મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી
વાર્તા - ૭
વાર્તા - ૭
૧૯૬૦ બુદ્ધિ બે બુદ્ધિઓની બનેલી છે, પહેલી નિશાળમાં એક વિદ્યાર્થી માફક મેળવેલ જે તમો શીખો છો.
૧૯૬૧ કિતાબ અને શિક્ષક અને પ્રતિબિંબ અને યાદદાસ્ત અને માન્યતાઓમાંથી અને ઉત્તમ અણશિખાએલા પદાર્થજ્ઞાનમાંથી.
૧૯૬૨ (આ બાબતોથી) તમારી સમજણ બીજાઓથી ચડીયાતી બને છે, પણ (તમારા) અંતકરણમાં સાચવી રાખવામાં પેલું (જ્ઞાન) જે તે મોટા બોજા રૂપ છે.
૧૯૬૩ તમો (જ્ઞાનની શોધમાં) જતા આવતા અને મુસાફરીમાં (લાગેલા), (લખાએલી) તખ્તી સાચવો છો, સાચવેલી તખ્તી તે છે કે આનાથી પસાર થઈ ગએલ છે.
૧૯૬૪ બીજી બુદ્ધિ એ ખુદાનું ઈનામ છે, તેનો ઝરો આત્માની વચ્ચે છે.
૧૯૬૫ જ્યારે (ખુદાએ આપેલ) પાણીનું જ્ઞાન છાતીમાંથી વહેવા માંડે છે, તે ગંદુ અથવા જુનું અથવા પીળું (અપવિત્ર) બનતું નથી.
૧૯૬૬ અને જો તેનો (બહાર નીકળવાનો) રસ્તો અટકાવવામાં આવે, તો નુકશાન શું? કારણ કે તે (દિલના) ઘરમાંથી ચાલુ રીતે ઉછળીને બહાર આવે છે.
૧૯૬૭ મેળવેલ જ્ઞાન એક નીક જેવું છે, કે જે ઘરમાંથી મહોલ્લાઓમાં વહે છે.
૧૯૬૮ જો તેનો (ઘરના) પાણીનો રસ્તો બંધ કરવામાં આવે તો તેને જરા જેટલુંય પાણી મળશે નહિ, તારા પોતામાંથી ઝરો શોધ !
૧૯૮૬ સમજણ જ્યારે ઈમાન સાથે મળેલી છે તે એક રક્ષક અને ઈન્સાફી પોલીસ અમલદાર જેવી છે,તે દિલના શહેરનો એક રક્ષક અને ઇન્સાફ કરનાર છે.
એક લડાઈની ફોજના સેનાપતી તરીકે હુદાયલના એક યુવાનની હ. પયગમ્બર સાહેબે નિમણુંક કરી. કે જેમાં મોટી ઉમરના વડીલો અને અનુભવી લડવૈયાઓ પણ હતા.
૧૯૯૨ હ. પયગમ્બર સાહેબ કાફરોના અહંકારને ખાળવા. એક લશ્કર લડવા માટે મોકલતા હતા.
૧૯૯૩ તેમણે હુદાયલના એક યુવાનને પસંદ કર્યો અને તેને લશ્કર અને પાયદળનો સેનાપતિ બનાવ્યો.
૧૯૯૪ એક લશ્કરનો પાયો બેશક તેનો સેનાપતી છે, હાદી વગરનો એક માણસ માથા વગરનું ધડ છે.
૧૯૯૫ કે તમો (રૂહાની રીતે) મરેલા અને જર્જરિત છો, તો આ બધાનું કારણ તમોએ ‘હાદી’ને છોડી દીધો તે છે.
૧૯૯૭ (તમો) એક જનાવર જેવા છો, કે જે ભાર ઉપાડવામાંથી ભાગી છુટે છે, અને પોતાનું માથું ડુંગરોમાં ઉઠાવી જાય છે.
૧૯૯૮ તેનો ધણી તેની પાછળ દોડે છે, બુમ પાડે છે, ઓ અસ્થિર ભેજાવાળા, ત્યાં દરેક બાજુએ એક ગધેડાની શોધમાં વરૂ બેઠું છે.
૨૦૦૪ (સારું થયું) સર્વશક્તિમાને તને એક ગધેડો કહી બોલાવ્યો નથી, તેણે તને એક ઘોડો કહી બોલાવ્યો છે, અરબો અરબી ઘોડાને 'તાઅલ' (આવ) કહે છે.
૨૦૦૫ હ. મુસ્તફા ખુદાના જનાવરો માટેના, (કે જે) દુષ્ટ દૈહિક આત્મા છે, (તેવા) તબેલાની નજર રાખનાર હતા.
૨૦૦૬ માયાળુપણાના ખેંચાણ અંગે તેણે (ખુદાએ) કહ્યું, “કહે 'તાઅલવ' (તમો આવો) અંતમાં હું તમોને કેળવું. હું કેળવણી આપનાર છું."
૨૦૧૫ કેટલાકે આ કહાણીથી લજ્જાની લાગણી અનુભવી છે. કારણ કે દરેક પંખીનું પાંજરૂં જુદું છે.
૨૦૧૬ ફિરસ્તાઓ પણ સમોવડીયા નથી, આ કારણથી તેઓએ બહિશ્તમાં જુદા જુદા દરજ્જા બનાવ્યા છે.
૨૦૧૯ ભલે એક લાખ કાનો પંક્તિમાં ગોઠવાએલા બને, તેઓ બધાને એક ચોકખી આંખની ગરજ છે.
૨૯૨૫ (ખુદાઈ) હુકમ ‘તાઅલવ' (તમો આવો)ને નાનો સમજ નહિ, આ શબ્દ એક ખૂબ જ મોટો કિમીયો છે.
૨૦૨૬ જો એક જસત (જેવો હલકો આદમી) આ તમારા શબ્દ કહેવામાંથી નફરતથી ચાલ્યો જશે, કાંઈપણ શંકા વગર તેનામાંથી કિમીયો જ ઝુંટવાઈ જશે.
૨૦૨૮ (ખુદા કહે) ઓ ગુલામ, "તમે આવો, તમે આવો," ધ્યાન રાખજે. કારણ કે ખરેખર, ખુદા શાંતીના (ધામમાં) તને આમંત્રે છે.
૨૦૨૯ તો પછી મહેરબાન, અહમ અને મોટાઈમાંથી (બહાર) આવ. 'રૂહાની રાહબર’ની શોધ કર. રાહબર થવાની ઈચ્છા ન કરતો.
હ. પયગમ્બર સાહેબની હુદાયલના માણસની સેનાપતિની નિમણુંક સામે એક વાંધો ઉઠાવનારે વાંધો ઉઠાવ્યો.
૨૦૩૦ જ્યારે હ. પયગમ્બર સાહેબે હુદાયલના (કબીલા) માંથી એક સેનાપતીની લશ્કર માટે નીમણુંક કરી કે જેનું લશ્કર દૈવી મદદવાળું હતું.
૨૦૩૧ એક અસભ્ય આદમી ઈર્ષા અંગે ચુપકીદી રાખી શક્યો નહિ. તેણે વાંધો અને વિરૂદ્ધાઈ ઉચ્ચારી.
૨૦૩૨ માણસ જાત નજર નાખો, તેઓ કેવા (રૂહાની પ્રકાશ વગરના) કાળા છે અને તેઓ કેવા એક નાશ પામતી ચીજ વસ્તુંની ઈચ્છામાં નાશ પામે છે.
૨૦૩૩ તેઓ મગરૂરીના કારણે, ખુદામાંથી જુદાઈમાં, આત્માના મરેલા, ઢોંગમાં જીવતા છે.
૨૦૩૪ તે અજાયબી છે કે આત્મા કેદમાં છે. (અને બધો વખત) જેલની ચાવી તેના પોતાના હાથમાં છે.
૨૦૩૫ પેલો, યુવાન (આત્મા) પગથી માથા સુધી નર્કમાં પડે છે, (જ્યારે) વહેતી નદી (લગભગ) તેના પહેરણને અડતી વહે છે.
૨૦૩૭ (ખુદાઈ) ‘નુર’ ગુપ્ત છે અને શોધ (તેના અસ્તિત્વની) સાબીતી છે. કારણ કે દિલ (આત્મા) નકામો આશ્રયસ્થાન શોધતો નથી.
૨૦૩૯ તારો અણગમો તને એક રક્ષકની માફક ખેંચી જાય છે, કહીને, ઓ આડા ગએલા આદમી, સત્યતાનો રસ્તો શોધ.
૨૦૪૦ રસ્તો છે, પણ તે ગુપ્ત જગ્યાએ સંતાએલ છે. તેની શોધખોળ, નકામી શોધ અંગે ગીરો મુકાએલી છે.
૨૦૪૧ 'જુદાઈ' ખાનગીમાં 'મિલન’ની શોધમાં છે. આ શોધકમાં શોધાએલનો ચહેરો તું જરૂર પારખીશ.
૨૦૪૨ બગીચાનાં મરેલાં (ઝાડ અને છોડો) મૂળમાંથી ફરી ઉપર ઉભા થાય છે, જીવનના આપનારને નિરખ !
૨૦૪૩ દુનિયાના આ કેદીઓની આંખો, (જે) પેલી પાર છે તેના ઉપર કેમ ચોંટશે? જો (મુક્તિના) શુભ સમાચાર લાવનાર કોઈ ન હોય તો ?
૨૦૪૪ તો ત્યાં એક લાખ અપવિત્રો પાણી શોધતા ન હોય, જો નદીમાં પાણી જ ન હોય.
૨૦૪૫ ભલે દુનિયા ઉપર તારા પક્ષે આરામ ન પણ હોય, (છતાં) જાણ કે (પેલા અસલ રૂહાની) ઘરે ગાદલું અને પલંગપોશ છે.
૨૦૪૬ જો આશ્રય સ્થાનના હોવા સિવાય, આરામ વગરનો (શોધક) ન હોય. તે કે જે આવેશ, માથાનો દુઃખાવો લઈ જાય છે, તેના વગર આ દુઃખાવો હોત જ નહિ.
૨૦૪૭ તેણે (વાંધો લેનારે) કહ્યું, “ નહિ, નહિ, ઓ ખુદાના સંદેશક, લશ્કરના સેનાપતિ તરીકે કોઈ વૃદ્ધ શેખ સિવાય બીજા કોઈની નીમણુંક કરતા નહિ.
૨૦૪૮ ઓ ખુદાના સંદેશક, (ભલે) જો યુવાન સિંહથી જન્મેલા (જેવો બહાદુર) હોય, લશ્કરનો ઉપરી વૃદ્ધ સિવાય બીજો નીમાવો ન જોઈએ.
૨૦૪૯ તમોએ પોતે જ કહ્યું છે, અને તમારા શબ્દો (એક સાચા) સાક્ષી છે. “આગેવાન મોટી ઉંમરનો હોવો જોઈએ, મોટો જ હોવો જેઈએ.
૨૦૫૦ ઓ ખુદાના સંદેશક, આ લશ્કર તરફ જુઓ (કે જેમાં) આટલા બધા વૃદ્ધો અને તેનાથી ઉંચા દરજજાના (માણસો) છે.
૨૦૫૧ આ ઝાડના પીળાં પાંદડાંને નજરમાં ન લ્યો, (પણ) તેના પાકેલાં સફરજન તોડી લ્યો.
૨૦૬૦ (પયગમ્બરે કહ્યું) સોના વિષે બોલવામાંથી અટકી જા, કારણ કે આ મુદ્દો ગહન છે. આ મારૂં દિલ પારાની માફક વ્યાકુળ બન્યું છે.
૨૦૬૧ મારી અંદરથી એક સો મધુર શ્વાસની ચુપકીદીઓ, પોતાના હાથો મારા હોઠ ઉપર મુકે છે, હેતુ વ્યક્ત કરે છે, તે પુરતું છે.
૨૦૬૨ ચુપકીદી સમુદ્ર છે, અને પાણી એક નદી જેવી છે. સમુદ્ર તને શોધે છે. નદીને શોધતો નહિ,
૨૦૬૩ સમુદ્ર પાસેથી મળેલા સુચનોમાંથી તારૂં માથું ફેરવતો નહિ. (વિષયને) સમાપ્ત કર અને સાચો રસ્તો સૌથી સારી રીતે ખુદા જાણે છે.
૨૦૬૪ પેલા ઉદ્ધત વાંધા ઉઠાવનારે હ. પયગમ્બર સાહેબની હજુરમાં શબ્દો ઉચ્ચારવા ચાલુ રાખ્યા.
૨૦૬૫ શબ્દો (તેની વાતને) ટેકો આપતા હતા (પણ) તે અજ્ઞાન હતો. પ્રણાલિકાગત જ્ઞાન એ દિવ્ય દ્રષ્ટિની હજુરમાં માત્ર લવારી કરવી છે.
૨૦૬૬ ખરેખર આ પ્રણાલિકાનું જ્ઞાન નજર માટે (માત્ર) અવેજી વસ્તુ છે, તેઓ માટે તે નથી કે જેઓ "હાજર" છે. (પણ) તેને માટે છે કે જે ગેરહાજર છે.
૨૦૬૭ જે કોઈએ પણ "દ્રષ્ટિ" મેળવી છે, તેની આગળ આ પ્રણાલિકાની બાબતો ઉપયોગી નથી.
૨૦૬૮ જ્યારે તમો તમારા પ્રિયતમની બાજુમાં બેઠા છો, આના પછી "દલાલ" હદપાર થાય છે.
૨૦૬૯ જે કોઈપણ બચપણમાંથી પસાર થઈ ચુક્યો છે. અને એક માણસ બન્યો છે. "પત્ર" અને "દલાલ" તેને કંટાળાજનક બને છે.
૨૦૭૦ તે પત્રો વાંચે છે, (પણ માત્ર) (બીજાઓને) શીખવવાના ઈરાદે (વાંચે છે). તે શબ્દો ઉચ્ચારે છે, (પણ માત્ર) બીજાઓને સમજતા કરવાના કારણે (વાંચે છે).
૨૦૭૧ પ્રણાલિકા માટે જેઓ દ્રષ્ટિવાળા છે તેની હાજરીમાં બોલવું એ ખોટું છે, કારણ કે તે આપણી ખામી અને બેદરકારીની સાબીતી છે.
૨૦૭૨ ‘દ્રષ્ટિવાન'ની હાજરીમાં ચુપકીદી તમારા માટે સંગીન તક છે. આના કારણે જ (ખુદા પાસેથી) સંબોધન આવ્યું. “તમો ચુપ બનો.”
૨૦૭૩ જો તે (દ્રષ્ટિમાન) તમને બોલવાની રજા આપે. ખુશીથી બોલો પણ, જૂઠું ન કહો અને (તમારા શબ્દો)ને લંબાણમાં લઈ ન જતા.
૨૦૭૪ અને જો તેઓ લંબાણપૂર્વક બોલવાનું કહે, નમ્રતાથી બોલજે અને તેના હુકમ અનુસાર વર્તજે.
હ. મુસ્તફાએ વાંધો ઉઠાવનારને જવાબ દીધો.
૨૦૮૧ જ્યારે પેલો આરબ માયાળુ સ્વભાવવાળા હ. મુસ્તફાની હજુરમાં વાદવિવાદ હદથી વધુ આગળ લઈ ગયો.
૨૦૮૨ ત્યારે પેલા 'વ અલ નજમ'ના રાજા અને અબ્બાસના સુલતાન (પયગમ્બર સાહેબે ગુસ્સામાં) પોતાના હોઠ કરડયા અને પેલા મુર્ખ બકવાસ કરનારને કહ્યું “બસ.”
૨૦૮૩ તેઓ પોતાનો હાથ વાંધો ઉઠાવનારના મોઢા ઉપર (બોલતાં અટકાવવા) મુક્તા હતા, (જાણે એમ કહેતા હોય) જેને અદ્રષ્યનું જ્ઞાન છે, તેની હાજરીમાં તું કેટલો લાંબો વખત બોલ્યા કરીશ?
૨૦૮૪ તે કે જે ‘દ્રષ્ટિ'થી વિભુશીત છે તેની પાસે તું સુકેલ છાણ લાવ્યો છે. કહે છે, “કસ્તુરીની કોથળીને બદલે આને ખરીદો.”
૨૦૯૭ ખાસ કરીને આ મદિરા કે જે 'દારૂડીયા'ની બરણીમાંથી છે. તેની અસર (માત્ર) એક જ રાત ચાલે છે. પણ પેલી મદિરાની ગણત્રી કર કે જે મદમસ્તની છે.
૨૦૯૮ પેલા મિજબાનીમાં છેલ્લી વાનગી તરીકે (શરાબ) પીતાં અને એકથી બીજી જગ્યાએ ભમતા કે જેના અંગે ગુફાના માણસો (સાત સુનારાઓ)એ પોતાની સમજણ ત્રણસો નવ વર્ષો સુધી ગુમાવી.
૨૦૯૯ મિસરની સ્ત્રીઓએ પેલી (મદિરાનો) એક પ્યાલો પીધો અને પોતાના હાથોના કટકા કર્યા.
૨૧૦૦ ફિરઓનના જાદુગરોને પણ હ. મુસાનો નશો હતો. તેઓએ ફાંસીઓને પોતાનો પ્રિતમ બનતી નિહાળી.
૨૧૦૧ જાફરે તય્યાર પેલી મંદિરાથી મદહોશ હતો, પોતાની ખુદીમાં હોતા, તે પોતાના પગો અને હાથો (ખુદાની ખાતર) કુરબાન કરતો હતો. (ખુદાએ તેને પાંખો અર્પણ કરી).
હ. બાયઝીદના કહેણની કહાણી “સર્વ વખાણ મારા છે! મારો દરજજો કેવો મહાન છે!” અને તેના મુરીદોનો વાંધો ઉઠાવવો, અને આનો જવાબ તેમણે કેવી રીતે આપ્યો, વાણીના રસ્તે નહિ પણ “દિદાર”ના રસ્તે (જવાબ આપ્યો).
૨૧૦૨ પેલા માનવંત દરવીશ, હ. બાયઝીદ પોતાના મુરીદો પાસે આવ્યા, કહે, “અરે, હું ખુદા છું.”
૨૧૦૩ (ગુઢાર્થ) જ્ઞાનના પેલા ધણીએ મદહોશીની રીતમાં ચોકખું કહ્યું, “સાંભળો; મારા સિવાય બીજો કોઈ ખુદા નથી, તેથી મારી બંદગી કરો.
૨૧૦૪ જ્યારે પેલો પરમ આનંદ પસાર થઈ ગયો. ત્યારે પ્રમાતમાં તેને (બાયજીદને મુરીદોએ) કહ્યું, “તમોએ આમ આમ કહ્યું છે, અને આ નાસ્તિકતા છે.
૨૧૬૫ તેમણે કહ્યું, “આ વખતે જો હું બદનક્ષી કરૂં તો તુર્તજ આવજો અને મારામાં છુરા ખોંસી દેજો.
૨૧૦૬ ખુદા શરીરની પેલે પાર છે, અને હું શરીરની સાથે છું: જ્યારે હું આવી વાત કહું, ત્યારે તમારે મને મારી નાખવો જ જોઇએ.
૨૧૦૭ જ્યારે પેલા (રૂહાનીયત) સ્વતંત્રે આદેશ આપ્યો, દરેક મુરીદે એક છુરો તૈયાર કર્યો.
૨૧૦૮ ફરીવાર તેઓ (હ. બાયઝીદ) પેલી શક્તિશાળી 'સુરાહી'થી મદહોશ બન્યા, પેલા આદેશો તેમના મગજમાંથી અદ્રષ્ય થયાં.
૨૧૦૯ ભોજનની પીરસણી આવી, તેઓની વિવેકબુદ્ધિ બેગાની બની. પ્રભાત આવ્યું. તેની મીણબત્તી લાચાર બની.
૨૧૧૧ વિવેક બુદ્ધિ ખુદાનો પડછાયો છે. ખુદા સૂર્ય છે, સૂર્યની સામે ઝઝુમવાની પડછાયામાં કઈ શક્તિ છે?
૨૧૧૨ જ્યારે એક જીન્ન એક માણસ ઉપર સરસાઈ મેળવે છે, ત્યારે માણસાઇના ગુણધર્મો માણસમાંથી અદ્રષ્ય થાય છે.
૨૧૧૪ જ્યારે કે એક જીન્નને આ અસર છે, ત્યારે પેલા જીન્નના પેદા કરનારની શક્તિ (કેવી જબરદસ્ત) બનવી જોઈએ.
૨૧૧૫ વાસ્તવમાં તે માણસ, જીન્ન બન્યો છે. તુર્ક, દૈવી પ્રેરણા (મેળવ્યા) વિના અરબીનો બોલનાર બન્યો છે.
૨૧૧૬ જ્યારે તે પોતાનામાં આવે છે, ત્યારે તે અરબીનો એક શબ્દ પણ જાણતો નથી. જ્યારે એક જીન્નને આ ગુણ છે.
૨૧૧૭ તો પછી પ્રાર્થના કર, શું જીન્ન અને માણસનો માલિક જીન્નથી ઉતરતી કક્ષાનો છે ?
૨૧૨૩ જ્યારે બેખુદીના હુમાએ પાંખો મેળવી (અને ઊંચે ચડયું) ત્યારે હ. બાયઝીદે (પેલા શબ્દો) ફરી ઉચ્ચારવા શરૂ કર્યા.
૨૧૨૪ વ્યાકુળતાનો પ્રલય તેમની સમજણ ખેંચી ગયો, તેઓ પહેલાં કરતાં વધુ સખત શબ્દો બોલ્યા.
૨૧૨૫ (કહીને) મારા ઝબ્બામાં ખુદા સિવાય બીજો કોઈ નથી, તું કેટલો લાંબો વખત પૃથ્વીમાં અને આસમાનમાં ગોતીશ ?
૨૧૨૬ બધા મુરીદો ક્રોધે ભરાણા અને તેના પવિત્ર શરીર ઉપર છુરા ભોંક્યા.
૨૧૨૭ ગીર્દકુહના બહાદુરોની માફક દરેક જણ પોતાના રૂહાની સરદારને દયા વગર ઘાયલ કરતા હતા.
૨૧૨૮ દરેક જણ જે શેખના (શરીરમાં) છુરો હલાવતો, તે તેના પોતાના જ શરીરમાં ઉંડો જખમ જોતો હતો.
૨૧૨૯ (ગુઢાર્થ) જ્ઞાનના ધરાવનાર પેલા (બાયજીદ)ના શરીર ઉપર એક પણ જખમની નિશાની હતી નહિ, જ્યારે પેલા મુરીદો ઘાયલ બન્યા હતા અને લોહીમાં ડુબ્યા હતા.
૨૧૩૦ જેણે જેણે તેના ગળા ઉપર પ્રહાર કર્યો, તેણે પોતાનુંજ ગળું કાપેલું જોયું અને દયાજનક રીતે ગુજરી ગયો.
૨૧૩૧ અને જેણે જેણે તેની છાતી ઉપર ફટકો લગાવ્યો, તેની (પોતાનીજ) છાતી ફાટી ગઈ અને તે કાયમને માટે મરેલો બન્યો.
૨૧૩૨ અને તે કે જે પેલા મહાન ભાગ્યના રૂહાની બાદશાહથી પરિચીત હતો (અને) તેના દિલે ભારે ફટકો મારવાની અનુમતી આપી નહિ.
૨૧૩૩ અર્ધા જ્ઞાને તેનો હાથ બાંધ્યો, (તેથી) તેણે પોતાની જિંદગી બચાવી અને પોતાને ઘાયલ કર્યો.
૨૧૩૪ દિવસ ઊગ્યો, અને શિષ્યો ઓછા થઈ ગયા: તેઓના ઘરોમાંથી રડારોળના સુસવાટા ઉઠયા.
૨૧૩૫ હજારો માણસો અને સ્ત્રીઓ (હ. બાયઝીદ) પાસે આવ્યા, કહે, ઓ તું કે જેના એક માત્ર પહેરણમાં બે દુનિયા સમાએલી છે.
૨૧૩૬ જો તમારી આ કાયા એક મનુષ્યની કાયા હોત તો, તેનો એક માનવના શરીરની માફક છુરાઓથી નાશ થયો હોત.
૨૧૩૭ એક ખુદીની હસ્તી, સ્પર્ધામાં એક બેખુદની સામે પડે છે. ખુદની હસ્તિ તેની પોતાની જ આંખમાં એક કાંટો ભોંકે છે.
૨૧૩૮ ઓ તું કે જે બેખુદોને તલવારથી જખમ કરે છે, તું પોતે જ તારી કાયાને ઘાયલ કરે છે, ખબરદાર થા !
૨૧૩૯ કારણ કે બેખુદ (ખુદામાં) સમાઈ ગયો છે, અને સહિસલામત છે. તે હંમેશ માટે સલામતીમાં રહે છે.
૨૧૪૦ તેનું રૂપ ચાલ્યું ગયું છે, અને તે એક આરસી બન્યો છે, બીજાના ચહેરાના પ્રતિબિંબ સિવાય બીજું કંઈ રહ્યું નથી.
૨૧૪૪ જ્યારે વિવરણ આ મુદ્દાએ પહોંચ્યું. તેણે પોતાના હોઠો બંધ કર્યા, જ્યારે કલમ આ મુદ્દાએ પહોંચી, તે કટકાઓમાં ભાંગી ગઈ.
૨૧૪૫ (ઓ મારા આત્મા) તારા હોઠો બંધ કર, તારા કબજામાં ભલે જોરદાર વાણી હોય તો પણ એક શબ્દ ઉચ્ચારતો નહિ અને સાચો રસ્તો સૌથી સારી રીતે ખુદા જાણે છે.
હ. પયગમ્બર (૨. સ. અ.)નું એક હુદાયલના (યુવાન) માણસને વડીલો અને અનુભવીઓ ઉપર લશ્કરના સેનાપતી તરીકે પસંદ કરવાનું અને તેને ચાહવાનું કારણ સમજાવવા વિષે.
૨૧૬૦ હ. પયગમ્બરે કહ્યું "ઓ તું કે જે બહારની બાજુઓ ઉપર જુએ છે, તેને (સેનાપતિને) યુવાન અને અણઘડ જેવો જો નહિ.
૨૧૬૧ અરે, કેટલાય એક કાળી દાઢીવાળા છે, અને માણસ (તેનો માલિક) (ડહાપણમાં) ઘરડો છે. અને કેટલાય સફેદ દાઢીવાળા ડામર જેવા (કાળા) દીલના છે.
૨૧૬૨ મેં અવાર નવાર તેની સમજણની ચકાસણી કરી છે. પેલા યુવાને, બાબતોને (હાથ) ધરવામાં (સમજણમાં પુરી સમજવાળી) ઉંમર બતાવી છે.
૨૧૬૩ ઓ પુત્ર (ખરેખરો) વૃદ્ધ તે છે કે જે સમજણમાં બુઢો છે. નહિ કે માથા ઉપર અને દાઢીમાં વાળની સફેદાઈ છે.
૨૧૬૭ જ્યારે કે આંધળી નકલ કરનાર (જાહેરી) સાબીતી સિવાય કાંઈ ઓળખી શકતો નથી. તે ચાલુપણે (બહારની) નિશાનીઓમાં (સત્ય) તરફનો રસ્તો શોધે છે.
૨૧૬૮ તેના કારણે જ અમોએ કહ્યું છે, જ્યારે તમો (કાંઈ કામ) કરવાની યોજનાની ઈચ્છા કરો (તમને સલાહ દેવા) કોઈ વડીલને પસંદ કરો.
૨૧૬૯ જે કોઈ આંધળું અનુકરણ કરવાના પડદાથી છુટયો છે. તે “ખુદાનું નૂર” કે જે (ખરેખર) છે, તેનાથી જુએ છે.
૨૧૭૭ એવા કેટલાય ઢોંગી છે કે જેઓએ આ બહારના રૂપમાં પનાહ (આસરો) લીધો છે, અને ખાનગીમાં એકસો ઈમાનદારોનું લોહી વહેવરાવ્યું છે.
૨૧૭૮ બુદ્ધિ અને દીનમાં બુઝુર્ગ બનવાની તનતોડ કોશીષ કર. કે જેથી તમો વિશ્વવ્યાપક સમજણ આંતરિક (હકીકત)ના એક જોનારા બનો.
યા અલી મદદ