મશનવી મૌલાના રૂમી, ભાગ-૪ તારવણી
વાર્તા - ૧
વાર્તા - ૧
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને ઘણું રહેમ કરવાવાળો છે.
૧ ઓ ઝીયા-ઉલ-હક (ખુદાઈ પ્રકાશ) હુસામુદીન. તે તુંજ છે કે જેના તેજ થકી મશનવી (ભવ્યતામાં ) ચંદ્રમામાંથી વધુ ચમકી છે.
૩ તેં આ મશનવીનું ગળું બાંધ્યું છે, તેને તું તારી જાણ મુજબની દિશાએ દોરે છે.
૪ મશનવી દોડ્યે જાય છે. ખેંચનાર અદ્રષ્ય છે, તે કે જેને આંતરિક દ્રષ્ટિ નથી, તે અજ્ઞાનતાના અધારામાં છે.
૫ તેવી જ રીતે મસનવીનું અસલ તું જ છો. જો તે (કદમાં) વધે તો (તેને) તેં જ વધારી છે.
૬ જ્યારે કે તું તેમ (વધારવાની) ઈચ્છા રાખે છે, તો ખુદા પણ તેમ જ ઈચ્છે છે. ખુદા ઈમાનદારોની ઉમેદ પુરી કરે છે.
૭ ભુતકાળમાં “તે ખુદાનો છે” તેવો તું હતો, તેથી (હવે) બદલામાં, “ખુદા (તેઓનો) છે” આપેલ છે.
૯ ખુદાએ તારા હોઠો ઉપર આભાર દર્શન જોયું. (તેથી) તેણે દયા બતાવી અને વધારાની લાગણી ઈનાયત કરી.
૧૦ તે કે જે આભાર માને છે, ત્યારે તે (ખુદા પણ) પોતાના વચન વધારે છે. જેમ સિજદાને બદલે (ખુદાની) નજદીકી છે.
૧૧ આપણા ખુદાએ કહ્યું છે “અને તું સિજદો કર અને મારી નજીક આવ" આપણા શરીરોથી સિજદો કરવો, આત્માને (ખુદાની) નજીક લાવે છે.
૩૦ ચોથી કિતાબ ઉપર પ્રકાશ પાડ કારણ કે ચોથા આસમાનમાંથી સૂર્ય ઉગ્યો છે.
૩૭ તું આ વાર્તા સંપૂર્ણપણે સાંભળીશ, કે જે આપણું અત્યારની હાલતનું ચાલુ નાણું છે, તો તે બંધ બેસતું છે.
૩૨ જે કોઈ તેને નવરાશની વાર્તા માફક વાંચે છે, તેને માટે ફક્ત વાર્તા (માફક) છે. અને જે કોઈ તેને કીંમતી સમજી વાંચે છે તે (ખુદાના) માણસ જેવો છે.
૩૯ જો કે આ વાત ત્યાં (ત્રીજી કિતાબમાં) પુરી કરવામાં આવી નથી. (હવે) આ ચોથી કીતાબ છે તેને પદ્ધતિસર બનાવ.
પ્રેમીની વાર્તાનું અંતીમ કે જે રાતના ચોકીદારથી અજાણી ફળવાડીમાં નાસ્યો અને ફળવાડીમાં પોતાની પ્રેમીકાને જોતા થએલી ખુશી માટે રાતના ચોકીદારને દુઆ દેતાં કહ્યું. “એવું બને કે તમે એક વસ્તુંને ધિક્કારો, છતાં તે તમારા માટે વધુ સારી હોય !”
૪૦ આપણે (વાર્તાના) આ મુદ્દા ઉપર હતા કે પેલો શખ્સ રાતના ચોકીદારથી, બીકનો માર્યો (ભાગ્યો અને) ફળવાડીમાં કુદી પડ્યો.
૪૧ બગીચામાં તેની સુંદર પ્રેમીકા હતી, કે જેના માટે આ યુવાન આઠ વર્ષથી જુદાઈના ઉગ્ર સંતાપમાં હતો.
૪૨ તેને તેનો પડછાયો (પણ) જોવાની શક્યતા ન હતી. તે (માત્ર) તેણીનું વર્ણન 'અન્કા' ની માફક સાંભળતો હતો.
૪૩ સિવાય માત્ર એક જ પહેલી મુલાકાત કે જે (દૈવી) નશીબ જોગે બની હતી અને તેના દિલને ઘાયલ કર્યું હતું.
૪૪ તે પછી ગમે તેટલા પ્રયત્નો કર્યા છતાં, તે ઘાતકીએ તેને શાન્ત કરવા એક પણ મોકો આપ્યો ન હતો.
૪૫ આજીજી કે દોલત તેને સહાયકર્તા ન થઈ.
૪૬ ખુદા કોઈ બનાવ અથવા વસ્તુંના પ્રેમની ઘટનાની શરૂઆતમાં મંદ સ્મિત કરે છે.
૪૭ (૫ણ) જ્યારે તેઓ ઝીણવટથી શોધમાં પડે છે, ત્યારે દરરોજ તેઓના પગો જાળથી બાંધે છે.
૪૮ જ્યારે તે આ બાબતની શોધમાં જકડાણો છે, ત્યાર પછી તે દરવાજો બંધ કરે છે, કહે છે, “દહેજ લાવ.”
૪૯ છતાં તેઓ સુંવાળી (આશા)ને વળગી રહે છે અને (શોધ) ચાલુ રાખે છે. દરેક પળે તેઓ આશાવંતા અને હતાશ બને છે.
૫૦ (તેમાંના) દરેકને ફળની આશા હોય છે કે, કોઈ ચોક્કસ પળે તેએાના માટે દરવાજો ખુલશે.
૫૧ પછી (તેઓના) ઉપર તે બંધ થયો (પણ) દરવાજાના વિશ્વાસું તેજ આશામાં (કાશીષ ચાલુ રાખે છે) અને પગે બળતા બને છે.
પર જ્યારે યુવાન પેલી ફળવાડીમાં આનંદીત બની દાખલ થયો, ત્યારે ખરેખર ઓચીંતા તેના પગ ખજાનામાં ખૂંચી ગયા.
૫૩ ખુદાએ રાતના ચોકીદારને નીમીત્ત બનાવ્યો તેથી તેની બીકના માર્યા તે (પ્રેમી) રાતના ફુલવાડીમાં દોડે.
૫૪ અને દીવાના પ્રકાશમાં ફળવાડીના ઝરણામાં પોતાની વીંટી શોધતી પ્રેમીકાને મળે.
૫૫ તેથી તેજ વખતે ખુશાલીના પ્રતાપે ચોકીદારના હકમાં ખુદાના વખાણ સાથે દુઃઆ માંગવામાં જોડાયો.
૫૭ તેને ચોકીના કામથી મુક્ત કરો. હું જેમ ખુશ છું તેમ તેને પણ કરો.
૫૯ ઓ ખુદા, સિપાઈઓની ખાશિયત છે કે, તે લોકોને સંતાપ્યે રાખે.
૬૦ જો રાજા ઈમાનદાર ઉપર કરવેરો નાખે તો તે (ચોકીદાર) મનમાં પ્રસન્ન અને ફુલાઈ જાય છે.
૬૧ અને જો સમાચાર આવે કે રાજાએ દયા બતાવી છે, અને ઉદારતાથી (વેરો) ઉઠાવી લીધો છે,
૬૨ તો પછી તેના આત્મા ઉપર દિલગીરી છવાઈ જાય છે.
૬૪ તે (સિપાઈ બીજા) બધા માટે ઝેર હતો, પણ તે (પ્રેમી) માટે (તે) ઝેર મારક હતો. સિપાઈ તડપતા પ્રેમીને ભેગા કરવાનું સાધન બન્યો હતો.
૭૪ જો તમે ઈચ્છો કે તમને સાકર જેવું બનવું છે, તો પછી તેના તરફ પ્રેમીઓની આંખથી જુઓ.
૭૫ પેલા સૌંદર્યશાળી તરફ તમારી પોતાની આંખથી ન જુઓ, શોધનારની આંખેથી તેને શોધો.
૧૧૨ તે (સિપાઈ તારા) ગુસ્સા અને ધિક્કારનું કારખાનું બને, તો જાણ કે ધિક્કાર દુ:ખ અને નાસ્તિકતાનું મુળ છે.
હ. ઈસા (અ. સ.)ને આમ પુછવું “ઓ : ખુદાના આત્મા, અસ્તિત્વમાં વેઠવાની સૌથી સખતમાં સખત વસ્તું કઈ છે!”
૧૧૩ એક સંયમી માણસે હ. ઈસા (અ. સ.)ને પૂછયું. “અસ્તિત્વમાંથી વેઠવાની સૌથી સખતમાં સખત વસ્તું કઈ છે?”
૧૧૪ તેમણે જવાબ આપ્યો, “ઓ (મારા વહાલા) આત્મા, ખુદાનો ગુસ્સો સૌથી વધુ કઠણ છે કે જેના કારણે, આપણે તેમજ દોજખ ધ્રૂજીએ છીએ.”
૧૧૫ તેણે કહ્યું; “આ ખુદાના ગુસ્સા વિરૂદ્ધ સલામતી શું છે?” હ. ઈસા (અ. સ.)એ કહ્યું, “તારો પોતાનો ગુસ્સો એકદમ છોડી દે.” (ચોકીદાર વિરુદ્ધ).
૧૨૦ જ્યારે પેલા મુર્ખે તેણીને (પ્રિયતમાને) એકલી જોઈ, તુર્ત જ તેણે તેને આલીંગન આપી ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો.
૧૨૧ તે ખુબસુરતે તેની સામે દર્દમય અવાજ ઊંચો કર્યો, કહીને, “ગાંડી રીતે વર્તન ન કર. ભલી રીતભાતના વિચારવાળો બન.”
૧૨૨ તેણે કહ્યું “શા માટે ? અહીં એકાંત છે અને કોઈ હાજર નથી. પાણી હાથ વેંતમાં છે. અને મારા જેવો એક તરસ્યો!”
૧૨૩ પવન સિવાય અહીં કંઈ ચાલતું નથી. (અહીં) કોણ હાજર છે?
૧૨૪ તેણીએ કહ્યું “ઓ ગાંડા માણસ, તું મુર્ખ બન્યો છે, તું એક મુર્ખ છે અને ડાહ્યાની વાત સાંભળતો નથી.
૧૨૫ તેં હવાને હાલતી જોઈ છે. જાણ કે હવાનો બનાવનાર અહીં છે, કે જે હવાને ઉડાવી જાય છે.”
૧૪૩ શું તે સત્ય હકીકત નથી કે અનાજ ઉપણવાના વખતે અનાજ મસળવાની જગ્યાએ મજુરો પવન માટે ખુદાને આજીજી કરે છે.
૧૪૬ તેવી જ રીતે, પ્રસૂતિમાં બચ્ચાંના જન્મનો પવન વાતો નથી, ત્યારે (માતામાંથી) દર્દમય આહ મદદ માટે બહાર આવે છે.
૧૫૨ તેથી બધા ચોક્કસપણે જાણે છે કે પવન પેદા કરાએલા જીવોના માલિકથી મોકલાવાય છે.
૧૫૩ તેથી તેઓ કે જેઓ જ્ઞાન ધરાવે છે તે ચોક્કસ ખાત્રીપૂર્વક જાણે છે કે, દરેક વસ્તું જે હાલે છે તેને હલાવનાર છે.
૧૫૪ જો કે તમે તેને નજરેથી ન (પણ) જુઓ, તો પણ તમે તેને દેખીતી અસરોના કારણે સમજી જાઓ છો.
૧૫૫ (નુરાની) કાયા, આત્મા (અમ્ર) થકી હાલે ચાલે છે, તમે આત્માને જોતા નથી, પણ કાયાના હલન ચલનથી તેનો ચલાવનાર છે તે તમો જાણો છો.
૧૫૬ તેણે (પ્રેમીએ) કહ્યું, “હું રીતભાતમાં મૂર્ખ છું (પણ) હું વિશ્વાસમાં અને પ્રવૃત્તિમાં આતુર છું."
૧૫૭ તેણીએ જવાબ આપ્યો, “ખરેખર રીતભાતો આવી (હલકી) હતી, કે જે જોવામાં આવી હતી, ઓ સત્યમાર્ગથી ઉતરી ગએલા, બીજી ચીજો માટે તું પોતે જ જાણે છે.”
સુફીની વાર્તા કે જેણે પોતાની ઘરવાળીને એક અજાણ્યા ? આદમી સાથે પકડી પાડી.
૧૫૮ એક સુફી દિવસના ભાગમાં પોતાના ઘરમાં (પાછો) આવ્યો. ઘરને એક જ દરવાજો હતો અને તેની ઘરવાળી એક મોચી સાથે હતી.
૧૬૦ જ્યારે સુફીએ બપોરના સમયે પોતાના સમયે પોતાના સઘળા બળથી દરવાજો ખખડાવ્યો ત્યારે બંન્ને (પ્રેમીઓ શું કરવું) તેની ફીકરમાં હતા, ત્યાં ન કોઈ સાધન હતું, ન હતો કોઈ રસ્તો?
૧૬૧ તે સમયે તેનું દુકાનેથી પાછા ફરવું કદી જાણમાં આવ્યું ન હતું (તેમ કદી બન્યું ન હતું).
૧૬૨ પણ તે દિવસે (તે) ભયભીત માણસ એક શંકાના કારણે વગર જરૂરના કારણે ઈરાદાપુર્વક પોતાને ઘરે પાછો ફર્યો.
૧૬૩ ઘરવાળીનો તે બાબત પર વિશ્વાસ અવલંબીત હતો કે આવા વખતે તે કદી પોતાના કામમાંથી ઘરે પાછો ફરતો ન હતો.
૧૬૪ (દૈવી) ભાવી અંગે તેની ગણત્રી સાચી પડી નહિ, જો કે તે (ખુદા) પાપોનો ઢાંકનાર છે. છતાં તે સજા (પણ) ફટકારતો હોય છે.
૧૬૫ જ્યારે તમોએ ખરાબ કાર્ય કર્યું છે ત્યારે બીક રાખો, સલામત બનો નહિ. જ્યારે કે પાપ છે તે ‘બી’ છે અને ખુદા તેને ઉગાડવાનું નિમિત્ત બનશે.
૧૬૬ તે તેને થોડીવાર માટે ઢાંકે છે. અંતમાં પેલી દિલગીરી અને શરમ પેલા પાપ અંગે તારી પાસે આવે છે.
આ ધોખાબાજીના કારણ ખાતર સ્ત્રીએ પ્રિતમને પોતાના બુરખાની અંદર સંતાડયો અને જુઠા બહાના રજુ કર્યા. “કારણ કે ખરેખર (સ્ત્રીઓની) લુચ્ચાઈઓ મોટી છે.”
૧૮૬ તેણીએ જલ્દીથી પોતાનો બુરખો તેના ઉપર ફેંક્યો. તેણીએ માણસને ઓરત બનાવી અને દરવાજો ખોલ્યો.
૧૮૭ માણસ (સુફી) ચાદરની નીચે ચોકખી રીતે પાણી પાસેના ઝરાના ઊંટની માફક દ્રષ્ય નિહાળતો હતો.
૧૮૮ તેણીએ કહ્યું “તેણી શહેરની એક મહત્વશીલ ઓરત છે. દૌલત અને માલ મિલકતમાં તેણીનો ભાગ છે.
૧૮૯ મેં કમાડનો દરવાજો વાસ્યો હતો. રખેને કોઈ અજાણ્યો ઓચિંતાનો (અમારી) અચેતન હાલતમાં ઘુસી જાય ! (તેણી સ્ત્રીએ વાદ વિવાદમાં બહાનાઓ બનાવ્યા).
૨૧૧ મેં આ વાર્તા એવા ઈરાદાએ કહી છે કે, તમો આંખે વળગે તેવો આવો ગુન્હો જુઓ, ત્યારે નકામી વાતો ગુંથો નહિ.
૨૧૨ ઓ તું કે જે તારા ઢોંગમાં આનાથી પણ વધુ પડતો છે. (આ બાબતમાં) તને આવી જ ઢોંગી પ્રવૃત્તિ અને (વૃથા) માન્યતા હતી.
૨૧૩ તું સુફીની ઘરવાળી માફક બેવફા બન્યો છે. તું ઢોંગીપણાથી લુચ્ચાઈની જાળ ઉઘાડી છે.
૨૧૪ કારણ કે તું દરેક ગંદા ચહેરાવાળા શેખી ખોર આગળ શરમાયો છે અને ખુદા આગળ (શરમાયો નથી).
૨૩૫ ખાઉધરો આત્મા ખુદા તરફ બહેરો અને આંધળો છે, હું મારા અંત:કરણ વડે તારો અંધાપો જોતી હતી.
૨૩૬ મેં આઠ વર્ષો સુધી તારી કદી તપાસ કરી નથી. કારણ કે તારી ઘડીએ ઘડી, અજ્ઞાનતાથી ભરેલી જોઈ છે.
૨૩૭ જો કે જે સ્નાનાગારની સગડીમાં છે તેની શું તપાસ રાખવી? અને તેને કહેવું, તું કેમ છો? જ્યારે કે તે (વિષય વાસનામાં) માથાભર પડયો છે !
ચામડા કેળવનાર કે જે બેહોશ બન્યો. અત્તર અને કસ્તુરીની સુગંધ લેતાં મારકીટમાં માંદો પડ્યો, તેની વાર્તા.
૨૫૭ અમુક માણસ બેશુદ્ધ બની ઢળી પડ્યો, તે જેવો અત્તરની બજારમાં આવ્યો કે તેજ પળે બેવડ વળ્યો.
૨૫૮ ઉત્તમ અત્તરવાળા પાસેથી અત્તરની સુગંધ લહેરાતી તેને ભટકાણી કે જેથી તેનું મસ્તક અસ્થિર બન્યું અને તે તેજ જગ્યાએ પડયો.
૨૫૯ તે ખરે બપોરે સરિયામ રસ્તાની વચ્ચે ઠાઠડીની માફક ભાન વગરનો પડયો.
૨૬૦ તેથી લોકો તેની પાસે ભેગા થયા. ઘણા બુમ પાડતા “લાહૌલ" અને ઈલાજો અજમાવતા હતા.
૨૬૧ એક પોતાનો હાથ તેના (ચામડાં કેળવનારના) દિલ ઉપર મુકતો હતો, જ્યારે બીજો તેના ઉપર ગુલાબજળ છાંટતો હતો.
૨૬૨ (કારણ કે) તે જાણતો ન હતો કે બજારમાં ગુલાબજળની (સુગંધ)માંથી આ મહાદુઃખે કબજો લીધો હતો.
૨૬૩ એક તેના હાથ અને માથું ઘસતો હતો અને બીજો તણખલાઓથી ભેળસેળ કરેલી ભીની મારી (લેપ) કરતો હતો.
૨૬૪ એક કુંવારનું લાકડું અને ખાંડનો ધૂપ સંમિશ્રિત કરતો હતો, ત્યારે બીજો તેનાં કપડાંના ભાગને ઢીલો કરતો હતો.
૨૬૫ અને બીજાએ તેની નાડી કેમ ધડકે છે તે જોવા તપાસી, અને એક બીજો તેના મોઢાની વાસ સુંઘતો હતો.
૨૬૬ તેણે શરાબ પીધો છે કે ભાંગ કે “હશીશ” ખાધી છે તે જોવા (મોં સુંઘતો હતો). તેના બેભાનપણા અંગે લોકો નિરાશામાં ગરકાવ રહ્યા.
૨૬૭ તેથી તેઓએ તાત્કાલીક તેના કુટુંબીઓને સમાચાર પહોંચાડ્યા, “ફલાણો ફલાણો માણસ ભાંગી પડવાની હાલતમાં પડેલો છે.”
૨૬૯ પેલા મજબુત ચામડા કેળવનારને એક ભાઈ હતો. (કે જે) ચપળ અને ભલો હતો. તે ચીલ ઝડપે આવી પહોંચ્યો.
૨૭૦ બાંયમાં કુતરાની વિષ્ઠાની બચકી સાથે તેણે લોકો વચ્ચે રસ્તો ચીર્યો, અને દુઃખની ચીસો સાથે બેભાન પાસે આવી પહોંચ્યો.
૨૭૧ તેણે કહ્યું, “હું જાણું છું કે આ બિમારી ક્યાંથી ઊભી થઈ છે.” જ્યારે તમે (બિમારીનું) કારણ જાણો છો ત્યારે તેને સાજો કરવાની રીત તમને દેખાય છે.
૨૭૪ તેણે પોતાના મનમાં કહ્યું. “કુતરાની વિષ્ઠાની ગંધ તેના મગજમાં અને નાડીઓમાં જામી ગઈ છે.
ચામડાં કેળવનારના ભાઈએ વિષ્ઠાની વાસથી ગુપ્ત રીતે તેને સાજા કરવાનો ઉપાય શોધ્યો તે વિષે.
૨૮૯ યુવાને (ચામડાં કેળવનારથી) લોકોને દુર હાંકવું ચાલુ રાખ્યું, એટલા માટે કે પેલા લોકો તેની દવાદારૂ જોઈ શકે નહિ.
૨૯૦ તે પોતાનું માથું, જેમ એક ગુપ્ત વાત કરે તેમ પેલાના કાનની નજીક લાવ્યો. પણ તેણે તે ચીજ (જે હાથમાં લાવ્યો હતો તે) તેના નાક પાસે રાખી.
૨૯૧ કારણ કે તેણે કૂતરાની વિષ્ઠા પોતાના હાથમાં ઘસી હતી, તેણે પેલાના ગંદા મગજ માટે તે જ દવા જોઈ હતી.
૨૯૨ થોડીવાર પસાર થઈ માણસે હલવું શરૂ કર્યું, લોકોએ કહ્યું, “આ એક અદભૂત મંત્ર હતો.
૨૯૩ કારણ કે આ (યુવાને) મંત્ર ઉચ્ચાર્યા, અને તેના કાનમાં ફૂંક્યા, તે મરેલો હતો, મંત્રોએ તેને રાહત આપી.”
૨૯૫ હર કોઈ કે જેને કસ્તુરી ઉપદેશ જરૂર વગરનો છે તેણે જરૂરીયાત અંગે હલકી વાસ સાથે મળતીયા બનવું જોઈએ.
૨૯૬ ખુદાએ અનેક દેવવાદીને 'નજસ' ગંદા કહીને ઓળખાવ્યા છે. કારણ કે અસલમાં તેઓ વિષ્ઠામાં જ જનમ્યા હતા.
૨૯૭ જંતુ કે જે વિષ્ઠામાં જનમ્યું છે, તે કદી પણ કસ્તુરીને કારણે પોતાની ખાશિયત બદલશે નહિ.
૨૯૮ જ્યારે કે ‘નૂર' છંટાએલાની ઉદારતા (દ્રષ્ટી) ઉપર પહેાંચી નહિ, તે દુષ્ટ પોલી કાયા છે. દિલ (આત્મા) વગરનો ખાલી ફોતરા જેવો છે.
૨૯૯ અને જો ખુદા આ છંટાએલા 'નૂર ’નો હિસ્સો તેને આપે તો મિસરમાં રિવાજ છે, તેની માફક વિષ્ઠા પંખીને જન્મ આપે.
૩૦૦ પણ સસ્તું પાળેલું બતક નહિ. નહિ, જ્ઞાન અને ડહાપણનું પંખી.
૩૦૧ તું પેલા (દુષ્ટ માણસને) મળતો આવે છે કારણ કે તને પેલા 'નૂર'થી વંચિત કરાયો છે. તેથી જ તું તારૂં નાક ગંદકીમાં મુકે છે.
૩૦૨ કારણ કે (મારાથી) જુદાઈના કારણે તારા ગાલો અને ચહેરો પીળો (ફિક્કો) બન્યો છે. તું પીળાં પાદડાંવાળું ઝાડ છો અને તેના જેવો કાચો રહ્યો છો.
૩૦૩ ઘડો અગ્નિથી કાળો અને રંગમાં ધુમાડા જેવો બન્યો હતો. (પણ) માંસ તેના સખતપણાના કારણે આના જેવું કાચું રહ્યું છે.
૩૦૪ મેં તને આઠ વર્ષો સુધી (મારાથી) જુદાઈમાં ઉકાળ્યો, (છતાં પણ) તારું કાચાપણું અને પાખંડ એક રજ માત્ર પણ ઓછું થએલ નથી.
૩૦૫ તારી કાચી દ્રાક્ષ કઠણ બની છે, તું હજું અપકવ છો.
પ્રેમીએ પોતાના પ્રપંચ અને ઢાંક પિછોડાના પાપ માટે માફ કરવા આજીજી કરી અને પ્રિયતમાનું તે પણ સમજી જવા વિષે.
૩૦૬ પ્રેમીએ કહ્યું, મેં કર્યું, તેનો ગુન્હો ન ગણ કે હું જોઈ શકું કે તું નફ્ફટ છો કે સુશીલ કસોટી સ્ત્રી છો.
૩૦૭ જો કે હું તે કસોટી વગર પણ જાણતો હતો (છતાં) સાંભળવું જોવા બરાબર કેમ બને !!
૩૦૮ તું સૂર્ય (જેવી) છો. તારૂં નામ પ્રખ્યાત છે અને બધાને જાણીતું છે. મેં કસોટી કરી તેથી નુકશાન શું થયું ?
૩૦૯ તું હું જ છો, હું દરરોજ મારી ખુદની નફા નુકશાનીમાં કસોટી કરૂં છું.
૩૧૫ જો હું માનવંતના રસ્તાનો લુંટારો બન્યો હોઉં તો, ઓ ચંદ્રમા, હું તલવાર અને એક કફન સાથે હાજર થયો છું,
૩૧૬ તારા પોતાના જ હાથ સિવાય મારા પગ અને માથું કાપતી નહિ. કારણ કે હું આ હાથનો છું, બીજા હાથનો નહિ.
૩૧૭ તું ફરીવાર જુદાઈની વાત કરે છે, તને જેમ ગમે તેમ કર, પણ આમ (જુદાઈની વાત) ન કર.
૩૧૮ વિવરણનો રસ્તો હવે ખુલ્લો થયો છે (પણ) બોલવું અશકય છે, જ્યારે કે (અત્યારે) વખત નથી;
૩૧૯ આપણે છીલટાં (જાહેર)નું બોલ્યા છીએ. પણ ગર્ભ (આંતરિક અર્થ) દટાએલ છે, જો આપણે (જીવતા) હોઈશું તો અત્યારે છે તેમ તે (ગુપ્ત) નહિ રહે.
પ્રિયતમાએ પ્રેમીના બહાનાનો અસ્વીકાર કર્યો અને તેનો પ્રપંચ તેનામાં જ ઘસ્યો.
૩૨૦ પ્રિયતમાએ પોતાનો જવાબ આપવા હોઠો ખોલ્યા, કહીને, “મારી દિશાએ તે દિવસ છે (અને) તારી દિશાએ તે રાત્રી છે,
૩૨૧ તેઓ કે જેઓ (ખુલ્લી રીતે સત્ય) જુએ છે. તેઓની આગળ વિસંવાદમાં અંધારૂં હટાવવા શા માટે આગળ આવે છે?
૩૨૨ મને તારા દિલમાંના બધા ઢોંગ અને ઢાંક પિછોડાઓ ચોકખા દિવસની માફક દેખાય છે.
૩૨૪ તારા પોતા પાસેથી શીખ કારણ કે હ. આદમ (અ. સ.) પાપની પળે ખુશીની સાથે નીચે પરસાળમાં આવ્યા,
૩૨૫ જ્યારે તેમણે પેલો ગુપ્તતાનો જાણનાર જોયો, ત્યારે તેઓ પોતાના પગ ઉપર માફી માગવા ઉભા થઈ ગયા.
૩૨૬ તેમણે પોતાને પશ્ચાતાપની રાખ ઉપર બેસાડયા. નકામી માથાઝીંકની એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર તેઓ કુદયા નહિ.
૩૨૭ તેઓએ આટલું જ કહ્યું, “ઓ માલિક, ખરેખર અમોએ ખોટું કર્યું છે”
૩૪૫ જો ઘઉં ભાંગ્યો છે અને (ચક્કીમાં) પીસાયો છે, તો તે ભઠીયારાની દુકાનમાં દેખાયો. કહે છે, જુઓ એક સંપૂર્ણ રોટલો.
૩૪૬ ઓ પ્રેમી, તું પણ જ્યારે કે તારું પાપ દેખીતું બન્યું છે, ત્યારે પાણી અને તેલ છોડી જા. અને ભાંગેલો બન.
એક જ્યુનું હ. મૌલા મુર્તુઝાઅલી (અ.સ.)ને કહેવું, “યા અલી, જો તમોને ખુદાના રક્ષણમાં વિશ્વાસ હોય તો આ ઉંચા મકાનના ઉપલા મથાળેથી પોતાને ફેંકો, અને અમીરૂલ મોઅમીનીને તેને જવાબ દેવો.
૩૫૩ એક દિવસ એક દુરાગ્રહી માણસ કે જે ખુદાને અપાતા માનથી અજ્ઞાન હતો, તેણે હ. મૌલા મુર્તુઝાઅલીને કહ્યું.
૩૫૪ “ઓ બુદ્ધિશાળી યુવાન, તમો ખુદાના રક્ષણના અંતઃકરણવાળા (છો), તો ખૂબજ ઊંચી અગાસી કે મંડપની છત ઉપરથી (કુદકો મારો).”
૩૫૫ તેમણે (મુર્તઝીઅલીએ) જવાબ આપ્યો, “હા, (તેઓજ) મારા બચપણ અને જન્મના વખતથી મારી હસ્તિ જાળવી રાખનાર શક્તિમાન રક્ષણહાર છે."
૩૫૬ તેણે (જ્યુએ) કહ્યું, “આવો, છત ઉપરથી તમો નીચે કુદી પડો, (અને) ખુદાના રક્ષણમાં સંપૂર્ણ વિશ્વાસ મુકો.
૩૫૭ કે જેથી તમારો સંપૂર્ણ વિશ્વાસ અને તમારી સાબીત થએલી ભલી અટલ શ્રદ્ધા, મને પુરાવા લાયક બને.”
૩૫૮ પછી બાદશાહે તેને કહ્યું, “ચુપ રહે, ચાલ્યો જા, આ બડાઈના કારણે (રખેને) તારો આત્મા પ્યાદુ બને !
૩૫૯ (ખુદાના) બંદા માટે તે કેમ વ્યાજબી હોય કે ખુદા સાથે તેની કસોટી કરવાના પ્રયોગનું સાહસ કરે !
૩૬૦ ઓ ગાંડા મુર્ખ, (ખુદાના) બંદા પાસે તેવી શક્તિ ક્યાંથી હોય કે તેજસ્વિ પણે તેને કસોટીમાં મુકે?”
૩૬૧ તે (સત્તા) ખુદા એકલો જ ધરાવે છે, કે જે દરેક પળે પોતાના ચાકરો માટે કસોટી આગળ કરે છે.
૩૬૨ એટલા માટે કે તે આપણા બધાને ચોકખી રીતે બતાવે કે, આપણે ખાનગીમાં કેવી માન્યતાઓ ધરાવીએ છીએ.
૩૬૩ શું કદી હ. આદમ (અ. સ.)એ ખુદાને આમ કહ્યું હતું, “મેં આ પાપ અને ભુલ (આચરવામાં) તારી કસોટી કરી છે?”
૩૬૪ કે જેથી હું તારી દયાની છેલ્લી હદ જોઉં ?” અરે, ઓ બાદશાહ, આ (જોવાને) કોણ શક્તિશાળી છે? કોણ?
૩૬૬ તમે તેની કસોટી કેમ કરશો કે જેણે આકાશના ઘુમ્મટને ઉંચો ચડાવ્યો છે?
૩૬૭ ઓ તું કે જે ભલાઈ બુરાઈ જાણતો નથી. (પહેલા) તારી પોતાની કસોટી કર અને પછી બીજાની (કર).
૩૭૪ 'મુરશીદે કામીલ' (ઈમામે મુબી) કે જે રૂહાની રાહબર અને દોરવણી આપનાર છે તેની જો એક નવ શિખાઉ કસોટી કરે તો તે ગધેડો છે.
૩૮૦ જાણ કે તેની કસોટી કરવી એ તેના ઉપર સત્તા ચલાવવા જેમ છે. આવા (રૂહાની) બાદશાહ ઉપર સત્તા ધરાવવાનું શોધતો નહિ.
૩૮૫ જ્યારે તમો આવો આવેગ અનુભવો, કે તુર્તા તુર્ત ખુદા તરફ ફરો અને સિજદામાં પડી જાઓ.
(ઈબ્રાહીમના દીકરા) હ. અદમનું દેશાટન અને ખુરાસાનની બાદશાહી છોડી દેવાનું કારણ.
૭૨૬ (ઈબ્રાહીમના દીકરા) અદમની માફક (આ દુનિયાની) બાદશાહીના જલ્દીથી ભાંગીને ભુક્કા કર, કે જેથી તેની માફક તું અનંતકાળની જિંદગીની બાદશાહી મેળવે.
૭ર૭ તે બાદશાહ રાત્રીના પોતાના ‘રાજ્યાસન' ઉપર સુતો હતો, (જ્યારે) (મહેલના) છાપરા ઉપર ચોકીદારો ફરજ બજાવતા હતા.
૮૨૯ ભલા નામવાળો પેલો માણસ એક રાજ્યાસન પર આડે પડખે સુતેલ, રાત્રિના છાપરા ઉપરથી ધમધમ અવાજ સાથે તીણી ચીસોનો અવાજ સાંભળ્યો.
૮૩૦ (તેણે) મહેલની છત ઉપર જોરથી પગલાં પડવાનો અવાજ (સાંભળ્યો). અને પોતાના મનમાં કહ્યું, “આમ કરવાની કાણે હિંમત કરી?”
૮૩૧ તેણે મહેલની બારીમાંથી બુમ પાડી, “તે કોણ છે? આ એક માણસ નથી. બનવા જોગ છે કે તે જીન્ન હોય.”
૮૩૨ એક અદભુત ટોળાએ (છાપરામાંથી) નીચે પોતાના માથા નમાવ્યાં. (કહીને), અમે ચોત૨ફ તપાસણીના કાર્ય અંગે રાત્રિના જઈએ છીએ.”
૮૩૩ અરે, તે શું છે ? તેઓએ જવાબ આપ્યો. “ઊંટો” તેણે કહ્યું, “ સાવચેત રહેજે ! ઉંટને છાપરા પર કદી કોઈએ શોધ્યો છે !”
૮૩૪ પછી તેઓએ તેને કહ્યું, “તું રાજ્યના તખ્ત પર બેસી ખુદાને કેમ શોધે છે?”
૮૩૫ આટલું બસ હતું, કોઈએ તેને ફરીવાર કદી ન જોયો. તે માણસની દ્રષ્ટિમાંથી જીન્નની માફક અદ્રષ્ય થયો.
૮૩૬ તેની વાસ્તવિકતા સંતાએલ હતી. જો કે તે લોકોની હાજરીમાં જ હતો. (દરવિશની) દાઢી અને જબ્બા સિવાય લોકો બીજું શું જોઈ શકે ?
૮૩૭ જ્યારે તે પોતાના ખુદની અને લોકોની આંખોમાંથી દુર (અદ્રષ્ય ) બન્યો, ત્યારે “અંકા”ની માફક દુનિયામાં પ્રખ્યાત બન્યો.
૮૩૮ જ્યારે જ્યારે કોઈપણ (રૂહાની) પંખીનો આત્મા 'કાફ' પર્વત ઉપર આવ્યો છે, ત્યારે આખી દુનિયા તેના કારણે ગર્વ અનુભવે છે.
યા અલી મદદ