મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી
વાર્તા - ૧૧
વાર્તા - ૧૧
૩૨૪૧ ઉંઘનાર તરસની સખત પીડાઓનું સ્વપ્નું જુએ છે (જયારે) પાણી “ગળાની ધોરી નસથી વધુ નજદીક” છે.
એક ત્યાગી કે જે પોતાની અને પોતાના સંખ્યાબંધ કુટુંબીઓની કંગાલિયત હોવા છતાં પણ દુષ્કાળના વર્ષમાં આનંદ કરતો અને હસતો હતો.
૩૨૪૨ પેલો ત્યાગી દુષ્કાળના વરસમાં હસતો હતો, જ્યારે તેના બધા (લોકો) રોતા હતા.
૩૨૪૩ તેથી તેઓએ તેને કહ્યું “હસવા માટે ક્યો પ્રસંગ છે, (જ્યારે કે) દુષ્કાળે સાચા ઈમાનદારોનો નાશ કર્યો છે?
૩૨૪૪ (દૈવી) દયાએ અમારા તરફ પોતાની આંખો મીંચી દીધી છે. ખુલ્લી સપાટ જમીન ભયંકર સૂર્યે બાળી નાખી છે.
૩૨૪૫ અનાજનો પાક અને દ્રાક્ષવાડીઓ અને દ્રાક્ષાસવો કાળા બની ઉભા છે, જમીનમાં ઉપર કે નીચે ભિનાશ જ નથી.
૩૨૪૬ લોકો પાણીથી દુર બનેલી મચ્છીની માફક હજારો, આ દુષ્કાળ અને માનસિક ત્રાસથી મરે છે.
૩૨૪૭ સાચા ઈમાનદારો એક જ કાયા છે. (છતાં) ઈમાનદારો ઉપર તમોને જરાય દયા આવતી નથી ?
૩૨૪૯ તેણે (ત્યાગીએ) જવાબ આપ્યો, “તમારી આંખમાં આ દુકાળ છે (પણ) મારી દ્રષ્ટિમાં આ દુનિયા બહિશ્ત માફક છે.
૩૨૫૦ હું દરેક જંગલ અને જગ્યામાં મારી કમર સુધી પહોંચતા પુષ્કળ અનાજના છોડવાઓ જોઉં છું.
૩૨૫૧ (હું) જંગલ અનાજના દાણાઓથી ભરપુર, પુર્વના પવનથી હિલોળા ખાતી લીલી શાકભાજીથી વધુ લીલા (જોઉં છું).
ઉઝાયરના પુત્રોની કહાણી કે જેઓ તેઓનો (ખરેખરો) પિતા હતો, તેની પાસેથી જ પોતાના પિતા વિષે તપાસ કરતા હતા.
૩૨૭૧ (આ મુદ્દો) પેલા એક ઉઝાયરના પુત્રોના (મુદ્દા) જેવો છે કે જેઓ પોતાના પિતાના સમાચારો પૂછતા સરીયામ રસ્તામાં આવ્યા.
૩૨૭ર તેઓ વૃદ્ધ બન્યા હતા, જ્યારે તેઓનો પિતા યુવાન બનાવાયો હતો. પછી ઓચીંતાના તેઓનો પિતા તેઓને મળ્યો.
૩૨૭૩ તેથી તેઓએ તેની પુછા કરી, કહીને, ઓ વટેમાર્ગુ, અમને સંશય છે કે કદાચ તમારી પાસે અમારા પિતા ઉઝાયરના સમાચાર હોય.
૩૨૭૪ કારણ કે કોઈએ અમોને કહ્યું છે કે, આજે પેલા (મહાન) સત્તાધારી માણસ બહારથી અહીં આવી પહોંચશે. જ્યારે કે અમોએ (તેમને જોવાની) આશા છોડી દીધી હતી.
૩૨૭૫ તેણે જવાબ આપ્યો, “હા, તે મારા બાદ આવી પહોંચશે, પેલો (ઉઝાયરના પુત્રોમાંનો) એક ખુશ થયો જ્યારે કે તેણે આ સમાચાર સાંભળ્યા.
૩૨૭૬ પહેલા પુત્રે બુમ પાડી કહ્યું, આ "શુભ સમાચાર"ના લાવનારા, તમે સુખી રહો ! પણ બીજો (પુત્ર તેના પિતાને) "ઓળખી ગયો" અને (જમીન ઉપર) બેભાન બની પડી ગયો.
૩૨૭૭ પહેલા પુત્રે, બીજાને કહ્યું, ઓ ભેજાગેપ, "સારા સમાચાર" માટે આ કેવો પ્રસંગ છે ! જ્યારે કે આપણે સાકરની ખાણ વચ્ચે પડ્યા છીએ?
૩૨૭૮ (પહેલા પુત્રના) મંતવ્યે તે સારા સમાચાર છે, જ્યારે વિવેકબુદ્ધિની દ્રષ્ટિમાં તે એક ખરેખર હકીકત છે, કારણ કે મંતવ્યની આંખ (શોધેલી વસ્તુ) ગુમાવતો પડદો છે.
૩૨૭૯ તે "નાસ્તીકો માટે" દુઃખ અને "ઈમાનદાર માટે" ખુશીના સમાચાર છે. પણ "હકીકતી આંખમાં" તે તાત્કાલિક અનુભવ છે.
૩૨૮૦ જેવી રીતે કે પ્રેમી સીધા સંબંધની પળે નશાબાજ બને છે. તે અનિવાર્યપણે "નાસ્તિકતા" અને "ઈમાન"થી ચડીયાતો છે.
૩૨૮૧ ખરેખર, નાસ્તિકતા અને વિશ્વાસ બંને તેના દરવાજાના ચોકીદાર છે, કારણ કે તે સત્ય છે જ્યારે નાસ્તિકતા અને ધર્મ તેનાં બે પોપડાં છે.
૩૨૮૨ નાસ્તિકતા "સુકેલ છોતરૂં" છે કે જેણે પોતાનો ચહેરો ફેરવી લીધો છે. ફરીવાર, "વિશ્વાસ (અંદરની છાલ) છોતરૂં છે કે જેણે આહલાદજનક સ્વાદ" મેળવ્યો છે.
૩૨૮૩ સુકા છીલટાં માટેની જગ્યા અગ્નિ છે, (પણ) છાલ જે રૂહાનીયત ગર્ભથી જોડાણી છે તે મધુર છે.
૩૨૮૪ "ગર્ભ" પોતે મધુરના દરજ્જાથી પર છે, તે મધુરાઈથી પર છે કારણ કે તે સ્વાદિષ્ટતાનું "વિતરક" છે.
૩૩૩૧ તે “રૂહાની રાહબર” તમારી જમીનમાંથી લીલોતરી ઉગવા કારણ ભૂત બનશે. તે જીબ્રાઈલના ઘોડાની ખરીથી ઉતરતો નથી.
૩૩૩૨ તને હરીયાળો બનાવવામાં આવશે. તને તાજો નવીન બનાવવામાં આવશે. જો તું જીબ્રાઈલ (રૂહાની રાહબર)ના ઘોડાની ધૂળ બનીશ તો.
૩૩૨૨ બચ્ચાની બુદ્ધિએ કહ્યું “નિશાળે હાજર થાઓ” પણ તે પોતાની મેળે શીખી શકતું નથી.
૩૩૨૩ માંદા માણસની બુદ્ધિ તે હકીમ પાસે લઈ જાય છે, પણ તેની બુદ્ધિ; પોતાને તંદુરસ્ત કરવામાં ફતેહમંદ બનતી નથી.
૩૩૨૭ જો તમો અમૂલ્ય મોતીઓ શોધો છો, તો “ઘરોમાં તેમના દરવાજામાંથી દાખલ થાઓ.”
૩૩૨૮ દરવાજાની ઘંટડી વગાડવી ચાલુ રાખો અને દરવાજે ઉભા રહો. અવકાશી ગુંબજની દિશામાં તમારા માટે રસ્તો નથી.
૩૩૭૬ ઉંટની આંખ બહુ તેજવંતી હોય છે, કારણ કે તે (ઉંટ) પોતાની આંખનું તેજ વધારવાના કારણે કાંટાઓ ખાતો હોય છે.
ખચ્ચરની ઊંટને ફરીયાદ કરવાની કહાણી, “હું જ્યારે જતો હોઉં છું ત્યારે વારંવાર માથાભર પડું છું. જ્યારે તમો ભાગ્યે જ પડો છો, આમ કેમ? અને ઊંટનો તેને જવાબ દેવો.
૩૩૭૭ એક દિવસે એક ખચ્ચરે એક ઉંટ જોયો, જ્યારે કે તેને તેની સાથે જ તબેલામાં પુરવામાં આવ્યો હતો.
૩૩૭૮ તેણે (ખચ્ચરે) કહ્યું, “હું વારંવાર ટેકરી અને રસ્તામાં અને મારકીટ અને ગલીમાં મારા માથાભર પડું છું.
૩૩૭૯ ખાસ કરીને પર્વતના મથાળેથી તળેટીમાં (નીચે ઉતરતાં) ધાસ્તીમાં મારા માથાભર નીચે પડું છું.
૩૩૮૦ તું તારા માથાભર પડતો નથી તેમ કેવી રીતે? અથવા કદાચ વાસ્તવમાં તારા પવિત્ર આત્માને આનંદ કરવાનું નશીબમાં છે.
૩૩૮૧ હું દરેક પળે મારા માથાભર નીચે પડું છું અને (જમીન ઉપર) મારી ઘુંટણો ભટકાઈ છે, પેલા લપસવા અંગે મારા મોઢાનો આગલો ભાગ અને ઘુંટણો બધા લોહિયાળ બને છે.
૩૩૮૨ મારૂં જીન અને પોષાક મારા માથા ઉપર અવ્યવસ્થિત બને છે. અને હું દરરોજ ભાડુત પાસેથી ફટકા મેળવું છું.
૩૩૮૩ અજ્ઞાન માણસની માફક કે જે ખોટી સમજણના કારણે પાપ આચરવામાં પશ્ચાતાપ (ના પોતાના વચનનો પરિતાપનો) ચાલુ રીતે ભંગ કરે છે.
૪૩૮૫ તે ચાલુપણે પોતાના માથાભર એક લંગડા ઘોડાની માફક પડે છે, કારણ કે તેનો બોજો વધુ છે અને રસ્તો પથરાથી ભરપુર છે.
૩૩૮૯ ઓ ઉંટ ! તું એક સાચા ઈમાનદારના પ્રકારનો છો, જે પોતાના ચહેરા ઉપર પડતો નથી. તેમજ તું (ના ઉમેદીમાં) તારૂં નાક ઉંચુ કરતો નથી.
૩૩૯૦ તારામાં શું છે કે તું હાડકાંઓથી આવો મજબુત અને ધ્રુજવામાંથી સ્વતંત્ર અને તારા ચહેરા ઉપર પડતો નથી ?
૩૩૯૧ તેણે (ઉંટે) કહ્યું “દરેક સુખ ખુદામાંથી છે, મારા અને તારામાં ઘણા તફાવતો છે.
૩૩૯૨ મને એક ઉંચું માથું છે. મારી આંખો ઊંચી છે, મારી ઉંચી મહાન દ્રષ્ટિ શારિરીક ઈજા વિરૂદ્ધ સંરક્ષણ છે.
૩૩૯૩ જેવી રીતે કે “સર્વોત્તમ મહાન બાદશાહ" (રૂહાની રાહબરે) પોતાના દુનિયા છોડવાના દિવસ સુધી પોતાનું નિર્માણ ભાવી જોયું.
૩૩૯૪ હું પર્વતના મથાળેથી પર્વતની તળેટી જોઉં છું, હું ખાડા અને સપાટ જમીનની રજેરજ જોઉં છું.
૩૩૯૫ “વિશાળ સદ્ગુણોવાળો પેલો પુરૂષ” વીસ વરસ પછી શું બનશે તે ચાલુ સમયમાં જાણે છે.
૩૪૦૪ બીજી વસ્તું એ છે કે મારી આંખ વધુ ચોકખી છે, બીજું કે મારી પ્રકૃતિ વધુ પવિત્ર છે.
૩૪૦૬ તું એક આડા વહેવારના બચ્ચાંઓમાંનો એક છો, કાંઈપણ શંકા વગર જ્યારે પણછ ખરાબ હોય છે, ત્યારે તીર વાંકુ ઉડે છે.
૩૪૦૭ ખચ્ચરે કહ્યું, “ઓ ઉંટ, તમો સાચું બોલ્યા છો,” તેણે આમ કહ્યું અને પોતાની આંખો આંસુથી ઉભરાવી.
૩૪૦૮ તે થોડીવાર સુધી રોયું, અને તેના (ઉંટના) પગમાં પડયું. અને કહ્યું, “ઓ માણસોના માલિકના પસંદ કરાએલ.”
૩૪૦૯ જો તમો તમારા આશીર્વાદપણાની (શુભેચ્છા)થી મને તમારી ચાકરીમાં લેશો તો તે તમોને શું નુકશાન કરશે?
૩૪૭૦ જો તમે આ પવિત્ર પાણી કે જે ખુદાના ‘શબ્દ' અને રૂહાનીયતથી (ખરેખર) મળતીયા બન્યા છો.
૩૪૭૧ બધાજ સંતાપો આત્મામાંથી અદ્રષ્ય થશે, અને દિલ પોતાનો રસ્તો ગુલાબના બગીચા તરફ શોધશે.
૩૪૩૨ કારણ કે દરેક જણ જે દૈવી ધર્મગ્રંથોના ગુઢાર્થની સુવાસ પકડે છે, એક વહેતા ઝરાવાળી ફળવાડીમાં ઊડે છે.
૩૪૭૩ અથવા ધારો છો અમો કે (વાસ્તવમાં) જેમ છે તેમ ‘ઈમામ'ના ચહેરા જોઈએ છીએ?
૩૪૭૪ જ્યારે કે હ. પયગમ્બર સાહેબ અજાયબીમાં ગરકાવ બન્યા, કહીને, સાચા ઈમાનદારો મારો ચહેરો કેમ જોતા નથી?
૩૪૭૫ મારા ચહેરાનું 'નૂર' લોકો કેમ જોતા નથી, કે જેણે પૂર્વથી ઉદય થતા સૂર્યમાંથી ઈનામ ઉઠાવી લીધું છે ?
૩૪૭૬ અને જો તેઓ (તે) જુએ છે તો પછી આ માનસિક મુંઝવણ શા માટે? જ્યાં સુધી કે એક સંદેશો (ખુદા તરફથી આવ્યો) કહીને, "પેલો ચહેરો વેશ પલટામાં છે."
૩૫૪૦ તે તને નાસપતીના ઝાડના મથાળેથી આભાસના રૂપમાં દેખાય છે, ઓ યુવાન, નીચે ઉતર,
૩૫૪૧ નાસપતીનું ઝાડ એ અસ્તિત્વનું ઝાડ છે, જ્યાં સુધી કે તમો ત્યાં છો ત્યાં સુધી, નવીન જુનવાણી દેખાય છે.
૩૫૪૨ જ્યાં સુધી કે તમો ત્યાં છો ત્યાં સુધી, તમો કાંટાની ડાળીઓ, ક્રોધનાં વિંછીઓ અને સરપોથી ભરપુર ભરેલ જોશો,
૩૫૪૨ જ્યારે તમો નીચે આવો છો, ત્યારે કંઈ પણ કીંમત વગર ગુલાબ જેવા ગાલવાળી સુંદરીઓથી ભરેલ દુનિયા જોશો.
૩૫૬૧ નાસપતીના ઝાડની ઉપર અત્યારે તું અસ્થિર આંખનો અને અસ્થિર ચહેરાનો બન્યો છે, નીચે ઉતર.
૩૫૬૨ આ (નાસપતીનું ઝાડ) આદી કાળનો અહમ અને ખુદી છે, જ્યાં આંખમાં વાંકુ ચુંકુ અને ત્રાંસું દેખાય છે.
૩૫૬૩ જ્યારે તમો આ નાસપતીના ઝાડ ઉપરથી નીચે આવો છો, ત્યારે તમારા વિચારો અને આંખો અને શબ્દો વાંકાચુંકા રહેશે નહિ.
૩૫૬૪ તમો જોશો કે આ (નાસપતીનું ઝાડ) સદ્દકિસ્મતનું ઝાડ બન્યું છે, તેની ડાળીઓ સાતમા આસમાને (પહોંચે છે).
૩૫૬૫ જ્યારે તમો નીચે આવો છો અને તેનાથી છુટા પડો છો, ત્યારે ખુદા તેની દયામાં તેને બદલાતું બનાવશે.
૩૫૬૬ તમારા નીચે ઉતરવામાં બતાવેલી તમારી માનવતાના કારણે, ખુદા તમારી આંખ ઉપર સાચી પરમ દ્રષ્ટિ ઈનાયત કરશે.
૩૫૬૭ જો સત્ય પરમ દ્રષ્ટિ સહેલી અને સરળ હોત તો હ. મુસ્તફાએ ખુદા પાસેથી તેની યાચના કેમ કરી હોત ?
૩૫૬૮ તેમણે કહ્યું, (ઓ ખુદા) "મને ઉપર અને નીચેનો દરેક ભાગ બતાવો જેવો તે ભાગ તમારી નજર સમક્ષ છે."
૩૫૬૯ ત્યાર બાદ નાસપતીના ઝાડ ઉપર જાઓ કે જે બદલાયું છે. અને (દૈવી) હુકમ “થાઓ”થી લીલુંછમ બનાવાયું છે.
૩૫૭૦ આ ઝાડ (હવે) મુસાથી સંબંધીત ઝાડ બન્યું છે, તેવી જ રીતે કે જેમ તે તારો સરસામાન મુસા તરફ રવાના કર્યો છે.
૩૫૭૧ (દૈવી પ્રકાશ)નો અગ્નિ તેને લીલું, અને ખીલતું બનાવે છે. તેની ડાળીઓ બુમ પાડે છે “ઓ, હું ખુદા છું.”
૩૫૭૨ તેના છાંયા નીચે તારી બધી જરૂરીયાતો પુરી કરવામાં આવી છે. દૈવી રસાયણ શાસ્ત્ર આવું છે.
શરૂઆતથી માણસને નિયંત્રણ કરતી શક્તિની જુદી જુદી પદ્ધતિઓ અને તબક્કાઓ. નિર્જીવ ચીજોથી આત્મા સુધી મુસાફરી.
૩૬૩૭ શરૂઆતમાં તે નિર્જીવ ચીજોની હવામય (દુનિયામાં) આવ્યો અને નિર્જીવ ચીજોની હાલતમાંથી તે વનસ્પતિની હાલતમાં આવ્યો.
૩૬૩૮ (ઘણાં) વર્ષો તે વનસ્પતિની હાલતમાં જીવ્યો અને નિર્જીવ હાલતને (તેઓ બંનેની વિરૂદ્ધાઈને) કારણે યાદ ન કરી.
૩૬૩૯ અને જ્યારે તે વનસ્પતિની હાલતમાંથી જનાવરની હાલતમાં પસાર થયો ત્યારે વનસ્પતિની હાલત તેને સંપૂર્ણપણે યાદ ન રહી.
૩૬૪૦ સિવાય કે માત્ર માનસિક વલણ માટે કે જે તેને પેલી અવસ્થા તરફ છે, ખાસ કરીને વસંત ઋતુમાં મધુર છોડવા તરફ.
૩૬૪૬ ફરીવાર પેદા કરનાર કે જેને તું જાણે છે, તે જનાવરી હાલતમાંથી માનવતા તરફ તેને (ઈન્સાનને) દોરે છે.
૩૬૪૭ આમ તે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં આગળ વધે છે, ત્યાં સુધી કે હવે તે બુદ્ધિશાળી અને ડાહ્યો અને શક્તિશાળી ઈન્સાન બન્યો છે.
૩૬૪૮ તેને પોતાના અગાઉના (આત્માઓનું) કાંઈ પણ સ્મરણ નથી. આ (માનવ) સમજશક્તિમાંથી પણ સ્થળાંતર બનાવાય છે.
૩૬૪૯ કે તે કંજૂસાઈ અને મતલબીપણાની આ સમજશક્તિમાંથી છટકી જાય અને ખૂબ જ અપૂર્વ એક લાખ સમજણો નિહાળે.
૩૬૫૧ તેઓ તેને નિંદ્રામાંથી ફરીવાર જાગૃત (આત્માની) અવસ્થામાં લાવશે. તે પોતાની (આગળની) હાલતની હાંસી ઉડાવશે.
૩૬૫૫ ત્યાં સુધી કે ઓચીંતા મૃત્યુનું પ્રભાત ઊગે છે, અને તે તેને ધારણા અને જુઠના અંધારામાંથી મુક્ત બનાવશે.
૩૬૫૬ (પછી) અટ્ટહાસ્ય તેની પેલી દિલગીરીઓ તરફ તેનો કબજો લેશે, જ્યારે તે પોતાનું કાયમી રહેઠાણ અને રહેવાની જગ્યા જુએ છે.
૩૬૫૭ તું તારી ઉંઘમાં જે પણ ભલી બુરી વસ્તું જુએ છે, તે દરેક એક પછી એક કયામતના દિવસે સ્પષ્ટ બનાવાશે.
૩૬૬૧ જાણ કે તારા જાગૃત અવસ્થામાં તારા આંસુઓ અને દિલગીરી અને દુ:ખ અને આક્રંદ (રૂહાની) આનંદમાં ફેરવાશે.
કાગળના કટકા ઉપર ચાલતી એક કીડીએ કલમને લખતી જોઈ, અને કલમના વખાણ કરવા શરૂ કર્યાં,
૩૭૨૧ એક નાની કીડીએ કાગળ ઉપર (લખતી) એક કલમ જોઈ અને આ ગુઢાર્થ એક બીજી કીડીને કહ્યું.
૩૭૨૨ કહે, પેલી કલમ સુંદર તુલસીના છોડ અને કમળ અને ગુલાબના ઝાડોના સુંદર ચિત્રો ચિતરે છે.
૩૭૨૩ બીજી કીડીએ કહ્યું “તે કલાકાર આંગળી છે, અને ખરેખર તો કલમ દોરતું હથીયાર અને નિશાની સિવાય બીજું કંઈ જ નથી.”
૩૭૨૪ એક ત્રીજી કીડીએ કહ્યું, “તે હાથનું કામ છે, કે જેના જોરે પાતળી આંગળી તેને ચિતરે છે.
૩૭૨૫ આવી રીતથી તે વાદવિવાદ આગળ ચાલ્યો, ત્યાં સુધી એક કીડીની સરદાર (કે જે) થોડી વધુ સમજુ હતી.
૩૭૨૬ કહ્યું, આ પરિપુર્ણતા પાર્થીવ રૂપમાંથી બહાર પડતું સમજ. નહિ કે જે નિદ્રામાં અને મૃત્યુમાં બેભાન બને છે.
૩૭૨૭ આકાર એક વસ્ત્ર કે લાકડી જેવો છે, આકૃતિઓ બુદ્ધિ અને ભાવના સિવાય હાલતી ચાલતી નથી.
૩૭૨૮ તેનાથી (ડાહી કીડી) સજાગ ન હતી કે ખુદાના અધિકારની અસર વગર, પેલી બુદ્ધિ અને દિલ ચેતન વિહોણાં છે.
૩૭૨૯ જો તે તેમાંથી પોતાની સહાય એક પળ માટે પણ પાછી ખેંચી લ્યે, તે સતેજ સમજશક્તિ (ઘણી) ભુલો કરશે.
૩૭૪૪ તે એક રૂહાનીયત પ્રાથમિકતા અને અયોગ્ય બિનસરતી દ્વૈતપણા સિવાય તમોએ આગળ અને પીઠ પાછળનું જોયું છે ?
૩૭૪૮ તેથી હા કે ના વગરનો બહેરો બન, એટલા માટે કે (દૈવી) દયામાંથી તને લઈ જવા એક પાલખી આવે.
૩૭૪૯ (ખુદાની) આ અજાયબીઓ સમજવામાં તમો વધુ પડતા ઠોઠ છો, જો તમો "હા" કહેશો તો તમો ઉડાવ જવાબ આપનાર બનશો.
૩૭૫૦ અને જો તમો "ના" કહેશો તો "નહિ" તમારી ગરદન મારશે. "ના"ના કારણે (દૈવી) કોપ તમારી (રૂહાની) બારી બંધ કરશે.
૩૭૫૧ તો પછી માત્ર મુંગો અને દિવાનો બની જા, બીજું કંઈ જ નહિ, કે જેથી ખુદાની મદદ આગળ અને પાછળથી આવી પહોંચે.
૩૭૫૨ જ્યારે તમો મુંગા અને દિવાના અને નહિવત બન્યા છો, ત્યારે તમોએ (ખુદાને) જીભ વગર કહ્યું છે, “અમોને (તારા તરફ) દોરવ.”
૩૭૫૪ કારણ કે (ખુદાનો) શક્તિશાળી દેખાવ બેઈમાનોને ધ્રુજાવવા માટે છે, જ્યારે તમે આધારહિન બન્યા છો, ત્યારે તે (ખુદા) દયાળું અને માયાળું છે.
હ. જીબ્રાઈલનું હ. મુસ્તફાને પોતાનું સરૂપ બતાવવું. ખુદાએ હ. મુસ્તફાને આશીર્વાદ આપ્યા અને બચાવ્યા.
૩૭૫૫ હ. મુસ્તફાએ હ. જીબ્રાઈલની હાજરીમાં કહ્યું, ઓ દોસ્ત, (ખરેખર) તારું સરૂપ જેવું હોય તેવું,
૩૭૫૬ મને તે સમજદારી અને દ્રષ્યમાન રીતે બતાવ કે જેથી હું તને એક દર્શક તરીકે નિહાળું.
૩૭૫૭ તેમણે જવાબ આપ્યો, તમે આ સહન કરી શકશો નહિ અને તેને સહન કરી શકવાની શક્તિ તમારામાં નથી. (જોવાની) ઇન્દ્રિય નબળી અને અશક્ત છે. (મને જોવું) તમારા માટે તે દિલગીરી ભરેલું થશે.
૩૭૫૮ તેમણે કહ્યું, “તારા ખુદને બતાવ કે જેથી આ કાયા કેટલી હદે નબળી અને કિંમત વગરની છે, તે નિહાળી શકું.”
૩૭૬૮ જ્યારે તેઓએ (હ. પયગમ્બર સાહેબે પોતાની વિનંતીમાં) દબાણ કર્યું, તેઓ હ. જીબ્રાઈલે એક થોડી ભયંકર સત્તા બતાવી કે જેનાથી એક પહાડ ધૂળ ભેગો થઈ ગયો હોત.
૩૭૬૯ એક માત્ર (તેના) બાદશાહી પીંછાએ પૂર્વ અને પશ્ચિમને ઢાંકી દીધાં. હ. મુસ્તફા બીકના માર્યા બેભાન બન્યા.
૩૭૭૦ જ્યારે હ. જીબ્રાઈલે તેમને બીક અને ભયથી બેભાન જોયા, ત્યારે તેઓ આવ્યા અને પોતાના હાથમાં ખેંચી લીધા.
૩૭૭૧ પેલો ક્ષોભ (ડર) વિરોધીઓનો હિસ્સો છે, જ્યારે આ માયાળુ પ્રેમ દોસ્તો ઉપર છુટથી ઈનાયત થાય છે.
૩૭૭૨ જ્યારે બાદશાહ રાજગાદી ઉપર બેઠલા હોય છે. ત્યારે સંખ્યાબંધ ચોકીદારો (તેની આજુબાજુ) પોતાના હાથમાં તલવારોથી સજ્જ હોય છે.
૩૭૭૩ લાકડીઓ અને ભાલાઓ અને તલવારો, કે જેથી સિંહો પણ બીકમાં ધ્રુજી ઉઠે.
૪૭૭૪ પોતાની ગદાઓથી સજ્જ અમલદારોના અવાજો કે જેમની ભયંકરતા (માણસોના) આત્માઓને ભયભીત કરી નાખે.
૩૭૯૮ હ. મુહમ્મદ (૨. સ. અ.)ની ફીણ (કાયા) (હ. જીબ્રાઈલના) પેલા દેખાવથી ભયભીત બની હતી. (પણ) તેનો સમુદ્ર (આત્મા) પ્રેમના કારણે છલકાઈ ગયો હતો.
૩૭૯૯ ચંદ્રમા (હ. મુહમ્મદનો આત્મા) સંપૂર્ણપણે દાનશીલ પ્રકાશ ફેલાવતો હાથ છે.
૩૮૦૦ જો હ. આહમદ (૨. સ. અ.) પેલું કિર્તીવંત પાંખો (glorious pinion), (રૂહાનીયત પ્રકૃતિ) જાહેર કરે તો હ. જીબ્રાઈલ કાયમના માટે દિગમૂઢ બની રહે !
૩૮૦૧ જ્યારે હ. મુહમ્મદ (૨.સ.અ.) છેલ્લી હદનું "લુત વૃક્ષ" (બહિશ્તની સરહદ) અને તેની (હ. જીબ્રાઈલની) ચોકી કરવાની જગ્યા અને રહેઠાણ અને છેલ્લામાં છેલ્લી હદ ઉપરથી પસાર થયા.
૩૮૦૨ તેમણે તેને (હ. જીબ્રાઈલને) કહ્યું, “સાંભળ, મારી પાછળ ઉડતા આવો, તેમણે (હ. જીબ્રાઈલે) કહ્યું, “જાઓ, જાઓ, (વધુ આગળ) હું તમારો સાથી નથી.
૩૮૦૩ તેઓએ તેને જવાબ દીધો, કહે, ઓ પડદાઓના તારાજ કરનાર, આવો, હું મારા મધ્યબીંદુ તરફ હજુ આગળ વધ્યો નથી.
૩૮૦૪ તેણે જવાબ આપ્યો, ઓ મારા નામાંકિત દોસ્ત, હું જ આ હદથી આગળ એક ડગલું પણ ભરૂં, મારી પાંખો નષ્ટ થાય.
૩૮૦૫ પસંદ કરાએલની આ કહાણી, પોતાની સમજણો વધુ આશીર્વાદીતના (ઉંડા ચીંતનમાં) ગુમાવે છે (તે) તાજુબી ઉપર તાજુબી છે.
૩૮૦૬ અહીં (બીજી) બધી બેભાનીઓ (એક માત્ર) રમત છે, તું ક્યાં સુધી તારા આત્માનો કબજો તારી પાસે રાખીશ? કારણ કે આ તમારા આત્માને છોડી દેવાની (બાબત) છે.
૩૮૦૭ ઓ ‘જીબ્રાઈલ’ જો કે તમો ઉમદા અને માન પામેલા છો, છતાં તમો પતંગીયા કે મીણબત્તી નથી.
૩૮૦૮ જ્યારે મીણબત્તી પ્રકાશની પળે બોલાવે છે, ત્યારે પતંગીયાનો આત્મા બળવામાં કંપતો નથી.
યા અલી મદદ
-: ભાગ - ૪ સમાપ્ત :-