Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૧૦

વાર્તા - ૧૦

0:000:00

હ. હમ્ઝાનું બખ્તર વગર લડાઈમાં આવવા વિષે.

૩૪૧૯ જ્યારે જ્યારે હ. હમ્ઝા લડાઈની હરોળમાં લડવા જતા, ત્યારે તેઓ જિંદગીના છેવટ સુધી એક બેખુદની માફક બખ્તર વગર ધસી જતા.

૩૪૨૦ નગ્ન શરીર અને ખુલ્લી છાતીએ આગળ વધતા, તલવારોથી સજજ થએલી હરોળમાં તેઓ પોતાને ફંગોળતા.

૩૪૨૧ લોકોએ તેઓને પૂછ્યું, ઓ પયગમ્બર સાહેબના કાકા, ઓ હરોળને તોડવાવાળા સિંહ, વિજયના બાદશાહ,

૩૪૨૨ શું તમોએ હ. પયગમ્બર સાહેબના સંદેશા (પવિત્ર કુરાનમાં) વાંચ્યું નથી ? “તમો પોતાને પોતાના હાથે નાશમાં ફેંકો નહિ.”

૩૪૨૩ ત્યારે તમે પોતે લડાઈના મેદાનમાં પોતાને શા માટે આમ નાશમાં ફેંકો છો?

૩૪૨૪ જ્યારે તમો યુવાન હતા અને શરીરે સશક્ત, તંદુરસ્ત હતા. ત્યારે તમે બખ્તર વગર કદી પણ લડાઈની હરોળમાં જતા ન હતા.

૩૪૨૫ હવે જ્યારે તમો વૃદ્ધ, અશક્ત અને વળેલા બન્યા છો, ત્યારે તમે બેપરવાઈના પડદાઓના (દરવાજાને) ખખડાવો છો.

૩૪૨૬ અને તમે તલવાર કે ભાલાની કાંઈપણ પરવા કર્યા વગર ઘૂસો છો અને લડો છો. અને (પોતાની) પરિક્ષા કરો છો.

૩૪૨૭ તલવારને બુઢા માટે કાંઈ માન હોતું નથી. તલવાર અને તીર કેવી રીતે શરમ રાખે?

૩૪૨૮ આવી રીતે અજ્ઞાન સહાનુભૂતિવાળાઓ ચોખાઈપુર્વક સલાહ આપતા હતા. હ. હમ્ઝાનો લોકોને જવાબ આપવો.

૩૪૨૯ હ. હમ્ઝાએ કહ્યું, કે જ્યારે હું યુવાન હતો ત્યારે મૃત્યુને આ દુનિયાથી વિદાયગીરી સમજતો હતો.

૩૪૩૧ પણ હવે હું ‘મોહમ્મદના નુર' થકી આ શહેર (દુનિયા) કે જે વહી જનાર છે, તેના તાબામાં નથી.

૩૪૩૨ હું ઇંદ્રિયોના જ્ઞાનથી પર એવી (દૈવી) શહેનશાહની ‘ખુદાઈ નૂર'ના લશ્કરથી છવાએલ છાવણી જોઉં છું.

૩૪૩૪ પેલા કે જેની આંખમાં મોત એ નાશ છે, તે “(તમો પોતાને નાશમાં નાખો નહિ)” આ ખુદાઈ હુકમને પકડે છે,

૩૪૩૫ અને પેલા કે જેઓને મૃત્યુ એ (રહેમતનો) દરવાજો ઉઘાડનાર છે. તેને માટે (કુરાનની) શીખામણ “તમો કે જેઓ એક બીજાથી ઉતાવળ કરો છો."

૩૪૩૭ ઓ તું કે (દૈવી) બક્ષિશને અંતરમાં ઉતારે છે, કહે, “ભલે આવ્યા” આનંદ કરો;

૩૪૪૧ તારામાંથી ઉઠતી મોતની બીક એ હકીકતમાં તારી પોતાની જ બીક છે, ઓ વહાલા આત્મા, (આ) ચેતવણી સાંભળ.

૩૪૫૭ જ્યારે એક માણસ (બંદગી કરતો) સિજદામાં અગર રૂકુમાં છે, પેલી પારની દુનિયામાં તેનો સિજદો તેનું સ્વર્ગ બન્યું.

૩૪૫૮ જ્યારે તેના મુખમાંથી ખુદાના વખાણ બહાર પડ્યા “પરોઢિયાનો માલિક તેને સ્વર્ગનું પંખી સર્જે છે.”

૩૪૬૨ બંદગીની ખુશી એ મધની નદી બની, (રૂહાની) અત્યાનંદ નિહાળ, અને મદિરાની સરીતા (શરાબની નદી) માફક આતુરતા (નિહાળ).

૩૪૮૫ 'નૂર'ને પાણી હોવાનું અનુમાન કર, પાણીની અંદર માર્ગ કર, જ્યારે તમે પાણી મેળવ્યું, અગ્નિથી બળનારો ન બન.

૩૪૦૪ ત્યાં સુધી કે એક રાત્રીએ એક બગીચો, અનંત કાળનો, લીલોછમ, આલ્હાદજનક અને ખુશનુમા (સ્વપ્નામાં) બતાવવામાં આવ્યો.

૩૪૦૫ મેં બિનશરતી બક્ષીશને બગીચા તરીકે ઓળખાવી છે. જ્યારે કે તે (ખુદા) બધી બક્ષીશોનું મુળ છે, અને બધા બગીચાના સભાસ્થાનની જગ્યા છે.

૩૪૦૬ નહિતર (તે છે કે) જેને કોઈ આંખે જોએલ નથી, આ જગ્યા શાના માટે છે? તેને બગીચો (કહેવો યોગ્ય) છે. ખુદાએ અદ્રષ્ય “નૂર” કહીને બોલાવેલ છે “એક બતી."

વેપાર અંગે ખરીદ વેચાણમાં છેતરાઈ જવામાંથી પોતાને બચાવવાના મુદ્દાઓ.

૩૪૯૪ એક અમુક દોસ્તે હ. પયગમ્બર સાહેબને કહ્યું, “હું હંમેશાં વેપારમાં છેતરાઈ જાઉં છું."

૩૪૯૫ દરેક કે જે વેચે છે અને ખરીદે છે, તેના ઢોંગ જાદુ જેવા છે, અને મને રસ્તા ઉપરથી ઉતારી મુકે છે.

૩૪૯૬ તેમણે (નબી સાહેબે) કહ્યું, ‘જ્યારે તમને વેપારની લેતી દેતીમાં છેતરાવાના બનવાવાળા હો, ત્યારે (તેમાં) ત્રણ દિવસની પસંદગી કરવાની સરત રાખો.'

૩૪૯૭ કારણ કે ઉડું મનન એ ખાત્રીપુર્વક ખુદાની દયામાંથી છે, તારી ઉતાવળ એ શ્રાપીત સેતાનમાંથી છે.

૩૪૯૮ ઓ કાળજીવાળા, જ્યારે તમે રોટલાનો ટુકડો કુતરા તરફ ફેંકશો, (પહેલા) તે સુંઘે છે અને પછી તે ખાય છે.

૩૪૯૯ તે નાક વડે સુંઘે છે, આપણે જેઓ ડહાપણવાળા છીએ, તેઓએ સાચી સમજદારી પુર્વક તેને સુંઘવું જોઈએ.

૩૫૦૦ ખુદાએ ઊંડા મનનથી છ દિવસમાં, આ જમીન અને આસમાનો હસ્તિમાં આણ્યાં છે.

૩૫૦૧ નહિતર તે શક્તિમાન હતો, થા અને થાય છે, સો પૃથ્વીઓ અને આકાશો પેદા કરવા શક્તિમાન છે.

૩૫૦૨ તે ‘રાજવી’ થોડું થોડું કરીને ચાલીસ વર્ષે, માનવને પુરેપુરો આદમી બનાવે છે.

૩૫૦૩ છતાં તે એક પળ માત્રમાં, નિરાકારમાંથી પચાસ માણસોને ઉભા કરવા શક્તિમાન છે.

૩૫૦૪ હ. ઈસા (અ.સ.)ની એક દુઆ થકી કાંઈ પણ ઢીલ વગર મરેલા સજીવન થતા હતા.

૩૫૦૬ આ ઉંડુ મનન તમને શિખવવાના કારણે છે કે જેથી તમે કાંઈ પણ ઢીલ વગર (ખુદાને) આસ્તે આસ્તે શોધો.

૩૫૦૭ નાનું ઝરણું જે ચાલુ વહે છે, તે ગંદુ બનતું નથી અથવા દુર્ગંધ મારતું નથી.

૩૫૦૮ આ ઉંડા મનનથી આનંદ અને ખુશી ઉપજે છે. આ ઉંડુ મનન એક ઈંડુ છે, ખુશનશીબ એ પંખી જેવું છે.

૩૫૦૯ પંખી ઇંડાને મળતું કેમ હોય? ઓ હઠાગ્રહી, જો કે તે ઇંડામાંથી ઉત્પન્ન થયું છે.

૩૫૧૦ ઈંડાઓની માફક વાટ જો કે જ્યાં સુધી તારા સુવચન પંખીને જન્મ આપે!

૩૫૧૫ લોકો મારકીટમાં જુદા જુદા કામે એક સરખા જાય છે. (પણ) એક આનંદમાં છે, અને એક બીજો દિલગીર છે.

૩૫૧૬ મોતમાં પણ તેમજ છે, આપણે બધા એક સરખા જઈએ છીએ, (પણ), આપણામાં અર્ધા નુકશાનીવાળા છીએ અને (બીજા) અર્ધા શહેનશાહો જેવા (નશીબદાર છે).

હ. બિલાલનું આનંદમાં મરણ પામવું

૩૫૧૭ જ્યારે બિલાલ નબળાઈ અંગે નવા ચાંદ જેવા (પાતળા) બન્યા, તેમના ચહેરા ઉપર મૃત્યુનો રંગ છવાયો,

૩૫૧૮ તેમની ઘરવાળીએ તેમને (આવી હાલતમાં) જોયા, બુમ પાડી ઉઠી, અરે અફસોસ! પછી હ. બિલાલે તેણીને કહ્યું, નહિ, (કહે) અરે, ખુશીયાલી !

૩૫૧૯ હું અત્યાર સુધી જીવન અંગે દિલગીરીમાં હતો. મૃત્યુ કેવું આનંદમય અને (હકીકતમાં) કેવું છે. તે તું કેવી રીતે જાણે?

૩૫૨૦ તેઓ આમ કહેતા હતા, અને કહેવાની પળે તેમના ચહેરામાં જુઈ, ગુલાબ અને રાતા પુષ્પોની માફક ચહેરો ચમકતો હતો.

૩૫૨૧ તેમના શબ્દોની (સચ્ચાઈ), તેમના ચહેરાનો આનંદ અને તેમની ખુશી ભરેલી આંખો આપતી હતી.

૩૫ર૭ તેમની (હ. બિલાલની) ઘરવાળીએ કહ્યું, “ઓ ભલા ગુણવાળા, આ જુદા પડવાનો વખત છે. તેમણે કહ્યું, 'નહિ નહિ' તે મિલાપનો વખત છે, (ખુદા સાથે) મિલાપનો.

૩૫૨૮ ઘરવાળીએ કહ્યું, “આજ રાત્રે તમે અજાણી દુનિયામાં જશો ! તમે તમારા સગા વહાલાં અને કુટુંબથી ગેરહાજર બનશો.”

૩૫૨૯ તેમણે જવાબ આપ્યો, “નહિ, નહિ, તેથી ઉલટુંજ, હકીકતમાં અજાણી દુનિયામાંથી મારો આત્મા મારા ઘરે આવે છે.”

૩૫૩૦ તેણીએ કહ્યું, “અમે તમારો ચહેરો ક્યાં જોશું?” તેમણે જવાબ આપ્યો, “ખુદાના પસંદ કરાએલાઓની વચ્ચે.”

૨૫૩૧ તારી બાજુમાં જ, તેના પસંદ કરાએલાના વર્તુળ વચ્ચે (જોઈશ), જો તું નીચે જોવાને બદલે ઉપર જોઈશ તો.

૩૫૩૨ પેદા કરાએલા માલિકના “નૂર” ના વર્તુળમાં. “નૂર” વર્તુળમાં ઝગમગે છે, બિઝોલ(હીરા) જેવું.

૩૫૩૩ તેણીએ કહ્યું, “અફસોસ, આ ઘરનો નાશ થયો છે.” તેમણે કહ્યું, “ચંદ્રમા તરફ જો, વાદળા તરફ જો નહિ.”

૩૫૩૪ તેણે તે નાશ કર્યું એટલા માટે કે તે તેને વધુ કુશાદે બનાવે, મારૂં કુટુંબ મોટું હતું અને ઘર (ઘણું) નાનું હતું.

શરીરના મૃત્યુ થકી નાશ કરવામાં (દૈવી) ડહાપણ વિષે.

૩૫૩૫ હું અગાઉ હ. આદમની માફક દિલગીરીમાં કેદ હતો, હવે પૂર્વ અને પશ્ચિમ મારા આત્માના વંશથી ભરાએલ છે,

૩૫૩૬ હું આ અંધારી કોટડીમાં ભિખારી હતો, (હવે) હું બાદશાહ બન્યો છું, બાદશાહ માટે મહેલની જરૂરત હોય છે.

૩૫૩૭ ખરેખર (રૂહાની) રાજાઓ માટે તેમાં આનંદ કરવાના મહેલો છે. તે કે જે (રૂહાની રીતે) મરેલો છે, તેને માટે રહેવા લાયક ઘર કબર છે.

૩૫૩૮ પયગમ્બરોને આ દુનિયા સાંકડી દેખાણી. બાદશાહોની માફક તેઓ અવકાશોની દુનિયામાં ગયા.

૩૫૩૯ (રૂહાની રીતે) મરેલાઓને આ દુનિયા ભવ્ય દેખાણી. તેનો બહારનો દેખાવ મોટો છે, પણ વાસ્તવિક રીતે તે સાંકડી છે.

૩૫૪૦ જો તે સાંકડી ન હોત તો શા માટે આ બધી કાગારોળ છે? શા માટે દરેક જણ જે વધુ જીવ્યો તે (દુઃખથી) બેવડ બન્યો?

'ફના' અને ‘બકા' ના દરવેશના સવાલ વિષે.

૩૬૬૯ બોલનારે કહ્યું, “ દુનિયામાં કોઈ દરવેશ નથી, અને જે દરવેશ હોય, તે દરવેશ (ખરી રીતે) હસ્તિમાં નહિવત છે.

૩૬૭૦ તે તેના સત્ત્વના અસ્તિત્વના અંગે હસ્તિ ધરાવે છે, (પણ) તેના ગુણધર્મો તેના (ખુદાના) ગુણધર્મોમાં વિલય થયા છે.

૩૬૭૧ એક મિણબત્તીની જવાળાની જેમ સુર્યની હાજરીમાં તે (ખરી રીતે) હસ્તિમાં નથી. (જો કે તે) પહેલાંની ગણત્રીમાં હસ્તિમાં છે.

૩૬૭૨ તેની (જ્વાળાનું) સત્ય હસ્તિમાં છે. તેથી જો તમો તેના ઉપર રૂ મુકશો તો, તે (રૂ) તેની જ્વાળાથી બળી જશે.

૩૬૭૩ (પણ) તે (ખરી રીતે) નહિવત છે, તે તમને પ્રકાશ આપતી નથી, સુર્યે તેને નહિવત કરી છે.

૩૬૭૪ જો તમે એક આૈંસ સુરકો, બસો મણ ખાંડ ઉપર ફેંકશો, તો તે તેમાં અદ્રશ્ય થશે.

૩૬૭૫ જ્યારે તમે ખાંડને ચાખશો ત્યારે સુરકાનો સ્વાદ નહિવત જ હશે. (છતાં) જ્યારે તમે વજન કરશો ત્યારે એક આૈંસ વજનમાં વધશે.

૩૬૭૬ એક હરણ સિંહની હાજરીમાં (સિંહની બીકે) સમજ વગરનું બને છે, તેણીની હસ્તિ તેના અસ્તિત્વમાં માત્ર એક પડદો જ છે.

યા અલી મદદ