Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી

વાર્તા - ૮

વાર્તા - ૮

0:000:00

"પશ્ચાતાપનો દરવાજો ખુલ્લો છે તે સમજાવવું"

૨૫૦૬ (ખુદાની) દયાના કારણે બહિશ્તને આઠ દરવાજા છે, ઓ પુત્ર, પેલા આઠમાં એક પશ્ચાતાપનો દરવાજો છે.

૨૫૦૭ બીજા બધા કોઈ કોઈવાર ખુલે છે. કોઈ કોઈવાર બંધ (હોય છે), માત્ર એક પશ્ચાતાપનો દરવાજો ખુલ્લો હોય છે.

૨૫૦૮ આવ, તક ઝડપી લે, દરવાજો ખુલ્લો છે, અદેખા (સેતાનના) સખત પ્રયત્નો છતાં તારો માલસામાન ત્યાં ઉપાડી જા.

હ. મુસાએ ફિરઓનને કહ્યું: મારી એક સલાહ માની લે અને બદલામાં ચાર અતિ ઉત્તમ યોગ્યતા લે.

૨૫૦૯ (હ. મુસાએ ફિરોનને કહ્યું) આવ, મારી પાસેથી એક વસ્તું સ્વીકાર અને તેનો અમલ કર અને પછી તેના બદલા તરીકે ચાર ચીજો મારી પાસેથી લે.

૨૫૧૦ તેણે જવાબ આપ્યો, ઓ મુસા, પેલી એક ચીજ કઈ છે? મને પેલી વસ્તું માટે થોડું વધુ સમજાવ.

૨૫૧૧ તેમણે કહ્યું “પેલી એક ચીજ એ છે કે તારે ખુલ્લી રીતે કહેવું જોઈએ કે “પેદા કરનાર સિવાય બીજો કોઈ ખુદા નથી.”

૨૫૧૨ અવકાશમાંના ગોળાઓનો અને ઉંચા તારાઓનો અને માણસોનો અને સેતાન અને જીન્ન અને પંખીનો પેદા કરનાર.

૨૫૧૩ સમુદ્ર અને મેદાન અને પર્વત અને રણનો પેદા કરનાર, તેની બાદશાહી હદ વગરની છે, અને તેના જેવો બીજો કોઈ નથી.

૨૫૧૪ તેણે (ફિરઓને) કહ્યું, “ઓ મુસા, તું મને બદલામાં આપવાનું કહે છે, તે ચાર ચીજો કઈ છે? તે જાહેર કર (અને મારી સમક્ષ) લાવ.

૨૫૧૫ તે બનવાજોગ છે કે પેલાં ઉત્તમ વચનની પસંદગીથી મારૂં અશ્રદ્ધાનું વાવંટોળ શમી જાય.

૨૫૧૬ કદાચ મારૂં એકસો મણ વજનનું અંધશ્રદ્ધાનું તાળું પેલા ઉત્તમ અને ઇચ્છિત વચનોથી ખુલેલું બને.

૨૫૧૭ સંજોગ વશાત મધની નદીની અસરના કારણે, આ ધિક્કારનું ઝેર, મારા શરીરમાં મધમાં ફેરવાઈ જાય.

૨૫૧૮ અથવા પેલી નદીના પવિત્ર દુધના પ્રતિબિંબના કારણે (મારી) બંદીવાન બનેલી સમજણ એક પળ માટે પોષાએલી બને.

૨૫૧૯ અથવા સંજોગ વશાત પેલી મદિરાની નદીઓના પ્રતિબિંબના કારણે, હું મદહોશ બનું અને (દૈવી) હુકમને તાબે થવાની) ખુશીની સુગંધ મેળવું.

૨૫૨૦ અથવા બનવાજોગ છે કે પેલી પાણીની નદીઓની શુભેચ્છાના પ્રતાપે મારી વેરાન નાશ પામેલી કાયા તાજગી મેળવે.

૨૫૨૧ મારી વેરાન જમીન ઉપર થોડી લીલોતરી દેખાય, મારી કાંટાવાળી ઝાડી (હંમેશ રહેનાર) રહેઠાણનો બગીચો બને.

૨૫૨૨ કદાચ, બહિશ્ત અને ચાર નદીઓના પ્રતિબિંબના કારણે મારો આત્મા (તેની) ખુદાની દોસ્તીમાંથી દોસ્તનો શોધક બને.

૨૫૨૩ તેવીજ રીતમાં જેમ દોજખના પ્રતિબિંબમાંથી હું અગ્નિ બન્યો છું. અને ખુદાના ગુસ્સામાં ડૂબ્યો છું.

હ. મુસાનું પેલી ચાર ઉત્તમ યોગ્યતાઓનું સમજાવવું. (કે જે) ફિરઓનના માટે ઈમાન લાવવા માટે ઈનામ તરીકે (ઈનાયત કરવામાં આવે).

૨૫૨૮ હ. મુસાએ કહ્યું, “ પેલી ચારમાંની એક તારી કાયા માટે ચાલુ તંદુરસ્તી હશે.

૨૫૨૯ પેલા દર્દો કે જે દવાની (કિતાબમાં) વર્ણવાયા છે, ઓ આદરણીય ! તે તારાથી છેટાં હશે.

૨૫૩૦ બીજું તને એક લાંબી જીંદગી હશે, કારણ કે મૃત્યુ તારા જીવન ઉપર હુમલો કરવામાં સાવચેત રહેશે.

૨૫૩૧ અને સુખમાં વીત્યા બાદ, આ તને અસર કરશે નહિ, એટલે કે તું દુનિયામાંથી તારી ઈચ્છા વિરૂદ્ધ આગળ જશે.

૨૫૩૨ (તું) ધાવતું બાળક (દુધની ઇચ્છા) કરે તેમ, મૃત્યુની ઈચ્છા કરતો જઈશ. નહિ કે દુઃખના કારણ અંગે જેણે તને બંદીવાન બનાવ્યો હોય.

૨૫૩૩ તું મૃત્યુ શોધતો બનીશ, પણ દુઃખમય અચોક્કસતાથી નહિ. નહિ, તું (કાયાના) ઘરના નાશ પામવામાં ખજાનો જોઈશ.

૨૫૩૪ તેથી તું તારા પોતાના હાથે કુહાડી લઈશ અને કાંઈપણ દરકાર વગર ઘર ઉપર ઝીંકીશ.

૨૫૩૫ કારણ કે તું ઘરને ખજાના તરફ અડચણ બનેલો જોઈશ. અને આ એક જ દાણો એકસો ધાન્યના ગંજોનો અટકાયતી બનેલો જોઈશ.

૨૫૩૬ આ દાણો પછી, તું અગ્નિમાં ફગાવીશ અને (માત્ર) ઈમાનને અંગીકાર કરીશ કે જે માણસ માટે કીંમતી છે.

૨૫૩૭ ઓ તું કે જે એક માત્ર પાંદડાંને (વળગી રહેવાના) કારણે (આખી) એક ફળવાડી (ના આનંદથી) વંચિત બન્યો છો, તું એક કીડા જેવો છો કે જે એક પાંદડાની (ઈચ્છા માટે) દ્રાક્ષવાડીથી નસાડી મુકાવાયો છે.

૨૫૩૯ કીડો ફળો અને ઝાડોથી ભરપુર એક દ્રાક્ષ વાડી બન્યો, તેવી જ રીતે એક આશીર્વાદીત માણસ બદલાય છે.

"હું એક છુપો ખજાનો હતો અને જાણીતો બનવાની મેં ઈચ્છા કરી" તેનું વિવરણ.

૨૫૪૦ ઘરને ઉખેડી નાખ, કારણ કે એક લાખ ઘરો આ યમનના અકીક પત્થરમાંથી બનાવાશે.

૨૫૪૧ ઘરની નીચે એક ખજાનો પડેલો છે, અને (તેના માટે) બીજો કોઈ ઉપાય નથી, ઘરનો વિનાશ કરતાં ગભરાતો નહિ અને વળગી રહેતો નહિ.

૨૫૪૨ કારણ કે હાથ ઉપરના એક ખજાનામાંથી એક હજાર ઘરો, જહેમત એક દુઃખ વગર બાંધવા શક્ય છે.

૨૫૪૩ નહીં તો, અંતમાં આ ઘર પોતાની મેળે વિનાશમાં પડશે. અને નીચેનો ખજાનો ચોક્કસ શોધાયા વગરનો બનશે.

૨૫૪૪ પણ તે (ખજાનો) તારો બનશે નહિ, જ્યારે કે આત્મા પેલું (દૈવી) ઈનામ (ઘરને) નાશ કરવા માટેના પગાર તરીકે મેળવે છે.

૨૫૪૫ જ્યારે તેણે તે કામ કર્યું નથી તેનું વેતન નહિ મળે, (પાછળ) માણસ માટે કંઈજ નથી. પણ (અહીં) જે તેણે કામ કર્યું તેનો (બદલો).

૨૫૪૬ ત્યારબાદ તું તારો હાથ (દિલગીરીમાં) કરડશે, કહીને, અફસોસ, આના જેવો એક ચંદ્રમા વાદળાની અંદર (છુપાએલો) હતો.

૨૫૪૭ તેઓ (ખુદાએ) મને (જે કરવાનું) કહ્યું, તે ભલાઈ મેં કરી નથી, ખજાનો અને મહેલ ચાલ્યાં ગયાં છે, અને મારો હાથ ખાલી છે.

૨૫૪૮ તેં ભાડું દઈને એક ઘર ભાડે રાખ્યું છે, તે વેચવા કે ખરીદવાના કોઈ પણ કાર્યથી તારી મિલ્કત નથી.

૨૫૪૯ આ ભાડાનો સમય મૃત્યુ સુધીનો છે, એટલા માટે કે આ સમય દરમ્યાન તું તેમાં કામ કરે.

૨૫૫૦ તું દુકાનમાં થીગડા સાંધે છે (જ્યારે) આ તારી દુકાનની અંદર (ખજાનાની) બે ખાણો દટાએલી છે.

૨૫૫૧ આ દુકાન ભાડા ઉપર રાખેલી છે, ઉતાવળો બન, ત્રીકમ લે અને તેના પાયાને તોડી ફોડી નાખ.

૨૫૫૨ કે ઓચીંતાના તું ખાણ ઉપર કુહાડી ઝીંકે અને દુકાનમાંથી અને થીગડાં શોધવામાંથી મુક્ત બને.

૨૫૫૩ થીગડાં શોધવું શું છે? પાણી પીવું અને રોટલા ખાવા, તું વજનદાર ઝબ્બાને આ થીગડાંઓ લગાવે છે.

૨૫૫૪ આ ઝબ્બો, તારી કાયા હંમેશાં ફાટી જાય છે અને તું આ તારા ખાવા અને પીવાથી તું થીગડાં મારે છે.

૨૫૫૫ ઓ તું કે જે ભાગ્યશાળી બાદશાહ (હ. આદમ અ. સ.)નો વંશ છો તારા પોતામાં આવ, આ થીગડાં શીવવા માટે શરમા,

૨૫૫૬ આ કાયાના અસ્તિત્વના થીગડાને ફાડી નાખ, એટલા માટે કે (આ ખજાનાની) બે ખાણો તારી સમક્ષ પોતાનાં માથા ઉંચા કરે.

૨૫૫૭ રખેને આ ભાડે રાખેલા ઘરનો સમય તેમાંથી કાંઈ પણ ફાયદો મેળવ્યા પહેલાં પુરો થઈ જાય.

૨૫૫૮ પછી દુકાનનો માલિક તને બહાર કાઢશે અને ખજાનાની ખાતર આ દુકાનનો નાશ કરશે.

૨૫૫૯ (જ્યારે) તું દિલગીરીમાં તારૂં માથું કુટતો હોઈશ અને બીજીવાર તારી મૂર્ખ દાઢીને પીંખતો હોઈશ.

૨૫૬૦ કહીને, અફસોસ, આ દુકાન મારી હતી. (પણ), હું આંધળો હતો અને આ રહેઠાણની જગ્યામાંથી કોઈ નફો મેળવ્યો નહિ.

૨૫૬૧ અફસોસ ! પવન આપણું અસ્તિત્વ ઉઠાવી ગયું. (આયાત) “ખુદાના ચાકરો માટે એ દિલગીરી” હંમેશાંની (સત્ય) બને છે.

૨૫૬૮ (ફિરઓને) કહ્યું, “ઓ મુસા, બસ. (મને) ત્રીજું વચન કહે, કારણ કે મારૂં દિલ તેને (સાંભળવાની, આતુરતા અંગે) વ્યાકુળતામાં ગુમાએલ બન્યું છે.

૨૫૬૯ હ. મુસાએ કહ્યું, “આ ત્રીજું (વચન) એક બેવડી (સલ્તનત) બંને દુનિયા (પાર્થીવ અને રૂહાની) સાથે સંબંધ ધરાવે છે, પ્રતિસ્પર્ધા અને દુશ્મનથી સ્વતંત્ર.

૨૫૭૦ સલ્તનત કે જેનો તું અત્યારે કબજો ધરાવે છે તેનાથી વધુ મોટી, કારણ કે તે (તું જ્યારે ખુદા સાથે) લડાઈમાં હતો ત્યારે છે.

૨૫૭૧ તે કે જે તારા ઉપર (જ્યારે તું) લડાઈમાં છે, ત્યારે આવી એક બાદશાહી ઈનાયત કરે છે, તે (જ્યારે તું) તેની સાથે સુલેહમાં હોઈશ. ત્યારે કેવી ભવ્ય (બાદશાહી) તારા મેજ ઉપર ઈનાયત કરશે ! આનો સારી રીતે વિચાર કર.

૨૫૭૨ પેલી (દૈવી) દયા કે જેણે આવી (ઉત્તમ) ચીજો તારા જુઠાપામાં આપી છે, ત્યારે તારા વિશ્વાસુપણામાં તેની રહેમત કેવી બને તેનો હિસાબ કર.

૨૫૭૩ તેણે કહ્યું, “ઓ મુસા, ચોથું (વચન) શું છે? જલ્દીથી તે જાહેર કર. મારી ધીરજ ચાલી ગઈ છે, અને મારી ઉત્કંઠા વધી ગઈ છે.”

૨૫૭૪ તેમણે કહ્યું, “ચોથી એ છે કે તું (હંમેશ માટે યુવાન, ડામર જેવા કાળા વાળ અને ગાલો (ગુલાબી) અરગવાના (ફુલ) જેવા.

૨૫૭૫ અમને પયગમ્બરોને રંગ અને સુગંધ કીંમત વગરનાં છે, પણ તું નિર્બળ છે, (તેથી) અમોએ અમારા શબ્દો અલ્પ બનાવ્યા છે.

૨૫૭૬ રંગ અને અત્તર અને રહેઠાણની ડંફાશ મારવી, એ આનંદ (માત્ર) બચ્ચાંઓની છેતરામણી છે.

૨૫૭૭ જ્યારે કે મારૂં કામ એક બાળક સાથે હોય, ત્યારે બચ્ચાંને માટે યોગ્ય ભાષા બોલવી જોઈએ.

૨૫૭૯ તું માત્ર કાયાની યુવાની જુએ છે; ઓ ગધેડા, આ યુવાની ભોગવ, બાજરો લે.

૨૫૮૦ તારા ચહેરા ઉપર કદી કરચલી પડશે નહિ, તારા સારા નશીબની યુવાની હંમેશાં તાજી રહેશે.

૨૫૮૧ ઘરડી ઉંમરનું ખરબચડું કઈ તારા ચહેરા ઉપર આવશે નહિ, નહિ કે તારી ‘સાઈપ્રસ' જેવી કાયા કદી બેવડ બનેલી બને !

૨૫૮૨ યુવાનીની શક્તિ તારામાંથી કદી અદ્રષ્ય નહિ થાય. તારા દાંતોમાં કદી ખામી કે દુઃખ આવશે નહિ.

૨૫૮૩ તારા વાળ કદી સફેદ થશે નહિ. તેમ તારી પીઠ વાંકી વળશે નહિ. બલકે, તારા દમેદમ તારી હાલત વધુ ને વધુ સારી થતી રહેશે.

૨૫૮૪ યુવાનીની મહત્તા એવી સારી રીતે જળવાઈ રહેશે કે જેમ ઉકાશા બહિશ્તનો દરવાજો (તેના માટે) ખોલવાના સારા સમાચાર લાવ્યો.

હ. પયગમ્બર સાહેબની હદીસ, “જે કોઈ સફર (મહીનો) પુરો થયાના, ખુશી સમાચાર મને આપશે. હું તેને બહિશ્તના ખુશી સમાચાર આપીશ.

૨૬૮૫ હ. આહમદ છેલ્લા (ઝમાનાના પયગમ્બર)નું દુનિયા છોડી જવાનું રબ્બીઉલ અવ્વલના (મહીનામાં) નિર્વિવાદ બનશે.

૨૫૮૬ જ્યારે તેવણનું દિલ આ દુનિયાને છોડવાની પળનું જ્ઞાન મેળવશે, તો તે પણ પેલી પળથી સમજણપુર્વક પ્રેમમય બનશે.

૨૫૮૭ અને જ્યારે સફર (મહિનો) આવશે, ત્યારે સફરના કારણે આનંદ અનુભવશે. કહીને, આ મહીના બાદ હું મુસાફરી કરીશ.

૨૫૮૮ (દૈવી) રાહનુમાઈ માટે આ ઝંખનામાં તેઓ (હ. મુહમ્મદ) આક્રંદ કરતા, દરેક રાત્રીએ પ્હોં ફાટતાં સુધી, “ઓ રસ્તા ઉપરના મહાન કિર્તીવંત સાથી”

૨૫૮૯ તેમણે કહ્યું, "જ્યારે સફર મહીનો આ દુનિયામાંથી વિદાય લે ત્યારે, કોઈ પણ માણસ કે જે સારા સમાચાર મને આપશે,

૨૫૯૦ કે સફર મહીનો પસાર થઈ ગયો અને રબ્બીઉલ અવ્વલનો મહીનો આવ્યો છે, તેને માટે હું સારા સમાચાર અને મધ્યસ્થી બનવાનો કરાર કરીશ.

૨૫૯૧ ઉકાશાએ કહ્યું, “સફર પુરો થયો અને ચાલ્યો ગયો” તેમણે (હ. પયગમ્બર સાહેબે) કહ્યું “ ઓ શક્તિશાળી સિંહ, બહિશ્ત તારી છે.”

૨૫૯૨ બીજો કોઈ એક આવી કહ્યું, 'સફર પુરો થયો' તેમણે (હ. પયગમ્બર સાહેબે) કહ્યું, “ઉકાશા સારા સમાચાર આપવાનું ફળ ઉપાડી ગયો.”

૨૫૯૩ તેથી, માણસો, દુનિયાથી અલગ થવા માટે આનંદ કરો, જ્યારે આ બચ્ચાંઓ (તેમનામાં) સતત ચાલુ રહેવામાં આનંદ કરે છે.

૨૫૯૪ જેમ કે એક આંધળું પંખી મીઠું પાણી જોતું નથી, ખારૂં પાણી તેને 'કવસર' જેવું દેખાય છે.

૨૫૯૫ આમ હ. મુસા (અ. સ.) એક પછી એક દયા(ની બક્ષિશો) ગણાવતા હતા. કહેતા હતા, “તારા સદકિસ્મતનો ચોકખો (દારૂ) કીટામાં (કચરામાં) ફેરવાશે નહિ;

૨૫૯૬ તેણે (ફિરોને) કહ્યું “તેં સારું કહ્યું છે, અને સારૂં બોલ્યો છો. પણ (મને વખત આપો) કે હું (મારા) ભલા દોસ્તથી સલાહ મસલેહત કરૂં.”

હ. મુસામાં ઈમાન લાવવામાં ફિરઓને આસિયાથી સલાહ મસલેહત લેવી.

૨૫૯૭ તેણે (ફિરઓને) આ શબ્દો (તેની ઘરવાળી) આસીયાને જણાવ્યા, તેણીએ કહ્યું “ઓ કાળા દિલવાળા, આના ઉપર તારો આત્મા કુરબાન કર!

૨૫૯૮ આ (હ. મુસા)ની વાણીમાં ઘણી (દૈવી) રહેમતો છુપાએલી છે. ઓ બાદશાહ, તેમને જલ્દીથી સ્વીકારી લ્યો!

૨૫૯૯ વાવણીનો વખત આવ્યો છે, આનંદ, (કેવી) એક નફાકારક વાવણી છે ! તેણીએ આમ કહ્યું અને રોઈ અને (તેની સાથેના વાદવિવાદમાં) ગરમ થઈ.

૨૬૦૨ તેજ સભાગ્રહ કે જ્યાં આ (વાણી) તેં સાંભળી ત્યાં જ શા માટે તેં 'હા' ન પાડી અને વખાણના એકસો સંભાષણ ન કર્યા?

૨૬૧૯ સાંભળ, ઓ ટીપા, પસ્તાવો કર્યા વગર પોતાને સુપ્રત કરી દે કે જેથી ટીપાની બદલીમાં તું સમુદ્ર મેળવે.

૨૬૨૧ આવું ખુશ નશીબ ખરેખર કોના હાથમાં પડે? એક સમુદ્ર એક ટીપા માટે અરજદાર બન્યો છે.

૨૬૨૨ ખુદાના નામમાં, ખુદાના નામમાં વેચાઈ અને જલ્દી ખરીદાઈ જા. એક ટીપું આપ, અને (બદલામાં) સમુદ્ર લે કે જે મોતીઓથી ભરેલો છે.

૨૬૨૩ ખુદાના નામમાં, ખુદાના નામમાં, જરાપણ ઢીલ કરતો નહિ. કારણ કે (હ. મુસા)ના આ શબ્દો દયાના સમુદ્રમાંથી આવ્યા છે,

૨૬૨૬ (ફિરઓને) કહ્યું “ઓ સમજુ (સ્ત્રી આસિયા), હું હામાનને કહીશ. વઝીરની સલાહ બાદશાહ માટે જરૂરી હોય છે.

૨૬૫૨ બાદશાહી ગર્વે તેનામાં (ફિરોનમાં વજીરની) શીખામણ માટે જગ્યા ઝડપી લીધી હતી,

૨૬૫૩ કહીને, હું હામાન પાસેથી સલાહ લઈશ. કારણ કે તે બાદશાહીનો ટેકો અને શક્તિની ધરી છે.

૨૬૫૫ સમાનતાના મુળ તેની પ્રકૃતિમાં ઉંડા ઉતર્યા હતાં (કે જેથી તેને) હામાન (તરફ) ખેંચ્યો, એવો (મજબુતાઈથી) કે પેલી આસીયા (ની શીખામણો) તેને કંટાળા જનક બની.

હ. મુસામાં ઈમાન લાવવા માટે ફિરઓને તેના વઝીર હામાનની સલાહ લેવા વિષે.

૨૭૨૩ તેણે (ફિરઓને) હામાનને જ્યારે એકલો જોયો ત્યારે કહ્યું. હામાન આ સાંભળી કુદી પડયો અને તેના પહેરણનો આગલો ભાગ ફાડયો.

૨૭૨૪ પેલા શ્રાપિતે ખૂબજ જોરથી આક્રંદની બુમો ઉચ્ચારી, અને ડુસકાં ભર્યાં અને તેની પાઘડી અને ટોપી જમીન પર પછાડી.

૨૩૩૦ ઓ બાદશાહ, અત્યાર સુધી તારી પૂજા કરવામાં આવી છે. અને આખી દુનિયાથી માન પૂર્વક સન્માવાયો છો. (હવે) તું હલકામાં હલકો ગુલામ બનીશ.

૨૭૩૧ એક હજાર વખત અગ્નિમાં પડવું આના કરતાં વધુ બહેતર છે, કે એક માલિક એક ગુલામનો નોકર બને.

૨૭૩૩ ઓ બાદશાહ મારૂં માથું પહેલાં ઉડાવી દે, કે જેથી મારી આંખો આ બદનામી નિહાળે નહિ.

૨૭૩૪ ખરેખર, આવું કદી બન્યું નથી, અને તેવું બનશે નહિ, કે જમીન આસમાન બને અને આસમાન જમીન બને.

૨૭૩૫ (કે) આપણા ગુલામો આપણા સાથી કાર્યકરો બને (અને કે) આપણા પેલા બીકણો આપણા દિલોને (ઘાતકી રીતે) ઝખમી કરવાવાળા બને.

૨૭૬૬ જો તમે તેમના દ્વારા મૃત્યુ પામ્યા નથી અને જીવંત થયા નથી, તો તમે એક શત્રુ છો, જે તેની સાથે ભાગીદારીમાં રાજ કરવા માંગે છે.

૨૭૬૭ જ્યારે તું તેના થકી જીવંત બન્યો છે, કે જે વાસ્તવમાં તેજ છે; તે સંપૂર્ણ એકતા છે, તે ભાગીદારી કેમ હોય?

૨૭૬૮ આનું વિવરણ (ભક્તિભાવના) કાર્યોની આરસીમાં શોધ, કારણ કે તું તેની સમજણ, વાણી કે વિવરણમાંથી મેળવી શકીશ નહિ.

૨૭૬૯ જો હું મારામાં છે તે કહુ, તો ઘણા દિલો તુર્તજ લોહીમાં ફેરવાઈ ગએલા બનશે.

૨૭૭૦ હું અટકીશ, ખરેખર, બુદ્ધિમાન માટે આ (જે કહેવાયું તે) બસ છે, મેં બે વાર બુમો પાડી છે, જે કોઈ સાંભળવાને લાયક હોય તેને માટે તે બસ છે.

૨૭૭૧ શારાંશમાં, પેલા હલકા શબ્દોના કારણે હામાને આની માફક (ભયંકર) રસ્તામાં ફિરોનનો રસ્તો રૂંધ્યો.

૨૭૭૨ કોળીયો, સૌભાગ્ય, તેના (ફિરોનના) મુખ સુધી પહોંચ્યો હતો, (જ્યારે કે) તેણે (હામાને) તેનું ગળું ઝડપથી કાપી નાખ્યું.

૨૭૭૩ તેણે ફિરોને તેની ગંજી પવનને આપી (તેનો નાશ કર્યો). કોઈપણ બાદશાહને આવો વઝીર ન હો !

૨૭૭૪ હ. મુસાએ કહ્યું, “અમોએ માયાળુપણું અને ઉદારતા બતાવી છે. (પણ) ખરેખર તે સ્વીકારવાનું તારા ભાવિના હિસ્સામાં ન હતું.

૨૭૫૬ હ. ખિઝરે હોડીમાં એક કાણું પાડયું. એટલા માટે કે હોડી દુષ્ટ (ના હાથમાં જતાં) બચાવાય.

૨૭પ૭ જ્યારે કે ભાંગેલા (પસ્તાવા કરનાર) ને બચાવાશે, ભાંગેલો બન (પસ્તાવો કરનાર બન) ખરી સલામતી ગરીબાઈમાં રહેલી છે. ગરીબાઈમાં દાખલ થા.

૨૮૦૨ જો તારામાં સમજણ હશે તો (તું જોઈશ), મેં માયાળુપણું બતાવ્યું છે. અને જો હું એક ગધેડા માટે દોરડું લાવ્યો છું.

૨૮૦૩ હું એવી સરસ રીતે આ તબેલામાંથી તમને બહાર હાંકી કાઢીશ. હું દોરડા (ના ફટકા)થી તારી આંખો અને માથું લોહીવાળું બનાવીશ.

૨૮૦૫ અરે, હું દોરડું લાવ્યો છું, દરેક ગધેડો કે જે સંમત થતો નથી, તેને સુધારવાની ખાતર (લાવ્યો છું).

૨૯૦૩. દરેક જણ અદ્રષ્ય અને ભવિષ્ય, ભલુ અને બુરું તેની આંતરિક દ્રષ્ટિના મા૫ અનુસાર જુએ છે.

૨૯૦૪ જ્યારે આગળ અને પાછળની અટકાયત ખસેડી લેવાય છે. આંખ અદ્રષ્યની તખ્તીમાં પ્રવેશ કરે છે અને લખેલું વાંચે છે.

૨૯૦૬ (અર્થાત) પૃથ્વી ઉપરના ફિરસ્તાઓના (ખુદાઈ) શહેનશાહ સાથેના વાદ વિવાદે, જેમ આપણા બાપ (હ. આદમને) ખુદાનો ખલિફો બનાવ્યો.

૨૯૦૭ જ્યારે તે ખુદાનો ખલીફો પોતાની આંખ આગળ મીટ માંડે છે, તેઓ છેલ્લા સંમેલન સુધી (જે પસાર થનાર છે.) તે ચોકખી રીતે જુએ છે.

૨૯૦૮ તેથી તેઓ મુળના મુળ પાછળ જુએ છે, અને તેઓ નિર્ણયના દિવસ સુધી ચોકખી રીતે જુએ છે.

૨૯૦૯ દરેક જણ તેના રૂહાનીયત પ્રકાશના માપ અનુસાર જુએ છે, (અને) અદ્રષ્ય ચીજો (તેના દિલની આરસીના) આપેલા પ્રમાણ અનુસાર જુએ છે.

૨૯૧૦ જેમ વધુ તે (આરસીને) ઓપે છે, (પોંલીશ કરે છે) વધુ તે જુએ છે, અને વધુ ને વધુ અદ્રષ્ય ચીજો તેને દેખાતી બને છે.

૨૯૧૧ જો તમો કહો કે તે (રૂહાનીયત) પવિત્રતા ખુદાની રહેમતથી નવાજીશ થાય છે, તો (દિલને) ઓપવાની ફતેહ પણ તે (દૈવી) કૃપામાંથી ઉતરે છે.

૨૯૧૨ પેલા (ભક્તિભાવનાં) કાર્ય અને દુઆ એ (પ્રાર્થના કરનારની) પ્રેરણાના હિસ્સા અંગે જ છે, “માણસ પાસે કાંઈ જ નથી સિવાય કે જેની પાછળ, તેણે તનતોડ મહેનત કરી છે.

૨૯૧૩ એક માત્ર ખુદા જ પ્રેરણા આપનાર છે, કોઈ હલકટ અધમ માણસ રાજા બનવાની ઉત્કટ ઇચ્છા ધરાવતો નથી.

૨૯૧૬ (હકીકત ધ્યાનમાં લેતાં) જ્યારે ખુદા કોઈ ભાગ્યશાળી (ધન્ય) માણસ પર કોઈ મુશ્કેલી લાવે છે, ત્યારે તે હંમેશા (ખુદાની નજીક) રહે છે.

યા અલી મદદ