Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી

વાર્તા - ૧૦

વાર્તા - ૧૦

0:000:00

હ. ઈબ્રાહીમ ખલિલુલ્લાહ (અ.સ.)નો હ. જીબ્રાઈલ (અ. સ.)ને જવાબ દેવો, જ્યારે તેઓએ તેમને પૂછયું. “તમને કાંઈ જરૂરીયાત છે?” તારી મદદને લક્ષમાં લેતાં. “નહિ જ.”

૨૯૭૪ હું હ. ઈબ્રાહીમ ખલીલુલ્લાહ આ ચાલુ હાલતનો ખલિલ (દોસ્ત) છું. અને તે જીબ્રાઈલ છે, દુઃખમાંથી (મુક્ત કરવા) રાહનુમાની માફક મને તે જોઈતો નથી.

૨૯૭૫ તેણે ઉમદા હ. જીબ્રાઈલે ખુદાના દોસ્તને તેઓની શું ઈચ્છા હતી તે પૂછી.

૨૯૭૬ કહે, તમારી કાંઈ ઈચ્છા છે? કે જેથી હું કાંઈ મદદ કરૂં, નહિતર, હું ઉડું અને એક ઝપાટાબંધ રવાનગી કરૂં.

૨૯૭૭ હ. ઈબ્રાહીમે કહ્યું “નહિ, રસ્તામાંથી હટી જાઓ, સીધા પરલૌકિક દ્રશ્ય બાદ મધ્યસ્થી એક અગવડ છે.

૨૯૭૮ આ ચાલુ જીવનના કારણ માટે (દૈવી) સંદેશક સાચા ઈમાનદારો માટે એક સાંકળની કડી (સમાન) છે.

૨૯૭૯ જો દરેક દિલ ગુપ્ત (દૈવી) વહી સાંભળતું હોત તો દુનિયામાં શબ્દો અને અવાજો ક્યાંથી હોત?

૨૯૮૦ ભલે તે (મધ્યસ્થી) ખુદામાં ગુમાવાયેલો છે. અને બેખુદ છે, છતાં મારી હકીકત તેનાથી વધુ નાજુક છે.

૨૯૮૧ તેનું કાર્ય એ બાદશાહનું કાર્ય છે, પણ મારી અસ્થિરતાને (તે જ સારૂં કરશે), તે ખરાબ બનેલું દેખાય છે.

૨૯૮૨ તે કે જે હલકટને દયાનું જ સત્ય છે. તે (ખુદાના) પસંદ કરાએલાને કોપ બને છે.

૨૯૮૩ ખૂબજ સંકટો અને દુઃખો હલકટે સહન કરવાં જોઈએ, એટલા માટે કે તેઓ ભેદભાવ સમજવાને શક્તિમાન થાય.

૨૯૮૪ કારણ કે ઓ (મારા) ગુફામાંના સાથી, આ મધ્યસ્થીના શબ્દો એક કે જે (ખુદાથી) મળેલો છે, તેની દ્રષ્ટિમાં કાંટાઓ છે, કાંટાઓ, કાંટાઓ.

૨૯૮૫ ખૂબજ તકલીફ અને દુ:ખ અને રાહ જોવાની જરૂરત હતી, એટલા માટે કે પેલો પવિત્ર આત્મા (મધ્યસ્થીમાંથી) શબ્દોમાંથી મુક્ત બનેલો બને.

૨૯૮૬ પણ કેટલાક (માણસો) બીજાઓ કરતાં આ પડઘા તરફ વધુ બહેરા બન્યા છે, વળી કેટલાક પવિત્ર બન્યા છે, અને ઉંચા દરજજા પર પહોંચ્યા છે.

૨૯૯૪ રૂપો તેલની માફક છે. અને જરૂરી અર્થ પ્રકાશની (માફક) છે.

હ. મુસા (અ.સ.) એ માલિક પાસે આજીજી કરી કહીને, તું રૂપોને બનાવે છે અને તેમનો નાશ કરે છે?અને જવાબ કેવો આવ્યો તે વિષે.

૩૦૦૧ હ. મુસાએ કહ્યું, “ઓ અંદાજના માલિક, તું જ રૂપ પેદા કરે છે. તેનો ફરીવાર શા માટે નાશ કરે છે ?”

૩૦૦૩ ખુદાએ કહ્યું, “હું જાણું છું કે આ તારો સવાલ, અશ્રદ્ધા અને ગફલતી અને વૃથા કલ્પનામાંથી નથી.

૩૦૦૫ પણ (હું જાણું છું કે) તું મારા કાર્યોમાં, ડહાપણ અને અસાધારણ અવધિના ગુપ્ત અર્થ શોધવાની ઈચ્છા રાખે છે.

૩૦૦૭ તું એક સવાલ કરનાર ઈરાદાપુર્વક બન્યો છે, કે હલકટને આ બાબત કહી શકે, અલબત તું તેનાથી જાણીતો તો છો જ.

૩૦૦૮ એ કારણે આ સવાલ કરવો એ જ્ઞાનનો અર્ધભાગ છે, અને (આ સવાલ કરવાની) લાયકાત બહારના દરેકને હોતી નથી.

૩૦૦૯ સવાલ અને જવાબ બંન્ને જ્ઞાનમાંથી ઊભા થાય છે. જેમ કાંટો અને ગુલાબ પાણી અને જમીનમાંથી (ઉગે છે).

૩૦૧૨ પેલા કાલિમ (હ. મુસા અ. સ.) એક અજ્ઞાની શોધક (જેવા) બન્યા, એટલા માટે કે તેઓ આ ગુઢાર્થથી અજ્ઞાનીને વાકેફગાર બનાવે.

૩૦૧૩ ચાલો આપણે પણ તેજ પ્રમાણે અજ્ઞાની બનવાનો ઢોંગ કરીએ. જાણે (આપણે) હકીકતથી અજાણ્યા હતા, તેમ સવાલનો જવાબ પ્રકાશમાં લાવીએ.

૩૦૧૫ પછી ખુદા તેનામાં બોલે, કહે, ઓ તું કે જે ખૂબજ ઉત્તમ સમજ ધરાવે છે, જ્યારે કે તેં (સવાલ) પૂછયો છે તો આવ, જવાબ સાંભળ.

૩૦૧૬ ઓ મુસા, જમીનમાં થોડાં બીયા વાવ, કે તું તારી મેળે આ (સવાલનો) ઈન્સાફ મેળવી શકે.

૩૦૧૭ જ્યારે હ. મુસા (અ.સ.)એ વાવ્યાં અને બીયાં ઉગીને મોટા થયા અને તેના કુંડાઓએ ખુબસુરતી અને સમરૂપતા મેળવી.

૩૪૧૮ તેઓએ દાતરડું લીધું અને વેલો કાપતા હતા. પછી અદ્રશ્યમાંથી એક અવાજ તેઓના કાને પહોંચ્યો.

૩૦૧૯ બુમ પાડી, કહે, “તેં શા માટે વાવ્યું અને કેટલાક બીયાંની સંભાળ લીધી અને (હવે) જ્યારે તેણે સંપૂર્ણતા મેળવી ત્યારે તું કાપે છે.

૩૦૨૦ તેઓએ જવાબ આપ્યો, “ઓ માલિક, હું તેને કાપું છું અને નીચે મૂકું છું, કારણ કે ઘાસ અહીં છે અને ધાન્ય (પણ).

૩૦૨૧ ધાન્યનો ઘાસના કોઠારીયામાં (સંગ્રહ કરવો) વ્યાજબી નથી. ઘાસને ધાન્યના કોઠારમાં (મુકવું) તે પણ તેવું જ ખરાબ છે.

૩૦૨૨ આ બન્નેને ભેગાં રાખવાં એ ડહાપણ નથી, તે (ડહાપણ) ફોતરા કાઢી નાખી જુદાં બનાવવા જરૂરી બનાવે છે.

૩૦૨૩ તેણે (ખુદાએ) કહ્યું, “આ જ્ઞાન તેં કોની પાસેથી મેળવ્યું ? કે જેથી આ જ્ઞાનના પ્રતાપે તેં દાણા છુટા પાડવાની જગ્યા તૈયાર કરી છે?

૩૦૨૪ તેમણે જવાબ આપ્યો. “ઓ ખુદા, તેં જ મને આ પરખશક્તિ આપી છે, તેણે (ખુદાએ) કહ્યું “તો પછી મને પરખશક્તિ કેમ ન હોય?”

૩૦૨૭ એ જરૂરી છે કે આ ભલા બુરા (વચ્ચેનો તફાવત) દેખીતો બનાવાય, જેમ તણખલામાંથી ઘઉં દેખીતા બનાવવા (જરૂરી) છે.

૩૦૨૯ તેણે (ખુદાએ) કહ્યું, “હું એક છુપો ખજાનો હતો.” ધ્યાન દઈ સાંભળ, તારૂં (રૂહાનીયત) સત્ય ગુમાવાએલું બનવા આપતો નહિ, દેખીતો બન!

૩૦૩૦ તારું સાચું સાર તત્વ જુઠાણામાં, દુધના સ્વાદમાં માખણના સ્વાદની માફક સંતાએલું છે.

૩૦૬૪ નિંદ્રા (એકાગ્રતા, મદહોશી) દરમ્યાન તારો આત્મા, (ચીજોની) હાલતનું સાદ્રષ્ય બતાવે છે. કે જે જ્યારે તું જાગૃત હો તો વીસ વર્ષમાં ન બતાવે, તે તું જુએ છે.

૩૦૬૫ અને તું (આખી) જીંદગી માટે તે અર્થઘટનની શોધમાં પવિત્ર (રૂહાનીયત) રાજાઓની શોધમાં દોડતો હોય છે.

૩૦૬૬ કહે છે, “(મને) કહો કે પેલા સ્વપ્નાનું અર્થઘટન શું છે ? આવા એક ગુઢાર્થને શાખા કહેવી એ હલકાઈ છે.

૩૦૬૮ હાથી બનવું જરૂરી છે, એટલા માટે કે જ્યારે તે ઉભા ઉભા સુએ છે, ત્યારે તે હિંદની જમીનનું સ્વપ્ન જુએ છે.

૩૦૬૯ ગધેડો કદી પણ હિંદનું સ્વપ્ન જુએ નહિ. ગધેડાએ કદી પણ પરદેશમાં મુસાફરી કરી હોતી નથી.

૩૦૭૦ હાથીના જેવા અને ઘણા જ બળવાન આત્માની જરૂર છે, કે નિદ્રામાં તે ઝડપભેર હિંદ જવા શક્તિમાન બને.

૩૦૭૧ હાથી ઈચ્છાના કારણ અંગે હિંદ યાદ કરે છે, પછી રાત્રીના પેલી તેની યાદી સરૂપ મેળવે છે.

૩૦૭૨ (કુરાન) “તમે અલ્લાહને યાદ કરો?” એ દરેક દુર્જન સુધી (પહોંચી શકે) તેવું ભક્તિભાવનું કાર્ય હોય નહિ. (હુકમ) “તમે પાછા ફરો" એ દરેક ધિક્કારપાત્રના પગ ઉપરની બેડી નથી.

૩૦૭૩ પણ છતાં તું નિરાશ થતો નહિ. એક હાથી બન, અને જો તું હાથી નથી, પ્રકૃતિ બદલવાની શોધમાં રહે.

૩૦૭૮ અદમનો પુત્ર ઈબ્રાહિમ આ (જાતનો) હતો કે જેણે નિદ્રામાં (એકાગ્રતામાં, મદહોશીમાં) પડદા વગર રૂહાનીયત હિન્દુસ્તાન ખુલ્લું બનેલું નિહાળ્યું!

૩૦૭૯ (તેથી) આવશ્યક તેણે જંજીરોના ભાંગીને ભુક્કા કર્યા અને તેની બાદશાહી પહાડોના ટુકડા કર્યા અને અદ્રષ્ય થયો.

૩૦૮૦ હિન્દુસ્તાન (અસલ વતન) જોયાની નિશાની એ છે કે તે (કે જે તેને જુએ છે) તે નિંદ્રામાંથી શરૂ કરે છે અને ગાંડો બને છે.

૩૦૮૧ તે (દુન્યવી) યોજનાઓ ઉપર ધૂળ વેરશે. અને સાંકળની કડીઓ તે તોડી નાખશે.

૩૦૮૨ જેવી રીતે કે હ. પયગમ્બર સાહેબે (દૈવી) “નૂર” માટે કહ્યું છે કે તેની નિશાની (માણસના) દિલમાં છે.

૩૦૮૩ તે તે જ છે કે જેણે ‘નૂર' મેળવ્યું છે, ચાલુ દુનિયામાંથી પોતાને પાછો ખેંચે છે અને બહિશ્તમાંથી પણ પોતાને પાછો ખેંચે છે.

કાબુલની એક ઘરડી સ્ત્રીએ મેલી વિદ્યાથી શાહજાદા ઉપર જાદુ કર્યો, શાહજાદો આ બદસુરત ડાકણ સાથે પ્રેમમાં પડ્યો કે જેથી તેણે પોતાની નવવધુ અને શાદી છોડી દીધા.

૩૦૮૫ અમુક બાદશાહને એક જાહેર બાતુનના સદ્ગુણોવાળો જુવાન પુત્ર હતો.

૩૦૮૬ તેને (બાદશાહને) સ્વપ્ન આવ્યું કે પેલો પુત્ર ઓચીંતો મરણ પામ્યો. બાદશાહ માટે દુનિયાની પવિત્રતા (આનંદોત્સવ) દુખની કીટમાં બદલાઈ ગયા.

૩૦૮૭ તેની આંખ (દુઃખના) અગ્નિની ગરમીથી સુકાએલી બની, કારણ કે અગ્નિના ધખધખવાના કારણે તેના આંસુઓ (પણ) સુકાઈ ગયા.

૩૦૮૮ બાદશાહ એટલો બધો દુઃખી અને દિલની હાય કાઢતો બન્યો, તેની આહો તેનામાં રસ્તો શોધી શકતી ન હતી.

૩૦૮૯ તે મરણ પામવાની તૈયારીમાં હતો, તેની કાયા નિસ્તેજ બની (પણ) તેનું જીવન (સંપૂર્ણ થવા માટે) બાકી રહેલ હતું, તેટલામાં બાદશાહ સપનામાંથી જાગૃત થયો.

૩૦૯૦ જાગૃત થતાં, પોતાના જીવનમાં કદી પણ ન અનુભવી હોય તેવી ખુશીયાલી તેણે અનુભવી.

૩૦૯૯ ઓ આનંદી આદમી, સ્વપ્નામાં રોવાને (ભાવિ ઘટનાના શુકનના) અર્થ ઘટનમાં આનંદ અને ખુશી (બતાવે છે).

૩૧૦૦ બાદશાહ વિચારમાં લીન થયો. કહે, ખરેખર આ દિલગીરી પસાર થઈ ગઈ છે, પણ મારો આત્મા એકાદ તેવાજ બનાવ માટે શંકાશીલ બનેલ છે.

૩૧૦૧ અને જો આવો એક કાંટો મારા પગમાં ઘોંચાઈ કે ગુલાબ રવાના થાય (પુત્ર મરણ પામે). તો મારે એક સંભારણાની જરૂરત હોવી જોઈએ.

૩૧૦૮ (બાદશાહે કહ્યું) “પવન સખત છે અને મારી બત્તી ઝાંખી બની છે, હું તેમાંથી એક બીજી બત્તી સળગાવીશ.

૩૧૦૯ કે જેથી કદાચ એક સંપૂર્ણ (બત્તી) જો પેલી એક બત્તી પવનથી બુજાઈ જાય તો તેઓમાંથી ઉત્પન્ન થાય.

૩૧૧૦ ત્યાગીની માફક કે જેઓ જંજાળમાંથી સ્વતંત્રતા મેળવવાની ખાતર કાયાની ખામીવાળી આ બત્તીમાંથી દિલની બત્તી સળગાવી છે.

૩૧૧૧ એટલા માટે કે એક દિવસે જ્યારે આ (દૈહિક બત્તી) ઓચીંતા નાશ પામે છે, ત્યારે તે પોતાની આંખ સમક્ષ આત્માની બત્તી આગળ કરે.

૩૧૧૨ તે (બાદશાહ) આ સમજ્યો નહિ, તેથી તેના બેધ્યાનપણામાં એક નાશકારક બત્તી પાસે, નાશ પામતી બત્તીની માગણી કરી.

તેની (પુત્રની) દોડનો અંત આવવાની બીકમાં બાદશાહ પોતાના પુત્ર માટે એક નવવધૂ લાવ્યો.

૩૧૧૩ (બાદશાહે પોતાના દિલમાં કહ્યું) “તો પછી તે જરૂરી છે કે તેના માટે એક નવવધુની શોધ કરવી કે જેથી આ શાદીમાંથી સંતતિ દેખાય (ઔલાદ થાય).

૩૧૧૪ (કે જેથી) જો આ બાજ (મારો પુત્ર) મરણાધીનતાની હાલત તરફ પાછો ફરે, તેનો પુત્ર (બાજના મૃત્યુ બાદ) બાજ બને.

૩૧૧૫ (અને કે) આ બાજનું રૂપ અહીંથી જાય તો તેનો આંતરિક મુદ્દો તેનો પુત્ર હૈયાત રહે.

૩૧૧૬ આના કારણે જ પેલા પ્રખ્યાત બાદશાહ હ. મુસ્તફાએ કહ્યું છે, “પુત્ર તેના પિતાનું સત્ય છે"

૩૧૨૦ હું પણ, મારો વંશ ચાલુ રાખવાના ઈરાદાએ સારા સદ્ગુણો વાળી એક નવવધૂ મારા પુત્ર માટે શોધીશ.

૩૧૨૧ હું એક એવી કન્યાને શોધીશ કે જે ધાર્મીક માણસની સંતતિ હોય, નહિ કે સખત મુખ મુદ્રાવાળા બાદશાહની સંતતિ.

૩૧૨૨ ઈમાનદાર માણસ પોતેજ એક બાદશાહ છે. તે સ્વતંત્ર છે, તે વિષયવાસના અને લાલસાનો કેદી નથી.

૩૧૩૮ બાદશાહે સારા સ્વભાવવાળી એક કુંવારીકા (પોતાના પુત્રને શાદીમાં) આપી.

૩૧૩૯ ખરેખર, ખૂબસુરતીમાં તેની કોઈ હરીફ ન હતી, તેણીનો ચહેરો સવારના સૂર્ય કરતાં વધુ પ્રકાશિત હતો.

૩૧૪૦ કુંવારકાની આવી (સરસ) ખૂબસુરતી હતી, અને તેણીના સદ્ગુણો એવા હતા કે તેમની ઉત્તમતાના કારણે તે કાંઈ વર્ણન કરતાં વર્ણવી ન શકાય તેવી હતી.

૩૧૪૧ મઝહબને તારો શિકાર બનાવ કે બદલામાં (તને) ખૂબસુરતી અને દોલત અને સત્તા અને આગળ વધવાનું સદકિસ્મત મળે.

૩૧૪૪ જ્યારે વાદવિવાદ વગરના ઈમાનદાર લોકોના કુટુંબ સાથે શાદીની (વિધિઓ) બાદશાહે (સફળ રીતે હાથ ધરી).

૩૧૪૫ ત્યારે (દૈવી) ભાવી અંગે એક હલકટ જાદુગરણી વૃદ્ધા કે જે ખૂબ સુરત અને ઉદાર શાહજાદા સાથે પ્રેમમાં પડી.

૩૧૪૬ કાબુલની એક ઘરડી સ્ત્રીએ મેલી વિદ્યાથી તેના ઉપર જાદુ કર્યો, કે જેના માટે બાબીલોનનો જાદુ પણ અદેખો બન્યો હોત.

૩૧૪૭ શાહજાદો આ બદસુરત ડાકણ સાથે પ્રેમમાં પડ્યો કે જેથી તેણે પોતાની નવવધુ અને શાદી છોડી દીધા.

૩૧૪૮ એક કાળા સેતાન અને કાબુલની સ્ત્રીએ શાહજાદાનો રસ્તો રૂંધ્યો.

૩૧૪૯ પેલી દુર્ગંધ મારતી નેવું વર્ષની ઘરડી ડાકણે શાહજાદા પાસે ડહાપણ કે સમજણ રહેવા દીધી નહિ.

૩૧૫૦ એક આખા વર્ષ માટે શાહજાદો બંદીવાન હતો, ડાકણના બુટનું તળીયું તેને માટે ચુંબનો કરવાની જગ્યા હતી.

૩૧૫૧ ડાકણ સાથેનો સંબંધ તેને ખાઈ જતો હતો, આમ ઘસાઈ જવા અંગે (તેનામાં માત્ર) અર્ધો જીવ જ બાકી રહ્યો હતો.

૩૧૫૨ બીજાઓને પોતાની નબળાઈઓ અંગે માથાનો દુઃખાવો જ માત્ર હતો (જ્યારે) તેને, જાદુની અસરની બેહોશીમાં પોતાનું ભાન જ ભૂલ્યો હતો.

૩૧૫૩ આ દુનિયા બાદશાહ માટે એક જેલ જેવી બની હતી. જ્યારે આ (તેનો) પુત્ર તેઓના આંસુ તરફ હસતો હતો.

૩૧૫૪ બાદશાહ (પોતાના પુત્રને બચાવવાની) લડતમાં ખૂબ જ નિરાશ બન્યો હતો, રાત્રિ દિવસ તે કુરબાની અને સખાવતો કરતો હતો.

૩૧૫૫ કારણ કે, જે જે ઈલાજો તેનો બાપ અજમાવતો હતો, (પુત્રનો) પ્રેમ પેલી ડાકણ માટે હંમેશાં વધતો જતો હતો.

૩૧૫૬ ૫છી તેને સ્પષ્ટ થયું કે તે સંપૂર્ણ રીતે એક (દૈવી) રહસ્ય હતું. અને તે પછી તેનો એક માત્ર ઉપાય (ખુદા પાસે) યાચના કરવાનું હતું.

૩૧૫૭ તે બંદગીમાં પોતાને સિજદામાં નાખતો હતો. કહે,

૩૧૫૮ આ ગરીબ દુઃખી કુંવારીકા (નવવધૂ) લાકડાની માફક બળતી છે, “તેનો હાથ પકડ (મદદ કર), ઓ દયાળું અને પ્રેમાળ !”

૩૧૫૯ (તેણે આવી રીતે પ્રાર્થના કરી) “ઓ માલિક, ઓ માલિક, અને બાદશાહના આક્રંદે, રસ્તા ઉપરથી એક મોજીજાનો ઉસ્તાદ તેની હજુરમાં આવ્યો.

કાબુલના જાદુમાંથી તેના પુત્રની મુક્તિ માટેની બાદશાહની પ્રાર્થના સ્વીકારાણી તે વિષે.

૩૧૬૦ તેણે ઘણા દુરથી સમાચાર સાંભળ્યા હતા કે પેલા છોકરાને પેલી એક ઘરડી સ્ત્રીથી કેદી બનાવવામાં આવ્યો હતો.

૩૧૬૧ એક ખખડી ગએલ વૃદ્ધા કે જે જાદુમાં બિનહરિફ હતી અને સમાનતા અને દ્વિતપણામાં સલામત બની હતી.

૩૧૬૫ બાદશાહે પોતાના મનમાં કહ્યું, “આ છોકરો કાબુની બહાર ગયો છે. (પોતાની સમજણો ગુમાવી છે). તેણે (મોજીજાના ઉસ્તાદે) કહ્યું, “તમે જુઓ કે હું શક્તિશાળી ઈલાજ સાથે આવ્યો છું.

૩૧૬૬ આ મોજીજા કરનારમાંનો કોઈ મારા સિવાય આ ઘરડી સ્ત્રીની બરોબરીયો નથી. કે જે પરોપકારી પેલી પારથી આવી પહોંચ્યો છે.

૩૧૬૭ અરે, પેદા કરનારના હુકમના આધારે હ. મુસા (અ.સ.)ના હાથની માફક, તેણીના જાદુનો હું સંપૂર્ણપણે નાશ કરીશ.

૩૧૬૮ કારણ કે મારા માટે આ જ્ઞાન પેલી પારના પ્રદેશમાંથી આવ્યું છે, નહિ કે જે સસ્તું દેખાય છે તેવું સ્કુલના જાદુમાંથી આવ્યું હોય.

૩૧૬૯ હું (અર્થ દ્વારા) તેણીનો જાદુ ખુલ્લો કરવા આવ્યો છું, કે જેથી શાહજાદો ફિક્કા ચહેરાનો રહેવા ન પામે.

૩૧૭૩ તેણે (મોજીજાના ઉસ્તાદે) પેલા ભારે મંત્રોને ઉખેડી નાખ્યા, પછી તેણે બાદશાહના છોકરાને તકલીફમાંથી મુક્ત થવાનો માર્ગ મોકળો કર્યો.

૩૧૭૪ છોકરો શુદ્ધીમાં આવ્યો અને એકસો મુશ્કેલીઓ સહીત તે બાદશાહના તખ્ત તરફ દોડતો ગયો.

૩૧૭૫ તેણે સિજદો કર્યો અને જમીન ઉપર પોતાની હડપચી (દાઢી) પછાડતો હતો, છોકરાએ પોતાના હાથમાં ફક્ત એક તલવાર પકડી હતી.

૩૧૭૬ બાદશાહે શહેરને શણગારવાનો હુકમ કર્યો. આશા રહિત શહેરીઓ અને નિરાશ બનેલી નવવધૂએ આનંદ કર્યો.

૩૧૭૭ આખી (દુનિયા) ફરી એકવાર પુનર્જીવન પામી અને પ્રકાશથી ભરાઈ ગઈ (લોકોએ કહ્યું) અરે, (દિલગીરીના) દિવસ અને આજ વચ્ચે કેવો અજાયબ ફેરફાર છે.

૩૧૭૮ બાદશાહે એક એવી (ભવ્ય) મિજબાની તેના માટે આપી કે સાકરનું શરબત કૂતરાઓ આગળ પણ (ધરવામાં આવ્યું).

૩૧૭૯ ઘરડી જાદુગરણી સંતાપમાં મરણ પામી અને પોતાનો ભયંકર ચહેરો અને પ્રકૃતિ દોજખના રખેવાળને સુપ્રદ કર્યા.

૩૧૮૦ શાહજાદો અજાયબીમાં ગરકાવ થયો (તેણે પોતાના મનમાં કહ્યું, તેણી મારી સમજણ અને દ્રષ્ટિને કેમ લુંટી ગઈ?

૩૧૮૧ તેણે નવી પરણેલી નવવધુને ખુબસુરત ચંદ્રમા જેવી નિહાળી કે જેણીએ ખુબસુરતીના રસ્તા ઉપર બીજી બધી ખુબસુરતી ઉપર ઘરણ નાખ્યું હતું.

૩૧૮૨ તે બેભાન બન્યો અને પોતાના માથાભર પડ્યો, ત્રણ દિવસ સુધી દિલ તેની કાયામાંથી અદ્રષ્ય થયું.

૩૧૮૩ ત્રણ દિવસો અને ત્રણ રાત્રીઓ તે પોતાનામાં બેભાન બન્યો કે જેથી લોકો તેની મૂર્છા અંગે ચિંતામાં પડયા.

૩૧૮૪ ગુલાબજળ અને (બીજા) ઉપાયોથી તે (ફરીવાર) ભાનમાં આવ્યો, (ફરી એક વાર) ભલું અને બુરૂં થોડું થોડું તે સમજી શકતો હતો.

૩૧૮૫ એકાદ વર્ષ બાદ બાદશાહે તેની સાથેની વાતચીતમાં રમુજપુર્વક કહ્યું, “ઓ પુત્ર, (તારા) એ જુના દોસ્તને પણ યાદ કર.”

૩૧૮૬ પેલી પથારી અને પથારીના સાથી વિષે વિચાર કર, આટલો બધો સખત અને બેવિશ્વાસુ બન નહિ.

૩૧૮૭ તેણે કહ્યું, “જાઓ, જાઓ. આનંદનું સ્થળ મળી આવ્યું છે. વ્યથાના રહેઠાણના ખાડામાંથી હું મુક્ત બન્યો છું.

૩૧૮૮ તે પણ આમજ છે, સાચા ઈમાનદારને “ખુદાના નૂર” તરફ રસ્તો મળી ગયો છે. તે પોતાનો ચહેરો અંધારામાંથી હટાવી લ્યે છે.

૩૧૮૯ ઓ ભાઈ જાણ કે તું જુની દુનિયામાં નવો જન્મેલો શાહજાદો છે.

૩૧૯૬ જાદુગરણી (કે જે) દુનિયા છે, એક શક્તિશાળી લુચ્ચી સ્ત્રી છે. ગીધડાની શક્તિમાં નથી કે તેણીના જાદુમાંથી છૂટી શકે.

૩૨૦૮ (હ. પયગમ્બર સાહેબે) આ દુનિયા અને પેલી દુનિયાને શું બે શોક (એક જ ધણીની સ્રીઓ) કહી બોલાવી નથી ? (કે જેઓ એક બીજી સાથે રોજ લડયા કરે છે).

૩૧૯૭ અને (જો માણસની) સમજણ આ ગોંઠને છોડી શકે તો ખુદા પયગમ્બરોને શા માટે મોકલાવે?

૩૧૯૮ સાંભળ, તે કે જેનો શ્વાસોશ્વાસ પવિત્ર છે તેને શોધ, ગાંઠોનો છોડનાર એક કે જે "ઈમામે મુબી" પોતે જે ધારે છે તે, તે કરે છે ! તેનું ગુઢાર્થ જાણ.

૩૧૯૯ તેણી (જાદુગરણી) તેને જાળમાં એક મચ્છીની માફક, કેદ કરેલ છે, શાહજાદો (ત્યાં) એક વર્ષ રહ્યો અને તું સાઠ (વર્ષ).

૩૨૦૨ તેણીના શ્વાસો શ્વાસે આ ગાંઠો મજબુત બનાવી છે. તે પછી અજોડ પેદા કરનારનો શ્વાસો શ્વાસ શોધ.

૩૨૦૩ (ખુદાએ કહ્યું) “મેં મારો આત્મા તેની અંદર દાખલ કર્યો.” એટલા માટે કે (આ ગાંઠોમાંથી, સાંકળમાંથી) તને મુક્ત કરે અને (તને) કહે “ઉપર આવ”.

૩૨૨૩ પેલા ચહેરા (ઈમામે મુબી)નું નૂર અગ્નિમાંથી તને મુક્તિ અપાવશે, સાંભળ, ઉછીના નૂરથી સંતોષી ન બનતો.

યા અલી મદદ