Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૧

વાર્તા - ૧

0:000:00

શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને ઘણો રહેમ કરવાવાળો છે.

તેએા કે જેઓએ હાથીના બચ્ચાંને કંજુસાઈ અંગે ખાધું

૧. ઓ સત્યના પ્રકાશ હુંસામુદ્દીન આ ત્રીજી કિતાબને (પદ્યમાં લખીને) બહાર પાડ, કારણ કે તે ત્રણ વખત કાયદો બની છે.

૨. ગુઢાર્થોનો ખજાનો ખોલ, ત્રીજી કિતાબ અંગેનાં બહાનાંઓને એકલાં છોડી દે.

૩. તારી શક્તિ ખુદાની શક્તિમાંથી વહે છે, નહિ કે નાડીઓમાંથી કે જે (શારીરિક) ગરમી અંગે જરૂરીયાત કરતાં વધુ ધબકે છે.

૬. હ. જીબ્રાઈલ (અ. સ.)ની શક્તિ રાંધણીમાંથી (ખોરાકમાંથી) ન હતી. તે અસ્તિત્વના પેદા કરનારને જોવા અંગે હતી.

૧૩. અરે અફસોસ, લોકોની સમજણનો વિસ્તાર અતિશય સાંકડો છે, લોકોને ગળું જ નથી.

૧૪. ઓ સત્યના પ્રકાશ, તારી બુદ્ધિગમ્ય આતુરતા થકી તારી મીઠાશ પત્થર (જેવાને) પણ ગળું અર્પણ કરે છે.

૧૫. સિનાઈ પર્વતે ખુદાઈ તજલ્લીમાં ગળું મેળવ્યું, તેથી તેણે (ઈશ્કનો) શરાબ ગટગટાવ્યો, પણ તે શરાબ સહન કરી શક્યો નહિ.

૧૬. તેથી પર્વત ટુટી પડયો અને અલગ અલગ ટુકડા થઈ ગયા.

૧૯. જ્યારે તું ભવ્ય (ખામી રહીત) બને છે, અહંકાર અને ગુનાહથી પર બને છે ત્યારે તે બક્ષિશ કરે છે.

૨૦. કે જેથી તું બાદશાહી ગુપ્ત હકીકતો કોઈને કહે નહિ. અને માખીઓ ઉપર ખાંડ વેરે નહિ.

૩૧. આ દુનિયા અને તેના રહેવાશીઓ (અંતે) વિખેરાઈ જશે. (પેલી) દુનિયા અને તેના મુસાફરો (હંમેશાં) હૈયાત રહેનાર છે.

૩૨. આ દુનિયા અને તેના ચાહકો છુટા પડી ગયા છે. પેલી (બીજી) દુનિયાના લોકો અનંત જીવનમાં અને સમુહગત છે.

૪૭. જો કે તેણી (નર્સ) સ્તનની ડીંટડીને તેનાથી (બચ્ચાંથી) છેટે રાખે છે, જેથી તેના માટે (ખુશીના) સો બગીચાના રસ્તા બનાવે.

૪૮. કારણ કે સ્તનની ડીંટડી તે નબળા (બચ્ચાં) માટે હજારો ખુશીઓ અને (ખોરાકની) થાળીઓ અને રોકડાની અટકાયત બની છે.

૪૯. તો પછી આપણી જિંદગી આદત છોડાવવા ઉપર આધારીત છે. થોડો થોડો પ્રયત્ન કર. (હવે) આ વાતનો છેડો છે.

તેએા કે જેઓએ હાથીને બચ્ચાંને કંજુસાઈ અંગે ખાધું અને તેઓએ ભરેસાપાત્ર સલાહકારની અવગણના કરી તેની વાર્તા.

૬૯. હિન્દુસ્તાનમાં એક જ્ઞાનીએ દોસ્તોની ટુકડી પર કરેલી ભલાઈનું વર્ણન શું તેં સાંભળ્યું છે ?

૭૦. તેઓ ભૂખ્યા, ખાધા ખોરાકી વગરના અને નગ્ન ઘણા દૂરથી મુસાફરી કરી આવતા હતા.

૭૧. (તે જ્ઞાનીમાં) ડહાપણનો પ્રેમ જાગૃત થયો. અને તેઓનો યોગ્ય આદર સત્કાર કર્યો. અને ગુલાબના છોડની માફક ખીલી ઊઠ્યો.

૭૨. તેણે કહ્યું, "હું જાણું છું કે ભૂખ અને કંગાળતાના પ્રત્યાઘાતે આ કરબલા (મુશ્કેલીઓ) તમારા ઉપર મહાદુ:ખ આણ્યું છે."

૭૩. છતાં ખુદાની ખાતર, ઓ વિશિષ્ટ સમુહ, તમારો ખોરાક હાથીના બચ્ચાનો કરતા નહિ.

૭૪. તમે અત્યારે આ જે દિશાએ જાઓ છો ત્યાં હાથી છે, હાથીનાં ફંટાએલાં, (બચ્ચાં)ના કટકા કરતા નહિ. પણ મારી વાત ઉપર લક્ષ આપજો.

૭૫. નાના હાથીઓ તમારા રસ્તામાં જ છે. તમારા દિલોમાં તેઓનો જલ્દીથી શિકાર કરવાની હદ ઉપરાંત લાલસા છે.

૭૬. તેઓ બહુ નબળા અને નાજુક અને ઘણા જાડા છે. પણ તેઓની મા (તેમની) શોધમાં છે, અને વાટ જોતી પડી છે.

૭૭. તેણી તે બચ્ચાંઓની તપાસમાં ત્રણસો માઈલના અંતરમાં અફસોસ અને દીલગીરીની આહો ભરતી ભટકે છે.

૭૮. તેણીની સુંઢમાંથી અગ્નિ અને ધુમાડા બહાર નીકળે છે. તેણીના પેલા દયાજનક બચ્ચાઓના (શિકારથી) ખબરદાર રહેજે.

૭૯. ઓ પુત્ર, સંતો (પયગમ્બરો) ખુદાનાં સંતાનો છે,તે તેઓની હાજરી કે ગેરહાજરીમાં તેના ઉપર જે આફત પડે છે. તેનાથી ખૂબ જ ખબરદાર હોય છે.

૮૦. તું તેઓને તેઓના હિસ્સામાં (તારા) અપૂર્ણતાના પરિણામે ગેરહાજર નિહાળતો નહિ. કારણકે તે તેઓના આત્માઓ ખાતર વેરીલું હોય છે.

૮૧. તેણે કહ્યું, “આ સંતો (પયગમ્બરો) દેશવટામાં મારા અધિકાર અને દિવ્યતામાંથી વિખુટાં પડેલાં મારાં બચ્ચાંઓ છે.”

૮૨. (તેઓ) કસોટીની ખાતર નિરાધાર છે. પણ ગુપ્ત રીતે હું તેઓનો દોસ્ત અને સગો છું,

૮૩. તેઓ સઘળા મારા રક્ષણમાં રક્ષાએલા છે, તમે કહી શકો કે તેએા વાસ્તવિક રીતે મારા અંગો છે.

૮૪. ધ્યાનમાં લેજો, ધ્યાન રાખજો. આ મારા દરવેશો (પયગમ્બરો) છે, તેઓ લાખો છે, અને (છતાં) તેઓ એક જ દેહી છે.

૯૦. લાખો પયગમ્બરો કે જેઓએ ખુદાની બંદગી કરી, ખરેખર દરેક પેઢીમાં (તેમના પર) સુધારણા અર્થે શિક્ષા થએલી છે.

૧૮૦ તેણે (ખુદાએ) કહ્યું, “ઓ મુસા, મારૂં રક્ષણ શોધ. એવામાંથી બોલાવ કે જેનાથી પાપ થયું ન હોય !”

૧૮૨ તેં બીજાના મુખથી કદી પાપ કર્યું છે? બીજાના મુખથી ખુદા પાસે દુઆ માગ. કહે “ઓ ખુદા”

૧૮૪ તારા એવા મુખથી માફી માગ, કે જે મુખે કદી પાપ કર્યું ન હોય. અને તે મુખ બીજાનાં જ હોવાં જોઈએ.

૧૮૫ અથવા તો તારૂં પોતાનું મુખ પવિત્ર કર. તારા આત્માને જાગૃત અને ફોરો બનાવ.

૧૦૩. આ પયગમ્બર સંપૂર્ણ કાન અને આંખ છે. આપણે તેનાથી તાજગી પામ્યા છીએ. તે એક દુધ પાનાર ( માફક) છે અને આપણે (ધાવણા) બચ્ચાં માફક

૧૦૪. આ સંભાષણનો અંત નથી. તેઓ કે જેઓને હાથી સાથે કામ છે ત્યાં પાછો ફર. અને પહેલેથી શરૂઆત કર.

તેઓ કે જેઓએ હાથીના બચ્ચાંઓને ત્રાસ આપ્યો તેની બાકી રહેલી વાર્તા.

૧૦૫. હાથણી દરેકના મોંની વાસ સૂંઘે છે અને દરેક માણસના પેટની આજુબાજુ ગોદા મારવા ચાલુ રાખે છે.

૧૦૬. તેણે તેણીનાં બચ્ચાંઓનું શેકેલું માંસ ક્યાં છે. તે જોવાની (તલાસ ) કરે છે, કે જેથી તેણી પોતાનું વેર અને જોર બતાવી શકે.

૧૦૭. તમે ખુદાના ખાસ બંદાનું ગોસ ખાઓ છો, તમે પાછળથી કરડો છો. તમોને બદલો ભોગવવો પડશે.

૧૦૮. ખબરદાર થા, તે કે જે તમારું મોં સુંઘે છે, તે પેદા કરનાર છે. સાચો હોઈ, તે સિવાય પોતાની જિંદગી કેમ બચાવી શકશે?

૧૦૯. ઓહીયાં કરનારને શાપ છે, કે જેની વાસની મુનકીર અને નકીર કબરમાં ચકાસણી કરશે.

૧૧૦. પેલા શક્તિશાળીઓ માટે મોં સંતાડવાની કે મોંને હવાની ટીકડીઓથી મીઠું કરવાની શક્યતા જ નથી.

૧૧૧. ત્યાં (કબરમાં) પાણી કે તેલથી ચેહરાને છેતરાવી શકશો નહિ. વિદ્યા ચાતુરી કે ભક્તાઈ (બતાવી) છેતરવાનો રસ્તો જ નથી.

હાથીના બચ્ચાંને કંજુસાઈ અર્થે ખાધું તેની વાર્તા

૧૩૮. ઇમાનદાર સલાહકારે કહ્યું : “મારી આ સલાહને ધ્યાનપૂર્વક સાંભળજો કે જેથી તમારાં દીલો અને આત્માઓ દુઃખી ન થાય.”

૧૩૯. ભાજીપાલો અને પાંદડાઓથી સંતોષ પામજો. હાથીનાં બચ્ચાંઓની પાછળ જશો નહિ.

૧૪૦. મેં મારી ગરદન ઉપર રહેલું ઉપદેશનું દેવું ભરપાઈ કર્યું છે. ઉપદેશના (પરિણામે) અંત થોડો પણ આનંદીત આવો !

૧૪૧. હું સંદેશ પહોંચાડવા આવ્યો છું, કે જેથી હું તમને ફાયદા વગરના પશ્ચાતાપમાંથી બચાવી શકું.

૧૪૨. ખબરદાર થાઓ, કંજુસાઈ તમારો રસ્તો રૂંધે નહિ, “ખાદ્ય સામગ્રીની કંજુસાઈ તમને જડમુળથી ઉખેડી નાખશે.”

૧૪૩ તેણે આમ કહ્યું. અને વિદાયગીરી આપી અને છુટો પડ્યો. મુસાફરોની કંગાલિયત અને ભૂખ રસ્તામાં વધતી ચાલી.

૧૪૪ ઓચીંતાના (તેઓના) ધોરી રસ્તાની દિશામાં, તરતના જન્મેલા હાથીનાં બચ્ચાં ઉપર તેઓની નજર પડી.

૧૪૫ તેઓ તેના પર ભૂખ્યા વરૂની માફક તુટી પડયા, તેને હજમ કરી ગયા અને પોતાના હાથો ધોઈ નાખ્યા.

૧૪૬ મુસાફરીમાંના એક સાથીએ (તેને) ખાધું નહિ. (અને બીજાઓને ખાતાં અટકાવવાનો) ભારપુર્વક બોધ કર્યો. કારણ કે પેલા દરવીશનાં વચનો તેણે યાદ રાખ્યાં હતાં.

૧૪૭. પેલા શબ્દોએ તે ભુંજેલા ગોસ (ખાવાથી) તેને અટકાવ્યો. જુની વિવેકબુદ્ધિ તમારા ઉપર નવું સદકિસ્મત ઇનાયત કરે છે.

૧૪૮. પછી તેઓ બધા ગાઢ ઉંઘમાં પડયા, પણ પેલો એક ભૂખ્યો, ટોળામાંના ભરવાડની માફક (જાગતો હતો.)

૧૪૯. તેણે એક વિક્રાળ હાથણી આવતી જોઈ, પહેલાં તેણી આવી અને પેલા ચોકી કરનાર તરફ દોડી.

૧૫૦. તેણીએ તેનું મોઢું ત્રણ વખત સુંધ્યું, કંઈપણ અપ્રિય વાસ તેનામાંથી ન આવી.

૧૫૧. તેણે તેની આજુબાજુ કેટલીય વાર ફરી અને ચાલી નીકળી. મહાકાય હાથણે તેને કાંઈ પણ ઈજા કરી નહિ.

૧૫ર. તેણીએ દરેક સુતેલાના હોઠને સુંધ્યા, અને પેલા ગાઢ નિદ્રા લેતા દરેક માણસોના (મોઢા)માંથી (તેના વહાલા બચ્ચાની ) વાસ આવતી હતી.

૧૫૩. તેમણે (દરેકે) હાથીના બચ્ચાનું સેકેલું માંસ ખાધું હતું. હાથણ દરેકના કટકા કરી મારી નાખતી હતી.

૧૫૪. જલ્દીથી તેણી, તે સમુહના એકેએક માણસના કટકા કરતી હતી. અને તેણીને તેમ (કરવામાં) ક્ષોભ થતો ન હતો.

૧૫૫. તેણીએ તે દરેકને હવામાં નિર્દય રીતે ઉછાળ્યો કે જેથી તે નીચે પડે અને કટકા થઈ જાય.

૧૫૮. પેલા હાથીના બચ્યાની મા વેર વાળશે, નાના હાથીને ખાનારને યોગ્ય શિક્ષા, તેનું ખૂન કરી નાખશે.

૧૫૯. ઓ લાંચ ખાનાર, તું હાથીનાં બચ્ચાં ખાય છે. (નાના) હાથીનો માલિક તારી શ્વાસનળી પકડશે.

૧૬૦. દગલબાજી યોજનારને પેલી વાસ શરમમાં મુકશે. હાથી પોતાનાં બચ્ચાંઓની વાસ જાણતો હોય છે.

૧૬૭. જો તું સોગંદ ખા, એમ કહીને, "હું ડુંગળી અને લસણથી છેટો રહું છું!" મેં તેમને ક્યારે ખાધી છે?

૧૬૮. તારા સોગંદની હવા (તારી વિરૂદ્ધ) ૫ડશે. અને તારી આજુબાજુ બેઠેલાઓના નાક ઉપર ભટકાશે.

૧૬૯. ઘણી દુઆઓ તેમાં રહેલી દુર્ગંધના પ્રતાપે રદ થાય છે. અપ્રમાણિક દીલ, જીભથી દેખાય આવે છે.

૧૭૧. ૫ણ જો તારા શબ્દો જુઠા હોય અને તારા કહેવાનો મતલબ સારો હોય, તો તે ભાવ દર્શાવવાની ખામી ખુદાને મંજુર છે.

પ્યારાની દ્રષ્ટિમાં પ્રેમીથી થએલી ભુલ, અજાણતાના ખરાપણા કરતાં વધુ ઉત્તમ છે, તે સમજાવવું.

૧૭૨. સત્યવાદી હ. બિલાલ બંદગી માટે હોંશમાં લાગણી પુર્વક બોલતા, “હય કે બદલે હયા બોલતા.”

૧૭૩. તેથી તેઓએ (અમુક લોકોએ) કહ્યું, “ઓ (ખુદાના) પયગમ્બર, આવી ભુલ કરવી સારૂં ન કહેવાય. જ્યારે કે (ઈસ્લામના) બંધારણની શરૂઆત થઈ છે.”

૧૭૪. ઓ નબી અને પેદા કરનારના સંદેશક, વધુ સારી રીતે બોલનાર મુએઝીન શોધી લ્યો.

૧૭૫. દીન અને મઝહબી ભાવનાની શરૂઆતમાં 'હય અલલ ફલાહ' ને ખોટું ઉચ્ચારવું એ કલંક છે.

૧૭૬. નબી સાહેબનો ગુસ્સો ઉકળી આવ્યો, અને તેમણે (બિલાલ ઉપરની ખુદાઈ કૃપાની) બાતુની એક બે બાબતો કહી સંભળાવી.

૧૭૭. કહે. “ઓ દુષ્ટ ઇન્સાન, બિલાલનું હય (ઉચ્ચારણ ફેર), સો હયઝ અને ખપજ અને શબ્દો અને વાક્યોના ઉચ્ચારણ કરતાં વધુ બહેતર છે."

૧૭૮. મને ગુસ્સામાં ખેંચી જા નહિ. નહિતર તારી શરૂઆત અને તારા અંતની ગુપ્ત હકીક્ત જાહેર કરીશ.

યા અલી મદદ