ્ચે પડ્યો?”
૨૯૩૩ એક બાદશાહ એક ગાઢ સાથી સાથે ગુસ્સે થયો, અને તેનામાંથી ધુળ અને ધુમાડો કાઢવાની તૈયારીમાં હતો.
૨૯૩૪ બાદશાહે મ્યાનમાંથી પોતાની તલવાર ખેંચી, કે તે પેલી બેફરમાની માટે તેના (સાથી) ઉપર સજા ઠોકે.
૨૯૩૫ કોઈને પણ એક શબ્દ બોલવાની કે કોઈ મધ્યસ્થીને પેલા માટે તરફદારી કરવાની હીંમત ન હતી.
૨૯૩૬ દરબારીઓના એક ‘ઈમાદુલ મુલ્ક' "નામ" (કે) જેઓને હ. મુસ્તફાની માફક તરફદારીની બાબતમાં ખાસ હક હતો.
૨૯૩૭ તેઓ કૂદી પડયા અને તુર્તજ પોતાને સિજદામાં નાખ્યા. બાદશાહે તુર્તજ પોતાના હાથમાંની વેરની તલવાર ફેંકી દીધી.
૨૯૩૮ અને કહ્યું “જો કે ભલે તે સેતાન પણ હોય. હું તેને માફ કરૂં છું અને તેણે એક દુષ્ટ કામ પણ કર્યું હોય, હું તેને ઢાંકી દઉં છું.
૨૯૩૯ જ્યારે તમારા પગલાએ તરફદારી કરી છે, હું સંતોષ પામ્યો છું. (ભલે પછી) ગુન્હો કરનાર વ્યક્તિએ એકસો નુકશાન કારક કાર્યો આચર્યા હોય.
૨૯૪૦ તમોને, આવા ઉત્તમ અને આવા મહાનને જોતાં હું એક લાખ ગુસ્સાઓને ગળી શકું છું.
૨૯૪૧ (પણ) તમારી આજીજી કદી નકારી શકું નહિ, કારણ કે તારી આજીજી એ ખાત્રીપૂર્વક મારી જ આજીજી છે.
૨૪૪૨ (કદાચ) જો તેણે જમીન અને આસમાનને અવ્યવસ્થામાં ફેંક્યાં હોત તો પણ આ માણસ (મારા) વેરમાંથી છટકી શક્યો ન હોત.
૨૯૪૩ અને જો (આખી દુનિયા) અણુએ અણું (તેના છુટકારા માટે) આજીજી કરનાર બન્યું હોત. તો પણ આ પળે મારી તલવારમાંથી તે પોતાનું માથું બચાવી શકયો ન હોત.
૨૯૪૪ ઓ અમીર, (આના કારણે) અમો તારા ઉપર કાંઈ આભાર કરતા નથી, પણ, એ અમારો ગાઢ સાથી, તે માત્ર તમારા માનના સમજાવવા ખાતર (કહીએ છીએ).
૨૯૪૫ તમોએ આ (તરફદારી) કરી નથી, કારણ કે ખાત્રીપૂર્વક મેં જ તે કરી છે, ઓ તમો કે જેઓના સદ્ગુણો મારા ગુણોમાં સમાય ગયા છે.
૨૯૪૬ આ (બાબતમાં) તું આ કાર્ય કરવા નીમાએલોજ છે. નહિ કે (તેનું મુખ્ય કાર્ય કરનાર) જેમ કે તું મારાથી પેદા થયો છે, અને તારા પોતાથી જ પેદા થયો નથી.
૨૯૪૭ તું (મારા કાર્યનું હથીઆર) બન્યો છે, (આયાત મુજબ), “જ્યારે તેં ફેંકી, ત્યારે તેં ફેંકી ન હતી” ફીણની માફક તેં તારા ખુદને મોજામાં છોડી દીધેલ છે.
૨૯૪૮ તું ‘નહિવત' બન્યો છો. (હવે) મારા સિવાય બીજે રહેઠાણ લેતો નહિ. આ અદભૂત છે, કે તું કેદી પણ છો અને એક બાદશાહ પણ છો.
૨૯૪૯ તેં આપ્યું તે તેં આપ્યું નથી, બાદશાહે તે આપ્યું. તે એકલો જ છે, ખુદા સત્ય રસ્તો સૌથી સારી રીતે જાણે છે.
૨૯૫૦ અને પેલો ગાઢ સાથી કે જેને દુઃખના ફટકામાંથી મુક્ત કરાયો હતો. આ મધ્યસ્થીથી નારાજ થયો અને (તેનાથી અગાઉની) વફાદારી પાછી ખેંચી લીધી.
૨૯૫૧ તેણે પેલા સન્માનિત માણસથી દોસ્તીના બધા (સંબંધો) કાપી નાખ્યા, અને પોતાનો ચહેરો દિવાલ તરફ ફેરવતો, એટલા માટે કે તે તેને સલામ ન આપે.
૨૯૫૨ તે તેના મધ્યસ્થીથી વિમુખ બન્યો, આથી આશ્ચર્યતામાં લોકોએ વાતો શરૂ કરી.
૨૯૫૩ કહે, (જે) તે ગાંડો બન્યો નથી? તો, જે માણસે તેની જિંદગી બચાવી, તેનાથી શા માટે દોસ્તીના સબંધો કાપી નાખ્યા ?
૨૯૫૪ તે (મધ્યસ્થી)એ પેલી પળે તેનું માથું ઉડવામાંથી બચાવ્યો હતો. તે (ગુન્હેગારે) તેના પગની ધૂળ બનવું જોઈતું હતું.
૨૯૫૫ તે અવળે રસ્તે ગયો છે અને (તેના દોસ્તને) છોડી દેવાનું પગલું લીધું છે, આના જેવા એક પ્રેમાળ વિરૂદ્ધ તેણે દુશ્મનીનું પગલું ભર્યું છે.
૨૯૫૬ પછી એક માર્ગદર્શકે તેની પાસે હાજર થઈ કહ્યું, “શા માટે તમો એક વિશ્વાસુ દોસ્ત તરફ આવી અન્યાયી વર્તણુક કરો છો ?
૨૯૫૭ પેલા પસંદ કરાએલા (મધ્યસ્થિ)એ તારી જિંદગી છોડાવી અને તે પળે માથું કપાવામાંથી તમને બચાવ્યા.
૨૯૫૮ જો તેમણે (તમારા તરફ) ગુન્હો કર્યો હોય તો પણ તમારે તેમાંથી ફરી જવું જોઈએ નહિ, તે વખાણ લાયક દોસ્ત તારો ખાસ હિતેચ્છું હતો.
૨૯૫૯ તેણે જવાબ આપ્યો, “બાદશાહના હિત માટે જીંદગી સહેલાઈથી આપી દેવાય છે, શા માટે તે અમારી વચ્ચે મધ્યસ્થિ તરીકે આવ્યો.
૨૯૬૦ તે પળે મારી હાલત આ જણાવ્યા પ્રમાણેની હતી. (હદીશ): "ખુદા સાથે એવી હાલતમાં હું હતો કે કોઈ પણ પસંદ કરાએલા નબીઓ પણ મારી બરોબરીમાં ન હતા.”
૨૯૬૧ હું દયાની ઈચ્છા કરતો ન હતો. પણ બાદશાહના ઝટકાની (ઇચ્છા કરતો હતો), હું પેલા બાદશાહ સિવાય બીજાની પનાહ ઈચ્છતો ન હતો.
૨૯૬ર મેં બાદશાહની આગળ સા સર્વે તજી દીધેલ છે, કારણ એ છે કે મેં બાદશાહને અર્પણ કરેલ છે. મેં મારા ખુદને બાદશાહને અર્પણ કરેલ છે.
૨૯૬૩ બાદશાહ, જો પોતાના ગુસ્સામાં મારૂં માથું ઉડાડે, તો બીજી સાઠ, જિંદગીઓ મારા ઉપર ઈનાયત કરશે.
૨૯૬૪ મારૂં કામ જોખમ વહોરવું અને માથું (ગુમાવવું) અને બેખુદ બનવાનું છે, મારા બાદશાહનું કામ (મને) એક (નવું) માથું આપવાનું છે.
૨૯૬૫ તે માથાને માન આવે કે જે બાદશાહના હાથથી જુદું થયું છે ! તે માથાને શરમ છે કે તે પોતાને બીજા પાસે લઈ જાય છે.
૨૯૬૭ ખરેખર, તેની (બાદશાહની) જેણે પ્રદક્ષિણા કરી. તે બાદશાહને ગુસ્સા, દયા, અશ્રદ્ધા અને ધર્મથી પર જુએ છે.
૨૯૬૮ દુનિયામાં કદી એકપણ 'શબ્દ' તેને સંબોધનને યોગ્ય આવેલ નથી, કારણ કે તે સંતાએલ છે, સંતાએલ, સંતાએલ.
૨૯૬૯ તેજ પ્રમાણે આ કિર્તીવંત નામ અને શબ્દો, હ. આદમ (અ.સ.)ના (મુખમાંથી ઉચ્ચારેલા) શબ્દોમાંથી જાહેરમાં આવ્યા હતા.
૨૯૭૦ તેણે (ખુદાએ તેને) નામો શીખવ્યા, હ. આદમને માટે તે “એક ઈમામ” હતો, પણ (શીખવવું) 'અયન' અને 'લામ'ના જેવી લખાણની શૈલીમાં ન હતું,
૨૯૭૧ જ્યારે તેમણે પોતાના માથા પર પાણી અને માટીની ટોપી પહેરી, ત્યારે પેલા રૂહાની નામો કાળા ચહેરાવાળા બન્યા.
૨૯૭૨ કારણ કે તેઓએ અક્ષરો અને શ્વાસનો પડદો ધારણ કર્યો, (માત્ર) એટલા માટે કે આવશ્યક વાસ્તવિતા (ક્રમે ક્રમે) માટી અને પાણીને જાહેર બનેલી બતાવે.
૨૯૭૩ જો કે એક દ્રષ્ટિબીંદુએ જોતાં વાણી પ્રેરણા જાહેર કરનાર છે, છતાં દ્રષ્ટિના દસ બીંદુઓથી તે એક પડદો અને છુપાવનાર છે.
યા અલી મદદ