Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૨

વાર્તા - ૨

0:000:00

૨૩૫ ખાત્રીપૂર્વકના પશ્ચાતાપના પ્રતાપે ડહાપણ (મેળવાય છે) આ સમજાવતી નીચેની વાર્તા સાંભળ.

ગામડીયાએ શહેરીનો કેવી રીતે વિશ્વાસઘાત કર્યો, અને મહાન તક અને નમ્ર વિનંતીઓથી આમંત્રણ આપ્યું તે વિષે.

૨૩૬ ઓ ભાઈ ભૂતકાળમાં એક શહેરી હતો (કે જે) ગામડીયા સાથે ગાઢ સંબંધ ધરાવતે.

૨૩૭ જ્યારે જ્યારે ગામડીઓ શહેરમાં આવતો ત્યારે તે તેનો તંબુ શહેરની ગલીમાં ખોડતો.

૨૩૮ તે બે કે ત્રણ મહીના માટે તેનો મહેમાન બનતો. તે તેની દુકાનમાં અને મેજ ઉપર હાજર રહેતો.

૨૩૯ અને શહેરી તે સમય દરમ્યાન કીંમત લીધા વગર તેને જે પણ ચીજો જોઇતી તે સઘળી પૂરી પાડતો.”

૨૪૦ (એકવાર ) પેલો ગામડીઓ શહેરી તરફ જોઈ કહે, “શેઠ સાહેબ, તમે કદી તહેવારોમાં (આનંદ પ્રમોદ) કરવા ગામડામાં આવતા નથી.

૨૪૧ ખુદાના નામે (હું અરજ કરૂં છું કે) તમારાં બધાં બચ્ચાંઓને (ગામડામાં) લાવો કારણ કે આ સમય વસંતઋતુ ગુલાબી હવાનો છે.

૨૪૨ અથવા તો ફળોની મોસમ ઉનાળામાં આવો, કે જેથી હું તમારી ચાકરી કરવામાં મારો કમરપટો કસું.

૨૪૩ તમારો રસાલો તમારાં બધાં બચ્ચાંઓ અને સગાંવહાલાને લાવજો. અને અમારા ગામડામાં ત્રણ કે ચાર મહિના રહેજો.

૨૪૪ કારણ કે વસંતમાં ગ્રામ્યપ્રદેશ ખુશનુમા હોય છે. વાવેલાં લીલાછમ ખેતરો અને સુંદર સુગંધી સફેદ પુષ્પો.

૨૪૫ શહેરી હંમેશાં તેને વચનોથી શાંત કરતો હતો. આવી રીતે પહેલી વખત આપેલા વચનને આઠ વર્ષ પસાર થઈ ગયાં હતાં.

હ. ઈસા (અ.સ.)ના મઠદ્વારે દરરોજ સવારે તિરસ્કારાએલાનું હાજર થવું અને દુઆ થકી પ્રબળ ઉમેદો પૂર્ણ થવા વિષે.

૨૯૮ ઓ દુઃખિયારા ખબરદાર થા, ખબરદાર થા. અધ્યાત્મિકતાનું મેજ, હ. ઈસા (અ.સ.)ના મઠ જેવું છે. આ દરવાજો તજતા નહિ.

૨૯૯ માણસો આંધળા અને લુલા અને લકવાવાળા અને ચાદરમાં વિંટળાએલા દરેક દિશાએથી ભેગા થતા.

૩૦૦ હ. ઈસા (અ.સ.) (દરરોજ) સવારમાં મઠના દરવાજા પાસે (આવેલાં ને) પોતાની કુંક થકી તેમના ઉગ્ર સંતાપમાંથી ઉગારતા.

૩૦૧ સરઘસ આકારે ફરતાં, તેની બંદગી જેવી પુરી થતી કે, સવારમાં તે ભલા ધર્માનુંભાવી (હ. ઈસા. અ.સ.) આગળ વધતા.

૩૦૨ તેના દરવાજે સંતાપમાં ફસેલાં (આરામની) ઉમેદે બેઠેલા લોકોના ટોળાં આવેલાં હોય તેમને મળતા.

૩૦૩ (પછી) તે કહેતા, ઓ તમો કે જેઓ દીલના ઘવાએલા છો, બધાની ભલી ઉમેદો ખુદાએ કબુલ કરી છે.

૩૦૬ તેમની દુઆ પછી, તેઓ પગોથી પોતાના ઘરો તરફ ખુશી અને હરખમાં દોડવું શરૂ કરતાં.

૩૪૬ તે (ખુદા) તમારી સાથે પૃથ્વી પર છે, અને અંતરિક્ષમાં પણ છે, કે જ્યારે તમે તમારૂં ઘર અને દુકાન પાછળ મુકો છો.

૩૪૭ તે ગંદકીમાંથી પવિત્રતા બહાર લાવે છે. તે તમારા ગુનાહોને સુકૃત્યોમાં (ફેરવે છે).

૩૪૮ જ્યારે તમે દુષ્ટ કૃત્યો કરો છો, તે સજા મોકલે છે. અંતે તમે અપૂર્ણતામાંથી, સંપૂર્ણતા તરફ પાછા ફરો છો.

૩૫૦ (ખુદાનું) આ કાર્ય સુધારવા માટેનું છે, અર્થ થાય છે, “જુની પ્રણાલી(અસલ)માં કાંઈ ફેરફાર કરો નહિ.”

સબાના લોકોની વાર્તા અને રિદ્ધિ સિદ્ધિઓએ તેમને કેવા અનુપકારી બનાવ્યા તે વિષે.

૨૮૨ તમે સબાના લોકોની વાર્તા વાંચી નથી. અથવા જો તમે તે વાંચી છે, તો પડઘા સિવાય કંઈ (સાંભળ્યું) નથી.

૨૮૫ ખુદાએ સબાના લોકો ઉપર અસંખ્ય કિલ્લા અને મહેલો અને ફળવાડીઓની રહેમત કરી.

૩૬૪ સબાના લોકોના ટોળા, ટોળ ટપકાં અને મુર્ખતામાં ઘેરાઈ ગયા હતા. માયાળુ તરફ અનુપકારી થવાની તેઓની ટેવ જ હતી.

૩૬૫ તમારા પર ભલાઈ કરનાર સામે દાખલા દલીલથી વાદ વિવાદ કરવો, એ અનુપકારીપણું છે.

૩૬૬ (શબાના લોકો પયગમ્બરને) કહેતા, મને તમારી આ દયા ખપતી નથી, અમે તેનાથી નારાજ છીએ. તમે શા માટે તકલીફ લ્યો છો?

૩૬૭ (અમારા) તરફ મહેરબાની કરો અને આ તમારી દયા તમારી પાસે રાખો. મને એક આંખ જોઈતી નથી. મને અંધ બનાવી દો.

૩૯૭ તેઓએ યુસુફો (પયગમ્બરો)ના ઝભ્ભા ફાડયા. અને તેના થકી તેઓએ તેના કટકા કટકા મેળવ્યા.

૩૯૮ તે યુસુફ કોણ છે? તારૂં ખુદાને શોધતું દીલ, તે (દીલ) તારા શરીરમાં કેદી તરીકે બંધાણું છે.

૩૯૯ તેં જીબ્રાઈલને થાંભલા સાથે બાંધ્યો છે. તે તેની પાંખોને ઘાયલ કરી છે. અને સો જગ્યાએ તેનાં પીંછા ફેંક્યાં છે.

૪૦૦ તું તેની આગળ શેકેલો વાછરૂ મૂકે છે. તું (જમીનનું) ઘાસ લાવે છે, અને તેને પરાળનું નીરણ નાખે છે.

૪૦૧ કહે છે, ખા. આપણા માટે સ્વાદીષ્ટ ભોજન છે. (જો કે) તેના માટે ખુદાના ચહેરાથી, ચહેરાની મુલાકાત સિવાય બીજો કોઈ ખોરાક નથી.

૪૦૨ આ માનસીક વેદના અને આપત્તિના કારણે પેલું દુભાએલું (દિલ) તારા વિષે ખુદાને ફરીયાદ કરે છે.

૪૦૩ આર્તનાદ કરી કહે, “ઓ ખુદા, આ બુઢ્ઢા વરૂથી મારો છુટકારો કર.

૪૧૦ ખુદાએ જવાબ આપ્યો, “હા, ઓ પવિત્ર (દીલ), પણ (મારામાં) ધ્યાન દઈને સાંભળ, અને ધીરજ ધર, કારણ કે ધીરજ વધુ ઉત્તમ છે.

૪૧૧ પરોઢીયું નજીક છે. ચુપ રહે, અફસોસ ન કર ! હું તારા માટે સખત મહેનત કરૂં છું. તું મહેનત ન કરતો.

શેઠ ગામડીયાના આમંત્રણ અંગે ગામડામાં જવા તૈયાર થયા, તેની બાકી રહેલી વાર્તા.

૪૧૨ તે (આ વિષયાંતર) હદ વટાવી ગયેલ છે, ઓ બહાદુર મિત્ર પાછો આવ. નોંધી લે કે ગામડીઓ શેઠને તેના ઘરે લઈ ગયો.

૪૧૩ સબાના લોકોની વાર્તા એક બાજુ મૂક. શેઠ ગામડામાં કેમ આવ્યો તે કહે.

૪૧૬ બીજી બાજુ (ગામડીયાના આમંત્રણ)ને સ્વીકારવાની મંજુરી છોકરાંઓએ આનંદ પૂર્વક વધાવી લીધી. (કહે) ચાલો આપણે ગેલમાં નાચીએ અને કુદીએ.

૪૧૮ તે (આનંદની) રમત ન હતી. નહિ, તે એક માણસની જિંદગીની રમત હતી. તે લુચ્ચાઈ અને નીચતા અને દગલબાજીની યોજના હતી.

૪૨૧ ખુદાએ હ. પયગમ્બરના અસહાબોને ઉદ્દેશીને, ગમે તેટલા નરમ ગરમ ઠપકા કહ્યા (તે) સાંભળ.

૪૨૨ કારણ કે તકલીફના વર્ષે (દુકાળમાં) (વણજારા આવ્યાનો) ઢોલ પીટાતાં, તેઓ રાહ જોયા વગર ભાગ્યા, અને શુક્રવારની નમાજ રદ થઈ.

૪૨૩ (તેઓ કહેતા) રખેને બીજાઓ, પેલો બહારથી આવેલો માલ, એકલા ખરીદી લીએ અને આપણા ઉપર ફાવી જાય.

૪૨૪ હ. પયગમ્બર એકલા, બે કે ત્રણ ગરીબ માણસો (ઈમાનના) દ્દઢ દુઆમાં (તલ્લીન) બાકી રહેતા.

૪૨૫ તેણે (ખુદાએ) કહ્યું, “નગારૂ અને રમતગમત અને વેપારની બાબત તમને ‘ઈમામે મુંબી' (મુરશીદે કામીલ)થી જુદી કેમ કરે છે?

૪૨૬ તમે વીખરાઈ ગયા અને ઘઉં તરફ પાગલની માફક દોડયા, અને હ. પયગમ્બરને (બંદગીમાં) ઉભેલા એકલા છોડ્યા?

૪૨૭ ઘઉંની ખાતર તમોએ અહંકારનાં બી વાવ્યાં, અને ખુદાના પયગમ્બરનો પરિત્યાગ કર્યો.

૪૩૧ જેણે આસમાનમાંથી ઘઉં મોકલાવેલ છે, (તેજ) ઘઉં ખાતાં તું તેનાથી છૂટો પડયો છે. બાજે બતકને પાણીમાંથી મેદાનમાં આવવાનું આમંત્રણ આપ્યું તે વિષે.

૪૩૨ બાજ બતકને કહે છે. પાણીમાંથી બહાર આવ કે, જેથી તું મેદાનની લીલી તાજગી જોઈ શકે.

૪૩૩ (પણ) સમજુ બતક તેને કહે છે. ઓ બાજ ચાલ્યો જા. પાણીએ અમારો ગઢ, અને સલામતી અને આનંદ છે.

૨૩૪ શેતાન બાજની માફક છે, ઓ બતકો, (તમારી સલામતી માટે) હુશિયાર રહેજો. તમારા પાણીથી બહાર ન આવતા.

૪૩૫ બાજને કહી દીયો, ચાલ્યો જા, ચાલ્યો જા, ઓ ભલા મિત્ર, પાછો ફર અને તારો હાથ અમારા માથા ઉપરથી હટાવી લે.

૪૩૬ અમે તારૂં આમંત્રણ સ્વીકારતા નથી. તારૂં આમંત્રણ તારી પાસે રાખ, ઓ નાસ્તિક, અમો તારા આ શબ્દો સાંભળવાના નથી.

૪૩૭ અમારા માટે (પાણીનો ) ગઢ (પુરતો) છે. સાકર અને શેરડીના ખેતરો ભલે તારે માટે હોય ! મને તારા ઇનામની ઇચ્છા નથી. તું તે તારા માટે જ રાખ.

શેઠનું ગ્રામ્ય પ્રદેશ તરફ રવાના થવું.

૪૯૭ શેઠ કામે લાગી ગયો અને (મુસાફરી માટે) તૈયારી કરી, (રવાના થવા) નિર્ણય કર્યો, પંખીએ, ગ્રામ્યપ્રદેશ તરફ જવા ઝડપ કરી.

૪૯૮ તેનાં સગાંવહાલાં અને બચ્ચાંઓને મુસાફરી માટે તૈયાર કર્યાં અને સાથે ચાલવા બળદ ઉપર સરસામાન મૂક્યો.

૪૯૯ ગ્રામ્યપ્રદેશ તરફ ઉતાવળ કરતાં, આનંદ કરતા કહેતા, “અમે થોડાં ફળો ખાધા છે, ગ્રામ્યપ્રદેશમાં (આવી પહોંચવાની) ખુશી.

૫૧૧ જ્યારે બચ્ચાંઓ રમતનું નામ પડશે, ત્યારે તેઓ જંગલી ગધેડાની ઝડપે દોડશે.

૫૧૭ ગ્રામ્યપ્રદેશમાં જતો નહિ. ગ્રામ્યપ્રદેશ માણસને મૂર્ખ બનાવે છે. તે બુદ્ધિશાળીને પ્રકાશ અને દિવ્યતાથી અટકાવે છે.

૫૧૮ ઓ પસંદ થએલા, હ. પયગમ્બરની વાણી સાંભળો, “ગ્રામ્યપ્રદેશમાં રહેવું એ બુદ્ધિશાળી માટે કબર (સમાન) છે.”

૫૧૯ જે કોઈ એક દિવસ અને સાંજ ગ્રામ્યપ્રદેશમાં રહેશે, તેની બુદ્ધિ એક મહીના માટે પુરેપુરી ફરીથી સ્વસ્થ થશે નહિ.

૫૨૦ કારણ કે (પુરો) એક મહીનો મૂર્ખતા તેની સાથે રહેશે. ગામડામાં ઉગાડેલાં ભાજીપાલામાંના ફળ મેળવ્યા સિવાય કઈ ચીજ તેને મળશે?

પર૧ તે કે જે એક મહિનો ગ્રામ્ય પ્રદેશમાં રહેશે, અજ્ઞાનતા અને અંધપણું લાંબો સમય સુધી તેની સાથે રહેશે.

પરર ગામ્યપ્રદેશ શું છે? શેખ કે જેણે (ખુદાથી) એકતા કરી નથી. પણ (જુની) પ્રણાલીકા અને દલીલને ચોંટેલો બન્યો છે.

૫૨૬ તેના બહારના રૂપને અનુસર. બહારના (રૂ૫) થકી આડો અવળો ઊડ. બહારનું રૂપ છેવટમાં તને આંતરીક તરફ લઈ જશે.

પર૭ વાસ્તવિક રીતે જોતાં દરેક ઇન્સાનનો પહેલો (તબક્કો) બહારનું રૂપ છે. તેના પછી આત્મા આવે છે, કે જે પ્રકૃતિની ખુબસૂરતી છે.

૫૭૮ ઓ મિત્રો, જો તમે રૂપથી પસાર થઈ ગયા છો, તો ગુલાબના બગીચાની અંદર, ગુલાબના બગીચાના સ્વર્ગમાં છો.

૫૭૯ જ્યારે કે તું બેખુદ બનેલ છો, અને તારા રૂપને ભાંગી નાખ્યું છે, ત્યારે તું દરેક ચીજના રૂપને ભાંગવા શીખી ગએલ છે.

૫૮૦ ત્યારબાદ તું દરેક રૂપને ભાંગીશ. હયદર (હ. મોલા અલી અ.સ.) ની માફક તું ખયબરના કિલ્લાને ઉખેડી શકીશ.

૫૮૧ પેલો ભલો શેઠ રૂપમાં છેતરાઈ ગયો હતો, કારણ કે તે ચોક્કસ શબ્દો (ખોટાં વચનોના જોરે) ગ્રામ્ય પ્રદેશ તરફ જતો હતો.

શેઠ અને તેના કુટુંબનું ગામડામાં આવી પહોંચવું અને ગામડીયાનું તેને જોવા કે ઓળખવાના ઢોંગ કરવા વિષે

૫૯૮ એકાદ મહીના પછી ખાધા ખોરાકી વગર અને તેમના ઢોરો ચારા વગરના આવી પહોંચ્યા.

૫૯૯ હવે જુઓ પેલો ગામડીઓ, હલકા ઈરાદાથી નાની મોટી તકલીફો તેમના ઉપર ઉતારે છે.

૬૦૫ જ્યારે તેઓએ (શહેરની ટોળીએ) તપાસ કરી અને (ગામડીયાનું) ઘર શોધી કાઢ્યું, તેઓ કુટુંબની માફક દરવાજે દોડયા,

૬૦૬ (ત્યારે) ઘરના માણસોએ દરવાજા વાસી દીધા. આવી અધમતાથી શેઠ (જાણો કે) ગાંડા જેવો બની ગયો.

૬૦૭ પણ ખરેખર રીતે, તે વખત સ્વભાવ ઉગ્ર કરવાનો ન હતો. જ્યારે કે તમે ખાડામાં પડયા છો, ત્યારે ગુસ્સે થવાનો શું ફાયદો છે?

૬૦૮ તેઓ તેના દરવાજે પાંચ દીવસ રહ્યા. તેઓએ રાત્રી ઠંડીમાં અને દિવસે સુર્યના સખત તડકામાં પસાર કરી.

૬૦૯ તેઓનું ત્યાં રહેવાનું કારણ કાંઈ ગાફલપણા કે અધમતા અંગે ન હતું, નહિ. તે કંગાલીયત અને ગધેડાની જરૂરીયાત જ હતી.

૬૧૨ તે (શહેરી) ગામડીયાને મળતો અને સલામ કરતો અને કહેતો, હું ફલાણો ફલાણો છું, આ મારૂં નામ છે.

૬૧૪ તેણે તેને (ગામડીયાને) સમજાવ્યો, એમ કહીને કે, “હું તેજ છું કે જેના મેજ ઉપર તેં અસંખ્યવાર ભાત ભાતની વાનગીઓ આરોગી છે.”

૬૧૭ તે (ગામડીઓ) તેને કહેશે. “શા માટે તું અર્થહીન બકવાસ કરે છે? હું તને કે તારા નામને કે તારા રહેઠાણને જાણતો જ નથી.”

૬૧૮ પાંચમી રાત્રીએ વાદળા અને વરસાદનું સખત તોફાન શરૂ થયું. તેના વરસાદથી (જાણે) કે આકાશ પણ ધ્રુજી ઉઠયું.

૬૧૯ જ્યારે છરી હાડકાં સુધી પહોંચી. (ખુબ દુઃખી થયો) ત્યારે શેઠે દરવાજો ખખડાવ્યો. આક્રંદ કરીને કહે, ધણીને બોલાવો.

૬૨૦ આખરે તે સેંકડો તાત્કાલીક આજીજીઓના જવાબમાં દરવાજે આવ્યો. તેણે કહ્યું ભલા માણસ શું છે? શા માટે આ બધું?

૬૨૧ તેણે જવાબ આપ્યો, (તારા ઉપરના) બધા દાવાઓ હું છોડી દઉં છું. હું જે કલ્પનાઓ કરતો હતો, તે પાછી ખેંચી લઉં છું.

૬૨૭ આ વરસાદની રાત્રીના અમને એક વિશ્રાંતીસ્થાન આપ. જેથી ક્યામતના દિવસે ભલો બદલો મેળવાય.

૬૨૮ તેણે જવાબ આપ્યો, ત્યાં દ્રાક્ષવાડીના ચોકીદાર માટેનું વિશ્રાંતીસ્થાન છે, તે ત્યાંથી વરૂઓ ઉપર ચોકી રાખે છે.

૬૨૯ વરૂના કારણે પોતાના હાથમાં તીર કામઠું, (જેથી) જો ભયંકર વરૂ આવે તો તેને વીંધી શકાય.

૬૩૦ જો તું તે કામ કરે તો, તે જગ્યા તારી છે, અને જો નહિ તો, મહેરબાની કરી બીજી જગ્યા શોધી લે.

૬૩૧ તેણે કહ્યું, હું એક સો કામ કરીશ. (માત્ર) તું મને જગ્યા આપ અને મારા હાથમાં તીરકામઠું મૂક.

૬૩૨ હું ઉંઘીશ નહિ, વૃક્ષોની ચોકી કરીશ. જો વરૂ પોતાનું માથું ઉંચકશે તો તેના તરફ તીર ફેંકીશ.

૬૩૩ કારણ કે ખુદાની ખાતર આજ રાતના મને (બહાર) મુક નહિ, એ બેવડા દીલવાળા, માથા ઉપર વરસાદ અને નીચે ગારો (છે).

૬૩૪ વિશ્રામસ્થાન ચોક્ખું કરવામાં આવ્યું, અને તે તેના કુટુંબ સાથે ત્યાં ગયો, (તે) એક સાંકડી જગ્યા હતી. અને હરીફરી શકવાની જગ્યા પણ ન હતી.

૬૩૬ રાત્રિ દરમ્યાન, આખી રાત્રિ, તેઓ બધા બુમો પાડતા હતા. “ઓ ખુદા; અમારાથી ભલાઈ કર, ભલાઈ કર, ભલાઈ કર.”

૬૪૫ (તે) પોતાના હાથમાં તીર અને કામઠું પકડી, રાતના પહેલેથી છેલ્લે સુધી વરૂને શોધતો હતો.

૬૪૬ હકીકતમાં વરૂ તેના ઉપર અગ્નિની ચીનગારી માફક સવાર થએલ (હતો), તે વરૂને (બહારની બાજુ) શોધતો હતો અને (પોતાનામાંના) વરૂથી સભાન ન હતો.

૬૪૮ પેલા ડાંસોને ભગાડી મૂકવાની તક પણ ન હતી, કારણ કે તેના (અંતરમાં) ભયંકર વરૂની છાયાની બીક ભરાએલી હતી.

૬૪૯ રખેને વરૂ તેઓ ઉપર કાંઈ નુકશાન કરે, (અને પછી) પેલો ગામડીઓ (તેઓ) શેઠની દાઢી પીંખી નાખે.

૬૫૦ આવી રીતે મધ્યરાત્રી સુધી, તેઓ દાંત કચકચાવતા હતા. તેઓના આત્માઓ નાભીમાંથી હોઠ સુધી આવતા હતા,

૬૫૧ ઓચિંતા રખડતા વરૂ (જેવી) આકૃતિએ ટેકરીના મથાળા ઉપરથી પોતાનું માથું ઊંચક્યું.

૬૫ર શેઠે અંગૂઠા ઉપરથી તીર છૂટું કર્યું, અને એક જનાવરને માર્યું, તેથી તે જમીન ઉપર પડયું.

૬૫૩ જનાવર પાસેથી પડવા અંગે હવા પ્રસરી (અવાજ થયો). ગામડીયાએ એક નિસાસો મૂક્યો અને પોતાના હાથ પછાડયા.

૬૫૪ (રાડ પાડી કહે:), ઓ દયા વગરના (અધમ) તે મારા ગધેડાનું ખોલકું છે. તેણે કહ્યું : “નહિ, આ શેતાનીક વરૂ જ છે.”

૬૫૫ ભ્રાન્તિ થકી તેમાં વરૂપણાનો દેખાવ (જોયો). તેનું રૂપ તેના વરૂપણાથી ઓળખાતું બને છે.

૬૫૬ તેણે કહ્યું: નહિ, હું તેનાથી છુટેલી ગંધ પણ તેવી જ રીતે જાણું છું. જેવી રીતે શરાબમાંથી પાણી જાણું છું.

૬૫૭ તેં ગૌચરમાં ગધેડાના ખોલકાને મારી નાખ્યો છે. આ મહાદુઃખથી તું કદી છુટવાનો નથી.

૬૫૮ તેણે જવાબ આપ્યો, વધુ સારી રીતે તપાસ કરો. રાત્રિ છે. અને રાત્રિના જોનારને ભૌતિક ચીજો જુદી રીતે દેખાય છે.

૬૫૯ ઘણી ચીજો રાત્રિએ ખોટી અને બદલાએલી દ્રષ્ટિમાન થાય છે. દરેકને રાત્રિએ સાચી રીતે જોવાની ટેવ હોતી નથી.

૬૬૦ (અત્યારે) રાત્રિ અને વાદળાં અને ભારે વરસાદ છે. આ ત્રણ જાતનાં અંધારા ખોટી ભૂલો ઉત્પન્ન કરે છે.

૬૬૧ તેણે કહ્યું, મને તે પ્રકાશિત દિવસ (જેટલું જ ચોકખું દેખાય છે), હું (તેને) જાણું છું. તે મારાં ગધેડાના ખોલકાની જ ગંધ છે.

૬૬૨ જેમ મુસાફર પોતાની મુસાફરીની ખાધા ખોરાકી જાણે છે તેવીજ રીતે હું વીસ ગંધોમાંની ગંધ જાણું છું.

૬૬૩ શેઠે કૂદકો માર્યો, અને પોતાની ધીરજ ખોઈ બેસતાં, તેણે ગામડીયાને તેના ગળાના કાંઠલાથી પકડયો.

૬૬૪ બૂમ પાડી કહે, ઓ મૂર્ખ અને બદમાશ, તેં નાસ્તિકતા બતાવી છે. તેં ભાંગ અને અફીણ બંને સાથે ખાધાં છે.

૬૬૫ તું ત્રણ અંધારાઓ વચ્ચે તારા ગધેડાની વાસ જાણે છે, ઓ અસ્થિર મગજવાળા, ત્યારે તું મને કેમ ઓળખતો નથી ?

૬૬૬ તું જે મધ્ય રાત્રિએ ખોલકાને ઓળખે છે, તો તે દસ વર્ષના તેના દોસ્તને કેમ ન એાળખે ?

૭૧૨ ઓ તું કે જે બિલાડી જેવો છે, એક ઘરડા ઉંદર સિવાય બીજું કાંઈ પકડ્યું નથી. જો તું પેલી (પ્રેમની) મદીરાના ઘડાનો શોખીન છે, તો સિંહને પકડ.

૭૧૫ જો તું પેલી દિશાનો રસ્તો શોધે, તો પછી તારો માથાનો સિક્કો કોઈવાર "આ" બાજુ અને કોઈ વાર "તે" બાજુ ઉછાળ.

૫૧૫ દિલ એ સલામતીનું રહેઠાણ છે, ઓ દોસ્તો, તેને ઝરાઓ અને ગુલાબના બગીચાઓમાં, ગુલાબના બગીચા છે.

૫૧૬ દિલ તરફ ફર અને મુસાફરી ચાલુ કર, ઓ રાત્રિના મુસાફર, તેની (દિલની) અંદર વૃક્ષો અને વહેતા ઝરા છે.

યા અલી મદદ