Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી

વાર્તા - ૨

વાર્તા - ૨

0:000:00

બીલકિસનું સબાના શહેરથી હ. સુલેમાન (અ. સ.) ઉપર ભેટ મોકલવાની વાત.

૫૬૩ બિલકિસની ભેટ ચાલીસ ખચ્ચરોની હતી, તેઓનો સઘળો ભાર સોનાની ઈંટોથી લદાએલો હતો.

૫૬૪ જ્યારે તે (એલચી) હ. સુલેમાન (અ.સ.)ની માલિકીના ખુલ્લા મેદાનમાં પહેાંચ્યો ત્યારે તેણે જોયું કે તેનો ગાલીચો સંપૂર્ણ પણે સાચા (નુરાની) સોનાથી બનાવાયો હતો.

૫૬૫ તે સવાર ચાલીસ પગથીઆના છેડા સુધી સોના ઉપર ચાલ્યો, ત્યાં સુધી કે તેની દ્રષ્ટિમાં સોનાની વધુવાર ગણત્રી થઈ નહિ.

૫૬૬ તેઓએ (ઘણીવાર) કહ્યું, “ચાલો ખજાનામાં સોનું પાછું લઈ જઈએ. કેવી (બિન ફાયદાની) મુસાફરીમાં આપણે પ્રવૃત થયા છીએ.”

૫૬૭ એક વિશાળ જમીન કે જેની માટી ચોક્ખું સોનું છે, ત્યાં સોનાને ભેટ તરીકે લાવવું એ મુર્ખતા છે.”

૫૬૮ ઓ તું કે જે ખુદા પાસે ડહાપણને ભેટ તરીકે લાવે છે, ત્યાં તેની પાસે (આપણી) સમજણ રસ્તાની ધુળ કરતાં પણ (કિંમતમાં) ઓછી છે.

૫૬૯ જ્યારે ભેટની મહત્વહિનતા (હ. સુલેમાનની બાદશાહીમાં) સ્પષ્ટ બની ત્યારે તેમના ચહેરાનું શરમીંદાપણું (બિલકિસ) તરફ તેમને પાછું ખેંચતું હતું.

૫૭૦ (૫ણ) ફરીવાર તેએાએ કહ્યું, “ભલે તે કિંમતી હોય કે વ્યર્થ હોય, આપણને શી નિસ્બત ! આપણે હુકમને તાબે થવા બંધાએલા ગુલામો છીએ.

૫૭૧ પછી ભલે આપણે માટી લાવીએ કે સોનું લાવીએ. પેલો એક જે હુકમ કરે છે, તે હુકમ બજાવવો જોઈએ.

પ૭ર જો તેઓ તમને તે (ભેટ) બિલકીસ તરફ પાછા લઈ જવા હુકમ કરે તો (પછી) હુકમ પ્રમાણે તે ભેટ પાછી લઈ લ્યો.

પ૭૩ જ્યારે હ. સુલેમાન (અ. સ.)એ પેલી (ભેટ) જોઈ, તેઓ હસ્યા, કહે, “મેં સુપમાં ભીંજવેલા રોટલાના ટુકડા તમારી પાસેથી ક્યારે શોધ્યા?"

૫૭૪ મેં મારા ઉપર ભેટ ઈનાયત કરવાની તમારી પાસે માંગણી કરી નથી. (હું જે ઈનામ ઇનાયત કરું છું) તે ઈનામો લેવા માટે લાયક થવા તમારી પાસે મેં માગણી કરી છે.

૫૭૫ કારણ કે અદ્રષ્યમાંથી ભાગ્યેજ મળતા ઈનામો મારી પાસે છે, કે જેને માંગવાની હિંમત પણ કોઈ કરે નહિ !

શેખ અબ્દુલ્લાહ મઘરીબીની ચમત્કારીક બક્ષિશો અને રોશની વિષે.

૫૯૮ શેખ અબ્દુલ્લાહ મઘરીબીએ કહ્યું, “રાત્રી દરમ્યાન રાત્રીના ગુણધર્મો મેં સાઠ વર્ષો દરમ્યાન જોયાં નથી.

૫૯૯ મેં સાઠ વર્ષો દરમ્યાન અચોક્કસતામાં દિવસના કે રાત્રીના કદી અંધારાનો અનુભવ કર્યો નથી.

૬૦૦ સુફીઓએ તેમના શબ્દો ખરા હોવાનું જાહેર કર્યું છે, રાત્રી દરમ્યાન અમે માર્ગ દર્શક તરીકે તેને અનુસર્યા,

૬૦૧ તેઓ અમારી આગળ કાંટાઓ અને ખાડાથી ભરેલા મેદાનમાં પૂર્ણીમાના ચાંદની માફક જતા.

૬૦૨ તેઓ પોતાની પાછળ જોયા વગર, (રાત્રી હોવા છતાં) કહેતા, “સંભાળજો, અહીં ખાડો છે, ડાબી બાજુએ ફરો,

૬૦૩ પછી, થોડીવાર રહીને તેઓ કહેતા, જમણી બાજુએ ફરો, તમારા પગની આગળ કાંટો છે.”

૬૦૪ પ્હોં ફાટતું, અમો તેનો પગ ચુમવા આવતા, અને તેમનો પગ એક વહુરાણી જેવો (સ્વચ્છ) લાગતો.

૬૦૫ તેના પર માટી કે ગારાનું ચિન્હ પણ દેખાતું નહિ. પથરાથી ચાઠું કે કાંટાનો ઉઝરડો પણ મળે નહિ.

૬૦૬ ખુદાએ ‘મઘરીબી’ ને ‘મશરીકી’ બનાવ્યો, તેણે સુર્ય આથમવાની જગ્યાને પ્રકાશ પેદા કરતી સુર્ય ઉગવાની જગ્યા 'મશરીક' જેવી બનાવી.

૬૦૭ આ એકનું 'નૂર' કે જે 'સૂર્યોના સૂર્યની માલીકીનું છે, તે (બાદશાહીમાં) સવારી કરે છે, તે દિવસના ઉંચા અને નીચાનું રણક્ષ કરે છે.

૬૦૮ પેલું "દિવ્ય નૂર” કે જે હજારો સૂર્યોને દ્રષ્ટિમાં લાવે છે, તે શું રક્ષણહાર ન બને ?

૬૦૯ તું તેના “નુર" થકી અજગરો અને વિંછીઓની વચ્ચે સહી સલામતીથી ચાલતો રહીશ,

૬૧૦ પેલું પવિત્ર ' નુર' તારી આગળ ચાલે છે અને રસ્તો રોકનારાઓને કટકાઓમાં રહેસે છે,

૬૧૧ (આયાતનો અર્થ) ખુલ્લી રીતે જાણ, "દિવસ" કે જ્યારે તે (ખુદા) પયગમ્બરને શરમમાં મુકશે નહિ. વાંચ, "(તેનું) 'નુર' જો કે તેઓની આગળ દોડશે."

૬૧૨ “છેલ્લા દિવસે” તે (રહેમત) વધારવામાં આવશે, (છતાં) (તું) ખુદા પાસે અહીંજ (મુક્ત કરવા) માંગણી કરતો રહે !

૬૧૩ કારણ કે વાદળાં અને ધુમ્મસ બન્ને ઉપર રૂહાનીયત પ્રકાશ ઈનાયત કરે છે, અને ખુદા (તેનો) અમુક ભાગ ઇનાયત કરવાનું સૌથી સારી રીતે જાણે છે.

હ. સુલેમાન (અ. સ.)ની બિલકીસના એલચીઓને જે ભેટો તેઓ લાવ્યા તે લઈને પાછા ફરવાની માગણી કરવી, અને બિલકીસને સૂર્યની પૂજા છોડી દઈને ઈમાન કબુલ કરવા બોલાવવી.

૬૧૪ “ઓ શરમીંદા ચહેરાવાળા એલચીઓ, સોનું તમારૂં છે, મારી પાસે દિલ લઈ આવો, પવિત્ર દિલ !

૬૧૫ તમારા પેલા સોનાના મથાળે આ મારૂં સોનું મુકો. અને તમારા દેશમાં અમારા તરફથી ભેટ તરીકે લઈ જાઓ,

૬૪૯ હું, સુલેમાન, તમારી બાદશાહીની ઈચ્છા કરતો નથી, નહિજ, પણ હું તમને દરેક નાશમાંથી મુક્તિ અપાવીશ.

હ. સુલેમાન (અ.સ.)નું એલચીઓ તરફ હેત અને માયા બતાવવી અને તેઓના દિલોમાંથી રોષ અને દુ:ખની લાગણી હટાવવી અને ભેટ લેવાની ના પાડવાનું કારણ સમજાવવું.

૬૫૩ “ઓ એલચીઓ, હું તમોને (બિલકીસ) તરફ એલચીઓ તરીકે મોકલીશ, મારી (ભેટ માટેની) ના પાડવી એ કબુલ કરવા કરતા તમારા માટે વધુ સારું છે.

૬૫૪ સોનાના મેદાનને લગતી જે અદભૂત ચીજો તમે જોઈ છે, તે તમે બિલકીસને જણાવજો.

૬૫૫ કે જેથી તેણી જાણે કે અમે સોનાની લાલસા રાખતા નથી, અમોએ સોનાના પેદા કરનાર પાસેથી સોનું મેળવ્યું છે.

૬૫૬ કે જેની ઈચ્છા માત્રથી આખી દુનિયાની જમીન, એક છેડાથી બીજા છેડા સુધી સોનું અને અમૂલ્ય મોતીઓવાળી બની જાય.

૬૫૭ તું કે જે સોનું પસંદ કરે છે, તે કારણે, ખુદા કયામતના દિવસે આ દુનિયાને રૂપેરી બનાવશે.

૬૫૮ અમને સોનાની કાંઈ જરૂર નથી. કારણ કે અમો ઘણા જ કાર્યકુશળ છીએ. અમો માટીની ચીજોને સંપૂર્ણ રીતે સાચા સોનાની બનાવીએ છીએ.

૬૫૯ અમે તમારૂં સોનું કેમ માંગીએ? અમો તમોને (રૂહાની) કિમીયાગર બનાવી શકીએ છીએ.

૬૬૦ તે બધું છોડી દો, (ભલે) પછી તે સબાની બાદશાહી હોય, કારણ કે આ પાણી અને માટીની પેલી પાર ત્યાં ઘણી બાદશાહીઓ છે.

૬૬૧ તે કે જેને તમે ‘રાજ્યાસન' કહીને સંબોધો છો, તે (ખરેખર તો) લાકડાની ચીપઈનો પાટો છે. તમે (તેને) માનની બેઠક જુઓ છો પણ, સત્ય કહેતાં "તમે દરવાજે જ રહ્યા છો."

૬૬૫ ખુદાની આગળ એક માત્ર સિજદાની (આંતરિક ) અસર બસો બાદશાહીઓ કરતાં વધુ મીઠી બનશે.

૬૬૬ પછી તું (આધીનતાથી આજીજી કરી) માંગીશ, “મને બાદશાહીની ઈચ્છા નથી. પેલી સિજદાની બાદશાહી મારામાં દાખલ કર.”

૬૭૨ બાદશાહી અને સોનું તારી મુસાફરીમાં તારા આત્માનો સંગાથ કરશે નહિ. તારૂં સોનું વાપરી નાખ, તારી દ્રષ્ટિ માટે આંજણ મેળવ.

૬૭૩ એટલા માટે કે તું જુએ કે આ દુનિયા એક સાંકડો કુવો છે, અને હ. યુસુફની માફક તું પેલું દોરડું ઝડપી લે.

૬૭૪ તેથી, જ્યારે તું કુવામાંથી ઉપર મથાળે આવીશ, આત્મા કહેશે, "ઓહ, મારા માટે સારા સમાચાર, આ મારા માટે 'યુવાની' છે. “Oh, good news for me! This is a youth for me.”

૬૭૭ તેના (ખુદાના) ઓળખનારાઓ કિમીયાગરો બન્યા છે, કે જેથી સોનાની ખાણો તેઓની નજરમાં કિંમત વગરની બની છે.

હ. સુલેમાન (અ.સ.) બિલકીસને ઈમાનના માટે ઉતાવળે લાવવા એલચીઓને તાકીદ કરવી.

૭૧૮ હ. સુલેમાન બાદશાહે (રૂહાની) ભલાઈ માટે (પોતા તરફી) ઘોડેસ્વાર અને પાયદળ લશ્કરને બોલાવ્યા.

૭૧૯ કહીને, “ઓ માનવંતા માણસો, જલ્દી, જલ્દી આવો, કારણ કે દયાના સાગરમાંથી મોજાંઓ ઉઠ્યાં છે.

૭૨૦ દરેક પળે, તેનાં મોજાંઓનું લહેરાવું ભય વગર (શોધવાની બીક વગર) એકસો મોતીઓ કિનારા ઉપર વેરે છે.

૭૨૧ ઓ સચ્ચાઈની જનતા, અમો (તમોને) આવકારની બુમથી (બોલાવીએ) છીએ, કારણ કે હમણાં રિઝવાને બહિશ્તનો દરવાજો ખોલ્યો છે.”

૭૨૨ પછી હ. સુલેમાન (અ. સ.) એ કહ્યું, “ઓ રાજ્યના પરિજનો, બિલકીસ તરફ જાઓ અને આ દીનમાં ઈમાન લાવવાનું (આમંત્રણ આપો).

૭૨૩ પછી પુરી ઝડપે અહીં આવવાની તેણી પાસે માંગણી કરો, કારણ કે "ખરેખર ખુદા (દીને) ઈસ્લામ તરફ આમંત્રણ આપે છે."

૭૨૪ ઓ પરમ સુખના શોધક, સાંભળો, જલ્દીથી આવો, કારણ કે (અત્યારે રૂહાની દયા) જાહેર થવાનો દરવાજો ખુલવાનો છે.

૭૨૫ ઓ તું કે જે શોધક નથી, તું પણ આવ, કે તું આ વિશ્વાસુ દોસ્ત પાસેથી (આ પરમ આનંદ) શોધનું (ઈનામ) મેળવે.

૭૬૨ મરદાનગી ક્યાં છે? તમે (જો) કદી પણ માણસનો (રૂહાની બાદશાહનો) ચહેરો જોયો નથી (તો) તમે પૂછડું છો.

૭૬૩ તમે (આ આયાત) પઢયા છો, “જ્યારે તેં ફેંકી ત્યારે તેં ફેંકી ન હતી” પણ તું એક (માત્ર) કાયા જ છો, તું વિભાજનમાં રહ્યો છે.

૭૬૪ ઓ મુર્ખ, બિલકીસની માફક, 'પયગમ્બર સુલેમાન'ની ખાતર તમારી કાયાની બાદશાહીને છોડી દીયો.

૭૯૭ જ્યારે કે તે દરેક ચીજના આત્માનો આત્મા છે. ત્યારે આત્માના આત્મા (ઈમામે મુબી) તરફ વેરી બનવું એ નાની બાબત કેમ છે?

૮૦૪ તમે દરેક રૂપ કે જેની પાસે તમે આવો છો. કહો છો, “હું આ છું” ખુદાના કસમ તમે તે (રૂપ) નથી.

૮૦૭ ઓ તું, તારું પોતાનું જ પંખી છો, તમે પોતાનો જ શિકાર અને તમારી પોતાની જ જાળ છો, તમો તમારી પોતાની જ માનભરી બેઠક છો, તમારૂ પોતાનું જ ભોંય તળીયું અને પોતાની જ છત છો,

૮૧૦ બરણીમાં શું છે કે જે નદીમાં વળી નથી ? ઘરમાં શું છે કે જે શહેરમાં નથી ?

૮૧૧ આ દુનિયા બરણી છે, અને દિલ (આત્મા) નદીની મિસાલ છે, આ દુનિયા કચેરી છે અને દિલ અદભૂત શહેર છે,

સબાના લોકોની બાકી રહેલ વાર્તા.

૮૪૫ હું સબાની વાર્તા પ્રેમીની રીતે કહીશ, જ્યારે હ. સુલેમાનનો સંદેશો સબાના લોકોને પહોંચ્યો.

૮૪૬ ત્યારે કાયાઓએ (આત્માના) મિલનના દિવસનો (અનુભવ) કર્યો, બચ્ચાંઓ ફરીવાર પોતાના ઘરની દિશાએ પાછા ફર્યાં.

૮૪૭ (સઘળી) કોમોની અંદર “ બાતુની પ્રેમની કોમ" (રૂહાનીયત) અસ્વસ્થતાના નમ્રતાપણાથી ઓતપ્રોત બનવાની સ્વતંત્રતા ધરાવવા જેવી છે.

૮૪૮ આત્માઓની અધમતા, પોતાની કાયાઓમાંથી ઉતરી આવે છે, કાયાઓનું ઉમદાપણું તેઓના આત્માઓમાંથી ઉતરી આવે છે.

૮૪૯ ઓ પ્રેમીઓ, પ્રેમનો એક ડોઝ તમને આપવામાં આવ્યો છે, તમે હૈયાત છો, અમરપણું તમારા ઉપર ઈનાયત કરવામાં આવ્યું છે.

૮૫૦ ઓ તમો કે જેઓ અનુપકારી છો, જાગો અને પ્રેમ કરો, તે હ. યુસુફનો પવન છે, (તેની સુગંધને) સુંઘો.

૮૫૧ સુલેમાનની પંખી વાણીના ઓ ધણી, આવો. દરેક પંખી જે આવે છે, તેનું ગીત ગાઓ.

૮પ૨ જ્યારે કે ખુદાએ તને પંખીઓ તરફ મોકલ્યો છે, દરેક પંખીના પત્રમાં તેણે તને ભલામણ કરી છે.

૮૫૩ તંગ પંખી તરફ જરૂરીયાત અંગેની ભાષા બોલ, પંખી કે જેની પાંખો ભાંગેલી છે તેની સાથે ધીરજની વાત કર.

૮૫૪ બિમાર પંખીને સુખી અને દર્દમાંથી મુક્ત બનાવ, "અંકા"ના મળતીયા પંખી પાસે "કાફ” (પર્વતનું) વર્ણન ગા.

૮૫૫ કબુતરને બાજથી ખબરદાર રહેવાનું શિખવ. બાજને સંયમની વાત કર અને (અન્યાયના કાર્ય વિરૂદ્ધ) ચોકી કરતો બનવા (કહે).

૮૫૬ અને જેમ ચામાચીડીયું કે જેને (રૂહાનીયત પ્રકાશથી) કંગાળ રખાયું છે, 'નૂર'થી સુસંગત અને કુટુંબી જેવો બનવા (કહેતો રહેજે).

૮૫૭ લડાયક તેતરને શાંતી શીખવજે. કુકડાઓને પહોં ફાટવાની નિશાની જાહેર કરવાનું (શિખવજે).

૮૫૮ તેવી જ રીતે ‘હુંક'થી ગરુડ સુધી આગળ વધજે અને રસ્તો બતાવજે, અને ખરો રસ્તો સૌથી વધુ સારી રીતે ખુદા જાણે છે.

બિલકીસને તેની બાદશાહીમાંથી છુટી કરવી અને તેણી ‘ઈમાન' માટેની આતુરતામાં મદમસ્ત બની અને તેણીના (રૂહાની) સ્થળાંતરની પળે તેની ઈચ્છાની નજર તેના તખ્ત સિવાય તેની આખી બાદશાહીથી જુદી પડી.

૮૫૯ જ્યારે હ. સુલેમાને સબાના પંખીઓને એક માત્ર સિસોટીની યાદી ઉચ્ચારી, ત્યારે તેણે તેઓ બધાને જાળમાં કેદ કર્યા.

૮૬૦ સિવાય, પંખી કે જે આત્મા કે પાંખ વગરનું અથવા શરૂઆતથી મચ્છીની માફક બહેરૂં અને મૂંગું હતું.

૮૬૨ જ્યારે બિલકીસ ખરા દિલે અને આત્માએ (સબામાંથી) બહાર પડી ત્યારે તેણીએ વહી ગએલા વખત માટે પણ દુ:ખ અનુભવ્યું.

૮૬૩ પેલા (ખુદાના) પ્રેમીઓ માન અને પદવીથી રજા લ્યે, તેવી જ રીતથી તેણીએ પોતાની બાદશાહી અને માલ મિલ્કતથી રજા લીધી.

૮૬૪ પેલા તેણીના ખુબસુરત બાળ નોકરો અને દાસીઓ આંખમાં સડેલી ડુંગળી જેવા (ગંદા દેખાણાં).

૮૬૫ કારણ કે પ્રેમની ખાતર, ફળવાડીઓ અને મહેલો અને નદીનાં (સુંદર) પાણી તેણીની આંખમાં એક વિષ્ઠાના ઢગ જેવા દેખાણા.

૮૬૭ પ્રેમની અદેખાઈ, દરેક નિલમણીને નજરમાં ડુંગળી જેવી ફેરવે છે. આ 'લા' નો (આંતરિક) અર્થ છે.

૮૬૯ તેણીએ તેણીના 'તખ્ત' સિવાય, દૌલત, ઝવેરાત અને બધો સરંજામ આપવાની આનાકાની કરી નહિ.

૮૭૦ પછી હ. સુલેમાન (અ.સ.) તેણીના દિલની (આ લાગણીથી) સભાન બન્યા, કારણ કે પોતાના દિલમાંથી તેણીના દિલ સુધીનો રસ્તો ખુલ્લો થયો હતો.

૮૭૧ તે કે જે કીડીઓનો અવાજ સાંભળે છે, અને તેઓ કે જેઓ ઘણા દુર છે તેમના આત્માની આંતરિક બુમ પણ સાંભળશે.

૮૭૨ તે કે જે “એક કીડીએ કહ્યું”નું ગુઢાર્થ જાહેર કરે છે. તે આ જુના (અવકાશી) ઘુમ્મટનું ગુઢાર્થ પણ જાણશે.

૮૭૩ તેમણે (હ. સુલેમાને)ઘણે દૂરથી પારખ્યું કે તેણી (બિલકીસ) કે જે પદવી ત્યાગના રસ્તાને અનુસરતી હતી, વધુ સારૂં એ છે કે તેણી (પોતાના) તખ્તની સાથે જ જુદી પડે.

૮૭૮ (સબામાંથી) ‘તખ્ત’ને લઈ આવવાની શક્યતા હતી જ નહિ. કારણ કે તેનું વિશાળપણું બધી મર્યાદાથી ઉપર હતું.

૮૭૯ તે સોના ચાંદીના સૂક્ષ્મ તારોથી બનાવેલું કામ હતું. શરીરના અવયવોની માફક એક બીજા સાથે જોડેલા, તેને લઈ જતાં કટકાઓમાં તૂટી જવાની બીક હતી.

૮૮૦ તેથી હ. સુલેમાને કહ્યું, “અંતમાં ‘રાજમુગટ’ અને ‘તખ્ત' તેણીને અપ્રિય બનશે.”

૮૮૧ (કારણ કે) જ્યારે આત્મા “ઐક્યતા”માંથી પોતાનું માથું ઉંચુ કરશે, ત્યારે તેની ભવ્યતાની સરખામણીમાં કાયાને ભવ્યતા છે જ નહિ.

૮૮૨ જ્યારે મોતીઓ દરિયાના ઉંડાણમાંથી બહાર આવે છે, ત્યારે તમે ફીણ અને લાકડીઓ અને તરાપા તરફ ધિક્કાર ભરી નજરે જોશો.

૮૮૩ (જ્યારે) જ્વાલામય સૂરજ પોતાનું માથું ઉંચું કરે છે, ત્યારે કોણ પોતાની આરામ કરવાની જગ્યા ગંદે સ્થળે કરશે?

૮૮૪ હજી પણ, આ બધું સમજવા છતાં તેણીનું તખ્ત અહીં લાવવાના ખાસ રસ્તાની શોધ કરવી જોઈએ.

૮૮૫ એટલા માટે કે (મને) મળવાના વખતે તેણીને દુઃખની લાગણી થવી ન જોઈએ, અને કે તેણીની ઈચ્છા, બચ્ચાંઓની (ઈચ્છાઓ) મુજબ પુરી કરવી જેઈએ.

૮૮૬ તે (તખ્તની) મારાથી સહેજમાં ગણત્રી કરાઈ છે, પરંતુ તેણીને તે વધુ પડતું પ્યારૂં છે, તે ભલે અહીં લાવવામાં આવે) કે શેતાન પણ હુરાંના મેજ (ખાણા) વખતે (હાજર) રહે.

૮૮૭ પેલું ખુશીનું તખ્ત, અયાઝની હાજરીમાં જુબ્બા અને પગરખાંની માફક, તેણીના આત્મા માટે એક શિખામણ બને.

૮૮૮ કે જેથી પેલી એક ખિન્ન (બિલકીસ) જાણે કે (અગાઉ) તેણી કેવી હાલતમાં હતી. અને કેવી નીચી હાલતમાંથી કેવી ઊંચી હાલતે તેણી આવી પહોંચી છે, તે તે જાણે.

હ. સુલેમાનની સબામાંથી બિલકીસના તખ્તને લાવવાની યોજના ઘડી કાઢવી.

૯૦૪ આસફે (સુલેમાનના વજીરે) કહ્યું, (ખુદાના) ‘મહાન નામ'ના (અર્થ) થકી હું તેને પળમાં તારી હજુરમાં અહીં લાવીશ.

૯૦૫ જો કે તે (ચમત્કાર) આસફની ફુંકથી (રૂહાની શક્તિ)એ પ્રદર્શીત કર્યો.

૯૦૬ તેજ પળે બિલકીસનું તખ્ત હુજુરમાં આવી પહોંચ્યું, પણ તે આસફ થકી, (અને) નહિ કે તેઓ થકી, કે જેઓ કળામાં (હોશિયાર હતા),

૯૦૭ તેમણે (હ. સુલેમાને) કહ્યું, “પેદા કરાએલી હસ્તિના માલિક”માંથી આ અને આના જેવા એકસો શુભેચ્છાઓ માટે તેજ ખુદાનાં વખાણ હોજો !

૯૦૮ પછી હ. સુલેમાને પોતાની આંખો તખ્ત તરફ ફેરવી. તેમણે કહ્યું, “હા, ઓ ઝાડ, તું જ પેલું એક છો કે જે મૂર્ખાઓને પકડે છે.”

૯૦૯ અરે કેટલાય મૂર્ખાઓ છે કે જેઓ પોતાના માથા લાકડા અને કોતરેલા પત્થરો આગળ ઝુકાવે છે.

બિલકીસને બોલાવવાની (દૈવી) દયાની બાકી રહેલ વાર્તા.

૧૦૪૧ ઓ બિલકીસ, જાગૃત થા, આવ અને બાદશાહી જો! ખુદાઈ સમુદ્રના કિનારા ઉપર મોતીઓ ભેગા કર.

૧૦૪૨ તારી બહેનો ગૌરવશીલ સ્વર્ગમાં વાસો કરે છે, એક હાડપીંજર (ધરાવવાના) કારણે તું બાદશાહની માફક શા માટે વર્તન રાખે છે?

૧૦૪૩ પેલા સુલતાન (ખુદાએ) તારી બહેનોને કેવા ઉમદા ઈનામો આપ્યાં છે તે તું જાણે છે ?

૧૦૪૪ “તું કેવી રીતે (તારી સેવામાં) ઢોલ પીટી ઉત્સાહપૂર્વક ઢંઢેરો પીટે છે કે, હું રાંધણી અને નાવણીની સગડીની માલકણ છું.”

૧૦૯૬ ઓ બિલકીસ, હવે તારી પોતાની મરજીથી જાગૃત થા, નહિંતર મૃત્યુ પોતાની પુરી શક્તિથી દ્રષ્યમાન થશે.

૧૦૯૭ ત્યારબાદ મૃત્યુ તારો કાન એવી રીતે આમળશે કે તું ટળવળાટમાં ન્યાયાધીશ પાસે ચોર આવે તેમ દોડતી આવશે.

૧૦૯૮ તું કેટલો બધો લાંબો વખત આ ગધેડાઓ પાસેથી જોડા ચોરતી બનવામાં (મશગુલ) રહીશ? જો તારે ચોરવા જવું જ છે, તો નીલમની ચોરી કર !

૧૦૯૯ તારી બહેનોએ અનંત કાળની જીંદગીની બાદશાહી મેળવી છે, તેં દુ:ખની બાદશાહી જીતી છે.

૧૧૦૦ અરે, તે જ સુખી છે કે જે આ બાદશાહીથી ભાગી છુટે, કારણ કે મૃત્યુ આ બાદશાહીને વેરાન બનાવે છે.

૧૧૦૧ ઓ બિલકીસ, જાગૃત થા ! આવ, 'સત્ય પંથ'ના શાહો અને બાદશાહોની બાદશાહી એકવાર જો.

૧૧૦૩ (પછી) તેઓ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં બગીચો જાય છે, પણ તે (હંમેશાં) લોકોથી ગુપ્ત રાખવામાં આવે છે.

૧૧૦૪ ફળ આજીજી કરે છે, કહે છે, “મને ખાઓ” જીવનનું જળ આવે છે, કહે છે, ‘મને પીઓ.’

૧૧૦૫ પાંખ અને પિંછા વગર આસમાનમાં ગોળાકારે સૂર્યની માફક અને એક પૂર્ણિમાના ચાંદની માફક અને એક બીજના ચાંદની માફક પ્રવાસ કર.

૧૧૦૬ તું આત્માની માફક હાલતો ચાલતો બનીશ અને (ત્યાં) પગ નહિ હોય. તું એક સો સ્વાદિષ્ટ વાનગીઓ ખાતો હોઈશ અને એક કોળીયો પણ ચાવતો નહિ હોય.

૧૧૦૮ તું બાદશાહ, લશ્કર અને રાજ-તખ્ત બધું જ બનીશ, તું નશીબદાર અને કિસ્મત બન્ને બનીશ.

યા અલી મદદ