Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી

વાર્તા - ૬

વાર્તા - ૬

0:000:00

ગુલામે પોતાને મળતી નક્કી કરેલ રકમમાં ઘટાડાની ફરીયાદ કરતી એક અરજી બાદશાહને લખી, તે વિષે.

૧૫૬૨ ગુલામ કે જેણે બાદશાહને એક સંદેશો લખ્યો છે.

૧૫૬૩ તે હુંસાતુંસી અને પોતાના માટે ઉચ્ચ અભીપ્રાય અને ધિક્કાર ભરેલું એક નિવેદન પેલા દયાળુ બાદશાહને મોકલાવે છે.

૧૫૬૪ કાયા એક પત્ર માફક છે, તેમાં ધ્યાન પરોવ (અને જો) કે તે બાદશાહ આગળ લાયક છે કે નહિ, પછી (તેની) પાસે લઈ જા.

૧૫૬૫ એક ખુણામાં જા, પત્ર ખોલ, (તેને) વાંચ. જો કે તેના શબ્દો બાદશાહના લાયક છે કે નહિ.

૧૫૬૬ જો તે બંધ બેસતા ન બનેલા હોય, તેના કટકા કરી ફાડી નાખ, અને બીજો પત્ર લખ અને (ભુલ) સુધાર.

૧૫૬૭ પત્ર કે જે કાયા છે તેને ખોલવાનું સહેલું ધારતો નહિ, નહિતર દરેક જણ દિલની ગુપ્ત બાબત ચોકખી રીતે જોઈ શકે.

૧૫૬૮ પત્ર ખોલવો એ કેવું મુશ્કિલ અને કઠણ છે? એ મર્દોનું કામ છે, આંગળીના વેઢા ઉપર રમતા બચ્ચાઓનું કામ નથી.

૧૫૬૯ આપણે બધા સામગ્રીના કોષ્ટકથી (table of contents) (વાંચતા) સંતોષાએલા બનીએ છીએ કારણ કે આપણે કંજુસાઈમાં અને વૃથા ઉમેદમાં પલળ્યા છીએ.

૧૫૭૦ સામગ્રીઓનું કોષ્ટક ગીધડાને માટે એક જાળ છે કે તેઓ પત્રકનું લખાણ પેલા કોષ્ટક જેવું છે તે વિચારે.

૧૫૭૧ મુખપૃષ્ઠ ઉઘાડ આ શબ્દોમાંથી તારી ગરદન એક બાજુ ફેરવતો નહિં, અને ખુદા સાચો રસ્તો સૌથી સારી રીતે જાણે છે.

૧પ૭૨ પેલું મુખપૃષ્ઠ એ જીભથી જાહેર કરાએલ નિવેદન જેવું છે, પત્રકમાં લખેલ બાબત એટલે કે (તારા આંતરીક ખુદને) મર્મસ્થાનને તપાસ.

બાયઝીદ (બોસ્તામી)નું અબુલહસન ખરકાનીના તેના જન્મ થવાના વર્ષો પહેલા જાહેરાત કરવી અને તેના બાહ્ય તેમજ આંતરિક ખાશિયતોનું વિગતવાર વર્ણન આપવું અને નિરીક્ષણના પ્રયોજન માટે ઇતિહાસકારોએ તેને લખી લીધું.

૧૮૦૨ તમોએ બાયઝીદની કહાણી સાંભળી છે, અબુલ હસનની (રૂહાનીયત) હાલતનું અગાઉથી તેણે શું જોયું?

૧૮૦૩ એક દિવસ પેલો ધર્મનિષ્ઠાનો સુલતાન (બાયજીદ) પોતાના મુરિદો સાથે ખુલ્લા મેદાન અને ગામડા તરફ (જતો) પસાર થતો હતો.

૧૮૦૪ ઓચિંતાના 'રય' પ્રગણામાં “ખરકાન”ની દિશામાંથી એક મધુર સુગંધ તેમને આવી.

૧૮૦૫ તેજ જગ્યા પર તેઓએ કોઈ એક ઝંખતો હોય તેવી દર્દમય બૂમ ઉચ્ચારી અને પવનની લહરીમાંથી સુવાસ સુંઘી.

૧૮૦૬ તેઓ મધુર સુગંધ આનંદ પૂર્વક સુંઘતા હતા. તેમનો આત્મા પવનની લહેરીમાંથી ‘મદીરા'નો આનંદ માણતો હતો.

૧૮૧૦ જ્યારે મદહોશીની નિશાનીઓ તેનામાં દેખાણી, એક મુરીદે પેલા શ્વાસને લગતો તેને સવાલ કર્યો.

૧૮૧૧ પછી તેણે તેને પૂછ્યું, “આ મધુર ઉર્મિઓ (શું છે) કે જે પાંચ (ઇંદ્રિયો) અને છએ (દિશાઓની) મર્યાદાથી પર છે ?

૧૮૧૨ તમારો ચહેરો ક્યારેક રાતો અને ક્યારેક પીળો અને ક્યારેક સફેદ બને છે. (આ) બનાવ અને શુભ સમાચાર શા છે?

૧૮૧૩ તમો સુગંધ સુંધી રહ્યા છો, અને એક પણ ફુલ દ્રષ્યમાન નથી, કાંઈ પણ શંકા વગર તે અદ્રષ્યમાંથી અને વિશ્વવ્યાપકના બગીચામાંથી છે.

૧૮૧૪ તું કે જેને અદ્રષ્યમાંથી એક સંદેશો અને પત્ર દરેક પળે આવે છે.

૧૮૧૫ તું કે જેની (રૂહાનીયત) સૂંઘવાથી ઇંદ્રિયને દરેક પળે, જેમ હ. યાકુબ (અ.સ.)ને હ. યુસુફ (અ.સ.)માંથી સુગંધ આવતી તેમ સુગંધ આવે છે.

૧૮૧૬ પેલા પાણીના પાત્રમાંથી અમારા ઉપર એક ટીપું રેડો, અમને એક શબ્દ પેલા બગીચાની સુગંધનો આપો.

હ. પયગમ્બરના શબ્દો “ખરેખર, હું કૃપાળુ ખુદાની ફૂંકનો યમનની દિશામાંથી અનુભવ કરૂં છું.”

૧૮૩૪ તેણે (બાયઝીદે) કહ્યું, “આ સ્થળમાંથી એક દોસ્તની સુગંધ આવે છે, કારણ કે એક (રૂહાની) બાદશાહ આ ગામડામાં આવશે.

૧૮૩૫ આટલા આટલા વર્ષો બાદ એક બાદશાહ (અહીં) જન્મશે તે આસમાનો ઉપર એક તંબુ ખોડશે.

૧૮૩૬ તેનો ચહેરો ખુદાના ગુલાબના બગીચાના ગુલાબોથી રંગીન બનેલો હશે. તે દરજ્જામાં મારાથી સરસાઈ ભોગવશે.

૧૮૩૭ (મુરીદે પૂછયું.) તેનું નામ શું છે? તેણે જવાબ આપ્યો. તેનું નામ “અબુલ હસન" અને તેનાં બાહ્ય દેખાવનું, તેની ભ્રમરો અને હડપચીનું વર્ણન કર્યું.

૧૮૩૮ તેમણે તેની ઉંચાઈ અને તેમના રૂપરંગ અને તેની કાયાનું વર્ણન કર્યું, અને તેના વાળની લટો અને તેમના ચહેરાનું વિગતવાર વર્ણન કર્યું.

૧૮૩૯ તેમણે તેમના (રૂહાનીયત) લક્ષણો અને તેમના ગુણધર્મો અને (રૂહાની) રસ્તો અને તેનો (રૂહાનીયત) દરજ્જો અને હાલત જાહેર કરી.

૧૮૪૦ કાયાના રૂપરંગો, કાયા (પોતાની) માફક ઉછીનાં લીધેલાં છે, તારૂં દિલ તેમના પર લગાડતો નહિ. કારણ કે તેઓ (માત્ર) એક જ કલાક ચાલુ રહેનાર છે.

૧૮૪૧ કુદરતી આત્માના લક્ષણો પણ નાશવંત છે, પેલા આત્માના લક્ષણો શોધ કે જે આસમાનથી ઉપર છે.

૧૮૪૨ તેની કાયા એક બત્તીની મિસાલ દુનીયા ઉપર છે, (પણ) તેનું “નુર” આસમાનના (સાતમા) તબક્કાની ઉપર છે.

૧૮૪૩ સુર્યના પેલાં કિરણો ઘરમાં છે, (પણ) તેઓનો ગોળો આસમાનના ચોથા ઘુમ્મટ (ચોથા આસમાન)માં છે,

૧૮૪૪ ગુલાબની આકૃતિ ખોટી ખુશીની ખાતર નાકની નીચે (રાખવામાં) આવે છે. (પણ) ગુલાબની સુવાસ છત અને મગજના મહેલ ઉપર છે.

૧૮૪૫ એક ઉંઘેલો માણસ એડનમાં દુઃખનું (સ્વપ્ન) જુએ છે, તેનું પ્રતિબિંબ ચોકખું તેની કાયા ઉપર પરસેવાના રૂપમાં દેખાય છે.

૧૮૪૬ ખૂબજ કાળજી પુર્વક સાચવી રાખનાર પાસે હ. યુસુફ (અ.સ.)નું પહેરણ મિસરમાં હતું. કનાનનો (પ્રદેશ) તેના પહેરણની (મધુર) સુગંધથી ભરાએલો હતો.

૧૮૪૭ ભવિષ્યવાણી સાંભળ્યા બાદ, તેઓએ (ભવિષ્યવાણીની) તારીખની નોંધ કરી લીધી, ભવિષ્યવાણીની સત્યતા જાણવા તેઓ ઉત્સુક બન્યા.

૧૮૪૮ જ્યારે ખરો વખત અને દિવસ આવ્યો ત્યારે પેલો રૂહાની બાદશાહ જનમ્યો અને પોતાની રૂહાની શક્તિઓ બતાવી.

૧૮૪૯ પેલાં વર્ષો પસાર થઈ ગયાં, બાયઝીદના મરણ બાદ “અબુલ હસન" (દુનિયામાં) દેખાણા.

૧૮૫૦ તેની બધી મનોવૃતીઓ ઉદારતાપુર્વક અર્પતી કે અટકાવતી, બાદશાહ (બાયઝીદે) અગાઉ કહી હતી તેવીજ સાબીત થઈ.

૧૮૫૧ તે રૂહાની રાહબર, ‘રક્ષાએલી તખ્તી' છે તે શેનાથી રક્ષાએલ છે? તે ભુલથી રક્ષાએલ છે,

૧૮૫૨ ખુદાની પ્રેરણા એ કાંઈ ભવિષ્યશાસ્ત્ર કે ભૂસ્તરશાસ્ત્ર અથવા સ્વપ્નાઓ જેવી નથી, અને સત્ય શું છે તે સૌથી સારી રીતે ખુદા જાણે છે,

૧૮૫૩ સુફીઓ (પોતાના સિદ્ધાંત) સમજાવવામાં દિલની પ્રેરણાને (દૈવી પ્રેરણા) કહી બોલાવે છે. એટલા માટે કે (તેની ખરી પ્રકૃતિને) ગીધમાંથી છુપાવે.

૧૮૫૪ તેને દિલની પ્રેરણા બનેલી સમજ કારણ કે તે (દિલ) સ્થળ છે કે જ્યાં તે જોવામાં આવે છે, જ્યારે દિલ તેનાથી સજાગ છે, ત્યારે ત્યાં ભુલ કેમ સંભવે?

૧૮૫૫ ઓ સાચા ઈમાનદાર, તું “ખુદાના નુર”થી જોવાવાળો બન્યો છે. તું ભુલ અને બેદરકારીમાંથી સલામત બન્યો છે.

આત્મા માટે અને સુફીના દિલ માટે ખુદાના આહારની નક્કી કરેલ હદમાં ઘટાડો કરવા વિષે.

૧૮૫૬ એક સુફી ગરીબાઈના કારણે શા માટે દુઃખી બનશે! ગરીબાઈનું અસલ સત્વજ તેની પરીચારીકા(nurse) અને તેનો ખોરાક બને છે.

૧૮૫૭ કારણ કે બહિશ્ત અણગમતી ચીજોમાંથી ફાલી ફુલી છે, અને દયા એક લાચાર અને ભાંગેલાનો હિસ્સો છે.

૧૮૬૦ તે સુફી સુખી છે કે જેની રોજની રોજી ઘટાડાઈ છે. તેનો મણકો એક મોતી બને છે અને તે સમુદ્ર બને છે.

૧૮૬૧ જે કોઈ પણ પેલી પસંદગી (રૂહાનીયત) ‘ખોરાક' (allowance)થી વાકેફ બન્યો છે, તે 'હજુર'માં આવવાને અને ‘તેનો' કે જે દરેક ખોરાકનું મુળ છે તેને લાયક બન્યો છે.

૧૮૬૨ જ્યાં પેલા રૂહાનીયત 'ખોરાક'નો એક ઘટાડો છે, ત્યાં તેનો આત્મા તેના ઘટાડાના કારણે ધ્રુજે છે.

૧૮૬૩ (કારણ કે) પછી તે જાણે છે કે એક ભુલ (તેનાથી) આચરેલી બની છે, કે જેણે (દૈવી) બહાલીના ચમેલીના ક્યારામાં ખલેલ પહોંચાડી છે.

૧૮૬૪ એવું બન્યું કે જ્યારે પેલો માણસ (ગુલામ) તેના પાકની ખામીના કારણે નીપજના માલિકને એક પત્ર લખ્યો.

૧૮૬૫ તેઓ તેનો પત્ર ઈન્સાફના માલિક પાસે લઈ આવ્યા, તેણે તે પત્ર વાંચ્યો અને કાંઈ જવાબ પાછો વાળ્યો નહિ.

૧૮૬૬ તેણે કહ્યું, “તેને ખોરાકની વાનગીઓ સિવાય કાંઈ દરકાર નથી. પછી મૌન, મુર્ખને સૌથી સારો જવાબ છે.

૧૮૬૭ તેને મારાથી જુદાઈ અને મિલન માટે જરા પણ દરકાર નથી, તે શાખાને વળગ્યો છે, તે મુળને શોધતો જ નથી.

૧૮૬૮ તે એક મુર્ખ છે અને સ્વાર્થી પણામાં (રૂહાની) રીતે મરેલો છે, કારણ કે શાખા (ડાળી) માટેની તેની જલદ (ઈચ્છા) દરકારના કારણે તેના મુળ માટે તેને દરકાર જ નથી.

૧૮૬૯ આસમાનો અને પૃથ્વીને એક "સફરજન" કે જે દૈવી શક્તિના ઝાડમાંથી દેખાતું બનેલું નિહાળ.

૧૮૭૦ તું સફરજનની અંદર એક કીડા જેવો છે, અને ઝાડ અને માળીથી અજ્ઞાત છો.

૧૮૭૧ એક બીજો જીવડો પણ સફરજનમાં છે પણ તેનો આત્મા બહારની દિશાએ વાવટો ફરકાવતો ઉપર છે.

૧૮૭૨ તેની હિલચાલ સફરજનના ભુક્કા કરી નાખે છે, સફરજન પેલો ધક્કો સહન કરી શકતું નથી.

૧૮૭૩ તેની હિલચાલે (બધા) પડદા ફાડી નાખ્યા છે, તેનું રૂપ (પેલા એક) જીવડાનું છે પણ તેની અસલીયાત અજગર છે.

૧૮૭૪ અગ્નિ કે જે શરૂમાં લોઢામાંથી ઘસે છે, પોતાનો પગ મંદતા પુર્વક મુકે છે.

૧૮૬૫ શરૂઆતમાં કપાસ તેની પરિચારિકા છે, પણ અંતમાં તે પોતાના ભડકાઓ ઈથર સુધી ઉંચે લઈ જાય છે.

૧૮૭૬ શરૂઆતમાં, માણસ ઉંઘ અને ખાવાની ગુલામીમાં છે, ખરી રીતે તે ફિરસ્તાઓથી વધુ ઉંચો છે.

૧૮૮૧ કાયાના દિવસો આત્માથી વધ્યા છે, જ્યારે (તેમાંથી) આત્મા ચાલ્યો જાય છે, ત્યારે શું બને છે તેની નોંધ કર.

૧૮૮૨ તારી કાયાની મર્યાદા એક અથવા બે વારની છે, તારો આત્મા આકાશ તરફ ઝડપથી ઉડનાર છે.

૧૮૮૩ ઓ શાહજાદા, આત્માની કલ્પનામાં બગદાદ અને સમરકંદ માત્ર એક અડધું ડગલું છે.

૧૮૮૮ માણસ અને જીબ્રાઈલના આત્માના સમુદ્રના કિનારામાં તર્કશાસ્ત્રના વાદવિવાદથી પર પસાર થઈ જા.

૧૮૮૯ ત્યારબાદ, હ. આહમદનો આત્મા તારા હોઠ કરડશે (ચુંબન કરશે) અને જીબ્રાઈલ તારી બીકમાં પાછળ પગલાં ભરશે.

૧૮૯૦ અને કહેશે, જો હું એક ડગલું તારા તરફ આગળ આવું, હું તેજ પળે નષ્ટ થઈ જાઉં.

ગુલામ ક્રોધે ભરાયો કારણ કે બાદશાહ પાસેથી તેના પત્રનો કાંઈપણ જવાબ આવ્યો ન હતો.

૧૮૯૧ પેલો યુવાન, તેના પત્રનો જવાબ વગરનો બનતાં ખીન્ન બન્યો છે.

૧૮૯૨ અને કહે છે, અરે, આ એક નવાઈ છે, બાદશાહે મને કેમ જવાબ ન આપ્યો?

૧૮૯૪ હું એક બીજો પત્ર લખીશ, અને બીજો સફળતાપૂર્વક કામ પુરૂં કરતો સંદેશક શોધીશ.

૧૮૯૫ પેલા ગાફેલ આદમી અજ્ઞાનતાથી અમીર અને કારભારી અને પત્ર લઈ જનાર ઉપર દોષ ચડાવતો હતો.

૧૮૯૬ તે કદી (આની) તપાસ કરવા પોતે જતો ન હતો. અને કહો, "હું ‘સત્યપંથ' (થી ભાગી જવામાં) મૂર્તિપુજકની માફક વિકૃત રીતે વર્ત્યો છું."

પવન ભૂલ થવાના કારણે હ. સલેમાનની વિરૂદ્ધ વિકૃત રીતે ફૂંકાયા બાબત.

૧૮૯૭ પવન વિકૃત રીતે હ. સુલેમાન (અ. સ.)ના તખ્ત વિરૂદ્ધ ફૂંકાયો, પછી હ. સુલેમાને કહ્યું, “ઓ પવન, વિકૃત રીતે પસાર ન થા.

૧૮૯૮ પવને પણ કહ્યું, “વિકૃત રીતે (અન્યાયના કાર્યથી) વર્તો નહિ. ઓ હ. સુલેમાન અને જો તમો વિકૃત રીતે ચાલો તો મારા વિકૃતપણા તરફ ગુસ્સે ન બનો.

૧૮૯૯ ખુદાએ આ ત્રાજવા એવા ઈરાદાએ ગોઠવ્યાં છે, કે અનંત કાળ માટે અમારા તરફ ન્યાય કરવામાં આવે.

૧૯૦૦ (જો) તમે ત્રાજવામાં ઓછું જોખશો (અન્યાય કરશો) તો હું તમોને ટૂંકુ માપ આપીશ, જ્યાં સુધી તમો મારી સાથે પ્રમાણિક છો, ત્યાં સુધી હું પ્રમાણિક છું.

૧૯૦૧ એ પ્રમાણે (પવને) હ. સુલેમાનનો મુગટ એક બાજુ સરકાવ્યો અને પ્રકાશીત દિવસ તેના માટે રાત્રી જેવો અંધારો બનાવ્યો.

૧૯૦૨ તેમણે કહ્યું, “ઓ રાજમુગટ, મારા માથા ઉપર ત્રાંસો ન બન, ઓ સૂર્ય, મારી પૂર્વ દિશામાંથી ફરી ન જા.

૧૯૦૩ તે પોતાના હાથથી રાજમુગટ સીધો મૂકતા હતા. (પણ) ઓ યુવાન, રાજમુગટ હંમેશાં ફરીવાર તેનાથી ત્રાંસો બનતો હતો.

૧૯૦૪ તેણે કહ્યું, “શા માટે, ઓ રાજમુગટ, શું બાબત છે? વિકૃત રીતે નમી ન જા.

૧૯૦૫ તેણે જવાબ આપ્યો, જે તમે મને એકસો વાર સીધો મૂકશો. (તે નકામું છે) ઓ વિશ્વાસુ, હું ત્રાસો જઈશ, જ્યારે કે તમે ત્રાંસા જાઓ છો.

૧૯૦૬ પછી હ. સુલેમાને પોતાનો આંતરિક ભાગ સીધો મૂક્યો. તેમણે વિષયવાસના કે જે તેમનામાં હતી (તે દુર કરી) પોતાનું દિલ ઠંડુ બનાવ્યું.

૧૯૦૭ આથી તેમનો રાજ મુગટ તુર્તજ સીધો અને તેઓની ઈચ્છા મુજબનો બન્યો.

૧૯૦૮ ત્યાર બાદ તેઓ ઈરાદા પૂર્વક તેને ત્રાંસો મૂકતા હતા (પણ) રાજ મુગટ હંમેશાં જાણી બુઝીને પાછો ફરતો, તેમના માથાના મુગટની (યોગ્ય જગ્યાએ) આવી જતો.

૧૯૦૯ તે બાદશાહે આઠ વખત તેને ત્રાસો બનાવ્યો અને (તેટલી જ વાર) તેના માથા ઉપર તે મુગટ સીધો બન્યો.

૧૯૧૦ મુગટે બોલવું શરૂં કર્યું, કહીને, “ઓ બાદશાહ; (હવે) ગર્વથી મુક્ત બનો, જ્યારે કે તમે માટીમાંથી તમારી પાંખો હલાવી છુટી કરી છે. ત્યારે હવે ઉપર ઉડો.

૧૯૨૪ "ખુદાઈ હુકમ" "દિલની તખ્તી" પર એવી રીતે દ્રષ્ટિમાં આવે છે કે જેમ હ. બાયઝીદની ભવિષ્યવાણી (ભવિષ્યના બનાવમાં) ગુપ્ત હતી.

હ. બાયઝીદની જાહેરાત: શેખ અબુલ હસનના અસ્તિત્વમાં આવવાની અને તેના ઉપર શી વિતકો વિતશે તેનું શેખ અબુલ હસને લોકો પાસેથી સાંભળવું.

૧૯૨૫ તેણે (હ. બાયઝીદે) કહ્યું હતું તેમજ બન્યું, અબુલ હસને પોતાના માટેની પેલી (ભવિષ્યવાણી) લોકો પાસેથી સાંભળી.

૧૯૨૬ (એટલે કે) હસન મારો મુરીદ બનશે અને મારો સાચો અનુયાયી બનશે, અને દરરોજ પ્રભાતે મારી કબરમાંથી બોધ પાઠો મેળવશે.

૧૯૨૭ તેમણે (અબુલ હસને) કહ્યું, મેં પણ તેમને સ્વપ્નામાં જોયા છે. અને શેખના આત્મામાંથી આ સાંભળ્યું છે.

૧૯૨૮ તેઓ રોજ સવારે પોતાનો ચહેરો કબર તરફ ગોઠવતા અને બપોર સુધી ધ્યાનમાં ઉભા રહેતા.

૧૯૨૯ અને કાં તો શેખનો આભાસ તેના તરફ આવતો અથવા કંઈપણ બોલાયા વગર તેની મુશ્કિલીઓનો ઉકેલ મળી જતો.

૧૯૩૦ ત્યાં સુધી કે એક દિવસ તેઓ પ્રસન્ન રીતે (કબરને જોવા) આવ્યા, નવા પડેલા બરફથી બધી કબરો છવાએલી હતી.

૧૯૩૧ તેમણે બરફના ઢગલાઓની હારમાળા જોઈ, અને તેમનો આત્મા ખિન્ન બન્યો.

૧૯૩૨ પેલા (રૂહાની રીતે) હૈયાત શેખની કબરમાંથી તેણે એક બુમ સાંભળી, “સાંભળ, હું તને બોલાવું કે તારે મારી પાસે દોડ્યે આવવું.

૧૯૩૩ એઈ, આ દિશામાં મારા અવાજ તરફ આવો, ભલે દુનિયા બરફથી છવાઈ ગઈ હોય, (છતાં) મારાથી તારો ચહેરો દૂર ફેરવ નહિ.

૧૯૩૪ તે દિવસથી તેમની (રૂહાની) હાલત અદભૂત બની અને પેલી અજાયબ વસ્તુંઓનો તેમણે અનુભવ કર્યો કે જે શરૂમાં માત્ર તેઓ સાંભળતા હતા.

જ્યારે પેલા પત્રનો કાંઈ જવાબ ન મળ્યો, ત્યારે પેલા ગુલામે બાદશાહને એક બીજો પત્ર લખ્યો.

૧૯૩૫ પેલા હલકા વિચાર કરવાવાળાએ એક બીજો પત્ર સાર્વત્રિક વિરોધ અને લાંબી ફરિયાદનો લખ્યો.

૧૯૩૭ ન્યાયી વર્તનવાળા (બાદશાહે) બીજો પણ વાંચ્યો અને પહેલાની માફક કાંઈ જવાબ આપ્યો નહિ અને ચૂપકીદી અખત્યાર કરી,

૧૯૩૮ બાદશાહે પેલાની બધી સગવડતાઓ ખુંચવી લીધી. તેણે (ગુલામે) પત્ર પાંચવાર ફરી ફરીને મોકલ્યો.

૧૯૩૯ હજુરીયાએ કહ્યું, “સઘળું છતાં, તે તમારો ગુલામ છે, જો તમો તેને એક જવાબ લખો તો તે યોગ્ય જ છે.

૧૯૪૧ તેણે (બાદશાહે) કહ્યું. આ સહેલું છે. પણ તે એક મુર્ખ છે. એક મુર્ખ આદમી ખુદાથી તજાયેલો અને ઘૃણાજનક છે.

૧૯૫૧ જો મુર્ખ હોઠ ઉપર મીઠાઈ મુકે, તો તે મીઠાઈ થકી તાવ આવે.

૧૯૫૨ જો તું ભલો અને પ્રકાશિત બન્યો છો, તો આ ખાત્રી પુર્વક જાણ કે એક ગધેડાની પૂંછડીને ચુંબવી તેમાં (ખુશકારક) સ્વાદ નથી.

૧૯૫૩ તે (સ્વાદહિન ભોજન) તમારા મોંઢાને દુર્ગંધ મારતું બનાવે છે. તમારાં કપડાં (ખોરાકના) મેજ વગર તેની કીટલી થકી કાળા થયા છે.

૧૯૫૪ બુદ્ધિ એક મેજ છે, નહિ કે રોટલો અને ભુંજેલું ગોસ. ઓ પુત્ર બુદ્ધિનો પ્રકાશ (નૂર) આત્માનો આહાર છે.

૧૯૫૫ માણસને 'નુર' સિવાય બીજો ખોરાક નથી, આત્મા તેના સિવાય બીજા કશા પાસેથી આહાર મેળવતો નથી.

૧૯૫૬ આ (જાહેરી) ખોરાકમાંથી થોડો થોડો (પોતાને) કાપતો રહે, કારણ કે આ એક ગધેડાનો આહાર છે. નહિ કે પેલા એક સ્વતંત્ર (અમીર) આદમીનો.

૧૯૫૭ કે જેથી તમો અસલ આહારમાં (તલ્લીન થવાના) શક્તિશાળી બનો અને ‘નુર'ના આનંદી કોળીયા ખાવાની ટેવવાળા (બનો).

૧૯૫૮ તે 'પેલા નુર' નું પ્રતિબિંબથી જ આ રોટલો, રોટલો બન્યો છે. તે આત્માના છલકાઈ જવાથી જ આ આત્મા (જાહેરી) આત્મા બન્યો છે.

૧૯૫૯ જ્યારે તમે એક વાર “નૂરનો ખોરાક" ખાશો ત્યારે તમે (પાર્થીવ) રોટલા અને ચુલા ઉપર ધુળ રેડશો.

યા અલી મદદ