મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી
વાર્તા - ૧૧
વાર્તા - ૧૧
બુખારાના પ્રેમીની વાર્તા.
સદરે જહાનનો પ્રધાન કે જે શંકામાં આવી ગયો અને પોતાની જિંદગીના નીચે બુખારાથી નાશી છુટ્યો, પછી પ્રેમ તેને પાછો ખેંચી લાવ્યો કારણ કે પ્રેમીઓને જીંદગીની બાબત ખુબજ ગૌણ હોય છે તેની વાર્તા
૩૬૮૬ સદરે જહાનનો નોકર બુખારામાં શંકામાં આવી પડ્યો અને તેના સદર (બાદશાહથી) સંતાયો.
૩૬૮૭ પોતાનું મોં સંતાડતો દસ વર્ષ સુધી રખડ્યો, કોઈવાર ખુરાશાન, તો કોઈવાર પર્વતોમાં, તો કોઈવાર રણમાં રખડતો.
૩૬૮૮ દસ વર્ષ બાદ પ્રેમના કારણે તેના (પ્રિયતમથી), જુદાઈના દિવસો વધુ વાર સહન કરવા અશક્ત બન્યો.
૩૬૮૯ તેણે કહ્યું, “હવે પછી વધુ વખત દુર રહેવાનું મારાથી સહન નહિ થાય, છુટાપણાની હાલતની ધીરજ કેટલીક રહે?
૩૬૯૦ જુદાપણા અંગે આ જમીનો વેરાન બની છે, અને પાણી પીળું, ગદું અને કાળું, બન્યું છે.
૩૬૯૩ વેધક સુઝવાળો બુદ્ધિમાન, તેના દોસ્તની જુદાઈમાં એક તિરંદાજ કે જેનું ધનુષ્ય તુટી ગયું છે, તેના જેવો કાળું તૂટેલો બને છે.
જ્યારે હ. મરિયમ નહાતાં હતાં અને નવસ્ત્રાં હતાં ત્યારે પવિત્ર આત્મા (હ. જીબ્રાઈલનું) માણસના આકારમાં દેખાવું અને તેણીનું ખુદામાં પનાહ લેવા વિષે.
૩૭૦૦ તમારો કબજો સરી જવા પહેલાં, હ. મરિયમની માફક તેના રૂપને કહે, “(હું ) તમારામાંથી દયાળુ (ખુદા) નું શરણ લઉં છું.”
૩૭૦૧ હ. મરિયમે પોતાના ઓરડામાં, જીવન વધારતું, અંતઃકરણને ઉજાળતું, એક સરૂપ જોયું કે જેણે વધુ જીવન આપ્યું.
૩૭૦૨ પૃથ્વીના પટમાંથી પેલો વિશ્વાસુ આત્મા, સૂર્ય અને ચંદ્રમાની માફક (ચમકતો) ઉભો થયો.
૪૭૦૩ પૂર્વમાંથી જેમ સૂર્ય ઉગે છે તેમ, પૃથ્વીના પટમાંથી તેવી જ ભવ્ય ખુબસુરતી પડદો ચીરતી ઉભી થઈ.
૩૭૦૪ હ. મરિયમના અવયવો ધ્રુજી ઉઠયા, કારણ કે તેણી નવસ્ત્રી હતી, અને ખરાબીના વિચાર અંગે ડરી ગઈ.
૩૭૦૫ તે સરૂપ એવું (ભવ્ય) હતું કે જો હ. યુસુફે તેને ચોકખી રીતે જોયું હોય તો (મિસરી) સ્ત્રીઓની માફક અજાયબીમાં તેમણે પોતાના હાથ કાપ્યા હોત.
૩૭૦૬ તે તેણીની સમક્ષ જાણે એક ગુલાબની માફક કે જે દિલમાંથી ઉંચકે તેવી અવાસ્તવિક રીતે જમીનમાંથી ખીલ્યો હતો.
૩૭૦૭ હ. મરિયમ બેખુદ બન્યાં. અને તેવી બેહોશીમાં તેણીએ કહ્યું, “હું દૈવી રક્ષણમાં કુદકો મારીશ.”
૩૭૦૮ કારણ કે પેલી પવિત્ર કાયાવાળી (હ. મરિયમે) આદત બનાવી હતી કે પોતાને અદ્રશ્યમાં આગળ ઉડાડે!
૩૭૦૯ કારણ કે તેણીએ આ દુનિયાને કાયમીપણાની બાદશાહી વગરની નિહાળી હતી, તેણીએ પેલા (દૈવી) હજુરમાં ડહાપણ પૂર્વક કિલ્લો બનાવ્યો હતો.
૩૭૧૦ એટલા માટે કે મૃત્યુના સમયે તેણીનું આશ્રયસ્થાન હોય, કે જ્યાં દુશ્મનને હુમલો કરવાનું સ્થાન જ મળે નહિ.
૩૭૧૧ ખુદાના રક્ષણ સિવાય બીજો કોઈ વધુ સારો કિલ્લો તેણીએ જોયો નહિ. તેણીએ પેલા કિલ્લાની નજીક પોતાનું રહેવાનું સ્થળ પસંદ કર્યું.
૩૭૪૫ ઓ ગુલામ, તમે રોટલાને સમજ્યા છો, નહિ કે ડહાપણને. તમારા માટે (ખુદા) કુરાનમાં ફરમાવે છે. “ઓ તમો, તેનો ખોરાક ખાઓ.”
૩૭૪૭ (જો) તમે આ (કાયાનું) ગળું બંધ રાખ્યું હશે, બીજું મોઢું ખુલે છે, કે જે (રૂહાનીયત) ગુઢાર્થોના કોળીયા ખાતું બને છે.
૩૭૪૮ જો તમે સેતાનના દૂધમાંથી તમારી કાયાને છૂટી કરશો, તો આવી રીતે તેનું ધાવણ છોડતાં તમે ઘણો જ આનંદ માણશો.
૩૭૪૯ મેં તમને તેનો અર્ધ પાકેલ (અધુરો) ખુલાસો, તુર્કના અધુરા પાકેલા ગોશ્તની માફક આપ્યો છે, ગઝનાના સંત પાસેથી પૂરેપૂરો સાંભળજે.
૩૭૫૦ પેલા અદ્રષ્ય અને તેની દિવ્યતાના સંત કે જે ખુદાને ઓળખે છે, તેમણે ઇલાહી નામામાં આ બાબત વર્ણવી છે.
૩૭૫૧ (તેઓ કહે છે) માનસિક પિડા ખા (સહન કર), અને હવે પછી તારી પીડા વધારે (તેવો) ખોરાક ખા નહિ, કારણ કે ડાહ્યા માણસો માનસિક સંતાપ સહન કરે છે, બચ્ચું સાકર ખાય છે (આનંદ કરે છે).
૩૭૫૨ (હવે પછી) આનંદની સાકર એ ગ્લાનિના બાગનું ફળ છે, આ (વાસનામય) આનંદ એ જખમ છે, અને પેલી (રૂહાની) ગ્લાનિ તેની દવાનો લેપ છે.
૩૭૫૩ જે પળે તમે (રૂહાની) ગ્લાનિ જુઓ, ત્યારે તેને મમતાભર્યા પ્રેમથી પંપાળો ‘રૂબવા'ની છત ઉપરથી દમાસ્કસ ઉપર નજર કરો.
૩૭૬૦ તારા મૃત્યુના હિત ખાતર હવે ઓ જોડીદાર (ખુદામાં) મરેલો બન, કે જેથી તમે અનંતકાળના પ્રેમ સાથે (મળેલા) બનો.
૩૭૬૭ પેલી જમીન પરની મચ્છીઓની માફક હ. મરિયમ એકદમ તદ્દન નિરાશ બન્યાં,
પવિત્ર આત્મા (હ. જીબ્રીલે) હ. મરિયમને કહ્યું, “હું તમારી પાસે ખુદા તરફથી મોકલાવાયો છું, ગભરાઓ નહિ અને મારાથી સંતાઓ નહિ, કારણ કે એ (દેવી) હુકમ છે.”
૩૭૬૮ ( દેવી ) દાનના આદર્શે તેણીને બુમ પાડી કહ્યું, “હું માલિકનો વિશ્વાસુ (સંદેશક) છું, મારાથી બીઓ નહિ.
૩૭૬૯ (દૈવી) શહેનશાહના માનવંત પાસેથી તમારૂં મોઢું ફેરવો નહિ. આવા એક સારા વિશ્વાસુ પાસેથી તમો સંતાઓ નહિ.”
૩૭૭૦ તેઓ આમ કહેતા હતા અને (તે દરમ્યાન) તેમના હોઠોમાંથી પવિત્ર પ્રકાશનું એક કિરણ પગલે પગલે ઉપર ‘સિમાક' તરફ જતું હતું.
૩૭૭૧ તમો મારી હસ્તિમાંથી “લામકાં' માં ભાગી છુટો નહિ. “લામકાં' માં હું વાવટો ફરકાવનાર રાજા છું.
૩૭૭૨ મારૂં ઘર અને રહેવાની જગ્યા, ખરેખર 'લામકાં' માં છે, (ઓ) મરિયમ, મારૂં સંપૂર્ણ સરૂપ તમારી સમક્ષ છે.
૩૭૭૩ ઓ મરિયમ, (સારી રીતે) જુઓ, કારણ કે ઓળખવા માટે હું એક મુશ્કિલ સરૂપ છું. અને એક બીજનો ચાંદ અને દિલનો આભાસ છું.
૩૭૭૬ હું સાચા પ્રભાત જેવો માલિકના ‘નુર' નો છું. જેથી કોઈપણ રાત્રી દિવસની આજુબાજુ ભટકતી નથી.
૩૭૭૭ સાંભળો, મારા સામે “લાહઉલ' ની બુમ ન પાડતાં, ઓ ઈમરાનની દિકરી, કારણ કે હું ‘લાહઉલ'થી નીચે ઉતરી આવ્યો છું.
૩૭૭૮ ‘લાહઉલ' મારૂં અસલ અને સત્વ હતું. પેલા 'લાહુઉલ' નો પ્રકાશ બોલાએલા શબ્દથી અગાઉનો હતો.
૩૭૭૯ તમો મારાથી ખુદામાં આશરો લ્યો છો (પણ) અનંતતામાં જે (માત્ર) આશરો લેવા જેવો છે, તેની હું પ્રતિમા (સરૂપ) છું.
૩૭૮૦ હું જ તારી મુક્તિનો આશરો છું. તું (મારામાંથી બહાર) આશરો શોધે છે, અને હું પોતેજ (તે) આશરો છું.
૩૭૮૧. અજ્ઞાનતા જેવું બીજું કોઈ ઝેર નથી. તું તારા દોસ્તની સાથે જ છો. અને કઈ રીતે પ્રેમ કરવો તે જાણતી નથી.
૩૭૮૨. તું તારા દોસ્તને અજાણ્યો જુએ છે. અને એક આનંદને ગમગીનીનું નામ ઇનાયત કર્યું છે.
પ્રેમથી (બંધાએલા) પેલા પ્રધાને કાંઈ પણ બીક વગર બુખારા પાછા ફરવાનું નક્કી કર્યું, તે વિષે…
૩૭૮૯ હ. મરિયમની મિણબત્તી સળગતી છોડી દે. કારણ કે પેલો જવાલાયુક્ત (પ્રેમી) બુખારા જાય છે.
૩૭૯૦ સખત રીતે ગમગીન અને (પ્રેમની) બળતી ભઠ્ઠીમાં (બળતો) (જાય છે). જાઓ (અને) સદરે જહાનની વાર્તા બદલાતી બનાવો.
૩૭૯૧ 'બુખારા' એ જ્ઞાનનું ઉદ્ગમસ્થાન(source) છે, તેથી દરેક કે જેને જ્ઞાન છે તે 'બુખારા'નો રહેવાસી છે.
૩૭૯૨ રૂહાની રાહબરની હાજરીમાં તમે “બુખારા”માં છો ધ્યાન રાખજો કે તમો ‘બુખારા' ઉપર હળવી નજરે જોતા નહિ.
૩૭૯૩ (તારૂં) નમ્રતાપણું બતાવ્યા સિવાય એ ભરતી અને ઓટ કઠણ છે, કે તેના દિલના બુખારામાં દાખલ થવા દેશે નહિ.
૩૪૯૫ સદરે જહાનની જુદાઈએ (પ્રધાનના) પાયાના, તેના આત્માના કટકા કરી દીધા હતા.
૩૭૯૬ તેણે કહ્યું, “હું ઊભો થઈશ અને તેની પાસે જઈશ, જો હું નાસ્તિક બન્યો હોઉં, તો હું ફરીવાર આસ્તિક બનીશ.
૩૭૯૭ હું તેની સમક્ષ જઈશ. અને હું તેના (બુખારાના) માયાળુ દિલના બાદશાહ સમક્ષ (પગે) પડીશ.
૩૭૯૮ હું કહીશ, હું તારી સમક્ષ પડયો છું, (મને) જીવાડ અથવા ઘેટાની માફક મારૂં ગળું કપાવી નાખ.
૩૭૯૯ ઓ ચંદ્રમા, બીજી જગ્યાએ જઈ બાદશાહ બનવા કરતાં તારી સમક્ષ કપાઈ જઈ, મરી જવું વધુ સારૂં છે.
૩૮૦૦ મેં તેને (મારા જીવનને) એક હજારથી વધુ વખત ચકાસણીમાં મૂકેલ છે, હું તારા વગર મારા જીવનની મીઠાશ માણી શકતો નથી.
૩૮૦૪ તેણે કહ્યું, “મારા દોસ્તો, વિદાયની સલામ, હું બાદશાહ તરફ જાઉં છું.” જે હુકમ કરે તેને આધીન થવામાં આવે છે.
૩૮૦૫ હું (તેની જુદાઈમાં) પળેપળ ભડકામાં ભુંજાઉં છું. ભલે ગમે તે થાય, હું તેની પાસે જઈશ.
૩૮૦૬ પછી ભલે તે (મારી વિરૂદ્ધ) તેનું દીલ સખત ખડક જેવું બનાવે, મારો આત્મા બુખારાથી બંધાયો છે,
૩૮૦૭ તે મારા દોસ્તનું રહેઠાણ છે. અને મારા બાદશાહનું શહેર છે, પ્રિયતમની આંખમાં પોતાના અસલ જન્મસ્થળના પ્રેમનો અર્થ આજ છે.
પોતાનો પ્રેમી કે જેણે પરદેશોમાં મુસાફરી કરી હતી તેને તેની પ્રિયતમાએ પૂછયું, “સૌથી વધુ મધુર અને સૌથી વધુ સુંદર અને ભીડવાળી, પૈસાદાર નગરી તમને કઈ માલુમ પડી?"
૩૮૦૮ એક પ્રિયતમાએ પોતાના પ્રેમીને કહ્યું, “ઓ યુવાન, તમે પરદેશોમાં ઘણાં શહેરો જોયાં છે.
૩૮૦૯ તેઓમાં સૌથી વધુ સુંદર કયું છે? તેણે જવાબ આપ્યો, શહેર કે જ્યાં મારી પ્રેયસી છે.
૩૮૧૧ જ્યાં જ્યાં એક ચંદ્રમા જેવો (ખુબસુરત) યુસુફ હોય, ત્યાં ત્યાં સ્વર્ગ જ છે, પછી ભલે તે કુવાનું તળીયું હોય!
તેના દોસ્તોએ તેના બુખારા પાછા ફરવામાંથી રોક્યો અને ડરાવ્યો (પણ) તેણે કહ્યું, “મને પરવા નથી.”
૩૮૧૨ એક ખુલ્લા દિલના સલાહકારે તેને કહ્યું, “ઓ ગુમાની ઈન્સાન, જો તને કાંઈ સમજ હોય તો અંત વિષે વિચાર કર.
૩૮૧૪ શું તું બુખારા જાય છે ? તું ગાંડો છે?
૩૮૧૫ તે (બાદશાહ) તારી વિરૂદ્ધ તેના ગુસ્સા અંગે લોઢાં (હથીઆર) ખડખડાવે છે, તે તને વીસ આંખોથી શોધી રહ્યો છે.
સલાહ અને ઠપકો દેનાર માણસને પ્રેમથી ઉત્તેજીત થએલા પ્રેમીએ કહ્યું, મને પરવા નથી.
૩૮૩૦ તેણે કહ્યું, “ઓ સલાહ દેનાર, ચુપ રહે, ક્યાં સુધી ક્યાં સુધી (તમે ઠપકો દેશો)? મને સલાહ આપો નહિ કારણ કે અમને જોડતી વસ્તું બહુજ વજનદાર છે.
૩૮૩૩ મને મારી નાખવામાં આવશે તેવી ધમકી તમે મને આપો નહિ, કારણ કે હું મારા પોતાના લોહી (મૃત્યું) માટે રૂદન કરતો તરસ્યો બન્યો છું.
૩૮૩૪ કારણ કે દરેક પળે પ્રેમીઓને મોત છે, ખરેખર પ્રેમીઓનું મૃત્યું એક જાતનું હોતુ નથી.
૩૮૩૫ તેને (પ્રેમીએ) રાહનુમાના આત્મામાંથી બસો આત્મા (જંદગીઓ) હોય છે, અને પેલી બસોને તે દરેક પળે કુરબાન કરતો હોય છે.
૩૮૩૬ દરેક આત્મા (જીવન આપવા) માટે તે તેના ઇનામ તરીકે દસ (જીવન) મેળવે છે. કુરાનમાંથી વાંચ “તેમના ઉપર દસ ગણા.”
૩૮૩૭ જો તે પેલો દોસ્તીના ચહેરાવાળો મારૂં લોહી વહેવડાવે તો, હું તેના અંગે (ફતેહમાં) નાચતો મારો આત્મા અર્પણ કરીશ.
૩૮૩૮ મેં તેમજ કર્યું છે, મારૂં (જીવન) મૃત્યુનું જ બનેલું છે, જ્યારે હું આ જીવનથી નાશી છુટીશ, તે હંમેશ માટે હૈયાત રહેનાર છે.
૩૮૩૯ ઓ વિશ્વાસુ દોસ્ત, મને મારી નાખ, મને મારી નાખ, અને મને મારી નાખવામાં (અલ હલ્લાજની માફક) જીવન ઉપર જીવન છે.
૩૮૪૦ ઓ તું કે જે ગાલ લાલ બનાવે છે. ઓ અનંતકાળના આત્મા, મારા આત્માને તારા તરફ ખેંચી લે, અને દયા કરીને મારા ઉપર તારી 'મુલાકાત' ઇનાયત કર.
૩૮૪૧ મારો પ્રિયતમ છે, કે જેનો પ્રેમ (મારા દિલના) આંતરડાને શેકે છે, તે મારી આંખો ઉપર ચાલવાની ઇચ્છા કરે, તો તે (તેના ઉપર) ભલે ચાલે અને (આવકાર પામશે).
૩૮૪૨ ફારસી ભાષા બોલ, જો કે અરબી વધુ મીઠી છે, પ્રેમને બીજી એક સો ભાષાઓ છે.
૩૮૪૩ જ્યારે દિલોના દરબારની સુવાસ (અવકાશમાં) ઉડવાની શરૂ થાય છે, ત્યારે પેલી બધી ભાષાઓ મુંગી બને છે.
૩૮૪૫ જ્યારે પ્રેમીએ રૂદન કર્યું છે, ત્યારે હવે ખબરદાર રહેજે, કારણ કે તે (ગુઢાર્થ પ્રેમમાં) નિષ્ણાત માફક ભાષણ કરશે.
૩૮૪૬ જો કે આ પ્રેમી બુખારા જાય છે, તે ભાષણમાં હાજરી આપવા જતો નથી, (તેમજ) શિક્ષક પાસેથી ( જાણવા પણ જતો નથી).
૩૮૪૭ કારણ કે પ્રેમીઓ માટે (એક માત્ર) ભાષણકાર, પ્રિયતમની ખુબસુરતી છે. તેઓની કિતાબ અને ભાષણ અને પાઠ (એ માત્ર) તેનો ચહેરો છે.
૩૮૫૫ પેલા બુખારાના માણસને જ્ઞાનથી ચીડ ન હતી, પરંતું તે પોતાની આંખો દ્રષ્યમાન સુર્ય ઉપર ચોંટાડતો હોય છે.
૪૮૫૭ જ્યારે તે આત્માની ખુબસુરતીનો ગાઢ સાથી બનશે, ત્યારે તેને પ્રણાલિકાગત શિખવું અને જ્ઞાન મેળવવામાં સખત અણગમો આવશે.
૩૮૫૮ પારલૌકિક દ્રષ્ય એ જ્ઞાન કરતાં વધુ ચડીયાતું છે, જ્યારે ગીધની નજરમાં ચાલુ દુનિયા (પેલી દુનિયા ઉપર) સરસાઈ ભોગવતી દેખાય છે.
૩૮૭૩ (પ્રેમમાં) મદહોશ બનેલો સ્વર્ગે ઉડે છે, ચંદ્રમાં તેને અભિગમ આપી કહે છે, (મને) ભેટવા આવ.
૩૮૭૭ તું સદરે જહાનનો અધિકારી અને અમીર હતો. તું વિશ્વાસુ હતો તેના કાર્યોનો અમલ કરાવવામાં મુખ્ય નાયક હતો.
૩૮૭૮ પછી તું વિશ્વાસઘાત કર્યો અને સજામાંથી નાશી છુટયો, તારા નાશી જવા પછી ફરીવાર પોતાની મેળે શા માટે પકડાવે છે?
૩૮૮૪ તેણે કહ્યું, “હું જલંદરનો રોગી છું, પાણી મને ખેંચે છે, જાણું છું કે પાણી મને મારી નાખશે.
૪૮૮૫ કોઈ જલંદરથી ઘવાયેલો પાણીથી નાશી શકે નહિ, પછી ભલે તે મહાત કરનાર હોય અને બસો વખત તેનો નાશ કરે.
૪૪૮૬ ભલે મારા હાથ અને પેટ સોજેલાં બને (તો પણ) પાણી માટેની મારી ઉત્કંઠા બંધ પડશે નહિ, કે છુટી પડશે નહિ.
૩૮૮૮ પાણીની મસક જેવું મારૂં પેટ પાણીના મોજાથી ભલે ફાટી જાય, (અને) જો હું મરણ પામું (તો) મારૂં મૃત્યુ મને સ્વીકાર્ય છે.
૩૮૮૯ જ્યાં જ્યાં હું પાણીનો ઝરો જોઉં છું. ત્યાં ત્યાં અદેખાઈ મારા ઉપર થાય છે. (અને) ઈચ્છું છું કે, હું તેની જગ્યાએ હોઉં !
૩૮૯૦ ડફની માફક હાથ (સોજેલા ) અને પેટ પીપના જેવું, (જાહેર કરવા) ડફ વગાડું છું કે, "પાણી માટે મારો પ્રેમ છે."
૩૮૯૧ જો પેલો વિશ્વાસુ આત્મા મારૂં લોહી વહેવડાવે તો હું જમીનની માફક મારા લોહીના ઘૂંટડે ઘૂંટડા પીશ.
૩૯૦૧ હું નિરિન્દ્રીય (માટીની) હાલતમાં મૃત્યુ પામ્યો, અને સ્વાભાવિક વધવાની (વનસ્પતિની) હાલતમાં બંધાયો. અને (પછી) હું (વનસ્પતિ)એ મરણ પામ્યો અને જનાવરી હાલતમાં પહોંચ્યો.
૩૯૦૨ હું જનાવરીમાંથી મૃત્યુ પામ્યો, અને આદમ (ઈન્સાન) બન્યો, તો પછી શા માટે હું બીઉં ! હું મરવા અંગે નીચી હાલતવાળો ક્યારે બન્યો ?
૩૯૦૩ બીજી વખતના ફરવામાં હું માણસ થઈ મૃત્યુ પામ્યો. કે જેથી હું ઉંચે ચડુ અને મારૂં મસ્તક ફિરસ્તાઓ વચ્ચે ઉંચું કરું.
૩૯૦૪ અરે, મારે ફિરસ્તાની હાલતથી પણ નાસવું જોઈએ, “તેના ચહેરા સિવાય તમામ ચીજ નાશ પામનાર છે."
૩૯૦૫ ફરી એકવાર હું કુરબાન બનીશ અને ફિરસ્તાઈમાં મરણ પામીશ. હું કલ્પનામાં પણ ન ઊતરે તેવો બનીશ.
૩૯૦૬ પછી હું ‘લા' બનીશ, “લા” મને દેહના ભાગની માફક કહેશે, "ખરેખર આપણે તેમાં જ પાછાં ફરશું,”
જ્યારે તેણે પોતાની જીંદગીથી પોતાના હાથ ધોઈ નાખ્યા ત્યારે પ્રેમી તેના પ્રિયતમ પાસે પહોંચ્યો.
૩૯૧૬ તે માથા અને ચહેરાથી દડાની માફક નમન કરતો સદર (બાદશાહ) તરફ ભીની આંખે ગયો.
૩૯૧૭ બધા લોકો રાહ જોતા હતા, તેઓ તેને બાળી મૂકશે કે લટકાવશે તે જોવા માથા હવામાં (ઉંચા કરતા હતા).
૩૯૧૮ (તેઓએ કહ્યું) તેઓ મુર્ખને હવે ખુશ કિસ્મત, બદનશીબને કાંઈક કરી બતાવશે?
૩૯૧૯ તે (પ્રેમી) પતંગીયાની માફક ભયંકર ભડકાને પ્રકાશ હોવાનું નિહાળે છે, મૂર્ખતાથી તે તેમાં પડયો છે, (અને) પ્રકાશથી છીન્ન ભિન્ન થાય છે.
૩૯૨૦ પણ પ્રેમની મિણબત્ત પેલી (સ્થુળ) મિણબત્તી જેવી નથી તે 'નૂર'માં 'નૂર'માં 'નુર' છે.
૩૯૨૧ તે જ્વાલામય મિણબત્તીઓથી ઉલટું જ છે. તે અગ્નિ હોવાનું દેખાય છે (પણ) (હકીકતમાં) તે સંપૂર્ણપણે મિઠાશ છે.
સહરે જહાન સાથે પ્રેમીની મુલાકાત
૪૩૭૭ બુખારાના માણસે પોતાને મીણબત્તી ઉપર ફેંક્યો, તેના આવેશના કારણે તે (દુઃખ) સહન કરવું તેના માટે સહેલું બન્યું હતું.
૪૩૭૮ તેની બળતી આગ ઉપર સ્વર્ગે પહોંચી. સદરે જહાનના દિલમાં તેના માટે દયા ઉત્પન્ન થઈ.
૪૩૭૯ પ્રભાતમાં પોતાની સાથે વાત કરતાં તેણે કહ્યું, “ઓ તું કોણ છો? અમારામાંનો પેલો ભટકનાર બેગાના કેવો સારો છે?”
૪૩૮૦ તેણે એક પાપ કર્યું અને અમે તે જોયું, પણ તે અમારી દયાથી સારી રીતે પરિચિત ન હતો.
૪૩૮૧ પાપીનું દિલ અમારાથી બીધેલું બને છે, પણ તેની બીકમાં એક સો આશાઓ હોય છે.
૪૩૮૨ હું નિર્લજજ ઈન્સાનને બીવરાવું છું, કે જેણે (ખરો) રસ્તો ખોયો છે, બીક રાખનારને હું શા માટે બીવડાવું?
૪૩૮૪ હું (પણ) જ્ઞાનથી ન બીનારાને બીવરાવું છું. (મારી ) દયા અંગે હું બીનારાઓની બીક ઉપાડી જાઉં છું.
૪૩૮૫ હું થીગડું દેનાર છું, હું તેની યોગ્ય જગ્યાએ થીગડું દઉં છું. હું દરેકને યોગ્ય માપસરનું થીગડું આપું છું.
૪૩૯૩ વાસ્તવમાં કોઈપણ પ્રેમી પોતાના પ્રિતમ સિવાય (બીજાથી) મિલન શોધતો નથી.
૪૩૯૫ જ્યારે પ્રિતમ માટેની જવાળા, આ દિલમાં સળગે છે, ત્યારે જાણ કે પેલા દિલમાં પણ પ્રેમ છે.
૪૩૯૬ જ્યારે ખુદાનો પ્રેમ તારા દિલમાં બેવડો છે, કાંઈપણ શક વગર ખુદાને તારા માટે પ્રેમ છે.
૪૩૯૭ તારા બીજા હાથ વગર એક હાથથી તાળી પાડવાનો અવાજ આવતો નથી.
૪૩૯૮ તરસ્યો રૂદન કરે છે, 'ઓ મધુર પાણી', પાણી પણ રૂદન કરે છે, કહે છે, પાણી પીનાર ક્યાં છે?
૪૩૯૯ આ આ૫ણા દિલની તરસ પાણીથી આકર્ષાઈ છે. આપણે તેના જ છીએ, અને તે આપણો જ છે.
૪૪૩૭ આત્માની ઈચ્છા જીવન માટે છે અને “પેલા હૈયાત” (ઇલાહી નુર) માટેની છે, કારણ કે તેનું અસલ ‘અનંત આત્મા' છે.
૪૪૩૯ આત્માની ઈચ્છા ‘મએરાજ' અને દિવ્યતા છે, કાયાની ઈચ્છા નફાખોરી અને ખાદ્યસામગ્રી મેળવવાના રસ્તાઓ છે.
૪૪૪૦ પેલા માનવંતપણાને (પણ) ખ્વાહિશ છે અને આત્મા તરફ પ્યાર છે. આ મુદ્દા ઉપરથી અર્થ સમજ કે "તે તેઓને ચાહે છે, અને તેઓ તેને ચાહે છે.”
૪૪૪૮ આ (મુદ્દાને) છોડ, પેલા તરસ્યા મોઢાવાળા માણસના પ્રેમે, સદરે જહાનની છાતીમાં (પ્રતિબિંબ) પાડયું.
૪૪૪૯ (તેના બળતા દિલ), અગ્નિ મંદિરમાંનો પ્રેમ અને દર્દનો ધૂમાડો તેના માલિકમાં દાખલ થયો અને મમતામાં ફેરવાઈ ગયો.
૪૪૫૧ તેની દયા પેલા નીચે પડેલા માણસ માટે ઉદભવવી શરૂ થઈ હતી, (પણ) પેલા રાજવીએ આ માયાળુપણું (બતાવવામાંથી) પોતાને સંતાડ્યો હતો.
૪૪૫૨ બુદ્ધિ ગુંચવાતી હતી કે આ એક (સદરે જહાને) પેલા (પ્રેમીને) આકર્ષો હતો કે, પ્રેમીનું આ બાજું ખેંચાણ હતું.
૪૪૭૨ “તમારી ઇચ્છા વિરૂદ્ધ આવો” એ બુદ્ધિશાળીઓ માટે ફટકો છે, “રાજીખુશીથી આવો” એ જેઓએ પોતાનાં દિલો ગુમાવ્યાં છે, તેઓના માટે 'વસંતઋતુ' છે.
હ. પયગમ્બર સાહેબની હદીસ “હું હ. યુનુસ ઈબ્ને મતાથી શ્રેષ્ઠ છું, એમ જાહેર કરતા નહિ” ઉપર વિવરણ
૪૫૧૨ હ. પયગમ્બર (સ. અ.) એ ફરમાવ્યું, હ. યુનુસ (અ.સ.)ની મએરાજ કરતાં મારી મએરાજને વધુ પસંદગી આપવામાં ન આવે.
૪૫૧૩ મારી (મએરાજ) ઉંચે બહિશ્તમાં હતી અને તેની નીચે (મચ્છીના પેટમાં) હતી. કારણ કે ખુદામાં 'ફના' થવું એ ગણત્રીથી પર છે.
૪૫૧૪ ખુદામાં ફના થવું એ કાંઈ ઉપર નીચે જવાપણું નથી. ખુદામાં “ફના” થવું એ પોતાની હસ્તિના કેદખાનામાંથી નાશી છુટવું છે.
૪૫૧૫ 'લામકાં'(non-existence)માં ઉપર અને નીચે માટે તે વળી કઈ જગ્યા હોય? 'ફના' ને ‘જલ્દી’ અથવા ‘દુર' અથવા 'મોડું' નથી.
૪૫૧૬ ‘લામકાં' માં ખુદાની પ્રેગશાળા અને ખજાનો છે, તું અસ્તિત્વ થકી ઉંધે રસ્તે દોરવાયો છે, “ફના” શું છે, તે તું કેવી રીતે જાણે ?
૨/૩૧૪૦. આ દુનિયા એક દરિયો છે, અને કાયા તે મચ્છી છે, અને આત્મા તે યુનુસ છે, જે સવારના પ્રકાશથી અટકાયેલો છે.
૨/૩૧૪૧. જો તે (ખુદાની) કીર્તિ ગાતો બને તો, તેને મચ્છીમાંથી છૂટકારો મળે, નહિતર તે તેમાં તેનો ખોરાક બને (અને તેનો નાશ થાય).
પ્રિતમ પ્રેમીને એવી સરસ રીતે આકર્ષે છે કે પ્રેમી તે જાણતો નથી, કે તેની ઉમેદ પણ રાખી નથી, કે તેના મગજમાં તે સમજાય !
૪૬૦૧ (વાતમાં) આપણે આ મુદ્દા ઉપર આવ્યા, કે જે પ્રેમીનું ખેંચાણ સદરે જહાનમાં સંતાએલું ન હોત તો,
૪૬૦૨ તે (પ્રેમી) જુદાઈ અંગે કેમ અશાંત બન્યો હોત? અને પોતાના ઘરે દોડતો પાછો કેમ આવ્યો હોત?
૪૬૦૩ પ્રિતમની ઈચ્છા સંતાએલી અને પડદે છે. પ્રેમીની ઈચ્છા એક સો ઢોલ અને ત્રાંસાથી (જોડાએલી છે).
૪૬૦૪ અહીં વાર્તાનું (સ્થળ) ગણત્રી (લાયક) છે. પણ બુખારાનો માણસ આતુરતાથી રાહ જોતાં પરવા કર્યા વગરનો બન્યો છે,
૪૬૦૫ તે શોધમાં અને ગોતવામાં પડ્યો છે, કે મૃત્યુ પહેલાં તે પોતાના પ્રિયતમનો ચહેરો જુએ,
૪૯૧૧ તું આ બાબતોમાં કોઈ પણ અણગમા વગર મૃત્યુને ચાહનારો બન્યો છે. તો તે તારો પ્રિતમ છે.
૪૯૧૨ જ્યારે (મૃત્યું પ્રત્યે) અણગમો ચાલ્યો ગયો છે, ખરેખર તે મૃત્યુ નથી, તે (માત્ર) મૃત્યુનો આભાસ છે, અને (હકીકતમાં) તે સ્થળાંતર છે.
૪૯૧૩ જ્યારે અણગમો ચાલ્યો ગયો છે, ત્યારે મૃત્યુ લાભદાયી બને છે, (અને) "મૃત્યુને પાછું કાઢેલ છે" તે સાચું પડે છે.
૪૬૧૪ પ્રિતમ ખુદા છે અને ઇન્સાન કે જેને તેણે કહ્યું હતું,“તું મારો છો, અને હું તારો છું.”
૪૬૧૫ હવે સાંભળ, કારણ કે પ્રેમી આવે છે, જેને પ્રેમ “ખજુરીના તંતુની દોરીથી” બાંધે છે.
૪૬૧૬ જ્યારે તેણે સદરે જહાનનો ચહેરો જોયો, તમે કદાચ તેને પંખી કહેશો, તેનો આત્મા તેની કાયામાંથી ઉડ્યો,
૪૬૧૭ ત્યારે તેની કાયા સુકા લાકડાની માફક પડી, તેનો મહત્વશિલ આત્મા તેની એડીઓ આગળ પોતાનો મુગટ (માથું) રાખી ઠંડો બન્યો.
૪૬૨૦ તેણે કહ્યું “પ્રેમી પ્રિતમને ઉષ્માપૂર્વક શોધે છે, જ્યારે પ્રિતમ આવે છે, ત્યારે પ્રેમી રવાના થયો છે."
૪૬૨૧ તું ખુદાનો પ્રેમી છે, અને ખુદા એવો છે કે, જ્યારે તે આવે છે, ત્યારે તારો એક વાળ પણ બાકી (રહેતો નથી),
પ્રિતમે શુધબુધ વગરના પ્રેમી તરફ વહાલ દર્શાવ્યો કે તે પોતાના ભાનમાં પાછો આવે,
૪૬૬૪ સદરે જહાન ધીરે ધીરે માયાળુપણે (પ્રેમીને) બેભાનપણામાંથી સ્પષ્ટ ઉચ્ચારણમાં ખેંચતો હતો.
૪૬૬૫ બાદશાહે તેના કાનમાં જોશથી કહ્યું, “ઓ ભીખારી, હું તારા ઉપર સોનું વેરવા લાવું છું, તારૂં પહેરણ પાથર.
૪૬૬૬ તારો આત્મા કે જે મારી જુદાઈના (દુઃખમાં) કાંપતો હતો. હવે હું તેનું રક્ષણ કરવા આવ્યો છું, તો (તું) નાશી કેમ છુટયો?
૪૬૬૭ ઓ તું કે જેણે મારી જુદાઈમાં ગરમી અને શરદી સહન કરી છે, બેહોશીમાંથી પોતાને ખુદીમાં લાવ અને પાછો ફર.
૪૬૬૮ પાળેલી મરઘી મિજબાનની હેશીયતથી પોતાના ઘરે મુર્ખાઈપણે ઊંટને લાવે છે.
૪૬૬૯ જ્યારે ઊંટ મરધીના ઘરમાં પગ મુકે છે, ઘરનો નાશ થાય છે, અને છાપરૂં અંદર પડે છે.
૪૬૭૦ મરઘીનું ઘર એ આપણી નબળી સમજશક્તિ અને જ્ઞાન છે, સાચું જ્ઞાન ખુદાઈ ઉંટડીને શોધનાર છે.
૪૬૭૧ જ્યારે ઉંટડીએ પાણી અને માટીમાં પોતાનું માથું મૂક્યું, ત્યારે ત્યાં ન રહે તેની માટી કે તેનો આત્મા કે તેના દિલની હસ્તિ.
૪૬૭૭ તેણે (સદરે જહાને) તેનો (પ્રેમીનો) હાથ પકડ્યો, કહીને, “આ માણસ કે જેનો શ્વાસ છુટો પડયો છે, તે (માત્ર) ત્યારે જ (જીવનમાં) પાછો આવશે, જ્યારે હું (રૂહાની) શ્વાસ ફેંકીશ.
૪૬૭૮ જ્યારે કે આ માણસનું શરીર મરેલું છે, મારા થકી જ તે જીવતું બનશે. (પછી) તે મારો જીવ બનશે જ્યારે તે મારા તરફ પોતાનો ચહેરો ફેરવે છે.
૪૬૭૯ હું તેને આ આત્માના નિમિત્તે ઉંચો દરજ્જો ધરાવતો બનાવીશ, (ફક્ત) જે આત્મા હું આપું છું તે જ મારી બક્ષિસને જુએ છે.
૪૬૮૦ અનાધિકારી આત્મા પ્રિતમનો ચહેરો જોતો નથી. (કોઈ જોતો નથી) સિવાય તે આત્મા, કે જેનું અસલ તેના રહેઠાણમાંથી છે.
૪૬૮૧ હું આ વહાલા દોસ્ત ઉપર ખાટકીની માફક શ્વાસ નાખું છું. એટલા માટે કે તેનો આંતરિક ભલો ભાગ (આત્મા) ચામડીને છોડી દે.
૪૬૮૨ તેણે કહ્યું, “ઓ આત્મા, કે જે સંકટોમાંથી ભાગી છૂટયો છે, તેને માટે અમે અમારા 'મિલન'નો દરવાજો ખોલ્યો છે, ભલે આવ."
૪૬૮૭ જ્યારે તેણે 'મિલન'નો અવાજ સાંભળવો શરૂ કર્યો, ત્યારે આસ્તે આસ્તે મૃતપ્રાય આદમીએ હલવું શરૂ કર્યું.
૪૬૯૩ તે (બુખારાનો માણસ) ઊભો થયો અને કંપ્યો, અને એક બે વખત આનંદ પૂર્વક ચકરાવા લીધા, આનંદપૂર્વક, (પછી) તેના મનમાં પગે પડયો.
સુધબુધ વગરના પ્રેમીનું ખુદીમાં આવવું અને પોતાનો ચહેરો વખાણ કરવામાં ફેરવવો અને પ્રિતમનો આભાર માનવો.
૪૬૯૫ ઓ અસરાફિલ, ઓ પ્રેમના ‘છેલ્લા દિવસ', ઓ પ્રેમના પ્રેમ, ઓ પ્રેમની ઈચ્છાવાળા દિલ.
૪૬૯૬ તું મને માનનું પહેલું ઈનામ એ આપ કે તું તારો કાન મારી બારીમાં મુકે, તેવી મારી ઈચ્છા છે.
૪૭૨૧ તેનો (પ્રેમીનો) દીન બૌતેર ફિરકા કરતાં જુદો છે, તેની આગળ બાદશાહોના તખ્ત, તુટેલા પાટાઓ સિવાય બીજું કંઈ નથી.
૪૭૨૨ પ્રેમનો કવિ 'સમા' ના વખતે આ યુક્તિ સંભળાવે છે, દાસત્વ બેડીઓ છે, અને માલિકી માથાનો દુઃખાવો.
૪૭૨૩ (તો) પછી પ્રેમ શું છે? ‘લા'નો દરિયો કે જ્યાં બુદ્ધિવાનના પગ ભાંગીને ભુક્કો થએલા છે.
યા અલી મદદ