Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી

વાર્તા - ૫

વાર્તા - ૫

0:000:00

ફિરઓનનો વઝીર એટલે કે હામાનની, (ફિરઓનની) સત્ય દીન'ના સ્વીકારની તૈયારીમાં બગાડો કરવાના મળતાપણા વિષે.

૧૨૪૦ કેટલી બધી વાર ફિરઓન નરમ અને આજ્ઞાંકિત બન્યો, જ્યારે તે પેલો ‘શબ્દ' હ. મુસા પાસેથી સાંભળતો હતો.

૧૨૪૧ પેલો ‘શબ્દ' (કે જે એવો હતો કે) સરખામણી ન કરી શકાય, તેવા ‘શબ્દ'ની મિઠાશમાંથી ખડકો પણ દૂધ નિપજાવ્યું હોત!

૧૨૪૨ જ્યારે જ્યારે તે (ફિરઓન) હામાનથી સલાહ લેતો (કે જે) તેનો વઝીર હતો અને જેની પ્રકૃતિ ધિક્કારવાની હતી.

૧૨૪૩ ૫છી તે (હામાન) કહેતો, “અત્યાર સુધી તમો બાદશાહ હતા, શું તમો એક ફાટેલા કપડા સાંધનારના પ્રપંચ થકી ગુલામ બનશો ?”

૧૨૪૪ તેના (હામાનના) શબ્દો, એક આંબાના ફળ પાડનારે ફેંકેલા પત્થરાની માફક આવતા અને તેના કાચના ઘર ઉપર અથડાતા.

૧૨૪૫ જે બધું 'કલીમ' હ. મુસાના મીઠા સંબોધનથી એકસો દિવસોમાં બંધાણું, તે (હામાન) એક પળમાં તેનો નાશ કરી નાખ્યો.

૧૨૪૬ તારી વિવેકબુદ્ધિ એક વઝીર છે અને તે વિષયવાસનાથી નબળી પડી છે, તારી હસ્તિ (તારામાં જ), તે એક ખુદાઈ રસ્તા ઉપર (હુમલો કરતો) ડાકુ છે.

૧૨૪૭ જો એક ભલો સલાહ દેનાર તને સારી સલાહ આપે, તો તું પેલા શબ્દો ચાલાકી પૂર્વક એક બાજુ મુકશે.

૧૨૪૮ કહીને, આ (શબ્દો) સત્ય હકીકતના નથી, ધ્યાન રાખજે, (તારી) જગ્યાએથી આઘો પાછો થતો નહિ. તેઓ આટલા બધા વજનદાર નથી, ખુદીમાં આવજે, (ભાનવાળો બનજે) ગાંડો બનતો નહિ.

૧૨૪૯ (તે) બાદશાહ માટે અફસોસ કે જેનો વઝીર આ (જાતની સમજણ) છે, તેઓને રહેવાનું (સ્થળ) ઝેરીલી દોજખ છે.

૧૨૫૦ બાદશાહ તે સુખી છે કે જેના કામકાજમાં મદદગાર (સુલેમાનના વજીર) આસફ જેવો એક વઝીર છે,

૧૨૫૧ જ્યારે ન્યાયી બાદશાહ તેનાથી જોડાએલો છે, તેનું (બાદશાહનું) નામ ‘પ્રકાશ ઉપર પ્રકાશ' છે.

૧૨૫૨ એક સુલેમાન, જેણે બાદશાહ અને આસીફ જેવો એક વઝીર પ્રકાશ ઉપર પ્રકાશ અને ભેગાં કરેલાં અત્તર છે,

૧૨૫૩ જ્યારે બાદશાહ ફિરઔન (જેવો છે) અને હામાન જેવો તેનો વઝીર છે, ત્યારે બંને માટે ખચીતજ બદકિસ્મત છે.

૧૨૫૬ બાદશાહ એક આત્મા જેવો છે, અને વઝીર બુદ્ધિ જેવો છે. દૂષિત બુદ્ધિ આત્માને (દૂષિત તરફ) હિલચાલવાળો બનાવે છે.

૧૨૫૭ જ્યારે ફિરસ્તાઈ બુદ્ધિ એક હારૂત બની અને બસો સેતાનોના જાદુનો શિક્ષક બન્યો.

૧૨૫૮ વ્યક્તિગત બુદ્ધિને તારા વઝીરની માફક લેતો નહિ. ઓ બાદશાહ, વિશ્વવ્યાપક સમજણને તારો વઝીર બનાવ.

૧૨૫૯ વિષયવાસનાને તારો વઝીર બનાવતો નહિ. નહિતર તારો પવિત્ર આત્મા બંદગી કરવામાંથી અટકશે.

૧૨૬૦ કારણ કે આ વિષયવાસના એ લાલસાથી ભરેલી છે અને (માત્ર) અત્યારની જ હાલત નિહાળે છે (જ્યારે કે) બુદ્ધિ ક્યામતના દિવસનો વિચાર કરે છે.

૧૨૬૧ બુદ્ધિની બે આંખો વસ્તુંના અંત ઉપર (ચોંટેલી) છે, તે પેલા ગુલાબના ખાતર કાંટાનું દુઃખ સહન કરે છે.

હ. સુલેમાન (અ.સ.)ની ગાદી ઉપર સેતાનનું બેસવું અને તેના કાર્યોની નકલ કરી અને બન્ને સુલેમાનો વચ્ચે દેખીતા તફાવતો સંબંધી અને સેતાને પોતાને હ. દાઉદ (અ.સ.)ના દીકરા તરીકે ઓળખાવ્યો તે વિષે.

૧૨૬૩ ઓ બાપ, ભલે તારી પાસે બુદ્ધિ હોય, બીજાની બુદ્ધિ સાથે ભળતો રહે અને સલાહ મસવરો કર.

૧૨૬૪ તું બે બુદ્ધિઓથી ઘણા દુઃખોમાંથી મુક્ત બનીશ. તું તારો પગ આસમાનના શિખર ઉપર ખોડીશ.

૧૨૬૫ જો સેતાન પોતાને સુલેમાન કહેવડાવે અને બાદશાહી જીત અને પોતાની વિશાળ રાજકીય સત્તા સ્થાપે.

૧૨૬૬ (એનું કારણ એ હતું કે) તેણે સુલેમાનના કાર્યનું સ્વરૂપ જોયું (અને તેનું અનુકરણ કર્યું); (પણ) રૂપમાં સેતાનીક આત્મા દેખાતો હતો.

૧૨૬૭ લોકોએ કહ્યું, “આ સુલેમાન ગુણવત્તા વગરનો છે, પેલા સુલેમાન અને આ સુલેમાન વચ્ચે એક મોટો તફાવત છે.

૧૨૬૮ તે (પેલો) જાગૃત જેવો છે, આ એક સુતેલા જેવો છે, પેલા હસન અને આ હસન વચ્ચે (તેવો જ તફાવત છે).

૧૨૭૭ જો (તે) સુલેમાનને પદભ્રષ્ટ કરાયો છે અને ગરીબાઈમાં ઉતારી નાખવામાં આવ્યો છે,

૧૨૭૮ જો તું (રાજાની) કોતરેલી મુદ્રા (વીંટી) ઉપાડી ગયો છે, તેમ (છતાં) તું (રૂહાની આનંદથી) વંચીત એક દોજખ જેવો થીજેલો છે.

૧૨૮૨ મેં આત્માને ખૂબ જ જાગતા બનવાનું (વાર્તા)નું એક વિવરણ આપ્યું છે.

૧૨૮૩ છતાં, સંતોષી બન. અને આ (અપૂર્ણ) હિસાબ કબૂલ કર, કે જેથી હું બીજી કોઈ વેળાએ (આખી વાત) વર્ણવું.

૧૨૮૪ તે (સેતાન) પયગમ્બર સુલેમાનના નામથી પોતાને બોલાવે છે, દરેક (મુર્ખ) છોકરાને એક બનાવટી વેશ પહેરાવે છે.

૧૨૮૫ બહારના રૂપથી પસાર થઈ જા, અને નામથી પર જાગૃત થા. ઈલ્કાબમાંથી અને નામાંકિતપણામાંથી ભાગી છૂટ (અને) વાસ્તવિક્તામાં (દાખલ થા).

૧૨૮૬ ૫છી તેની (રૂહાની) સત્તાની તપાસ કર, અને તેના (આંતરિક) આમાલો, તેના હુકમનામાની અંદર અને કાર્યોમાં તેની (શોધ કર).

૧૩૮૮ જ્યારે તમો કહેશો, “હું અજ્ઞાન છું (મને) દોરવણી આપો” આવું સાચું વર્તન (એક ખોટી) ખ્યાતી કરતાં વધુ ઉતમ છે.

૧૩૮૯ ઓ દેખીતા શરમાએલા આદમી, તમારા બાપ (હ. આદમ)માંથી બોધપાઠ લે. તેમણે તે બાદ કહેલું, “ઓ અમારા માલિક” અને “અમે ખોટું કર્યું છે.”

૧૩૯૦ તેમણે સાચા ખોટા બહાના ન કર્યા, તેમજ તેમણે જુઠાણું જોડી ન કાઢ્યું, તેમજ ઠગ અને પ્રપંચનો વાવટો ફરકાવ્યો નહિ.

૧૪૦૨ તે કે જે આશીર્વાદીત છે અને (રૂહાની ગુઢાર્થોથી) પરીચીત છે, જાણે છે કે સુઝ ઈબ્લીસની છે, જ્યારે પ્રેમ આદમનો છે.

૧૪૦૩ સમજણ દરિયાઓમાં તરવા (જેવી) છે, તે (તરનાર) બચાવાતો નથી, તે કામકાજના અંતે ડુબેલો છે.

૧૪૦૪ તરવું છોડી દે, અહંકાર અને દુશ્મનાઈ છોડી દે, આ કાંઈ ઓક્સસ અથવા એક (નાની) નદી નથી, તે એક મહાસમુદ્ર છે.

૧૪૦૬ પ્રેમ પસંદ કરાએલા માટે એક વહાણ જેવો છે, ભાગ્યે જ સંકટ (પરિણામ) છે. કારણ કે ઘણે ભાગે તે મુક્તિ છે.

૧૪૦૭ સમજણને વેચી નાખ અને વ્યાકુળતા ખરીદ કર, સમજણ એ અભિપ્રાય છે, જ્યારે વ્યાકુળતા ‘દિદાર' છે.

૧૪૦૮ હ. મુસ્તફા (ખુદાઈ નુર)ની હાજરીમાં તારી બુદ્ધિને કુરબાન કર. કહે, “ખુદા મારા માટે બસ છે."

૧૪૦૯ (ઝમાનાના નુહની) કિશ્તીમાંથી તમારૂં માથું “કેનાન”ની માફક ખેંચો નહિ. કેનાનને તેના બુદ્ધિશાળી આત્માએ ભરમાવ્યો હતો.

૧૪૧૦ તેણે કહ્યું, “હું ઉંચા પર્વતની ટોચ ઉપર જઈ પહોંચીશ, શા માટે હું, હ. નુહનો ઉપકાર ચડાવું ?

૧૪૧૪ પેલો એક તરવાનું શીખ્યો નથી, તે પોતાની આશા નુહ ઉપર અને તેની કિશ્તી ઉપર ચોંટાડેલી છે,

૧૪૧૫ એક નાના બચ્ચાની માફક, તેણે તેની માને વળગી રહેવું જોઈએ.

૧૪૧૬ તે પ્રણાલીકાગત જ્ઞાનથી ભરેલો નથી, (પણ) “ઔલીયા”માંથી હૃદયમાં દિવ્ય રીતે પ્રગટ થયેલ જ્ઞાન ગ્રહણ કર્યું છે !

૧૪૧૯ તારા પોતાને મુર્ખ (સાદો) બનાવ, અને તેની પાછળ પગલાં ભર (જેમ કહે તેમ કર). આ મુર્ખતાના કારણ થકી જ તું, મુક્તિ મેળવી શકીશ.

૧૪૨૦ ઓ બાપ, આનાજ કારણે માણસ જાતના સુલતાન (હ. મુહમ્મદે) કહ્યું છે, “બહિશ્તના ઘણા ખરા લોકો મુર્ખ છે.”

૧૪૨૧ એટલે કે સમજણ, એ ગર્વ અને અહંકારને તમારામાં ઉશ્કેરનાર છે. (તો પછી) એક મુર્ખ બન, એટલા માટે કે તમારૂં દિલ સ્થિર રહે.

૧૪૨૨ તેવો મુર્ખ નહિ કે જે મુરખવેડામાં (પોતાને શરમમાં) બેવડ બનાવે, પણ મુર્ખ કે જે (ખુદામાં) ગુમાએલો, દિવાનો અને વ્યાકુળ છે.

૧૪૨૪ 'દોસ્ત' માટેના પ્રેમમાં તમારી સમજણને કુરબાન કરો, ગમે તે રીતે (બધી) સમજણો, તે જગ્યામાંથી છે કે જ્યાં "તે" છે.

૧૪૨૫ (રૂહાની રીતે) બુદ્ધિવાનો તેમની સમજણને પેલા પ્રદેશ તરફ મોકલી છે. નાદાન માણસ આ પ્રદેશમાં રહ્યો છે, જ્યાં ‘પ્રિતમ' નથી.

૧૪૨૬ જો, (ખુદાની) વ્યાકુળતામાં આ તમારી સમજણ, આ મસ્તકમાંથી નીકળી જાય, તારા મસ્તકના દરેકે દરેક વાળ એક નવું માથું અને બુદ્ધિ બનશે.

૧૪૨૭ પેલા પ્રદેશમાં મગજ ઉપર વિચાર કરવાની મહેનત નથી. કારણ કે (ત્યાં) મગજ અને બુદ્ધિ (રૂહાનીયત જ્ઞાનના) ખેતરો અને ફળવાડીઓ ઉત્પન્ન કરેલ છે.

૧૪૨૮ (જો તમે તે) ખેતર તરફ ફરશો, (તે) ખેતરમાંથી હિકમતી વિવરણ સાંભળશો, (જો) તે ફળવાડી તરફ આવશો. તમારી ખજુરી તાજી અને સમૃદ્ધ બનશે.

હ. મુસ્તફાની નીચેની હદીસનું સ્પષ્ટીકરણઃ

"ખરેખર, સૌથી મહાન ખુદાએ ફિરસ્તાઓને પેદા કર્યા અને તેમનામાં જ્ઞાન મૂક્યું.

અને તેણે જનાવરો પેદા કર્યા અને તેમનામાં વિષયવાસના મૂકી.

અને તેણે આદમના દીકરાઓ પેદા કર્યા અને તેમાં જ્ઞાન અને વિષયવાસના મૂકી.

અને જે કોઈનું જ્ઞાન વિષયવાસના ઉપર સરસાઈ ભોગવે છે, તે ફિરસ્તાઓ કરતાં મહાન છે.

અને તે કે જેની વિષયવાસના જ્ઞાન ઉપર સરસાઈ ભોગવે છે, તે જનાવર કરતાં વધુ હલકો છે."

૧૪૯૭ હદીસમાં જણાવાયું છે કે મહાન ખુદાએ દુનિયામાં ત્રણ જાતના સજીવ જીવો પેદા કર્યા.

૧૪૯૮ (તેણે) એક વર્ગ સંપૂર્ણ રીતે સમજણ અને જ્ઞાન અને ઉદારતાવાળો (બનાવ્યો) તે ફિરસ્તો છે. તે બંદગીમાં સિજદામાં પડવા સિવાય કાંઈ જાણતો નથી.

૧૪૯૯ તેની અસલ પ્રકૃતિમાં આવેશ કે વિષયવાસના નથી. તે સંપૂર્ણ 'નૂર' છે. (તે) ‘ખુદાના પ્રેમ’માંથી પોતાને જીવાડે છે.

૧૫૦૦ બીજો વર્ગ જ્ઞાનથી વંચિત જનાવરની માફક (કે જે) ઘાસ ખાવામાંથી જાડાઈમાં જીવે છે.

૧૫૦૧ તે ગમાણ અને ઘાસ સિવાય બીજું કંઈ જોતો નથી, તે (ભવિષ્યનું) દુઃખ અને કિર્તીના (આનંદ)થી બે ધ્યાન છે.

૧૫૦૨ ત્રીજો (વર્ગ) આદમનો વંશ અને માણસ છે. અર્ધો ફિરશ્તાઈ અને તેનો અડધો ગધેડો (જનાવરી) છે.

૧૫૦૩ અર્ધો ગધેડો, ખરેખર જે હલકટ છે તેને વળગી રહે છે. બીજો અર્ધો જે સારો ફિરસ્તાઈ છે વિવેકને વળગે છે.

૧૫૦૪ પેલા બે વર્ગો (ફિરસ્તાઓ અને જનાવરો) લડાઈ અને સંઘર્ષમાંથી આરામમાં છે. જ્યારે આ માણસ બન્ને પ્રતિસ્પર્ધાથી વાવાઝોડામાં (ડુબેલો) છે.

૧૫૦૫ અને વધારામાં, આ માણસની (જાત) ચકાસણીમાં, જુદી જુદી બનેલી છે, એ (બધા) ઈન્સાનના આકારમાં છે, પણ સત્ય રીતે તેઓ ત્રણ કોમો (કુટુંબીઓ) બન્યા છે.

૧૫૦૬ એક વર્ગ સંપૂર્ણ રીતે હ. ઈસા (અ.સ.)ની માફક ફિરસ્તાની પ્રકૃતિમાં ભળી ગયો છે.

૧૫૦૭ આવું એક રૂપ પેલા હ. આદમ (અ. સ.)નું છે, પણ વાસ્તવિકતા ' જીબ્રીલ' છે, તે ગુસ્સામાંથી અને વાસનાના આવેશમાંથી અને વૃથા વાદવિવાદમાંથી મુક્ત બન્યો છે.

૧૫૦૮ તે સદ વર્તનમાંથી અને ત્યાગીપણા અને ખુદીપણામાંથી મુક્ત કરાયો છે. તમે (કદાચ) એમ કહેશો કે તે એક આદમના બચ્ચાથી જનમ્યો જ નથી.

૧૫૦૯ બીજી કક્ષાવાળાઓ ગધેડાઓની પ્રકૃતિમાં દાખલ થયા છે, તેઓ ખુબજ ગુસ્સા અને સંપૂર્ણ રીતે વાસનામય બન્યા છે.

૧૫૧૦ જીબ્રાઈલના ગુણધર્મો તેનામાં હતા અને છુટા પડયા. તે ઘર (ઘણું) સાંકડું હતું અને પેલા ગુણધર્મો (ખૂબજ) ભવ્ય હતા,

૧૫૧૧ દેહ કે જેમાંથી (અજોડ) આત્મા કાઢી લેવાયો, મૃત બને છે, જ્યારે તેનો આત્મા (ફિરસ્તાઈ ગુણોથી) વંચિત છે, તે એક ગધેડો બને છે.

૧૫૩૧ બીજો (માણસનો) વર્ગ રહે છે, (તેઓ) લડાઈમાં (રોકાએલા રહે છે). (તેઓ) અર્ધા જનાવર (છે), અને અર્ધા (રૂહાની રીતે) સજીવ અને સારી દોરવણીથી વિભુશીત થએલા છે.

૧૫૩૨ રાત્રી દિવસ સંઘર્ષ અને અરસ પરસ લડાઈમાં, તેની (આવી એકની) છેલ્લી (હાલત) પહેલી (હાલત) સાથે લડાઈ લડે છે.

વિવેકબુદ્ધિની માનવદેહ વિરૂદ્ધની લડાઈ મજનુની તેની ઊંટડી સાથેના વિસંવાદ માફક છે, મજનુનો પ્રેમ લૈલા તરફ છે, જ્યારે કે ઉંટડીનો પ્રેમ પોતાના બચ્ચા તરફ પાછા જવાનો છે. જેમ મજનુએ કહ્યું “મારી ઊંટડીનો પ્રેમ મારી પાછળ છે. જ્યારે મારો પ્રેમ મારી આગળ છે. અને ખરેખર હું અને તેણી મેળ વિહોણા છીએ.”

૧૫૩૩ ખાત્રીપુર્વક તેઓ (વિવેકબુદ્ધિ અને માનવદેહ) મજનુ અને તેની ઉંટડી જેવા છે. પેલા એક આગળ અને આ એક અરસ પરસની દુશ્મનીમાં પાછળ (ખેંચે છે).

૧૫૩૪ મજનુની ઈચ્છા પેલી પ્રિયતમા લયલાની હાજરીમાં ઝડપે જવાની છે, ઉંટડીની ઈચ્છા પોતાના બચ્ચાની પાસે પાછળ દોડવાની છે.

૧૫૩૫ જો મજનું એક પળ માટે પોતાને ભુલી જાય, તો ઉંટડી ફરે અને પાછી જાય.

૧૫૩૭ તે જે નિરખવા જેવું હતું, તે વિવેકબુદ્ધિ હતી, લૈલા માટેની લાલસા તેની વિવેક બુદ્ધિને ઉઠાવી ગએલ.

૧૫૩૮ પણ ઉંટડી ઘણી જ ઝીણવટથી જોવાવાળી અને સજાગ હતી, જ્યારે જ્યારે તેણી પોતાની રસી ઢીલી જોતી,

૧૫૩૯ ત્યારે તેણી તુર્ત જ સમજતી કે તે ભાન વગરનો દિગ્મૂઢ બન્યો છે. અને કાંઈ પણ ઢીલ વગર પોતાના બચ્ચા તરફ પોતાનો ચહેરો ફેરવે છે.

૧૫૪૦ જ્યારે ફરીવાર તે પોતામાં આવતો, ત્યારે તે, તેજ જગ્યાએ પોતાને જોતો કે તેણી ઘણા માઈલ પાછી ગઈ છે.

૧૫૪૧ આવી સ્થિતીમાં મજનુ આવવા જવામાં ત્રણ દીવસની મુસાફરીમાં વર્ષો સુધી રહ્યો.

૧૫૪૨ તેણે કહ્યું “ઓ ઉંટ, જ્યારે કે આપણે બન્ને પ્રેમીઓ છીએ, તેથી આપણે બંને પ્રતિસ્પર્ધીઓ સાથી મુસાફર તરીકે અયોગ્ય છીએ.

૧૫૪૪ આ બે સાથી મુસાફરો (વિવેકબુદ્ધિ અને માનવદેહ) એક બીજાનો રસ્તો રૂંધતા ડાકુઓ છે, તે આત્મા ગુમાએલો છે કે જે કાયા ઉપરથી ઉતરતો નથી.

૧૫૪૫ આત્મા, ઉંચામાં ઉંચી બહિશ્તમાંથી છુટી પડવાના કારણે એક (મોટી) અપેક્ષા ધરાવે છે, કાયા કાંટાળા પાંદડા માટે લાલસાના કારણો, એક ઉંટડી જેવા છે.

૧૫૪૬ આત્મા ઉપર તરફ (ઉડવા) પોતાની પાંખો ખોલે છે, કાયાએ પોતાના નહોરો જમીનમાં ખૂતાડી રાખ્યા છે.

૧૫૪૭ “જ્યાં સુધી (ઊંટડી) તું મારી સાથે છો, ત્યાં સુધી, ઓ તું કે જે તારા ઘરનો પ્રેમી છો, તો પછી મારો આત્મા લૈલામાંથી ઘણો દુર રહેશે.

૧૫૪૮ આ જાતના અનુભવોમાં, મારા જીવનનો સમય, ઘણા વર્ષો સુધી, (નકામો) ગયો છે, રણપ્રદેશ અને રણ પ્રદેશમાં હ. મુસાના લોકોની માફક (વ્યર્થ ગયો છે).

૧૫૪૯ આ ‘મીલન'ની મુસાફરી (માત્ર) બે પગલાંની એક બાબત હતી, (પણ) તારી સરકણી ગાંઠના કારણે હું રસ્તામાં સાઠ વર્ષો રહ્યો છું.

૧૫૫૦ આ રસ્તો નજીક છે, (દુર નથી), પણ મેં ધીમે ધીમે ઘણું જ મોડું કરેલ છે, હું આ સવારીમાં માંદો બન્યો છું. માંદો, માંદો.

૧૫૫૧ મજનુંએ પોતાને માથાભર ઉંટડી ઉપરથી નીચે પડતો મુક્યો. તેણે કહ્યું, “હું દિલગીરીમાં ખવાઈ ગયો છું, ક્યાં સુધી ? ક્યાં સુધી ?

૧૫૫૨ પહોળું મેદાન મારા માટે ખૂબ જ સાંકડું બન્યું છે, તેણે પત્થરાળ જમીન ઉપર પોતાને ફંગોળ્યો.

૧૫૫૩ તેણે પોતાને એવો ઉદ્દામ રીતે ફંગોળ્યો કે પેલા હિંમતવાન માણસની કાયા ભાંગી પડી.

૧૫૫૪ જ્યારે તેણે પોતાને જમીન તરફ આમ ફંગોળ્યો, દેવીભાવીએ તે જ પળે તેનો પગ પણ ભાંગ્યો.

૧૫૫૫ જ્યારે તેણે પોતાનો પગ બાંધ્યો અને કહ્યું, “હું એક દડો બનીશ, હું તેના બેટમાં વળાંક લેવા દડતો દડતો જઈશ,

૧૫૫૬ આના કારણે મધુર વાણીવાળા ‘સંતે’ સવાર કે જે કાયામાંથી ઉતરતો નથી. તેના ઉપર શ્રાપ ઉચ્ચાર્યા છે.

૧૫૫૭ માલિક માટેના પ્રેમના કારણે પોતાને એક દડો બનાવવો એ વધુ કીંમતી છે.

૧૫૫૮ એક દડો બન, જ્યાં ઈમાનદારી હોય તે બાજુએ દડતો રહે, (અને) બેટના વળાંકમાં દડતો દડતો જા.

૧૫૫૯ કારણ કે હવે પછીની આ મુસાફરી ખુદાના ખેંચાણ (ઉપર આધારીત) છે. જ્યારે પેલી (અગાઉની) ઉપરની મુસાફરી આપણી પ્રગતી છે.

૧૫૬૦ પ્રગતીની ખાસ પદ્ધતી આવી છે, કે જે માણસ જાતના ખૂબજ પ્રયાસથી ચડીયાતું નીવડે છે.

૧૫૬૧ ખેંચાણ આવું છે, દરેક સામાન્ય ખેંચાણ નહિ, કે જેનાથી હ. આદમ અને હ. મુહમ્મદને શ્રેષ્ઠતા ઈનાયત થઈ અને (હવે) છેલ્લી સલામ.

યા અલી મદદ