મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી
વાર્તા - ૨
વાર્તા - ૨
૩૨૨. તે (ખુદાઈ શબ્દ અને જ્ઞાન) દરેક અણઘડ શિખાવથી ટકાવી રખાતું નથી. (તે) મોરની માફક છે, કે જે ખેડૂતના ઘરમાં (રહેશે નહિ).
બાદશાહને પોતાનું બાજ ખખડી ગયેલ વૃદ્ધાના ઘરમાં માલુમ પડવા વિષે
૩૨૩. બાજ પક્ષી રાજા પાસેથી ત્રાસીને એક ઘરડી ડોસી, કે જે આટો પીસતી હતી ત્યાં ગયું.
૩૨૪. તેણી તેણીના બચ્ચાં માટે 'તુત્માજ' રાંધતી હતી, ત્યારે તેણીએ સુંદર સારી રીતે જન્મેલું બાજ જોયું.
૩૨૫. તેણીએ તેના નાના પગ બાંધ્યા, અને તેની પાંખો કાપી નાખી. તેણીએ તેના નહોર કાપી નાખ્યા, અને તેને ઘાસ ખવરાવ્યું.
૩૨૬. તેણીએ કહ્યું, કિંમત વગરના લોકોએ, તને સારી વ્યવસ્થામાં રાખ્યો નથી? તારી પાંખો બહુ મોટી થઈ ગઈ છે. અને તારા નખો લાંબા થયા છે.
૩૨૭. દરેક અયોગ્ય માણસનો હાથ તેને બીમાર બનાવે છે, તારી મા પાસે આવ કે જેથી તેણી તારી સંભાળ લે.
૩૨૮. ઓ દોસ્ત, જાણ કે મૂર્ખની આવી મહોબ્બત છે, મૂર્ખ રસ્તા પર વાંકો જ ચાલતો હોય છે.
૩૨૯. રાજાએ તેને (બાજને) શોધવામાં દિવસ પસાર કર્યો, આખરે તે ઘરડી ડોશી, કે જે તંબુ કે (ત્યાં તેણી રહેતી હતી) ત્યાં ગયો.
૩૩૦. ઓચિંતા તેણે (બાજને) ધુમાડા અને રાખમાં જોયો, બાદશાહ તેના પર ખૂબજ રોયો અને આક્રંદ કર્યું.
૩૩૧. તેણે કહ્યું, અલબત આ તારા કર્તવ્યોનો બદલો છે. તેમાં તું, મારામાં વિશ્વાસ રાખવામાં સાબૂત ન રહ્યો,
૩૩૨. છતાં તારું બહેસ્ત જેવું રહેઠાણ મૂકીને, દોજખને તારું રહેઠાણ બનાવ્યું. (હદીશની) પણ દરકાર વગર, “અગ્નિના લોકો (અને બહેસ્તના) એક સરખા નથી?
૩૩૩. તે કે જે રાજા પાસેથી બે ધ્યાને ઘરડી ડોસીના ઘર તરફ નાસે છે, તેને માટે આ યોગ્ય સજા છે.
૩૩૪. દરમ્યાન બાજ પોતાની પાંખો રાજાના હાથ પર ઘસતો હતો. જીભ વગર તે કહેતો હતોઃ મેં પાપ કર્યું છે.
૩૩૫. ઓ ખૂબસૂરત (બાદશાહ), પાપીઓ દયાજનક રીતે પાપની માફી તો પછી ક્યાં માગશે? જો તું ભલા સિવાય બીજું સ્વીકારશે નહી, તો તેઓ ક્યાં પશ્ચાતાપ કરશે?
૩૩૬. બાદશાહની દયા આત્માને પાપ શોધતો બનાવે છે, કારણ કે બાદશાહ, બનાવટી ચીજોને (પણ) ઉત્તમ બનાવે છે.
૩૩૭. જા, ગંદકી ન આચર, કારણકે આપણાં સારાં કૃત્યો પણ, તે આપણા દાતા (પ્રેમી) આગળ ગંદા દેખાય છે.
૩૩૮. તું તારી ખિદમત કીમતી જુએ છે, તેથી તું પાપનો ધ્વજ ફરકાવે છે.
૩૩૯. તેથીજ, પ્રાર્થના તને બાંહેધરી આપે છે, તે પ્રાર્થના થકી તારું દીલ મગરૂર દંભી બને છે.
૩૪૦. તું પોતાને ખુદા સાથે (વિશ્વાસપૂર્વક) વાતો કરતો સમજે છે, અરે કેટલાક એવા પણ છે, આ મત થકી (ખુદાથી) જુદા થયા છે.
૩૪૨. બાજે કહ્યું, “ઓ બાદશાહ હું પશ્ચાતાપી છું , હું પલટાયો છું, હું ઈસ્લામમાં નવો ભેટ્યો છું.
૩૪૪. જો કે મારા નહોર ચાલ્યા ગયા છે, (છતાં) જ્યારે તું મારો છે, તો હું સૂર્યની સપાટી પણ ચીરી નાખું.
૩૪૫. અને જો કે મારી પાંખો ચાલીગઈ છે, (છતાં) જ્યારે તું મારા તરફ માયાળુ છે, આકાશી કાર્યપ્રદેશ તેથી મારી રમતમાં નાનો પડે છે.
૩૪૬. જો તું મારા પર પટાની નવાજિશ કરે, તો હું પર્વતને તેના મૂળમાંથી ઉખેડી નાખું.
૩૭૩. જ્યારે મારા કાર્ય થકી (કોઈને) રોવું આવે, તો મારામાં દયા ઉભરાય છે. તે શોક કરનાર મારી દયાનો લાભ (ઉઠાવે છે).
૩૭૪. જો મારી ઈચ્છા તેને આપવાની ન હોઈ, (તો પછી) હું તેને તેની (ઈચ્છિત વસ્તુ) બતાવતો નથી. (પણ) જ્યારે મેં તેનું દિલ (દુઃખથી ઘેર્યું). હું ખુશીથી તેને ખોલું છું.
૩૭૫. મારી દયા તેના રુદન પર આધાર રાખે છે, જ્યારે તે રૂએ છે. ત્યારે (મારી) દયાના દરિયામાં મોજાં ઉત્પન્ન થાય છે.
ખિઝરૂ વિય્યહના પુત્ર શેખ અહમદે ખુદાઈ દિવ્ય સંદેશાથી લેણદારો માટે હલવો ખરીદ્યો.
૩૭૬. એક શેખ હતો. જે તે તેના દિલના અજવાળા થકી, ઉદારતાને અંગે ચાલુ કરજમાં ડૂબેલો હતો.
૩૭૭. મોટા લોકો પાસેથી (ઉછીનું લઈ), તે પુષ્કળ કરજ કરતો, અને તે (પૈસો) દુનિયાના ગરીબ લોકો માટે ખર્ચતો.
૩૭૮. તેણે (સૂફીઓ) માટે) કરજમાં (ડૂબીને પણ), મુસાફરખાનું બંધાવ્યું હતું. અને તે આશ્રમ માટે પોતાની દોલત અને જિંદગી અર્પણ કરી હતી.
૩૭૯. ખુદા તેનું કરજ દરેક જગ્યાએ ભરતો હતો. ખુદાએ દોસ્ત (હજરત ઈબ્રાહીમની) ખાતર રેતીને આટામાં ફેરવી હતી.
૩૮૦. હજરત પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે કે, બે ફિરસ્તાઓ (રોજ) બજારોમાં પુકાર કરતા કહે છે.
૩૮૧. “ઓ ખુદા, તું ઉડાઉને બદલામાં ભેટ આપ, અને ઓ ખુદા, તું કંજૂસોને (બદલામાં) ઝેર આપ.”
૩૮૨. ખાસ કરીને, આ ઉડાઉ તેને જ (લાગુ પડે છે), જેઓએ પોતાની જિદંગી અર્પણ કરી છે. અને પોતાની ડોક પેદા કરનાર માટે અર્પણ કરી છે.
૩૮૩. તે હજરત ઈસ્માઈલની માફક ગરદન કુરબાન કરે છે. છરી તેની ગરદનને ઈજા કરી શકતી નથી.
૩૮૪. આજ કારણ થકી શહીદો આનંદમાં જીવે છે, નાસ્તિકોની માફક (માત્ર) શરીર તરફ ન જો.
૩૮૫. ત્યારે ખુદા હંમેશાં હયાત રહેનાર આત્મા, કે જે દિલગીરી, દુઃખ કે પીડાથી પર, તેવો આત્મા બદલામાં આપે છે.
૩૮૬. કરજવાન શેખ, આ રીતે વર્ષો સુધી વરત્યો, દેતો અને લેતો કારભારીની માફક.
૩૮૭. તે મૃત્યુના દિવસ સુધી બી વાવતો રહ્યો, કે જેથી મૃત્યુ દિને, તે મહાન કીર્તિવંત શાહજાદો બની રહે.
૩૮૮. જ્યારે તે શેખની જિંદગીનો છેડો નજીક આવ્યો, અને જ્યારે પોતાના શરીર પર મૃત્યુની નિશાનીઓ જોઈ ત્યારે,
૩૮૯. લેણદારો તેની આજુબાજુ ભેગા થઈને બેઠા, (જ્યારે શેખ) મીણબત્તીની માફક આસ્તેથી ગળતો જતો હતો.
૩૯૦. લેણદારો નિરાશ અને ચડેલા ચહેરાવાળા બન્યા હતા. તેઓના દિલનું દર્દ તેઓના શ્વાસમાં ગવાહી આપતું હતું.
૩૯૧. શેખે (પોતાના દિલમાં) કહ્યું, આ ખરાબ ખ્યાલ ધરાવતા માણસો તરફ જુઓ, શું ખુદા પાસે ચાર હજાર સોનાના દીનાર નથી?
૩૯૨. એક છોકરાએ બહારના ભાગમાં બૂમ પાડી,“હલ્વો” અને થોડા (સિકકા) મેળવવા, હલવાના (ખોટા) વખાણ કર્યાં.
૩૯૩. શેખે નોકરને પોતાના માથાથી ઈશારો કરી, તે બધો હલવો ખરીદ કરવા ફરમાવ્યું.
૩૯૪. (શેખે પોતાના મનમાં કહ્યું) કે તેઓ હલવો ખાય ત્યાં સુધી, તેના લેણદારો તેના તરફ ધિકકારથી જોતા બંધ થાય.
૩૯૫. તુરત જ ચાકર દરવાજામાંથી બહાર, તે તમામ હલવો ખરીદવા નીકળી ગયો.
૩૯૬. તેણે પેલા છોકરાને કહ્યું, “હલવાનો જથ્થો કેટલાનો છે?” છોકરાએ કહ્યું, “ અર્ધો દીનાર અને થોડા બીજા સિક્કાનો”
૩૯૭. તે કહે, નહિ, સૂફી પાસેથી બહુ વધારે ન માંગ, હું તને અર્ધો દિનાર જ આપીશ. વધુ બોલતો નહિ.
૩૯૮. છોકરાએ શેખની સામે હલવો મૂકી દીધો. હવે શેખના ગૂઢાર્થ, છુપા વિચારો જો.
૩૯૯. તેણે લેણદારો તરફ ઈશારો કર્યો, જુઓ આ (મીઠાઈની) ભેટ (તમોને) બક્ષિસ કરું છું, તે ખુશીથી ખાઓ, તે હલાલ (ખોરાક) છે.
૪૦૦. જયારે ટ્રે ખાલી થઈ ગઈ. છોકરાએ તે લીધી અને કહ્યું, “ઓ સંત, મને (હલવાનો) સોનાનો સિક્કો આપો.”
૪૦૧. શેખે કહ્યું: હું પૈસા ક્યાંથી લાવું? હું કરજમાં છું અને નાશ તરફ જઈ રહ્યો છું.
૪૦૨. છોકરાએ (તેની) દિલગીરીમાં ટ્રે જમીનપર પછાડી તેણે રુદન, શોક અને કલ્પાંત કરતા બરાડા શરૂ કર્યાં.
૪૦૭. તે છોકરો શેખ પાસે આવીને કહ્યું, ઓ, ઘાતકી શેખ, ચોકકસ જાણી લે કે, મારો શેઠ મને (ફટકાથી) મારી નાંખશે.
૪૦૮. જો હું ખાલી હાથે તેની પાસે જઈશ. તો તે મને મારી નાખશે, શું તમો, તેને તેમ કરવા દેશો?
૪૦૯. અને પેલા લેણદારો પણ શેખ તરફ અવિશ્વાસે અને ધિક્કારથી જોઈ કહે, "આ શી રમત માંડી છે!"
૪૧૦, તેં અમારી મિલ્કત પચાવી પાડી છે, અને આ બધા અન્યાયો (પેલી દુનિયામાં) સાથે લઈ જઈ રહ્યો છે, તો પછી આ બીજો અન્યાય શા માટે બધા કરતાં મોટો (લે છે)?
૪૧૧. બપોર પછીની નમાજ સુધી છોકરાએ રોયા કર્યું, શેખે પોતાની આંખો બંધ કરી, છોકરા તરફ જોયું (પણ) નહિ.
૪૧૨. શેખે આ ગાળો અને વિરોધ તરફ ન જોતાં. રજાઈમાં માથું છૂપાવી, પોતાનો ચંદ્રમાની માફક ચમકતો ચહેરો સંતાડયો.
૪૧૩. અનંતતામાં ખુશ, મોતમાં ખુશ, આનંદી, ભલાબૂરા બોલાવાથી સંબંધ ન ધરાવતો,
૪૧૪. તે કે જેના ચહેરામાં વહાલમ, મધુર રીતે હાસ્ય કરે છે, તેને (બીજા) લોકોની ખરાબ દ્રષ્ટિથી શું નુકશાન ?
૪૧૫. તે કે જેની આંખ પર વ્હાલમ, ચુંબનની નવાજિશ કરે છે, તે સ્વર્ગ અને તેના ગુસ્સાથી દિલગીર કેમ થાય?
૪૨૪. લેણદારોને પેલા છોકરાને પૈસા ભરી આપવામાં, થોડા સિક્કા દરેકે આપવા પડત, (પણ) શેખની (રૂહાની) અસર, તેઓની ઉદારતા અટકાવતી હતી.
૪૨૫. તેથી જ કોઇએ છોકરાંને કાંઈ આપ્યું નહિ. પીરની શક્તિ આના કરતાં ઘણી વધુ ચડિયાતી છે.
૪૨૬. (જ્યારે) બપોર પછીની નમાઝનો વખત થયો, ત્યારે એક નોકર, એક હાતિમ જેવાં પાસેથી હાથમાં ટ્રે લઈને આવ્યો.
૪૨૭. એક મિલ્કતદાર અને શ્રીમંત માણસ (પાસેથી), એક નોકર આવ્યો. તેણે પીરને (શેખને) માટે ભેટ મોકલી હતી. કારણ કે તે તેના વિષે જાણતો હતો.
૪૨૮. (તેમાં) ચાર હઝાર દીનાર હતા. અને ટ્રેના ખુણામાં કાગળના કટકામાં વિંટાયેલ બીજો અર્ધો દીનાર હતો.
૪૨૯. નોકર આગળ આવી અને શેખને માન આપ્યું. અને જેના સરખો કોઈ ન હોય, તેવા શેખની હજૂરમાં ટ્રે રાખી.
૪૩૦. જ્યારે તેણે (શેખે) ટ્રે ખોલી. લોકોએ તેના થકી થએલ મોઝીજો જોયો.
૪૩૧. તુરત જ દિલગીરી અને રુદનના અવાજો દરેક જણમાંથી ઊઠયા, ઓ રૂહાની પેશ્વાના સરદાર, આનો (અર્થ) શું હતો?
૪૩૨. આ છૂપો રાઝ શું હતો? ઓ ગૂઢાર્થના માલિકોના માલિક, આ શહેનશાહી શું છે?
૪૪૦. (શેખે કહ્યું) આ (બાબતની) ખાનગી (હકીકત) મેં ખુદા પાસેથી મેળવી, બાદમાં તેણે મને સાચો રસ્તો બતાવ્યો.
૪૪૧. અને કહ્યું, જો કે દીનાર થોડા છે, છતાં તેનું (ચુકવવું) છોકરાના રડવા પર આધાર રાખે છે.
૪૪૨. જ્યાં સુધી કે હલવો વેચનાર છોકરો, રડે નહિ. ત્યાં સુધી (મારી) દયાનો દરિયો જાગૃત ન થાય.
૪૪૩. અય ભાઈ, બચ્યું (છોકરો) એ તારી આંખ છે, ચોકકસ જાણ કે તારી ઇચ્છિત (વસ્તુનું) મેળવવું, તારાં (દુઃખના) આંસુ પર આધાર રાખે છે.
૪૪૪. જો તું ઈચ્છે કે માન ભર્યો પોશાક, કે જેની તું ઈચ્છા રાખે છે, તે તને મળે, તો તારી આંખના બચ્ચાને રોવા દે.
૪૭૯ ઓ આંખ, તું બીજા માટે આનંદ કરે છે. થોડી વાર માટે બેસી જા, અને તારા પોતા માટે રુદન કર.
૪૮૦. છોડ રડતાં વાદળાંને અંગે લીલો અને તાજો બને છે, (તેજ) કારણને પ્રતાપે મીણબત્તી, તેના રોવાથી પ્રકાશિત બને છે.
૪૮૧. જ્યાં જ્યાં માણસો રુદન કરતા હોય. ત્યાં બેસી રુદન કર, કારણ કે (તેઓ કરતાં) તને રુદન ફરવાનો વધુ હક છે.
૪૮૨. તેવી રીતે તેઓ, મૃત્યુ પામનારથી છૂટા પડવાના સંબંધ અંગે (દિલગીર થાય છે). (સમજણની ) ખાણ ધરાવતા કાયમી માણેકથી તે અજાણ છે.
૪૮૩. તેવી રીતે, દિલ પર આંધળી માન્યતા તાળા (માફક) છે. જા, આંસુ વતી તે તાળાને તોડી નાખ.
૪૯૮. ભિખારી રોટલાની ખાતર ખુદા પુકારે છે, ભાવિક ઈન્સાન, પોતાના આત્મામાંથી ખુદાને પુકારે છે.
૪૯૯. ભિખારી પોતાના પુકારવામાં ખુદાને ઓળખી જાય. તો તેની આંખ આગળ વધધટ રહે નહિ.
ખેડૂતે સિંહને ધબ્બા મારવા, એમ સમજીને કે તે તેનો બળદ છે.
૫૦૩ એક ખેડૂતે તબેલામાં બળદ બાંધ્યો હતો. એક સિંહ તેના બળદને ખાઈ ગયો. અને તેની જગ્યાએ બેઠો.
૫૦૪. ખેડૂત બળદ (જોવા) તબેલામાં ગયો. પેલો માણસ ખૂણાઓમાં ફંફોરતાં રાતના, પોતાના બળદને શોધતો હતો.
૫૦૫ તે સિંહના અવયવોને પોતાના હાથથી ઘસતો હતો. કોઈવાર પીઠ ઉપર કે બાજુમાં. કોઈવાર ઉપર કે નીચે (ઘસતો હતો.)
૫૦૬. સિંહ (પોતાના મનમાં) કહ્યું. જો અજવાળુ વધુ થયું, તો ફેફસું ફાટી જશે. અને તેની છાતી લોહીમાં ફેરવાઈ જશે.
૫૦૭. તે મને બહાદુરીથી આમ પંપાળે છે, કારણ કે આમાં (અંધારામાં) રાતને અંગે, તે મને બળદ ધારે છે.
૫૦૮. ખુદા કહે છે. “ઓ આંધળાનો ભોગ બનેલ, શું મારા નામથી, તુર પર્વતના ટુકડા ન થયા?
૫૦૯. તેથી જો અમે પર્વત ઉપર કિતાબ મોકલી હોત તો, તેના ટુકડે ટુકડા થઈ જાત. પછી ટુકડામાં કપાઈ જાત, અને પછી છૂટો પડયો હોત (અદ્રશ્ય થાત).
૫૧૦. જો ઓહુદ પર્વત મારાથી વાકેફ બન્યો હોત. પર્વતમાંથી લોહીની ધાર વહેત.
૫૧૧. તારા માતા પિતાથી તે આ સાંભળ્યું છે. પરિણામે તમે તે વિચાર વગર સ્વીકાર્યું છે.
૫૧૨. જો તમે તેની સાથે આંધળુ અનુકરણ કર્યા વગર, વાકેફગાર બન્યા. તો તેની દયા થકી, આકાશી અવાજની માફક, (ખુદીમાં) ઓછા ઉપયોગી બનશો.
૫૧૩. નાહિંમત કરનાર, આ વાર્તા સાંભળ, એટલા માટે કે આંધળા અનુકરણથી થતો નાશ જાણી શકે.