મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી
વાર્તા - 3
વાર્તા - 3
૫૧૩. નાહિંમત કરનાર, આ વાર્તા સાંભળ, એટલા માટે કે આંધળા અનુકરણથી થતો નાશ જાણી શકે.
સુફી જે આપણે અગાઉ જણાવી ગયા, તેવો સૂફી તે ન હતો.
૫૧૪. એક સૂફી મુસાફરી કરતો કરતો, એક (સૂફીઓના) આશ્રમે આવી પહોંચ્યો. તેણે પોતાની સ્વારીને દોરી અને તબેલામાં લઈ ગયો.
૫૧૫ તેણે તેને પોતાનાજ હાથથી, થોડું પાણી અને ઘાસ આપ્યું. આપણે અગાઉ જણાવી ગયા, તેવો સૂફી તે ન હતો.
૫૧૬. તેણે બેદરકારી કે ગાંડપણની સામે સાવચેતી રાખી, (પણ) જ્યારે (દૈવી) ભાવિ આવી પહોંચે છે, ત્યારે સાવચેતી શી ઉપયોગી થાય?
૫૧૭. સૂફીઓ કંગાળ અને ગરીબ હતા. ગરીબાઈ (ક્યારેક) નાસ્તિકતામાં સમાવેશ કરાવે છે. કે જે (આત્માનો) સર્વનાશ લાવે છે.
૫૧૮. ઓ, તું પૈસાદાર કે જે ધરાએલો છે. દુઃખ સહન કરતા ગરીબોની, બૂરાઈ તરફ હાંસી ન કરતો.
૫૧૯. કંગાલિયતના કારણે પેલા સૂફીના ટોળાએ, તમામે (પેલા) ગધેડાને વેચી નાખવા ઠરાવ્યું.
૫૨૧. તેઓએ જલ્દીથી તે ગધેડો વેચી નાખ્યો. તેઓ મિષ્ટાન અને કેળવેલ માંસ લાવ્યા, અને મીણબત્તીઓ સળગાવી.
૫૨૨. આશ્રમમાં ખુશીયાલી ફેલાઈ ગઈ, (તેઓ બૂમ પાડી ઊઠયા) આજે રાત્રે મિષ્ટાન, સંગીત, અને નાચગાન છે.
૫૨૩. ક્યાં સુધી વધુ વખત આ કોથળી અને માગવાનું? આ ધીરજ અને ત્રણ દિવસના રોજા, કેટલો (લાંબો) વખત?
પર૪. અમોને પણ (ખુદાએ) બનાવેલા છે, અમોને પણ જીવ છે, (અમારું) આજે રાત્રે ખુશનસીબ છે. અમારે ત્યાં મહેમાન છે.
પર૫. તેઓ જૂઠાણાનાં બી વાવતા હતા. તેઓ રૂહને જોતા હતા, કે જે રૂહ ન હતો.
૫૨૬. અને (સુફી) મુસાફર, પણ લાંબી મુસાફરીથી થાકેલો હતો. (અને તેણે) બતાવાતી તરફદારી અને લાગણી જોઈ.
૫૨૭. સૂફીઓએ એક પછી એક લાડ લડાવ્યા. તેઓ તેનું ગમ્મતમાં ધ્યાન ખેંચી જવાની રમત રમતા હતા.
૫૨૮. જ્યારે તેણે પોતાના તરફ બતાવાતી લાગણી જોઈ. તેણે (પોતાના મનમાં) કહ્યું, હું આજે રાત્રે ખુશી નહિ મનાવું તો (ક્યારે મનાવીશ)?
પર૯. તેઓએ કેળવેલું માંસ ખાધું, અને નાચ શરૂ કર્યો. આશ્રમ છાપરા સુધી, ધુમાડા અને ધૂળથી ભરાઈ ગયો.
૫૩૦. રાંધણીનો ધુમાડો, (પગ પછાડવાથી) ઊડતી ધૂળ, ચાહના અને અતિ આનંદથી, આત્મામાં ઉદભવેલ ગડબડ (અનુભવતા).
૫૩૧ અવારનવાર હાથ હલાવતા. (જમીનને) પગનો ઠંસો મારતા. અવારનવાર સિજદો કરતા, તેઓ વ્યાસપીઠની ધૂળ સાફ કરતા (કપાળ અડવાથી).
૫૩૨. લાંબો વખત (રાહ) જોયા બાદ, સૂફીઓની ઉમેદ ખુશ કિસ્મતે પૂરી થઈ. તે કારણથી સૂફી મોટા ખાઉધરા છે.
૫૩૩. સિવાય કે, સૂફી કે જેણે ખુદાઇ “નૂર” થી પેટ ભર્યું છે, તો તે ભીખની શરમથી છુટી ગયો છે.
૫૩૪. (પણ) આ જાતના સૂફીઓ હજારોમાં (બહુજ) થોડા હોય છે, બાકીના તેની (સંપૂર્ણ સુફીની રૂહાનીયત) બાદશાહીમાં રહેતા હોય છે.
૫૩૫. જ્યારે 'સમા' (ખૂબ જોરમાં શરૂ થયું.) તો પહેલેથી છેલ્લા સુધી, કવિએ ખૂબ જોરથી ગાવું શરૂ કર્યું.
૫૩૬. તેણે (ગાવું) શરૂ કર્યું, “ગધેડો ગયો છે, અને ગધેડો ગયો છે.” તેણે બધાં (સાથીદારોને) આમાં ભાગ લઈ ગાવા (ઉત્સાહ આપ્યો).
૫૩૭. આ ઉત્સાહ થકી તેઓ પગ પછાડતા, પહોં ફાટતાં સુધી (નાચવામાં) પગ પછાડતા, તાલીઓ પાડતા (ગાતા હતા), ઓ પુત્ર, ગધેડો ગયો છે, અને ગધેડો ગયો છે.”
૫૩૮. અનુકરણ કરવાની ખાતર, પેલો સૂફી પણ ભાવના અંગે તેજ (વાક્ય) ગાતો હતો. “ગધેડો ગયો છે.”
૫૩૯. જ્યારે ખુશી, ઉશ્કેરણી, ગાયન, નાચ પૂરો થયો. સૂર્ય ઊગ્યો, અને તેઓ સઘળાએ "અલ વિદા" કહી.
૫૪૦. આશ્રમ ખાલી થયો. અને પેલો સૂફી (એકલો જ) રહ્યો, પેલો મુસાફર પોતાના સર સામાન પરથી ધૂળ ખંખેરવા લાગ્યો.
૫૪૧. તે પોતાનો સામાન ઓરડામાંથી બહાર લાવ્યો. એટલા માટે કે તે ગધેડા પર બાંધે અને બીજા માણસો સાથે મુસાફરીએ રવાના થાય.
૫૪૨. તે ઉતાવળો થતો હતો કે, પોતાના સાથી મુસાફરોથી તે આગળ નીકળી જાય, તે તબેલામાં ગયો, પણ ગધેડો મલ્યો નહિ.
૫૪૩. તેણે કહ્યું, “પેલો નોકર ગધેડાને પાણી પાવા લઈ ગયો લાગે છે, કારણ કે ગઈ રાતના તેણે થોડું પાણી પીધું હતું.”
૫૪૪. નોકર આવ્યો, સૂફીએ તેને કહ્યું, 'ગધેડો ક્યાં છે?' પેલા નોકરે જવાબ આપ્યાં, “તારી દાઢી તરફ જો, અને કજીયો શરૂ થયો.”
૫૪૫. તેણે (સૂફીએ) કહ્યું, “મેં ગધેડો તને સોંપ્યો હતો. મેં ગધેડો તારે હવાલે કર્યો હતો.
૫૪૬, યોગ્ય રીતે (આની) ચર્ચા કર. જીભાજોડી ન કર, મેં તને સોંપેલ (વસ્તુ) મને સોંપી દે.
૫૪૭. મેં તને આપેલ વસ્તુની હું માગણી કરું છું. સોંપેલી વસ્તુ પાછી દઈ દે.
૫૪૮. હ. પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે કે તમારા હાથથી જે લીધું હોય, તે (તેના માલિકને) સોંપો.
૫૪૯. જો તમે ઉદ્ધતાઈ અંગે આની સાથે સહમત નથી. તો પછી મઝહબના કાજી પાસે ચાલો (જઈએ).
૫૫૦. નોકરે કહ્યું, મને હંફાવ્યો હતો, સૂફીઓએ (મારા તરફ) હલ્લો કર્યો, અને હું મારી જિંદગીની ફિકરમાં હતો.
૫૫૧. તમો બિલાડીઓ વચ્ચે ફેફસાનો ટુકડો ફેંકો, અને પછી તેની નિશાની પણ શોધી શકશો?
૫૫ર. સો ભૂખ્યા લોકો વચ્ચે એક રોટલો, એક ભૂખે મરતી બિલાડી, સો કૂતરાઓ વચ્ચે (જીવતી રહે)?
૫૫૩. સૂફીએ કહ્યું, હું ધારું છું કે તેઓએ, તે (ગધેડો) જોર જુલમથી લીધો, મારા જેવા કંગાળની જિંદગી પર હાથ નાખ્યો.
૫૫૪. (અને આ જોઈને) તું મારી પાસે આવીને, એમ કેમ ન કહ્યું કે, ઓ ગરીબ ઈન્સાન, તારો ગધેડો તેઓ લઈ જઈ રહ્યા છે ?
૫૫૫. તેથી હું ગધેડો (ખરીદનાર) પાસેથી પાછો વેચાતો લઉં, તે ગમે તે હોય, તેઓ મારા પૈસા વહેંચી લેત.
૫૫૬. આ (નુકશાન) સાંધવાના સો રસ્તાઓ હતા. જ્યારે કે સૂફીઓ હાજર હતા. (પણ) હવે તેઓ દરેક (જુદી) દિશાએ ગયા છે.
પપ૭. હું કોને પકડું? કોને કાજી પાસે લઈ જાઉં ? સત્ય બીના તારામાંથી જ છે કે, આ ન્યાય મારા પર આવી પડયો છે.
૫૫૮. તું (મારી) પાસે આવીને કેમ ન કહ્યું કે, “ઓ અજાણ્યા આદમી, આવો ભયંકર હુમલો થયો છે?
૫૫૯. તેણે કહ્યું, ખુદાના કસમ, આવું બન્યાનું તમોને જણાવવા માટે, હું ઘણીવાર આવ્યો હતો.
૫૬૦, (પણ) તમો હરેક વખતે કહેતા હતા, ઓ પુત્ર, ગધેડો ગયો છે, અને બાકીના બીજા બધા કરતાં વધુ મજાથી તે કહેતા હતા.
૫૬૧. (તેથી) હું પાછો ફરતો હતો (એમ ધારીને) કે, તમે આ વાતથી માહિતગાર છો, તે આ (દૈવી) ન્યાયથી સંતોષ પામેલા છો, તે (ખુદાને) જાણનારો માણસ છે.
૫૬૨. પેલા સૂફીએ કહ્યું, તેઓ બધા આનંદમાં (આમ) બોલતા હતા, (તેથી) મેં પણ, તેમ બોલવામાં આનંદ અનુભવ્યો.
૫૬૩. તેઓના આંધળા અનુકરણે, મારો નાશ નોતર્યો. તે અનુકરણ પર બસો શ્રાપ હોજો.
૫૬૫. (સુફીના) ટોળાની ખુશી પ્રતિબિંબ પાડતી હતી. અને આ મારું દિલ, તે પ્રતિબિંબથી ખુશ થતું હતું.
૫૬૯. જો તમે આંખ, સમજણ અને સાંભળવું, ચોકખું હોવાનું ઈચ્છો તો, સ્વાર્થી ઉમેદોના પડદાના ટુકડા કરી નાખો.
૫૭૦. કારણ કે સૂફીનું અનુકરણ (કે જે) ઈચ્છામાંથી (ઉત્પન્ન) થયું, તેણે તેને પ્રકાશ, અરે, અજવાળું ભરેલી સમજણથી દૂર રાખ્યો.
૫૭૧. શેકેલું માંસ ખાવાની ઇચ્છા, (સૂફીઓ) સાથેના આનંદની ઈચ્છા અને 'સમા' એ તેને (ખરા) જ્ઞાનથી વંચિત રાખ્યો.
૫૬૭. જાણ કે (સાચા સુફીનું) પહેલું પ્રતિબિંબ પડે તો, તે (માત્ર) અનુકરણ છે, (પણ) જો તે ચાલુ બન્યા કરે તો, તે હકીકતમાં ફેરવાઈ જાય છે.
૫૬૮. જ્યાં સુધી તે હકીકતમાં ન ફેરવાય. ત્યાં સુધી દોસ્તોથી છુટો નહિ પડતો, (કે જેઓ તને રસ્તો બતાવે છે). છીપમાંથી ભાગી ન છૂટ, પાણીનું ટીપું હજી મોતી બન્યું નથી.
૫૬૯. જો તમે આંખ, સમજણ અને સાંભળવું, ચોકખું હોવાનું ઈચ્છો તો, સ્વાર્થી ઉમેદોના પડદાના ટુકડા કરી નાખો.
૫૭૪. દરેક પયગમ્બરો એ પોતાના લોકોને સચ્ચાઈપૂર્વક કહ્યું હતું: હું મારા સંદેશા માટે તમો પાસેથી કાંઈ મહેનતાણું માગતો નથી.
૫૭૫ હું (માત્ર) માર્ગદર્શક છું. ખુદા તમારો ખરીદનાર છે, ખુદાએ મને બંન્ને બાજુએ કાર્ય કરનાર, દલાલ મુકરર કર્યો છે.
૬૦૬. તારા ખુદાએ કરમાવ્યું છે “જૂના અગ્નિ પૂજકની (માફક) (કેટલાક) તમો ઇમાન લાવો છો, (અને) ફરીવાર (કેટલાક) ઈમાન લાવતા નથી.”
૬૦૭. (તે) બળદની માફક છે. તેનો ડાબો (ભાગ) અર્ધો કાળો. અને બીજો અર્ધો ભાગ ચંદ્રમાની માફક સફેદ.
૬૦૮. જે કોઈ આગલો અર્ધો ભાગ જુએ (તો તેને) ધિકકારે છે, જે કોઈ પાછલો (સફેદ) અર્ધો ભાગ જુએ છે, તે (તેની) પાછળ પડે છે.
૬૦૯. હ. યુસુફ તેના ભાઈઓની આંખમાં જનાવરના બોજાની માફક, (ખટકતો) હતો. તેજ વખતે હ. યાકુબની આંખમાં તે ફિરસ્તા જેવો હતો.
૬૧૦. હલકા વિચારો થકી (શારીરિક) આંખ અને અદીઠ આંખે તેને (યુસુફને) બેડોળ માન્યો.
૬૧૧. જાણ કે, બહારની આંખ (અંદરની દિલની) આંખનો પડછાયો છે, જે પણ તે (અંદરની) આંખ જોશે, આ (બહારની) આંખ તે (આંખ) તરફ ફરશે.
૬૧૨. તમો (અત્યારે) ક્યાંક છો, (પણ) તમારું અસલ 'લામકાં' છે. આ દુકાન બંધ કરીને, પેલી દુકાન ખોલ.
૬૪૨. ખબરદાર કહે, તુર્તજ પુકાર “ઓ ખુદા મને મદદ કરો. ફરી અને ફરીવાર (બોલ), નહિ કે માત્ર જીભથી પણ તારા અંદરના આત્મામાંથી (બોલ).
૬૮૮. હસ્તીમાંથી “નીસ્તી” તરફ પાછો ફર, જો તું ખુદાનો હો, અને ખુદાને શોધતો હો તો.
૬૯૧. ઓ દયાળુ દાતાર, અમારા દિલમાં એવા ગુઢ શબ્દો મૂક, કે જેના થકી (તું) અમારા તરફ દયા દર્શાવે.
૬૯૨. તારામાંથી જ પ્રાર્થના અને તેનો જવાબ બન્ને આવે છે, તારામાંથી જ સલામતી અને તારામાંથી જ ભય આવે છે.
૭૦૩. પ્રેમનો હેતુ રૂપ નથી. જો તે પ્રેમ આવતી દુનિયા માટેનો હોય.
૭૦૪. જો તું રૂપ પર પ્રેમ કરવા આવ્યો હોય. તો જ્યારે આત્મા ભાગી છૂટે છે, ત્યારે તે પ્રેમ કેમ છોડી આપે છે?
૭૦૫. તેનું રૂપ હજી ત્યાં જ છે. તો પછી આ અણગમો ક્યાંનો? ઓ પ્રેમી, (ખરેખરો) તારો વ્હાલમ કોણ છે. તેની શોધ કર.
૭૦૬. દિલ (રૂહને) શોધ, તારું દિલ હાડકાં પર ન મૂક.
૭૧૬. દિલની ખૂબસૂરતી એ જ નિરંતરની ખૂબસૂરતી છે, તે હોઠને, (અમર) જિંદગીનું પાણી પીવા આપે છે.
૭૧૭. ખરેખર તે પાણી, પાણી પીવા આપનાર અને પીધેલો બન્ને છે, આ બધાં ત્રણેય એક બને છે, જ્યારે તારા માદળિયાના (રૂપના), ટુકડે ટુકડા કરવામાં આવ્યા.
૭૧૮. પેલું એકીપણું ધારણાથી તમે જાણી શકશો નહિ, ઈબાદત કર (do service). ઓ ભેદ ન સમજનાર મૂર્ખાઈ ભરેલા લવારાથી દૂર રહે.
૭૩૪. તે (ખજાનાની શોધ) એ કિસ્મતનું કામ છે. ઘણું ખરું તેવું ભાગ્યે જ બને છે, જ્યાં સુધી કાયામાં શક્તિ હોય ત્યાં સુધી, માણસે રોજી પેદા કરવી જોઈએ.
૭૩૫. રોજી પેદા કરવી એ ખજાનો (શોધવામાં) અટકાયત કેમ કરશે? કામમાંથી નિવૃત્ત ન થા. (પેલો ખજાનો) ખરેખર (કામની) પાછળ જ છે.
૭૫૮. શું મોતી? નહિ, તું (પોતે) સમુદ્ર બની જઈશ. તમે આકાશમાં ફરતા સૂર્ય બની જશો.
૮૧૭. મર્દે ખુદા તે અકલેકુલ છે. અર્શ અને કુરસી તેનાથી જુદા નથી.
૮૧૮. તે ‘મહદી’ છે. અને હાદી (રસ્તો બતાવનાર) છે. ઓ સત્ય રસ્તાના શોધક, તે (તારાથી) છૂપો અને તારા ચહેરાની સામે બેઠેલો બન્ને છે.
૮૧૯.તે (હજરત મુહમ્મદનું) નૂર છે, અને (સર્વમય) સમજ તેનો જીબ્રાઈલ છે. તેનાથી ઓછી (શક્તિ) ધરાવનાર 'વલી'નો તે દીપક છે.
૮૨૦. આ બત્તી કરતાં ઓછી (શક્તિ) ધરાવનાર, તે આપણી બત્તી છે. આ રોશનીના પણ દરજજા છે.
૮૨૧. કારણ કે “નૂરે હક”ના સાતસો પડદા છે, નૂરના પડદાને છેલ્લા તબક સમજ.
૮૨૨. દરેક પડદાની પાછળ, ચોક્કસ દરજજાના (મોમીનોનું) રહેઠાણ હોય છે. આ તેઓના પડદા પર પડદા યાને દરજજ્જા પર દરજ્જા ચડતાં ઈમામની (હજૂર) સુધી પહોંચે છે.
૮૫૬. તમારા વિચારોને કહો કે, દ્વિતભાવે ન જુએ અને (સાચી રીતે) જુએ. પેલો વિચાર એ મોતીનું કિરણ છે.
૮૫૭. કાન થકી, જ્યારે અંતકરણમાં જવાબ આવે છે, ત્યારે આંખ કહે છેઃ સાંભળ તે મારામાંથી છે.
૮૫૮. કાન એ બંન્ને વચ્ચેનો પુલ છે, જ્યારે આંખ મિલન ધરાવે છે. (પ્યારાના દીદારનું) આંખને (હકીકતનો) સીધો અનુભવ છે. જ્યારે કાનને (સંભળાય છે).
૮૫૯. કાનના સાંભળવામાં ગુણનું રૂપાંતર છે. જ્યારે આંખના જોવામાં સત્યનું રૂપાંતર છે.
૮૬૦. જો તારું આગનું જ્ઞાન (માત્ર) શબ્દ પૂરતું ચોકસાઈ તરફ પાછું ફરે, તો પાકેલાં તરફ જો, (બીજાના જ્ઞાનથી મેળવેલી) ખાત્રી તરફ બંધાઈ ન જા.
૮૬૧. જ્યાં સુધી તું બળે નહિ, ત્યાં સુધી ત્યાં ખરેખર ખાત્રી નથી. જો તારી ઈચ્છા ખાત્રી કરવાની હોય તો, અગ્નિમાં બેસી જા.
૮૬૨. જ્યારે (શબ્દ) કાનમાં ઉતરે છે, ત્યારે તે આંખ બને છે, નહિતર (ખુદાનો) શબ્દ, કાનમાં ગૂંચવણ ભરલો બને છે. (હ્રદય સુધી પહોંચતો નથી).
૯૭૮. આ દુનિયા “અકલેકુલ”નો એક વિચાર છે. “અક્કલ એક રાજા માફક છે, અને વિચારો (તેના) એલચીઓ છે.
૯૭૯. આ દુનિયા અજમાયશની દુનિયા છે, બીજી દુનિયા, આ અને પેલાના વળતરની (દુનિયા) છે.
૧૦૨૦. જાણ કે જાહેરી રૂપ પસાર થઈ જનાર છે. (પણ) હકીકતની દુનિયા હંમેશા રહેનાર છે.
૧૦૨૧. ક્યાં સુધી તું બરણીના આકારના પ્રેમમાં રમીશ? બરણીના આકારને મૂકી દે. જા. પાણી શોધ.
૧૦૨૨. તમે તેના (બહારના) રૂપને જોયું છે, તમે વાસ્તવિક્તાથી અજાણ છો, જો તમે ડાહ્યા હોતો છીપમાંથી મોતી પકડી લ્યો.
૧૦૭૮. બળદ અને ગધેડાને સાકરથી શું ફાયદો છે? દરેક આત્માનો ખોરાક જુદો જુદો છે.
૧૦૮૦. એક કે જે બીમારીના કારણથી માટી (ખાવાનો) શોખીન બન્યો છે. તે એમ ધારી લ્યે છે કે, માટી તેનો (કુદરતી) ખોરાક છે.
૧૦૮૧. (હકીકતમાં) તેના અસલ ખોરાકને તે ભૂલી ગયો છે, અને દર્દ ઉપજાવનાર ખોરાકને સ્વીકાર્યો છે.
૧૦૮૩. માણસનો અસલ ખોરાક “ખુદાઈ નૂર” છે. જનાવરનો ખોરાક તેને માટે અયોગ્ય છે.
૧૦૮૪. પણ બીમારીના પરિણામે, તેનું મન આ (ગૂંચવણમાં) પડ્યું છે, કે દિવસ અને રાત આ પાણી અને માટી ખાવી જોઈએ.
૧૦૮૫. (તે) ફિક્કા ચહેરાનો, કમજોર, નિરાશ દિલનો છે, તે ખોરાક ક્યાં છે? “તેનો રસ્તો આસમાનમાંથી હતો.”
૧૦૮૬. (ખુદાઈ) બાદશાહનો પસંદ કરેલો આ ખોરાક છે, તેનું ખાવું ગળા કે ઓજાર વગરનું છે. (રૂહાની) સૂર્યનો ખોરાક (અવકાશી) તખ્તના “નૂર”માંથી આવે છે.
૧૦૮૭.અદેખાઓનો (ખોરાક) (પાર્થિવ) ચાદરનો ધુમાડો છે.
૧૦૮૮. ખુદાએ શહીદોને લગતું ફરમાવ્યું છે કે, ‘તેઓ (તેઓના માલિક સાથે જીવતા) છે, રોજી મેળવે છે, તે ખોરાક માટે, મોં કે થાળી નથી.
૧૧૮૯. આ (મારાં) વચનો ખરેખર તો “ઓ માલિક જ કહેવું છે,” આ શબ્દો ખુદાઈ પ્રાર્થનાના જવાબ મેળવવાના શોધનાર છે.
૧૧૯૦. તો પછી જે (જવાબ શોધે છે) તે (દુઆ) માગતો કેમ અટકશે? તે ચૂપ કેમ થશે, દાખલા તરીકે “ઓ માલિક”નો જવાબ “હું અહીં છું?” તે આવતો જ હોય છે.
૧૧૯૧. તે “હું અહીં છું” તે તમે સાંભળતા નથી. પણ પગથી માથા સુધી તેનો સ્વાદ માણતા હો છો.
તરસ્યા માણસે દીવાલના મથાળા પર બેસી પાણીના ઝરામાં ઇંટો ફેંકી તે વિષે.
૧૧૯૨. એક ઝરાના કિનારે ઊંચી દીવાલ હતી. અને દીવાલને મથાળે એક તરસ્યો, દિલગીરીમાં ગર્ક થએલ માણસ બેઠો હતો.
૧૧૯૩. પાણીને પહોંચવામાં પેલી દીવાલ તેને અટકાયતરૂપ હતી. તે મચ્છીની માફક પાણી માટે તલબગાર હતો.
૧૧૯૪. ઓચિંતી તેણે પાણીમાં એક ઈંટ ફેંકી. અને પાણીનો અવાજ, જાણે બોલેલા શબ્દોની માફક તેની તરફ આવ્યો.
૧૧૯૫. જાણે કે હેતાળ અને પ્રેમાળ દોસ્ત તરફથી ઉચ્ચારેલા શબ્દો. પાણીના અવાજે તેને શરાબ પીધો હોઈ તેવો કેફી બનાવ્યો.
૧૧૯૬. પાણીનો અવાજ સાંભળવાના આનંદમાં પેલો, તદ્દન થાકેલો માણસ તે જગ્યાની ઈંટો ઉખેડીને ફેંકવા મંડ્યો.
૧૧૯૭. પાણી અવાજ કરતું હતું, જાણે એમ કહેતું હોય, “અરે, આમ મારા તરફ ઈંટો ફેંકવામાં, તને શું ફાયદો મળવાનો છે?
૧૧૯૮. પેલા તરસ્યા માણસે કહ્યું: ઓ પાણી, મને બે જાતના લાભ છે.
૧૧૯૯. પહેલો લાભ એ છે કે, આ પાણીનો અવાજ સાંભળું છું. કે જે તરસ્યા માટે સારંગી માફક (પ્યારો) છે.
૧૨૦૬. હું જે આ દરેક ઈંટને તોડું છું, તેનો બીજો ફાયદો એ છે કે, હું વહેતા પાણીથી વધુ નજીક આવું છું.
૧૨૦૭. આ ઈંટો ઉખેડવાથી, દરેક વખતે પેલી ઊંચી દીવાલ વધુ નીચી બને છે.
૧૨૦૮. દીવાલનું નીચાપણું (પાણીને) પહોંચવાનું સાધન બને છે. તેથી જુદાઈ (પાણીના) મેળાપની ઔષધ બને છે.
૧૨૦૯. દ્ઢતાથી વળગી રહેલ ઇંટને છૂટી પાડવી તે, (જાણે કે) (બંદગી વખતે) સિજદા કરવા (માફક છે). જે (ખુદાની) નજદીકીનું કારણ (બને છે). કારણકે (ખુદાએ ફરમાવ્યું છે) “અને તમે સિજદો કરો (મને) નજીક થશો”.
૧૨૧૦. જ્યાં સુધી આ દીવાલ ઊંચી ડોકની (ભવ્ય અને મગરૂર છે. ત્યાં સુધી તે માથાને નમાવવાના (રસ્તામાં) અડચણ છે.
૧૨૧૧. જીવનના જળ ઉપર સિજદો કરવા, તે અશક્ય બનાવે છે, ત્યાંસુધી કે હું આ માટીની કાયામાંથી મુક્તિ મેળવું.
૧૨૧૨.જેટલો વધુ તરસ્યો આ દીવાલ ઉપર જે કોઈ હોય, તેટલી વધુ જલ્દીથી તે આ ઇંટો અને ઢેફોને તોડી નાખે છે.
૧૨૧૩. જે કોઈ પાણીના અવાજના પ્યારમાં હોય, તેટલાં વધુ ઢેફાં અટકાયતમાંથી તે તોડી નાખે છે.
૧૨૧૪. તે પાણીના અવાજથી ગળા સુધી શરાબના (નશાથી) છલકે છે, (જ્યારે) પ્રેમથી અજાણ્યો, પાણી ઉડાડવાના અવાજ સિવાઈ બીજું કાંઈ સાંભળતો નથી.
૧૨૧૫. અરે, તેજ આશીર્વાદિત છે કે, તેના શરૂઆતના દિવસોમાં આવેલી તક જોઈ પકડી લે છે, અને પોતાનું દેવું ભરે છે.
૧૨૧૬. તે દિવસોમાં કે જ્યારે શક્તિ છે. (જ્યારે) તે તંદુરસ્ત છે, અને દીલ અને હિંમતથી મજબૂત છે.
૧૨૨૦. ઘડપણના દિવસો આવી પહોંચશે, અને તારી ગરદનને ખજૂરીના પાનની દોરીથી બાંધશે.
૧૨૨૩. ત્યારે પાંપણો પાટાની માફક બીડાએલી હશે, આંખો ઝાંખી અને ભીની હશે.
૧૨૨૪. કરચલી થકી ચહેરો, ગરોળીની પીઠ જેવો (થશે), વાણી અને સ્વાદ અને દાંત, ઉપયોગ વગરના રહ્યા હશે.
૧૨૨૫, દિવસ લાંબો, ગધેડો લૂલો, રસ્તો લાંબો, દુકાન નાશ પામી અને વેપાર હાથથી ગયો.
૧૨૨૬. ખરાબ ટેવોનાં મૂળે જોર કર્યું. અને તેને દબાવવાની શકિત ઘટી ગઈ.
એક માણસને હાકેમનો હુકમ થયો, રસ્તા પર વાવેલો બાવળ ખોદી નાખ.
૧૨૨૭. (દાખલા તરીકે) એક લાગણીહીન પણ મીઠી જીભવાળા માણસે રસ્તાની. વચ્ચે બાવળ વાવ્યો હતો.
૧૨૨૮. રસ્તા પરથી પસાર થતા લોકો તેને મળતા અને તેને ખોદી નાખવા વારંવાર કહેતા, તેણે તે ઉખેડયો નહિ.
૧૨૨૯. દરેક પળે તે બાવળ વધુ મોટો થતો હતો. અને લોકોના પગે તેના કાંટા ભોંકાતા, લોહી વહેતું હતું.
૧૨૩૦. લોકોનાં કપડાં પેલા કાંટાથી ચિરાતાં હતાં, ગરીબ લોકોના પગ દયાજનક રીતે ઘવાતા હતા.
૧૨૩૧. જ્યારે હાકેમે તેને આતુરતાપૂર્વક કહ્યું, “આને ઉખેડી નાખ.” તેણે જવાબ આપ્યો, “હા, હું તે કોઈ દિવસે ઉખેડી નાખીશ.”
૧૨૩૨. તે વખત સુધી તેણે આવતી કાલે અને આવતી કાલનાં વચન આપ્યાં (તે દરમ્યાન) તેનો બાવળ બાંધાનો મજબૂત બની ગયો.
૧૨૩૩. એક દિવસે હાકેમે તેને કહ્યું. ઓ જુઠા વચન આપનાર, મારા (બતાવેલા) કાર્ય માટે જલ્દી જા, પાછી પાની નહિ કર.
૧૨૩૪. તેણે જવાબ આપ્યો, ઓ કાકા, આપણી વચ્ચે (આ પતાવવા) હજું વખત છે, તેણે કહ્યું, ઉતાવળ કર, મારું કરજ જલ્દી ભરભાઈ કરી દે.
૧૨૩૫. તું કે જે આવતી કાલે કહે છે, તો (હવે) આથી ચેતતો રહે, દરેક દિવસે વખત આવે છે, અને જાય છે.
૧૨૩૬. પેલું જંગલી ઝાડ મોટું થતું જાય છે, જ્યારે આ ખોદનાર ઘરડો અને અત્યંત ત્રાસેલો.
૧૨૩૭. બાવળ જોર અને ચઢાવ (પકડવા)માં છે. તેને ખોદનાર, ઉંમરમાં અને શક્તિમાં ઘટતો જાય છે.
૧૨૩૮. બાવળ દરરોજ અને દરેક પળે લીલો અને તાજો (થતો જાય છે). તેનો ખોદનાર દરરોજ બીમાર અને કરમાતો જાય છે.
૧૨૪૦. ઘણી વખત તેના કાંટા તમારા પગમાં ભોંકાય છે.
૧૨૪૧. ઘણી વખત તમારી પોતાની ટેવોથી તમે ઘવાવ છો, તમને સમજ નથી. તમે સાવ અક્કલ વગરના છો.
૧૨૪૪. યા તો કુહાડો લઈને જવામર્દની જેમ, હજરત અલીની માફક ખૈબરના દરવાજાનો નાશ કરો.
૧૨૪૫. અથવા તો આ કાંટાઓને ગુલાબના છોડો સાથે મિલાવો, અગ્નિને "દોસ્તના નૂર"થી મિલાવો.
૧૨૪૬. એટલા માટે કે તેનું 'નૂર' તમારી અગ્નિને બૂઝાવે. અને (તે) મેળાપ તમારા કાંટાને ગુલાબમાં ફેરવે.
૧૨૭૧. હોઠ બંધ કર અને સોનાથી છવાયેલ ખજૂરીનો બાગ ખોલ. શરીરની કંજૂસાઈ છોડી દે. ઉદારતા દાખવ.
૧૨૭૪. સૌથી મજબૂત હાથ (એ) આ વિષય વાસનાને છોડવાનું છે. આ શાખા રૂહને બહેશ્ત સુધી દોરી જાય છે.
૧૨૭૬. તું સુંદરતાથી (ભરપૂર) યુસુફ છે. અને આ દુનિયા, કુવાની માફક છે, અને આ (ઉપર ખેંચવાનું) દોરડું ખુદાના હુકમને આધીન થવાની ધીરજ છે.
૧૨૭૭. ઓ યુસુફ, દોરડું આપ્યું છે, તારા બંન્ને હાથેથી તે પકડી લે, દોરડાથી મોઢું નહિ ફેરવ, કારણ કે (ખૂબ જ મોડું થયું છે).
૧૨૭૮. બધાં વખાણ ખુદાનાં છે કે, આ દોરડું લટકાવવામાં આવ્યું છે. (અને તેથી) રહેમત અને દયાની એક સાથે મેળવણી કરવામાં આવી છે.
૧૨૭૯. કે જેથી તું, નવા આત્માની દુનિયા જુએ. (જો કે) અદ્રશ્ય છતાં ઘણી જ ખુલ્લી.
૧૨૮૬. વાસનામય આંખ એ ઘોડો છે. “નૂરે હક” તેનો સવાર છે. ઘોડે સવાર વગર, ઘોડો પોતે નકામો છે.
૧૨૮૭. એટલા માટે ઘોડાને ખરાબ આદતો (છોડાવવાની) તાલીમ આપ. નહિતર, બાદશાહની હજૂરમાં તે ઘોડાને નકારવામાં આવશે.
૧૨૯૦, “નૂરે હક” વાસનામય આંખ ઉપર (ઘોડેસ્વારની) માફક સવાર થાય છે, અને પછી આત્મા ખુદાનો તલબગાર બને છે.
૧૨૯૧. ઘોડેસ્વાર વગરનો ઘોડો રસ્તાની નિશાનીઓ કેમ જાણશે? રાજાની જરૂર છે. એટલા માટે કે તે રાજાનો રસ્તો જાણે.
૧૨૯૨. 'નૂર' જેના પર સવાર છે. તે સમજ તરફ દોડયો જશે, આ 'નૂર' સમજનો સુંદર સાથી છે.
૧૨૯૩. “નૂરે હક્ક” સમજણના પ્રકાશનું ઘરેણું છે. પ્રકાશ ઉપર પ્રકાશની, આ માયના છે.
૧૨૯૪. સમજણનો પ્રકાશ (માણસને) પૃથ્વી તરફ ખેંચે છે, “નૂરે હક” તેને ઊંચકે છે.
૧૨૯૫. કારણ કે સમજણવાળી ચીજ નીચલી દુનિયાની છે, સમજણ એક ટીપાની માફક છે. “નૂરે હક” સમુદ્ર મિસાલ છે.
૧૩૨૦. જ્યારે તું ખુદીથી છૂટી ગયો છે. ત્યારે તમે સપૂર્ણ (ખુદાની) સાબિતી બન્યા છો, જ્યારે (તમારી અંદરનો) ગુલામ નહિવત બન્યો છે. ત્યારે તમે બાદશાહ બન્યા છો.