Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૯

વાર્તા - ૯

0:000:00

૩૨૬૧ કોઈએ પૂછયું, સુફીઝમ શું છે? તેણે (રૂહાની રાહબરે) કહ્યું, “દુઃખ આવતી વખતે દિલમાં આનંદ અનુભવવો.”

૩૨૬૨ તેની સજા મહાન ગુણોવાળા મહાન (નબી સાહેબ) પાસેથી ગરૂડ બુટ ઉપાડી ગયું, તેની માફક તેની સજાને ગણજો.

૩૨૬૩ કે તે સરપના કરડવામાંથી તેમનો પગ બચાવે, અરે જે ગંદકી વગરની સમજણ (ધરાવે છે) તે સુખી છે.

૩૨૬૪ તેણે (ખુદાએ) કહ્યું છે, “તારાથી ચાલ્યું જાય તેનાથી દિલગીરી ન કરતો. જો વરૂ આવે અને તમારા ઘેટાનો નાશ કરે.”

૩૨૬૫ કારણ કે તે (ખુદાએ મોકલાવેલ) દુઃખ, મોટા દુઃખથી તને દુર રાખશે અને પેલી નુકશાની મોટી નુકશાની અટકાવશે.

અમુક માણસની હ. મુસા (અ.સ.) પાસે પશુઓ અને પંખીની (ભાષા શીખવવાની) માગણી કરવી.

૩૨૬૬ એક યુવાન માણસે હ. મુસા (અ.સ.)ને કહ્યું: મને જનાવરોની ભાષા શીખવો.

૩૨૬૭ તેથી બનવા જોગ છે કે જનાવરો અને જંગલી પ્રાણીઓના અવાજથી મારા દીન સબંધી હું બોધપાઠ મેળવું.

૩૨૬૮ જ્યારે કે આદમના પુત્રોની ભાષા સંપૂર્ણ રીતે માત્ર પાણી અને રોટલો અને પ્રખ્યાતી મેળવવાની જ ખાતર (હોય છે).

૩૨૬૯ તે બનવા જોગ છે કે જનાવરોને એક જુદી જાતની કાળજી હોય, (ખાસ કરીને ) કે (આ દુનિયામાંથી વિદાય)ની ઘડીનો વિચાર કરવો.”

૩૨૭૦ હ. મુસા (અ.સ.) એ કહ્યું, “ચાલ્યો જા. આ વૃથા ઉમેદ છોડી દે. કારણ કે આ વૃથા (ઉમેદ)ની આગળ અને પાછળ ઘણોજ, (ભય ) પડ્યો હોય છે.

૩૨૭૧ (જે તને જોઈએ છે તે) ખુદા પાસેથી (રૂહાની) જાગૃતીનો પાઠ શોધ, નહિ કે ચોપડીઓ અને પાણી અને શબ્દો અને હોઠ.”

૩૨૭૨ હ. મુસા (અ.સ.)ના ઈન્કારના પરિણામે પેલા માણસની આતુરતા વધારે વૃધ્ધિ પામી. જ્યારે ઈન્કાર કરવામાં આવે છે. ત્યારે એક માણસ વધુ આતુર બને છે,

તેણે કહ્યું, “ઓ હ. મુસા, જ્યારે તમારા 'નૂર'નો પ્રકાશ ફેલાણો છે, ત્યારે દરેક ચીજની યોગ્ય કીંમત અંકાણી છે.

૩૨૭૪ ઓ ઉદારાત્મા, તારી બક્ષિશના માટે તે યોગ્ય નથી કે, આ મારી વસ્તુની ઉમેદમાં તું મને નિરાશ કરે.

૩૨૭૫ અત્યારે તું ખુદાનો પ્રતિનિધિ છે, (મારા માટે) તે હતાશા બનશે, જો તમે મને તેમાં રોકશો.

૩૨૭૬ હ. મુસા (અ. સ.) એ કહ્યું: ઓ માલિક, ખરેખર પત્થર દિલ (શ્રાપિત) સેતાન આ ભલા માણસ ઉપર સવાર થયો છે.

૩૨૭૭ જો હું તેને શીખવીશ તો તે તેને નુકશાનકર્તા થશે. અને જો હું તેને નથી શીખવતો તો તે હલકા દીલનો બનશે.

૩૨૭૮ તેણે (ખુદાએ) કહ્યું, “ઓ મુસા, તેને શીખવ, કારણ કે અમે માયાળુપણામાં કોઈની પણ દુઆ કદી નામંજુર કરતા નથી.”

૩૨૭૯ તેણે મુસા (અ.સ.)એ કહ્યું, “ઓ માલિક, તેને પશ્ચાતાપ કરવો પડશે અને તે પોતાનો હાથ કરડશે અને તેનાં કપડાં ફાડશે.”

મહાન કિર્તિવંત ખુદાની હ. મુસા (અ. સ.) ની ઉપર વહી આવી કે, તેમણે પેલાએ કરેલી માગણી અથવા તેનો ભાગ શીખવવો.

૩૨૮૬ ખુદાએ કહ્યું, “તું તેની માગણી પૂરી કર. (ભલું બૂરૂં) પસંદ કરવાનું તેની ઉપર મૂકી દે.”

૩૨૮૭ પસંદગી એ ભાવિકતાનું ઉત્કૃષ્ટ તત્ત્વ છે, નહિતર (પાત્રતા બને નહિ). આ આકાશી ગ્રહ મરજી વિરૂદ્ધ ચકરાવો લ્યે છે.

પેલા શોધનારે પાળેલા પંખી અને કુતરાની ભાષા શીખવા તૈયાર થવું અને હ. મુસા (અ.સ.) પેલી અરજને અનુસર્યા

૩૩૦૩ તેણે કહ્યું, કોઈ પણ ભોગે એક કુતરો કે જે મારા દરવાજે છે, અને એક પાળેલ પંખી (કુકડો) કે જેને પાંખો છે, તેની ભાષા મને શીખવો.

૩૩૦૪ હ. મુસા (અ. સ.) એ કહ્યું, સાંભળ, તું સૌથી સારૂં જાણે છે, જા. તે આવી પહોંચેલ છે. આ બન્નેની ભાષા તને દેખાતી (સમજાતી) બનશે.

૩૩૦૫ તે પરિક્ષા કરવાની ખાતર સવારમાં એક જગ્યાએ રાહ જોતો ઉભો.

૩૩૦૬ દાસીએ મેજનું પાથરણું ફંફાર્યું અને રાત્રીના જમણમાંથી બાકી રહેલો રોટલાનો એક ટુકડો નીચે પડયો.

૩૩૦૭ કુકડાએ દોડી તેને ઝડપી લીધો. કુતરાએ કહ્યું, તેં મને અન્યાય કર્યો છે, ચાલ્યો જા.

૩૩૦૮ તું અનાજના દાણા ખાઈ શકે છે. જ્યારે હું મારા પેટમાં દાણા ખાવા અશક્ત છું.

૩૩૦૯ તું બાજરી અને જવ અને બાકીના દાણાઓ ખાઈ શકે છે. ઓ આનંદી, જ્યારે હું (તેમ) કરી શકતો નથી.

૩૩૧૦ આ રોટલાનો ટુકડો કે જે અમારા ભાગનો છે, તે આના જેવો થોડો ખોરાક કુતરા પાસેથી ઉપાડી જાય છે!

કુકડાનો કુતરાને જવાબ દેવો.

૩૩૧૧ પછી કુકુડાએ તેને કહ્યું, “ચૂપ રહે, દિલગીર ન થા. આના બદલે બીજું કંઈ ખુદા તને આપશે.

૩૩૧૨ આ શેઠનો ઘોડો મરી જવાનો છે, આવતી કાલે પેટ ભરીને ખાજે. દિલગીર ન થા."

૩૩૧૩ ઘોડાનું મોત એ કુતરાઓની ઉજાણીનો દિવસ બનશે. પુષ્કળ ખોરાક, સખત મહેનત કર્યા વગર મળશે.

૩૩૧૪ જ્યારે માણસે (આ વાણી) સાંભળી, તેણે ઘોડાને વેચી નાખ્યો, પેલો કુકડો કુતરાની આંખમાં હલકો પડયો હતો.

૩૩૧૫ બીજા દિવસે (પછી આગલા દિવસની રીતે) કુકડો રોટલાનો ટુકડો ઉપાડી ગયો. અને કુતરાએ તેના તરફ પોતાના હોઠ ઉઘાડયા.

૩૩૧૬ કહે, “ઓ છેતરપીંડી કરનાર કુકડા, તું આવા જુઠાણાં ક્યાં સુધી કરીશ ? તું બૂરો અને ખોટો અને પ્રતિષ્ઠા વગરનો છે.

૩૩૧૭ તારા કહેવા મુજબ ઘોડો મરી જશે તો તે ક્યાં છે? તું એક આંધળા જેવો છે, ગ્રહો કહે છે અને તું સત્યથી વંચિત છે.”

૩૩૧૮ પેલા જાણતા કુકડાએ તેને કહ્યું, “તેનો ઘોડો બીજી જગ્યાએ મરી ગયો છે.”

૩૩૧૯ તેણે ઘોડો વેચી નાખ્યો અને નુકસાનીમાંથી બચી ગયો, તેણે નુકસાની બીજાઓ ઉપર ઉતારી.

૩૩૨૦ પણ આવતી કાલે તેનું ખચ્ચર મરી જશે, કુતરાઓને માટે તે ખુશનશીબ બનશે. (તેથી હવે વધુ) કાંઈ ન કહેતો.

૩૩૨૧ પેલા લોભિષ્ઠ માણસે તુર્ત નુકશાનીમાંથી મુક્તિ મેળવી. ખચ્ચર વેચી નાખ્યું, અને તે જ પળે પીડા અને નુકશાનીમાંથી મુક્તિ મેળવી.

૩૩૨૨ ત્રીજા દિવસે કુતરાએ કુકડાને: “કહ્યું, તારા ઢોર તાંસા અને પડઘમો, ઓ જુઠાણાના સરદાર.”

૩૩૨૩ તેણે (કુકડાએ) કહ્યું, તેણે ખચ્ચરને ઉતાવળમાં વેચી નાખ્યું છે. (પણ) તેણે કહ્યું, “આવતી કાલે તેનો ગુલામ નીચે અફળાવાનો છે.”

૩૩૨૪ અને જ્યારે તેનો ગુલામ મરી જશે, તેનો નજીકનો સગો કુતરાઓ અને ભિખારીઓ ઉપર રોટલાના ટુકડાઓ વેરશે.”

૩૩૨૫ તેણે (શેઠે) આ સાંભળ્યું, અને તેના ગુલામને વેચી નાખ્યો, તે નુકશાનીમાંથી બચાવાયો હતો, અને તેનો ચહેરો (આ અંગે) ખુશીથી ચમકી ઉઠયો.

૩૩૨૬ તે આભાર માનતો હતો અને ખુશી થતો (કહેતો હતો) દુનિયામાંથી હું ત્રણ સંકટોમાંથી બચાવાયો.

૩૩૨૭ જ્યારે કે હું કુકડો અને કુતરાની ભાષા શીખ્યો ત્યારે મેં ખરાબ ભાવિની આંખ મસળી છે.

૩૩૨૮ બીજા દિવસે નિરાશ કુતરાએ કહ્યું, “ઓ બાલિશ વાતો કરનાર કુકડા, (તેં વચન આપેલી) ચીજો ક્યાં છે?”

પેલાં ત્રણ વચનોમાં ખોટા બનવા અંગે કુકડાનું કુતરા આગળ ભોઠા ૫ડવું.

૩૩૨૯ “ક્યાં સુધી આજીજી, ક્યાં સુધી તમારૂં જુઠાણું અને ઢોંગ (ચાલુ રહેશે)? ખરેખર, તારા માળામાંથી જુઠાણા સિવાય બીજું કંઈ ઉડતું નથી.”

૩૩૩૧ (કૂકડાએ જવાબ આપ્યો) અમે કુકડાઓ, બાંગ પોકારનારાઓની માફક પવિત્ર છીએ, અમો સૂર્યના નિરીક્ષક છીએ. તેમજ (સાચા) વખતના શોધકો છીએ.

૩૩૩૭ તે માત્ર (રૂહાનીયત) કુકડો છે, દૈવી વહીનો આત્મા કે જે પાપથી રક્ષાએલો છે, ભુલથી ચોકખો છે.

૩૩૩૮ તેનો (શેઠનો) ગુલામ, ખરીદ કરનારના ઘરે મરી ગયો છે, તેનું નુકશાન પુરેપુરૂં ખરીદનારને છે.

૩૩૩૯ તેણે પોતાનો પૈસો બચાવ્યો, પણ તેણે પોતે પોતાનું લોહી વહેવડાવ્યું, આ સારી રીતે સમજી લે.

૩૩૪૦ એક નુકશાને બીજાં ઘણાં નુકશાનો અટકાવ્યા હોત, આપણાં શરીરો અને પૈસા આપણા આત્માની મુક્તિ માટે દંડ છે.

૩૩૪૧ જ્યારે બાદશાહોની હજુરમાં (તેઓને) દેવાતી સજા (ની બાબતમાં) તમે પૈસો રજુ કરશો, ત્યારે તમારૂં માથું (જીંદગી) ખરીદશો.

૩૩૪૨ તો પછી તું કેવી રીતે (દૈવી ભાવીની બાબતમાં) અધમ જેવો બને ? કયામતના દિવસના ઈન્સાફ કરનારથી તારા પૈસાને પકડી રાખનાર (કેમ બન્યો )?

શેઠના મરણની કુકડાએ આગાહી કરવી.

૩૩૪૩ ૫ણ આવતી કાલે શેઠ ચોક્કસ મરી જશે, તેનો વારસ તેના માટેના શોક કરવા અંગે એક ગાય કુરબાન કરશે.

૩૩૪૪ આ ઘર ધણી ચોક્કસ મરશે (અને આ દુનિયાથી) છુટો પડશે, અને, આવતી કાલે મોટા પ્રમાણમાં તને ખોરાક મળશે.

૩૩૪૫ ઊંચા અને નીચાને રોટલાના ટુકડા અને મિષ્ઠાનના કોળીયા અને માંસનું ભોજન ચકલાની વચ્ચે મળશે.

૩૩૪૬ કુરબાનીની ગાયનું (માંસ) અને પાતળા રોટલાના ટુકડાઓ, કુતરાઓ અને ભીખારીઓ ઉપર વેરવામાં આવશે.

૩૩૪૭ ઘોડાનું મરણ અને ખચ્ચરનું મરણ અને ગુલામનું મરણ, આ મુર્ખ ભ્રામક માણસના નશીબની આજુબાજુ ચકરાવો લાવેલ છે.

૩૩૪૮ તે તેથી દોલતની નુકશાની અને દિલગીરીથી ભાગી છૂટયો, તેણે પોતાની દોલત વધારી અને તેનું પોતાનું લોહી વહેવડાવ્યું.

૩૩૪૯ આ દરવેશોનાં આત્મ સંયમો શા હેતુઓ માટે છે? (કારણ) કે પેલું દુઃખ જે કાયા ઉપર (પડયું છે) તે આત્માઓની અમર જિંદગી ઉપરની અસરમાં છે.

૩૩૫૦ જ્યાં સુધી કે એક (દરવેશી) મુસાફર, તેના ખુદ માટે અમર જિંદગી મેળવતો નથી, ત્યાં સુધી કે તે તેની કાયાને એક બિમાર અને નાશ પામતી (ચીજ) બનાવતો નથી.

૩૩૫૧ તે પોતાનો હાથ પરોપકારી અને બંદગીના કાર્યોથી કેમ હટાવશે? ત્યાં સુધી કે તે જે આપે છે, તેની બદલીમાં તે પોતાની (મુક્તિ ) જુએ છે.

જ્યારે તેણે પોતાના મોતની જાહેરાત સાંભળી ત્યારે પેલા શખ્સનું હ. મુસા (અ.સ.) પાસે રક્ષણ માટે દોડી જવું.

૩૩૬૭ જ્યારે તેણે આ વાતો સાંભળી, તેણે સખત ગભરાટમાં દોડવું શરૂ કર્યું. તે હ. મુસા (અ.સ.) કે જેની સાથે ખુદા વાત કરતા તેમના દરવાજે દોડ્યો.

૩૩૬૮ તે બીકમાં પોતાના ચહેરા ઉપર માટી ઘસતો હતો, કહે ઓ કાલીમ, મને આવા નસીબમાંથી છોડાવો.

૩૩૬૯ તેમણે (હ. મુસા અ.સ.) એ કહ્યું, જા, ખુદને વેચી નાખ અને ભાગી છુટ. જ્યારે કે તું આમાં હુશીયાર બન્યો છો, ત્યારે (મોતની) ખીણમાંથી કુદકો માર.

૩૩૭૦ તું સાચા ઈમાનદારો ઉપર નુકશાની રેડી દે છે. તારી પાકીટો અને કાચી રસીદો બેવડી બનાવવા.

૩૩૭૧ હું આ ભાવિ ઇંટમાં જોઉં છું, કે જે તને (માત્ર) અરીસામાં જ દ્રષ્યમાન થાય છે.

૩૩૭૨ સમજુ માણસ શરૂઆતમાં જ પોતાના દિલમાં (છેવટનું પરિણામ) અંત જુએ છે, જે જ્ઞાનથી વંચિત છે તેજ માત્ર તે છેવટમાં જુએ છે.

૩૩૭૩ ફરી એક વાર તે (કમનશીબે) આક્રંદ કર્યું. કહીને, ઓ તું કે જેમાં ઉત્તમ ગુણો છે, મારા માથા ઉપર ફટકાર નહિ. (મારા પાપ) મારા માથા ઉપર બસ છે.

૩૩૭૪ તે (પાપ) મારામાંથી બહાર આવ્યું. કારણ કે હું તેને લાયક ન હતો, તમે મારા અયોગ્ય કાર્યોને ભલાઈમાં બદલી નાખો.

૩૩૭૫ તેમણે (હ. મુસા અ.સ.) એ કહ્યું, “મારા બચ્ચા, (તીરંદાજના) અંગુઠામાંથી એક તીર છુટી ગયા પછી એ કાયદો નથી કે, મોકલનાર તરફ પાછું આવે!”

૩૩૭૬ પરંતુ તારો છેલ્લો દમ (દુનિયા છોડતી વખતે) ઈમાનની સલામતીમાં નીકળે, તેવી હું ખુદા પાસે ભલી દુઃઆ માંગીશ.

૪૩૭૭ જ્યારે કે તું તારૂં ઈમાન સલામત લઈને ગયો, ત્યારે તું જીવંત જ છે. જો તું ઈમાન સાથે જઈશ, તો તું હંમેશ માટે હૈયાત છે.

૩૩૭૮ તે જ પળે શેઠ ઘેરી વિટંબણામાં ઘેરાઈ ગયો. તેનું દિલ એવું ધડકયું કે અમે તેને માટે (પાણીનું) કુંડુ લાવ્યા.

હ. મુસા (અ.સ.)ની પેલા શખ્સ માટે પ્રાર્થના કરવી કે જેથી તે આ દુનિયામાંથી ઈમાનદારીમાં રવાના થાય.

૩૩૮૩ વહેલી સવારે હ. મુસા ( અ. સ.) એ ભજનો શરૂ કર્યા. “ઓ ખુદા, તેનું ઈમાન લઈ ન લેતો. તે (ઇમાન) ઉપાડી ન જતો !!

૩૩૮૪ (ઓ ખુદા, ઓ બાદશાહ) બાદશાહી રસમે તેના તરફ વર્તજે, તેને માફ કરજે.

હ. મુસા (અ.સ.)ની દુઆનો મહાન કિર્તિવંત ખુદાએ સહાનુભૂતિ ભર્યો જવાબ આપ્યો.

૩૩૯૦ તેણે (ખુદાએ) કહ્યું, “હા, મેં તેના ઉપર ઈમાનની નવાજીશ કરી છે, અને જો તું ઈચ્છે તો હું એજ પળે તેને ફરીવાર સજીવન કરૂં.

૩૩૯૨ હ. મુસા (અ.સ.) એ અરજ કરી, “આ દુનિયા મૃત્યુની છે, પેલી બીજી દુનિયામાં તેને સજીવન કરો કારણ કે તે જગ્યા ભવ્ય છે.

૩૩૯૫ (મેં આ વાત જણાવી છે) કે તમે જાણો કે કાયા અને દોલતની નુકશાની એ આત્માનો નફો છે, અને તે કેદમાંથી મુક્તિ અપાવે છે.

તેથી તારા ખરા દિલથી (દરવેશી) નિયમસર વર્તનનો ખરીદ કરનાર બન. તેથી (તમે) તમારો આત્મા બચાવશો, જ્યારે કે તારૂં શરીર “(ખુદાઈ નૂર)”ની ખિદમતમાં અર્પણ કરી દીધું હશે.

યા અલી મદદ