મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી
વાર્તા - 3
વાર્તા - 3
૯૦૯ અરે કેટલાય મૂર્ખાઓ છે કે જેઓ પોતાના માથા લાકડા અને કોતરેલા પત્થરો આગળ ઝુકાવે છે.
૯૧૦ પૂજનાર અને પૂજાની વસ્તુ (બંન્ને) આત્માથી અજ્ઞાત છે (પણ) તે (પૂજનારને) એક હલચલ અને આત્માની જરાક અસર લાગી છે.
૯૧૧ જ્યારે તે (બંદગીમાં) મશગુલ બન્યો તે પળે તેને લાગ્યું કે તે મદમસ્ત બન્યો કે, પેલો પત્થર બોલ્યો અને સંજ્ઞાઓ કરી.
૯૧૨ જ્યારે પેલા કંગાળ આદમીએ ખોટી જગ્યામાં પોતાની બંદગી ગુજારી અને પત્થરના સિંહને (સાચો) સિંહ હોવાનું જોયું.
૯૧૩ ત્યારે સાચા સિંહે માયાળુપણા અંગે, દયા બતાવી અને તુર્ત જ કુતરાને એક હાડકું ફગાવ્યું.
૯૧૪ અને કહ્યું, “જો કે કુતરો કાયદાપણામાં નથી, છતાં મારા તરફથી હાડકું એ બધા (કુતરાના) ગુણધર્મોમાં એક બક્ષિશ છે.”
જ્યારે ધાવણ છોડાવવામાં આવ્યું ત્યારે હલીમાનું હ. મુસ્તફાને ગુમાવવા માટેનું આક્રંદ કરવું.
૯૧૫ હું તમને હલીમાના રહસ્યમય અનુભવની વાર્તા કરીશ, કે તેની વાત તમારી શંકાઓને નાબુદ કરે.
૯૧૬ જ્યારે તેણીએ (પોતાના) દુધથી હ. મુસ્તફાને હટાવ્યા, તેણીએ તેઓને તુલસી અને ગુલાબ જેવા (મીઠા લાગતાને) પોતાના હાથની હથેળીમાં ઉપાડ્યા.
૯૧૭ ભલા બુરા (બનાવ)થી તેઓને બચાવવાના ખાતર, તેણી તેના દાદાની (દેખભાળમાં) પેલા (રૂહાની) શહેનશાહને લઈ આવી.
૯૧૮ જ્યારે કે તેણી (કિંમતી) અનામત (તેની સલામતીની) બીકમાં લઈ આવતી હતી, તેણી કાબામાં ગઈ અને ‘હતીમ'માં આવી.
૯૧૯ તેણીએ હવામાંથી એક બુમ સાંભળી, “ઓ હતીમ એક ખુબ જ શક્તિશાળી સૂર્ય તારા ઉપર પ્રકાશ્યો છે.
૯૨૧ ઓ હતીમ, આજે એક કિર્તીવંત બાદશાહ કે જે ખુશ કિસ્મતના અગ્રદુત છે તે સરસામાન સાથે તારામાં કુચ કરશે.
૯૨૨ ઓ હતીમ, આજે કાંઈ પણ શંકા વગર, તું માનવંતા આત્માઓનું નવેસરથી રહેઠાણ બનશે.
૯૨૪ હલીમા પેલા અવાજથી વ્યાકુળ બની, તેની આગળ અને પાછળ કોઈ (દેખાતું ન હતું).
૯૨૫ (બધી) છએ દિશાઓ (કોઈ પણ દ્રષ્યમાન) રૂપથી ખાલી હતી અને આ બુમ ચાલુ હતી, પેલી બુમ માટે આત્મા ભલે બદલો બને !
૯૨૬ તેણીએ હ. મુસ્તફા (બચ્યા)ને જમીન ઉપર મુક્યા, કે જેથી તેણી આ મધુર અવાજની પાછળ શોધ કરે.
૯૨૭ પછી તેણીએ પોતાની આંખ અહીં તહીં ફેરવી, કહીને, તે બાદશાહ ક્યાં છે કે જેઓ આ ગુઢાર્થો કહે છે.
૯૨૮ કારણ કે જમણી અને ડાબી બાજુમાંથી એક જોરશોરથી અવાજ આવતો હતો. ઓ માલિક, તે ક્યાં છે કે તે આવી પહોંચવાના કારણભૂત છે ?
૯૨૯ જ્યારે તેણીએ (કોઈને પણ) જોયો નહિ. તેણી સ્તબ્ધ અને નિરાશ બની, તેણીની કાયા નેતરની ડાળીઓ માફક ધ્રુજવી શરૂ થઈ.
૯૩૦ તેણી પેલા ‘અલ અમીન' બચ્યા તરફ પાછી ફરી, તેણીએ હ. મુસ્તફાને પોતાની જગ્યાએ જોયા નહિ.
૯૩૧ તેણીના દિલ ઉપર ગૂંચવણો ઉપર ગુંચવણો આવતી રહી. તેણીનું દિલ દિલગીરી અંગે ઘણુંજ કાળું બન્યું.
૯૩૨ તેણી (નજીકના) રહેઠાણોએ દોડી, અને બુમો પાડી, કહીને, “મારૂં એક માત્ર મોતી કોણ ઉપાડી ગયું?”
૯૩૩ મક્કાના લોકોએ કહ્યું, “અમને કાંઈ ખબર નથી. ત્યાં એક બચ્ચું હતું તે પણ અમો જાણતા નથી.”
૯૩૪ તેણીએ એટલાં બધાં આંસુ વહાવ્યાં અને એટલું બધું આકંદ કર્યું કે પેલા બીજાઓએ તેણીની દિલગીરી અંગે રોવું શરૂ કર્યું.
૯૩૫ તેણી પોતાની છાતી કુટતાં એટલું બધું રોઈ કે તેણીના રૂદને ગ્રહોને પણ રોતા બનાવ્યા.
હ. મુસ્તફાના દાદા હ. અબ્દુલ મુતલિબને, હલીમાથી હ. મુહમ્મદ (બચ્યું) ગુમાયાના સમાચાર મળ્યા, અને શહેરની ચોતરફ તેમની શોધ કરી અને કાબાના દરવાજે આક્રંદ કર્યું અને ખુદાની પ્રાર્થના કરી અને (હ. મુહમ્મદ)ને શોધી કાઢયા.
૯૮૩ જ્યારે હ. મુસ્તફાના દાદાએ હલીમાના સમાયાર અને જાહેરમાં તેની બુમ જાણી.
૯૮૪ અને એવી જોરશોરની ચીસો અને આક્રંદ કે તેનો પડઘો એક માઈલ જેટલે દુર સંભળાતો હતો.
૯૮૫ અબ્દુલ મુતલિબે તુર્તજ જાણ્યું કે બાબત શું હતી, તેમણે પોતાના હાથો છાતી ઉપર માર્યા અને રોયા.
૯૮૬ તેઓ બળતા દિલે દિલગીરીમાં કાબાના દરવાજે આવ્યા, કહે, ઓ તું કે જે રાત્રીની ગુપ્તતા અને દિવસનું ગુઢાર્થ જાણે છે.
૯૯૫ તેને (બતાવવા) હું તારી જ આગળ આજીજી કરૂં છું. તેની હાલત મને કહો, ઓ તું કે જે (દરેકની) હાલત જાણે છે.
૯૯૬ તુર્તજ કાબાની અંદરથી એક બુમ આવી, અત્યારે પણ તે તેનો ચહેરો તને બતાવશે.
૯૯૭ તે (બચ્યું) અમારા બસો સૌભાગ્યથી આશિર્વાદીત છે, તે અમારાથી બસો ફિરસ્તાના ટોળાથી રક્ષાએલો છે.
૧૦૩૧ અમો (આખી) દુનિયાને તેનામાંથી જીવતી બનાવીએ છીએ. અમે સ્વર્ગને તેની ખીદમતમાં એક ગુલામ બનાવીએ છીએ.
૧૦૩૨ હ. અબ્દુલ મુત્તલીબે કહ્યું “તેઓ અત્યારે ક્યાં છે? ઓ તું કે જે (બધી ચીજોની) ગુપ્તતા જાણે છે, સત્ય રસ્તો બતાવ !”
હ. અબ્દુલ મુત્તલિબનું હ. મુહમ્મદ જ્યાં હોય તે જગ્યાની સુચક હકીકત માટે માંગવું, કહીને, “હું તેને ક્યાં શોધું?” અને કાબાની અંદર તેને કેવી રીતે જવાબ મળ્યો અને સુચક હકીકત મેળવી.
૧૦૩૩ એક અવાજ કાબાની અંદરથી તેને પહોંચ્યો, તેણે કહ્યું, “ઓ શોધનાર, તે અલ અમીન બચ્યું.
૧૦૩૪ પેલા ઝાડની નીચે ફલાણી 'વાડી'માં છે, પછી ખુશનશીબ વૃદ્ધ (હ. અબ્દુલ મુત્તલીબ) તૂર્ત જ રવાના થયા.
એક દરવીશનું શેખોનાં ટોળાંને સ્વપ્નામાં જોવું અને રોજનું હલાલનું ખાણું તકલીફ લીધા વગર મળતું રહે તેવી માંગણી કે જેથી ભક્તિભાવની ખીદમતથી દુર ન થવાય, પેલા શેખોની બક્ષિશોથી પહાડી ખાટાં અને કડવા ફળોનું મીઠું બનવું અને તેવી દોરવણી વિષે.
૬૭૮ અમુક દરવીશે રાતની વાતમાં કહ્યું, “મેં હ. ખિઝર (અ. સ.) સાથે સંબંધીત (ઔલિયાઓને) સ્વપ્નામાં જોયા.
૬૭૯ મેં તેમને કહ્યું, “રોજનો હલાલ ખાણાનો હિસ્સો કે જે નુકશાનકારક (harmful) ન હોય તે હું ક્યાંથી મેળવું?”
૬૮૦ તેઓ મને ડુંગરાળ જમીન તરફ લઈ ગયા, તેઓ જંગલમાંના (ઝાડોમાંના) ફળોને હલાવી નીચે પાડતા હતા.
૬૮૧ કહે, “ખુદાએ તારા મોઢામાં સ્વાદિષ્ટ (લાગે) તેવાં ફળો, આપણા લાભ ખાતર બનાવ્યા છે.
૬૮૨ આવો, (ખોરાક કે જે) અંદાજ વગર, મહેનત વગર અને ઉપર નીચે જવાની ફેરબદલી વગર પવિત્ર અને કાયદાસરનો છે તે ખાઓ,”
૬૮૩ પછી (મારામાં) રોજીંદા ખોરાકમાંથી પાણીની બક્ષિશ દેખાણી. મારા શબ્દોની અસર (લોકોનાં અંતઃકરણોમાં) પરિવહન કરતી હતી.
૬૮૪ મેં કહ્યું, “ઓ દુનિયાના માલિક, આ આવેશ (લાલચ temptation) છે, (તારા) બધા પેદા કરાએલાઓથી ગુપ્ત બક્ષિશ (મારા પર) ઈનાયત કર !”
૬૮૫ મારામાંથી વાણી (ભુલાણી) મેં આનંદી દિલ મેળવ્યું, હું દાડમની જેમ અત્યાનંદમાં ફાટતો હતો.
૬૮૬ મેં કહ્યું, “જો બહિશ્તમાં (મારા માટે) કાંઈ પણ ન હોય, તો પણ આ ખુશી કે જે મારી પ્રકૃતિએ મેળવી છે.
૬૮૭ તેથી (મારામાં) બીજી કોઈપણ આશિર્વાદની ઈચ્છા ઉદભવશે નહિ. (હુરાંઓ અને સ્વર્ગીય) શેરડીઓને કારણે પણ હું આ (ખુશીમાંથી) દુર બનીશ નહિ.
૬૮૮ એક કે બે (નાણાના) સિક્કા મારી અગાઉની કમાણીમાંથી મારા જુબાના બાંયમાં સીવેલા બાકી રહ્યા હતા.
તેણે વિચાર કર્યો, કહીને, “હું આ પૈસા પેલા બળતણના લાકડાંના ઉપાડનારને આપીશ, જ્યારે કે મેં શેખોના ચમત્કારીક ભેટોમાંથી રોજિંદી રોજી મેળવી છે,” અને તેના ગુપ્ત વિચાર અને ઇરાદાથી લાકડાના ઉપાડનારનું નારાજ થવું.
૬૮૯ એક ગરીબ માણસ, થાકેલો અને કંગાળ, જંગલમાંથી બળતણના લાકડા લઈ જતો મને મળ્યો.
૬૯૦ તેથી મેં (મારા મનમાં) કહ્યું, “હું રોજની રોજી (કમાવામાંથી) સ્વતંત્ર છું હવેથી મને રોજની રોજી મેળવવાની ચિંતા નથી.
૬૯૧ અભાવ (loathed) પેદા કરનારાં ફળો મને મીઠાં બન્યાં છે, મારા શરીર માટે એક ખાસ ખોરાક મને હાથ લાગ્યો છે.
૬૯૨ જ્યારે કે હું અન્નનળીને (ચુસવામાંથી) મુક્ત બન્યો છું, અહીં કેટલાક નાના નાણાનાં સિક્કાઓ છે, હું આ તેને (લાકડા ઉપાડનારને) આપીશ.
૬૯૩ હું આ સિક્કા ગધ્ધાવૈતરાથી થાકેલા માણસને આપીશ કે જેથી બે કે ત્રણ ટુંકા દિવસ માટે ખોરાકથી તેને સુખી બનાવાય,
૬૯૪ તે પોતે મારૂં અંતઃકરણ જાણતો હતો, કારણ કે તેના (આંતરિક) સાંભળવાએ 'હું' ની મીણબત્તીમાંથી (ખુદાની મીણબત્તીમાંથી) પ્રકાશ મેળવ્યો હતો.
૬૯૫ દરેક વિચાર ગુપ્તતા તેના માટે કાચમાંની બત્તીના પ્રકાશ માફક હતો.
૬૯૬ કોઈપણ માનસિક ખ્યાલ બાંધવાની પ્રક્રિયા તેનાથી છુપી ન હતી. તે (માણસોના) દિલોની પરિતૃપ્તિઓ ઉપર બાદશાહ હતો.
૬૯૭ તેથી પેલો અદભૂત માણસ પોતાના હોઠોમાં મારા (અણ બોલેલા) વિચારના જવાબમાં પોતે ગણગણતો હતો.
૬૯૮ તું (રૂહાની) બાદશાહોને લગતો આવો વિચાર કરે છે, તેઓ (તે તને) આપે તે સિવાય તું રોજીંદી રોજી કેવી રીતે (મેળવીશ) ?
૬૯૯ હું તેના શબ્દો સમજતો ન હતો, પણ તેનો ઠપકો મારા દિલને જોરથી ધડકાવતો હતો.
૭૦૦ તે ક્રોધપૂર્ણ નજરે સિંહની માફક મારી નજીક આવ્યો, અને તેણે બળતણના લાકડાનો ભારો નીચે મૂક્યો.
૭૦૧ ઉલ્લાસભરી હાલતના પ્રકાશ થકી, કે જેમાં તેણે બળતણના લાકડા નીચે મૂક્યા, મારા સાતેઈ અવયવો ઉપર એક ધ્રુજારી ફરી વળી.
૭૭૨ તેણે કહ્યું, “ઓ માલિક, જો તારી પાસે પસંદ થએલાઓ છે કે જેની દુઆઓ આશીર્વાદીત છે અને જેઓનાં પગલા કલ્યાણકારી છે.
૭૦૩ હું દુઆ માગું છું કે તારી દયા એક કિમીયો બને અને કે આ લાકડાનો ભારો આજ પળે સોનામાં ફેરવાયેલો બને !
૭૦૪ મેં જોયું (તેની દુઆનાજ) પળે તેનું પેલું લાકડાનું બળતણ અગ્નિની માફક ઝગારા મારતું સોનામાં ફેરવાઈ ગયું.
૭૦૫ આથી લાંબો વખત સુધી હું મારામાં ખોવાએલો બન્યો. જ્યારે હું (તે) મદહોશીમાંથી (ફરીવાર) બહાર ખુદીમાં આવ્યો ત્યારે,
૭૦૬ તેણે કહ્યું, ઓ ખુદા, જો પેલા મહાન (રૂહાની રાહબર) ઘણા અદેખા અને પ્રખ્યાતિથી નાશે તેવા છે, તો,
૭૦૭ (પહેલાં) હતું તેવું આ (સોનાને) તુર્તજ કંઈ પણ ઢીલ વગર ફરીવાર લાકડાનું બળતણ બનાવ.
૭૦૮ તુર્તજ પેલી સોનાની ડાળીઓ ઇંધણમાં ફેરવાઈ ગઈ. આ કાર્યથી સમજ અને દ્રષ્ટિ અજાયબીથી છલકાઈ ગઈ.
૭૦૯ ત્યારબાદ તેણે બળતણનો ભારો ઉપાડ્યો અને ખૂબજ ઉતાવળે તે શહેર તરફ મારી પાસેથી ચાલ્યો ગયો.
યા અલી મદદ