મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી
વાર્તા - 3
વાર્તા - 3
૭૧૬ તું બધો આ બાજુ જ છે (તેથી) પેલી બાજુની ખોટી બડાઈ ન હાંક, જ્યારે કે તું (ખુદીથી) મરી ગયો નથી, નકામો તું પોતાને ત્રાસ ન આપ.
એક શિયાળનું રંગની દેગમાં પડવું અને ઘણા રંગોથી રંગાવું અને શિયાળો વચ્ચે આવી પોતે મોર હોવાનો ઢોંગ કરવા વિષે.
૭૨૧ અમુક શિયાળ રંગની દેગમાં પડ્યો, અને તે દેગમાં તે થોડીવાર રહ્યો.
૭૨૨ અને પછી ઉઠયો, તેની ચામડી પચરંગી બની. કહેવા લાગ્યો, હું સ્વર્ગનો મોર બન્યો છું.
૭૨૩ તેની રંગાએલી ચામડીએ મોહક તેજસ્વીતા મેળવી અને સુર્ય પેલા રંગો પર પ્રકાશ્યો.
૭૨૪ તે પોતાને લીલો અને રાતો અને કાબરચીતરો અને પીળો જોવા લાગ્યો. (તેથી) તેણે પોતાને શિયાળો સમક્ષ ગૌરવપુર્વક રજુ કર્યો.
૭૨૫ તેઓ બધાએ કહ્યું, “ ઓ નાના શિયાળ, શું હકીકત છે કે, તારા ચહેરા પર હર્ષાતિરેક નજરે પડે છે.”
૭૨૬ કારણ કે હર્ષાતિરેકમાં તું અમારાથી જુદો પડી ગયો છે. તું આ મગરૂરી ક્યાંથી ખરીદી લાવ્યો છે?
૭૨૭ શિયાળોમાંનો એક તેની પાસે ગયો અને કહ્યું, અરે ઓ ફલાણા તું ખોટી રીતે વર્ત્યો છે. અથવા તો તેઓ કે જેઓનાં દીલો (ખુદામાં) આનંદીત બન્યાં છે. તેવો ખરેખર બન્યો છે?
૭૨૮ છેવટમાં તેં છેંતરપીંડી કરી છે કે, તું ઉંચા આસન પર કુદકો માર્યો છે. અને તારી મિથ્યા ચર્ચાએ આ ટોળાને દીલગીરીમાં ગરકાવ કર્યું છે.
૭૨૯ તેં તનતોડ મહેનત કરી છે, (પણ) તેં કાંઈ (રૂહાની) ઉષ્મા બતાવી નથી. તેં તને દગલબાજીથી, ઊદ્ધતાઈના ટુકડા તરીકે જાહેર કર્યો છે.
૭૩૦ (રૂહાની) ઉષ્મા એ વલીઓ અને નબીઓ ધરાવતા હોય છે. બીજી રીતે ઊદ્ધતાઈ એ દરેક ઢોંગીનું આશ્રયસ્થાન છે.
૭૩૧ કારણ કે તેઓ લોકોનું ધ્યાન પોતા તરફ દોરે છે, કહે છે, “અમે (ખુદા સાથે) આનંદમાં છીએ (જ્યારે દીલમાં) તેઓ વધુ પડતાં દુઃખી હોય છે."
એક પતરાજીખોર દરરોજ સવારે તેના હોઠ અને મુછો જાડા ઘેટાંની પુછડીથી ઘસતો અને તેના સાથીદારો વચ્ચે આવી કહેતોઃ મેં આવી આવી સારી વાનગીઓ ખાધી છે.
૭૩૨ એક માણસ કે જેની (લોકો તેની ગરીબાઈ અંગે) ઓછી કિંમત કરતા; રોજ સવારે પોતાની મુછો ઉંજવતો (greased).
૭૩૩ અને જાણીતા અને (પૈસાદાર) લોકો વચ્ચે જઈને કહેતો, મેં મહેફીલમાં સારી, સારી તળેલી વાનગીઓ આરોગી છે.
૭૩૪ તેની નિશાની તરીકે પોતાની મુછે તાવ દઈ કહેતો, “મારી મુછો તરફ જુઓ”
૭૩૫ કારણ કે તે મારા આ શબ્દોને સાચા ઠરાવવાની સાક્ષી છે, અને સ્વાદીષ્ટ અને તળેલા ખોરાક ખાધાંની નિશાની છે.
૭૩૬ તેનું પેટ અવાજ વગર જવાબમાં કહેતું: "જુઠાઓના કાવત્રાં ખુદા નાશ કરે."
૭૩૭ તારી બડાઈએ મારામાં અગ્નિ સળગાવી છે. તારી ઉજવાએલી મુછો ભલે તુટી પડે!
૭૩૮ ઓ ભિખારી, જો તારી ઢોંગી બડાઈ ન હોત તો, કોઈ દયાળુ માણસે મારા પર દયા કરી હોત !
૭૪૦ ખુદાએ કહ્યું છે “તમારો કાન કે પુછડી ખોટી રીતે વાળો નહિ. તેઓની સચ્ચાઈ તેઓને સાચો ફાયદો પહોંચાડશે.”
૭૪૧ તમારી ભુલો છુપાવવાની કોશીષ કરતા નહિ. તમારૂં જે હોય તે જાહેર કરો, રસ્તામાં 'ટચ સ્ટોન' કસોટીનો પત્થર છે.
૭૪૨ અથવા જો તમે તમારી ભુલો જાહેર ન કરો તો પણ નકામી વાતો કરવાથી દુર રહો. તમને પોતાને છેતરપીંડી અને આડંબરથી મારી નાખો નહિ.
૭૪૫ ખુદાએ કહ્યું છે, “જન્મથી મરણ સુધી દર વર્ષે બે વખત તેઓની પરિક્ષા કરવામાં આવે છે.
૭૪૮ તે તેના ઢોંગ થકી પૈસાદાર બનવાની ઇચ્છામાં (બડાઈખોર નાસ્તિક બન્યો હતો), પણ તેનું પેટ તેની મુછને ધિક્કારતું હતું.
૭૪૯ (પેટ) બુમ પાડતું હતું. તું કે જે સંતાડે છે. તે બતાવી દે. તેણે મને હજમ કરેલ છે, ‘ઓ ખુદા, તેના ગુનાહ પ્રકાશિત કર.'
૭૫૩ પેલું પેટ તેની મુછનું દુશ્મન બન્યું અને ખાનગી રીતે દુઆનો આસરો લીધો.
૭૫૪ બુમ પાડી કહે, ઓ ખુદા આ હલકટના આ ડંફાસના ગુનાહને પ્રકાશમાં આણ. એટલા માટે કે અમીરોની દયા મારા તરફ ફરે.
૭૫૫ પેટની દુઆનો જવાબ આપવામાં આવ્યો. ઉત્સાહી જરૂરીયાતે વાવટો ફરકાવ્યો. (હાજત પુરી થઈ).
૭૫૬ ખુદાએ કહ્યું છેઃ “જો કે તું દુરાચારી અને મૂર્તિપૂજક બને તો પણ, જ્યારે તું મને બોલાવીશ. હું જવાબ આપીશ.
૭૫૭ જો તું દુઆ માગવામાં સતત વળગી રહીશ અને બુમ પાડી ઉઠીશ, તો અંતે તે તને પીશાચના હાથમાંથી છોડાવશે.
૭પ૮ જ્યારે પેટ પોતે ખુદાને આધીન થયું, એક બિલાડી આવી અને પેલા ઘેટાની પૂછડીને લઈ નાશી ગઈ.
૭૬૦ એક નાનું બચ્ચું ટોળાની (વચ્ચેથી) આવ્યું અને તે બડાઈ ખોરની આબરૂ ઉઠાવી ગયું.
૭૬૧ તેણે કહ્યું, “ઘેટાની પૂછડી કે જેનાથી રોજ તમે હોઠ અને મુછ ઊંજવતા હતા તે…
૭૬૨ બિલાડી આવી અને ઓચીંતી ઝુંટવી ભાગી ગઈ. હું દોડયો પણ કાંઈ વળ્યું નહિ.
૭૬૩ તેઓ કે જેઓ ત્યાં હાજર હતા અજાયબીમાં હસ્યા. અને દયાની લાગણી તેઓના અંતરમાં ફરીવાર દોડવા લાગી.
૭૬૪ તેઓએ તેને ખાણા માટે આમંત્ર્યો અને સંપૂર્ણ ધરાએલો રાખ્યો. તેઓએ તેની જમીનમાં દયાનાં બી વાવ્યાં.
૭૬૫ જ્યારે તેણે અમીર પાસેથી પ્રમાણિકતાનો અનુભવ કર્યો, તે પોતે નમ્રતાપૂર્વક પ્રમાણીકતાનો ભક્ત બન્યો.
શિયાળ કે જે રંગારાની દેગમાં પડયો હતો મોર બનવાના તેના ઢોંગ વિષેની બાકી રહેલી વાત.
૭૬૬ (તેવી જ રીતે) પેલો પચરંગી શિયાળ છુપી રીતે આવ્યો અને ઠપકો દેનારના કાનની બુટ ઉપર ટકોર્યો(tapped),
૭૬૭ મારા અને મારા રંગ તરફ જોવા તમને આજીજી કરૂં છું. ખરેખર મૂર્તિપૂજક, મારા જેવી મૂર્તિ ધરાવતો નથી.
૭૬૮ ફુલના બગીચાની માફક હું સુગંધી અને ઘણી સુંદરતાવાળો બન્યો છું. મને સલામ કરો, મને નમો, મારાથી ભાગો નહિ.
૭૬૯ મારો ભભકો, સુંદરતા અને પ્રકાશ જુઓ. મને દુનિયાની મગરૂરી, મને ધર્મનો થાંભલો કહીને બોલાવો.
૭૭૦ હું દૈવી દયાની રંગભૂમિ બન્યો છું. જેના પર દૈવી હસ્તિ જાહેર થઈ છે, તેની હું તખ્તી બન્યો છું.
૭૭૧ ઓ શિયાળો, ધ્યાન દઈને સાંભળો, મને શિયાળ કહીને ન બોલાવો, શિયાળને આટલી બધી ખૂબસુરતી કેમ હોઈ શકે?
૭૭૨ પેલા શિયાળો ટોળાબંધ તેની વધુ નજીક આવ્યા. મીણબત્તીની આજુબાજુ પતંગીયાની માફક નજીક આવ્યા.
૭૭૩ ઓ (પવિત્ર) પદાર્થમાંથી બનેલા, તો પછી કહે, અમે તને શું કહી બોલાવીએ! તેણે જવાબ આપ્યો, એક ગુરૂ ગ્રહ જેવો સુશોભીત મોર.
૭૭૪ પછી તેઓએ તેને કહ્યું: “રૂહાની મોર (પ્રિયતમના) ગુલાબ વાડીમાં દેખાવ કરે છે.
૭૭૫ તું તેની માફક દેખાવ (કળા) કરીશ ? તેણે કહ્યું : 'ના' હું તેઓના મેદાનમાં ગયો જ નથી. તો હું 'મીના' (ની ખીણમાં) કેવી રીતે વર્તું ?
૭૭૬ તું મોર જેવો ટહુકો કરે છે? તેણે કહ્યું, 'ના' તો પછી ‘માસ્તર બુખલઆલા' તું મોર નથી.
૭૭૭ મોરનો માનદાયક પોષાક સ્વર્ગમાંથી આવે છે, તું તેવો રંગ (પોષાક), ઢોંગ થકી કેવી રીતે મેળવીશ?
સરપ પકડનાર કે જેણે થીજી ગએલા સરપને મરેલો માન્યો અને દોરડામાં બાંધી બગદાદમાં લાવ્યો તે વિષે.
૯૭૬ ઇતિહાસકારની એક વાર્તા સાંભળ, એટલા માટે કે તમે આ ખુલેલા ગુઢાર્થનો ઈશારો મેળવો.
૯૭૭ એક સરપ પકડનાર પોતાના મંત્ર બળે, સરપ પકડવા પર્વતમાં ગયો.
૯૭૮ હરકોઈ (હીલચાલમાં) ધીમો હોય કે ઉતાવળો, શોધનાર બને છે, મેળવનાર બને છે.
૯૭૯ હંમેશા તારા બંન્ને હાથોથી શોધવાની કોશીષ કર, કારણ કે શોધ, એ તે રસ્તાનો ઉત્તમ ભોમિયો છે.
૯૮૦ (કદાચ તમે ) લુલા લંગડા અને શારીરિક રીતે વાંકા વળેલા અને એકાગ્ર ન પણ હો, તો પણ તેના તરફ ઢસડાતા જાઓ અને તેની જ ફિકરમાં રહો.
૯૮૧ કદી વાણીથી, અને કદી મૌનથી, અને કદીક ગંધથી, તે બાદશાહના રહેઠાણની સુગંધ શોધો.
૯૮૨ હ. યાકુબ (અ. સ.) એ પોતાના દીકરાઓને કહ્યું, યુસુફની હદ ઉપરાંતની તપાસ આદરો.
૯૮૩ તમારી દરેક સમજને જાગૃત કરીને તેની શોધમાં અંત:કરણપૂર્વક લાગી જાઓ.
૯૮૪ તેણે (હ. યાકુબે) કહ્યું, ખુદાઈ ફૂંક (દયા) થી નાઉમેદ નહિ થતા. પોતે પોતાના દીકરાને ગુમાવ્યો હોય તેમ દરેક દિશાએ દોડો.
૯૮૫ મોઢાની (વાણીની) સમજ થકી તપાસ કરો (અને) તેની શોધમાં ચારે દિશાએ તમારાં કાન ખુલ્લા રાખો.
૯૮૬ એક મીઠી સુગંધ તે દિશાની લ્યો, કારણ કે તમે તે દિશાના પરિચિત છો.
૯૮૮ આ બધી પ્રેમાળ ચીજો ઉંડા દરિયામાંથી છે. ટુકડાને છોડી દે, તારી આંખો અખંડ ઉપર લગાડ.
૯૯૨ અખંડના ટુકડાથી સુગંધ મેળવ, ઓ ઉમદા શખ્સ, ઓ શાણા, સામસામી દિશાઓમાંથી સુગંધ મેળવ.
૯૯૩ લડાઈઓ ખાત્રીપૂર્વક સુલેહ લાવે છે. સરપ પકડનારે દોસ્તીના કારણે સરપ પકડયો.
૯૯૪ માણસ દોસ્તીના કારણ થકી સરપ શોધે છે. એ તેની જરૂર વગરની કાળજી રાખે છે.
૯૯૫ તે (સરપ પકડનાર) પર્વતોની આજુબાજુ બરફના દિવસોમાં સર૫ પકડવાની શોધમાં હતો.
૯૯૬ અચાનક તેણે એક મહાકાય મરેલો સાપ જોયો તેના કારણે તેના દિલમાં કંપારી છુટી ગઈ.
૯૯૭ (જ્યારે ) કે સરપ પકડનાર સખત શિયાળામાં સરપો શોધતો હતો, તેણે એક મરેલો સરપ અચાનક જ જોયો.
૧૦૦૩ સરપ પકડનારે સરપને લીધો અને માણસોને નવાઈ પમાડવા (આકર્ષવા) તેને બગદાદ લઈ આવ્યો.
૧૦૦૪ પેટ ભરવાની તૃષ્ણામાં, ફળ માટે, તે ઘરમાં થાંભલા જેવો અજગર ખેંચી લાવ્યો.
૧૦૦૫ એમ કહીને કે “હું એક મરેલો અજગર લાવ્યો છું. તેનો શિકાર કરવામાં સખત તકલીફો ભોગવી છે.
૧૦૦૬ તેણે તેને મરેલો ધાર્યો. પણ તે જીવતો હતો. તેણે તેને સારી રીતે તપાસ્યો ન હતો.
૧૦૦૭ તે હીમ અને બરફથી થીજેલો હતો. તે જીવતો હતો, પણ દેખાવમાં મરેલા જેવો લાગતો હતો.
૧૦૩૦ (આખરે) જાહેરમાં રમત કરનાર બગદાદમાં આવી પહોંચ્યો, કે લોકો જોઈ શકે તેમ, ચાર રસ્તાઓ વચ્ચે જાહેરમાં પોતાનો તમાશો બતાવે.
૧૦૩૧ (તે) માણસે ટીગ્રીસ નદીના કિનારે તમાશો ગોઠવ્યો, અને બગદાદ શહેરમાં ગોકીરો ઉઠ્યો.
૧૦૩૨ એક સરપ પકડનાર અજગરને લાવ્યો છે. તેની પાસે ભાગ્યે જ મળી શકે તેવું. અજાયબ જાનવર છે.
૧૦૩૩ અસંખ્ય ભોળા લોકો ભેગા થયા. તેના માટે શિકાર જેવા બનીને પોતાની મુર્ખાઈમાં આવ્યા.
૧૦૩૬ અસંખ્ય આળસુ બડબડીયા, તેની આજુબાજુ ગોળ કુંડાળું બનાવતા ભેગા થયા.
૧૦૩૮ જ્યારે તેણે (સરપ પકડનારે ઢાંકેલું) કપડું ખુલ્લું કરવા માંડ્યું. ટોળામાંના લોકો તેઓનાં ડોકાં (જોવા માટે) ખેંચવા લાગ્યા.
૧૦૩૯ અને સરપ કે જે અતિશય ઠંડીથી થીજી ગયો હતો તેને જોયો. કે જે (સર૫) સેંકડો જાતનાં ઉનના ગાભા અને ચીંથરાઓમાં વીંટાયેલો હતો.
૧૦૪૧ તમાશાની મધ્યમાં વિરામ વખતે, અને (લોકોને) વધુ ભેગા કરવાના વખતે, ઈરાકના સૂર્યે સરપ ઉપર તડકો ફેંક્યો.
૧૦૪૨ ગરમ દેશના સૂર્યે તેને ગરમ કર્યો, તેના અવયવોમાંથી ઠંડી પ્રકૃતિ ઉડી ગઈ.
૧૦૪૩ તે મરેલો બનેલો હતો અને તે બચી ગયો. અજગર પોતાની મેળે (માણસોની) અજાયબી વચ્ચે હાલવા ચાલવા લાગ્યો.
૧૦૪૫ પેલાના હલનચલનની અજાયબીમાં તેઓ પડતા આખડતા ટોળાબંધ ભાગ્યા.
૧૦૪૬ તેણે (અજગરે તેને જોવા ભેગા થએલા)ને વિખેરી નાખ્યા. અને દરેક દિશાએ ભાગતા લોકોની જોરદાર બુમો ઉઠી.
૧૦૪૭ તેણે ટોળાં વિખેરી નાખ્યાં અને નીચેથી આસ્તે આસ્તે સરકવા લાગ્યો. એક સંતાએલો અજગર સિંહની માફક ગર્જના કરતો હતો.
૧૦૪૮ આ ધક્કામુક્કીમાં ઘણા માણસો મરાઈ ગયા, પડીને મરી ગએલાના એક સો ઢગલા બનાવવામાં આવ્યા.
૧૦૫૧ અજગરે પેલા નાદાનનો એક કોળીઓ કર્યો. હજાજ (ઈરાકનો લોહી તરસ્યો અમીર) માટે લોહી પીવું એ સહેલું છે.
૧૦૫૭ તેની (ખુદાની) જુદાઈના બરફમાં (તારા) અજગરને રાખજે, ખબરદાર થાજે. ઈરાકના સુરજમાં તેને લઈ ન જતો.
૧૦૫૮ જ્યાં સુધી તારો તે અજગર થીજી ગયેલો રહેશે (સારું છે). જો તે છુટો થશે તો, તું તેનો કોળીઓ બની જઈશ.
૧૦૬૧ તેને ખરા મર્દની રીતે (રૂહાનીયત) આબાદી અને લડાઈ તરફ દોરવી જા. ખુદા તને પોતાનો મેળાપ કરાવી બદલો આપશે.
૧૧૧૬ (રૂહાનીયત) મદહોશી માટે વિચારો હાંકી કાઢવા જરૂરી છે. મદહોશી (બધા) વિચારો અને યાદીઓ ભેગી કરતાં અટકાવે છે.
૧૧૧૭ જ્ઞાનમાં જે વધુ સંપૂર્ણ છે, તે હકીકતમાં વધુ પાછળ છે, અને દેખાવમાં વધુ આગળ વધેલો (દેખાય) છે.
૧૧૨૩ આ ટોળું પોતાના દીલમાંથી જાહેરી જ્ઞાન ધોઈ નાખે છે. કારણ કે આ જ્ઞાન, આ રસ્તો જાણતું નથી.
૧૧૨૪ એકને એવા જ્ઞાનની જરૂર છે કે, જેનું મૂળ પેલી પાર છે; જેની દરેક ડાળ તેના મુળની માર્ગદર્શક છે;"
૧૧૨૭ તેટલા ખાતર જાહેરમાં આગળ આવવાની કોશીષ ન કર. આ દિશાએ લુલો બની જા. અને પાછા ફરવાની વેળાએ આગેવાન બન.
૧૧૩૦ ફિરસ્તાઓની માફક કહે, “અમોને કાંઈ જ્ઞાન નથી; આખરમાં તેં અમોને શીખવ્યું છે” તારો હાથ પકડે.
૧૧૧૮ તેણે (ખુદાએ ) કહ્યું છે. “(ખરેખર અમે તેમાં) પાછા ફરનાર છીએ” અને તે પાછા ફરવું એવી રીતનું છે કે, ટોળું પાછું ફરે છે અને ઘરે જાય છે.
૧૧૧૯ પાણી પીવા ગએલ ટોળાને પાછું વાળવામાં આવે છે. બકરો કે જે આગેવાન (આગળ હતો) તે પાછળ રહી જાય છે.
૧૧૫૧ માણસ કે જે અવકાશમાં ઉપર ચડે છે, કે જેનામાં ‘ખુદાનું નુર' છે, તેને ભુતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળ સાથે શું સબંધ છે?
૧૨૫૧ હ. મુસા (અ. સ.) ને યાદ કરવા એ (વાંચનારા માટે) સાંકળ બની છે. (તેઓ વિચારશે કે) આ બધી વાર્તાઓ ઘણા લાંબા વખત પહેલાં બની છે.
૧૨૫ર ઓ ભલા આદમી, હ. મુસા (અ.સ.) નું વર્ણન પડદા માફક બની રહે છે. પણ તારા માટે હ. મુસા (અ.સ.)નું 'નુર' (અત્યારે પણ) સંબંધીત છે.
૧૨૫૩ તારામાં હ. મુસા (અ. સ.) અને ફિરઓન (છે). તારે તે બંન્ને પ્રતિસ્પર્ધીઓને તારામાં શોધવા જોઈએ.
૧૨૫૪ હ. મુસા (અ. સ.)ની આલ ક્યામત સુધી (ચાલુ રહેશે). “નુર” જાદુ નથી (જોકે) બત્તી જુદી બની છે.
૧૨૫૫ આ સંસારીક બત્તી અને આ વાટ જુદી જુદી છે, પણ તેનું 'નુર' જુદું નથી, તે (નુર પેલી પારનું) છે.
૧૨૫૬ જો તું કાચ તરફ જોતો રહીશ, તું ગુમાવાઈ જઈશ. કારણ કે કાચમાં બહુવચન દેખાય છે.
૧૨૫૭ પણ જો તું તારી નજર 'નુર' ઉપર રાખીશ, તો તું દ્વૈતપણા અને મર્યાદીત કાયાથી બચી જઈશ.
હાથી અંધારા ઓરડામાં હતો. કેટલાક હિન્દુઓ તેને પ્રદર્શન માટે લાવ્યા હતા.
૧૨૫૯ હાથી અંધારા ઓરડામાં હતો. કેટલાક હિન્દુઓ તેને પ્રદર્શન માટે લાવ્યા હતા.
૧૨૬૦ ઘણા માણસો, દરેકે દરેક તેને જોવાની ખાતર પેલા અંધારામાં જતા હતા.
૧૨૬૧ તેને આંખથી જોવાનું અશક્ય હતું. (દરેક જણ) પોતાના હાથની હથેળીથી અંધારામાં (હાથીનો) અનુભવ કરતો હતો.
હાથીનું વર્ણન અને આકારની સહમતિ ન હોવા વિષે.
૧૨૬૨ એકનો હાથ સુંઢ ઉપર પડયો. તેણે કહ્યું, “આ જનાવર પાણીના પાઈપ જેવો છે.”
૧૨૬૩ બીજાનો હાથ તેના કાનને અડક્યો, તેને તે પંખા જેવો દેખાયો.
૧૨૬૪ જ્યારે બીજા એકને તેનો પગ હાથમાં આવ્યો, તેણે કહ્યું, મને હાથીનો આકાર થાંભલા જેવો લાગ્યો છે.
૧૨૬૫ બીજા એકે પોતાનો હાથ તેની પીઠ ઉપર મૂક્યો, તેણે કહ્યું ખરેખર આ હાથી ગાદી જેવો છે.
૧૨૬૬ તેજ પ્રમાણે જ્યારે જ્યારે કોઈ (તેનું વર્ણન) સાંભળતું, દરેક પોતે અડતી વખતે જેવો સમજેલો (તેવો વર્ણવતો).
૧૨૬૭ તેઓનું સંભાષણ જુદી જુદી દેખીતી ચીજો અંગે જુદું પડતું. એક માણસને તે ‘દાલ લાગતો બીજાને ‘અલીફ.’
૧૨૬૮ જો તેઓ દરેકના હાથમાં મીણબત્તી હોત તો તેઓના શબ્દોમાંથી તફાવત ચાલ્યો ગયો હોત.
૧૨૬૯ શારીરીક સમજણની આંખ એ હાથની હથેળીની માફક છે. હથેળીને આખી વસ્તુ તપાસવાની શક્તિ નથી.
૧૨૭૦ વાસ્તવિક્તાના સમુદ્રની આંખ એક વસ્તુ છે. અને ફીણ (સંખ્યા) એ બીજી વસ્તુ છે. ફીણ છોડી દે અને સમુદ્ર (વાસ્તવિકતાને) આંખથી જો.
૧૨૭૧ રાત-દિવસ સમુદ્રના મોજાથી ઉડતા ફીણની હીલચાલ ચાલુ હોય છે. અત્યંત નવાઈ લાગે છે, કે તેં ફીણ જોયાં છે, સમુદ્ર નહિ.
૧૨૭૩ ઓ તું કે જે કાયાના વહાણમાં સુવા ગયો છે, તેં પાણી જોયું છે (પણ) પાણીના પણ પાણી તરફ જો.
૧૨૭૪ પાણીનું પણ પાણી છે, જે તેને હડસેલે છે, આત્માનો પણ આત્મા છે કે જે તને બોલાવે છે.
૧૨૭૯ ઓ યુવાન, જો તે (ઓલીયા) રૂપથી બોલશે, તું તે રૂપને વળગી રહીશ.
૧૨૮૨ તું તારો પગ બહાર કેમ ખેંચીશ? તારી જિંદગી આ કીચડમાં ગઈ છે. તેથી આ તારી જીંદગીને ખુદાઈ રસ્તે જવું, એ અત્યંત કઠણ બન્યું છે.
૧૨૮૫ તું અનાજના બીયાંની માફક જમીનના દુધમાં બંધાએલ છે. ધાવણ છોડી પોતાને રૂહાની ખોરાક આરોગતો બનાવ.
૧૨૮૭ ઓ આત્મા, આખરમાં તું 'નુર' મેળવવાને શક્તિશાળી બનશે. પડદા વગર જે (નુર) સંતાએલ છે, તે તું જોઈ શકીશ.
૧૨૮૯ તું નિરાકારમાંથી હસ્તિમાં (આકારમાં) આવ્યો છે. તો હવે કહે, તું કેવી રીતે આવ્યો? તું પીધેલો (બેભાન) આવ્યો.
૧૨૯૦ તને તારા આવવાના રસ્તાની યાદી નથી, પણ અમે તને થોડી સમજ આપશું.
૧૨૯૧ તારી સમજને જવા દે અને પછી ધ્યાનવાળો બન. તારો કાન બંધ કર અને પછી સાંભળ.
૧૨૯૨ નહિ, હું (તે) તને કહીશ નહિ, કારણ કે તું હજી કાચો છે, તું (હજી) તારી વસંતમાં છે. તેં 'તામુજ'નો મહિનો જોયો નથી.
૧૨૯૩ ઓ હકીકતીઓ, આ દુનિયા એક ઝાડ જેવી છે, આપણે તેને લાગેલાં અર્ધ પાકેલાં ફળો જેવા છીએ.
૧૨૯૪ અપકવ ફળ ડાળીને ચોંટી રહે છે, કારણ કે (તેઓની) અપક્વ હાલત અંગે મહેલમાં મોકલવા લાયક બનેલ નથી.
૧૨૯૫ જ્યારે તેઓ પાકી જાય છે અને મીઠા બન્યા છે, ત્યારે તેઓ પોતાના હોઠોની પકડ ડાળીથી ઢીલી કરે છે.
૧૨૯૬ જ્યારે મોઢું તેની મીઠાશથી આનંદીત બન્યું છે, ત્યારે દુનિયાની બાદશાહી માણસને ઠંડી (અપ્રિય) લાગે છે.
૧૩૦૭ બોલતો નહિ, કે જેથી આત્મા પોતે તારા માટે બોલે, હ. નુહ (અ.સ)ની કિસ્તીમાં બેસી જા. તરવું છોડી દે.
૧૩૦૮ કેનાન માફક બન નહિ, કે જે તરતો હતો અને કહેતો હતો, “મને નુહ કે જે મારો દુશ્મન છે, તેની કિસ્તી જોઈતી નથી.”
૧૩૦૯ (હ. નુહે) કહ્યું, સાંભળ આમ આવ અને તારા બાપની કિસ્તીમાં બેસ, ઓ વંઠી ગએલા (સાંભળ) અને જળપ્રલયમાં ડુબી ન જા.
૧૩૧૦ તેણે જવાબ દીધો, નહિ હું તરતાં શીખ્યો છું. મેં તારી મીણબત્તી (ને બદલે) મારી મીણબત્તી સળગાવી છે.
૧૩૧૩ તેણે કહ્યું, “નહિ; હું ઉંચા પર્વત ઉપર ચડી જઈશ. તે પર્વત દરેક ઈજાઓથી મને બચાવશે.
૧૩૨૯ બા૫, કેનાનને સમજાવવામાં થાકતો ન હતો. એકાદ વાત પણ તે અનુપકારી માણસના કાનમાં દાખલ થતી ન હતી.
૧૩૩૦ તેઓ આ વાતમાં મગશુલ હતા અને કેનાનના માથા ઉપર પ્રચંડ મોજું અથડાયું અને કટકાઓમાં વિખરાઈ ગયો.
૧૩૩૧ હ. નુહે કહ્યું, ઓ લાંબી મુદ્દત સુધી સહન કરનાર રાજા, મારો ગધેડો મરી ગયો અને તારો જળપ્રલય ભાર ઉઠાવી ગયો.
૧૩૩૨ (ઓ ખુદા) ઘણી વખત તેં મને વચન આપ્યું હતું, એમ કહીને કે, તારા કુટુંબને મહાપુરમાંથી બચાવીશ.
૧૩૩૩ મેં નિખાલસ દીલે ઈમાનમાં તારા ઉપર મારૂં દીલ લગાડયું હતું, તો પછી મહાપુરમાં મારૂં કપડું શા માટે ખૂંચવાઈ ગયું?
૧૩૩૪ તેણે ( ખુદાએ) કહ્યું, તે તારા કુટુંબ કે સગામાંહેનો ન હતો. શું તું પોતે જોતો નથી કે, તું સફેદ છે અને તે વાદળી છે?
૧૩૩૫ ઓ શેઠ, જ્યારે તારા દાંતમાં જંતુ પડયાં છે, ત્યારે (હવે) તે દાંત નથી તેને ખેંચી કાઢ.
૧૩૩૭ તેણે (હ. નુહે) કહ્યું: “હું તારા સત્ય સિવાય તમામથી હાથ ઉપાડી લઉં છું. (હું) જે તારામાં મૃત્યુ પામ્યો તે (તારા) સિવાય બીજું કંઈ નથી.”
યા અલી મદદ