Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી

વાર્તા - ૮

વાર્તા - ૮

0:000:00

ઈબલીસનું માવિયાને જગાડવું. કહે છે, ઊઠ, નમાઝનો વખત થયો છે.

૨૬૦૪. માવીઆ મહેલના એક ખુણામાં સૂતો હતો.

૨૬૦૫. મહેલનો દરવાજો અંદરથી બંધ હતો. કારણ કે તે લોકોની મુલાકાતથી થાકેલો હતો.

૨૬૦૬. ઓચિંતા એક માણસે તેને જગાડ્યો, (પણ) જ્યારે તેણે પોતાની આંખો ખોલી, કોઈ માણસ નહી હતો.

૨૬૦૭. તેણે (પોતાના મનમાં) કહ્યું, “કોઈ પણ મહેલમાં દાખલ થઈ શક્તું નથી, તે કોણ છે કે જેણે આવી દુષ્ટતા અને બહાદુરી બતાવી?”

૨૬૦૮. પછી તે ગોળ ફર્યો અને (પોતાની દૃષ્ટિથી) સંતાએલાનું પગેરું શોધી તપાસ કરી,

૨૬૦૯. દરવાજાની પાછળ તેણે નસીબ વગરનો માણસ જોયો, જે પોતાનો ચહેરો દરવાજા અને પડદામાં સંતાડતો હતો.

૨૬૧૦, તેણે બૂમ પાડી, “એઈ તું કોણ છે? તારું નામ શું? તેણે ખુલ્લી રીતે કહ્યું, મારું નામ શ્રાપિત 'ઈબલીસ' છે.”

૨૬૧૧. તેણે પૂછ્યું, “તેં મને જગાડવાથી તકલીફ શા માટે લીધી ? સત્ય કહે, (ખરી હકીકતથી) ઊલટું કે અસત્ય મને કહેતો નહિ.”

ઈબલીસે માવીયાને ઢોંગ અને બનાવટથી પાડવાની કોશીશ કરવી અને માવીયાના જવાબ વિષે.

૨૬૧૨. તેણે કહ્યું, “નમાઝનો વખત પૂરો થવા આવ્યો છે, તમારે મસ્જિદે જલ્દી દોડીને જવું જેઈએ.

૨૬૧૩. હજરત મુસ્તફા ફરમાવ્યું છે કે "વિચાર રૂપી મોતીમાં વિંધ પાડવામાં, (તેમજ) વખત પસાર થઈ જવા પહેલાં ઇબાદત કરવામાં ઉતાવળ કર."

૨૬૧૪. તેણે કહ્યું, "નહિ મારી ભલાઈના રસ્તામાં દોરવાનો તારો ઇરાદો હોઈ ન શકે."

૨૬૧૫. (જો) એક ચોર મારા રહેઠાણમાં છૂપી રીતે આવે અને મને કહે, હું ચોકી કરું છું.

૧૬૧૬. શું હું તે ચોરની વાત માનું? ચોર ભલાઈના કાર્યોનો બદલો અને લાભ જાણી શકે?"

ઈબલીસનો ફરીવાર માવિયાને જવાબ દેવો.

૨૬૧૭. તેણે કહ્યું, “શરૂઆતમાં હું એક ફીરસ્તો હતો. (ખુદાના) આજ્ઞાંકીતપણાના રસ્તા પર ચક્કર લગવતો હતો.

૨૬૧૮. હું તેઓ કે જેઓ ઈબાદતના રસ્તા પર ચાલતા હતા, તેઓનો વિશ્વાસુ હતો. જેઓ ખુદાઈ તખ્તથી રહેનારા હતા, તેઓની સાથે મારો સંબંધ હતો.

૨૬૧૯. એક (માણસનો) શરૂઆતનો તેનો ધંધો તેના મગજમાંથી કેમ વિસરાય? એકનો પ્રથમ પ્રેમ તેના દિલમાંથી કેમ ચાલ્યો જાય?

૨૬૨૩. મેં ભલા કિસ્મતના સારા દિવસો જોયા છે, (મેં મારી) વસંત ઋતુ વખતે (ખુદાઈ) રહેમતનું પાણી પીધું છે.

(બન્નેના ઘણા વાદ વિવાદ પછી)સેતાનનું માવિયાને સંતાડેલું ખરું કારણ કહેવું.

૨૭૬૪. ઈબલીસ ઢોંગી અને યુક્તિના ઘણા શબ્દો બોલ્યો, (પણ) અમીરે તે સાંભળ્યા નહિ. ખામોશી અને ધૈર્ય બતાવ્યું.

૨૭૬૫. (આખરે) ખૂબજ કડવાશથી તેણે (ઇબલીસે) કહ્યું, “ઓ ફલાણા, જાણે કે મેં (એક) ખાસ ઈરાદાથી તને જગાડયો છે.

૨૭૬૬. કે તમે ઊંચા દરજજાના પયગમ્બર સાહેબની પાછળ નમાઝ પડવામાં જમાત સાથે સામેલ થઈ શકો.

૨૭૬૭. જો નમાઝનો વખત પસાર થઈ જાય, તો આ દુનિયા તમારા માટે અંધકારરૂપ અને પ્રકાશના કિરણ વગરની બને.

૨૭૬૮. (અને પછી) નિરાશા અને દિલગીરીમાં મસકમાંથી (પાણું વહે) તેમ તમારી બન્ને આંખોમાં આંસુ વહ્યાં હોત.

૨૭૬૯. (કારણ કે) દરેક જણને બંદગીના કોઈપણ કાર્યમાં આનંદ મળતો હોય છે, પરિણામે થોડીપળ માટે (પણ) તે ગુમાવવું સહન કરી શકતો નથી.

૨૭૭૦. આ નિરાશા અને દુઃખ સો નમાઝો જેટલો (ફાયદો કર્યો હોત,) નમ્રતાથી ગિરીયાઝારીના ચળકાટની સરખામણીમાં રોજની નમાઝ શું છે? (કાંઈ વિસાતમાં નથી).

એક ઈમાનદારના ખરા દિલનો પ્રશ્ચાતાપ કે જે સમૂહ બંદગી ચૂકી ગયો હતો.

૨૭૭૧. અમુક માણસ મસ્જિદની અંદર જતો હતો (ત્યારે) લોકો મસ્જિદમાંથી બહાર આવતા હતા.

૨૭૭૨. તેણે (તેઓમાંના એકને) પૂછવું શરૂ કર્યું, કહે છે, “શું દુઃખ થયું છે કે જમાત (આટલી) જલ્દી મસ્જિદમાંથી બહાર આવે છે?”

૨૭૭૩. પેલા માણસે તેને કહ્યું, “જમાત સાથે પયગમ્બર સાહેબે નમાઝ પૂરી કરી મજલીસ પૂરી થઈ.

૨૭૭૪. ઓ મૂર્ખ માણસ, જ્યારે પયગમ્બર સાહેબે આશિર્વાદ આપી દીધા છે, ત્યારે તું અંદર કેમ જઈ રહ્યો છે?”

૨૭૭૫. તે બૂમ પાડી ઊઠ્યો, “આહ, અને તે "આહ"માંથી (જાણે કે) ધુમાડો નીકળ્યો, તેનો નિસાસો તેના દિલમાંના લોહીની વાસ બહાર લાવતો હતો.

૨૭૭૬. ભેગા થયેલામાંના પેલા એકે તેને કહ્યું, “આ નિસાસો મને આપ અને મારી નમાઝ (નો સ્વાબ) તારો છે.”

૨૭૭૭. તેણે જવાબ આપ્યો, “હું નિસાસા (નો સ્વાબ) તને આપું છું, અને નમાઝ સ્વીકારું છું,”

૨૭૭૮.પેલા માણસે (નમાજના બદલે) નિસાસો સ્વીકારી સો શુકરાના કર્યા. રાત્રે જ્યારે (તે) સૂતો (હતો). એક દિવ્ય સંદેશે તેને કહ્યું 'તેં જીવંત અને મુક્તિનું જળ ખરીધ્યું છે.

૨૭૭૯. આ પસંદગીના માનમાં અને આ યોગ્યતા અંગે બધા લોકોની નમાઝ સ્વીકારવામાં આવી છે.”

ઈબલીસનું માવિયા પાસે પોતાના ઢોંગનું કબુલ કરવું

૨૭૮૦. પછી અઝાજીલે તેને કહ્યું, “ઓ ઉમદા અમીર, મારે મારી ઠગાઈ (તમારા) આગળ ખુલ્લી કરવી જોઈએ.

૨૭૮૧. જો તમો નમાઝ ચૂકી ગયા હોત, તો પછી ભગ્ન દિલે તમોએ વિલાપ અને નિસાસા નાખ્યા હોત.

૨૭૮૨. અને તે દિલગીરી અને રુદન અને તે ગિરીયાઝારી, નમાઝના (ફાયદા) કરતાં બસો ગણો વધ્યો હોત.

૨૭૮૩. મેં તમોને જગાડયા એવી બીકમાં કે, રખે ને આવો નિસાસો કદાચ (જરૂરી વિવેકનો) પડદો ચીરે.

૨૭૮૪. એટલા માટે કે આવો તમારો નિસાસો નીકળે નહિ, એટલા માટે કે તેમ કરવાનો તમોને મોકો મળે નહિ.

વિરોધી મસ્જિદ બાંધનારા નાસ્તિકો વિષે

૨૮૨૫. તે યોગ્ય છે કે તમે બીજો આડોડાઈને લગતો દાખલો સાંભળશો (જે) કુરાન સંબંધિતમાંનો છે.

૨૮૨૬. નાસ્તિકો હજરત પયગમ્બર સાથે દરેક રીતની ગંદી રમત રમ્યા.

૨૮૨૭. કહે છે, ચાલો આપણે દીને ઈસ્લામની ભવ્યતાની એક મસ્જિદ બાંધીએ અને તે (હકીકતમાં) ધર્મભ્રષ્ટતા હતી.

૨૮૨૮. આવી ગંદી રમત તેઓ રમતા હતા. તેઓએ તેની મસ્જિદ સીવાયની મસ્જિદ બાંધી.

૨૮૨૯. તેઓએ તળિયું, છત અને બારીબારણા (સારાં) બનાવ્યાં. પણ તેઓની ઈચ્છા (મુસલમાન) કોમમાં ભાગલા પાડવાની હતી.

૨૮૩૦. તેઓ હજરત પયગમ્બર પાસે (દિલની ગંદકી છતાં) કાલાવાલા કરતા આવ્યા. તેઓ ઊંટની માફક તેઓને ઘૂંટણીએ પડયા.

૨૮૩૧. કહે છે, “ઓ ખુદાના સંદેશવાહક, તમો દયા કરી પેલી મસ્જિદ સુધી આવવાની તકલીફ લેશો !

૨૮૩૨. આખરમાં તે તમારા પવિત્ર પગલાથી આર્શીવાદિત બને, આપના દિવસો કયામત સુધી આનંદ લાવે!

૨૮૩૩. તે વરસાદ અને તાપના દિવસોએ, તકલીફ અને ગરીબાઈના દિવસોએ (રાહત આપનાર છે.)

૨૮૩૪. જેથી ગરીબ અજાણ્યો ત્યાં દાન અને રહેઠાણ પામે અને આ સેવાનું ઘર હંમેશ માટે બની રહે !

૨૮૩૫. તેથી લોકોના ઈમાનમાં વૃદ્ધિ થાય અને ટકી રહે. કારણકે દોસ્તોની (મદદ મળે છે) ત્યારે કફોડી દશા આરામદાયક બને છે.

૨૮૩૬. થોડી વાર માટે (પગલાં કરી) તે જગ્યાને માનથી નવાજો. અમોને ઈમાનદાર જાહેર કરો અને અમોને સારા હિસાબમાં લેખો.

૨૮૩૭ મસ્જિદ અને તેના સ્થાપકો તરફ પસંદગી બને. તમો ચંદ્રમા છો, અમો રાત્રી છીએ, એક પળ માટે અમારી વિનંતી પ્રમાણે વર્તો.

૨૮૩૮. એટલા માટે કે તમારી કૃપા થકી રાત્રી દિવસમાં ફેરવાઈ જાય. ઓ જેઓની ખૂબસૂરતી, રાત્રીને પ્રકાશ આપતો સૂર્ય છે.

૨૮૩૯. અફસોસ! જે તેઓના આ શબ્દો ખરા દિલમાંથી હોત, કે જેથી તે ટોળાની ઈચ્છા જરૂર ફળીભૂત થાત !

નાસ્તિકોનું હ. પયગમ્બરને પટાવવું એટલા માટે કે તેઓ તેમને વિરોધી મસ્જિદમાં લઈ જાય

૨૮૪૮. તેઓએ આ જાદુભરેલા શબ્દો ખુદાના સંદેશવાહકને કહ્યા, તેઓ જૂઠ અને લુચ્ચાઈના ઘોડાને ખૂબજ જોરથી દોડાવતા હતા.

૨૮૪૯. માયાળુ અને દયાળુ દિલના પયગમ્બર સાહેબ (જવાબમાં) માત્ર હસ્યા, બીજું કંઈ ન કહેતા માત્ર “હા” (બોલ્યા).

૨૮૫૦. તેણે પેલી મંડળીને પોતાનો આભાર દર્શાવ્યો. અને તેણે પોતાની કબૂલાતે એલચીઓને રાજી કર્યા.

૨૮૫૧. તેઓની ઠગાઈનો, તેમને દરેકે દરેક મુદ્દો, દૂધમાં વાળની માફક સ્પષ્ટ (દેખાતો) હતો.

૨૮૬૧. તેઓની આ રમત, ખુદાના સંદેશવાહકના અસહાબોમાં ભાગલા પાડવાની છે. કોઈપણ નકામો મૂર્ખ, ખુદાની દયા કેમ કરી સમજશે.

૨૮૬૨. (તેઓએ મસ્જિદ બાંધી છે) એટલા માટે કે, તેઓ એક જ્યુને અહીં સીરીયામાંથી લાવે, કે જેના ઉપદેશે જ્યુ લોકોને દીવાના બનાવ્યા છે.

૨૮૬૩. હજરત પયગમ્બર સાહેબે (પેલા નાસ્તિકોને કહ્યું) “હા” (હું તમારી ઈચ્છા પ્રમાણે કરીશ) પણ (હમણાંજ) એક લડાઈમાં જવા રવાના થઈ રહ્યો છું.

૨૮૬૪. જેવો હું આ સાહસભરી મુસાફરીમાંથી પાછો ફરીશ, ને તુર્તજ હું પેલી મસ્જિદ તરફ રવાના થઈશ.

આમ કરીને તે વખતે તેઓએ તેમને ટાળ્યા. અને લડાઈનાં મેદાન તરફ રવાના થવા ઉતાવળ કરી. પેલા રમત રમનારા સાથે તેઓ (નબી સાહેબ) પણ રમત રમ્યા.

૨૮૬૬. જ્યારે તેઓ લડાઈમાંથી પાછા ફર્યા, તેઓ ફરીવાર આવ્યા અને છેલ્લું આપેલું વચન પાળવા (અરજ કરી).

૨૮૬૭. ખુદાએ તેઓને કહ્યું, “ઓ પયગમ્બર તેઓની લુચ્ચાઈ જાહેર કર, અને જો (પરિણામે) લડાઈ કરવી પડે, કર, ભલે થાય.”

૨૮૬૮. તેણે (હ. પયગમ્બરે) કહ્યું, ઓ જૂઠ લોકો ચૂપ રહો, શાંત થાઓ, રખેને હું તમારા ગુપ્ત વિચારો જાહેર કરું.

૨૮૬૯. જ્યારે તેઓએ (પયગમ્બર સાહેબે) તેઓના અંતરના થોડા વિચારો જાહેર કર્યા, તેઓનું કાર્ય બગડી ગયું.

૨૮૭૦. ત્યાર બાદ એલચીઓએ તેમનાથી પીઠ ફેરવી. બૂમ પાડતા ગયા "હાશ લિલ્લાહ" "હાશ લિલ્લાહ"

૨૮૭૧. દરેક નાસ્તિક દગલબાજીના રસ્તે પોતાના હાથમાં કુરાન રાખી પયગમ્બર સાહેબ (પાસે આવ્યા).

૨૮૭૨. કસમ ખાવાની ખાતર, કારણ કે કસમ એક ચાલ છે, (આ તેઓએ કર્યું) કારણ કે કસમ (લેવા) એ દુષ્ટનો રિવાજ પડયો છે.

૨૮૭૭. ફરીવાર પેલા લોકો તેઓના હાથમાં કુરાન અને હોઠોમાં રોજા અંગે લગાડેલ સીલ, ફરીવાર બીજા સોગંદ લીધા.

૨૮૭૮. કહે છે, “આ પવિત્ર અને સાચા શબ્દોની સચ્ચાઈના (કસમ ખાઈને કહીએ છીએ) કે મસ્જિદનું મકાન માત્ર ખુદાના ખાતર જ છે.

૨૮૭૯. તે જગ્યામાં ઢાંગની કોઈ યુક્તિ નથી. તે જગ્યાએ માત્ર ખુદાની બંદગી, ઈમાનદારી અને ખુદાને યાદ કરવા ભેગા થવા માટે જ છે.

૨૮૮૦. હ. પયગમ્બર સાહેબે જવાબ આપ્યો, ખુદાનો અવાજ મારા કાનમાં પડઘાની માફક આવે છે.

૨૮૮૧. ખુદાએ તમારા કાન પર સીલ લગાડેલ છે, કે જેથી તેઓ ખુદાના શબ્દો સાંભળવા ઉતાવળ કરતા નથી.

૨૮૮૨. અરે, ખુદાનો અવાજ મને સ્પષ્ટ રીતે આવે છે. ગંદા દારૂમાંથી ચોકખા (બનાવેલાની) માફક (અવાજ) સાફ થયેલ (આવે છે).

૨૮૮૩. હ. મૂસાની માફક કે (જેને) ઝાડીની દિશામાંથી ખુદાનો (આમ) કહેતો અવાજ સંભળાયો, “ઓ તું કે જે આર્શીવાદિત ખુશનશીબ (છે).

૨૮૮૪. ઝાડમાંથી તે શબ્દો સાંભળતો હતો. "જુઓ હું ખુદા છું" અને આ શબ્દો સાથે "ખુદાનું નૂર" દેખાયું.

૨૮૮૫. તેવી રીતે જેમ તેઓ (નાસ્તિકો) દિવ્યસંદેશના “નૂર”થી મુશ્કેલીમાં પડયા. તેઓએ ફરીવાર નવા કસમો ઉચ્ચારવા શરૂ કર્યા.

૨૮૮૬. જ્યારે કે ખુદાએ કસમને ઢાલ કહી છે, ત્યારે કજીયો કરનાર, ઢાલ પોતાના હાથમાંથી નીચે કેમ મૂકે?

૨૮૮૭. ફરીવાર હ. પયગમ્બરે સીધી રીતે જૂઠ સમજાવતાં, તેઓને ખુલ્લા શબ્દોમાં કહ્યું, “તમો જૂઠું બોલ્યા છો.”

૨૯૧૦. કુરાનનું ડહાપણ સાચા ઈમાનદારના ગુમાવેલા ઊંટ જેવું છે, દરેકને તે ખોવાએલા વિષે અમુક ચોક્કસ જ્ઞાન છે.

એક માણસ કે જે ખોવાઈ ગએલો ઊંટ શેાધતો હતો અને તેના વિષે તપાસ કરતો હતો તે વિષે

૨૯૧૧. (જો) તમે એક ઊંટ ગુમાવ્યો છે અને ખંતપૂર્વક તેને શોધ્યો, જ્યારે તે તમને મળે ત્યારે તમે કેમ ન જાણો કે તે તમારૂં જ છે.

૨૯૧૨. આડા ફાટવું શું છે? તમે ઊંટડી ગુમાવી છે. (તેણી) તમારા ટોળામાંથી પડદામાં (એકાંતમાં) નાસી છૂટી છે.

૨૯૧૩. વણજારના લોકોએ પોતાનો સામાન ચડાવવો શરૂ કરી દીધો છે. (પણ) તમારો ઊંટ વચમાંથી (વણજારમાંથી) ગુમાવાય છે.

૨૯૧૪. તમે સૂકાઈ ગએલા હોઠથી આમતેમ દોડી રહ્યા છો. (હવે) વણજાર દૂર પહોંચી ગઈ છે, અને રાત્રી નજીક છે.

૨૯૧૫. તમારો સામાન જમીન ઉપર, અવ્યવસ્થિત રસ્તા પર પડયો છે. (જ્યારે) તમે ઊંટની શોધમાં દોડાદોડી કરી રહ્યા છો.

૨૯૧૬. રાડ પાડો છો, ઓ મુસલમાનો, સવારમાં તબેલામાંથી નાસી છૂટેલા ઊંટને કોઈએ જોયો છે?

૨૯૧૭. જે કોઈ પણ મારા ઊંટનું દિશાસુચન આપશે, તો હું ઈનામમાં આટલા બધા દીરહમ આપીશ.

૨૯૧૮. તમે દરેકને દિશા સૂચનોની વિનંતીઓ કરી રહ્યા છો, દરેક બદમાશ આના થકી તમારા તરફ મશ્કરી કરતો હશે.

૨૯૧૯. કહેશે, આ દિશાએ જતો ઊંટ અમે જોયો છે. ભૂરા રંગનુ ઊંટ પેલી પારની ચરાણ તરફ (જતું જોયું છે)

૨૯૨૦. (તેઓમાંનો) એક કહે છે: તેના કાન ફાટેલા હતા, અને બીજો કહેશે: તેના પાગડાં રેશમનાં હતાં.

૨૯૨૧. એક કહે છે: ઊંટને એક જ આંખ હતી. અને બીજો કહે છે કે તેને ભાઠાં હતાં અને વાળ ન હતા.

૨૯૨૨. ઈનામ મેળવવાની ખાતર દરેક બદમાશ આડું અવળું (બોલતાં) સો દિશા- સૂચનો આગળ કરે છે.

વિ-સંવાદી મતમતાંતરમાં ગૂંચવાવું અને તેમાંથી છટકવાના (રસ્તા) શોધવા વિષે

૨૯૨૩. (આ) જોકે (ખુદાઈ) જ્ઞાનની હકીકત એવી છે, દરેક જણ ન જોયેલી ચીજનું વર્ણન જુદી જુદી રીતે કરે છે.

૨૯૨૪. તત્વવેતા (એક વાતનો) બીજી રીતે ખુલાસો આપે છે. ભણેલો ખુદાઈ જ્ઞાન જાણનાર તેનો ખુલાસો રદ કરે છે.

૨૯૨૫. અને કોઈ બે, તેઓ બન્નેની મશ્કરી કરે છે, જ્યારે બીજો કોઈ નાસ્તિકપણાથી પોતાને મૃત્યુ આરે બાંધે છે.

૨૯૨૬. (તેઓમાંનો) દરેક રસ્તાની આ એંધાણીઓ આપે છે. એટલા માટે કે, એમ ધારી લેવામાં આવે કે તેઓ પેલા શહેરના લાગતા વળગતા છે.

૨૯૨૭. જાણ કે આ સત્ય બને, (કે) આ બધા (જુદા જુદા લોકો) સાચા નથી. (ફરીવાર) આ ટોળું તદ્દન રીતે માર્ગ ભૂલેલું પણ નથી.

૨૯૬૧. પછી (ફરીવાર), તે કે જે (રૂહાની) લડાઈ લડે છે. તે એકવાર દિલ પહોળું થએલું (આનંદિત થએલું) મેળવે છે, અને બીજી વાર (દિલમાં ) અશાંતિ, દુઃખ અને દર્દ.

૨૯૬૨. કારણ કે આ પાણી અને માટી, કે જે આપણી કાયાનાં (પદાર્થો) છે, તે નામુકર જનારા અને (આપણા ) આત્માના પ્રકાશના ચોર છે.

૨૯૬૯. ઓ મૂસાની મા, તેને (મુસાને) દૂધ આપ, અને પછી પાણીમાં ફગાવી દે. અને આ ચકાસણીથી બીતી નહિ.

૨૯૭૦, જેણે જેણે “અલસ્ત”ના દિવસે દૂધ પીધું (આ દુનિયામાં) દૂધ ઓળખી કાઢે છે. હ. મૂસાની માફક.

૨૯૭૧. ઓ મૂસાની મા જો તું તારા બચ્ચા માટે મમતાની સમજ શક્તિ ઇચ્છતી હોય તો, (તેને) હમણાં ધવરાવ.

૨૯૭૨. કે જેથી તે માતાના દૂધનો સ્વાદ જાણી શકે અને તેનું માથું હલકી દાયા(bad nurse)ના (દૂધમાં) નીચું ન નમે.

(ગુમાવેલા) ઊંટને શોધનારની નીતિ સમજાવતી વાર્તાનું વિવરણ

૨૯૭૩. ઓ વિશ્વાસુ (દોસ્ત) તમોએ ઊંટ ગુમાવ્યું છે, અને દરેક જણ પેલા ઊંટનો ઉકેલ તમને આપે છે.

૨૯૭૪. ઊંટ ક્યાં છે તે તમે જાણતા નથી. પણ તમે જાણો છો કે આ ઉકેલો ખોટા છે.

૨૯૭૫. અને તે કે જેણે ઊંટ ગુમાવ્યો નથી, તે પણ ઊંટ શોધવાના વિવાદમાં છે, તેની માફક કે જેણે ખરેખર તેને ગુમાવ્યો છે.

૨૯૭૬. કહે છે, “હા, મેં પણ ઊંટ ગુમાવ્યો છે, જે પણ કોઈ તેને શોધી આપે તેને માટે હું ”ઈનામ લાવ્યો છું.”

૨૯૭૭. (તે આમ કહે છે) કે જેથી તે તમારી સાથે ઊંટમાં ભાગ પડાવે, તે આ યુક્તિ રમે છે, કારણ ઊંટનો લોભ છે.

૨૯૭૮. જો તમે કોઈને કહેશો, “પેલો ઉકેલ ખોટો હતો,” તે (ઢોંગમાં જરૂર) તમને બનાવટમાં તેમજ કહેશે.

૨૯૭૯. તે ખોટા ઉકેલમાંથી, સાચો ઉકેલ જાણતો નથી. પણ તમારા શબ્દો પેલા બનાવટ કરનાર માટે 'હાથ લાકડી માફક' છે.

૨૯૮૦, જ્યારે તેઓ સાચી હકીક્ત, ઉકેલ શોધાઈ તેવી કહે છે, પછી “તેમાં કાંઈ શંકાજ નથી” તેમ તમારામાં ચોકસાઈ આવે છે.

૨૯૮૧. પેલો (ઉકેલ) તમારા બીમાર આત્માની દવા બને છે, તે તમારા ચહેરાને રંગ અને તંદુરસ્તી અને શક્તિ અર્પે છે.

૨૯૮૨. તમારી આંખ પ્રકાશિત, તમારો પગ દોડતો બને છે, તમારી કાયા આત્મા માટે આવશ્યક અને તમારો જીવ આત્મા સાથે એક બને છે.

૨૯૮૩. પછી તમે કહેશો, ઓ વિશ્વાસુ (દોસ્ત) તમે સાચું બોલ્યા છો, આ ઉકેલ ચોકખી મુક્તિ છે.

૨૯૮૪. તેમાં (દેખીતી) નિશાનીઓ છે, ખાત્રીપૂર્વકની માહિતી અને સાબિતીઓ છે, આ ખતપત્રક છે અને મુક્તિની વાણી છે.

૨૯૮૫. જ્યારે તેણે આ ઉકેલ આપ્યો છે, તમે કહેશો, મારી આગળ થા, આ મિજબાની કરવાનો વખત છે, તમે આગેવાન થાઓ!

૨૯૮૬. ઓ સત્યભાસ, હું તમારે પગલે ચાલીસ. તે મારા ઊંટની વાસ સુંધી છે, (તે) ક્યાં છે તે મને બતાવ.

૨૯૮૭. (પણ) પેલો માણસ કે જે ઊંટનો માલિક નથી અને તે કે જે આ ઊંટની શોધમાં સંતોષ ખાતર પડયો છે.

૨૯૮૮. તેની ચોકકસતા આ ખરા ઉકેલથી કાંઈ વધતી નથી, માત્ર સત્ય રીતે ઊંટ શોધનારનું પ્રતિબિંબ.

૨૯૮૯. તેની આતુરતા અને ઉત્સાહથી તે (બનાવટી) એવી સુવાસ મેળવશે કે પોતે પાડેલી બૂમો માત્ર પરપોટા ન હતા.

૨૯૯૦. તે (બનાવટી નો) આ ઊંટ ઉપર કાયદેસર હક ન હતો, પણ તેણે પોતે પણ ઊંટ ગુમાવ્યો હતો. હા (તેણે ગુમાવ્યો હતો).

૨૯૯૧. બીજાના ઊંટની ઈચ્છા તેના માટે પડદો બની છે, (તેથી) તેણે પોતાએ શું ગુમાવ્યું છે, તે તે ભૂલી ગયો છે.

૨૯૯૨. જ્યાં જ્યાં તે (માલિક) દોડે છે, ત્યાં ત્યાં આ (બનાવટી) દોડે છે, કંજૂસાઈ થકી તે માલિકના દુઃખનો ભાગીદાર બન્યો છે.

૨૯૯૩. જ્યારે એક જૂઠા બોલો, સાચાની સાથે (મુસાફરીએ) નીકળી પડે છે. એચિંતા તેનુ જૂઠ સત્યતામાં ફેરવાઈ જાય છે.

૨૯૯૪. રણમાં કે જ્યાં પેલા ઊંટે ઉતાવળ કરી હતી, પેલા (બનાવટી)ને પણ પોતાનો ઊંટ માલમ પડયો.

૨૯૯૫. જેવો તેણે તેને જોયો, પોતાનો ઊંટ યાદ આવ્યો, અને દોસ્ત અને જાતભાઈ તરફનો લોભ છોડી દીધો..

૨૯૯૬. પેલો નકલ કરનાર સાચો શોધક બન્યો. જ્યારે તેણે પોતાનો ઊંટ ત્યાં ચરતો જોયો.

૩૫૯૧. તેટલા માટે ડહાપણ ઈનામદાર મિત્રનું ખોવાએલું ઊંટ છે, તે તેને ચોક્કસપણે જાણે છે (પછી) તેણે તેને ગમે તેની પાસેથી સાંભળ્યું હોય.

૩૫૯૨. અને જ્યારે પોતે તેને તદ્દન નજીક મળેલું (જુએ છે) તો તેમા શક કેમ હોય? તે પોતાને ભુલાવામાં કેમ નાખે?

૨૯૯૭. (માત્ર) તેજ પળે તે પોતાના ઊંટનો શોધક બન્યો, જ્યાં સુધી તેણે તેને વગડામાં ન જોયો, ત્યાં સુધી તે સત્ય રીતે શોધતો ન હતો.

૨૯૯૮ . ત્યારબાદ તેણે એકલું જવું શરૂ કર્યું. તેણે પોતાની આંખોં ઉઘાડી (અને) પોતે પોતાના ઊંટ તરફ ગયો.

૨૯૯૯. પેલા વિશ્વાસુએ કહ્યું, તમે મને છોડી દીધો છે, (જે) અત્યાર સુધી મારા તરફ લક્ષ આપતા હતા.

૩૦૦૦. તેણે જવાબ આપ્યો, “અત્યાર સુધી હું આળસું હાંસી કરનાર હતો, અને કંજૂસાઈ પણા અંગે હું તારી ખુશામત કરતો હતો.

૩૦૦૧. (પણ) હવે દૈહિક રીતે હું તપાસમાં તારાથી છૂટો બન્યો છું, પણ (આત્મિક) રીતે હું તારી સાથે સહાનુભુતી ધરાવું છું.

૩૦૦૨. હું તારામાંથી ઊંટની વિગત ચોરતો હતો (પણ જ્યારે) મારા આત્માએ પોતાનોજ ઊંટ જોયો, તેની આંખ (જોવામાં) ભરાઈ ગઈ.

૩૦૦૩. જ્યાં સુધી કે તે મળ્યો, ત્યાં સુધી હું તેને શોધતો નહિ હતો, હવે જસત દબાઈ ગયું છે, સોનું તેના પર સરસાઈ ભોગવે છે.

૩૦૦૪. મારા ગુન્હાહિત કર્તવ્યો સંદતર પવિત્ર કાર્યો બન્યાં છે, (ખુદાનો) આભાર માનો હાંસી ગુમ થઈ છે, ઉત્સાહે દેખાવ દીધો છે (ખુદાનો) આભાર.

૩૦૦૫. જ્યારે કે મારા હલકાં કાર્યો મને ખુદાને મળવામાં કારણભુત થયાં છે, તે પછી મારા ખરાબ હર્તવ્યો ઉપર દોષ ઢોળતા નહિ.

૩૦૦૬. તને તારા વિશ્ચાસેજ શોધનાર બનાવ્યો હતો, મારા અંગે, સખત પરિશ્રમ અને શોધે વિશ્વાસુ ભાવનાનો (રસ્તો) ખુલ્લો કર્યો.

૩૦૦૭. તારા વિશ્વાસુપણાએ તને શોધ તરફ દોર્યો, મારી શોધ ઈમાનની ભાવના તરફ દોરી ગઈ.

૩૦૦૮. હું જમીનમાં સદકિસ્મતના બીજ વાવતો હતો, જો કે મેં એવી કલ્પના કરેલી કે, તે વળતર કે પગાર વગરની મહેનત છે.

૩૦૦૯. તે વળતર વગરની મહેનત ન હતી. તે અદભૂત કમાણી હતી, (કારણ કે) દરેક દાણા જે મેં વાવ્યા, સો ઘણા ઊગ્યા.

૩૦૧૦. ચોર એક ચોકકસ ઘરમાં (ચોરી કરવા) ઘુસ્યો, જ્યારે તે દાખલ થયો, તેણે જોયું કે તે ઘર તેનું પોતાનુંજ હતું.

૩૦૧૧. ઓ ઠંડા ગરમ થા. કે જેથી ગરમી આવે, જાડાં (વસ્ત્રો) ઊતારી નાખ, કે જેથી આરામ આવે.

૩૦૧૨. પેલો (મારા વિવરણનો વિષય) બે ઊંટો તે એકજ ઊંટ છે, મોઢાનો ભાવ સંતાએલ છે, (પરંતુ) તેનો અર્થ પૂરેપૂરો સંપૂર્ણ છે.

૩૦૧૩. ભાવ તેનો અર્થ સમજવામાં હંમેશાં નિષ્ફળ જાય છે. જેમ કે હ. પયગંબર સાહેબે કહ્યું છે કે (જે કોઈ ખુદાને ઓળખે છે) તેવી જીભ અચકાય છે.

૩૮૧૪. વાણી ગણત્રીમાં જાણો કે ભાવિ છે, તે આકાશ અને સૂર્ય વિષે કેટલું જાણે છે?

૩૦૧૫. ખાસ કરીને પેલા આકાશ (આગળ) ઘાસના તણખલાથી (વધુ નથી). (પેલું આકાશ) કે જેને સૂર્ય આગળ, પેલો સૂર્ય રજકણથી (વધુ નથી).

વિરોધી મસ્જિદ જેવી ખામી, દરેક આત્મામાં છે. તે બતાવવા વિષે

૩૦૧૬. જ્યારે એમ દેખાયું કે તે મસ્જિદ ન હતી. (પણ) યહૂદી લોકોએ મૂકેલો ફાંસો અને કાવતરું હતું.

૩૦૧૭. હજરત પયગંબર સાહેબે હુકમ આપ્યો, (અને કહ્યું) તે જગ્યા કચરો અને રાખ નાંખવાનો ઉકરડો બનાવવા જમીન દોસ્ત કરો.

૩૦૧૮. મસ્જિદની માફક, મસ્જિદનો સ્થાપક ખોટો હતો, જો તમે છટકાં ઉપર દાણા વેરશો તો તે ઉદારતા નથી.

૩૦૧૯. ગોશ્ત કે જે ગલમાં મચ્છી પકડે છે, આવો કોળિયો ઉદારતા કે બક્ષિસ નથી.

૩૦૨૦. કુબાના લોકોની મસ્જિદ કે જે કાવતરા માટે હતી, તેને તેના લાયકની બરોબર કરે તેમ, હજરત પયગંબર સાહેબે સ્વીકાર્યું નહિ.

૩૦૨૧. (તેવી જ રીતે) નિર્જીવ ચીજોની બાબતમાં આવું જૂઠું પસાર થઈ શકે નહિ. તેની બરોબરી ન હોવા અંગે ન્યાયના માલિકે (હજરત નબી સાહેબે) તેને આગ લગાવી.

૩૦૨૨. તેટલા માટે (માનવ) સત્યની બાબતમાં કે જે બધી પાયાવાર ચીજોનો પાયો છે, જાણે કે ત્યાં પણ ભેદભાવ અને વર્ગો છે.

૩૦૨૩. (એક માણસનું) જીવન (બીજા માણસની) જિંદગી જેવું હોતું નથી, તેના મૃત્યુ જેવું, બીજાનું મૃત્યુ હોતું નથી.

૩૦૨૪. (પેલાની) કબર જેવી (બીજાની) કબરને કદી ન જોતો, (તો પછી) પેલી બીજી દુનિયાના ભેદ ભાવો, હું કેવી રીતે વર્ણવું?

૩૦૨૫. ઓ કાર્ય કરનાર, તારું કાર્ય 'ટચસ્ટોન' તરફ લઈ જા, રખેને તું વિરોધી મસ્જિદ બાંધે.

૩૦૨૬. વારંવાર તેં વિરોધી મસ્જિદ બાંધનારાઓની મશ્કરી કરી છે, (પણ) તું (કાળજીપૂર્વક) ગણત્રી કર. તો તું પોતે તેમાંનો એક છે.