મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી
વાર્તા - ૧૨
વાર્તા - ૧૨
પ્રેમીઓને મારતી મસ્જિદનું વર્ણન.
પ્રેમીઓને મારતી મસ્જિદનું વર્ણન અને મૃત્યુને શોધતો બેદરકાર પ્રેમી ત્યાં મહેમાન બન્યો તેનું વર્ણન.
૩૯૨૨ આ વાર્તા કાન દઈને સાંભળ, ઓ સભ્ય વર્તનવાળા શખ્સ, રય શહેરની પાદરમાં એક મસ્જિદ હતી.
૩૯૨૩ જે કોઈ પણ ત્યાં રાત્રે સુતો, તે તેજ રાત્રે (પીડામાં) મૃત્યુ પામતો અને તેનાં બચ્ચાં અનાથ બનતાં.
૩૯૨૪ ઘણા નગ્ન (કંગાળ) અજાણ્યા કે જેઓ તેની અંદર ગયા (રાત પડતાં) ગ્રહોની માફક પહોં ફાટતાં કબરમાં જતા.
૩૯૨૫ આ (વાર્તા) તરફ તારા ખૂદને ખૂબજ લક્ષ આપતો બનાવજે. પ્રભાત થયું છે, તારી ઘસઘસાટ ઉંઘને ઉડાડી મુક.
૩૯૨૬ દરેક જણ એમજ કહેતો હતો કે ત્યાં એક ભયંકર જીન્ન રહે છે, કે જે મહેમાનોને નિર્દય રીતે મારી નાખે છે.
૩૯૨૭ બીજો કોઈ કહેશે, તે જાદુ અને તિલસ્માતી છે. કારણ કે આ મંત્રો જીવનના દુશ્મન અને શત્રુ છે.
૩૯૨૮ બીજો કોઈ કહેશે, તેના દરવાજા ઉપર સુસ્પષ્ટ જાહેરાત મુકો; “ઓ મહેમાન અહીં રહેતો નહિ.
૩૯૨૯ જો તું જીવવા માગતો હો તો અહીં રાત્રે સુતો નહિ. નહિતર, આ જગ્યામાં મૃત્યુના ઓચિંતા હુમલાથી સજાગ રહેજે.
૩૯૩૦ અને બીજો કોઈ કહેશે, (દરવાજા) રાત્રે બંધ કરજો, (અને જ્યારે) બેદરકાર માણસ આવે ત્યારે તેને દાખલ કરતા નહિ.
મહેમાનનું મસ્જિદમાં આવવું.
૩૯૩૧ (તેથી આમ ચાલુ રહ્યું) જ્યાં સુધી કે રાત્રે એક મહેમાન આવી પહોંચ્યો, કે જેણે પેલી અદભૂત અફવા સાંભળી હતી,
૩૯૩૨ તે તેની ખાત્રી કરવા, ચકાસણી કરવા માગતો હતો. કારણ કે તે બહુ બહાદુર હતો અને જીવનથી ધરાઈ ગયો હતો.
૩૯૩૪ ભલે શારિરીક રૂપ જાય, (હકીકતમાં) હું કોણ છું? જ્યારે કે હું અનંતકાળ માટે (હૈયાત) રહેનાર છું. ત્યારે કાયાનું રૂપ એક નાની બાબત છે.
૩૯૩૭ જ્યારે કે ખુદાએ કહ્યું છે, “ઓ તમે કે જેઓ ઈમાનદાર છો. મૃત્યુની તલબ કરો. “હું ઈમાનદાર છું, મારો આત્મા આના ઉપર કુરબાન કરીશ.”
પ્રેમી મહેમાનને ત્યાં સુવા માટે મસ્જિદના માણસોએ ઠપકો અને ડરામણી આપવી.
૩૯૩૮ લોકોએ તેને કહ્યું, “ખબરદાર થા ! અહિં સુતો નહિ. રખેને આત્માનો લેનાર તને તલના દાણાની માફક નિચોવી નાખે!
૩૯૪૧ મસ્જિદે ગમે તેને એકજ રાત્રીએ ઉતારો આપ્યો છે, તેને રાત્રીએ માત્ર ઝેરી મૃત્યુ ભેટે છે.
ઠપકો આપનારાઓને પ્રેમીનો જવાબ આપવો.
૩૯૪૬ તેણે કહ્યું, “ઓ હાર્દિક સલાહકાર, હું દુનિયાની જિંદગીથી નિસંકોચપણે થાકેલો બન્યો છું.”
૩૯૪૬ હું એક આળસુ, ફટકાઓ શોધતો, ફટકાઓની ઈચ્છાવાળો, રસ્તા ઉપર ભટકતા ભમતા નામોથી સરળતા શોધતો ભમતા રામ છું.
૩૯૪૭ હું એવો ભમતારામ નથી કે જે વાસ્તવમાં ખોરાકનો શોધક હોય, હું બેફિકર ભમતા રામ છું. કે જે મૃત્યુનો શોધનાર છે.
૩૯૪૮ હું એવો ભમતારામ નથી કે જે વાસ્તવમાં ખોરાકનો શોધક હોય, હું બેફિકર ભમતારામ છું, કે જે મૃત્યુનો શોધનાર છે.
૩૯૪૯ (હું એવો ) ભમતારામ નથી, કે જે પોતાની હથેળીમાં નજીવી રકમ મેળવે છે. (પણ) ચાલાક ભમતારામ છું, કે જે આ પૂલ ઓળંગશે.
૩૯૫૦ તેવો એક નહિ કે જે દરેક દુકાને ભટકશે. પણ (એક કે જે) અસ્તિત્વમાંથી છલંગ મારશે અને પછી અસલ ઉપર તૂટી પડશે.
૩૯૫૧ આ દુનિયાનું રહેઠાણ અને પરદેશગમન એ એવું બન્યું છે કે, પિંજરામાંનું પંખી પિંજરું મૂકી ઉડે (તેના જેવું મીઠું બન્યું છે).
૩૯૫૨ બગીયાની વચ્ચો વચ્ચ પિંજરૂં હોય (અને જેમાંનું) પંખી (બહાર) ગુલાબનાં બિછાનાં અને વૃક્ષો નિહાળે.
૩૯૫૩ (ત્યારે) બહાર (તેજ) પિંજરાની આજુ બાજુ લાખો પંખીઓ મુક્તિનાં મીઠાશવાળા ગીત ગાતાં હોય!
૩૯૫૪ પેલી આનંદીત જગ્યાના (દેખાવે), પિંજરામાંના પંખીને ન તો ખોરાકની (ઈચ્છા) રહે છે, ન તો ધીરજ અને આરામ,
૩૯૫૫ (પણ) તે દરેક કાણામાંથી પોતાનું માથું બહાર કાઢે છે કે, એવું બને કે તેના પગની આ બેડી તોડી શકે !
૩૯૫૬ જ્યારે તેનું દિલ અને આત્મા આની માફક બહાર (છે તો પછી), જ્યારે તેનું પિંજરૂં yખોલશો, ત્યારે તે કેવું બનશે ?
મહેમાને તેમને જવાબ આપવો અને ધાન્યના ખેતરના રખેવાળની બોધદાયક વાર્તા કહેવી કે પોતાના ધાન્યના ખેતરમાંથી ઊંટને હાંકી કાઢવા, નગારાનો અવાજ કરતો નહિ. કે જેના ઉપર લડાઈના નગારાં વગાડવાના રાખવામાં આવે છે.
૪૦૮૯ એક છોકરો કે જે ધાન્યના ખેતરનો રખેવાળ હતો પંખીઓને દુર રાખવાની ખાતર ઢોલ વગાડતો હતો.
૪૦૯૦ તેથી ઢોલના (અવાજ અંગે) પંખીઓ ખેતરથી ભાગી છુટતા હતા. અને ખેતર ખરાબ પંખીઓથી સલામત બનતું હતું.
૪૦૯૧ જ્યારે સુલતાન, અમીર બાદશાહ મહમુદે તે રસ્તેથી પસાર થતાં, તેની પડોશમાં એક મોટો તંબુ ખોડ્યો.
૪૦૯૨ આકાશના તારાઓની માફક (અગણિત ) લશ્કર સહિત મોટી સંખ્યામાં અને દુશ્મનોની હરોળો ભાંગી વિજેતા બની, રાજ્યને સ્વાધીન લઈ (પાછો ફરતો હતો),
૪૦૯૩ એક ઉંટ હતો કે જે લડાઈની નૌબત ઉપાડતો હતો. તે બેક્ટ્રીયન ઉંટ હતો, લશ્કરની આગળ કુકડાની માફક જતો હતો.
૪૦૯૪ તે (હાંકનાર) રાત્રી દિવસ, નગારા ઉપર દાંડીઓ પીટતો હતો. અને પાછા ફરતી વખતે અને રવાના થતી વખતે તેના ઉપર (સાધારણ) ઢોલ લાદવામાં આવતો હતો.
૪૦૯૫ તે ઉંટ અનાજના ખેતરમાં દાખલ થયું, અને છોકરાએ અનાજનું રક્ષણ કરવા નગારૂં વગાડ્યું.
૪૦૯૬ એક સમજુ માણસે તેને કહ્યું, “નગારૂં ન વગાડ, કારણ કે તે (ઉંટ) નગારાથી અનુભવ પામેલ અને ટેવાએલ છે."
૪૦૯૭ બચ્ચા તારૂં આ નાનું નગારૂં તેની પાસે શું છે? જ્યારે કે તે સુલતાનનું વીસ ગણું મોટું નગારૂં ઉપાડે છે.
૪૦૯૮ (મહેમાને કહ્યું) હું પ્રેમી છું, એક કે જે ખુદીમાં ખતમ થયો છે, મારો આત્મા દુઃખના પીપ માટે વાજાં વગાડવાનું સ્થળ છે.
૪૧૦૨ હું પાપ અને ભપકાની ટોપલી (કાયા) સાથે બંધાયો છું. “તમે આવો, તેણે (પ્રિતમે) મારા આત્માને કહ્યું. “આવો.”
૪૧૮૬ છોડવાના મૃત્યુમાંથી જનાવરનું અસ્તિત્વ ઊભું થયું, (આ આયાત) “ઓ વિશ્વાસુ, મને મારી નાખ" ખરી છે.
૪૧૮૭ (મૃત્યુને) પસાર કર્યા બાદ આપણા માટે આવો વિજય છે. (આયાતના શબ્દો) "ખરેખર, મારા કતલ થવામાં જીવન છે.”
૪૧૯૭ ‘ચીકપી’એ કહ્યું, ઓ બાઈ સાહેબ, જ્યારે આમ છે તો ”હું ખુશીથી ઉકળીશ સત્યતા(verity)માં મને મદદ કરજે."
૪૧૯૮ તું આ ઉકાળવામાં મારી યોજક છે, કડછાથી મને ખૂબ ફટકાર, કારણ કે તું ઘણા આનંદપુર્વક મારે છે.
૪૨૦૦ હું તેથી ઉકળવા અંગે મારા ખુદને તાબે કરૂં, (અને) અંતે (પ્રિતમને) આલીંગન કરવાનો રસ્તો શોધું.
મહેમાનને મારી નાખનાર મસ્જિદના મહેમાનની દ્રઢતા અને સચ્ચાઈની બાકી રહેલી વાર્તા.
૪૨૧૨ શહેરના તે ઉચ્ચ મહત્વાકાંક્ષી અજાણ્યાએ કહ્યું, “હું આજની રાત્રિ આ મસ્જિદમાં સુઈશ.”
૪૨૧૩ ઓ મસ્જિદ, ઓ તું મારૂં કરબલા બને, તો તું મારો કાબા (પણ) બની શકે છે, કે જે મારી જરૂરીયાત પુરી કરે છે.
૪૨૧૪ ઓ પસંદગી પામેલા ઘર, સાંભળો, કે જેથી હું મનસુર (અલ હલ્લાજની) માફક દોરડાનો નાચ કરું.
હ. મહમ્મદ (૨.સ.અ.)ની પ્રણાલીકા ઉપર વિવરણ કે, કુરાનનો જાહેરી અર્થ છે અને (આંતરિક) અર્થ, અને તેનો આંતરિક (અર્થ) ને આંતરિક અર્થ છે. તે વિષે.
૪૨૪૪ જાણ કે કુરાનના શબ્દોનો જાહેરી (અર્થ) છે, અને જાહેરી (મતલબ) નીચે (બીજો) ખૂબ જ અતી પ્રબળ આંતરિક (અર્થ) છે.
૪૨૪૫ અને (આંતરિક) અર્થની નીચે, એક ત્રીજો (આંતરિક) અર્થ છે, કે જેમાં બધા બુદ્ધિમાનો ગુમાએલા બને છે.
૪૨૪૬ કુરાનનો ચોથો (આંતરિક) અર્થ, અજોડ અને બિન હરિફ ખુદા સિવાય કોઈ સમજ્યો નથી.
૪૨૪૭ ઓ પુત્ર, કુરાન (માત્ર) બહારથી ન નિહાળ, શેતાને હ. આદમમાં માટી સિવાય બીજું કાંઈ જોયું નહિ.
૪૨૪૮ કુરાનનો જાહેરી (અર્થ) એ માણસની માફક છે, કારણ કે તેનો બાહ્ય દેખાવ દ્રષ્યમાન થાય છે, જ્યારે કે તેનો આત્મા છૂપેલો છે.
૪૨૪૯ એક માણસના કાકા, મામા સેંકડો વર્ષ સુધી તેને જુએ તો પણ, તેની આંતરિક હાલત એક વાળ જેટલી પણ જોશે નહિ.
૪૨૮૪ કુરાને મજીદ કયામત સુધી પ્રસિદ્ધિ પામ્યા કરશે. અજ્ઞાનતાના આધિન ઓ લોકો.
૪૨૮૭ હું ખુદાનો શબ્દ છું અને (દૈવી) સત્યતાથી હૈયાત છું, હું આત્માના આત્માનો ખોરાક છું અને પવિત્રતાનો મણી છું.
૪૨૮૮ હું તમારા ઉપર પડેલો તડકો છું, પણ હું સૂર્યથી જુદો બનેલ નથી.
૪૨૮૯ અરે, હું પાણીનું જીવન અને ઝરો છું, કે જેથી હું (ખુદાના) પ્રેમીઓને મૃત્યુમાંથી મુક્તિ અપાવું.
ઘોડાઓના તબેલાના રખેવાળના ફટકાના અવાજથી વછેરાના પાણી પીવાના ઈન્કારની વાર્તા.
૪૨૯૨ તેના વિવરણમાં તેણે કહ્યું તેમ, વછેરૂં અને તેની મા, પાણી પીતા હતા.
૨૨૯૩ પેલા શખ્સ (ઘોડાના રખેવાળો) ઘોડાઓ તરફ ચાલુ બરાડા પાડી ફટકારતા હતા, “આવો, એઈ, પીઓ.”
૪૨૯૪ ફટકારવાનો (અવાજ) વછેરાના કાને પહોંચ્યો, તે તેનું માથું ઉંચુ કરતું હતું અને પાણી પીવાની મના કરતું હતું.
૪૨૯૫ તેની માએ પૂછયું, “ઓ વછેરા, તું આ પાણી પીવાનું રોજ શા માટે ઈન્કારે છે ?”
૪૨૯૬ વછેરાએ કહ્યું, “આ લોકો ફટકા લગાવે છે, હું તેઓની બુમોના બનાવથી ગભરાઉં છું,
૪૨૯૭ તેથી મારૂં દિલ ધ્રુજે છે અને કુદકા મારે છે. બુમ અંગેના બનાવની ભયંકરતા મારા તરફ આવે છે.
૪૨૯૮ મા'એ કહ્યું, "જ્યારથી દુનિયા અસ્તિત્વમાં છે ત્યારથી, પૃથ્વી પર (બીજાના કામમાં) દખલ કરનાર લોકો છે."
૪૨૯૯ સાંભળ તું તારૂં પોતાનું કામકાજ સંભાળ, ઓ ઉપયોગી આદમી તેઓ બહુ જલ્દીથી (દીલગીરીમાં) પોતાની દાઢી પીંખશે.
૪૩૦૦ વખતની પાબંધી છે, અને વિપુલ પાણી વહી જાય છે. પહેલાં (પી લે ). (તેમાંથી) છુટા બનવામાં તું કટકાઓમાં વહેંચાઈ જઈશ.
૪૩૦૧ જીવનના જળથી ત્યાં એક પ્રખ્યાત નહેર છે. પાણી ખેંચ, એટલા માટે કે તારામાંથી લીલોતરી ઉગી નીકળે.
૪૩૦૨ ઔલીયાની વાણીની સરિતામાંથી “અમે ખિઝર"નું પાણી પીએ છીએ, ઓ ગાફલ, તરસ્યા આદમી આવ,
૪૩૦૩ જો તું પાણી જુએ નહિ, આંધળાની યુક્તિબાજ રીતથી કુંજાને નદીએ લાવ, અને નદીમાં ઉંડો રાખ.
૪૩૦૪ નદીના પ્રવાહમાં કેટલું પાણી છે, તે તો તમે સાંભળ્યું હશે, (જા અને કોશીષ કર) આંધળા માણસે એક રાગે તેના પ્રયાસો કર્યા હશે.
૪૩૦૫ પાણીની મસકને પાણીની નીચે લઈ જાઓ કે જેને પાણીના વિચારો છે, કે જેથી તમને પાણીની મસક વજનદાર લાગે.
૪૩૦૬ જ્યારે તે તમને ભારે લાગી, તે તમને સત્ય તરફ લઈ જશે. તે પળે તમારૂં દિલ સુકાપણાથી મુક્તિ પામશે.
૪૩૦૭ એ કે આંધળો માણસ નદીનું પાણી દ્રષ્ટિથી જોતો નથી, છતાં કુંજો વજનદાર માલમ પડે છે.
૪૩૦૮ કે કેટલું પાણી નદીમાંથી કુંજામાં ગયું છે, કારણ કે આ કુંજો ફોરો હતો. અને (હવે) તે ભારી બન્યો છે, અને પાણીથી કુલ્યો છે.
૪૩૧૮ ચાલો આપણે પણ વછેરાની માફક પાણી પીએ, વગોવણી કરનારા હલકા સુચનોને ધ્યાન આપીએ નહિ.
મસ્જિદમાંના મહેમાનના કાને મધ્યરાત્રિએ તિલસ્માતી બુમ આવી.
૪૩૨૧ પેલા પોતાની કુરબાની આપનાર બહાદુરને મસ્જિદમાં શું દેખાણું તે જણાવ, અને તેણે શું કર્યું?
૪૩૨૨ તે મસ્જિદમાં સુતો, (પણ) વાસ્તવિક રીતે તે સુતો ખરો? પાણીમાં ડુબતો એક માણસ કેમ સુએ ?
૪૩૪૫ હવે ભયંકર બૂમની વાત સાંભળ, કે જેનાથી પેલો નશીબદાર માણસ (પોતાની જગ્યાએથી) હટ્યો નહિ.
૪૩૪૬ તેણે કહ્યું, “હું શા માટે બીઉં ? કારણ કે આ તો ઉત્સવનું નગારૂં છે, જ્યારે કે ફટકા તેના ઉપર પડતા હોય, ભલે નગારૂં (કાયા) બીએ !
૪૩૫૨ હૈદર (હ. મૌલા મુર્તુઝાઅલી અ. સ.)ની માફક મારા માટે વખત આવ્યો છે કે, બાદશાહી ઝડપથી મેળવું અથવા કાયાથી ભાગી છુટું.
૪૩૫૩ તે કુદકો મારી ઊભો થયો અને બુમ પાડી, ઓ શાહજાદા, અરે, હું અહીં છું, જો તું હો તો આવી જા.
૪૩૫૪ તેના અવાજે, પેલું તિલસ્માત તેજ પળે વિખરાઈ ગયું. દરેક દિશાએથી જુદી જુદી જાતનું સોનું પડવું શરૂ થયું.
૪૪૫૫ એટલું બધું સોનું નીચે પડયું કે, પેલો યુવાન બી ગયો કે, રખે ને તેની વિપુલતાથી તે રસ્તો બંધ કરી દીએ.
૪૩૫૬ ત્યારબાદ તે તૈયાર સિંહ (હિંમતવાન) ઊભો થયો અને પહોં ફાટતાં સુધી સોનું ઉપાડતો ગયો,
૪૩૫૭ અને તેને દાટીને પાછો આવ્યો, એક વધુ વાર કોથળા અને ગુણી સાથે.
૪૩૫૮ પીછે હઠ કરનારા બીકણની અવ્યવિસ્થત દિલને ન ગણકારતાં, પેલા ખુદીવાળાએ તેનો (સોનાનો) મોટો ગોદામ ભર્યો.
૪૩૫૯ દરેક આંધળા, સોનું પુજનારા, (ખુદાથી દુર એવા)ના મગજમાં (આ વિચાર હશે) કે આ (પાર્થીવ) સોનું છે, એવું સમજાતું હશે.
૪૩૬૨ નહિ, (તે) સોનું (દૈવી) છાપથી છપાએલું છે, (સોનું) કે જે કાળગ્રસ્ત બનતું નથી (પણ) અનંત કાળનું છે.
૪૩૬૫ પેલી મસ્જિદ મીણબત્તી હતી, અને તે (મહેમાન) પતંગીયું હતો. પેલા પતંગીયા જેવી ખાશીયતવાળા માણસે પોતાને દાવમાં મુકી દીધો.
૪૩૭૧ તે હ. મુસા (અ. સ.)નું ઝાડ છે અને 'નૂર'થી ભરપુર છે. આવ, હવે તેને 'નૂર' કહી બોલાવ. તેને અગ્ની કહે નહી.
૪૭૬૪ કબ્રસ્તાને જા, ચુપકીદીમાં થોડી વાર બેસ, અને પેલા છટાદાર ખામોશીવાળાને જુઓ !
વાર્તા
પ્રેમીએ પ્રિયતમાને શોધી કાઢી, ગોતનાર શોધનાર છે. તેનું વિવરણ, કારણ કે જે કોઈ એક કીડી જેટલા વજનની ભલાઈ કરે છે, તે તે (અંતે) જોશે, તે વિષે.
૪૭૮૦ (તેમ બન્યું ) તે સાત વર્ષો સુધી પેલો યુવાન શોધવામાં (રોકાએલો બન્યો) મિલનના આભાસમાં તે (પોતે) આભાસ જેવો બન્યો.
૪૭૮૧ (જો) ખુદાના (રક્ષણનો) પડછાયો (ખુદાના) દાસના માથા ઉપર હોય તો, ગોતનાર આખરે શોધક બને છે.
૪૭૮૨ હ. પયગમ્બર સાહેબે કહ્યું છે કે “જ્યારે તમે દરવાજો ખખડાવશો, આખરે એક માથું દરવાજામાંથી બહાર આવશે.”
૪૭૮૩ જ્યારે તમે અમુક ચોક્કસ માણસ માટે રાહ જોતા બનો છો, ત્યારે આખરે તમે ચોક્કસ માણસનો ચહેરો પણ જોશો.
૪૭૮૪ દરેક દિવસે જ્યારે તમે ખાઈમાંની જમીન ખોદવી ચાલુ રાખશો, આખરે તમે ચોકખા પાણી પાસે આવી પહોંચશો.
૪૭૯૮ પૂર્વ અને પશ્ચીમ આખી દુનિયા તે “નૂર' મેળવે છે. (પણ) જ્યાં સુધી તું ખાડામાં છે, ત્યાં સુધી તારા ઉપર તે પ્રકાશિત નહિ થાય.
૪૮૦૩ જ્યારે કે તે (પ્રેમી) ધીરજ પૂર્વક દરવાજો ખખડાવતો હતો, આખરે એક દિવસે તેણે ગુપ્ત રીતે મુલાકાત મેળવી.
૪૮૦૪ રાત્રીના ચોકીદારની બીકે તે રાતના બગીચામાં કુદી પડ્યો, (ત્યાં) તેને તેની પ્રિયતમા મીણબત્તી અને બત્તીની માફક (ઝગમગતી) માલમ પડી.
૪૮૦૫ તેણે તે પળે કારણના બનાવનારને કહ્યું, “ઓ ખુદા રાત્રીના ચોકીદાર ઉપર તારા આર્શીવાદ હોજો !"
૪૮૦૬ તે (મારાથી) અજાણતાં, તે કારણો ઉત્પન્ન કર્યા છે, દોજખના દરવાજેથી તું મને બહિશ્તમાં લઈ આવ્યો છે.
૪૮૦૭ તેં આ બાબતમાં (ચોકીદારથી નાસવાનું) કારણ ઉત્પન્ન કર્યું. છેવટે હું તિરસ્કારનો એક કાંટો પણ પકડી ન શકું.
૪૮૦૮ ખુદાએ પગનાં (હાડકાં તુટવામાં) પાંખ અર્પણ કરી છે, જેમકે તે ખાડાના ઉંડાણમાંથી (ભાગવાનો) દરવાજો ખોલ્યો છે.
૪૮૦૯ (ખુદાએ કહ્યું,) તું ઝાડ ઉપર છો કે ખાડામાં, તે ગણત્રી કર નહિ. મારામાં ધ્યાન લગાડ, કારણ કે હું રસ્તાની ચાવી છું.
૪૮૧૦ જો તમારે બાકી રહેલી આ વાત વાંચવી હોય તો મારા ભાઈ (તે) ચેાથી બુકમાં ગોતજે.
ભાગ ૩ જો સમાપ્ત.
યા અલી મદદ