મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી
વાર્તા - ૬
વાર્તા - ૬
કીર્તિવંત ખુદાની હજરત મુસા પર વહી આવવી કે “બીમારીમાં મારી ખબર કાઢવા કેમ ન આવ્યો?”
૨૧૫૬. હજરત મૂસાને ખુદા તરફથી આ વહી આવી, “ઓ તું કે જેણે તારા દિલમાં ઊગતો ચંદ્રમા જોયો છે.
૨૧૫૭. તું કે જેને “ખુદાઈ નૂર”થી પ્રકાશિત કર્યો છે! હું ખુદા છું, હું બીમાર પડયો છું. તું આવતો નથી.
૨૧૫૮. હ. મૂસા જવાબ આપ્યો, “એ તું કે જેની કીર્તિ (સૌથી) ચડિયાતી છે, તું ખામી રહિત છે, આ શું ગૂઢાર્થ છે? ઓ માલિક, આની સમજણ પાડ.”
૨૧૫૯. ખુદાએ તેને ફરીવાર વહી મોકલી, "મારી બીમારી ક્યાં છે? તે તું વિનંતી કરીને પૂછતો કેમ નથી?"
૨૧૬૦. તેણે જવાબ આપ્યો, “એ માલિક, તારામાં જરા પણ ખામી નથી. (મારી) સમજણ ગુમાઈ ગઈ છે, આ શબ્દોનો (અર્થ) ખુલ્લો કરો.”
૨૧૬૧. ખુદાએ કહ્યું, “મારો ચૂંટેલો અને પસંદ કરાએલો ગુલામ બીમાર પડયો છે, હું તે છું, સારી રીતે સમજ,
૨૧૬૨. તેની તકલીફ મારી તકલીફ છે, તેની બીમારી મારી બીમારી છે,
૨૧૬૩, જેઓ ખુદાની હજૂરમાં બેસવા ઈચ્છે છે, તેઓ ઔલિયાઓની હજૂરમાં બેસતા થાય!
૨૧૬૪. જો તમે ઔલિયાની હજૂરમાંથી છૂટા પડ્યા, તો તમે દુઃખમાં છો, કારણ કે તમે “કુલ્લ” સિવાયના "જુજ" છો.
૨૧૬૫. જેને જેને સેતાન દયાળુથી (ઔલિયાથી) કાપી નાખે છે, તે કોઈની (મદદ) વગરનો બને છે, અને તે (સેતાન) તેનું માથું ફાડી ખાય છે.
૨૧૬૬. (ઔલિયાથી) એક પળ માટે પણ દૂર જવું, એ સેતાનની છેતરપિંડીનું (પરિણામ છે), સારી રીતે સાંભળ અને અમલ કર !
માળીએ સૂફી, કાજી અને અલવીને એકબીજાથી કેવી રીતે જુદા કર્યા તે વિષે,
૨૧૬૭, એક માળીએ, જ્યારે પોતાના બાગમાં જોયું ત્યારે બાગમાં ત્રણ માણસો જોયા, (જો કે તેઓ) ચોર (હતા).
૨૧૬૮. એક કાજી, એક અલવી અને એક સૂફી. દરેક બે અદબ, લુચ્ચા, અને દગલબાજ ઢોંગી (હતા).
૨૧૬૯. તેણે કહ્યું, “મારી પાસે આ લોકોની વિરુદ્ધ સેંકડો દલીલો છે, પણ તેઓ જોડાએલા છે. અને જોડાએલ સમૂહ મજબૂત હોય છે.
૨૧૭૦. હું એકલે હાથે ત્રણેને પહોંચી શકીશ નહિ, તેથી સૌથી પહેલાં તેઓને એક બીજાથી જુદા પાડીશ.
૨૧૭૧. હું (તેઓને) એક બીજાથી છૂટા પાડીશ, અને જ્યારે દરેક એકલો હશે, તે પછી હું તેઓનાં મોઢાં ભાંગી નાખીશ.
૨૧૭૨. તેણે એક રમત કરી, અને સૂફીને દૂર મોકલાવ્યો. કે જેથી તે તેઓની વિરુદ્ધ દોસ્તોનાં (મગજમાં) ઝેર રેડે.
૨૧૭૩. તેણે સૂફીને કહ્યું, ઘરે જા અને આ (તમારા) દોસ્તો માટે ગાલીચો લઈ આવ.”
૨૧૭૪. (જેવો) સૂફી રવાના થયો (કે તુર્તજ) તેણે પેલા બે દોસ્તોને ખાનગીમાં કહ્યું, “તમો કાજી છો, અને આ પ્રખ્યાત શેરીફ (અલવી, અલવી યાને પયગમ્બર અને અલીના વંશધર) છે.
. તમારા પોતાના કાયદાસરના નિર્ણય મુજબ આપણે આ રોટલો ખાઈએ છીએ. તમારા જ જ્ઞાનની પાંખો થકી આપણે ઊડીએ છીએ.
૨૧૭૬. અને આ આપણો શાહજાદો અને બાદશાહ છે, સૈયદ છે, તે હ. મુસ્તફાના ઘરેણાનો છે,
૨૧૭૭. આ ખાઉધરો જંગલી સૂફી કોણ છે કે જે તમારા જેવા બાદશાહથી ભળતો રહે?
૨૧૭૮. જ્યારે તે (પાછો) આવે ત્યારે નસાડી મૂકો, અને મારા ખેતર અને બાગને અઠવાડિયા સુધી તમો કબજો લો (ઉપભોગ કરો).
૨૧૭૯. મારા બાગનો તો શું. મારી જિંદગી તમારીજ છે, ઓ તમે કે જેઓ (હંમેશા) મારી જમણી આંખ જેટલા (વહાલા છો).
૨૧૮૦, તેણે હલકી સૂચનાઓ કરી અને તેઓને ભૂલાવવામાં નાખ્યા. અરે, કોઈએ ધીરજથી મિત્ર ગુમાવવો નહિ.
૨૧૮૧. જ્યારે તેઓએ સૂફીને નસાડી મૂક્યો, અને તે ચાલ્યો ગયો, દુશ્મને (માળીએ) તેનો મજબૂત દંડુકા સાથે પીછો પકડયો.
૨૧૮૪. તેણે સૂફીને એકલો જાણી ખૂબ માર્યો, તેણે તેને અધમૂઓ કરી માથું ફોડી નાખ્યું.
૨૧૮૫. સૂફીએ કહ્યું, મારું પૂરું થયું, પણ ઓ સાથીદારો, તમારી પોતાની બરાબર કાળજી રાખજો.
૨૧૮૬. તમે મને પરદેશી જેવો ગણ્યો, બરાબર જોજો. આ હરામખોર કરતાં હું વધુ પરદેશી નથી.
૨૧૮૭. તે (પ્યાલો) જે મેં પીધો તમારે પણ પીવો પડશે, અને આવો દુકાળ એ, આ બધી રચનાનું મૂળ છે.
૨૧૮૮. આ દુનિયા પર્વતની (માફક) છે, અને તમારા બધા શબ્દો તમારી પાસે પાછા પડઘાના રૂપમાં આવે છે.
૨૧૮૯, માળીએ સૂફી સાથે પતાવ્યા બાદ, તેવો જ ઢોંગ પેલા આગળ કરેલો તેવો (આ બંન્ને) સાથે કર્યો.
૨૧૯૦, કહે છે, “ઓ મારા શેરીફ, મારા ઘરે જાઓ, કારણ કે (સવારના) નાસ્તા માટે મેં થોડા પાંઉ પકાવ્યાં છે.
૨૧૯૧. ઘરના દરવાજે કૈમાઝને કહેજો, પેલા પાંઉ અને (પકાવેલ) હંસ લઈ આવે.
૨૧૯૨. તેને મોકલાવી દીધા પછી તેણે (બીજાને) કહ્યું, “ઓ દુરંદેશી, તમો કાજી છો, તે દેખીતી અને ચોકખી વાત છે.
૨૧૯૩. (પણ) તે (તારો દોસ્ત) એક શેરીફ (હોય)! તે એક મૂર્ખાઈ ભરેલો દાવો કરી રહ્યો છે? કોણે પોતાની માતા સાથે અનીતિ કરી તે કોણ જાણે છે?”
૨૧૯૪. તમે સ્ત્રી અને સ્ત્રીઓના કાર્ય ઉપર તમારા દિલને આધારિત રાખશો? (તેણીના) નબળા મગજ (જાણ્યા છતાં) (તેણીમાં) ભરોસો રાખશો?
૨૧૯૫. તેણે પોતાને હ. અલી અને પયગમ્બર સાથે જોડેલ છે, અને દુનિયામાં ઘણા મૂર્ખાઓ છે કે, તે (સાચું માને છે).
૨૧૯૭ કોઈ પણ કે જેનું માથું (તેના પોતાના) ચક્કર ચક્કર કરવાથી ફરતું લાગે છે.
૨૨૦૦. તેણે ઢોંગી શબ્દો વાપર્યા, અને પેલા કાજીએ તે સાંભળ્યા, (પછી) પેલો જુલમગાર તેની (શેરીફ) પાછળ પડયો.
૨૨૦૧. તેણે કહ્યું, “ઓ ગધેડા, આ બાગમાં તને કોણે આમંત્રણ આપ્યું?
૨૨૦૨. સિંહનું બચ્ચું તેના (સિંહના) જેવું હોય છે, તારામાં પયગમ્બર જેવું શું છે? (મને) કહે.
૨૨૦૩. પેલા માણસે (માળીએ) (ચતુરાઈનો) આશરો લીધો હતો, તેણે ખારજીએ પયગમ્બરની આલ સાથે વર્તન કર્યું, તેવું તેણે શેરીફ સાથે કર્યું.
૨૨૦૪. (હું અજાયબ થાઉં છું કે) યઝીદ અને સીમરની માફક પયગમ્બર સાહેબની આલ તરફ સેતાનો અને કાફરોને શા માટે ધિક્કાર છે?
૨૨૦૫. શરીફ પેલા જુલમગારના ફટકાથી ઘાયલ થયો, તેણે કાજીને કહ્યું, “હું પાણીની બહાર કૂદી આવ્યો છું.
૨૨૦૬. તું મજબુતપણે ઊભો રહેજે, હવે જ્યારે તું એકલો બાકી રહ્યો, અને (અમારા ટેકા) વગરનો બન્યો છે, ત્યારે પીપ બનજે, પેટ ઉપર ફટકા સહન કરજે.
૨૨૦૭. જો હું શેરીફ નથી અને (તારા) લાયક અને સાચો દિલી દોસ્ત નથી, (છતાં કોઈ પણ રીતે) હું આ જુલમગાર કરતાં વધુ ખરાબ તો નથી જ.
૨૨૦૮. તેણે (માળીએ) (શેરીફ સાથે) પતાવ્યું, અને આમ કહેતો આગળ વધ્યો, “ઓ કાજી, તું કઈ જાતનો કાજી છો? ઓ તું કે જે બધા મૂર્ખાઓથી અપમાનિત છો?
૨૨૦૯. ઓ ચોર ઠરેલા, (ચોરીના અંગે હાથ કાપેલા જેવા) શું તે તારો કાયદાસરને અભિપાય છે, કે મારી રજા વગર, તું મારા બગીચામાં દાખલ થાય?
૨૨૧૧. તેણે (કાજીએ) જવાબ આપ્યો, “તમે સાચા છો, (મને) બરાબર મારો, તારો હાથ (અત્યારે) ઉપર છે, પોતાના દોસ્તોથી જુદા પડનાર માટે આ યોગ્ય સજા છે.”