Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી

વાર્તા - ૪

વાર્તા - ૪

0:000:00

હ. દાઉદ (અ.સ.)એ હ. સુલેમાન (અ.સ.)ની સમક્ષ પેલું દેવળ બાંધવાનો નિર્ણય જાહેર કરવા વિષે.

૩૮૮ જ્યારે હ. દાઉદ (અ.સ.)એ પત્થરોથી પેલું હ. સુલેમાન (અ.સ.)નું દેવળ બાંધવાનો નિર્ણય કર્યો ત્યારે અગણિત હરકતો આવી.

૩૮૯ ખુદાએ તેને વહી મોકલાવી, કહે, “આ સાહસ છોડી દેવાની જાહેરાત કર, કારણ કે આ જગ્યાનું મકાન તારા હાથે બનશે નહિ,

૩૯૦ તે અમારા પૂર્વ હુકમ મુજબનું નથી, કે તું ઓ પસંદ કરાએલા આ દેવળ ઉભું કરે.

૩૯૧ તેમણે કહ્યું “ઓ ગુપ્તતાના જાણકાર, મારો ગુન્હો શું છે? કે જેથી તું મને દેવળ બાંધવાની મના કરે છે !”

૩૯૨ તેણે (ખુદાએ) કહ્યું, “ગુન્હો (આચર્યા) વગર તેં ઘણું લોહી વહેવડાવ્યું છે, જેઓએ અન્યાય સહન કર્યો તેવા ઘણા માણસોના લોહી માટેની (જવાબદારી) તારી ગરદન ઉપર છે.

૩૯૩ કારણ કે અગણિત જનતાએ તારો અવાજ સાંભળવામાં દેહ છોડયા છે, (તારા અવાજના) શિકાર થઈને પડયા છે.

૩૯૪ આત્માને ખુશ કરતા તારા સુંદર અવાજના હિસાબે ઘણું લોહી વહ્યું છે.

૩૯૫ તેણે (હ. દાઉદે) કહ્યું, “હું તારાથી હંફાએલો હતો, તારાથી પિધેલો, મારો હાથ તારા હાથે બાંધેલો હતો.”

૩૯૬ તેની દયાના કારણે, બાદશાહથી દરેક જણ હંફાએલો નથી ? શું હંફાવાએલો ‘બેખુદ’ જેવો નથી ?

૩૯૭ તેણે (ખુદાએ) કહ્યું, “આ હંફાવાએલો માણસ તે પેલા 'નહિવત' જેવો છે કે જે માત્ર સંબંધ અંગે જ નહિવત છે, પાકો વિશ્વાસ રાખજે !

૩૯૮ આવો બેખુદ, કે જે પોતાની હસ્તિમાંથી ચાલ્યો ગયો છે. (ખુદી વગરનો બન્યો), સજીવ જીવોમાં સર્વોત્તમ છે અને (સઘળાઓમાં) ઉત્તમ છે,

૩૯૯ તે ‘ફના'ને પસાર કરી ગયો છે, દૈવી ગુણધર્મોના સબંધથી આગળ ગયો છે. (પણ) ખુદીમાંથી પસાર થવામાં તેણે ખરેખર અનંત કાળની જિંદગી ‘બકા’ પ્રાપ્ત કરી છે.

૪૦૫ જો કે તેને (દુનિયાની) ખુશી સ્પર્શતી નથી (છતાં) તે (રૂહાની) ખુશીનો માણસ હતો, અને (પેલી) મોજમજાહનો ગ્રહણ કરનાર બન્યો.

ખરેખર, ઈમાનદારો ભાઈઓ છે, અને ‘ઉલમા' એક આત્મા જેવા છે, ખાસ કરીને હ. દાઉદ (અ.સ.), હ. સુલેમાન (અ.સ.), અને બીજા બધા પયગમ્બરોનું એકીપણું. જો તેમાંના એક ઉપર તમે ઈમાન ન રાખો તો (તમારૂં) ઈમાન કોઈ પણ પયગમ્બરમાં પુરૂં બનશે નહિ, તેનું વિવરણ.

૪૦૬ (ખુદાએ હ. દાઉદને કહ્યું), “જો કે તે તારી મહેનત અને શક્તિથી સફળતાપૂર્વક પાર પડશે નહિ, છતાં મસ્જિદ તારો દીકરો બાંધશે.

૪૦૭ તેનું કાર્ય એ તારૂં જ કાર્ય છે, ઓ ડહાપણવાળા આદમી, ઈમાનદારો વચ્ચે એક જુની એકતા છે તે જાણ.

૪૦૮ ઈમાનદારો સંખ્યાબંધ છે, પણ ઈમાન એક જ છે, તેઓની કાયાઓ સંખ્યામાં છે, પણ તેઓનો આત્મા એક જ છે.

૪૧૦ ફરીવાર (પયગમ્બરી અથવા ઈમામતના) માલિકને, સજીવ આત્મા અને તીવ્ર સમજશક્તિ કરતા જુદી (શક્તિ) છે.

૪૧૧ જનાવરી આત્મા એકીપણું ધરાવતો નથી. ખુદ પરસ્ત આત્મામાં આ એકીપણું શોધ નહિ.

૪૧૪ વરૂઓ અને કુતરાઓના આત્માઓ દરેકે દરેક જુદા જુદા છે, ખુદાના 'સિંહો'ના આત્માઓ જોડાએલા છે.

૪૧૫ હું તેઓના આત્માઓ માટે બહુવચનમાં કેવળ નામ પુરતું જ બોલ્યો છું? કારણ કે એક જ આત્મા કાયાના સંબંધમાં એક સો છે.

૪૧૬ જેમ કે આસમાનમાં સુર્યનો એક માત્ર પ્રકાશ જે ઘરો ઉપર પ્રકાશે છે, તેના સબંધમાં તે એકસો છે.

૪૧૭ પણ જ્યારે તમે દિવાલ હટાવી લેશો, તેમના ઉપર પડતા બધા પ્રકાશો એક જ છે.

૪૧૮ જ્યારે (શારિરીક) ઘરો પાયામાંથી ઉખડી જશે, ઈમાનદારો એક જ આત્મા (રૂપે) બાકી રહેશે.

૪૩૨ આપણા બાપદાદાઓનો પ્રેમ અને આત્માઓનો પ્રકાશ સંપૂર્ણપણે ઘાસની માફક વિનાશ અને નહિવત નથી.

૪૩૩ પણ તારાઓ અને ચંદ્રમાના ઉજાસોની માફક તેઓ બધા સુર્યના પ્રકાશમાં અદ્રષ્ય થાય છે.

૪૩૪ તે એના જેવું છે કે જ્યારે સરપ તમારી પાસે આવે છે (અને કરડે છે) ત્યારે ચાંચડના કરડવાની પીડાનો લવકારો અને દુ:ખ અદ્રષ્ય થાય છે,

૪૩૫ તે એના જેવું છે કે જેમ એક નગ્ન માણસ પાણીમાં કુદી પડે (એટલા માટે) મોટા ભ્રમરના ડંસથી બચવા પાણીમાં ભાગી છુટે,

૪૩૬ મોટા ભ્રમરો (તેના) ઉપર ચકરાવો લ્યે છે, અને જ્યારે તે પોતાનું માથું બહાર કાઢે છે, ત્યારે તેઓ તેને છોડતા નથી.

૪૩૭ પાણીએ ખુદાની ‘ઝીકર’ છે. અને મોટો ભ્રમર યાદદાસ્ત છે, સ્ત્રીઓ અને પુરુષો આ સમય દરમ્યાન,

૪૩૮ "ઝીકર"ના પાણીમાં તમારો શ્વાસ ફુલાવો, અને માનસિક સ્વસ્થતા બતાવો, કે જેથી તમે જુના વિચાર અને આવેશમાંથી મુક્તિ મેળવો.

૪૩૯ ત્યાર બાદ તમે પોતેજ તે પવિત્ર પાણીની પ્રકૃતિ પગથી માથા સુધી ગ્રહણ કરશો.

૪૪૦ નુકશાનકારક મોટો ભ્રમર પાણીમાંથી ભાગશે. તેમજ તે તમારી પાસે લગોલગ આવતા પણ બીધેલો બનશે,

૪૪૧ ઓ સહકાર્યકર, જો તમે ઇચ્છો તો તે પછી પાણીથી દુર રહો, કારણ કે તમારો આંતરિક આત્મા પાણીના જેવી જ પ્રકૃતિનો છે.

૪૪૨ પછી પેલા પુરૂષ કે જેઓ દુનિયામાંથી પસાર થઈ ગયા છે, તે નહિવત નથી જ, ૫ણ તેઓ (દૈવી) ગુણધર્મોમાં તરબોળ બન્યા છે.

૪૪૩ તેઓના બધા ગુણધર્મો ખુદાના ગુણધર્મોમાં (તરબોળ બન્યા) છે, જેવી રીતે કે સુર્યની હાજરીમાં ગ્રહને નિશાની વગરનો છોડી દેવામાં આવે છે,

૪૪૪ જો તમે કુરાનમાંથી આયાતની માગણી કરો, તો ઓ ઉદ્ધત, પઢ, “તેઓ સઘળાને અમારી હુજુરમાં લાવવામાં આવશે.”

૪૪૬ આત્માને અનંત કાળની જિંદગીથી વંચિત કરવો એ વધુ પડતો માનસિક સંતાપ છે. આત્માનું (ખુદા સાથે) મળવું એ અનંતકાળનું જીવન દરેક અટકાયતથી સ્વતંત્ર છે.

૪૬૨ પેલો હલકી ખાશીયતનો આદમી કરોળિયાને મળતો છે, તે જાળા વણે છે.

૪૬૩ તેની પોતાની જ લાળથી 'નૂર' ઉપર એક પડદો બનાવે છે, તે તેની પોતાની દ્રષ્ટિની આંખ આંધળી બનાવે છે.

૪૬૪ જો કોઈ એક ઘોડાની ગરદનનો કબજો લ્યે છે, તે ફાયદો મેળવે છે, અને જો તે તેના પગનો કબજો લ્યે તો લાત મેળવે છે.

૪૬૫ ચંચળ ઘોડા ઉપર લગામ વગર સવાર નથી. સમજણ અને મઝહબને તારો આગેવાન બનાવ અને રવાના થા.

૪૬૭ જ્યારે હ. સુલેમાન (અ.સ.) એ કાબા જેવું પવિત્ર, ‘મીના”ની માફક પૂજનીય, (દેવળ) બાંધવું શરૂ કર્યું.

૪૬૮ ત્યારે તેના બાંધકામમાં ભવ્યતા અને દિવ્યતા દેખાતી હતી, તે બીજા મકાનોની માફક ચેતનહીન ઉદાસ ન હતું.

૪૬૯ શરૂઆતમાંથી જ પર્વતમાંથી મકાનનો જે પત્થર ભાંગવામાં આવતો, ચોકખી રીતે કહેતો હતો “મને લઈ જાઓ.”

૪૭૦ હ. આદમ (અ.સ.)ની માફક, ઘરના પાણી અને માટીમાંથી (કહેણ આવતું હતું) ખરલ (mortar)ના કટકાઓમાંથી પ્રકાશ પથરાતો હતો.

૪૭૧ હેરફેર કરનાર વગર આવતા હતા, અને પેલા દરવાજાઓ અને દિવાલો જીવંત બન્યા હતા.

૪૭૨ ખુદાએ કહ્યું છે કે “બહિશ્તની દિવાલો, બીજી દિવાલોની માફક કુરૂપ અને ચેતનહિન નથી.

૪૭૪ બહિશ્તના રહેવાસીઓ સાથે ઝાડ અને ફળો અને સ્વચ્છ પાણી વાતચીતમાં અને વિવરણમાં ભાગ લે છે.

૪૮૨ અનંત કાળના રહેઠાણનું (બહિશ્ત)નું જીવન દિલમાં અસ્તિત્વ ધરાવે છે, જ્યારે કે તે મારી જીભે આવતું નથી, ત્યારે તેને (વર્ણવવાનો) શો અર્થ?

૫૧૦ અશ્રદ્ધાનું મગજ ‘દોસ્ત’ (રૂહાની રાહબર)માં ખાલી કર કે જેથી તે દોસ્તના ગુલાબના બગીચામાંથી તું મધુર સુગંધો મેળવે.

૫૫૧ તેથી તમે સ્વર્ગની સુગંધ મારા દોસ્તમાંથી અનુભવો. જેમ હ. મુહમ્મદે દયાળુ ખુદાની સુવાસ યમનમાંથી (મેળવી).

૫૫૨ જેઓ રૂહાની મએરાજ કરે છે તેના દરજજામાં જો તમે ઉભરશો, તો તમને 'બુરાકની માફક' નહિવતપણામાં ઉંચા ઉંચકશે.

૫૫૩ એક માટીનો ટુકડો ચંદ્ર ઉપર ચડે તેની માફક તે નથી, નહિ, શેરડી સાકર બને તેના જેવું છે.

પ૫૫ બેખુદીનો ઘોડો ઉમદા ‘બુરાક' બન્યો, તે તમને જો તમે 'લા' (non-existent) છો, તો ખરા અસ્તિત્વમાં લાવે છે.

૫૫૬ તેની ખરીઓ પહાડો અને સમુદ્રો ખુંદે છે, ત્યાં સુધી કે ઈન્દ્રિયથી ઓળખાતી દુનિયાને પાછળ મુકે છે.

પપ૭ તારો પગ વહાણમાં મુક અને ઝડપથી આત્માનું આત્માના પ્રિતમ તરફ જવાની માફક ચાલવાનું ચાલુ રાખ.

૫૫૮ જેમ આત્માઓ ‘લામકાં’માં જવા ઝડપ કરે છે, તેમ હાથ અને પગ વગર તેવી જ રીતે અનંતતામાં જા.

૫૫૯ સાંભળનારના સાંભળવામાં જો બેધ્યાનપણું ન હોત તો તર્કશાસ્ત્રની સમજણની વિવરણના ભુક્કા બોલ્યા હોત.

૫૬૦ ઓ બહિશ્ત, મોતીઓનું ઝાપટું વરસાવ. ઓ દુનિયા, તેની દુનિયાથી નિંદનીય બનવામાં શરમ રાખ !

૫૬૧ જો તું (મોતીઓનું) ઝાપટું મોકલીશ તો તારૂં સત્વ ભવ્યતામાં એક સો ગણું વધશે. તારી વ્યવસ્થિત શારીરિક રચના વિનાની (બાબત) જોતી અને બોલતી બનશે.

૫૬૨ તેથી તેં બક્ષિશને તારા પોતાની ખાતર વેરી છે, તેવી જ રીતે તારો દરેક જથ્થો સંયુક્ત બન્યો છે.

દવાવાળો કે જેનું તોલું માથું સાફ કરવાની માટીનું હતું અને એક ઘરાક કે જે માટી ખાનાર હતો તેણે જ્યારે સાકર જોખવામાં આવતી હતી ત્યારે કંજુસાઈ અંગે ગુપ્ત રીતે તે થોડી માટી ચોરી તેની વાર્તા.

૬૨૫ અમુક માટી ખાનાર, દવાવાળાની દુકાને મજાનો સખત સાકરનો ચોરસ ઘાટને ટુકડો ખરીદવા ગયો.

૬૨૬ હવે. દવાવાળો કે જે ઘરાક પારખુ હતો, તોલાની બદલીમાં માટીનું (તોલું વાપરતો) હતો.

૬૨૭ તેણે કહ્યું, “જો તમારે સાકર ખરીદવી હોય તો મારૂં વજન કરવાનું તોલું માટીનું છે.”

૬૨૮ તેણે (ઘરાકે) કહ્યું, “એક ઘણી જ તાત્કાલીક બાબત માટે મને સાકરની જરૂરત છે, માટીનું તોલું તારી મરજી પડે તેવું ભલે હોય.”

૬૨૯ તેણે પોતાના મનમાં કહ્યું, “એક માટી ખાનાર માટે માટીના માપની શી દરકાર છે ! માટી સોના કરતાં વધુ સારી છે.”

૬૩૦ એક 'દલાલ' કે જેણે કહ્યું, “ઓ દીકરા, મેં (તમારા માટે) એક ઘણી જ ખુબસુરત નવી વહુરાણી શોધી છે.

૬૩૧ (તેણી) વધુ પડતી ખુબસુરત છે, પણ એક વાત એવી છે કે તે બાઈ “મીઠાઈવાળાની દીકરી છે.”

૬૩૨ તેણે કહ્યું, “જે તેમ ખરેખર હોય હોય તો તે વધુ ઉત્તમ છે (કારણ કે) તેની દીકરી વધુ જાડી અને વધુ સુંદર બનશે.”

૬૩૩ "જો તમારી પાસે (ખરૂં) તોલું ન હોય, અને તમારૂં તોલું માટીનું છે. અંતે વધુ અને વધુ સારૂં છે, માટી મારા દિલનું (ઈચ્છીત) ફળ છે.”

૬૩૪ તેણે (દવાવાળાએ) માટી મુકી, કારણ કે તે (તેના હાથમાં) તૈયાર જ હતી (યોગ્ય) તોલાની બદલીમાં ત્રાજવાના એક છાબડામાં (માટી મુકી).

૬૩૫ પછી, તે ત્રાજવાના બીજા છાબડા માટે તે માટી (તોલા) પૂરતી સાકર પોતાના હાથથી ભાંગતો હતો.

૬૩૬ જ્યારે કે તેની પાસે ત્રીકમ હતું નહિ. તેણે લાંબો વખત લીધો, અને ઘરાકને રાહ જોતો બેસાડ્યો.

૬૩૭ (જ્યારે કે) તેનો ચહેરો (સાકર) તરફ (ફેરવાયો) હતો, ત્યારે માટી ખાનાર, પોતાને અંકુશમાં રાખી શકયો નહિ. પોતા માટે કંજુસાઈથી માટીને ચોરવી શરૂ કરી.

૬૩૮ તેના (પ્રમાણિકપણાની) ખાત્રી કરવા રખેને ઓચિંતા (દવાવાળાની) આંખ તેના ઉપર પડે તેના અંગે ભયંકર રીતે બીતો (ચોરી કરવા લાગ્યો).

૬૩૯ દવાવાળાએ તે જોયું, પણ પોતાને કામમાં વળગાડો, કહીને, “ઓ ફિક્કા ચહેરાવાળા, આવ, વધુ ચોર.

૬૪૦ જો તારે એક ચોર બનવું છે, અને મારી થોડી માટી લઈ જવી છે, તો (તેમ કરવું) ચાલુ રાખ, કારણ કે તું તારી પોતાની બાજુનું ચોરી રહ્યો છે.

૬૪૧ તમે મારાથી બીઓ છો, (પણ) માત્ર એટલા માટે કે તમે (મુર્ખ) ગધેડા છો, મને બીક છે કે તમે (બહુ થોડું) ખાશો.

૬૪૨ જો કે હું કાર્યમાં રોકાએલો છું. હું એવો મુર્ખ નથી કે તું વધુ પડતી સાકર મેળવી જાય !

૬૪૩ (ખરીદેલી) સાકરનો જ્યારે તમે અનુભવ કરશો, ત્યાર પછી તમે જાણશો કે કોણ બેદરકાર અને મુર્ખ હતો.

૧૦૮૨ ઓ (ખુદાના) પ્રેમીઓ, આનંદ કરો, આજ દરવાજા (અલીયુન બાબણ) તરફ યાચના કરો, કારણ કે તે આજે (ચાલુ ઝમાનામાં) ખુલ્યો છે.

૧૦૮૩ દરેક કુંડાનો છોડ (જેવા કે) લસણ અને કાંટાળા ઝાડ(caper) માટે બગીચામાં જુદી જુદી જગ્યા છે.

૧૦૮૪ મોટા બનવાના કારણ અંગે દરેક પોતાની જાત સાથે પોતાના જ ક્યારામાં ભીનાશ (પાણી) પીએ છે.

૧૦૮૫ તું કે જે કેસરનો ક્યારો છે, કેસર બનજે અને બીજા સાથે ભેળાઈ જતો નહિ.

૧૦૮૬ ઓ કેસર પાણી પી કે તું પાકટપણું મેળવે, તું કેસર છો? તું પેલો હલવો (મીઠાઈમાં) મળીશ.

૧૦૮૭ કંદમુળના ક્યારામાં તારા પગ મુકતો નહિ, કારણ કે તે (કંદમુળ) તેની ટેવ અને પ્રકૃતિમાં તારી સાથે સહમત થશે નહિ.

ભલા હેતુઓ કે જે (માત્ર) તે જ જાણે છે તેના કારણે (અપાયેલી) વહી અને સુચના દ્વારા 'સુલેમાનનું દેવળ’ કેવી રીતે બંધાયું અને ફિરસ્તાઓ, સેતાનો, જીન્નાતો અને માણસોએ કેવી દ્રવ્યમય મદદ આપી, તે વિષે હ. સુલેમાન (અસ.)ની બાકી રહેલ વાર્તા.

૧૧૧૩ (ખુદાએ કહ્યું) “ઓ સુલોમાન, સુલેમાનનું દેવળ બાંધ બિલકીસનું લશ્કર (રોજીંદી) બંદગીના (સ્વીકારમાં) કબુલ થયું છે.

૧૧૧૪ જ્યારે તેઓએ દેવળનો પાયો નાખ્યો, ત્યારે જીન્નાતો અને માણસો આવ્યા, અને પોતાને કામે લગાડયા.

૧૧૪૯ સુલેમાન જેવા બનો, એટલા માટે કે તારા સેતાનો તારા મહેલ માટે પત્થરે ફાડે.

૧૧૫૧ તારૂં દિલ તારી મહોર છે, ધ્યાન રાખજે રખેને તારી મહોર સેતાનના શિકારમાં પડી જાય ?

સુલેમાનનું દેવળ પૂરૂં થયા પછી બંદગીના કારણે હ. સુલેમાન (અ.સ.)નું રોજ દાખલ થવું અને બંદગી કરનારા અને મોમિનોને દોરવણી આપવી અને ઔષધના ગુણ ધરાવનારા છોડવા દેવળમાં ઉગ્યા તે વિષે.

૧૨૮૭ જ્યારે રોજ સવારે હ. સુલેમાન આવતા અને દેવળમાં બંદગી ગુજારતા.

૧૨૮૮ ત્યારે તેઓ ત્યાં એક નવો છોડ ઉગેલો જોતા, પછી તેઓ કહેતા, તારૂં નામ અને ઉપયોગ કહે,

૧૨૮૯ તું કઈ દવા છો? તું શું છે? કોને તું નુકશાનકારક છો અને કોના માટે તું ઉપયોગી છો?

૧૨૯૦ પછી દરેક છોડ તેની અસર અને તેનું નામ કહેતો, કહીને, હું પેલા એક માટે જીવન છું, અને એક માટે મૃત્યુ છું.

૧૨૯૧ હું આ એકને ઝેર છું. અને પેલા એકને સાકર છું. દૈવી હુકમનામાની (અંકિત) તખ્તી ઉપર (કોતરાએલ) મારૂં નામ આ છે.

૧૨૯૨ ૫છી હ. સુલેમાન (અ.સ.) પાસેથી પેલા છોડવા વિષે સાંભળીને હકીમો હોશીયાર બન્યા અને (દવા ઉપર) સારી રીતે અધીકાર જમાવ્યો.

૧૨૯૩ તેથી તેઓએ દવાની કિતાબો લખી, અને કાયાને દુઃખમાંથી રાહત અપાવતા હતા.

૧૨૯૪ આ ખગોળવિદ્યા અને વૈદક શાસ્ત્ર, પયગમ્બરોને દૈવી વહી દ્વારા અપાએલ જ્ઞાન છે, બુદ્ધિ અને સમજણ માટે (અવકાશી) દોરવણી સિવાય આગળ વધવાનો રસ્તો ક્યાં છે?

૧૨૯૫ યથાર્થ (વ્યક્તિગત) બુદ્ધિ સરજનની (શક્તિવાળી) બુદ્ધિ નથી. તે વિજ્ઞાન અને શીખવવાની જરૂરીયાત મેળવનાર છે.

૧૨૯૬ આ બુદ્ધિ શીખવાની અને સમજવાની શક્તિશાળી છે, પણ માણસ (કે જે) દૈવી વહીનો ધરાવનાર છે, (જરૂરીયાત પુરતી) શીખવા આપે છે.

૧૨૯૭ અનિવાર્ય રીતે, તેઓની શરૂઆતમાં બધી (કળાઓ અને ધંધાઓના) વેપારો દૈવી વહીમાંથી ઉતરેલા હતા, પણ બુદ્ધિએ (તેમાં) થોડું ઉમેર્યું.

૧૨૯૮ કોઈ પણ શીખવનાર વગર કોઈ પણ વેપાર આપણી આ બુદ્ધિ શીખી શકે ખરી ? ગણત્રી કર.

૧૩૦૦ જો એક વેપારનું જ્ઞાન આ બુદ્ધિમાંથી ઉતરી આવેલું હોત તો કોઈપણ વેપાર, વેપાર શીખવનાર વગર મેળવાતો બન્યો હોત.

૧૩૦૯ વિશ્વવ્યાપક સમજણને લગતું, તેણે (ખુદાએ) કહ્યું છે, “દ્રષ્ટિ જ્યાં ત્યાં ભટકતી નથી” (પણ) વ્યક્તિગત બુદ્ધિ દરેક દિશામાં ભટકે છે.

૧૩૧૦ બુદ્ધિ કે જેની દ્રષ્ટિ જ્યાં ત્યાં ભટકતી નથી, તે પસંદ કરાએલું 'નૂર' છે. કાગડા બુદ્ધિ (રૂહાની રીતે) મરેલા માટે કબર ખોદનાર છે.

૧૩૧૧ આત્મા કે જે કાગડાઓ પાછળ ઉડે છે, કાગડો તેને કબ્રસ્તાન તરફ લઈ જાય છે.

૧૩૧૨ ખબરદાર ! કાગડાની માફક વાસનામય આત્માનો પીછો કરવામાં દોડ નહિ, કારણ કે તે (તને) કબ્રસ્તાને લઈ જશે, નહિ કે ફળવાડી તરફ,

૧૩૧૩ જો તું જાય, દિલના 'અન્કા' (આત્મા)નો પીછો કરવા જા. “કાફ” અને “દિલના સુલેમાનના દેવળ" તરફ (જા).

૧૩૧૪ એક નવો છોડ દરેક પળે તારા ચિંતનમાંથી તારા 'સુલેમાનના દેવળ’માં ઉગે છે.

૧૩૧૫ હ. સુલેમાનની માફક તું તેનું કરજ ચુકવી દે, તેની તપાસ કર, અસ્વિકારનો પગ તેના ઉપર મુકતો નહિ.

૧૩૭૨ અરે, ખરો સુખી તે છે કે જે મૃત્યુ પહેલાં મરણ પામે છે, એટલે કે જેણે આ 'દ્રાક્ષવાડી'ની અસલીયાતની સુગંધ મેળવી છે.

સુલેમાનના દેવળના એક વિશ્રાતિસ્થાનમાં “કારબ"નું ઉગવું અને હ. સુલેમાન જ્યારે તેની સાથે વાત શરૂ કરી અને લાક્ષણિક ગુણધર્મ અને તેનું નામ જાણ્યું, ત્યારે દુઃખી થયાની વાર્તા.

૧૩૭૩ પછી હ. સુલેમાને જોયું કે એક નવો છોડ (દેવળના) વિશ્રાન્તિ સ્થાનમાં અનાજના ફણગાની માફક ઉગ્યો છે.

૧૬૭૪ તેમને તે એક ઘણોજ અસામાન્ય છોડ લાગ્યો અને તે જોયો. તેનું લીલાપણું દ્રષ્ટિમાંથી પ્રકાશ ખુંચવી લેતું હતું.

૧૩૭૫ પછી પેલા છોડે તુર્તજ સલામ કરી. તેમણે જવાબ આપ્યો (સલામ સ્વીકારી). અને તેની ખુબસુરતી તરફ નવાઈ પામ્યા.

૧૩૭૬ તેમણે કહ્યું, “તારૂં નામ શું છે? મુખ વગર (તે) કહે, તેણે કહ્યું ”ઓ જગતના બાદશાહ, ‘કારબ' છે.

૧૩૭૭ તેમણે કહ્યું “તારામાં ખાસ ગુણધર્મ ક્યા છે?” તેણે જવાબ દીધો, “(જ્યાં) હું ઉગું છું, (ત્યાં) જગ્યા વેરાન બને છે.”

૧૩૭૮ હું કે જે 'કારબ' છું, રહેઠાણનો નાશ કરનાર છું, હું આ પાણી અને માટીથી (બનાવેલ)નો નાશ કરનાર છું.

૧૩૭૯ પછી તેજ પળે હ. સુલેમાન તુર્તજ સમજ્યા કે (તેનાથી જીવનની) અપાયેલી અવધી આવી ગઈ છે. અને કે વિદાયનો (વખત) (જલ્દીથી) દેખાશે.

૧૩૮૦ તેમણે કહ્યું, “જ્યાં સુધી મારી હસ્તિ છે, ત્યાં સુધી આ 'દેવળ' નુકશાન પામેલ બનશે નહિ.

૧૩૮૧ જ્યાં સુધી હું (અહીં) છું અને મારું અસ્તિત્વ ચાલુ છે, ત્યાં સુધી ‘સુલેમાનનું દેવળ' ભાંગીને ભુક્કો કેમ બનશે ?

૧૩૮૨ તો પછી જાણ કે કાંઈ પણ શંકા વગર આપણા દેવળનો વિનાશ આપણા મૃત્યું સિવાય થશે નહિ.

પેલું કારબ અને આ કારબ

૧૩૮૩ દિલ ‘દેવળ' છે જેને કાયા સિજદો કરે છે, જ્યાં જ્યાં દેવળ છે, ખરાબ સોબતી 'કારબ' છે.

૧૩૮૪ જ્યારે એક હલકા સોબતી માટે તમારામાં પ્રેમ ઉત્પન્ન થયો છે, ખબરદાર રહેજે તેનાથી ભાગી છુટ અને (તેનાથી) વાતચીત ન કર.

૧૩૮૫ તેને મુળમાંથી ઉખેડી નાખ, કારણ કે જો તે તેનું માથું બહાર કાઢશે, તો તે તમને અને તમારા ‘દેવળ' (દિલ)ને ઉખેડી નાખશે.

૧૩૮૬ ઓ પ્રેમી, તમારૂં 'કારબ' છળ પ્રપંચ છે. શા માટે છળ તરફ બચ્ચાંની માફક તમો પેટ ઘસડીને સરકો છો ?

યા અલી મદદ